Haresh_sadbhavna @hareshbhai_sadbhavna Channel on Telegram

Haresh_sadbhavna

@hareshbhai_sadbhavna


Haresh_sadbhavna (English)

Are you looking for a channel that promotes peace and harmony? Look no further than 'Haresh_sadbhavna' on Telegram, created by the inspirational user @hareshbhai_sadbhavna. This channel is a sanctuary for those seeking positivity, love, and unity in a world filled with chaos. Haresh_sadbhavna aims to spread the message of Sadbhavna, which translates to goodwill, harmony, and understanding. Who is Haresh_sadbhavna? Haresh_sadbhavna is a platform for individuals who believe in the power of kindness and compassion. It is a community where like-minded people come together to share their thoughts, experiences, and stories of empathy and tolerance. Whether you are looking for uplifting quotes, peaceful music, or heartwarming stories, Haresh_sadbhavna has something for everyone. What is Haresh_sadbhavna? Haresh_sadbhavna is more than just a Telegram channel; it is a movement towards a more inclusive and accepting society. By joining this channel, you become a part of a global network of individuals who believe in the fundamental values of humanity. Haresh_sadbhavna promotes diversity, respect, and unity, regardless of race, religion, or background. Join Haresh_sadbhavna today and be a part of a community that is dedicated to spreading love and understanding. Together, we can create a world where Sadbhavna prevails over hatred and division. Let Haresh_sadbhavna be your guiding light towards a brighter and more compassionate future.

Haresh_sadbhavna

22 Dec, 14:10


DGP CUP GUJARAT.

Armd Unit GUJARAT Police વિભાગ દ્વારા આયોજિત સ્ટેટ કબડ્ડી ચેમ્પિયનશિપ સમાપન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયુ. ગુજરાત રાજ્યના વિવિધ રેન્જથી પોલિસ વિભાગની ટીમોએ ભાગ લઈ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું. અંતમાં સુરત સીટી અને આર્મડ યુનિટની ટીમ વિજેતા બની. વિજેતા ટીમો અને players ને સન્માનિત કર્યાં...

Haresh_sadbhavna

20 Dec, 14:19


પ્રબળ ઈચ્છા શક્તિ માં જ્યારે પ્રભુ ઈચ્છા અનુમતિ આપે તો જ તમે આ જરૂરિયાત મંદોને જમાડી શકો.

સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા ભોજન રથમાં દરરોજ દિવસના 500 થી પણ વધુ જરૂરિયાતમંદ લોકો જમે છે જેનો આનંદ છે. સૌથી વધુ આનંદની વાત એ છે કે લોકો પોતાના જન્મદિવસ અને તિથિ ભોજન નિમિત્તે લોકોને જમાડે છે.

જય ભગવાન🙏

Haresh_sadbhavna

13 Dec, 04:46


જી. ડી મોદી કોલેજ પાલનપુરના આચાર્ય શ્રી ડો ચૌહાણ સાહેબે પોતાના જન્મદિનને સેવા દિન તરીકે ઉજવવતા સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવેલો ભોજન રથમાં આજ રોજ અનેકો જરૂરિયાતમંદોને કઢી ખીચડીનું ભોજન કરાવ્યું...🙏

Haresh_sadbhavna

08 Dec, 03:12


बहुत ही आसान है, जमीन पर मकान बना लेना
दिलों में जगह बनाने में जिंदगी गुजर जाती है।.😊🙏

Haresh_sadbhavna

28 Nov, 14:51


તમારા જન્મદિવસની ઉજવણી જયારે કોઈકની જરૂરિયાત બની જાય ત્યારે એ જન્મદિન નહી પણ સેવાદીન કહેવાય છે.

સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવેલો ભોજન રથ જે અનેકો લોકોને પોતાના જન્મદિન કે પરિવારના કોઈ સ્વજનની તિથી નિમિતે જરૂરીયાતમંદને જમાડવાનું માધ્યમ બન્યું...

Haresh_sadbhavna

15 Nov, 11:04


લોક સેવાર્થે આજે દેવ દિવાળીના પાવનપર્વ નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે સદભાવના ગ્રુપનો ભોજન રથ ઝળહળતો થયો.

