ગુજરાતી શાયરી @gujaratishayrii Channel on Telegram

ગુજરાતી શાયરી

@gujaratishayrii


"ગુજરાતી અસ્મિતાનું અસિમ ઝરણું". https://t.me/sahitya_samvad

ગુજરાતી શાયરી (Gujarati)

ગુજરાતી શાયરી આપણે પ્રેમ, ભાવનાઓ અને જીવનની ભાવનાઓને વ્યક્ત કરવા માટે એક સુંદર માધ્યમ છે. આ ચેનલ 'ગુજરાતી અસ્મિતાનું અસિમ ઝરણું' છે જે ગુજરાતી ભાષાની પ્રેમ, ભાવનાઓ અને સાહિત્યને મૂકે છે. આ ચેનલમાં અત્યંત લોકપ્રિય ગુજરાતી શાયરી, કવિતાઓ અને સાહિત્યિક રચનાઓ મળી શકે છે. આ ચેનલ સાથે જોડાઓ અને ગુજરાતી ભાષાની સાહિત્યિક વિશેષતાઓને આવરી લો.

ગુજરાતી શાયરી

23 Nov, 06:52


રોજ સાંજે ઘર તરફ પાછા વળાય,
એટલી ઉડાન હોવી જોઈએ.

સ્મિત સામે સ્મિત રોજ મળતું રહે,
એટલી તો શાન હોવી જોઈએ.

~ દિનેશ કાનાણી

ગુજરાતી શાયરી

23 Nov, 06:38


Pi કોઈન્સનું હાલ ફ્રી માઇનિંગ ચાલુ છે.
નીચેની લીંક અને રેફરન્સ કોડ થી માઇનિંગ શરૂ કરી શકો છો.
હાલ એક કોઇનની માર્કેટ વેલ્યુ રૂપિયા ૬૦૦૦+ છે

દર ચોવીસ કલાકે આરામથી એક કોઈન માઈન થઈ જસે.

આવતા વર્ષ સુધીમાં crypto market માં તને sell કરી શકશો


Pi is a new digital currency developed by Stanford PhDs, with over 55 million members worldwide. To claim your Pi, follow this link https://minepi.com/mukesh6703 and use my username (mukesh6703) as your invitation code.

વધુ માહિતી માટે youtube માં સર્ચ કરો Pi network

ગુજરાતી શાયરી

11 Sep, 12:44


❛મને કોયલો એ કહી ગઈ, અમે રોજ આવી ટહુકશું,
તમે આસપાસ કમાડની, જરા ઝાડ જીવતું રાખજો !❜

~ ગૌરાંગ ઠાકર

ગુજરાતી શાયરી

21 Aug, 12:20


સૌને પ્રેમ કરવાને લીધો'તો મે જનમ,
વચમાં તમે જરાક વધારે ગમી ગયા.

~ મરીઝ

ગુજરાતી શાયરી

22 Nov, 03:07


મને વાંધો નથી વ્હાલા હૃદયમાં ઘર કરી બેસો
તમારો દેશ છે આખો ભલેને સર કરી બેસો !

~ અમૃત કેશવ નાયક

ગુજરાતી શાયરી

23 Oct, 05:03


❛જીવનને ભરી બાથ અમે ભયથી વધારે,
જિવાઈ ગયું દોસ્ત, પછી વયથી વધારે.❜

~ ગૌરાંગ ઠાકર

ગુજરાતી શાયરી

13 Oct, 12:49


❛પૂર્વમાં સરિત-કાંઠે એમ સૂર્ય ઊગ્યો છે,
બેડલું ગઈ ભૂલી જાણે કોઈ પનિહારી !❜

~ ગની દહીંવાળા

ગુજરાતી શાયરી

13 Oct, 12:44


❛નકામી મૂંઝવણ માથા ઉપર લેવી જરૂરી છે?
તું સમજે છે બધી વાતો, પછી કહેવી જરૂરી છે?

મળ્યા, વાતો કરી થોડી, ગમ્યું બંનેના હૈયાને,
હવે એના ઉપર ગઝલો લખી દેવી જરૂરી છે?❜

~ કિરણસિંહ ચૌહાણ

ગુજરાતી શાયરી

24 Aug, 09:15


❛દૂધ નહીં તો પાણી દે, ડોલ મને કાં કાણી દે?
તગતગતી તલવારો દે, યા ગુજરાતી વાણી દે!❜

ગુજરાતી શાયરી

30 Jun, 04:31


પાંપણ ધરાય નહીં ત્યાં સુધી દોમદોમ એવો વરસાદ અમે પીધો,
મનગમતો મનમાં કોઈ આવ્યો વિચાર એને ખેતરની જેમ ખેડી લીધો.

