༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻ @dinimasaill Channel on Telegram

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

@dinimasaill


આ ચેનલ અકાઈદ, મસાઈલ, સંશોધન તેમજ વૈચારિક અને બૌદ્ધિક સુધારણા, તથા કુર્આન અને હદીષની સહીહ સમજૂતી પર આધારિત છે.
તમારા વૉટ્સઍપના દરેક ગ્રૂપમાં શેયર કરો.

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻ (Gujarati)

તમારા માટે એક નવું અને સરસ વિચારવિભાગ લઈને આવ્હાન છે! '༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻' ચેનલ પર તમે અકાઈદ, મસાઈલ, સંશોધન તેમજ વૈચારિક અને બૌદ્ધિક સુધારણાઓ સાથે મળી શકો છો. આ ચેનલ કુર્આન અને હદીષની સહીહ સમજૂતી પર આધારિત છે, જે તમારી ધાર્મિક પ્રતિષ્ઠા અને જ્ઞાનને વધારે વિકસે છે. '༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻' ચેનલ માટે તમારા વૉટ્સઍપ ગ્રૂપોમાં આ મુલાકાત જરૂરી છે, તેની મદદથી તમે વિચારશીલતા અને જ્ઞાનનું દ્યુતિમાન બનશો. ચેનલ જોઈન કરો અને આજ થી તમારી ધાર્મિક સમજણાઓને સાંભાળો!

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

01 Jan, 06:38


📖 📖 📖
ઈસ્લામી માર્ગદર્શન
(માસિક પત્રિકા)
જાન્યુઆરી : ૨૦૨૫ / અંક : ૧૯
▬▭▭▭▭▭▭▭▭▭▬

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

01 Dec, 00:30


📖 📖 📖
ઈસ્લામી માર્ગદર્શન
(માસિક પત્રિકા)
ડિસેમ્બર : ૨૦૨૪ / અંક : ૧૮
▬▭▭▭▭▭▭▭▭▭▬

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

04 Nov, 05:56


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૫૭}

✳️ “ દેવર તો મોત છે ” હદીષનો મતલબ.

એક હદીષમાં હુઝૂર ﷺ નું ફરમાન છે કે તમે (નામહરમ) સ્ત્રીઓ પાસે જવાથી બચો. એક સહાબી રદી. એ પુછ્યું કે હે અલ્લાહના રસૂલ દેવર (હોય કે પછી જેઠ) વિષે તમારું શું કહેવું છે..?
હુઝૂર ﷺ એ જવાબ આપતાં ફરમાવ્યું કે દેવર (હોય કે પછી જેઠ) તો મોત છે. [બુખારી શરીફ : ૫૨૩૨]

▣ મતલબ :-

હદીષમાં અલ-હમ્વુ નો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે જેનાથી મુરાદ પતિના તે નજીકના સંબધીઓ છે જેઓથી તેની પત્ની માટે શરઈ પડદાનો હુકમ છે. જેમાં દેવર અને જેઠ પ્રાથમિક રૂપમાં શામેલ હોવાથી અનુવાદમાં તેઓનું વર્ણન કરવામાં આવે છે.
દેવર તો મોત છે નો મતલબ આ છે કે દેવર અથવા જેઠ ઘણાં નજીકના સંબંધી હોવાને લીધે તેઓ સાથે મેળમિલા૫ વધુ પ્રમાણમાં અથવા એક જ ઘરમાં રહેતા હોવાથી ફિત્નામાં પડવાનો ખૂબ જ વધારે ભય હોય છે જે દુનિયા અને આખિરતના હિસાબે બન્ને માટે ઘણું મોટું નુકસાન છે. અને શરઈ સજા સંગસાર (પથ્થરમારો) ના રૂપમાં મોત છે. તદુપરાંત ઘણી વખત આ દુષ્ટ કામ ઘરની બરબાદીનું પણ કારણ બની જાય છે જે બરબાદી મોત સમાન હોય છે.

આનાથી ખબર પડે છે દેવર - જેઠ અને ભાભી દરમિયાન પડદો કેટલો જરૂરી છે. અને આજના માહોલમાં આજે ભાભીના નામે પોર્નોગ્રાફી, મિમ્સ અને જોક્સ દ્વારા જે નવયુવાનોની માનસિકતા બગાવવામાં આવી રહી છે તે જગજાહેર છે. આનાથી પણ હદીષમાં વર્ણવેલ વાતની મહત્તા સમજાઈ રહી છે કે દેવર - જેઠને મોત કેમ કહેવામાં આવ્યું છે.
સારાંશ કે શરઈ દ્રષ્ટિએ દેવર - જેઠ અને ભાભી દરમિયાન પડદો જરૂરી છે. ન કરવાની સૂરતમાં બન્ને તરફ ઘણું મોટું નુકસાન છે જેને હુઝૂર ﷺ એ મોતથી વ્યાખ્યાયિત કર્યું છે.

📗📕📘 [જામીઆ બિન્નરિયા & ઈસ્લાહે અગ્લાત]

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

31 Oct, 20:09


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૫૬}

✳️ શુ હરામનું ખાનારની નમાઝ કબૂલ નથી થતી..?

લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે વ્યક્તિ હરામનું ખાય છે તેની નમાઝ અને ઈબાદત કબૂલ નથી થતી. જેના સંદર્ભમાં અમુક લોકો એવુ વિચારે છે કે પછી નમાઝ કે ઈબાદત કરવાનો કોઈ ફાયદો નથી. અને નમાઝ તથા ઈબાદત કરવાનું છોડી દે છે.

❇️ સૌપ્રથમ આ વાત સમજી લેવી જોઈએ કે સહીહ હદીષોમાં આ વાતનું વર્ણન મળે છે કે જે વ્યક્તિ હરામનું ખાય છે તેની ઈબાદત કબૂલ નથી થતી. પરંતુ નોંધનીય રહે કે કબૂલ ન થવાના ઉલમાએ કુર્આન અને હદીષની રોશનીમાં બે મતલબ બયાન કર્યા છે. જે પૈકી અહીં એક મતલબ મુરાદ છે. જેની વિગત નીચે મુજબ છે.
કબૂલાત ન થવાના ઉલમાએ જે બે મતલબ બયાન કર્યા છે આ પ્રમાણે છે.
➲ પહેલો મતલબ :- કબૂલ ન થવાનો એક મતલબ તો આ છે કે તેની નમાઝ અથવા ઈબાદત જ સહીહ થતી નથી. તે માટે તેને ફરીથી પઢવી અથવા અદા કરવી જરૂરી હોય.
➲ બીજો મતલબ :- કબૂલ ન થવાનો બીજો મતલબ આ છે કે તે નમાઝ કે ઈબાદત કર્યા બાદ તે બન્નેને અદા કરવાની જે જવાબદારી હતી તે તો પૂર્ણ થઈ ગઈ. પરંતુ તેનો જે ષવાબ અને ઈનામ હોય છે તે તેને નથી મળતું. એટલે તે બન્નેને ફરી અદા કરવાની જરૂરત બાકી નથી રહેતી. અલબત્ત તેના ઉપર મળનાર ષવાબ અને ઈનામથી તેને વંચિત રાખવામાં આવે.