કઢી ખીચડીનો પ્રભુનો ભોજન પ્રસાદ 365 દિવસ નિયમિત જરૂરિયાતમંદ લોકોને પાલનપુરમાં વિવિધ સ્થાનોએ પ્રેમથી ભોજન કરાવશે.🙏

Haresh_sadbhavna

25 Oct, 07:13


સેવા એ આપણી સંસ્કૃતિ છે.યુવાનોનો હાથ પણ સેવા કામ માટે નમે એ હેતુથી, જે પણ યુવાન દોસ્તો ભાઈઓ બહેનો મહિનામાં એક દિવસ પોતાનો ત્રણ કલાક જેટલો સમય આ સેવા કામમાં પાલનપુરમાં ભૂખ્યાને ભોજન જમાડવામાં આપી શકે એમ હોય એ પોતાની વિગત આ સાથે સામેલ ગૂગલ ફોર્મમાં ભરશે.https://forms.gle/TeBPDnaJBSHpK68E6

Haresh_sadbhavna

22 Oct, 15:38


ભુખ્યાને ભોજન સેવા યજ્ઞ

સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા ભોજન રથ શુભ એવા લાભ પાંચમના દિવસ 6 નવેમ્બર 2024 થી નિયમિત પાલનપુરમાં જરૂરિયાતમંદ ને જમાડવા કાર્યરત થશે.🙏

Haresh_sadbhavna

15 Sep, 07:15


ફૂટબોલની રમતમાં બનાસકાંઠા જિલ્લાએ કીર્તિમાન સ્થાપિત કર્યો. સ્ટેટ ટુર્નામેન્ટમાં બનાસકાંઠાની જુનિયર ટીમ બાદ સિનિયર ટીમ પણ આજે ચેમ્પિયન બની.

આજરોજ રાજકોટ મુકામે આયોજિત સ્ટેટ ઇન્ટર ડિસ્ટ્રીક ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં અમદાવાદની ટીમને 1-0 થી હરાવી બનાસકાંઠા જિલ્લાની ટીમ સ્ટેટ લેવલે ચેમ્પિયન બની.
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે ગર્વની લાગણી અનુભવું છું કે આ માત્ર એક મેચ નહીં પરંતુ પૂરી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન જેવું પ્રદર્શન કરીને કચ્છ જિલ્લાની ટીમને ૪૬-૦ થી હરાવ્યુ સુરત જિલ્લાની ટીમને ૭-૦ થી હરાવ્યું પાટણ જિલ્લાની ટીમને ૩-૧ થી હરાવી અને સેમી ફાઇનલમાં રાજકોટની ટીમને ૫-૦ થી હરાવી ફાઇનલમાં પહોંચી હતી.
બનાસકાંઠા જિલ્લાના ફૂટબોલ ને એક નવી ઓળખ આપવા માટે થઈને સતત પ્રયત્નશીલ એવી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસીએશન ની પૂરી ટીમને અભિનંદન.

Haresh_sadbhavna

14 Sep, 15:20


શું તમે ક્યારેય મુસ્લિમોને ઈદ દરમિયાન મસ્જિદની સામે નશો કરતા અને અશ્લીલ ગીતો પર ડાન્સ કરતા જોયા છે ? અથવા તમે ક્યારેય ક્રિશ્ચિયન્સ કે શીખોને ચર્ચ કે ગુરુદ્વારા સામે શાંતાબાઈના ગીત પર નાચતા જોયા છે ?

તો પછી નશો કરીને, ડીજેમાં અશ્લીલ ગીતોની શાથે ભગવાનની સામે ડાન્સ કરવાનો આ રોગ આપણા લોકોને કેમ થયો છે ?

ડીજે પર અશ્લીલ ગીતો વગાડીને આપણે આપણા જ લોકોનું, આપણી સંસ્કૃતિનું, કુટુંબની પરંપરાનું અપમાન કરીએ છીએ. અન્ય ધર્મના લોકો તેમના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં આવી આછકલાઇ કરતા નથી.

આને રોકવાની જરુર છે.
અશ્લીલ ગીતોને બદલે, હિન્દુ ભક્તિ ગીતો અને સંગીત પર આધારિત શ્લોક અને ગીતોનો ઉપયોગ કરો.

શું આપણે, ભજન મંડળી, ફાગ મંડળી, મહિલા મંડળી, સંસ્કૃત સ્તોત્રો પાઠ કરતા વિદ્વાનો અને સ્થાનિક અને પરંપરાગત સંગીતનાં સાધનો વગાડનારા કલાકારોને આમંત્રિત ન કરી શકીએ ?

Haresh_sadbhavna

19 Aug, 02:38


ભાઇ બહેનના અતૂટ સ્નેહની અભિવ્યક્તિના પવિત્ર પર્વ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐

Haresh_sadbhavna

12 Aug, 03:40


ગુજરાત સ્ટેટ-ફૂટબોલ ટુર્નામેન્ટમાં 🏆 બનાસકાંઠાની ટીમે અમદાવાદને 16-0 થી હરાવી ચેમ્પિયન બની 💪 ટીમમાંથી 9 પ્લેયર NATIONL રમવા જશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસીએશનના પ્રેસિડેન્ટ તરીકે હું અને ડિસ્ટ્રીક ફૂટબોલ એસોસિએશનની ટીમ ગર્વની લાગણી અનુભવીએ છીએ. પ્લેયર્સને ગ્રાઉન્ડ પર અને ગ્રાઉન્ડની બહાર સતત તેમની રમતમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટની ફૂટબોલની ટીમ ચેમ્પિયન તથા આજરોજ આ champion પ્લેયર્સના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તથા નેશનલ રમવા માટે તેમને motivat કર્યા.આનંદની વાત એ છે કે આ ટીમમાં તમામ પ્લેયર ગ્રામીણ કક્ષાથી સામાન્ય ખેડૂત પરિવારની દીકરીઓ છે.

