આમ આદમી પાર્ટી, ગુજરાત @aapgujaratofficial Channel on Telegram

આમ આદમી પાર્ટી, ગુજરાત

@aapgujaratofficial


શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

આમ આદમી પાર્ટી, ગુજરાત (Gujarati)

આમ આદમી પાર્ટી, ગુજરાત ચેનલ એક સામાજિક મીડિયા પ્લેટફૉર્મ છે જે ગુજરાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, અને ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ચર્ચા કરવાની પ્લેટફૉર્મ પ્રદાન કરે છે. આ ચેનલ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પરિવર્તન લાવવા અને સામાજિક સુધારો કરવા માટે સહયોગ આપવાનું ઉદ્દેશ્ય ધરાવે છે. જો તમે ગુજરાતના સમાજિક અને રાજનૈતિક મુદ્દાઓ વિશે વધુ જાણવા માટે ઉત્સાહી છો, તો આ ચેનલ તમારા માટે મહત્ત્વપૂર્ણ જાણકારીની મૂલભૂત સ્થળ બનવાનું ઉપયોગી થાય છે. આમ આદમી પાર્ટીનો ગુજરાત ચેનલ જોડાઓ અને તમારી આવાજ સાંભળાવો! તમારી મતની આપણની શક્તિ છે, આવાજ ઉચ્ચ કરો અને ગુજરાતને સુધારો માટે કદર કરો! આ ચેનલ શું છે? એને શું કરવાની જરૂર છે?

આમ આદમી પાર્ટી, ગુજરાત

15 Feb, 16:03


'આપ' ને મત એટલે,
'કામ' ની રાજનીતિ ને મત. 💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

15 Feb, 16:02


લડીશું, જીતીશું 💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

14 Feb, 11:42


થાનગઢ નગરપાલિકા ચુંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં રાષ્ટ્રીય નેતા શ્રી ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ નેતા શ્રી રાજુ કરપડાએ પદયાત્રા કરી જનતાને 'આપ'ની કામની રાજનીતિ પસંદ કરવા અપીલ કરી.

લડીશું, જીતીશું 💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

14 Feb, 11:42


આજરોજ ચાણસ્મા નગરપાલિકા ચુંટણી અંતર્ગત વોર્ડ નં-3 ના ઉમેદવાર શ્રી દિપકકુમાર વ્યાસના સમર્થનમાં AAP કાર્યકર્તાઓએ ડોર ટુ ડોર પ્રચાર કરી આમ આદમી પાર્ટીની 'કામ' ની રાજનીતિને વોટ આપવા અપીલ કરી.

'આપ' પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પ્રદેશ સોશિયલ મીડિયા સહમંત્રી સ્વયંભાઈ સાલવી, પાટણ જિલ્લા ઉપપ્રમુખ જે.જે ઝાલા, ચાણસ્મા તાલુકા પ્રમુખ નરેશભાઇ પટેલ, ચાણસ્મા શહેર પ્રમુખ વસંતભાઈ ડોડીયા, સરસ્વતી તાલુકાના સોશિયલ મીડિયા પ્રમુખ સેધુભા દરબાર સહિત હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

14 Feb, 11:34


ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભ્રષ્ટ ભાજપના લોકો ખુલ્લેઆમ પૈસા વેચી રહ્યા છે.

➡️ કચ્છની રાપર નગરપાલિકામાં મતદારોના નામ કન્ફર્મ કરીને પ્રતિ વ્યક્તિ ₹500 વેચવામાં આવી રહ્યા છે.

ચૂંટણી પંચ જાગતું હોય અને ચૂંટણી પ્રત્યે તેમની કોઈ જવાબદારી હોય તો આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

14 Feb, 11:27


સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં 18 ની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી સુરજ આહીરના પ્રચારમાં ભવ્ય વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મંત્રી ધર્મેશ ભંડેરી, પ્રદેશ મંત્રી માથુર બલદાણીયા, વિપક્ષનેતા પાયલ સાકરિયા સાથે સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટરો તથા પ્રદેશ શહેરના કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

14 Feb, 11:25


આજે દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું.

આમ આદમી પાર્ટી, ગુજરાત

08 Feb, 05:48


ગતરાત્રે થાનગઢ નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 3 માં આપ પ્રદેશ નેતા શ્રી રાજુભાઈ કરપડાની વિશેષ ઉપસ્થિતિમાં મહોલ્લા સભા યોજાઈ.

આમ આદમી પાર્ટી, ગુજરાત

07 Feb, 11:46


પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરવામાં આવેલા દેશદ્રોહના કેસોને સરકારે પરત ખેંચ્યા તે નિર્ણયને આમ આદમી પાર્ટી આવકારે છે.

SC, ST, OBC, માઈનોરીટી, વિદ્યાર્થી, કર્મચારીઓ અને ખેડૂતોના આંદોલનમાં પણ જે લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે કેસો પણ સરકાર પરત ખેંચે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

07 Feb, 09:29


ગુજરાતના તમામ સમાજના યુવાનો ઉપર ભ્રષ્ટ અને તાનાશાહ ભાજપ દ્વારા કરેલ ખોટા કેસ પાછા ખેંચવા અંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા શ્રી ગોપાલ ઈટાલીયાએ ગુજરાત સરકારને રજૂઆત કરી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

07 Feb, 07:05


સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છતાંય સુરત શહેરના મેયર જવાબદારી સ્વીકારવાની બદલે વિપક્ષ પર આક્ષેપો લગાવી રહ્યા છે.

➡️ સુરતના મેયર કહે છે કે તે ક્યાંય ક્રિકેટ રમવા ગયા નથી પણ તેમના દાવા સામેની હકીકત આ વીડિયોમાં જાણો.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Feb, 12:28


સુરત મહાનગરપાલિકાની બેદરકારીને કારણે એક બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો અને આ દરમિયાન સુરત મહાનારપલિકાના બેશરમ મેયર ક્રિકેટ રમી મજા માણી રહ્યા હતા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Feb, 12:24


સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક બાળક ગટરમાં પડી ગયું હોવાના કલાકો વીતી ગયા હોવા છતાં હજુ બાળક મળ્યું નથી. આ ઘટનાથી તંત્રની કામગીરી પર મોટા સવાલ ઊભા થાય છે.
બાળકને જલ્દી શોધવામાં આવે તે માટે તેમના પરિવાર સાથે આજે AAP ના કોર્પોરેટરો ધરણાં પર બેઠા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Feb, 08:44


અમેરિકામાં ચાલી રહેલી ડિપોર્ટેશનની પ્રક્રિયામાં 100થી વધુ ભારતીયોને અને 33 ગુજરાતીઓને પાછા ભારતમાં મોકલવામાં આવ્યા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીની પ્રતિક્રિયા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Feb, 08:40


75 લાખથી અને 1 કરોડ રૂપિયા ખર્ચ કરીને આપણા દેશના લોકો અમેરિકામાં કામ ધંધા માટે અને સ્થાયી થવા માટે જતા હોય છે, પરંતુ હાલ અમેરિકાની સરકારે મોટી સંખ્યામાં ભારતીયોને ડીપોર્ટ કરવાની કામગીરી શરૂ કરી છે અને પહેલા તબક્કામાં 100 થી વધુ ભારતીયોને અમેરિકાએ ભારત પાછા મોકલ્યા છે, તેમાં લગભગ 37 જેટલા લોકો ફક્ત ગુજરાતના છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Feb, 06:27


આજના સમાચાર 👇

મત આપ્યા પછી મતદારો જોઈ શકતા હતા કે તેમને આપેલો મત કોને મળ્યો પણ અગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોએ એ અધિકાર ગુમાવ્યો છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Feb, 06:26


दिल्ली बोली दिल से
केजरीवाल आ रहे हैं फिर से❤️

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Feb, 06:26


ડીસા નગરપાલિકામાં સત્તા પક્ષના પદાધિકારીઓને રજૂઆત કરતા જવાબદાર પદાધિકારીઓ દ્વારા વિપક્ષના સભ્ય સાથે ખરાબ વર્તણુક કરતા પાકિસ્તાની શબ્દ ઉચ્ચારવામાં આવ્યો હતો તે બાબતે આજે કાર્યકારી પ્રમુખ ડૉ. રમેશ પટેલની આગેવાનીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

આમ આદમી પાર્ટી, ગુજરાત

05 Feb, 07:12


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal જી એ દિલ્લીમાં 'કામ' ની રાજનીતિને આગળ વધારવા માટે તેમના પરિવાર સાથે મતદાન કર્યું.🗳️🧹

#Vote4Jhadu

આમ આદમી પાર્ટી, ગુજરાત

05 Feb, 06:04


BJP वाले आज 5 Star खाकर आए हैं…🍫
Do Nothing Mode 😀
#Vote4Jhadu

આમ આદમી પાર્ટી, ગુજરાત

23 Jan, 12:56


ગતરોજ ધોરાજી ખાતે આગામી નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ધારાસભ્ય શ્રી હેમંત ખવા અને રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી તેજસ ગાજીપરાની અધ્યક્ષતામાં સ્થાનિક હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ.