ઉપરોક્ત માહિતી બાદ જાણવું જોઈએ કે હદીષોમાં જે આ વાતનું વર્ણન આવે છે કે “ જે હરામનું ખાય છે તેની ઈબાદત કબૂલ નથી થતી ” તેનાથી બીજા નંબરનો મતલબ મુરાદ હોય છે. એટલે કે તે ઈબાદતની જવાબદારી તો પૂર્ણ થઈ જાય છે કે હવે તેને ફરીથી અદા કરવી જરૂરી નથી. પરંતુ તે વ્યક્તિ તે ઈબાદતના ષવાબ અને ઈનામથી વંચિત રહે છે.
તે માટે તેના પ્રત્યે એવું સમજવું કે નમાઝ અથવા ઈબાદત કરવાનો કોઈ ફાયદો નથી, સહીહ નથી. કેમ કે તેના ઉપર નમાઝ અને ઈબાદતની જે જવાબદારી હતી તેનાથી તે મુક્ત થઈ જાય છે. ભલે ષવાબ અને ઈનામથી વંચિત રહે છે.

📗📕📘 [ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ & જામીઆ બિન્નોરિયા]

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

24 Oct, 05:06


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૫૫}

✳️ બોઈલર મરઘી ખાવી હલાલ છે કે હરામ..?

આજકાલ સોશિયલ મીડિયા પર બોઈલર મરઘી ખાવા બાબત મૌખિક અને લેખિતમાં ઘણી વાતો સાંભળવા મળે છે કે તેમાં ભૂંડ તથા હરામ અને નાપાક વસ્તુઓ મિલાવવામાં તથા ખવડાવવામાં આવે છે તેથી બોઈલર મરઘી ખાવી જાઈઝ નથી.

❇️ સૌપ્રથમ આ વાત જાણી લેવી જોઈએ કે મરઘીઓ માં ભૂંડની મિલાવટ કરવી અથવા હરામ અને નાપાક વસ્તુઓ ખવડાવવી જાઈઝ નથી. પરંતુ એવી મરઘી જેને હરામ ખોરાક ખવડાવવામાં આવી હોય અને તેમાં હરામ તેમજ નાપાકની દુર્ગંધ ન આવતી હોય તો તેને ખાવામાં શરઈ દ્રષ્ટિએ કોઈ વાંધો નથી.
તદુપરાંત જે મરઘીઓ ને ઉપરોક્ત વર્ણવેલ ખોરાક આપવામાં આવે છે જેનાથી તે મોટી થાય છે તેવી મરઘીઓ ને પણ ખાવી જાઈઝ છે. કેમ કે ખોરાક પેટમાં ગયા બાદ પચી જાય છે, બાકી રહેતો નથી.
અમુક લોકો કહે છે કે મરઘી અને ભૂંડના માસમાં કોઈ તફાવત નથી. યાદ રહે કે મરઘી એ ભૂંડથી અલગ પ્રકારનું પ્રાણી છે. તેથી મરઘી ઉપર હુકમ પણ મરઘીની હેસિયતથી લગાવવામાં આવશે. ભલેને તેની પ્રક્રિયામાં ગેર શરઈ વસ્તુઓ નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોય.

તેથી શરઈ તરીકે ઝબહ કરેલ બોઈલર મરઘી ખાવામાં કોઈ વાંધો નથી. અને માત્ર લોકોના અનુમાનના આધારે કોઈ હલાલ વસ્તુ હરામ નથી થતી.

📗📕📘 [ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ & જામીઆ બિન્નોરિયા]

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

22 Oct, 11:07


Follow me blogger web
👇 👇 👇

ઈસ્લામી આર્ટિકલ્સ

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

22 Oct, 11:04


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૫૪}

✳️ હુઝૂર ﷺ ના પેદા થવાના વર્ષ દરેક ગર્ભવતીને છોકરો પેદા થવા વિષે.

આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે વર્ષે હુઝૂર ﷺ પેદા થયા હતા તે વર્ષે જેટલી પણ સ્ત્રીઓ ગર્ભવતી હતી તે બધી સ્ત્રીઓથી હુઝૂર ﷺ ની બરકતથી તે વર્ષે છોકરા જ છોકરા પેદા થયા.

❇️ હદીષના નિષ્ણાંત ઉલમા મુહદ્દીષીને આ વાત પ્રત્યે મનઘડત હોવાનો અભિપ્રાય રજૂ કર્યો છે. અને કહ્યું છે કે આ વાત સ્ટેજની ખુરશીઓ શણગારનાર વક્તા તરફથી બયાન કરવામાં આવી છે. (એટલે કે લોકોને આકર્ષિત કરવા ગમેતેમ બયાન કરવા બાબતની છે)
જ્યારે કે હુઝૂર ﷺ તરફ સંબોધીત કોઈ પણ વાત ત્યાં સુધી બયાન કરવી જાઈઝ નથી જ્યાં સુધી શુદ્ધિકરણ થી તેની સનદનું સહીહ અથવા કમસેકમ ઝઈફ હોવું ખબર ન પડે. કેમ કે આ વિષે સહીહ હદીષોમાં ઘણી સખત વઈદો આવી છે.
તદુપરાંત હુઝૂર ﷺ ની શ્રેષ્ઠતા અને ઉત્તમતા સહીહ હદીષોથી એ રીતે સાબિત છે કે તેના માટે આવી કોઈ વાત ઘડવાની જરૂર નથી પડતી.
તેથી ઉપરોક્ત વાતને બયાન કરવી તથા શેયર કરવી જાઈઝ નથી.

📗📕📘 [ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૪ / ૨૬૨]

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

18 Oct, 11:04


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૫૩}

✳️ ફિ સબિલિલ્લાહ નો મતલબ અને મુરાદ વિષે.

“ ફિ સબિલિલ્લાહ ” નો અર્થ “ અલ્લાહ ના રસ્તામાં ” થાય છે. આ વિષે ઘણા લોકો મુંઝવણ અનુભવે છે કે હદીષોમાં “ ફિ સબિલિલ્લાહ ” ની જે ફઝિલતો વર્ણવામાં આવી છે તે બધી તબ્લીગી જમાતની ફઝિલતમાં બોલી શકાય કે નહીં..?

❇️ સૌપ્રથમ ફિ સબિલિલ્લાહ નો મતલબ જાણી લઈએ. અને ત્યારબાદ તેની મુરાદ જાણી લઈએ.

▣ ફિ સબિલિલ્લાહ નો મતલબ :-

ફિ સબિલિલ્લાહ એટલે કે અલ્લાહ નો રસ્તો એક વિસ્તૃત, વ્યાપક અને વિશાળ શબ્દ છે. દરેક તે કામ જે અલ્લાહ તઆલા માટે કરવામાં આવે તે દરેક કામ અલ્લાહ નો રસ્તો કહેવાશે.

