ટહુકો🐥 @gtahuko Channel on Telegram

ટહુકો🐥

@gtahuko


ગુજરાતી ભાષા ના કંઇક નાના મોટા સુવિચાર, વાક્યો,છંદ,રમુજી વાક્યો તેમજ અન્ય ભાષા નું સાહિત્ય પણ પીરસવામાં આવશે☺️
બધી અમારી પોતાની રચના નથી...મોટા ભાગની રચનાઓ અન્ય લોકો ની હશે.મૂળ હેતુતો ભાષાના પ્રચારનો છે.કોપી રાઈટનો ભંગ થતો હોય તો કૉમેન્ટમાં જણાવજો.

ટહુકો🐥 (Gujarati)

ટહુકો🐥 એ એક ગુજરાતી ભાષાનું ચેનલ છે જેમાં કંઇક, વાક્યો, છંદ, રમુજી વાક્યો અને અન્ય ભાષાનું સાહિત્ય મળશે. આ ચેનલ પર અમારી પોતાની રચનાઓ નથી, પરંતુ મોટા ભાગની રચનાઓ અન્ય લોકોની હશે. ચેનલનો મુખ્ય હેતુ ભાષાનું પ્રચાર કરવું છે. જો કોઈ કોપીરાઇટ ની ભૂલ થાય તો તેને કૉમેન્ટમાં જણાવવું જોઈએ. તમારી ભાષાનું સાહિત્ય શેર કરવા માટે ટહુકો🐥 ચેનલનો સમય લઈ લો અને મનોરંજન થાઓ!

ટહુકો🐥

13 Feb, 11:48


ચુંબન એટલે...

હોઠો નું સંકોચાવુ....અને
હ્રદય નું પહોળુ થવું....
અને.........
ચુંબન એ બે ગમતાં વ્યક્તિ ના
સંબંધો વચ્ચેની હૂંફનું સરનામું છે...!!

~ હાર્દિકદાન ગઢવી

ટહુકો🐥

09 Feb, 15:59


ચાલને આપણે બેય મનભરીને થોડુંક જીવી લઈએ,
આ દુનિયાની ભીડથી દૂર થઈને થોડુંક જીવી લઈએ;

ચાલને હું અને તું સાથે રહી એક ઘરને જીતી લઈએ,
દુઃખોને હસતાં મુખે આવકારીને થોડુંક જીવી લઈએ;

ચાલને વિશાળ આભ નીચે એક ગોખલું કરી લઈએ,
કોઈ ખોટ હશે તો ભરપાઈ કરી થોડુંક જીવી લઈએ;

ચાલને આપણે એકબીજામાં ઓતપ્રોત થઈ જઈએ,
અંતે અહીં જ ધરામાં સમાઈને થોડુંક જીવી લઈએ.

~મકાણી અભિષેક (મુસાફિર)

ટહુકો🐥

05 Feb, 05:55


નોટો ગણવાંમાં
તો ઉસ્તાદ છે આંગળી..,
આંસુ લુછવાંમાં જ
સાબિત થાય છે પાંગળી.

ટહુકો🐥

04 Feb, 07:40


એ નથી કે હું રમત હારી ચૂક્યો છું,
હું હરીફોથી જ પરવારી ચૂક્યો છું,

બસ હવે સુખચેનથી જીવી જવાશે,
સર્વ ઇચ્છાઓને હું મારી ચૂક્યો છું.

– ખલીલ ધનતેજવી

ટહુકો🐥

29 Jan, 18:25


કાલ મેં લીલા નિહાળી હાટમાં કુંભારની
માટી પર ઝડીઓ વરસતી જોઇ અત્યાચારની

વ્યગ્ર થઇને માટી બોલી, “ભાઇ કૈં વિવેક રાખ
મેંય તારી જેમ ચાખી છે મજા સંસારની”
- ઉમ્મર ખૈયામ

ટહુકો🐥

27 Jan, 18:25


સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળ પીતા’તા
હતી જે એક જમાના માં હવે એવી તરસ ક્યાં છે.

÷ મરીઝ 🌻

ટહુકો🐥

26 Jan, 05:12


એપલ ફોનની શોધમાં લોકો પોતાની ખુશી ગુમાવી રહ્યા છે.

અને એપલ ફોનની માલકીન શાંતિની શોધમાં મહાકુંભમાં આવી હતી…!

