Krushi Vigyan કૃષિ વિજ્ઞાન @krushivigyan Channel on Telegram

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

@krushivigyan


કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન (Gujarati)

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિનnકૃષિ એ ગુજરાતની જીવનશૈલી અને અર્થવ્યવસ્થા માટે મુખ્ય ક્ષેત્ર છે. આ મેગેઝિન તમને તાજા ખેડૂતોની સમાચારો, ટેકનોલોજી, ખેતીમાટે ઉપયોગી માહિતી, સમર્થની, ટિપ્સ અને ટ્રિક્સ આપશે. આ ચેનલ ગુજરાતી ખેડૂતો માટે જરૂરી માહિતી અને સુચનાઓ પ્રદાન કરે છે. આપણે આ ચેનલમાં આવીને સુચનાઓ અને માહિતીનો લાભ મેળવી શકીએ છીએ. તમને ખેડૂતિકાયી માહિતી અને ટેકનોલોજી માટે આ ચેનલનો સેવ કરવો જોઈએ.

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

18 Nov, 07:57


-----------------------
મરચીના પાંદડા ખરે કેવી રીતે ?
-----------------------
મરચીના પાંદડા ખરવાનું કારણ…

મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી ૨૦ દિવસ પછી ખરે. હવે યાદ રાખો કે દવા કયારે છાંટવાની હતી ૧૫ દિવસ પહેલા અને ખેડૂતો જાગે છે કયારે રોગનું નુકશાન દેખાય ત્યારે શું ઈલાજ સાચો થાય ? ના થાય. પણ નોંધો કે બેકટેરીયલ સ્પોટમાં મરચીના પાન પોતાની મેળે ખરે જયારે સર્કોસ્પોરા લીફ સ્પોટમાં તમે કે મજૂર પડામાં ચાલે ત્યારે છોડને અડો તો ખરે, આ રોગ ઓગષ્ટ સપ્ટેમ્બરમાં જોવા મળે છે. આ સમય પૂરો થઇ ગયો હવે તો ભૂકી ચારણી શક્યતા વધુ રહેશે, . લાલ મરચાનો રોગ એન્થ્રેકનોઝ ની વાત હવે પછી

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

17 Nov, 18:30


-----------------------
શું મિત્ર કીટક ઢાલિયા નો સંગ્રહ થઇ શકે ?
-----------------------
મિત્ર કીટક ઢાલિયા

જે વિસ્તારમાં મિત્ર કીટક ડાળિયા હોય ત્યાંથી પકડી લઇ, જ્યાં મોલો વધુ આવ્યો છે ત્યાં છોડી શકાય ? તો તો મજો પડી જાય ને ? આ અંગેનો પ્રયોગ થયો છે – લાલ જાતના જીવતાં ડાળિયાને ફ્રીઝમાં સંગ્રહવાનો ! કાચ કે પ્લાસ્ટીકની પારદર્શક બરણીમાં 200 થી 400 ડાળિયા પૂરી, ઢાંકણ બરાબર બન્ધ કરી, અંદર કશાયે ખોરાકનો પુરવઠો કે હવા માટે કાણાં સુધ્ધાં રાખ્યા વિના ઘરઘરાઉ ફ્રીઝમાં સુવડાવી દીધા અને ચાર-પાંચ મહિને ઢાંકણ ખોલતાં બે થી ત્રણ જ મિનિટમાં બહારના વાતાવરણના સંસર્ગમાં આવતા લગભગ 70 ટકા વસ્તીએ જીવનક્રિયાઓ પુન; શરૂ કરી દીધી. અને વળી પાછું કેવું ખબર છે ? ગર્ભવતી માદા સાડાચાર માસ સુવરાવી રાખ્યા પછી બીજા-ત્રીજા દિવસે પોતાના અગાઉ રહેલા ગર્ભમાંથી ઇંડાં મૂકવાનું ચાલુ કરી દે ! અરે, સંભોગ કરવાનું, મોલોમસી ખાવાનું, બધું જ યથાવત ચાલુ કરી દે. સાડાચાર માસની લાંબી નીંદર ખેંચી પછી પણ . હવે તો અમુક ખાનગી કંપનીઓ પણ ડાળિયા વેચાતા આપે છે. આ ઉપાય હાથવગો અને આપણે ખેડૂતો જાતે કરી શકીએ તેવો છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