▣ હદીષોમાં ઉલ્લેખિત ફિ સબિલિલ્લાહ થી મુરાદ :-

હદીષોમાં ફિ સબિલિલ્લાહ ની જે ફઝિલતો વર્ણવામાં આવી છે તે હદીષોમાં ફિ સબિલિલ્લાહ નો શબ્દ બે પ્રકારના અર્થમાં ઉપયોગ થયો છે. (૧) ખાસ, (૨) સામાન્ય.
(૧) ખાસ અર્થ :- ખાસ અર્થનો મતલબ આ છે કે તે હદીષમાં ફિ સબિલિલ્લાહ ના વર્ણન સાથે અથવા આગળ પાછળ કોઈ એવો શબ્દ હોય જેનાથી એવી ખબર પડે કે અહીં ફિ સબિલિલ્લાહ થી મુરાદ દરેક દીની કામ નહીં બલ્કે કોઈ ખાસ પ્રકારના દીની કામનું વર્ણન તથા ફઝિલત બયાન કરવામાં આવી રહી છે.
દા.ત. અમુક હદીષોમાં ફિ સબિલિલ્લાહ ના વર્ણન સાથે કત્લ, લડાઈ જેવા શબ્દોનો ઉપયોગ મળે છે. તો આનાથી ફિ સબિલિલ્લાહ થી દરેક પ્રકારનું દીની કામ નહીં બલ્કે એક ખાસ દીની કામ જીહાદ મુરાદ સમજવામાં આવશે.
હુકમ :- જે હદીષમાં ફિ સબિલિલ્લાહ નો શબ્દ જે ખાસ અર્થ (કોઈ એક ખાસ દીની કામ) માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય. તો તેના હેઠળ ઉલ્લેખિત ફઝિલત તે જ ખાસ કામ માટે બયાન કરવામાં આવે. અન્ય દીની કામોની ફઝિલત માટે તેને બયાન કરવી સહીહ નહીં ગણાય.

(૨) સામાન્ય અર્થ :- સામાન્ય અર્થનો મતલબ આ છે કે તે હદીષમાં ફિ સબિલિલ્લાહ ના શબ્દ સાથે અથવા આગળ પાછળ કોઈ એવો શબ્દ ન હોય જે કોઈ ખાસ પ્રકારનું દીની કામ દર્શાવતો હોય. આવી હદીષોમાં ફિ સબિલિલ્લાહ થી મુરાદ દરેક પ્રકારનું દીની કામ મુરાદ હોય છે.
હુકમ :- જે હદીષોમાં ફિ સબિલિલ્લાહ નો શબ્દ સામાન્ય અર્થમાં ઉપયોગ થયો હોય. તો તેના હેઠળ બયાન કરવામાં આવેલ ફઝિલત દરેક પ્રકારના દીની કામ માટે બયાન કરવી જાઈઝ રહેશે.

સારાંશ કે જે હદીષોમાં “ ફિ સબિલિલ્લાહ ” નો શબ્દ કોઈ ખાસ દીની કામ માટે આવ્યો હોય તો તે હદીષ તે જ ખાસ કામના સંદર્ભમાં બોલવામાં આવે. અને જે હદીષોમાં સામાન્ય અર્થમાં આવ્યો હોય તે હદીષ દરેક પ્રકારના દીની કામના સંદર્ભમાં બયાન કરવી જાઈઝ છે. ચાહે ફઝિલત પર આધારિત હોય કે પછી વઈદ પર આધારિત હોય.

📗📕📘 [નવાદીરૂ'લ્ ફિક્હ : ૧૩૪]

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

17 Oct, 03:13


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૫૨}

✳️ બર્થ ડે મનાવવાનો ઈતિહાસ.

ઐતિહાસિક સંદર્ભો હેઠળ “ બર્થ ડે ” ના ઈતિહાસ નું ટુંકમાં મુલ્યાંકન કરવામાં આવે તો આ વાત સ્પષ્ટ થાય છે કે :
મિસરથી શરૂ થયેલ આ પ્રથા બાદમાં ગ્રીક સંસ્કૃતિનો ભાગ બની. જ્યાં પોતાના ધર્મના દેવી દેવતાઓ ના આદર અને સન્માન માટે આનો પ્રારંભ થયો. ત્યારપછી પશ્ચિમી સંસ્કૃતિમાં આ પ્રથાએ પોતાનો પાયો મજબૂત બનાવ્યો. જ્યાં ખ્રિસ્તી ધર્મમાં સ્વીકૃતિ મળવાની સાથે તેનો પ્રારંભ ખુદાના સન્માનમાં ચાંદના આકારમાં કેક અને મીણબત્તી નો પ્રબંધ કરી તેને પૂજા અને ઈબાદતનું સ્થાન આપવામાં આવ્યું. અહીં સુધી તો માત્ર દેવી દેવતાઓ અને ખુદા સુધી સિમીત બર્થ ડે નો પ્રબંધ થતો હતો.
ત્યારબાદ ધીમે ધીમે આ પ્રથા આ વિચારધારા હેઠળ કે દરેક વ્યક્તિ સ્વંય એક દેવતા હોય છે, જેના સંદર્ભમાં પોતાના માન સન્માન માટે પોતાના જન્મદિવસ ની ઉજવણી તરીકે ખૂબ જ પ્રચલિત થઈ. જેમાં આ એક વિચારધારાને પણ ધ્યાનમાં રાખીને મનાવતા હતા કે માણસ ગુનાહોના બોજ સાથે પેદા થાય છે. અને દર વર્ષે જન્મદિવસ ની ઉજવણી તે બોજને હલકો કરે છે. ત્યારબાદ જોતાંં જોતાંં આ પ્રથા મુસ્લિમ સમાજ સમેત દરેક સંસ્કૃતિનો ભાગ બની ગઈ. જેને આજે આપણે ખુલ્લી આંખોએ નિહાળીએ છીએ.

ઉંમરનું એક વર્ષ ઓછું થવા પર આત્મ-ચિંતન કરવાને બદલે ઉજવણીના રૂપમાં પાર્ટી અને જશન કરવું માનસિક સંતુલન બગડવાથી વ્યાખ્યાયિત કરવા સમાન છે.
ઉઠાકર ફેંક દો, બાહર ગલીમેં
નઈ તહઝીબ કે, અંદે હૈં ગંદે

સારાંશ કે આજે ભલે બર્થ ડે ઉપરોક્ત વિચાર સાથે મનાવવામાં નથી આવતો. પરંતુ તેની શરૂઆત નું કારણ, તેમજ બિન મુસ્લિમો સાથે સામ્યતા અને વ્યર્થ (ફુઝૂલ) ખર્ચ જેવી ખરાબીઓ પર આધારિત આ પ્રથા એક મુસ્લિમના લાયક બિલકુલ નથી. તેથી આનાથી જરૂર બચવું જોઈએ.

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

13 Oct, 12:01


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૫૧}

✳️ હઝરત બિલાલؓ નું હુઝૂર ﷺ ના ઊંટની લગામ પકડી જન્નતમાં દાખલ થવા વિષે તહકીક.

હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે કયામતના દિવસે હઝરત બિલાલؓ એ ઊંટની લગામ પકડી હશે. અને હુઝૂર ﷺ તેના પર સવાર હશે. આ હાલતમાં સૌથી પહેલા હઝરત બિલાલؓ હુઝૂર ને સાથે લઈને જન્નતમાં દાખલ થશે.

❇️ ઘણી શોધખોળ કર્યા બાદ પણ આ વાતની કોઈ સનદ મળતી નથી. અને જ્યાં સુધી કોઈ ભરોસાપાત્ર સનદ ન મળે ત્યાં સુધી તેને હુઝૂર ﷺ તરફ નિસ્બત કરીને બયાન કરવા બાબત સાવચેતી અપનાવવી જોઈએ.
કેમ કે હુઝૂર ﷺ તરફ માત્ર એવી જ વાતની નિસ્બત કરી શકાય છે જે ભરોસાપાત્ર સનદથી સાબિત હોય. નહીંતર તેના પર ઘણી સખત સજા બતાવવામાં આવી છે.