ટહુકો🐥

11 Jan, 02:42


સૌમ્ય કરુણાનો અમર અવતાર સ્ત્રી,
માનવીની જાતનું અભિમાન સ્ત્રી,

પ્રાણ જે પાછા લઈ આવે તે હઠ,
એક નજર જેની અમી વણઝાર સ્ત્રી,

બાળના જીવનનો તારણહાર જે,
દિલ તેનું માતૃત્વનો રસથાળ સ્ત્રી,

મર્દ જો કેવાય ઝંઝાવાત તો,
વ્યાધિ વેળા છે અટલ બળવાન સ્ત્રી,

ઝટ પ્રણય સઘળો તે ન્યોછાવર કરે,
શાંત કુદરત જેમ છે ધનવાન સ્ત્રી,

ધન્ય જીવન થાય એક દર્શન થકી,
માણસાઈનું પ્રમુખ સન્માન સ્ત્રી..

ટહુકો🐥

02 Jan, 11:23


દરિયાને પણ ડોળી નાંખે એ આ ગીરની ભેંહુ.
ને ખડ ડુંગરના ખોળી નાંખે એ આ ગીરની ભેંહુ.

આ કુંઢી ને એનાં આ શીંગ,
એ મોદા, એ માથડા તોતિંગ.
સાવજને શીંગડે ચોળી નાંખે એ આ ગીરની ભેંહુ.

ટહુકો🐥

31 Dec, 13:27


ટકોર કદીયે નિષ્ફળ જતી નથી,

ટકટક કદીયે સફળ થતી નથી.

ટહુકો🐥

29 Dec, 05:42


છોડી દીધી રમત કે હવે રસ નથી રહ્યો,
મૂકી બધી મમત કે હવે રસ નથી રહ્યો.

લાગી છે એવી લત કે હવે રસ નથી રહ્યો.
બોલે છે મન સતત કે હવે રસ નથી રહ્યો.

જોઈને બોલબોલા બધી બાજુ જૂઠની,
શું દે સફાઈ સત, કે હવે રસ નથી રહ્યો.

માથે ચડાવે કે પછી ફેંકી દે, શું ફરક?
સાંભળજે ઓ જગત! કે હવે રસ નથી રહ્યો!

ઘટતાં રહ્યાં છે પીડા,ઉદાસી,હરખ ને શોક
છું મૌનમાં હું રત કે હવે રસ નથી રહ્યો!

ઝાઝું થયું ઓ જીવ! સમેટોને જાતરા,
કરીએ બધું પરત કે હવે રસ નથી રહ્યો.

- શબનમ

ટહુકો🐥

27 Dec, 03:25


हजारो जवाबो से अच्छी है मेरी खामोशी,
न जाने कितने सवालों की आबरू रखी।।

~ मनमोहन सिंघ (1932-2024)

ટહુકો🐥

24 Dec, 15:10


એકલતામાં બહુ તાકાત છે, પણ બહુ ઓછા લોકો એકલા રહી શકે છે. આપણને માણસોની ટેવ પડી ગઈ છે, અને એટલે જાતથી વેગળા થઈ ગયા છીએ. એકલતામાં આપણે, સામાજીક અપેક્ષાઓ પૂરી કરવાના દબાણ વગર, આંતરિક તાકાત સાથે જોડાઇએ છીએ. તેના પાંચ ફાયદા છે:
૧. તમે એકલા હો, ત્યારે તમારા વિચારો, લાગણીઓ અને ઈચ્છાઓનો તાગ મેળવી શકો છો, જેનાથી જાત માટેની સમજણ ગહેરી થાય છે.
૨. એકલતા મનને ભટકવા માટે પૂરતો અવકાશ આપે છે, જેથી તમે કોઈ વિક્ષેપ વગર વિચારો અને કલ્પનાઓમાં સર્જનાત્મકતા કેળવી શકો છો.
૩. એકલતામાં માનસિક તાકાત અને દ્રઢતા વિકસે છે કારણ કે વ્યક્તિ પોતાના જ સંગાથમાં કેવી રીતે રહી શકાય તેની રીતો વિકસાવે છે.
૪. એકલતા નિર્ણયશક્તિને મજબૂત કરે છે કારણ કે બાહ્ય દબાણોની ગેરહાજરીમાં આપણે આપણી અસલી જરૂરીયાતો અને મૂલ્યો પ્રમાણે વિકલ્પો પસંદ કરીએ છીએ.
૫. એકલતા વ્યક્તિગત વિકાસમાં મદદ કરે છે કારણ કે તેમાં જટિલ લાગણીઓ સાથે કેવી રીતે પનારો પાડવો અને આપણી ત્રુટિઓ કેવી રીતે સુધારવી તેની સ્પષ્ટતા મળે છે.