આ બેઠકમાં ધોરાજીના જુદા જુદા વોર્ડના 300 થી વધુ લોકો આમ આદમી પાર્ટીના જોડાયા..

આમ આદમી પાર્ટી, ગુજરાત

23 Jan, 09:54


અગત્યનું

આ વખતે જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારે પોતે જે તે રાજકિય પાર્ટીના સભ્ય તરીકે નોંધણી કરાવેલી હોવી ફરજિયાત છે.

આથી સૌ સાથીઓને જણાવવામાં આવે છે કે જે કોઈ પણ ચૂંટણી લડનાર ઉમેદવાર/ડમી ઉમેદવાર કે ઉમેદવારના ટેકેદારો હોઇ તે સૌનું ઉપરોક્ત વેબસાઇટ પર વિગતો ભરીને પાર્ટીના સત્તાવાર સભ્યપદ લઈને પોતાનું ઓળખપત્ર મેળવી લેવા વિનંતી.

🙏🙏🙏🙏🙏🙏

નોંધ- નિચેની લિંક ખોલીને વિગતો ભરવી તથા સેલ્ફી લઈ કે પછી ગેલેરીમાંથી ફોટો સિલેક્ટ કરી પાર્ટીનું ઓળખપત્ર મેળવી લેવું.

aapgujarat.org/joinaap.html

આમ આદમી પાર્ટી, ગુજરાત

23 Jan, 08:53


ગુજરાતમાં એવું કોઈ કૌભાંડ નથી જેમાં
ભાજપના નેતાનું નામ શામેલ ના હોય.

આમ આદમી પાર્ટી, ગુજરાત

23 Jan, 05:59


માં ભારતી ના વીર સપૂત, મહાન સ્વતંત્રતા સંગ્રામ સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર કોટી કોટી નમન.

આમ આદમી પાર્ટી, ગુજરાત

22 Jan, 12:20


"आज मैं प्रधानमंत्री नरेंद्र मोदी से Middle Class के लिए सात मांगें कर रहा हूं। इन्हें देश और मिडिल क्लास के हित में लागू किया जाए।"

अगर आप भी हमारी मांगों का समर्थन करते हैं तो हमारी Website पर जाकर अपनी आवाज बुलंद करें👇

http://middleclassmanifesto.com

#AAPKaMiddleClassManifesto

આમ આદમી પાર્ટી, ગુજરાત

22 Jan, 09:24


ભાજપે ઓબીસી કમિશનની રચના ન કરીને, અનામત બાબતે કોઈ સર્વે ન કરાવીને છેલ્લા બે વર્ષ સુધી નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપ્યું અને બે વર્ષ સુધી નગરપાલિકાઓની ચુંટણી રોકીને ભાજપે લોકતંત્રની હત્યા કરી છે.

આ નગરપાલિકાઓની ચૂંટણીમાં જનતા ભાજપને જવાબ આપશે.

આમ આદમી પાર્ટી સ્થાનિક મુદ્દાઓને ધ્યાને રાખીને આ નગરપાલિકાની ચૂંટણીમાં ખૂબ મજબૂતીથી લડશે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

22 Jan, 07:42


દેશના મધ્યમ વર્ગની 50% થી વધુ આવક તો સરકારને ટેક્સ આપવામાં જતી રહી છે.

દેશની ટેક્સ વ્યવસ્થા એટલી બરબાદ છે કે મધ્યમ વર્ગ જીવતા તો ટેક્સ ભરે જ છે અને હવે તો મૃત્યુ પછી પણ ટેક્સ ભરવો પડે છે.

@ArvindKejriwal

#AAPKaMiddleClassManifesto

આમ આદમી પાર્ટી, ગુજરાત

22 Jan, 05:45


ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા 💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

21 Jan, 12:02


જનતા પોતાના મહેનતની કમાણીમાંથી ટેક્સ ભરે છે અને એ સરકારની ફરજ છે કે જનતાને એ આપેલા ટેક્સનું વળતર મળે.
આજે એ ટેક્સના પૈસા જનતાને જરૂરી સેવાને બદલે સરકારી અધિકારીઓની ગાડી, બંગલા અને ઓફીસોમાં બરબાદ થાય છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

21 Jan, 09:10


સુરતમાં ખાનગી શાળાની ફી ના ભરી શકતા શાળાના ત્રાસના કારણે એક માસૂમ દીકરીએ આત્મહત્યા કરવી પડી છે.

આમ આદમી પાર્ટીની માંગ છે કે આ ઘટના માટે જવાબદાર લોકો અને સંચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

21 Jan, 05:49


ગુજરાતની જનતાને પણ જન કલ્યાણકારી યોજનાઓ મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી..

આમ આદમી પાર્ટી, ગુજરાત

20 Jan, 13:43


ભાજપે દિલ્લીની જનતાને જે સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે તે તમામ સુવિધાઓ ભાજપ સરકાર ગુજરાતની જનતાને પણ આપે તે માંગ સાથે AAP દ્વારા આજે જુદા જુદા જિલ્લાઓ ખાતે કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

આમ આદમી પાર્ટી, ગુજરાત

20 Jan, 11:13


ભાજપે દિલ્લીમાં મહિલાઓ માટે રૂ.2500ની જાહેરાત કરી છે તો
'લાડલી બહેન યોજના'નો લાભ ગુજરાતમાં ક્યારે મળશે?

#ગુજરાત_સાથે_અન્યાય_કેમ

આમ આદમી પાર્ટી, ગુજરાત

20 Jan, 09:18


AAP is “Unbreakable” 🔥🔥💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

11 Jan, 08:25


ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આવવાથી શું ફર્ક પડ્યો તે સાંભળો.💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

11 Jan, 05:56


ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે તો કેમ સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધારી નથી શક્યા?

આમ આદમી પાર્ટી, ગુજરાત

10 Jan, 12:35


આજે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીના જન્મદિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ખાતે સૌ પ્રદેશ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

10 Jan, 10:02


નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના પ્રધાનમંત્રી બની ગયા તો પણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ના સુધારી શક્યા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

10 Jan, 06:09


अब नई Skills सीखने में पैसा रुकावट नहीं बनेगा, भाई हर महीने पैसे भेजेगा ❤️

भाई हो तो ऐसा, केजरीवाल जैसा 💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

10 Jan, 05:56


આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને 'ખેડૂતોના મસીહા' શ્રી ઈસુદાન ગઢવીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આમ આદમી પાર્ટી, ગુજરાત

10 Jan, 05:55


મગફળી ખરીદ સેન્ટરોમાં બારદાન નહીં હોવાથી છેલ્લા 14 દિવસથી માળીયા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી સેન્ટર બંધ છે જેનાથી ખેડૂતો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે ત્યારે માળીયાની બજારમાં બારદાન માટે પણ ખેડૂતોને સાથે રાખી AAP કિસાન સેલ પ્રમુખ શ્રી રાજુ કરપડા, શ્રી રાજુ બોખતારિયા સહિત સ્થાનિક હોદ્દેદારો દ્વારા બજારમાં ભીખ માંગવામાં આવી અને મામલતદાર મારફતે સરકારને બારદાન તેમજ રોકડ રકમ આપવામાં આવી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

10 Jan, 05:53


રાજકોટના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. આજે AAP પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, કાર્યકારી પ્રમુખ શ્રી રાજુભાઇ સોલંકી અને અન્ય આગેવાનો સાથે મૃતક યુવાનના પરિવારની મુલાકાત લીધી.

અમારી લાગણી પીડિત પરિવારની સાથે છે. જે નિર્દોષ લોકોને જેલમાં મોકલવામાં આવ્યા છે એ લોકોને જરૂર પડશે તો અમે તેમની સાથે છીએ.

આમ આદમી પાર્ટી, ગુજરાત

09 Jan, 09:42


ગુજરાતમાં નકલી વસ્તુઓ એટલી પકડાય કે ચીન પણ શરમાઈ જાય...