☜ عَنْ أَبِي هُرَيْرَةَؓ عَنِ النَّبِيِّ ﷺ مَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ.
[બુખારી શરીફ : ૧૧૦]
✰ અનુવાદ :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિએ જાણી જોઈને મારી તરફ કોઈ જુઠી વાત સંબોધીને બયાન કરી તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમમાં બનાવી લે.

ઉપરોક્ત વાતને ત્યાં સુધી બયાન કરવામાં ન આવે જ્યાં સુધી તેની પુષ્ટિ ન થઈ જાય.

📗📕📘 [ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝા : ૪ / ૩૫૬]

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

11 Oct, 11:02


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૫૦}

✳️ સફોમાં ઊભા રહેવાના ષવાબ વિષે એક હદીષની તહકીક.

હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે “ ઈમામની બિલકુલ પાછળ નમાઝ પઢનાર માટે ૧૦૦ નમાઝોનો ષવાબ લખવામાં આવે છે. અને જમણી તરફ પઢનાર માટે ૭૫ નમાઝોનો ષવાબ લખવામાં આવે છે. અને ડાબી તરફ વાળા માટે પ૦ અને બાકીની તમામ સફો વાળા માટે ૨૫ નમાઝોનો ષવાબ લખવામાં આવે છે.

❇️ આ વાત ફિક્હની અમુક કિતાબોમાં વર્ણવેલ મળે છે. પરંતુ દરેક જગ્યાએ સનદ વગર વર્ણવેલ મળે છે. અને દરેક તે વાત જેની નિસ્બત હુઝૂર ﷺ તરફ કરવામાં આવી હોય અને તેની કોઈ સનદ ન હોય, તો તે વાતને હદીષ તરીકે કબૂલ કરવી જાઈઝ નથી.
તદુપરાંત અન્ય કિતાબોમાં પણ શોધખોળ કરવા છતાં આવી કોઈ વાત સનદ સાથે વર્ણવેલ મળતી નથી. અને જ્યાં સુધી આની કોઈ સહીહ સનદ ન મળે ત્યાં સુધી આને બયાન કરવાનું મોકૂફ રાખવામાં આવે.
સારાંશ કે ઉપરોક્ત પ્રચલિત વાત સાબિત ન હોવાથી બયાન કરવી દુરુસ્ત નથી.

📗📕📘 [ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝા : ૪ / ૩૭૪]

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

08 Oct, 11:10


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૪૯}

✳️ હદીષ બાબત પોસ્ટ હવાલા સાથે હોવા છતાં પુષ્ટિ કરી લેવી જોઈએ.

આજના સોશિયલ મીડિયા યુગમાં ઘણી હદીષો પરિભ્રમણ કરતી જોવા મળે છે. આવા સમયે હદીષ સંબંધિત પોસ્ટ હવાલા સાથે હોય તો પણ સાવચેતીપૂર્વક તેની પુષ્ટિ કરાવી લેવી જોઈએ. જેના અમુક કારણો છે.

૧)​➤ અમુક સમય અમુક લોકો જુઠો હવાલો લખી દે છે.

૨)​➤ પ્રાચ્યવાદીઓ (Orientalist, مستشرقین) નું ઈસ્લામની ગલત તાલીમ ફેલાવવા ના ઈરાદા હેઠળ મનઘડત જુઠા હવાલા સાથે હદીષો ઉમ્મતમાં ફરતી કરવાનું કાયદાકીય કાવતરું રહ્યું છે.

૩)​➤ બુખારી અને મુસ્લિમ ની હદીષો સિવાય અન્ય કોઈ પણ કિતાબનો ભલે હવાલો આપ્યો હોય છે. પરંતુ તે કાફી અને પૂરતો નથી. કેમ કે તે હદીષ સ્વીકૃત (સહીહ) પણ હોવી જરૂરી છે. ઘણી હદીષો હદીષની કિતાબોમાં હોય છે પરંતુ તે બેબુનિયાદ અથવા મનઘડત પણ હોય છે.

૪)​➤ અમુક સમયે હવાલો સહીહ હોય છે, પરંતુ તેનું અનુવાદ ગલત કરવાથી તેની મુરાદ અને મફહૂમ આખો બદલાઈ જતો હોય છે. ઉદાહરણ તરીકે 👇 આ પોસ્ટ વાંચી શકો છો. જેમાં આ જ રીતે થયું હતું. https://telegram.me/Dinimasaill/435

ઉપરોક્ત વર્ણવેલ કારણોસર હવાલો હોવા છતાંય આ વિષયના કોઈ માહેર આલીમ પાસે સાવચેતીપૂર્વક તેની પુષ્ટિ કરી લેવામાં આવે.

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

05 Oct, 11:08


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૪૮}

✳️ વઝીફા પઢવાની શરઈ શરઈ હેસિયત.

આજકાલ આપણે ત્યાં વઝીફાનું ખૂબ જ જોડ વધી રહ્યું છે. આવા માહોલમાં વઝીફાની શરઈ હેસિયત જાણવી અવશ્ય જરૂરી હોય છે. જેથી એક જાઈઝ અમલ નાજાઈઝ ન બની જાય.

❇️ વઝીફા બે પ્રકારના હોય છે. એક તો તે જે કુર્આન અને હદીષથી સ્પષ્ટ રીતે સાબિત હોય. આના જાઈઝ હોવામાં કોઈ બે મત નથી.
અને બીજો તે જે કુર્આન અને હદીષથી સાબિત તો ન હોય. પરંતુ કોઈ બુઝુર્ગનો અનુભવી અમલ હોય છે. આ બીજા નંબરના વઝીફા વિષે શરઈ હુકમ આ છે કે આને શરઈ હદમાં રહીને પઢવામાં અથવા અમલ કરવામાં કોઈ વાંધો નથી. તેથી ઉલમાએ નીચે વર્ણવેલ શર્તો સાથે પઢવાનું જાઈઝ હોવું બતાવ્યું છે.

➤ વઝીફા પઢવાની શર્તો :-

જે વઝાઈફ કુર્આન અને હદીષથી સાબિત ન હોય બલ્કે કોઈ બુઝુર્ગનો અનુભવી અમલ હોય તો તેના પર અમલ કરવાની અમુક શર્તો છે જે નિમ્ન મુજબ છે.

①☞ વઝીફામાં લખેલ શબ્દો કુર્આનની આયત, અસ્માએ હુસ્ના તેમજ અલ્લાહ તઆલાની સિફાત પર નિર્ભર હોય. શિર્ક પર આધારિત ન હોય.

②☞ અરબી અથવા બીજી એવી કોઈ ભાષામાં હોય જેનો ભાવાર્થ અને મુરાદ ખબર હોય.

③☞ તેના પ્રત્યે અકીદો એવો હોય કે અસરકારક અલ્લાહ તઆલા જ છે. વઝીફો અસરકારક નથી. વઝીફો તો માત્ર જરીયો છે. જેમ કે દવા વિષે હોય છે.

وقال ابن حجر : وقد أجمع العلماء علی جواز الرقی عند اجتماع ثلاثة شروط أن یکون بکلام الله تعالی أو بأسمائه وصفاته وباللسان العربی أو بما یعرف معناہ من غیرہ وأن یعتقد أن الرقیة لا تؤثر بذاتها بل بذات الله تعالی
[فتح الباري : الطب والرقی بالقرآن والمعوذات : ۵۷۳۵]

④☞ તેને ફર્ઝ, સુન્નત, વાજીબ, જરૂરી કે મુસ્તહબ સમજવામાં ન આવે.

