વન્યજીવ સંરક્ષણ ધારો 1972
🌴🌳🐯🦁🙊🐯🌳🌱🌴
✍ભારત સરકારે વર્ષ 1972માં ભારતીય વન્ય જીવ સંરક્ષણનો કાયદો પસાર કર્યો હતો. તેનું હેતુ વન્યજીવોના ગેરકાયદેસરના શિકાર, માંસ અને તેમના ચામડાના વ્યાપારને રોકવા માટેનો હતો.
✍વર્ષ 2003માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. તે સમયે તેનું નામ
વન્ય જીવ સંરક્ષણ કાયદો, 2002
રાખવામાં આવ્યું હતું.
તેની હેઠળ દંડ અને સજાને ઘણી સખત કરી દેવામાં આવી હતી.
આ કાયદો માત્ર જંગલી પ્રાણીઓ માટે જ નહીં પરંતુ બીજા ઘણા પક્ષીઓ અને વૃક્ષોનું રક્ષણ કરવાનો પણ છે. આખા દેશમાં લાગુ પડે છે.
▶️કાયદામાં જોગવાઈ👇👇👇👇
✍કુલ છ અનુસૂચિ છે,
જે અલગ અલગ રીતે વન્યજીવોને સુરક્ષા આપે છે.
✍અનુસૂચિ 1 અને અનુસૂચિ 2- તેનો બીજો ભાગ વન્ય જીવોને સુરક્ષા આપે છે. જેની હેઠળ કરવામાં આવતા અપરાધની સખત સજા છે.
✍અનુસૂચિ 3 અને અનુસૂચિ 4- આ કાયદા હેઠળ પણ વન્ય પ્રાણીઓને સુરક્ષા આપવામાં આવે છે.
પંરતુ આ સૂચિમાં આવનારા પ્રાણીઓ અને પક્ષીઓના શિકાર પર દંડ ઓછો કરવામાં આવે છે.
✍અનુસૂચિ 5- આ કાયદા હેઠળ એ પ્રાણીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમનો શિકાર થી શકે છે.
✍અનુસૂચિ 6- આ કાયદામાં દુર્લભ છોડવાઓ અને વૃક્ષો પર ખેતી અને રોપણનો પ્રતિબંધ છે.
🌴🌳🦁🐯🙊🌱🌳🌴
▶️શું છે દંડ...?
✍જો સૂચિ એક અને સૂચિ બેમાં આવનારા પ્રાણીઓનો શિકાર કરવામાં આવ્યો હશે તો તેમને ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા ફરમાવવામાં આવશે,
👇આ સજાને સાત વર્ષ સુધી પણ વધારી શકાય છે.
અને આ સૂચિમાં દસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવાની જોગવાઈ છે. અને તે વધીને પચ્ચીસ લાખ સુધીનો પણ થઈ શકે છે.
✍જો તમારા ઘરમાં પ્રાણીઓના ચામડાની કોઈ વસ્તુ અથવા તેમની સ્કીનનું પાથરણું જોવામાં આવશે તો તમને અપરાધ થઈ શકે છે. જેમાં એક થી લઈને 25 લાખ સુધીનો દંડ કરવામાં આવી શકે તેમ છે.
✍જંગલી પ્રાણીઓને વધતા શિકારના લીધે પર્યાવરણ મંત્રાલયે નવો પ્રસ્તાવ મૂક્યો છે. એક રીપોર્ટ પ્રમાણે દેશમાં 60 ટકા વાઘની વસ્તી છે, જેમાંથી 2015માં 78 વાઘનો શિકાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી શિકાર કરવા પર 25 હજાર સુધીના દંડની જોગવાઈ હતી પણ તે હવે 50 લાખ સુધીની થઈ શકે છે.
✍અનુસૂચિ એકમાં 43 વન્ય જીવ સામેલ છે, જેમાં કલમ 2, કલમ 8, કલમ 9, કલમ 11, કલમ 40, કલમ 41, કલમ 43, કલમ 48, કલમ 51, કલમ 61 અને કલમ 62 હેઠળ દંડ થઈ શકે છે. આ સૂચિમાં ડુક્કરથી લઈને ઘણા પ્રકારના હરણ, વાંદરા, રીંછ, ચિંકારા, ચિત્તા, વરુ, શિયાળ, ડોલ્ફીન, જંગલી બિલાડીઓ, રેન્ડીયર, મોટી ગરોળી, પેગોલિન, ગેંડા અને હિમાલયમાં મળી આવતા પ્રાણીઓના નામ સામેલ છે. અનુસૂચિ એકના ભાગ બેમાં ઘણા જળીય જન્તુ અને સરીસૃપનો સમાવેશ થાય છે. આ અનુસૂચિના ચાર ભાગ છે.
✍અનુસૂચિ બેમાં સામેલ વન્ય જંતુઓની શિકાર પર કલમ 2, કલમ 8, કલમ 9, કલમ 11, કલમ 40, કલમ 41, કલમ 43, કલમ 48, કલમ 51, કલમ 61 અને કલમ 62 હેઠળ સજાની જોગવાઈ છે. આ સૂચિના ભાગ એકમાં ઘણા પ્રકારના વાંદરા, લંગુર, જંગલી કુતરા, કાચિંડાનો સમાવેશ થાય છે. સૂચિના ભાગ બેમાં અગોનોટ્રેચસ એનડ્રયુએસી, અમર ફૂસી, અમર એલિગનફુલા, બ્રચિનસ એક્ટ્રીપોનીલ સહિત અનેક પ્રાણીઓ સામેલ છે.
💥🌴🌱🙈🦁🙊🌳🌴🌱
@GujaratForestGuard