આમ આદમી પાર્ટી, ગુજરાત

09 Jan, 07:06


अब घर के छोटे ख़र्चों में पैसे नहीं बनेंगे रुकावट, भाई हर महीने भेजेगा ₹2100 🙌

भाई हो तो ऐसा, केजरीवाल जैसा…♥️

આમ આદમી પાર્ટી, ગુજરાત

09 Jan, 07:01


આજના મહત્વપૂર્ણ સમાચાર

આમ આદમી પાર્ટી, ગુજરાત

09 Jan, 05:14


ભાજપના કુશાસનથી ત્રસ્ત જનતાના અંતરાત્માને જગાડવા માટે આમ આદમી પાર્ટીના મોરબીના હોદ્દેદારો દ્વારા માર્કેટની વચ્ચે પ્રદર્શન કરવામાં આવ્યું.

આમ આદમી પાર્ટી, ગુજરાત

09 Jan, 05:14


ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી એટલે ખેડૂતો પાસે વધારે મગફળી લેવાનું ષડયંત્ર.

AAP કિસાન સેલ પ્રમુખ શ્રી રાજુભાઇ કરપડા સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ જસદણ ખાતે મગફળી ખરીદવા માટે જે સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે ત્યાંની મુલાકાત લીધી અને ત્યાં ખેડૂતો સાથે થતી ઉઘાડી લૂંટનો પર્દાફાશ કર્યો.

આમ આદમી પાર્ટી, ગુજરાત

08 Jan, 11:45


આજરોજ તાપી જિલ્લાના સોનગઢ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતિમાં સૌ સ્થાનિક હોદ્દેદારો સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ અંતર્ગત જિલ્લા સંગઠન બેઠક યોજાઈ.

આમ આદમી પાર્ટી, ગુજરાત

08 Jan, 11:07


રાજકોટના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. આજે AAP નેતા શ્રી રાજુભાઇ કરપડાએ મૃતકના પરિવારની મુલાકાત લીધી.
અમારી લાગણી પીડિત પરિવારની સાથે છે. જે નિર્દોષ લોકોને જેલમાં મોકલવામાં આવ્યા છે એ લોકોને જરૂર પડશે તો અમે તેમની સાથે છીએ.

આમ આદમી પાર્ટી, ગુજરાત

08 Jan, 09:51


BJP की गंदी राजनीति फिर आई सामने‼️

BJP पिछले काफ़ी समय से अफवाह फैला रही थी कि CM आवास में स्वीमिंग पूल और मिनी बार बना हुआ है।

आज जब @SanjayAzadSln जी और @Saurabh_MLAgk जी मीडिया के साथ स्वीमिंग पूल और मिनी बार खोजने गए तो BJP की पुलिस और अधिकारी उन्हें CM आवास में नहीं जाने दे रहे।

આમ આદમી પાર્ટી, ગુજરાત

07 Jan, 11:42


ગુજરાતની જનતા હવે ભાજપનો અન્યાય સહન નહિ કરે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

07 Jan, 11:06


દિલ્લીમાં 10 વર્ષથી વીજળી મફત, શિક્ષણ મફત, દરેક નાગરિક માટે સર્વશ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ છે. આ બધું માત્ર અરવિંદ કેજરીવાલની કામની રાજનીતિના કારણે શક્ય છે.

દિલ્લી વિધાનસભાની ચૂંટણીઓનું એલાન થઈ ગયું છે અને સંપૂર્ણ વિશ્વાસ છે કે ફરી ભારે બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને અરવિંદ કેજરીવાલ ફરી દિલ્લીના મુખ્યમંત્રી બનશે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

07 Jan, 11:04


5 फ़रवरी का दिन होगा - झाड़ू चुनाव चिन्ह होगा🧹💯
#DelhiElections2025

આમ આદમી પાર્ટી, ગુજરાત

07 Jan, 05:51


આજના સમાચાર..

આમ આદમી પાર્ટી, ગુજરાત

07 Jan, 05:49


ગુજરાતની જનતાની સૂતેલી આત્માને જગાડીશું,
ભાજપના ત્રાસથી પીડિત જનતાને ન્યાય અપાવીશું 💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

07 Jan, 05:47


ભાજપને 162 બેઠકોનો અહંકાર છે. આજે અમરેલીની પાટીદાર દીકરી સહિત ગુજરાતની દીકરીઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેનું એકમાત્ર કારણ ભાજપનો અહંકાર છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Jan, 12:08


શું ચૂંટણી હારવાના ડરથી ભાજપ દ્વારા નવી દિલ્હી વિધાનસભાની મતદાર યાદી સાથે છેડછાડ કરવામાં આવી રહી છે?
Arvind Kejriwal જીના નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં, મોટી સંખ્યામાં અયોગ્ય રીતે વોટ કાપવામાં આવી રહ્યા છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Jan, 11:16


ગુજરાતમાં રોજ દીકરીઓની હત્યા, બળાત્કાર થઈ રહ્યા છે અને સરકારની આંખો ઉઘડતી નથી.

અમરેલીમાં પોલીસ દ્વારા પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને જેલમાં દીકરીને પટ્ટા મારવામાં આવ્યા ત્યારે તેને ન્યાય ના આપવી શકતા અને ગુજરાતની જનતાને જગાડવા માટે AAP નેતા ગોપાલ ઈટાલિયાએ પોતાને પટ્ટા માર્યા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Jan, 11:04


ગુજરાતમાં બની રહેલ અનેક ધટનાઓમાં ન્યાય ન અપાવી શકતા દુખી મને ગોપાલભાઈ ઇટાલિયાએ આજે ખુલા મંચ પરથી ખુદને પટ્ટાથી માર માર્યો અને ગુજરાતની જનતાની માફી માંગી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Jan, 09:13


અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહમીથી છ વાર પટ્ટા માર્યા હતા.
AAP નેતા ગોપાલ ઈટાલીયા એ દીકરીને ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાને છ પટ્ટા મારીને દીકરીની અને સમગ્ર ગુજરાતની માફી માંગી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Jan, 06:12


ગતરોજ આમ આદમી પાર્ટી દ્વારા મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી જયદેવસિંહ ચાવડા, મહિલા જિલ્લા પ્રમુખ સોનલબેન પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિજાપુર ખાતે સમસ્યા યાત્રા કરવામાં આવી અને સ્થાનિકોને ભોગવવી પડતી સમસ્યાઓ વિશે જાણકારી મેળવવામાં આવી. ટૂંક સમયમાં સ્થાનિકોની દરેક સમસ્યાઓ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવશે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

04 Jan, 11:44


ભાજપના ધારાસભ્યનું સરઘસ ક્યારે નીકળશે?

આમ આદમી પાર્ટી, ગુજરાત

04 Jan, 08:29


ખેડૂતોએ ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરી છે કે તેમને ખાતર સાથે નેનો યુરિયની બોટલ લેવા માટે મજબૂર કરવામાં આવે છે. જો કે સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે નેનો યુરિયાની બોટલ લેવી ફરજિયાત નથી છતાં જામ ખંભાળિયા સહકારી મંડળી ખાતે ખેડૂતોને નેનો યુરિયાની બોટલ લેવા મજબૂર કરવામાં આવે છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજેશભાઈ બારોટે આ બાબતે રૂબરૂ મુલાકાત લીધી અને સમગ્ર બાબતની પોલ ખોલી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

04 Jan, 06:01


આઠ પાસ ગૃહમંત્રી મૌન કેમ છે?

આમ આદમી પાર્ટી, ગુજરાત

04 Jan, 05:59


ગુજરાતની મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારો વિરૂદ્ધ સર્વ સમાજ વતી અમરેલીના SP સાહેબને રૂબરૂ મળી રજૂઆત કરી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

03 Jan, 12:01


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીના પુજારીઓને સન્માન રાશિ આપવાની જાહેરાત કરી તે ગુજરાતના પૂજારીઓ માટે પણ એક આશાનું કિરણ બની છે.

શ્રી ત્રીપાંખ સમાજના સંગઠન ટ્રસ્ટ દ્વારા અરવિંદજીને પત્ર લખી આભાર માન્યો.

આમ આદમી પાર્ટી, ગુજરાત

03 Jan, 11:35


આ આમ આદમી પાર્ટી સુરત હોદ્દેદારો છે અને આ લોકો અમરેલીની પાટીદાર દીકરીને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા હતા.

ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા માટે લડવું ગુનો છે?