17 Nov, 10:25


-----------------------
જીવાણું (બેક્ટેરિયા)
-----------------------
– જીવાણું (બેક્ટેરિયા) : બેક્ટેરિયા પાવડરને પાણી સાથે ભેળવી પાક પર છાંટવામાં આવે છે. જેથી. બેક્ટેરિયા પાનની સપાટી પર સ્થિર થાય છે. જીવાત જ્યારે આવા બેક્ટેરિયાયુક્ત પાન ખાય છે ત્યારે ખોરાક સાથે બેક્ટેરિયા જીવાત અન્નનળી દ્વારા આંતરડામાં પ્રવેશે છે. જીવાતના આંતરડામાં રહેલ ઊંચા અમ્લતાવાળા માધ્યમમાં બીજાણુંનું સ્કુરણ થાય છે અને ખાસ પ્રકારનું ઝેરી પ્રોટીનયુક્ત ક્રિસ્ટલ રસાયણ ઉત્પન્ન કરે છે. આ ઝેરી રસાયણ આંતરડાની દિવાલમાંથી પસાર થઈ જીવાતની દેહમાં દાખલ થાય છે અને જીવાતનું મૃત્યુ થાય છે. જીવાતની શરીરની ચામડી અંદરના દબાણને લીધે તૂટી જઈ બીજાણું બહારની બાજુએ ફેંકાય છે અને બેક્ટેરિયાનો આપમેળે ફેલાવો થાય છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

17 Nov, 07:25


-----------------------
કપાસ : નીંદણ નિયંત્રણ
-----------------------
* દક્ષિણ ગુજરાતના પિયત વિસ્તારમાં સંકર કપાસમા નીંદણ નિયંત્રણ કરવા માટે ઓકઝાડાયેઝેન હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. છાંટવું | તેમજ ચાર વખત હાથથી નીંદામણ કરવું ડાયુરોન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પાક ઉગ્યા બાદ ૨૦ દિવસે છાંટવાથી તેમજ ત્યાર બાદ ચાર વખત હાથ વડે નીંદામણ કરવાથી પણ નીંદણનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત આ સિવાય ઓકઝાડાયેઝોન હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. પાક ઉગ્યા બાદ ૨૦ દિવસે ડાયુરોન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. તેમજ જરૂરિયાત મુજબ બે વખત હાથ વડે નીંદામણ કરવું અથવા

* ઉત્તર પશ્ચિમ ખેત-હવામાન (વી ૭૯૭) કપાસનું વાવેતર કરતા ખેડૂતોએ પાકની વાવણી બાદ ચાર અઠવાડિયે એક આંતરખેડ તેમજ એક વખત હાથ વડે નીંદામણ કરવું

* દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન વિસ્તારમાં સંકટ કપાસનું વાવેતર કરતા ખેડૂતોને કપાસના પાકમાં નીચે પૈકી કોઈપણ એક નીંદણ નિયંત્રણ પધ્ધતિ અનુસરવાની સલાહ છે.

મજુરોની અછતની પરિસ્થિતિમાં

ફ્યૂકલોરાલીનનો હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. તેની સાથે સાથે પાકની વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે વખત હાથ વડે…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

17 Nov, 07:08


-----------------------
દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ?
-----------------------
દિવેલામાં નીંદણ નિયંત્રણ

ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે -વખત આંતરખેડ તેમજ બે વખત હાથ નીંદામણ કરવાની સલાહ આપવામાં આવે છે. વળી, જે ખેડૂતો લીલા ઘાસ-ચારા મટે રજકાના વાવેતરમાં રસ ધરાવતા હોય તેઓને પણ સલાહ આપવામાં આવે છે કે અગાઉની વાવણી કરેલા દિવેલાના પાકમાં વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે આંતરખેડ અને બે વખત હાથ વડે નીંદામણ કરી ઓકટોબર મહિનામાં રજકાના બીજને ટૂંકી દેવા.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

16 Nov, 13:18


Live stream finished (349 days)

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

16 Nov, 10:11


-----------------------
દાળિયા (લેડી બર્ડ બીટલ)
-----------------------
દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે બહુભોજી પરભક્ષી છે. તેની ઈયળ અને પુખ્તાવસ્થા પરભક્ષી છે. દાળિયાની નાની ઈયળો યજમાન કીટકના શરીરમાંથી લોહી ચૂસે છે. જ્યારે મોટી ઈયળો અને પુખ્ત દાળિયા મોલોને ચાવીને ખાય છે. આ પરભક્ષીની દૃશ્ય શક્તિ ઓછી હોવા છતાં એક પુખ્ત દાળિયું તેના જીવનકાળ દરમિયાન ૫૦૦૦ જેટલી મોલોનું ભક્ષણ કરે છે. આમ તો દાળિયા મોલોનું ભક્ષણ કરે છે પણ સાથે સાથે ફૂદા અને ચૂસિયાના ઈંડા, કથીરી, થ્રીપ્સ અને અન્ય નાના શરીરવાળા કીટકોનું પણ ભક્ષણ કરતું હોવાથી તે એક અગત્યનું પરભક્ષી છે. દાળિયા શાકભાજી પાકો, ધાન્ય પાકો, કઠોળ વર્ગના પાકો, ફળ પાકો અને બાગાયતી પાકોમાં મોલોના નિયંત્રણ માટે ઉપયોગી છે. સેરેન્જીયમ પારસેસેટોસમ નામના દાળિયાના પુખ્ત અને ઈયળ અવસ્થા શેરડીની સફેદમાખીની તમામ પર નભતા જોવા મળે છે.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