⑤☞ પોતાના તરફથી અથવા તેમાં લખેલ કોઈ ષવાબ પણ યકીન રાખવામાં ન આવે. અને નક્કી તથા નિશ્ચિત સમજવામાં પણ ન આવે.
(મકાલા મવલાના મુઆવિયા અસ્અદી)

તે માટે ઉપરોક્ત વઝીફો પણ કુર્આન અને હદીષથી સાબિત ન હોવાના કારણે ઉપરોક્ત પાંચ શર્તો સાથે પઢવામાં વાંધો નથી.

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

03 Oct, 03:52


●○●○●○●○●○●○●○●○●○●○●○●○
સીરત વિશેષાંક :
ઈસ્લામી માર્ગદર્શન (માસિક પત્રિકા)

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

02 Oct, 10:43


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૪૭}

✳️ વૉટ્સઍપ, ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વગેરેનો બહિષ્કાર કેમ નહીં..?

ઈઝરાયેલની ઉત્પાદિત વસ્તુઓ ના બહિષ્કાર પર અમુક લોકો એક વાંધો ઉઠાવે છે કે આપણે જે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીએ છીએ, દા.ત. વૉટ્સઍપ, ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વગેરે તે પણ તો તેઓની ઉત્પાદિત વસ્તુઓ છે. તો તેનો બહિષ્કાર કેમ નહીં..?

❇️ યાદ રહે કે સોશિયલ મીડિયા આજના સમયમાં વૈચારિક હથિયાર સમાન છે. અને હથિયારનો બહિષ્કાર નહીં, બલ્કે તેમના જ વિરુદ્ધ ઉપયોગમાં લેવાનું હોય છે ભલેને તેમનું હોય.
આજે સોશિયલ મીડિયા ના માધ્યમથી જગત ભરમાં ન માત્ર ઈસ્લામી તાલીમનો ખૂબ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બલ્કે આના દ્વારા ઈસ્લામનો ડિફેન્સ પણ ખૂબ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.

બીજી અગત્યની વાત આ છે કે ઈઝરાયેલની ઉત્પાદિત વસ્તુઓ નો ઉપયોગ આ કોઈ હલાલ - હરામ કે પછી જાઈઝ - નાજાઈઝ નો મસ્અલહ નથી. બલ્કે આ તો ફલસ્તીનના મુસલમાન ભાઈઓ પર થતા અત્યાચાર પર હમદર્દી અને ઈમાનની ગેરત સાથે સંબંધ ધરાવે છે. તેથી આમાં અન્યને પ્રોત્સાહિત તો કરી શકાય છે પણ જબરદસ્તી કરવામાં ન આવે.

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

01 Oct, 11:54


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૪૬}

✳️ “ મુશ્કિલ કુશા ” નો મતલબ અને હુકમ.

આજકાલ ઘણા લોકો હુઝૂર ﷺ અને હઝરત અલી રદીયલ્લાહુ અન્હૂ પ્રત્યે “ મુશ્કિલ કુશા ” હોવાનો અકીદો ધરાવે છે. તેથી નીચે તેનો મતલબ અને શરઈ હુકમ જાણી લઈએ.

▣ “ મુશ્કિલ કુશા ” નો અર્થ :-

“ મુશ્કિલ કુશા ” નો શાબ્દિક અર્થ મુશ્કેલ મસાઈલને હલ કરનાર થાય છે. અને પરિભાષિત રીતે કોઈના પ્રત્યે “ મુશ્કિલ કુશા ” નો અકીદો ધરાવવાનો મતલબ આ હોય છે કે તે વ્યક્તિ દરેક સમયે મુશ્કેલીમાં આપણી મદદ કરી શકે છે અને આપણી મુશ્કેલીઓ દૂર કરી શકે છે. તેમજ અસબાબ થી ઉઠીને મદદ કરવા ઉપર કુદરત ધરાવતા હોય છે.

▣ “ મુશ્કિલ કુશા ” નો શરઈ હુકમ :-

કુર્આન અને હદીષની રોશનીમાં “ મુશ્કિલ કુશા ” ફક્ત અને ફક્ત અલ્લાહ તઆલા જ છે. કેમ કે તે જ ફક્ત સર્વશક્તિમાન છે તેના સિવાય દુનિયામાં ન તો કોઈ ગૈબી મદદ કરી શકે છે અને ન અસબાબ થી ઉઠીને કોઈની મદદ કરવા પર કુદરત ધરાવે છે. હાં..! અસબાબ ના હેઠળ કોઈ વ્યક્તિ અન્યની મદદ કરી શકે છે. પરંતુ આને મુશ્કિલ કુશા ન કહેવાય. કેમ કે હવે “ મુશ્કેલ કુશા ” નો શબ્દ શાબ્દિક અર્થથી હટીને પરિભાષિત અર્થમાં બોલાય છે અથવા દરેક તેનો પરિભાષિત અર્થ જ મુરાદ લે છે.
તેથી અલ્લાહ તઆલા સિવાય હુઝૂર ﷺ અને હઝરત અલી રદીયલ્લાહુ અન્હૂ વિષે “ મુશ્કિલ કુશા ” નો અકીદો રાખવો જાઈઝ નથી, બલ્કે શિર્ક કહેવાશે.

નોંધ :- હઝરત અલી રદીયલ્લાહુ અન્હૂ વિષે આ જે પ્રચલિત છે કે “ મુશ્કિલ કુશા ” તેમનો લકબ હતો સહીહ છે, પરંતુ આ લકબ શાબ્દિક અર્થમાં હતો. એટલે કે તેઓ પોતાના યુગમાં ઘણા મુશ્કેલ મસાઈલનો અસબાબ ના દાયરામાં રહીને ઉકેલ લાવતા હતા તેથી તે સમયે તેમને શાબ્દિક અર્થમાં મુશ્કિલ કુશા કહેવામાં આવતા હતા.
પરંતુ હવે તો તેઓ જીવિત પણ નથી કે અસબાબ ના દાયરામાં કોઈ મુશ્કેલ મામલાનો ઉકેલ લાવે. તદુપરાંત એક ખાસ સમૂહ (શિયા) હવે તેમના પ્રત્યે પરિભાષિત અર્થમાં “ મુશ્કિલ કુશા ” હોવાનો અકીદો ધરાવે છે.
તેથી તેમના પ્રત્યે “ મુશ્કિલ કુશા ” નો શબ્દપ્રયોગ કરવામાં સાવચેતી અપનાવવી જરૂરી છે. અને એટલા માટે પણ કે સામાન્ય લોકોમાં શાબ્દિક અને પરિભાષિત અર્થનો ફરક ન હોવાથી તેઓ શિર્ક જેવા એક ગલત અકીદાનો ભોગ બની જશે.

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

30 Sep, 11:10


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૪૫}

✳️ ઈઝરાયેલની ઉત્પાદિત વસ્તુઓ નો બહિષ્કાર કેમ..?

ઘણા લોકો ઈઝરાયેલની ઉત્પાદિત વસ્તુઓ ના બહિષ્કાર નો હેતુ માત્ર આ સમજે છે કે આનાથી તેઓને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવે. આના લીધે અમુક લોકો તરફથી બે પ્રકારની પ્રતિક્રિયા જોવા મળે છે.
(૧) એવું સમજીને બહિષ્કાર કરવાનું છોડી દે છે કે મારા એકલાના છોડવા પર કંઈ નહીં થાય.
(૨) અથવા તેઓ આ બહિષ્કારનો વિરોધ કરે છે કે જે વસ્તુઓ નો બહિષ્કાર કરવાનો છે તેના જેવી બીજી વસ્તુઓ માર્કેટમાં ઉપલબ્ધ હોવી જરૂરી છે.