પોલીસ દ્વારા આખી રાત આમને જેલમાં રાખવામાં આવ્યા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

03 Jan, 10:39


ગુજરાતની દીકરીઓની સન્માનની લડાઈમાં,
આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાનમાં.. 🔥🔥

આમ આદમી પાર્ટી, ગુજરાત

03 Jan, 09:43


અમરેલીની પાટીદાર સમાજની નિર્દોષ દિકરી પર થયેલા અત્યાચાર બાબતે AAP નેતા શ્રી ગોપાલ ઇટાલિયા, શ્રી રાજુભાઇ કરપડા સહિત આગેવાનોએ આજે અમરેલી SP ઓફિસ ખાતે રજૂઆત કરી. તેમજ ગુજરાતમાં કોઈપણ સમાજની દીકરી સાથે ક્યારેય આ રીતે અત્યાચાર ના થાય તે માટે પણ રજૂઆત કરવામાં આવી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

03 Jan, 06:24


અમરેલીમાં પાટીદાર દીકરી પર એફઆઇઆર કરવામાં આવી અને તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને ત્યારબાદ હવે સુરતમાં પાટીદાર સમાજના તથા આમ આદમી પાર્ટીના લોકોએ આ મુદ્દે સૂત્રોચાર કર્યા હતા તો ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારે તેમના પર પણ એફઆઇઆર કરવામાં આવી છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

03 Jan, 06:12


👉 ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી જાણે પાટીદાર લોકોને નફરત કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમરેલીમાં પાટીદાર દીકરી પર FIR કરવામાં આવી અને તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું.
👉 હવે સુરતમાં પાટીદાર સમાજના તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમરેલીની દીકરીના મુદ્દે સૂત્રોચાર કરતા હતા તેમના પર પણ FIR કરવામાં આવી છે.
શું ગુજરાતમાં દીકરીઓને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો ગુનો છે?
Isudan Gadhvi

આમ આદમી પાર્ટી, ગુજરાત

03 Jan, 05:30


અમરેલીની પાટીદાર સમાજની નિર્દોષ દિકરી પર થયેલા અત્યાચાર બાબતે આમ આદમી પાર્ટી સુરત દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

વરાછા મિનિ હીરા બજારથી સરદાર સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢી ભુપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

29 Dec, 06:40


'કામ' ની રાજનીતિના નાયક છે શ્રી અરવિંદ કેજરીવાલ.

આમ આદમી પાર્ટી, ગુજરાત

28 Dec, 12:17


વિસાવદર અને તેના આસપાસના 196 ગામડાઓ ઈકો સેન્સિટિવ ઝોનના કારણે મુશ્કેલીમાં મુકાયા છે અને હજુ વધુ ગામડાઓમાં પણ આ લાગુ પડે તેમ છે.

આ મુદ્દે આજે વિસાવદરના મોટી માણપરી ગામ ખાતે ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, રાષ્ટ્રીય નેતા શ્રી ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય શ્રી હેમંત ખવા, શ્રી પ્રવીણ રામ, કરસનદાસબાપુ ભાદરકા, રાજુભાઇ બોરખતારિયા સહિત પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

28 Dec, 11:19


આમ આદમી પાર્ટીની સરકાર દિલ્લીમાં 200 યુનિટ અને પંજાબમાં 300 યુનિટ વીજળી મફત આપે છે.
અમારી માંગ છે કે ભાજપ સરકાર પણ ગુજરાતની જનતાને દરમહિને 200 કે 300 યુનિટ વીજળી મફત આપે.

-શ્રી ઉમેશ મકવાણા
ધારાસભ્ય, બોટાદ

આમ આદમી પાર્ટી, ગુજરાત

28 Dec, 07:37


હું વોટની રાજનીતિ કરવા માટે નહિ,
દેશની જનતા માટે કામ કરવા આવ્યો છું 🇮🇳🙏
- Arvind Kejriwal

આમ આદમી પાર્ટી, ગુજરાત

28 Dec, 04:53


ગુજરાતમાં હીરા ઉધોગમાં મંદી હોવાથી રત્ન કલાકારો આર્થિક મંદીમાં છે એટલે તેમને યોગ્ય સહાય મળે તે માટે AAP ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

27 Dec, 11:35


વિસાવદર અને તેના આસપાસના 196 ગામડાઓ ઈકો સેન્સિટિવ ઝોનના કારણે મુશ્કેલીમાં મુકાયા છે અને હજુ વધુ ગામડાઓમાં પણ આ લાગુ પડે તેમ છે.

આ મુદ્દે તારીખ 28/12/2024 ના રોજ બપોરે 1: 00 કલાકે વિસાવદરના મોટી માણપરી ગામ ખાતે ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી અને પાર્ટીના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

27 Dec, 08:37


ફર્ક સાફ છે👇

ભાજપ માત્ર વાતો કરે છે.
24 કલાક વીજળી એ પણ મફત, આ કામ એકમાત્ર અરવિંદ કેજરીવાલ જ કરી શકે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

27 Dec, 06:17


ગુજરાતમાં જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓક્ટોબર મહિનામાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે પાક નુકસાની થઈ છે ત્યારે તેમને યોગ્ય સહાય મળે અને 'મુખ્યમંત્રી કિસાન સહાય યોજના' લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે ધારાસભ્ય શ્રી હેમંત ખવાની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.
AAP નેતા કરશનબાપુ ભાદરકા સહિત અન્ય હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઊપસ્થિત રહ્યા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

24 Dec, 17:11


ગુજરાતમાં 31st ની ઉજવણી માટે ભાજપના બુટલેગરોની જોરદાર તૈયારીઓ.

આમ આદમી પાર્ટી, ગુજરાત

24 Dec, 10:56


ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું તેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા જસદણ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમજ અમિત શાહ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે દલિત સમાજના આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં અમદની પાર્ટીના જસદણ તાલુકાના પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા, કાર્યકરો તેમજ દલિત સમાજના આગેવાનો જોડાયા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

24 Dec, 10:09


આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયાના માર્ગદર્શન બાદ જૂનાગઢ મહાનગરપાલિકા માટે સૌ નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન.

આમ આદમી પાર્ટી, ગુજરાત

24 Dec, 08:39


દુષ્કર્મનો ભોગ બનેલા દીકરીઓને ન્યાય આપવામાં પણ
તારીખ પે તારીખ. 💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

24 Dec, 06:10


આમ આદમી પાર્ટી પાસે શિક્ષિત નેતાઓની ટીમ છે, જેમ આ પાસે જનતાના કામ કરવા માટે યોજનાઓ અને વિઝન છે. 🔥💯
Arvind Kejriwal
#KejriwalOnNews24 #ArvindKejriwal

આમ આદમી પાર્ટી, ગુજરાત

24 Dec, 06:06


ભરૂચમાં એક 10 વર્ષની બાળકી પર બર્બરતા પૂર્વક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આજે તે દીકરીએ જીવ ગુમાવ્યો છે.
આ દીકરીની આત્માને શાંતિ મળે તે માટે આમ આદમી પાર્ટી આવતીકાલે તમામ જિલ્લાઓમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને કેન્ડલમાર્ચ કરશે.
- Isudan Gadhvi

આમ આદમી પાર્ટી, ગુજરાત

24 Dec, 06:01


ભરૂચમાં 10 વર્ષની દીકરી જે બર્બરતા નો ભોગ બની હતી. આખરે તે દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ભગવાન એ દીકરીની આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના.

આમ આદમી પાર્ટી, ગુજરાત

23 Dec, 11:18


ભાજપના ભ્રષ્ટાચારના કારણે નગરપાલિકાઓ પાસે હવે લાઈટ બીલ ભરવાના પણ પૈસા બચ્યા નથી ત્યારે આમ આદમી પાર્ટી અગામી નગરપાલિકાઓની ચૂંટણીમાં ખૂબ મજબૂતીથી લડશે અને ભાજપને હરાવશે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

23 Dec, 11:16


આજે અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે. આ ખૂબ દુઃખદ ઘટના છે. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનાર વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે કે કોના ઇશારે આ કરતૂત કરવામાં આવી છે.
આ આરોપીને કડક સજા કરવામાં આવે જેથી બીજા કોઈ પણ મહાનુભાવોની પ્રતિમા સાથે ચેડાં ન કરે.
Isudan Gadhvi

આમ આદમી પાર્ટી, ગુજરાત

23 Dec, 05:45


ભાજપ સરકાર ગુજરાતને ભ્રષ્ટાચારમાં ડુબાડી રહી છે,
ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવાવાળા લોકોને સરકાર સજા ન કરીને ખુલ્લો દોર આપે છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

22 Dec, 14:29


આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુસંધાને આજરોજ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન થયુ હતુ. સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી શ્રી ગોપાલ ઇટાલીયા, પ્રદેશ મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા સહિત 'આપ'ના તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વડોદરા અને સુરત સહિત દક્ષિણ ઝોનના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન થયુ.