ટહુકો🐥

15 Dec, 00:52


નથી કરવી વાતો મારે વાંકી-ચૂંકી ને શાણી,
હવે સુખ દુઃખની જાહેરમાં થશે બાદબાકી;

ભલે વરસાદ વરસે ને વરસે એની આગાહી,
મારે તો કરવી છે મારા ભીંજાયાની મનમાની;

કરતાં રહેજો બધાં સૌ સરવૈયાની ખાતાવહી,
અમે કરતાં છૂટયા છીએ હિસાબોની વાહવાહી;

બધું બધાને સમજાય જાય એ વાતો છે નકામી,
પૂર્વોત્તર ભૂલી વર્તમાન વાગોળો એ છે બેનકાબી.

~મકાણી અભિષેક (મુસાફિર)

ટહુકો🐥

14 Dec, 04:14


શબરીના બોરમાં હતું સાચું ગુરુત્વાકર્ષણ ભગવાનને ખેંચી લાવ્યું,
સફરજન પડે ખાલી વિજ્ઞાનના નિયમો જ બને રામ ન મળે.

ટહુકો🐥

08 Dec, 08:44


તું લાખ ઘણો હેન્સમ હોય.

પણ માણહ નાં પેટનો નથી તો ધૂળ જ ગણાય...

ટહુકો🐥

08 Dec, 03:01


ઘરનાં ધણીને રોજ ધમકાવે, બહાર બને છે બવ શાણી;
મૂવા પેલાં એને પૂછી નો જોયું,હવે પિપળે રેડે છે પાણી.

ટહુકો🐥

01 Dec, 15:34


યુવાનીમાં ડહાપણ ઈચ્છનારા આટલું સમજે
નથી વાતાવરણ હોતું બપોરે સાંજના જેવું..!!

~ગની દહીંવાલા

ટહુકો🐥

29 Nov, 10:07


ગમે ત્યારે ગમે ત્યાં વ્હેણ બદલે એ નદીથી દૂર રેહવાનું,
અને તમારી હેસિયત જોઈને મહેકે એ કળીથી દૂર રેહવાનું.

ટહુકો🐥

27 Nov, 09:13


કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર
જે કહેવું હોય તે કહી નાખ, ચોળચોળ ન કર
છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે
સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર
પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે
તું કોઈ વસ્ત્ર એને માટે ખોળખોળ ન કર
રહેશે એ જ વજન, એ જ વલણ, એ જ ચમક
મનુષ્યને તું ત્રાજવામાં તોળતોળ ન કર
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું
તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ! ન કર
બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ
બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

~કવિશ્રી રમેશ પારેખ આધુનિક ગુજરાતી કવિતાનુ એક ગરવું ગિરિશૃગં હતા અને છે આજે એમના જન્મદિવસે એમને સંસ્મરણ વંદન🙏

ટહુકો🐥

26 Nov, 05:33


દૂર દૂરથી જોનારાંને એવું લાગ્યું કે ચમક્યા'તા,
કોઈને ક્યાં છે એની કંઈ જાણ, અમે ત્યારે સળગ્યા'તા.

જેનાં પગ પકડી અમને મોક્ષ મળ્યાનો આનંદ થયો'તો,
જ્યાં ઊંચું જોયું, તો એણે પણ કોઈનાં પગ પકડ્યા'તા.

~ભાવેશ ભટ્ટ

ટહુકો🐥

22 Nov, 05:48


પસંદ એને કરો જે પરિવર્તન લાવી શકે,
પ્રભાવિત તો મદારી પણ કરે છે.

ટહુકો🐥

20 Nov, 16:25


માનવ રહેજે તું ભાનમાં,
        હવે દયા નથી ઇન્સાનમાં.
યુરિયાવાળું દૂધ વેચે,
        કાંકરા નાખે છે ધાનમાં.
સરકારી બાબુ થયા બેફામ,
      હપ્તા ઘુસી ગયા ઇમાનમાં.
ધર્મના નામે ધંધા ખોલી,
        ટેક્સ ચોરી કરે છે દાનમાં.
હલકટ થયા નેતા બધા,
        દેશને લીધો છે બાનમાં.
દેશની તિજોરી ખાલી કરી,
        વોટ શોધે છે કિસાનમાં.
કોના માટે કરે છે કુકર્મો,
        અંતે તો જાવું સ્મશાનમાં.
 