❇️ યાદ રહે કે બહિષ્કાર નો હેતુ માત્ર આર્થિક નુકસાન પહોંચાડવો નથી. બલ્કે આની સાથે બહિષ્કાર નો અસલ હેતુ મુસલમાનો પર થતા અત્યાચાર અને જુલમ પર આપણે એક મુસલમાન હોવાના નાતે નારાજગી વ્યક્ત કરવાની છે, અને મુસલમાનો પ્રત્યે પોતાની લાગણીઓ ને જાહેર કરવાની છે.
જેમ કે જ્યારે કોઈ વ્યક્તિ તરફથી તકલીફ પહોંચે છે તો આપણે બહિષ્કાર ના રૂપમાં તેની સાથે વાત કરવાનું છોડી દઈએ છીએ. તેમજ આપણને પણ ખબર હોય છે કે આનાથી ન તેને કોઈ નુકસાન પહોંચશે અને ન મને કોઈ ફાયદો પહોંચશે તે છતાંય માત્ર નારાજગી વ્યક્ત કરતા તેની સાથે સંબંધ તોડી નાખીએ છીએ.
તો શું આપણે મુસલમાનો પર થતા જુલમ પર માત્ર બહિષ્કાર ના રૂપમાં નારાજગી પણ વ્યક્ત નથી કરી શકતા..? કે પછી તેમાં પણ નફો નુકસાન તલાશ કરીશું..?

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

28 Sep, 10:54


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૪૪}

✳️ “ તુ મારી કબરમાં સૂવા નહીં આવે ” સેક્યુલર પ્રતિબિંબ ધરાવતું વાક્ય.

ઘણી વખત જોવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ ખરાબ કામથી રોકવામાં આવે છે તો તે આ વાક્ય બોલતો નજર આવે છે કે “ તારે મારી કબરમાં સૂવા નથી આવવાનું ” અથવા આને મળતા વાક્યો દ્વારા જવાબ આપવામાં આવે છે.

❇️ યાદ રહે કે અલ્લાહ તઆલા તરફથી કુર્આન અને હદીષના રૂપમાં જે શરિયતના આપણને પાબંદ બનાવવામાં આવ્યા છે તેમાં એક વસ્તુ “ અમ્ર બિલ્ માઅરૂફ ” (સારા કામો તરફ આમંત્રિત કરવા) અને “ નહ્ય અનિ'લ્ મુન્કર ” (બુરાઈથી રોકવા) ના પણ પાબંદ બનાવવામાં આવ્યા છે. બલ્કે આ જવાબદારી છોડવા પર કુર્આન અને હદીષમાં સખત સજાઓ પણ સંભળાવવામાં આવી છે.
આનાથી સ્પષ્ટ થાય છે કે સમાજમાં કંઈ ખોટું થાય તો તેને રોકવું દરેક મુસલમાન માટે અત્યંત જરૂરી છે. આવા સમયે કોઈ વ્યક્તિનું આવું કહેવું કે તુ તારૂ કર, તારે મારી કબરમાં સૂવા નથી આવવાનું આ ઈસ્લામી સોચ નહીં, બલ્કે સેક્યુલર અને લિબરલ વિચારધારા ધરાવતી સોચનું પ્રતિબિંબ છે.
કેમ કે સેક્યુલર અને લિબરલ વિચારધારા સંપૂર્ણ સ્વતંત્રતા (freedom) પર આધારિત વિચારનું નામ છે. તો કોઈ વ્યક્તિનું આ રીતનો જવાબ આપવો કે “ તુ મારી કબરમાં સૂવા નહીં આવે ” જાણે પોતાના મામલામાં તે પોતાને સંપૂર્ણ સ્વતંત્ર હોવાનો સંકેત આપે છે. અને આ ઈસ્લામે આપેલ અમ્ર બિલ્ માઅરૂફ અને નહ્ય અનિ'લ્ મુન્કરના કોન્સેપ્ટ ને બિલકુલ વિરુદ્ધ છે.

સારાંશ કે ભલે કોઈ અન્યની કબરમાં સુવા નહીં જાય, પરંતુ કયામતના દિવસે અન્યને સંબંધિત સવાલ જરૂર પૂછવામાં આવશે કે પોતાની તાકાત મુજબ તેને રોક્યો કેમ નહીં..?

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

27 Sep, 11:28


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૪૩}

✳️ હદીષો બયાન કરવા બાબત એક અગત્યની વાત.

ઘણા લોકો સોશિયલ મીડિયા પર દીનને સંબંધિત પોસ્ટ જોતાં જ આંખો બંધ કરી આડેધડ શેયર કરતા હોય છે.
જ્યારે કે તેઓ આની ખાતરી પણ નથી કરતા કે આ હદીષ પણ છે કે નહીં..? આ વિષે ઉલમાએ ઘણી ખતરનાક અગત્યની વાત લખી છે જે નીચે મુજબ છે.

❇️ મુલ્લા અલી કારીؒ એ હાફિઝ ઈબ્ને ઈરાકી રહ. થી આ વાત બયાન કરી છે કે :
“ જો કોઈ વ્યક્તિ સહીહ અથવા ગલત ની પરખ વગર કોઈ હદીષ બયાન (શેયર) કરે છે, તો તેને ગુન્હો લાગુ પડશે. ભલે તેની બયાન કરેલ હદીષ સંયોગથી (ઈત્તિફાકથી, By coincidence) સહીહ પણ હોય.”

ثم أنهم ينقلون حديث رسول اللّٰه ﷺ من غير معرفة بالصحيح والسقيم، قال : وإن إتفق أنه نقل حديثاً صحيحاً كان آثما في ذالك. لأنه ينقل ما لا علم له به.
[الاسرار المرفوعة : ٤٧؃]

આનાથી ખબર પડે છે કે આજના સોશિયલ મીડિયાના યુગમાં હદીષો બયાન કરવા બાબત કેટલી સાવચેતી અપનાવવી જરૂરી છે.

📗📕📘 [મવઝૂઅ્ અહાદીષ સે બચીએ : ૯૩]

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

24 Sep, 11:21


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૪૨}

✳️ સુન્નતની વિવિધ વ્યખ્યાઓ

આપણે દરરોજ સુન્નત શબ્દનો ઉચ્ચાર શાંભળતા હોઈએ છીએ. તો જાણવું જોઈએ કે સુન્નત વિવિધ અર્થોમાં બોલાય છે જેની વિગત નીચે મુજબ છે.

❇️ જે કામ રસુલુલ્લાહ ﷺ એ પાબંદી સાથે કર્યું હોય, અને ત્યાર બાદ તેમના ખલીફા એ કર્યું હોય તેને સુન્નત કહેવામાં આવે છે.