Haresh_sadbhavna

05 Aug, 07:59


આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે મા-સરસ્વતીના સૌ ઉપાસકોના ઉજ્વળ ભવિષ્ય હેતુ શ્રીરામ લાઇબ્રેરીનો શુભારંભ કરાવ્યો. પાલનપુરમાં 12 મી લાઇબ્રેરીની શુભ શરૂઆત પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયુ. અધતન સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓ આગામી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એ હેતુથી શરૂ કરેલ શ્રીરામ લાઇબ્રેરીના સૌ વાચક વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છાઓ સહ શુભકામનાઓ પાઠવી....

Haresh_sadbhavna

04 Aug, 03:18


ગુજરાત સ્ટેટ-ફૂટબોલ ટુર્નામેન્ટમાં 🏆 બનાસકાંઠાની ટીમે અમદાવાદને 16-0 થી હરાવી ચેમ્પિયન બની 💪 ટીમમાંથી 9 પ્લેયર NATIONL રમવા જશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસીએશનના પ્રેસિડેન્ટ તરીકે હું અને ડિસ્ટ્રીક ફૂટબોલ એસોસિએશનની ટીમ ગર્વની લાગણી અનુભવીએ છીએ. પ્લેયર્સને ગ્રાઉન્ડ પર અને ગ્રાઉન્ડની બહાર સતત તેમની રમતમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટની ફૂટબોલની ટીમ ચેમ્પિયન તથા આજરોજ આ champion પ્લેયર્સના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તથા નેશનલ રમવા માટે તેમને motivat કર્યા.આનંદની વાત એ છે કે આ ટીમમાં તમામ પ્લેયર ગ્રામીણ કક્ષાથી સામાન્ય ખેડૂત પરિવારની દીકરીઓ છે.

Haresh_sadbhavna

23 Jul, 07:53


એરપોર્ટ પર sequrity cheqing માં અક્ષય મળ્યો.

ઉત્તર-ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી આગળની પરીક્ષા પાસ કરી એરપોર્ટ પર સિક્યુરિટી ઓફિસર તરીકે નોકરી કરતો અક્ષય મને મળ્યો.
એની વાત સાંભળીને આત્મ સંતોષ થયો, સર મેં મારું ગ્રેજ્યુએશન કોરોનાના સમયમાં પૂર્ણ કર્યુ. અને એ સમયમાં જ્યારે કોલેજો યુનિવર્સિટી બંધ હતા અમે ઓનલાઈન/ઓફલાઈન પરીક્ષામાં ગોથા ખાતા હતા ત્યારે instagram ના માધ્યમથી તમે અમને યોગ્ય માર્ગદર્શન આપીને અમારું ગ્રેજ્યુએશન પૂર્ણ કરાવ્યું તથા અમારી દરેક મુશ્કેલીઓને સમજીને તમે એમાં પૂરક બન્યા. અને એ સમયમાં મારો ગ્રેજ્યુએશન પૂર્ણ કરવાના કારણે આજે હું અહીં એરપોર્ટ ઉપર સરકારી નોકરીએ લાગ્યો.

આવા અનેકો કોરોનાના કપરા કાળમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ મને અનેક સરકારી ઓફિસોમાં પ્રાઇવેટ ઓફિસોમાં મળે છે.દોડતા મને મળવા આવે છે આનંદ થાય છે, સાચે જ યુનિવર્સિટીમાં મળેલી જવાબદારીને જવાબદારી પૂર્વક નિભાવવાનો...

Haresh_sadbhavna

21 Jul, 05:47


વડીલો સાથે "શ્રવણ યાત્રા" ૧૮

સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા વડીલો સાથે ઉત્તર ગુજરાતના તીર્થ સ્થાનોએ જવાનું આયોજન કરવામાં આવ્યું. ગુરૂવાર તારીખ 18 જુલાઈના રોજ માં-ઉમિયાના દર્શન ઊંઝા કર્યા ત્યાર બાદ ઐઠોર ગણપતિ દાદાના દર્શન ત્યાંથી તરભ વાળીનાથ મહાદેવના દર્શને વડનગર હાટકેશ્વર મહાદેવના દર્શન અને સાંજે સેભર ગોગ મહાદેવના દર્શન આશ્રમના 85 વડીલ માતા પિતાઓ સાથે જવાનું થયું...