આમ આદમી પાર્ટી, ગુજરાત

22 Dec, 12:57


આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુસંધાને આજરોજ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન થયુ હતુ. સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી શ્રી ગોપાલ ઇટાલીયા, પ્રદેશ મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા સહિત 'આપ'ના તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન થયુ.

આમ આદમી પાર્ટી, ગુજરાત

02 Dec, 12:29


ભાજપના રાજમાં ગુજરાતમાં તો બધું જ નકલી🤯

આખો વિડિયો અચૂક જુઓ..

આમ આદમી પાર્ટી, ગુજરાત

02 Dec, 11:36


ગૃહમંત્રી જવાબ આપો.

ભાજપના મળતીયાઓ અને એમના નબીરાઓ દારૂ ઢીંચીને આમ જનતાને કચડે,
પાછું નબીરાઓના પાપે હજારોના દંડ પણ આમ જનતા ભરે.

સામાન્ય માણસ ક્યાં સુધી તંત્રનો ભોગ બની કચડાશે?

આમ આદમી પાર્ટી, ગુજરાત

02 Dec, 10:08


એપ્રિલ 2023 માં IKDRC 1156 ઉમેદવારોની ભરતી જાહેર કરવામાં આવી હતી. 6 મહિના પહેલા તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું પરંતુ અત્યાર સુધી ભરતી કરવામાં આવી નથી અને નર્સિંગમાં 220 જેટલી ભરતી ઘટાડી દેવામાં આવી છે.
અમદાવાદ CYSS પ્રમુખ યાત્રિક પટેલ, તીર્થ શ્રીમાળી દ્વારા ઉમેદવારોને સાથે રાખી ધરણાં કરવામાં આવ્યા

આમ આદમી પાર્ટી, ગુજરાત

02 Dec, 07:35


Welcome Awadh Ojha Sir 😍🙌

દિલ્લીમાં શ્રી અરવિંદ કેજરીવાલની શિક્ષણ ક્રાંતિથી પ્રભાવિત થઈને આજે દેશના પ્રખ્યાત શિક્ષક શ્રી અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

02 Dec, 06:18


આમ આદમી પાર્ટી એટલે આમ જનતાના બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવતી એકમાત્ર રાજનૈતિક પાર્ટી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

01 Dec, 05:12


'સીમા સુરક્ષા દળ' સ્થાપના દિવસની સૌ વીર જવાનોને હાર્દિક શુભકામનાઓ.

આમ આદમી પાર્ટી, ગુજરાત

01 Dec, 05:11


ભાજપના રાજમાં દિલ્લીની કાયદો વ્યવસ્થાની સ્થિતી ખૂબ ગંભીર છે.

ભાજપ દિલ્લીમાં અરવિંદ કેજરીવાલને હરાવી શકતી નથી એટલે તેમના પર જીવલેણ હુમલા કરાવીને તેમને ડરાવવા માંગે છે.
Manoj Sorathiya

##KejriwalAttackedByBJP

આમ આદમી પાર્ટી, ગુજરાત

01 Dec, 05:08


ભાજપના રાજમાં દિલ્લીની કાયદો વ્યવસ્થાની સ્થિતિ ધ્વસ્ત થઈ ગઈ છે.

આજે ભાજપના ગુંડાએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો, છેલ્લા 35 દિવસમાં આ ત્રીજી કેજરીવાલ પર હુમલો થયો છે.

અમિત શાહને વિનંતી છે કે અરવિંદ કેજરીવાલને રોકવાને બદલે દિલ્લીમાં વધતા અપરાધ રોકો.
Isudan Gadhvi

#KejriwalAttackedByBJP

આમ આદમી પાર્ટી, ગુજરાત

01 Dec, 05:06


દિલ્લીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી 👇

ભાજપ અને અમિત શાહના કાયદો વ્યવસ્થામાં જો એક પૂર્વ મુખ્યમંત્રી સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું થશે⁉️

#KejriwalAttackedByBJP

આમ આદમી પાર્ટી, ગુજરાત

01 Dec, 05:03


🚨 બેશરમ ભાજપે ફરી અરવિંદ કેજરીવાલ પર હુમલો કરાવ્યો 🚨

દિલ્હીની બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અરવિંદ કેજરીવાલએ સવાલ ઉઠાવ્યા હતા એ કારણે આજે તેમના પર હુમલો કરાવવામાં આવ્યો.

ભાજપના રાજમાં દિલ્લીની કાયદો વ્યવસ્થા સંપૂર્ણ ધ્વસ્ત થઈ ચૂકી છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

01 Dec, 04:59


અરવિંદ કેજરીવાલ પર હુમલો કરનાર ભાજપી ગુંડો 👇

દિલ્લી વિધાનસભાની ચુંટણીમાં પરાજયના ડરથી ભાજપીઓ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

30 Nov, 12:00


ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ વિરૂદ્ધ ભાણવડ રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

ખાતરની અછત સર્જાતા ખેડૂતોને જરૂરી ખાતર મળતું નથી જેનાથી ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે તેમને તાત્કાલિક સહાય મળે તે માટે રજૂઆત પણ કરવામાં આવી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

30 Nov, 11:11


ખેડૂતોને પાક નુકસાનીનું ઓછું વળતર ચૂકવવા માટે નુકસાનીના ક્ષેત્રફળમાં આયોજનપૂર્વક ઘટાડો કરી સરકાર ષડયંત્ર રચી રહી છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

30 Nov, 05:57


દેશના જુદા જુદા રાજ્યોમાં યોજાતી ચુંટણીઓ જીતવા માટે આજે ભાજપને શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓ જાહેર કરવી પડે છે જે અમારા માટે ગર્વની વાત છે.
Manoj Sorathiya

આમ આદમી પાર્ટી, ગુજરાત

25 Nov, 12:09


AAP ની એક એન્જિન સરકારના સામે ભાજપની
ડબલ એન્જિન સરકાર FAIL છે ‼️👎🏻

#KejriwalAayePensionAayi

આમ આદમી પાર્ટી, ગુજરાત

25 Nov, 12:07


દિલ્લીના લાલ અરવિંદ કેજરીવાલે હંમેશા કર્યું વૃદ્ધોનું સન્માન.
દિલ્લીના વૃદ્ધોને નિઃશુલ્ક તીર્થયાત્રા બાદ હવે પ્રતિમાસ ₹2500 પેંશન આપશે..💯💯
#KejriwalAayePensionAayi

આમ આદમી પાર્ટી, ગુજરાત

25 Nov, 08:59


બધું જ નકલી છે!
સરકાર નકલી પકડાય તો આ મુદ્દે કોઈ પગલાં લેવાય એવું લાગે છે કારણ કે સરકાર તો એકદમ મૌન ધારણ કરીને બેઠી છે આ બાબતે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

25 Nov, 06:03


ગતરોજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા ઈડર ખાતે સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં ડોર ટુ ડોર જઈ સ્થાનિકોને પાર્ટીની કામની રાજનીતિ સાથે જોડવામાં આવ્યા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

25 Nov, 06:01


ગતરોજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા ખેડબ્રહ્મા શહેરમાં સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં શહેરના વ્યાપારીઓ સહિત આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

24 Nov, 09:25


ગુજરાતમાં ભાજપની 30 વર્ષથી સરકાર છે છતાંય એક પણ સરકારી શાળા એવી નથી બનાવી કે જેમાં ફોટા પડાવવા માટે મોદીજી ને બેસાડી શકે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

24 Nov, 09:24


આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુથ વિંગના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન.

આમ આદમી પાર્ટી, ગુજરાત

23 Nov, 12:04


આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયાનો કાર્યકર્તા જોગ મહત્વપૂર્ણ સંદેશ.

આમ આદમી પાર્ટી, ગુજરાત

23 Nov, 11:18


ભાજપના ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીને અનેક મુદ્દાઓ બાબતે રજૂઆત કરવા જતાં AAP નેતા શ્રી પ્રવીણ રામ સહિત પાર્ટીના અન્ય આગેવાનો તેમજ ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી..

આમ આદમી પાર્ટી, ગુજરાત

23 Nov, 08:50


પંજાબમાં ફરી ચાલ્યો ઝાડુ નો જાદુ... 🧹💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

23 Nov, 08:48


ભાજપ સરકાર સામે ઈકો ઝોન વિરુદ્ધ મજબૂતીથી લડતા શ્રી પ્રવીણ રામ સહિત પાર્ટીના અન્ય હોદ્દેદારોને સરકારના ઇશારે પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા.