-અજ્ઞાત

ટહુકો🐥

19 Nov, 14:43


મોકો મળે ત્યારે આનંદ કરવાનો અવસર શોધો,

જવાબદારી તમને છોડીને કયાંય જવાની નથી.

ટહુકો🐥

16 Nov, 17:45


રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

તમે રેતી કે હથેલી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલા, ઘાયલ : નહીં નામ કે ઠામ.

તમને તો કોઈ કારણ અમને નહીં બહાનાં નહીં વ્હેમ
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.,

તમને વાદળ, ધુમ્મસ વહાલાં અમને ઊજળી રાત,
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારિજાત.

અહો આંખથી ગંગાયમુના વહે એમ ને એમ,
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

-સુરેશ દલાલ

ટહુકો🐥

14 Nov, 05:24


"હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે."

~જલન માતરી

ટહુકો🐥

13 Nov, 08:13


કોઈપણ સંબંધના પાયામાં આત્મસુધાર અવશ્ય હોવો જોઈએ. જાતમાં જરૂરી બદલાવ લાવ્યા વગર કોઈ સંબંધ આગળ નથી વધતો. આત્મસુધાર બીજી વ્યક્તિને ખુશ કરવા માટે નથી હતો. તે "મારે આ સંબંધમાંથી શું જોઈએ છીએ" અને "હું કેવી રીતે બહેતર બની શકું" તેની ઇચ્છામાંથી આવે છે.
જયારે બે વ્યક્તિ સંબંધના અગ્નિમાંથી તરશાઇને બહાર આવે, ત્યારે તેમનો સંબંધ સોના જેવો ૨૨ કેરેટનો થઈ જાય છે. જે લોકો વાદ્ય સંગીતના શોખીન હશે તેમને ખબર હશે કે કોઈ વાદ્ય વગાડતા પહેલાં તેને ટયુન-ઇન કરવું પડે છે, એટલે કે તેમાથી ચોક્કસ પ્રકારનો સૂર નીકળે માટે તેને એડજસ્ટ કરવું પડે.
જેમ કે-ગિટાર અથવા સિતારના તાર. અથવા, જૂના જમાનામાં આપણે ટ્રાન્ઝિસ્ટર રેડિયો પર ફ્રીક્વન્સી મેળવતા હતા, જેથી આપણી ઈચ્છા પ્રમાણેનું બ્રોડકાસ્ટ પકડાય. સંબંધોમાં પણ એવું હોય છે. આપણે બીજી વ્યક્તિ સાથે આપણી ફ્રીક્વન્સી મેચ કરવા માટે, આપણા વિચાર, વર્તન, લાગણીઓ, મૂલ્યો, જીવન, ઈચ્છાઓ વગેરેના તાર તેની સાથે "ટાઇટ" કરવા પડે, જેથી ગમતું સંગીત પેદા થાય. સંબંધોમાં જે લોકો બદલાતા નથી, ટયુન-ઇન નથી થતા, ફ્રીક્વન્સી મેચ નથી કરતા, સૂર નથી મેળવતા, એડજસ્ટ નથી થતા તેમના જીવનમાં સંબંધના નામે ઘોંઘાટ રહી જાય છે, ગીત નહીં.

~ રાજ ગોસ્વામી

ટહુકો🐥

12 Nov, 06:31


નઠારું હોય કે સારું બધું આમ જ વીતી જાશે,
છતી આંખે નજર બારું બધું આમ જ વીતી જાશે,

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં,
આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

મજા આવે છે પોતીકી ત્વચાને પ્રેમ કરવામાં,
ઉપરનો ઘાવ કે ઘારું બધું આમ જ વીતી જાશે.

~ હરજીવન દાફડા

ટહુકો🐥

09 Nov, 07:23


કોઇ બીજી રીત હોય તો બતાવો જીવવાની,

ખાલી શ્ચાસ લઈ લઈને તો થાકી ગયા હવે....!!!

ટહુકો🐥

08 Nov, 03:37


शादी उपरांत 'पत्नी' मिल जाती है,
जन्म उपरांत 'माँ',
किंतु पिता मिलते हैं 'पिता' होने के बाद।

ટહુકો🐥

05 Nov, 12:52


स्त्री नख से शिख तक सुंदर होती है, पुरुष नहीं, पुरुष का सौंदर्य उसके चेहरे पर तब उभरता है जब वह अपने साहस के बल पर विपरीत परिस्थितियों को भी अनुकूल कर लेता है ईश्वर ने गढ़ते समय पुरुष और स्त्री की लंबाई में थोड़ा सा अंतर कर दिया है पुरुष लंबे हो गए, स्त्री छोटी गयी इस अंतर को करने के दो ही तरीके हो सकते है या तो स्त्री पांव उचका कर बड़ी हो जाय, या पुरुष माथा झुका कर छोटा हो जाय, जब राजा जनक के दरबार में स्वयंवर के समय माता भगवान राम को वरमाला पहनाने आयी, तो प्रभु उनसे ऊँचे निकले, माता को उचकना पड़ता, पर प्रभु ने स्वयं ही सिर झुका लिया, दोनो बराबर हो गए, हम वहीं से तो सीखते है सब कुछ स्त्री पुरुष सम्बन्धों में यदि प्रेम है, समर्पण है, सम्मान है, तो बड़े से बड़े अंतर को भी थोड़ा सा उचक कर या सर झुका कर दूर किया जा सकता है, गाँव के बुजुर्ग कहते है पुरुष की प्रतिष्ठा उसकी स्त्री तय करती है और स्त्री का सौंदर्य उसका पुरुष, दोनों के बीच समर्पण हो तभी उनका संसार सुन्दर होता है।

- प्रसेनजीत कुमार सनातनी

ટહુકો🐥

05 Nov, 03:49


કોઈ પણ બારણું એટલું પછાડી ને બંધ ન કરવું કે
કયારેક,
જરૂર પડે ટકોરો મારતા પણ સંકોચ થાય...!!

ટહુકો🐥

04 Nov, 01:54


બજારમાંથી ખરીદેલી મૂર્તિ સામે હાથ જોડી માણસ સુખ શાંતિ અને ધન માંગે છે, જો મૂર્તિ આવું આપતી હોય તો દુકાનવાળો એને વેચે ખરો?

કર્મ સિવાય ઉદ્ધાર નથી..!!

ટહુકો🐥

01 Nov, 05:36


ધરતી પર એ પરત નહીં આવે,
બોલ લાગી શરત? નહીં આવે

રામ લક્ષ્મણનું હું કહી ન શકું
કોઈ બીજો ભરત નહીં આવે.

- સંદીપ પૂજારા

ટહુકો🐥

27 Oct, 14:37


કાગડા, કબૂતર બધા કકળાટ કરતા રહી ગયા 'જોગી'...
બાજે એક જ જાપટામાં આખું જંગલ સૂમસામ કરી નાયખું.

~ જોગી

ટહુકો🐥

27 Oct, 05:43


કંઈક તો હશે જ ને સંસ્કારો માં......
કોઇક reels માં ફેમસ થવાના ચક્કરમાં કપડાં ઉતારી લે છે..
તો કોઇક પ્રોફાઈલ Dp માં ચેહરો પણ નથી બતાવતાં.

ટહુકો🐥

25 Oct, 06:09


~ કેસરી

ટહુકો🐥

24 Oct, 02:59


પ્રેમ દરેક માણસનું અંગત કૌભાંડ છે.

ટહુકો🐥

22 Oct, 04:43


તમે તમારા ધર્મને પ્રેમ કરો છો એ ઉત્તમ ફરજ છે પણ એ ધાર્મિક ઉન્માદનો ફાયદો તકવાદી રાજકારણીઓ પોતાના લાભ માટે ના ઉઠાવે એ જોવાની પણ તમારી નાગરિક તરીકેની ફરજ છે.
આ દેશના ઇતિહાસમાં કોઈ નેતાનો કોઈ દીકરો રમખાણોમાં તલવારો લઈને ધર્મની રક્ષા કરવા નીકળ્યો નથી.
એમના સંતાનો વિદેશની મોંઘી કોલેજોમાં શિક્ષણ લેતા હોય ને તમે ટ્વીટર પર કે સડકો પર રમખાણો કરવા નીકળતા હો ત્યારે સમજવું કે તમે નાગરિક નહિ પણ, રાષ્ટ્રવાદની ચાવી ભરેલા રોબોટ માત્ર છો..!!

~ હાર્દિકદાન

ટહુકો🐥

21 Oct, 06:33


કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ શીલવંતી નાર,
સરજનહારે સરજિયાં , તીનું રતન સંસાર.

પગ જોયા, પાની જોઈ, નીરખી જોયાં નેણ,
ગુણવંતી ગોરી તણાં, વહાલાં લાગે વેણ....!!!

~લોકસાહિત્ય

ટહુકો🐥

20 Oct, 12:45


ગર્જના કરવાવાળો જો રડવા લાગે તો...