☜ ما واظب عليه الرسول ﷺ والخلفاء الراشدون من بعده فسنة.
[رد المختار على در المختار : ١ / ٢١٨]

આ સુન્નતની સામાન્ય વ્યાખ્યા છે. આ સિવાય સુન્નત ઘણા બધા મોકા પર વિવિધ અર્થોમાં બોલાય છે, અને વિષયના હિસાબે તેની મુરાદ પણ બદલાતી હોય છે. જેમ કે :

​➤ હનફી ન્યાયશાસ્ત્ર માં સુન્નત નો શબ્દપ્રયોગ ફર્ઝ અને વાજીબની તુલનામાં કરવામાં આવે છે. એટલે કે જે વસ્તુ ફર્ઝ અને વાજીબ ન હોય તેને સુન્નત કહેવામાં આવે છે.

​➤ કોઈક સમય સુન્નત નો શબ્દપ્રયોગ બિદઅત ની તુલનામાં બોલવામાં આવે છે, ત્યારે સુન્નત થી મુરાદ “ શરીયત ” હોય છે.

​➤ કાયદાશાસ્ત્રી ઓ ના નજદીક સુન્નત નો શબ્દપ્રયોગ નબી ﷺ ના તે કથનો અને કાર્યો પર કરવામાં આવે છે જેમાં શરઈ પાસું હોય.

​➤ હદીષના વિદ્ધાનો ના નજદીક દરેક તે વસ્તુ પર સુન્નત નો શબ્દપ્રયોગ કરવામાં આવે છે જેની નિસ્બત રસુલુલ્લાહ ﷺ તરફ કરવામાં આવી હોય.

📗📕📘 [ઑનલાઈન ફતાવા દા.ઉ. દેવબંદ]

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

23 Sep, 11:22


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૪૧}

✳️ કયામતનું મેદાન ક્યાં કાયમ થશે..?

લોકોમાં આ વાત ખૂબ જ પ્રચલિત છે કે કયામતનું મેદાન અરફાતના મેદાનમાં કાયમ કરવામાં આવશે.

❇️ કયામતના મેદાન વિષે અરફાત વાળી વાત દુરસ્ત નથી. બલ્કે સહીહ હદીષોમાં આ વિશે “ શામ ” માં કયામતનું મેદાન કાયમ થવાનું બતાવવામાં આવ્યું છે.

الشَّامُ أَرْضُ المَحْشَرِ
ભેગા કરવાની જગ્યા શામ છે.
[મુસ્નદે અહમદ]

નોંધ :- યાદ રહે કે હુઝૂર ﷺ ના યુગમાં જેને “ શામ ” કહેવામાં આવતું હતું તે આજે ભૌગોલિક સીમાઓના હિસાબે પાંચ દેશોમાં વિભાજિત થઈ ગયું છે. સીરિયા, જોર્ડન, લેબનોન, ફલસ્તીન અને ઈઝરાયેલ.
અલબત્ત આ પાંચ પૈકી ક્યાં કાયમ થશે..? આની કોઈ સ્પષ્ટતા નથી.

સારાંશ કે કયામત અરફાતના મેદાનમાં નહીં,બલ્કે શામ ની ભૂમિ પર પ્રસ્થાપિત કરવામાં આવશે.

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

22 Sep, 04:26


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૪૦}

✳️ મુસીબત કેમ આવે છે..?

ઘણા લોકો એવા છે કે જ્યારે પણ તેઓ પર કોઈ મુસીબત આવે છે, ત્યારે તેઓ તરફથી આ વાક્ય વધુ પ્રમાણમાં સાંભળવામાં આવે છે કે “ ખબર નહીં મારા ક્યા કર્મોની સજા મને મળે છે, જ્યારે કે હું તો કોઈનું બૂરું પણ નથી ઈચ્છતો ”

❇️ યાદ રાખજો..! મુસીબત માત્ર કર્મોના લીધે જ નથી આવતી, બલ્કે ઈસ્લામી ફિલસૂફી અનુસાર આપણને અહીં કસોટી માટે પેદા કરવામાં આવ્યા છે. અને કસોટી વગર મુસીબતે શક્ય જ નથી.
તદુપરાંત મુસીબત કોઈક સમયે સજા રૂપે પણ હોય શકે છે, અથવા દરજ્જાની બુલંદી માટે પણ હોય શકે છે, અથવા આવનાર સમયમાં કોઈ અન્ય મોટા નુકસાનથી રક્ષણ આપવા માટે પણ હોય શકે છે. તથા કેટલાક સમયે આપણે આપણા કર્મને સહીહ સમજતા હોઈએ છીએ, જ્યારે કે વાસ્તવમાં તે ગલત હોય. અથવા કદી આપણે જેને મુસીબત સમજતા હોઈએ છીએ તે વાસ્તવમાં આપણી ભલાઈ માટે હોય છે. જેનો અનુભવ આવતા સમયમાં થાય છે. (બલ્કે આવો અનુભવ કેટલાય વખત દરેકને જ થતો રહે છે) સારાંશ કે અલ્લાહ તઆલા ની સંપૂર્ણ હિકમત આપણે જાણી શકતા નથી

તે માટે દરેક સમયે મુસીબતને માત્ર સજા જ ખયાલ કરવી ઈસ્લામી ફિલસૂફી અનુસાર દુરુસ્ત નથી. કેમ કે દુનિયામાં સૌથી વધારે તકલીફ નબીઓ ને પડી છે. અને નબીઓ તો ગુનાહોથી સંપૂર્ણ સુરક્ષિત હોય છે. બલ્કે આપણને જો આપણો કોઈ કર્મ ન દેખાય તો પછી તે સમયે કસોટી ખયાલ કરી લેવી, અથવા ઈસ્તિગ્ફાર અને તૌબા કરતું રહેવું આમાં ઘણી રાહત મળી જાય છે.

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 વેબસાઈટ લિંક :-
https://islahiarticles.com

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

19 Sep, 03:43


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૩૯}

✳️ જિહાદ બાબત એક બિન તાર્કિક આક્ષેપ.

ઘણા લોકોનો આક્ષેપ છે કે ઈસ્લામ જિહાદ ના રસ્તે જબરદસ્તી ફેલાવવામાં આવ્યો છે. જ્યારે કે આ આક્ષેપ બિલકુલ બિન તાર્કિક છે.

❇️ આ આક્ષેપ પર થોડુંક પણ મનન કરવામાં આવે તો આ આક્ષેપનું બિન તાર્કિક હોવું સ્પષ્ટ રીતે ખબર પડી જાય છે. કેમ કે આમાં એક અશક્ય વસ્તુને શક્ય બતાવવામાં આવી છે.

આની વિગત આ છે કે ઈસ્લામ કબૂલ કરવો આ એક દિલની પ્રવૃતિનું નામ છે. એટલે કે જ્યાં સુધી દિલથી ઈસ્લામ ને માનવામાં ન આવે ત્યાં સુધી તેને ઈસ્લામ કબૂલ કરવો કહેવું જ સહીહ નથી.
હવે કલ્પના કરો કે જો આ વાત માની લેવામાં આવે કે જિહાદ દ્વારા ઈસ્લામ ફેલાવવામાં આવ્યો છે તો સવાલ આ છે કે જિહાદ દ્વાર કોઈકના શરીર ઉપર તો કબ્જો મેળવી શકાય છે પરંતુ દિલ પર નહીં. જ્યારે કે ઈસ્લામને કબૂલ કરવો તો દિલની પ્રવૃતિનું નામ છે. તો જિહાદ દ્વારા દિલ પર કબ્જો કેવી રીતે મેળવી શકાય..? અથવા દિલ પર જબરદસ્તી કેવી રીતે શક્ય છે..?