ભીંજાતા બચવા કોઈ ભીંતે લપાય
અને કોક કોક છત્રીઓ ગોતે;
આપણે તો પહોળા બે હાથ કરી
આભ સામું ઝાડ જેમ ઊભા 'ર્યા પોતે!

બાથે ભરાય નહીં એવા આ વાયરાને શ્વાસોથી બાથોડી લીધો!

ગુજરાતી શાયરી

12 May, 16:32


❛ફનાગીરી જ અમરતાનો અંશ ખાસ હતી,
કે આપ લક્ષ્ય હતાં જિંદગી પ્રવાસ હતી❜

~ ગની દહીંવાળા

ગુજરાતી શાયરી

01 May, 04:00


માણીગર મોરલો અને ઢેલડ રઢિયાળી
કુંજે કોકિલ ભરી આંખની વાડી
                સીમે સારસ જોડી ન્યારી
                કે ગુજરાત બલિહારી રે!

~ બાલમુકુંદ દવે માણીગર મોરલા સમો કવિ

ગુજરાતી શાયરી

19 Apr, 11:48


ગજા બહારનાં સપનાંઓ મૂકી દે પડતાં
અમસ્તા કર નહીં તું ભાવ-તાલ, છોડી દે

ઘણા એ જાણે છે, તુજ ઘરમાં એકે દીવો નથી
નીકળવું ગામમાં લઈને મશાલ, છોડી દે.

~ પંકજ વખારિયા

ગુજરાતી શાયરી

19 Apr, 11:47


સુંદર થી અતિસુંદર છે તું લોકો પૂજે પથ્થર
ને મારી ભક્તિ છે તું

પૂછે છે લોકો મને કે કોણ છે તું હસીને હું જવાબ આપૂ કે
જીવન છું હું ને શ્વાસ છે તું.

ગુજરાતી શાયરી

06 Apr, 19:06


પ્રેમ પાગલ છે સવારો સવાર જાગશે
હુશનને શુભ રાત્રી સુધીનો સબંધ !!

ગુજરાતી શાયરી

31 Mar, 05:03


❛ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.❜

~ મુકુલ ચોકસી

ગુજરાતી શાયરી

27 Feb, 15:30


તેજના અણસાર માટે જાગવાનું,
ને તમસ પર વાર માટે જાગવાનું.

ઘાવ આપીને સમય ઊંઘી જશે પણ,
આપણે ઉપચાર માટે જાગવાનું.

~ લક્ષ્મી ડોબરિયા

ગુજરાતી શાયરી

13 Feb, 12:59


આ હવા લૈ આવતી સુરભિ તમારા અંગથી,
લો, તમારી બેઉ આંખો રાતરાણી થઈ ગઈ.

ફૂલદાનીનાં ફૂલોમાં ખુશ્બૂ પાછી તો ફરી...
આપનાં પગલાં તણી જ્યાં મહેરબાની થઈ ગઈ.

~ યોસેફ મેકવાન

ગુજરાતી શાયરી

13 Feb, 12:55


જયારે જયારે વાત તારી થાય છે
આંખ ભીની એકધારી થાય છે

તું ઉદાસી મોકલે છે પત્રમાં
ને અહીંયાં હાડમારી થાય છે

~ દિનેશ કાનાણી

ગુજરાતી શાયરી

13 Feb, 12:52


કોઇ નમણા હાથનું ધન લઇ ફરું છું;
રોજ ગજવામાં જ કંગન લઇ ફરું છું

ગુજરાતી શાયરી

07 Feb, 06:27


ગુલાબની ગુલાબી પણ રંગહિન લાગી;
એક કાળુ ટપકું એટલું રંગીન જોયું છે.

(કવિ આજ ગાલે તલ જોઈ ગયા છે)

ગુજરાતી શાયરી

07 Feb, 05:37


ગુલાબ જેવા ગુલાબી
તારા ગાલે,
તલ બનીને રહેવું છે
મારે !!

4,014

subscribers

1,147

photos

3

videos