સમજી લેવું કે મામલો પારીવારીક છે!!!

ટહુકો🐥

19 Oct, 05:55


આજે મનુષ્ય ગૌરવદિન નિમિત્તે સ્ટેટસ નય મૂકો તો ચાલશે...પણ ટાણું આવે તયે જરૂરિયાતવાળા માણાહની‌ પડખે ઊભા રે'શો તો ઉપરવાળો પણ રાજી થાશે અને તમને પણ અંદરથી એમ થાહે કે ના આપણે માણાહના પેટના સી....🤗🤗🤗

~ કેસરી

ટહુકો🐥

17 Oct, 08:24


ખપતા બાપ અમારો, ખપનય ખોરડે અમારે,
જોને આજેય ઉભો, અડીખમ પાળીયો એનો બજારે...!

ટહુકો🐥

16 Oct, 12:21


दु:ख, अगर ये न सिखा पाए कि जीवन में प्राथमिकता क्या है तो मित्र अभी ढंग से दु:ख देखा नहीं तुमने!

- Twinkle Tomar Singh

ટહુકો🐥

16 Oct, 03:07


પોતાના ખિસ્સામાંથી ૫૦ ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો
'માણસ'

પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી..

….છે ને કરૂણતા

ટહુકો🐥

14 Oct, 08:51


આપણને પોતાના વિશે કેવા સવાલો થાય છે, તેના પર જીવનની ગુણવત્તા નક્કી થાય છે. ઉત્તમ સવાલો મનની જમીનમાં રોપાયેલા તંદુરસ્ત બીજ જેવો હોય છે. તેમાંથી સમજદારીનું જંગલ વિકસે છે. ઉત્તમ સવાલો પોતાને સમજવા માટેની જિજ્ઞાસાની નર્સરીમાંથી આવે છે.
આપણને કેટલું આવડે છે અને કેટલી સમજ પડે છે, તેનો આધાર આપણે કેટલી અને કેવી જિજ્ઞાસા કરીએ છીએ તેના પર નિર્ભર કરે છે. ઉપર ઉપરની જિજ્ઞાસા હોય, તો સમજણ પણ સતહી હોય. જિજ્ઞાસા ઊંડી હોય, તો સમજણ પણ ગહેરી હોય. ગુણવત્તાવાળા પ્રશ્નો કેવા હોય?
થોડાં સેમ્પલ:
- આમાંથી મને શું શીખવા મળશે?
- બીજા લોકો કેવી રીતે સફળ થાય છે?
- સફળતાની મારી વ્યાખ્યા શું છે?
- આ આફતમાં મારા માટે શું અવસર છે?
- હું જેવો/જેવી છું, તેનું શું નુકશાન છે?
- હું બદલાઉ લાવું, તો શું લાભ થશે?
- હું કેવી રીતે બહેતર થાઉં?
- જીવનમાં મારું લક્ષ્ય શું છે?
- મને પ્રગતિ કરતાં શું અટકાવે છે?
- મને શું કરવાથી આનંદ આવે છે? 
- હું કેવા લોકોને મારા જીવનમાં ઇચ્છુ છું?

~ રાજ ગોસ્વામી

ટહુકો🐥

13 Oct, 15:59


अपनी कहानी में बेहतरीन बनो,
सबकी कहानी में सब अच्छे नही होते...!!

ટહુકો🐥

10 Oct, 09:01


दर्पण में मुख और संसार में सुख होता नहीं है,

बस दिखता है।

ટહુકો🐥

09 Oct, 13:45


જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી પેટ ભરીને ખાવ..
પછી તો આ બધાય ફૉટા સામે ભોગ જ ચડાવશે.

પિતૃ તો વાશ નાં ભૂખ્યા... એમ કહીને,
ઘડીક માં ભોગ ની થાળી પણ લઈ લેશે....

ટહુકો🐥

08 Oct, 17:44


એને નવરાત્રી ગમે છે🥰

મને એ નવરાત્રી રમતી હોય એ ગમે છે....

ટહુકો🐥

08 Oct, 14:50


એકાદ બે ખૂણામાં ઉદાસી વસી જશે
સંપૂર્ણ ઘર તો સુખથી સજાવી નહીં શકે

~મરીઝ 🌻

ટહુકો🐥

03 Oct, 03:30


ફરી ગયો હતો હું, ગરબા ની એ રાત માં,
શોધી હતી તને, ઘોંઘાટ ભર્યાં એકાંત માં....