શ્રી પ્રવીણ રામની માંગ છે કે ચિંતન શિબિરમાં ઇકોઝોન, ટોલનાકા, ખેડૂતો મુદ્દે રજૂઆત કરવામાં આવે.

તેમને સમય ફાળવવાના બદલે નજરકેદ કરીને ભાજપે ફરી એકવાર તાનાશાહી દેખાડી છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

23 Nov, 05:47


BJP PRESENTS👇
'Malik & Manager एक अनोखी लूटकथा'— सत्य घटनाओं पर आधारित😳

આમ આદમી પાર્ટી, ગુજરાત

22 Nov, 11:30


આમ આદમી પાર્ટી ગુજરાતના જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે હરેશભાઈ સાવલિયા તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા પ્રમુખ તરીકે અશોકભાઈ ઘોસીયાની નિમણુક થવા બદલ ખુબ ખુબ અભિનંદન.

આમ આદમી પાર્ટી, ગુજરાત

22 Nov, 07:30


હવે થશે 'રેવડી પર ચર્ચા' 🔥💯

દિલ્લી વિધાનસભા ચૂંટણી પહેલાં આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે 'રેવડી પર ચર્ચા' અભિયાનની શરૂઆત કરી.

#RevdiParCharcha

આમ આદમી પાર્ટી, ગુજરાત

22 Nov, 05:52


આ દિલ્લીની સરકારી શાળા છે...
ભાજપે ગુજરાતમાં આવી એક પણ સરકારી શાળા બનાવી હોય તેવું કઈ ધ્યાન માં છે?

આમ આદમી પાર્ટી, ગુજરાત

21 Nov, 12:05


માં કલમ બોગસ નર્સિંગ કોલેજ મુદ્દે AAP ધારાસભ્ય શ્રી ચૈતર વસવાએ મોટી સંખ્યામાં યુવાઓને સાથે રાખી જિલ્લા એસ.પી સમક્ષ રજૂઆત કરી ત્યારબાદ નર્મદા કલેકટર કચેરી ખાતે ધરણાં પર બેઠા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

21 Nov, 09:34


ગીર સોમનાથ ખાતે ભાજપ દ્વારા પાર્ટીના ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે AAP ફ્રન્ટલ પ્રમુખ શ્રી પ્રવીણ રામે મુખ્યમંત્રીને પત્ર લખી ઈકોઝોન રદ્દ કરવા સહિત 3 માંગ કરી છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

21 Nov, 06:22


ગરીબોના હકના અનાજમાં પણ ચોરી?

આમ આદમી પાર્ટી, ગુજરાત

21 Nov, 06:21


માં કલમ બોગસ નર્સિંગ કોલેજ મુદ્દે ધારાસભ્ય શ્રી ચૈતર વસવા આવતીકાલે મોટી સંખ્યામાં યુવાનોની હાજરીમાં નર્મદા કલેકટર અને એસ.પી ને રજૂઆત કરશે.
યુવાઓને ન્યાય મળે તે માટે અને આ સંસ્થા કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે તે માટે ધારાસભ્ય શ્રી સતત અવાજ ઉઠાવી રહ્યા છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

20 Nov, 12:15


શિક્ષિત અને ઈમાનદાર લોકોને રાજનીતિમાં આવવું જ જોઈએ, તો જ જાહેર જીવનમાં આવશ્યક સુધારા ઝડપથી થશે.

- શ્રી પ્રણવ ઠક્કર
લીગલ સેલ પ્રમુખ, આપ ગુજરાત

આમ આદમી પાર્ટી, ગુજરાત

20 Nov, 09:21


ગુજરાતમાં જ્યાં પણ જનતાના હક અને અધિકારો પર આંચ આવશે.
ત્યાં આમ આદમી પાર્ટીના યોધ્ધાઓ જનતા માટે સરકાર સામે લડતા દેખાશે. 🔥💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

20 Nov, 07:01


આઠ પાસ ગૃહમંત્રીના રાજમાં ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે અને ગૃહમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

20 Nov, 07:00


ભાજપ સરકારની રહેમ નજર હેઠળ છેલ્લા 20 વર્ષથી બોગસ કોલેજ ચાલી રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.
આ કૌભાંડ બહાર આવ્યા બાદ ધારાસભ્ય શ્રી ચૈતર વસવાએ પોતે વિદ્યાર્થીઓને સાથે રાખીને આ બાબતે રજૂઆત કરી છે પણ સરકારના પેટનું પાણી હલતું નથી.
આ સમગ્ર બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો વિદ્યાર્થીઓ માટે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા ગુરુવારે કલેકટર કચેરીએ ધરણાં પર બેસશે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

19 Nov, 12:10


ઈકોઝોન નાબૂદ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ખેડૂતોને ભયંકર અન્યાય થવાનો છે અને ખેડુતો જંગલ ખાતા સહિતના સરકારી તંત્રના ગુલામ થઈ જાય એવો આ કાળો કાયદો છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

19 Nov, 08:22


આમ આદમી પાર્ટીના સુરતના કોર્પોરેટરો સતત જનતાની સેવા માટે કામ કરી રહ્યા છે.

જ્યાં જનતાને મુશ્કેલી પડતી હોય ત્યાં તરત તેઓ તેના સમાધાન માટે રજૂઆત કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

19 Nov, 06:04


ભારતીય સ્વતંત્રતા સંગ્રામની મહાન વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ની જન્મજયંતિ પર કોટી કોટી વંદન.

આમ આદમી પાર્ટી, ગુજરાત

18 Nov, 11:55


ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે,
ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે,
દારૂ અને ડ્રગ્સનો વ્યાપાર બેફામ થઈ રહ્યો છે.

અને ગૃહમંત્રી ફંકા ફોજદરીમાં વ્યસ્ત છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

18 Nov, 09:36


આજરોજ AAP નેતા શ્રી પ્રવીણ રામની આગેવાનીમાં ઈકોઝોન નાબૂદ કરવાની માંગ સાથે નીકળેલી ટ્રેક્ટર રેલીમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા.
આ તકે AAP નેતા શ્રી ગોપાલ ઇટાલિયા, પરેશભાઈ ગોસ્વામી, કરસનબાપુ ભાદરકા અને અન્ય પદાધિકારીઓએ લોકોને સંબોધિત કર્યા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

18 Nov, 06:02


ગુજરાતમાં ભાજપની સરકાર છે.

ગુજરાતની મહિલાઓની સુરક્ષાની જવાબદારી ભાજપ સરકારની છે.

આણંદમાં ભાજપના નેતાએ એક પરિણીતા પર દુષ્કર્મ આચર્યું છે તે ખૂબ જ શરમજનક ઘટના છે.

જો આ ભાજપના નેતા પર કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો આખું ગુજરાત પીડિત દીકરીને ન્યાય અપાવવા રસ્તા પર ઉતરશે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

18 Nov, 06:00


ભાજપીઓ એટલા બેશરમ છે કે મતદાન પરચી આપવાના બહાને, સદસ્યતા અભિયાનને બહાને, કોઈ પણ બહાને તમારે આંગણે આવશે અને તેમની અસલિયત દેખાડી જશે.
એટલે ગુજરાતની બહેન દીકરીઓની સલામતી માટે ભાજપના નેતાઓથી સામાજિક અંતર જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

12 Nov, 15:47


આ ગાંડો વિકાસ તો ભાજપના રાજમાં જ શક્ય છે. 😵

આમ આદમી પાર્ટી, ગુજરાત

12 Nov, 10:59


ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોએ જે કર્યું છે તેના કારણે 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો અને 7 લોકો આઇસીયુ માં છે. આ ઘટના સમગ્ર આરોગ્ય જગત માટે શરમજનક ઘટના છે.

AAP કાર્યકારી પ્રમુખ ડૉ જવેલબેન વસરા, હિમાંશુ ઠક્કર સહિત પદાધિકારીઓ હોસ્પિટલની મુલાકાત લીધી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

12 Nov, 08:34


ગુજરાતની સરકારી આરોગ્ય વ્યવસ્થા જીવલેણ બની છે.
ગુજરાતમાં આરોગ્યનો વ્યાપાર એટલો વધી ગયો છે કે હવે નિર્દોષ દર્દીઓના જીવની કોઈ કિંમત રહી જ નથી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

12 Nov, 05:52


દેશને શ્રેષ્ઠ બનાવવા માટે, શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા સૌથી જરૂરી છે.. 💯💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

11 Nov, 14:31


ખાનગી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થતી ગેરરીતી મુદ્દે AAP ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા એસ.પી સમક્ષ રજૂઆત કરી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

11 Nov, 11:41


સ્માર્ટ મીટર લગાવવાના નિર્ણયના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારનો સામનો ન કરવો પડે એ ડર થી જ ભાજપે અત્યારે કામગીરીમાં ઢીલાશ મૂકી છે💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

11 Nov, 08:51


ભાજપીઓ ગુજરાતની જનતા માટે તો ચૂંટણી સમયે પણ આવી કોઈ યોજનાની જાહેરાત નથી કરતા
ગુજરાતની મહિલાઓ અને ખેડૂતો સાથે ક્યાં સુધી આ અન્યાય થતો રહેશે

આમ આદમી પાર્ટી, ગુજરાત

11 Nov, 05:48


આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગ છે કે જે રીતે મોદીજી અને ભાજપ મહારાષ્ટ્રમાં મહિલાઓને લાડકી બહેન યોજના હેઠળ પ્રતિમાસ ₹1500 આપે છે તે જ રીતે ગુજરાતની મહિલાઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે.