સ્પષ્ટ થયું કે ઈસ્લામ કબૂલ કરવો અને જિહાદ આ બન્ને દરમિયાન તો કોઈ જોડ (સંબંધ) જ નથી. સાથે જ આ આક્ષેપનું બિન તાર્કિક હોવું પણ સ્પષ્ટ થાય છે.

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 વેબસાઈટ લિંક :-
https://islahiarticles.com

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

18 Sep, 11:24


•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૩૮}

✳️ ખુદાના વજૂદ ન હોવા પર એક બિન તાર્કિક દલીલ.

ઘણી બાબતોમાં ઈસ્લામ સંબંધિત મુંઝવણો અને અણસમજણ એટલા માટે પણ ઊભી થતી હોય છે કે આપણે જે બાબત મુંઝવણ અનુભવીએ છીએ અથવા અણસમજણ ના ભોગ બન્યા હોય છે તે બાબતનું આપણને પૂરતું જ્ઞાન અને જાણકારી નથી હોતી.
દા.ત. અમુક લોકોનું માનવું છે દુનિયામાં ખુદાનું કોઈ અસ્તિત્વ નથી. અને તેઓની દલીલ આ હોય છે કે જો ખુદા હોત તો દુનિયામાં જે આ બધું ખોટું થાય છે તે ન થાત. પરંતુ દુનિયામાં દરેક સમયે કંઈને કંઈ ખોટું થતું જ રહે છે. ખબર પડી કે ખુદા જ નથી, નહીંતર તે જરૂર આ બધું જે ખોટું થાય છે તેને જરૂર રોકતા.

ખુદા બાબત આ એક બિન તાર્કિક સવાલ છે. કેમ કે આ ઈસ્લામે દુનિયા બનાવવા બાબત જે ખયાલ (concept) રજૂ કર્યો છે તેનું જ્ઞાન ન હોવાને લીધે થાય છે. દરઅસલ આ દુનિયા કસોટીના સિદ્ધાંત પર બનાવવામાં આવી છે. એટલે કે કસોટી માટે બનાવવામાં આવી છે. અને જીવનમાં કઠીન પરિસ્થિતિઓ વગર કસોટી શક્ય નથી. હવે દુનિયામાં કંઈક ખોટું થાય અને ખુદા તાત્કાલિક તેને રોકી દે તો પછી આમાં કસોટી ક્યાં રહેશે..? યાદ રહે કે કસોટી એક વિશાળ રૂપ ધરાવતો શબ્દ છે. જે માત્ર કઠીન પરિસ્થિતિ તથા મુસિબતો સુધી સિમીત નથી.

સારાંશ કે જ્યારે દુનિયાનો સિદ્ધાંત જ કસોટી હોય તો પછી ખુદા બાબત આ સવાલ જ બિન તાર્કિક બની જાય છે કે ખુદા આ બધું રોકતો કેમ નથી..? જેમ કે એક શિક્ષક પરિક્ષામાં વિદ્યાર્થીની તાત્કાલિક તે જ સમયે જવાબ બતાવવાના રૂપમાં મદદ કરી આપે તો પછી કોઈ આને કસોટી નથી સમજતું અથવા મદદ ન કરે તો તે શિક્ષકના શિક્ષક હોવાનું નથી નકારવામાં આવતું.

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 વેબસાઈટ લિંક :-
https://islahiarticles.com

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill

༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻

17 Sep, 13:00


•°•° *બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ* •°•°

​​​ •┄┅❂❀❖❖❀❂┅┈•​​​
👁‍🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•

સબક નંબર {૯૩૭}

✳️ તાર્કિક અને બિન તાર્કિક કોને કહેવાય..?

આજકાલ ધર્મ બાબત કોઈ પણ વસ્તુને ઘણું જલ્દી બિન તાર્કિક હોવું બતાવી દેવામાં આવે છે. જ્યારે કે કઈ વસ્તુને તાર્કિક અથવા બિન તાર્કિક કહી શકાય તેનું પૂરતું જ્ઞાન પણ નથી હોતું.

❇️ તાર્કિક વસ્તુ ત્રણ પ્રકારની હોય છે. એટલે કે જે પણ વસ્તુ તાર્કિક હશે તે ત્રણ પ્રકાર પૈકી કોઈ એક પ્રકારની હશે.

(૧) જરૂરી (Necessary) :- જેનો વજૂદ દલીલ મારફતે એવી રીતે સાબિત હોય કે તેનું ન હોવું વિરોધાભાસ ને સાબિત કરે.
દા.ત. સૂરજનો વજૂદ એ રીતે સાબિત છે કે જો તેને માનવામાં ન આવે તો આ હિસાબે દિવસે પણ રાતની જેમ અંધકાર હોવો જોઈએ પરંતુ દિવસે પ્રકાશ હોય છે. આ વિરોધાભાસ ને લીધે સૂરજનો વજૂદ માનવો જરૂરી છે.

(૨) અશક્ય (Impossible) :- જેનો વજૂદ ન હોવો દલીલ મારફતે એવી રીતે સાબિત હોય કે તેના હોવાની કલ્પના વિરોધાભાસ ને સાબિત કરે.
દા.ત. એક વસ્તુનું એક જ સમયમાં મોજૂદ પણ હોવું અને ન પણ હોવું, આ વસ્તુ અશક્ય છે. કેમ કે જો મોજૂદ માનવામાં આવે તો પછી મોજૂદ ન માનવામાં અથવા મોજૂદ ન માનવામાં આવે તો મોજૂદ માનવામાં વિરોધાભાસ સાબિત થાય છે.

(૩) શક્ય (possible) :- તે જે કોઈ વસ્તુના વજૂદ હોવા, અને ન હોવા બન્નેને સ્વીકારે. એટલે કે તેને મોજૂદ માનવામાં પણ કોઈ વિરોધાભાસ સાબિત ન થાય, અને તેને મોજૂદ ન માનવામાં પણ કોઈ વિરોધાભાસ સાબિત ન થાય.

હવેે આના સંદર્ભમાં તાર્કિક અને બિન તાર્કિક કોને કહેવાય તે જોઈએ.
● જરૂરીનેે જરૂરી સમજવું : તાર્કિક કહેવાય છે.
● અશક્ય ને અશક્ય સમજવું : તાર્કિક કહેવાય છે.
● શક્ય ને શક્ય સમજવું : તાર્કિક કહેવાય છે.
● જરૂરી ને અશક્ય તથા શક્ય સમજવું : બિન તાર્કિક કહેવાય છે.
● અશક્ય ને જરૂરી તથા શક્ય સમજવું : બિન તાર્કિક કહેવાય છે.
● શક્ય ને જરૂરી તથા અશક્ય સમજવું : બિન તાર્કિક કહેવાય છે.

નોંધ :- તાર્કિક અને બિન તાર્કિક ની સમજૂતી પરિભાષિત શબ્દોના પ્રયોગના બદલે સામાન્ય શબ્દોમાં, સામાન્ય સમજૂતી હેઠળ રજૂ કરવાની કોશિશ કરવામાં આવી છે.

👁 એમ.એસ.ટી.
📱+91 76006 04149
એમ.એફ.જી.
📱+265 980 26 85 59

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૧
https://chat.whatsapp.com/HQ2tg8k4PywHO6WsYmIxfu

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૨
https://chat.whatsapp.com/HRBJYknW0em9VwmAHhD65n

🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3

🌐 વેબસાઈટ લિંક :-
https://islahiarticles.com

ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill