*સંઘર્ષ નાં એક અધ્યાય ને વિરામ આપી બીજા અધ્યાય તરફ આગળ વધવાનો આ જન્મદિવસે દ્રઢ નિશ્ચય સાથે સંકલ્પ કર્યો છે.*
*🚩રણમેદાન જરૂર બદલાય છે, અત્યારસુધી ફક્ત #શિક્ષણ અને #રોજગાર ક્ષેત્ર ની ઘણી બદીઓ, ત્રુટીઓ સામે લડ્યો છું. હવે જ્યાં જ્યાં એનું મૂળ છે તેને જડમુળ માંથી ઉખાડવા માટે લડાઈ લડવી છે. હવે અંદાજ અલગ હસે, લડાઈ નો પ્રકાર અલગ હસે, મગરમચ્છો સામે બાથ ભીડવી છે.*
*🚩#વ્યવસ્થા_પરિવર્તન અને સિસ્ટમ નાં #શુદ્ધિકરણ ની લડાઈ માટે સતત સંઘર્ષ શરૂ રહશે. વિદ્યાર્થી આગેવાન તરીકે ની લડાઈ ને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા,પહેલી લડાઇ 12બેક બિન સચિવાલય(12 /10/ 2019) થી શરૂઆત કરી યુવાનોનાં રોજગારીના પ્રાણ પ્રશ્નોને અત્યારસુધી સતત ઉઠાવતો રહ્યો છું.*
*🎯આ પાંચ વર્ષમાં અસંખ્ય ચડાવ ઉતાર આવ્યા, અગણીત આંદોલન, પોલીસ સાથે ઘર્ષણ, સરકાર સાથે તૂ તૂ મે મે, અધિકારીઓ સાથે જીભાજોડી, નેતાઓ સાથે મતભેદ..... યુવાનો નાં હિત માં સહન કરી અન્યાય સામે અડગ રહી લડાઈ લડ્યા છીએ.*
*🙏🏻મને આજે એ પણ યાદ છે કે જે વર્તમાન માં બધું નકલી ની ભરમાર ચાલે છે એની શરૂઆત #નકલી_PSI (કરાઈ ટ્રેનીંગ સેન્ટર) નાં ઉજાગર થવાથી થયેલ..એક વ્યક્તિ પૂરી સિસ્ટમ નાં લીરેલીરા ઉડાડી વગર પરીક્ષા પાસ કરે તાલીમ કેન્દ્ર માં પોહચી ગયો એમાં સૌથી મોટી ચૂક ઉજાગર કરી હતી અને પછી ત્યારબાદ નકલી ની લાઈન લાગી...*
📌સૌથી મોટી લડાઈ #બિન_સચિવાલય રહી, CM થી લઈને HM અને તમામ ઊંચ અધિકારી ના પાડી ચૂક્યા હતા કે કોઈ ગેરરીતિ નથી થઈ અને સામે પ્રવાહ લડી ને આધાર પુરાવા સાથે ગેરરીતિ ઉજાગર પણ કરી અને સાબિત કરીને પણ બતાવી..
2019 થી સતત વિદ્યાર્થી નાં હક અધિકાર અને ન્યાય માટે લડત લડી
🛑 #12બેક_બિન_સચિવાલય આંદોલન.
(કોલેજ ઉપર પરીક્ષા લેવાનો નિર્ણય રદ થયો)
🛑 #બિન_સચિવાલય પરીક્ષા પેપરલીક બાદ આંદોલન.
(સાબિત થતાં અનેક લોકો જેલ ભેગા)
🛑 #ITI_સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર આંદોલન.
(ત્રણ મહિનામાં નોકરી અપાવી)
🛑 01/08/2018 નાં વિવાદિત GR સામે લડાઇ
(૭૨ દિવસ સતત આંદોલન ચાલ્યું)
🛑 #ઊર્જા_ભરતી કૌભાંડ, ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ્ ઉજાગર કર્યો
(કૌભાંડ થતાં અટકાવ્યું અને દોષિત ને સજા માટે હજીપણ સંઘર્ષ શરૂ)
🛑 #હેડ_કલાર્ક પેપરલીક ઊંચ્છા ફાર્મ હાઉસ થી લીક થયું તેની તમામ ઝીણટ પૂર્વક ની માહિતી આપી.
(તપાસ કરી તો તમામ માહિતી સાચી પડી અને FIR)
🛑 #જુનિયર_કલાર્ક પરીક્ષા બરોડા થી લીક
(માહિતી પરીક્ષા હતી એના એક અઠવાડિયા પહેલાં આપેલ,અને પેપરલિક થતાં ગેરરીતિ કરનાર મોટા કૌભાંડીઓ જેલ ભેગા થયા ને પૂરી ટોળકી પકડાય)
⛔ #કાયમી_શિક્ષક ની ભરતી માટે પૂરા ગુજરાત ભ્રમણ કરી ઠેર ઠેર જાગૃતતા લાવી, શિક્ષણ નું મહત્વ સમજાવ્યું, ને સરકાર નાં નાકમાં દમ લાવી દિધો ને 24700 કાયમી શિક્ષક ની જગ્યા પણ જાહેર થઈ.
⛔આદિવાસી સમાજના બાળકોની #શિષ્યવૃત્તિ એક વર્ષથી અટકાવી રાખી હતી ત્યારે હજારો આદિવાસી સમાજ ના બાળકોને સાથે રાખી આંદોલન કર્યું, કચેરીનો ઘેરાવ કરી બેસી રહ્યા ને બે જ દિવસમાં 150 કરોડ કરતાં વધારે ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી.
*🛑અગણિત #પેપરલીક, ઊર્જા વિભાગની અંદર ચાલતા #ઓનલાઇન_સિસ્ટમેટિક_સ્કેમ હોઈ,ગુજરાતમાં ચાલતા #ડમીકાંડ હોઈ, #બોગસ_ડીગ્રી નાં વેપલા હોઈ, શાળા અને #યુનિવર્સિટી (સૌરાષ્ટ્ર, MKBU, HNGU, GTU, નર્મદ યુનિ....)નાં પેપરલીકેજ, કૌભાંડ તથા સડા ને સામાં પાણીએ લડી ઉજાગર કર્યા.*
*🛑એવું નહીં ફક્ત વિદ્યાર્થી નાં હક અધિકાર અને રોજગારી માટે જ લડ્યા પરંતુ #કર્મચારીઓ માટે પણ લડ્યા , #પોલીસ_ગ્રેડ_પે, GISF, માજી સૈનિક ની પડતર માંગણી, #જેલ_સિપાહી ને પ્રોત્સાહન ભથ્થુ.*
🛑 #GSRTC નાં કર્મચારીઓ ને 30% પગાર વધારો માટે લડ્યા...
(દરેક ફિકસ પે ના કમૅચારીઓ ને પગાર વધારો થયો)
🛑 #TRB જવાનો ને નોકરી ઉપર થી દુર કરી દીધા હતા તો તેના માટે લડીને એને નોકરી પાછી અપાવી.(7000 કરતા વધારે કર્મચારી)
⛔ #GETCO નાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે લડાઈ લડી અને ન્યાય અપાવ્યો.
(બરોડા GUVNL કચેરી ઘેરી બેસી રહ્યા અને તમામ માંગણી સ્વીકારી)
👉એક ભરતી બોર્ડ અધ્યક્ષ પદ ઉપરથી દૂર થાય,એક મંત્રીને પણ ઘરે બેસવનો વારો આવ્યો
👉ભરતી કૌભાંડ ઉજાગર કરતા અગણીત કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારી ને જેલ નાં સળિયા પાછળ ધકેલ્યા.
👉પેપરલિકેજ નો કાયદો લાવવામાં યથાશક્તિ બેકડોર તમામ મદદ કરી, કોઈ છીંડા ન રહી જાય તે માટે પૂરતા અનુભવના આધારે મદદ કરી સિંહ ફાળો આપ્યો.
ગેરરીતિ, ભ્રષ્ટાચાર વિરોધ ની લડાઈઓ લડી.
"સાચો રહી ન જાય ને ખોટી લઈ ન જાય" સૂત્ર સાથે
પ્રમાણિક,હકદાર, ઈમાનદાર લોકોની વારે આવ્યા.
હવે આ લડતના અધ્યાય ને અહીંયા જ વિરામ આપી,
બીજા અધ્યાયની શરૂવાત કરવી છે.
*જાણતાં અજાણતા કોઈ ભૂલચૂક થઈ ગઈ હોઈ, મારા થી કોઈની લાગણી ને ઠેસ પણ પોહચી હોઈ તો માફ કરી દેજો.ઈરાદો કે ઈચ્છા ક્યારેય કોઈનું અહિત કરવાની રહી જ નથી ને રહશે પણ નહીં.સંઘર્ષના સાથીઓ નો નતમસ્તક આભાર🙏🏻*
✍🏻યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)