15 Nov, 18:32


-----------------------
કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : બરુ નીંદણનું નિયંત્રણ – Sorghum halepense
-----------------------
બરુ નીંદણનું નિયંત્રણ

વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ફોન ઃ (મો.) ૭૬૦૦૪૫૫૪૫૯ બરૂં ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક જડીયાંથી તેમજ બીજથી થાય છે. નિયંત્રણ ઃ ઉનાળામાં ખેડ કરવી. નવી ફુટ પર ડાલાપોન ૫-૭ કિ.ગ્રા. પ્રતિ હેકટર પ્રમાણે ૭-૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા. ડિસ્ક પ્લાઉથી ખેડ કર્યા બાદ કપાસ, મકાઈ, સોયાબીનનું વાવેતર કરવું.ટીસીએ ૩૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર છાંટવાથી ૯૯% નિયંત્રણ થાય છે. શેઢા-પાળા, પડતર વિસ્તારમાં ફૂલ આવે તે પહેલાં ડાલાપોન, ડાયુરોન, બ્રોમાસીલ કે સોડિયમ કલોરેટ, ગ્લાયફોસેટ, પેરાક્વોટ પૈકી ગમે તે એક દવાનો છંટકાવ કરવો.

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

15 Nov, 18:32


-----------------------
મગફળીના ભોટવા (ગ્રાઉન્ડ નટ પોડ બોરર) જીવાતની નિયંત્રણ વ્યવસ્થા:
-----------------------
મગફળીનો સંગ્રહ કરતાં પહેલાં તેને સુર્યના તાપમાં બરાબર સૂકવવી અને દાણામાં ૭ ટકા ભેજ રહે ત્યાર બાદ તેનો કોઠારમાં સંગ્રહ કરવો. કોઠારમાં સંગ્રહ કરતાં પહેલા તેની દિવાલો, છત અને તળીયામાં આવેલ તીરાડોને સીમેન્ટથી ભરી દેવી અને ત્યારબાદ તેમાં ચુનો કરવો. નવી મગફળીનો સંગ્રહ કરતાં પહેલાં કોઠારને બરાબર સાફ કરવો, જો કોઠારમાં જીવાત જણાય તો સાયપરમેથ્રીન રપ ઈસી ૧ મિ.લિ. ૧ લીટર પાણીમાં ભેળવીને દિવાલો, ભોંયતળીયા અને છત ઉપર છાંટવું. એક જ કોઠારમાં જુની અને નવી મગફળીનો સંગ્રહ કરવો નહી. જુના કોથળામાં મગફ્ળીનો સંગ્રહ કરવાનો હોય ત્યારે તેને ઉલટાવીને ઉપર જણાવેલ દવાનું છાંટણ કરવુ અને તેને છાયડામાં સૂકવવા અને ત્યાર બાદ સૂકાયેલ કોથળાને ઉલટાવી નાખીને તેમા મગફળી ભરવી. સંગ્રહિત મગફળીમાં જીવાતોની સક્રિય અવસ્થાની હાજરી જણાય ત્યારે એલ્યુમિનિયમ ફોસ્ફાઈડની ૩ ગ્રામની એક એવી ત્રણ પડીકી ૧૦૦૦ કિ.ગ્રા. મગફળીમાં મુકવી અને તેનું ધ્રુમીકરણ કરવું. ધ્રુમીકરણની માવજત તાલીમ પામેલ તાંત્રીક કર્મચારી/ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ જ…

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

15 Nov, 10:09


-----------------------
મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી
-----------------------
મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ જોવા મળે છે. આ ગંડિકામાં રાઈઝોબીયમ નામના જીવાણું જોવા મળે છે. ગંડિકામાં રહીને તેઓ હવામાંથી જમીનમાં આવતા નાઈટ્રોજન વાયુને નત્રલ પદાર્થમાં ફેરવીને મૂળને આપે છે. આમ મૂળ નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. આથી જમીનની ફળઠ્ઠુપતા પણ વધે છે.અમરવેંલ, ગળોનીવેલ જેવી પરોપજીવી વનસ્પતિના મૂળ કે શીંગોડા જેવી પાણીમાં ઉગતી વનસ્પતિના મૂળ, કેવડાના બહારથી દેખાતા મૂળ કે લસણ ડુંગળીના આછા તંતુમૂળ જેવી અનેક વનસ્પતિના મૂળનું બારીકાઈથી નિરીક્ષણ કરવા જેવું છે. અત્યાર સુ આપણે જમીનની ઉપર રહેલા છોડ કે વૃક્ષના ભાગોને જોતા હતા પરંતુ ક્યારેક મૂળ અને તેના ભાગોને નિરખવા જેવા છે. અભ્યાસ કરવા જેવો છે. મૂળને રોગ વગરના સ્વસ્થ રાખવા જેવા છે તો જ હવામાં લહેરાતો છોડ સમૃધ્ધિનો ઉજાસ દેખાડશે

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

6,529

subscribers

3,784

photos

25

videos