#ગુજરાતની_મહિલાઓ_સાથે_અન્યાય_કેમ

આમ આદમી પાર્ટી, ગુજરાત

11 Nov, 05:47


મોદીજી ગુજરાતની માતાઓ-બહેનોને લાડકી બહેન યોજના જેવી કોઈ યોજનાનો લાભ કેમ આપતા નથી?

#ગુજરાતની_મહિલાઓ_સાથે_અન્યાય_કેમ

આમ આદમી પાર્ટી, ગુજરાત

10 Nov, 06:47


ગતરોજ તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગામે AAP નેતા પ્રવીણ રામે ઇકોઝોન બાબતે ખેડૂત સભાનું આયોજન કર્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આગામી દિવસોમાં ટ્રેક્ટર રેલીની જાહેરાત કરી.
આ સભામાં કરસનબાપુ ભાદરકા, હિતેશ વઘાસિયા, દેવેન્દ્રભાઈ સોલંકી,સેજલબેન ખૂંટ, ડી બી સોલંકી સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા

આમ આદમી પાર્ટી, ગુજરાત

09 Nov, 11:32


➡️ ગુજરાતમાં સર્જાયેલ DAP ખાતરની અછતને કારણે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે.

➡️ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે AAP ધારાસભ્ય શ્રી હેમંત ખવાએ મુખ્યમંત્રીશ્રી ને પત્ર લખી રજૂઆત કરી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

09 Nov, 08:45


DAP ખાતરની અછત એ ખેડૂતોને લૂંટવાનું એક ષડયંત્ર છે. અને ગુજરાતનો ખેડૂત છેલ્લા કેટલાક વર્ષોથી આ ષડયંત્રનો ભોગ બનીને લૂંટાઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

09 Nov, 06:12


ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે પણ 👇

➡️ ભાજપ ગુજરાતની જનતાને મફત વીજળી આપી શકી નથી.

➡️ ભાજપ સરકારે એવું કોઈ કામ નથી કર્યું જેનાથી મહિલાઓને લાભ મળતો હોય.

➡️ ભાજપ સરકારના રાજમાં સરકારી શિક્ષણ વ્યવસ્થા સમાપ્ત થવાના આરે છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

08 Nov, 12:12


દેશની એકમાત્ર આશા છે AAP ♥️💯

#PhirLayengeKejriwal

આમ આદમી પાર્ટી, ગુજરાત

08 Nov, 08:38


આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયાનો સૌ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સમર્થકોને મહત્વપૂર્ણ સંદેશ 🔥🔥

#PhirLayengeKejriwal

આમ આદમી પાર્ટી, ગુજરાત

08 Nov, 08:33


આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીનો સૌ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સમર્થકોને મહત્વપૂર્ણ સંદેશ 🔥🔥

#PhirLayengeKejriwal

આમ આદમી પાર્ટી, ગુજરાત

07 Nov, 12:02


આદિવાસી વિસ્તારોમાં ખાનગી નર્સિંગ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ સાથે થતી ગેરરીતિ મુદ્દે AAP ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો.

આમ આદમી પાર્ટી, ગુજરાત

07 Nov, 11:22


આમ આદમી પાર્ટી ગુજરાતના જામનગર શહેરના સૌ નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન.

આમ આદમી પાર્ટી, ગુજરાત

07 Nov, 08:47


કમોસમી વરસાદના કારણે ભારે નુકસાની વેઠી રહેલ મગફળીના ખેડૂતોને હવે ભાજપ સરકારની અણધડ નીતિના કારણે વધુ નુકસાનીનો મરણતોલ બોજો.

આમ આદમી પાર્ટી, ગુજરાત

07 Nov, 05:45


જો સરકાર ઈમાનદાર હોય તો સરકારી શાળાઓની પરિસ્થિતિ પણ સુધરી શકે છે અને દિલ્લીમાં અરવિંદ કેજરીવાલે આ કરી બતાવ્યું છે. 💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

07 Nov, 05:44


રાજકોટમાં એક સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે પણ કાયદો વ્યવસ્થા જાળવવામાં તદ્દન નિષ્ફળ અને આપણા મુખ્યમંત્રી બંગાળના મુખ્યમંત્રીને પત્ર લખીને શિખામણ આપતા હતા પણ ગુજરાતની દીકરીઓ માટે એક શબ્દ પણ બોલી શકતા નથી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Nov, 09:18


ગતરોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા ખાતે AAP ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા અને તાલુકા પ્રમુખ સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભચિંતકો,વડીલો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Nov, 06:50


AAP પૂર્વ કચ્છ જિલ્લા ટીમ દ્વારા સંગઠન મંત્રી શ્રી સંજય બાપટ અને જિલ્લા પ્રમુખ શ્રી ટી.ડી દેવરિયાની વિશેષ ઉપસ્થિતિમાં નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભચિંતકો, વડીલો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Nov, 06:49


AAP ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં ડેડીયાપાડા અને સાગબારા ખાતે નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા અને તાલુકા પ્રમુખ સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભચિંતકો,વડીલો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Nov, 06:47


AAP ગુજરાતના મહામંત્રી શ્રી Rakesh Hirpara આજથી દિલ્લી ચૂંટણી પ્રચારમાં પોતાનું યોગદાન આપવા માટે ફરી એક વખત દિલ્લી જઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીની ટીમ રેલ્વે સ્ટેશન પર રાકેશભાઈનો ઉત્સાહ વધારવા માટે અને શુભેચ્છાઓ આપવા માટે રેલ્વે સ્ટેશન પર ઉપસ્થિત રહી.
આમ આદમી પાર્ટી માત્ર પાર્ટી નથી, એક પરિવાર છે.
#Mission70

આમ આદમી પાર્ટી, ગુજરાત

06 Nov, 06:43


આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે તાળાં તોડીને ચોરી થયેલ છે.

ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાષ્ટ્રીય રાજનૈતીક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષીત નથી.

પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની ચેમ્બરનું લોક તોડીને LED ટીવી સહીત અગત્યના ડોક્યુમેન્ટ ચોરાયા હોવાની શંકા છે.

પૈસાની લાલચે નહિ પરંતુ પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટા ચોરીના આશયથી ચોરી કરવામાં આવી છે.

આજે આ સમગ્ર બાબતે વિગતો સાથે પાર્ટી દ્વારા FIR નોંધાવાની કાર્યવાહી કરવામાં આવશે.

અમારી માંગ છે કે મુખ્યમંત્રીશ્રી આ મુદ્દા પર ઝડપી અને યોગ્ય પગલાં લેવા જોઈએ.

આમ આદમી પાર્ટી, ગુજરાત

30 Oct, 10:49


ગુજરાતના ખેડૂતો ખૂબ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પહેલા કમોસમી વરસાદને કારણે પાકધોવાણ થયું, પછી ખેડૂતોને સરકાર પાસે આશા હતી કે યોગ્ય વળતર મળશે પણ તેમાં પણ નિરાશા હાથ લાગી અને હવે મગફળી તૈયાર છે પણ બજારોમાં ટેકાના ભાવ પણ મળતા નથી.

સ્વામીનાથન કમિટીના રિપોર્ટના આધારે જો ભાવ આપવામાં આવે તો ખેડૂતોને અત્યારે મગફળીનો ભાવ 2400-2500 સુધી મળવા પાત્ર છે પણ ગુજરાત સરકારના નક્કી કરેલા ભાવ પ્રમાણે ખેડૂતોને મગફળીના ₹1357 મળવા જોઈએ એ પણ મળતા નથી.
આવામાં ખેડૂતો શું કરે?

આમ આદમી પાર્ટી, ગુજરાત

30 Oct, 07:32


આ તાનાશાહી નથી તો શું છે?

આમ આદમી પાર્ટી, ગુજરાત

29 Oct, 10:20


કમોસમી વરસાદ માવઠા અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે સરકાર સર્વે કરવાના નાટક બંધ કરીને તાત્કાલિક ધોરણે સહાય આપે અથવા ખેડૂતોનો દેવો માફ કરે તે માટે આજે જામનગર ખાતે ધારાસભ્ય શ્રી હેમંત ખાવાની આગેવાનીમાં તથા જિલ્લા પ્રમુખ શ્રી વશરામ આહીર સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

આમ આદમી પાર્ટી, ગુજરાત

29 Oct, 03:26


શુભ ધનતેરસ

ધનતેરસના પાવન અવસરે માં લક્ષ્મી આપ સૌને ધન, સમૃદ્ધિ અને શાંતિ અર્પે તેજ પ્રાર્થના..

આમ આદમી પાર્ટી, ગુજરાત

28 Oct, 10:55


ગુજરાતના ખેડૂતો કમોસમી વરસાદ બાદ હવે એપીએમસી બજારમાં ભાજપના મેન્ડેટથી ચૂંટણી જીતેલા સંચાલકોની મનમાનીનો ભોગ બની રહ્યા છે. ભાજપ સરકાર ગુજરાતના ખેડૂતો માટે ક્યારે મદદરૂપ રહી નથી અને એપીએમસીના સંચાલકો પણ ખેડૂતોને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

28 Oct, 06:08


દિવાળી પર્વના પ્રથમ શુભ દિવસ વાઘબારસ ની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આમ આદમી પાર્ટી, ગુજરાત

27 Oct, 14:14


કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુક્સાન થયું છે તેમને વધુ સહાય મળે તે માટે આમ આદમી પાર્ટી રાજકોટ શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો.

આમ આદમી પાર્ટી, ગુજરાત

26 Oct, 11:33


આમ આદમી પાર્ટી કિસાન સેલની મહેનત રંગ લાવી, ભાજપ સરકારે ખૂબ પ્રયત્નો કર્યા ખેડૂતોને મૂર્ખ બનાવવાના પણ આમ આદમી પાર્ટીની લડત સામે સરકારને ઝુકવું પડ્યું અને સર્વે કરાવવો પડ્યો જેનું પરિણામ એ આવ્યું કે સરકારે ₹1419 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી.

આમ આદમી પાર્ટી, ગુજરાત

26 Oct, 09:59


'નલ સે જલ' યોજનામાં ગરીબોના ઘરમાં નળથી જલ ભલે ના આવ્યું પણ એ નળના લીધે ભાજપના નેતાઓની તિજોરીઓ પૈસાથી ભરાઈ ગઈ હશે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

26 Oct, 06:06


🔥🔥

આમ આદમી પાર્ટી, ગુજરાત

26 Oct, 06:00


ભાજપે પહેલા અરવિંદ કેજરીવાલને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલ્યા પછી તેમને ખતમ કરવા માટે અનેક ષડયંત્રો રચ્યા તે બધામાં નિષ્ફળ જતાં હવે આજે ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર જીવલેણ હુમલો કર્યો છે જેની અમે સખત શબ્દોમાં નિંદા કરી છીએ.

#KejriwalAttackedByBJP

આમ આદમી પાર્ટી, ગુજરાત

26 Oct, 05:57


ભાજપ શ્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં હરાવી શકતી નથી. પહેલા તેમના પર ઈડી અને સીબીઆઇ નો દુરુપયોગ કરી ખોટા કેસો કરીને અનેક ષડયંત્ર રચ્યાં તેમાં પણ અસફળ રહી અને હવે તેમના ઉપર જીવલેણ હુમલો કરાવીને ભાજપ શું સાબિત કરવા માંગે છે?
અરવિંદ કેજરીવાલને કંઈ પણ થશે તો તેના માટે એક માત્ર જવાબદાર ભાજપ હશે!

#KejriwalAttackedByBJP

આમ આદમી પાર્ટી, ગુજરાત

25 Oct, 11:28


ભાજપ સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોના સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ જ્યારે જ્યારે અવાજ ઉઠાવવાનો કે ખેડૂતોના હક માટે સરકાર સામે લડવાનું હશે ત્યારે આમ આદમી.પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે હશે.

આજે કિસાન મહાપંચાયતમાં પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, શ્રી ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય શ્રી હેમંત ખવા, શ્રી રાજુ કરપડા, શ્રી પ્રવીણ રામ સહિત પાર્ટીના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

19 Oct, 11:54


ગીર-સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ખાતે નેશનલ જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલભાઈ ઇટાલિયા તેમજ ઇકોઝોન માટે છેલ્લા 8 વર્ષથી લડત લડનાર ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામની વિશેષ ઉપસ્થિતિમાં 'ઇકોઝોન હટાવો' ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈકો ઝોન હટાવોની માંગ સાથે ખેડૂતો મોટી સંખ્યામાં સંમેલનમાં જોડાયા.
આ તકે કરશનબાપુ, યુવરાજસિંહ, સેજલબેન ખૂંટ, સંગઠન મંત્રીશ્રી હિતેશ વઘાસિયા, શ્રી રાજુ બોરખતરીયા તેમજ રામભાઈ વાજા સહિતના હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

19 Oct, 10:35


આમ આદમી પાર્ટી ગુજરાતના 'સદસ્યતા અભિયાન' કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર ખાતે જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાની આગેવાનીમાં જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું જેમાં સ્થાનિકો સ્વયંભુ AAP ની કામની રાજનીતિ સાથે જોડાયા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

19 Oct, 07:45


ભાજપ સરકાર
ઉધોગપતિઓની સરકાર

ભાજપ સરકારમાં ઉધોગપતિઓ માટે માવા-મલાઈ અને ખેડૂતો સહાય માંગે તો ભાજપ કહે 'તમે કોણ ભાઈ' ?

આમ આદમી પાર્ટી, ગુજરાત

19 Oct, 06:05


સત્યની રાહ મુશ્કેલ જરૂર છે પણ અંતમાં જીત હંમેશા સત્યની થાય છે. 💯💯

આમ આદમી પાર્ટી, ગુજરાત

19 Oct, 06:03


આમ આદમી પાર્ટી કિસાન સેલ પ્રમુખ શ્રી રાજુ કરપડાએ અગામી 25 તારીખે ધેડ ના બામણાસા ગામે ખેડૂતો ને ઉમટી પાડવા હાંકલ કરી.
ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ લાવવા માટેની વાત હશે ત્યારે આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોના સમર્થનમાં રહેશે.

આમ આદમી પાર્ટી, ગુજરાત

19 Oct, 06:02


ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા બાબતે તદ્દન નિષ્ફળ નીવડી છે.
ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓને રોકવામાં અને મહિલાઓને સલામત રાખવા માટે ભાજપ સરકાર પાસે કોઈ એક્શન પ્લાન છે કે નહિ?

આમ આદમી પાર્ટી, ગુજરાત

19 Oct, 06:00


દિલ્હીમાં મહોલ્લા ક્લિનિક શરૂ કરીને સ્વાસ્થ્ય ક્રાંતિ લાવનાર શ્રી સત્યેન્દ્ર જૈનના જામીન મંજૂર થયા તે બાબતે પ્રદેશ પ્રમુખશ્રી ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા.

આમ આદમી પાર્ટી, ગુજરાત

18 Oct, 11:29


સત્યમેવ જયતે 🇮🇳

શાનદાર મહોલ્લા ક્લિનિક બનાવીને દિલ્લીમાં સ્વાસ્થ્ય ક્રાંતિ લાવનાર સત્યેન્દ્ર જૈનને જામીન મળતાની સાથે જ ભાજપનું વધુ એક ષડયંત્ર નાકામ થયું.

આજે ફરી દેશ સામે ભાજપનો અસલી ચહેરો બેનકાબ થયો.

આમ આદમી પાર્ટી, ગુજરાત

18 Oct, 09:02


જાગો ભાજપ સરકાર જાગો

ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને મહિલા સુરક્ષા પર ગંભીર સવાલ ઉભા થઇ રહ્યા છે

શું ગૃહમંત્રી હર્ષ સંઘવી મોટી મોટી વાતો જ કરશે કે આ ઘટનાઓ રોકવા માટે કડક પગલાં લેશે

આમ આદમી પાર્ટી, ગુજરાત

18 Oct, 06:03


જામ જોધપુરના ધારાસભ્ય શ્રી હેમંત ખવાને જન્મદિવસની ખૂબ ખૂબ શુકામનાઓ.