ઈસ્લામી સવાલ-જવાબ @islamicsavaljavab Channel on Telegram

ઈસ્લામી સવાલ-જવાબ

@islamicsavaljavab


અસ્સલામુ અલૈકુમ
અમારા પ્યારા મુસ્લિમ ભાઈયો આ ચેનલ મા જે જે વાતો આવે એને હિદાયત ની નિય્યત થી ઝરૂર વાંચજો બહુજ કામ ની વાતો મોકલવામા આવે છે.
દા.ત. કોઈ મસ્અલો છે, કોઈ જહાલત ની વાતો છે, કોઈ ગલત અકીદો છે.
આપણી ગુજરાતી ઝુબાન જ પુરી હકીકત બતાવવા મા આવશે.

ઈસ્લામી સવાલ-જવાબ (Gujarati)

અમારો ચેનલ "ઈસ્લામી સવાલ-જવાબ" એક સાથે એકત્ર આવેલ મુસ્લિમ ભાઈયો માટે એક અદ્યાત્મિક સ્થળ છે. જેમાં હમણાં પ્રેક્ટિકલ દુનિયા નાં સમસ્યાઓ, જ્ઞાન, અને સમાચાર સાથે અદ્ભુત હિદાયતો અને સમાધાનો મળે છે. અમારા ચેનલમાં મસાઇલો, જાહેલી, અને ખોટી વિશ્વાસોની ચર્ચા થાય છે. અમે આપણી ગુજરાતી ભાષામાં સત્ય ને જાહેર કરવાની કોશિશ કરીએ છીએ. તમારા સવાલોને જવાબ આપવા માટે અમારું ચેનલ જોઈએ અને સમૃદ્ધ હોઈએ.

ઈસ્લામી સવાલ-જવાબ

18 Nov, 03:09


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૩૨ 📖

સવાલ
💫 ટોયલેટમાં જે માખીઓ હોય છે તે અગર કપડાં કે બદન ઉપર બેઠે તો કપડાં કે બદન નાપાક થશે કે નહીં ?

જવાબ
💫 મોટાભાગે ટોયલેટમાં માખીઓ તેમજ મચ્છરો હોય છે, અગર તે માખીઓ & મચ્છરો કપડાં કે બદન ઉપર બેઠે તો કપડાં અને બદન નાપાક નહીં થાય કારણ કે તેના પરો માં ખૂબ જ ઓછી મિકદાર (માત્રા) માં ગંદગી હોય છે.
હાં ! માખીઓ & મચ્છરોનાં વારંવાર બેસવાનાં કારણે ગંદગી હથેળીની ગોલાઈ બરાબર થઈ જાય તો ગંદગીને ધોવી જરૂરી છે.
પણ આમ તોર પર એટલી મિકદારમાં ગંદગી હોતી નથી (માટે વહેમ અને શકમાં ન પડવું)

📚(ઓનલાઇન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – (૧૪૩૯૦૮૨૦૦૨૨૬)

👇🪀 વ્હોટસએપ ગ્રુપ લિંક – ૧૧ 👇
https://chat.whatsapp.com/LFWqh4kMpTc4X7kB4R3E3N

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

13 Nov, 08:51


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૩૧ 📖

સવાલ
💫 નાપાક કપડાં ધોતી વખતે જે છાંટા ઉડે છે તેના વિષે શરીઅત શું કહે છે ?

જવાબ
💫 નાપાક કપડાં ધોતી વખતે અગર બદન કે પહેરેલા કપડાં ઉપર મામૂલી મિકદાર માં છાંટા પડે (ઉડે) તો તે માફ છે.
અને વધારે મિકદાર માં છાંટા પડે તો કપડાં કે બદનનાં જે ભાગ ઉપર છાંટા પડ્યાં હશે તે ભાગ નાપાક થઈ જશે.
અને અગર નાપાક કપડાં ધોતી વખતે પાણી માં મામૂલી છાંટા પડે તો તે પાણી નાપાક થઈ જશે.

📚(ફિકહી ઝવાબિત જદીદ – ૧ / ૧૧૪)

👇🪀 વ્હોટસએપ ગ્રુપ લિંક – ૧૧ 👇
https://chat.whatsapp.com/LFWqh4kMpTc4X7kB4R3E3N

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

07 Sep, 03:16


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૩૦ 📖

સવાલ
💫 ચટાઈ નાપાક થઈ જાય તો તેને પાક કેવી રીતે કરવી ..??

જવાબ
💫 અગર ચટાઈ વાંસની બનેલી હોય તો તેના ઉપર ત્રણ વખત સારી રીતે પાણી વહાવવા થી પાક થઈ જશે.
અને અગર ચટાઈ કપડા, ઘાસ ફુસ, ઉન તેમજ વેલ્વેટ કે ખજુરીનાં પાદડાંની બનેલી હોય તો તેને ત્રણ વખત ધોવી અને હર વખત નિચોળવી (ચટાઈ પાક થઈ જશે)

અને અગર ચટાઈને નિચોળવી મુશ્કિલ હોય તો તેને ધોઈને એટલી વાર છોળી દેવી કે પાણી ટપકવાનું બંધ થઈ જાય, આવી રીતે બીજી વાર અને ત્રીજી વાર પણ કરવું (ચટાઈ પાક થઈ જશે)

📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૧૫૩૯૪૧)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૨૦૧૨૦૦૩૬૧)
📚(કિતાબુલ્ મસાઈલ – ૧ / ૧૧૮, ૧૧૯)

👇🪀 વ્હોટસએપ ગ્રુપ લિંક – ૧૧ 👇
https://chat.whatsapp.com/LFWqh4kMpTc4X7kB4R3E3N

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

07 Sep, 03:16


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૨૯ 📖

સવાલ
💫 વ્હોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટરની પ્રોફાઈલ (DP) પર આપણો તેમજ નાનાં બચ્ચાઓનો ફોટો રાખવા વિષે શરઈ દ્રષ્ટિએ શું હુકમ છે ..??

જવાબ
💫 વ્હોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વગેરેની ડી.પી. ઉપર આપણો તેમજ બચ્ચાઓનો ફોટો રાખવો ઈસ્લામ ધર્મ પ્રમાણે (શરઈ દ્રષ્ટિએ) જાઈઝ નથી, બલ્કે કોઈ પણ જાનદારનો ફોટો રાખવો જાઈઝ નથી.

અમૂક લોકો મસ્તુરાતનો ફોટો રાખે છે, મસ્તુરાતનો ફોટો રાખવો સદંતર ના જાઈઝ છે (મસ્તુરાતનો ફોટો રાખવા થી ઘણી બેહયાઈ તેમજ નવા નવા ફિત્નાઓ સમાજમાં પૈદા થાય છે)

*નોંધ :-* આ ફિત્ના થી આપણે પોતાને તેમજ આપણી મસ્તુરાત અને આપણી અવલાદને પણ બચાવવી જોઈએ

📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૧૬૮૪૧૩)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૧૦૮૨૦૧૪૬૦)

👇🪀 વ્હોટસએપ ગ્રુપ લિંક – ૧૧ 👇
https://chat.whatsapp.com/LFWqh4kMpTc4X7kB4R3E3N

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

07 Sep, 03:15


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૨૮ 📖

સવાલ
💫 કેટલાક લોકો વ્હોટસએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક તેમજ બીજા સોશિયલ મીડિયા એપ માં અસ્સલામુ અલૈકુમ ની જગ્યાએ ખાલી શોર્ટકટમાં A. S. અને વઅલૈકુમુસ્સલામની જગ્યાએ W. S. લખે છે તો શું આમ લખવાથી સલામ થઈ જશે .??

જવાબ
💫 ઈસ્લામ ધર્મમાં દરેક લોકો માટે એક જ પ્રકાર ની સલામ છે અને તે “અસ્સલામુ અલૈકુમ” છેં અને સલામના જવાબ માટે “વઅલૈકુમુસ્સલામ” છે.

લિહાઝા શોર્ટકટમા A.S. લખવાથી સલામની સુન્નત પર અમલ થશે નહિ એવી જ રીતે W.S. લખવાથી સલામનો જવાબ ગણાશે નહીં.
એટલે સલામ લખતી વખતે “અસ્સલામુ અલૈકુમ” પુરૂ લખે તેમજ સલામનાં જવાબમાં પણ “વઅલૈકુમુસ્સલામ” પુરૂ લખે.

📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૬૦૧૧૫૧)

👇🪀 વ્હોટસએપ ગ્રુપ લિંક – ૧૧ 👇
https://chat.whatsapp.com/LFWqh4kMpTc4X7kB4R3E3N

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

07 Sep, 03:15


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૨૭ 📖

સવાલ
💫 રક્ષાબંધનમાં મુસલ્માન છોકરાઓ હાથમાં રાખડી બંધાવે છે, આ વિષે શરીઅત શું કહે છે ..??

જવાબ
💫 રાખડી બાંધવી એક હિન્દુ વિધી (રસમ) છે, અને આ વિધી રક્ષાબંધનમાં થાય છે (રક્ષાબંધન હિન્દુઓનો ધર્મ છે)
લિહાઝા મુસ્લિમો માટે રાખડી બાંધવી તેમજ હિંદુઓના ધાર્મિક તહેવારમાં શરીક થવું તેમજ કોઈ પણ ધાર્મિક વિધિઓ અપનાવવી શરઈ દ્રષ્ટિએ બિલકુલ જાઈઝ નથી

📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૫૭૪૩૮)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૩૦૭૧૦૦૫૧૧)

👇🪀 વ્હોટસએપ ગ્રુપ લિંક – ૧૧ 👇
https://chat.whatsapp.com/LFWqh4kMpTc4X7kB4R3E3N

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

13 Aug, 09:07


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૨૬ 📖

સવાલ
💫 ૧૫ ઓગસ્ટનાં દિવસે ખૂશી વ્યક્ત કરવી તેમજ તે દિવસે જે કાર્યક્રમો થાય છે એના વિષે શરઈ દ્રષ્ટિએ માહિતી જણાવશો ..??

જવાબ
💫 દેશની આઝાદીનાં દિવસે આનંદ & ખુશી વ્યક્ત શરઈ દ્રષ્ટિએ જાઈઝ છે, અલ્બત્તા શરઈ મર્યાદામાં રહીને આનંદ & ખુશી વ્યક્ત કરે.
કાર્યક્રમમાં દેશની આઝાદી માટે જે અકાબિર ઉલમાં તેમજ મહાન વિદ્વાનોએ બલિદાન આપ્યું તેમના બલિદાનને યાદ કરે તેમજ તેમની તારીખ લોકોમાં ઉજાગર કરે જેથી કરીને આપણી પેઢીઓ અકાબિર ઉલમાં & મહાન વિદ્વાનોનાં બલિદાનને જાણી શકે.
એવી જ રીતે આ દિવસે હર એ કાર્યક્રમ કરી શકાય જે શરીઅત અનુસાર યોગ્ય હોય દા.ત. ઝંડો ફરકાવવો, રાષ્ટ્રગીત (જન ગણ મન) ગાવું, સંગીત, મ્યુઝિક વગર દેશભક્તિ ગીતો & નઅતો–નઝમ વગાડવી, તેમજ એવા કોઈ કાર્યક્રમ કરવાં જેમાં શિર્કિયા, કુફ્રીયા શબ્દો ન હોય, જુઠ, બુરાઈ, કોઈનાં ખોટા વખાણ ન હોય વગેરે વગેરે

પરંતુ હવે આઝાદીના નામે આપણી સ્કૂલો, કોલેજોમાં દીની ઈદારાઓ માં એવા કાર્યક્રમો થઈ રહ્યા છે, જે શરઈ દ્રષ્ટિએ જાઈઝ નથી જેવી રીતે કે : ગીતો વગાડવા, ડાંડિયા–રાસ, નઝમ વગાડી નૃત્ય કરવું વગેરે વગેરે (આવા કાર્યક્રમો શરઈ દ્રષ્ટિએ જાઈઝ નથી)

જે રીતે શરીઅત વિરુદ્ધ કાર્યક્રમ જાઈઝ નથી એવી જ રીતે શરીઅત વિરુદ્ધ કાર્યક્રમ દેખવા પણ જાઈઝ નથી.

📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૩૬૦૯૬)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૫૦૨૧૦૨૨૪૦)

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

06 Aug, 18:47


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૨૫ 📖

સવાલ
💫 દુધ પીતું નાનું બાળક પેશાબ કરે તો તેને ટીશ્યુ પેપર થી સાફ કરવાથી તે પાક થઈ જશે ..?? કારણ કે વારંવાર પાણી થી ધોવામાં શરદી થવાનો ભય છે, શરઈ દ્રષ્ટિએ હુકમ જણાવશો ..??

જવાબ
💫 દુધ પીતા નાનાં બાળકનું પેશાબ પણ નાપાક છે, અગર કપડા કે બદન ઉપર લાગી જાય તો કપડાં & બદનને પાક કરવું જરૂરી છે, પાક કર્યાં વગર નમાઝ સહિહ થશે નહીં.
હાં ! બાળકનાં પેશાબ કર્યા પછી, બાળકને દર વખતે પાણીથી ધોવામાં શરદી થવાનો ભય છે તો બાળકને પાણી થી ધોવું જરૂરી નથી.

અલ્બત્તા કપડાં, ટીશ્યુ પેપર અથવા બેબી વાઇપ્સ વગેરે થી બાળકને સાફ કરીને તેના કપડાં બદલી શકાય છે પછી તે કપડાંમાં બાળકને લેવાથી લેવાવાળાનાં કપડાં નાપાક થશે નહીં

📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૧૦૯૨૦૧૪૬૭)

🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૮ ☟
https://chat.whatsapp.com/FS8BRt89f2uINrNaG58QPz

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

06 Aug, 18:47


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૨૪ 📖

સવાલ
💫 પેન્ટ તેમજ શલવારમાં પેશાબના ટીપાં પડી જાય તો શરઈ દ્રષ્ટિએ પેન્ટ & શલવારને કઈ રીતે પાક કરવી ..??

જવાબ
💫 પેન્ટ તેમજ શલવારમાં પેશાબના ટીપાં પડી જાય તો જે જગ્યાએ ટીપાં પડ્યાં હોય તે જગ્યાને ત્રણ વખત ધોઈ & નિચોળી નાંખવાથી પેન્ટ તેમજ શલવાર પાક થઈ જશે (પુરી પેન્ટ અને શલવાર ધોવી જરૂરી નથી)

એવી જ રીતે મસ્તુરાતની શલવારમાં સફેદ પાણીના ટીપાં પડી જાય તો જે જગ્યાએ ટીપાં પડ્યાં હોય તે જગ્યાને ત્રણ વખત ધોઈ & નિચોળી નાખવી કાફી છે (પૂરી શલવાર ધોવી જરૂરી નથી)

📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૧૦૬૨૦૧૦૦૧)
📚(ઈલ્મુલ્ ફિકહ સફા નંબર – ૬૪)

🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૮ ☟
https://chat.whatsapp.com/FS8BRt89f2uINrNaG58QPz

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

30 Jul, 10:56


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૨૩ 📖

સવાલ
💫 અમુક મસ્તુરાત રાત્રે સુવા પહેલા વાસણોને ઢાંક્યા વગર ખુલ્લા છોડી દે છે તેમજ સુસ્તીના લીધે વપરાયેલા વાસણોની ધોયા વગર સુઈ જાય છે, શરઈ દ્રષ્ટિએ આ વિષે શું હુકમ છે ..??

જવાબ
💫 જે વાસણોમાં ખાવા–પીવાની વસ્તુઓ હોય તે વાસણોને રાતભર ખુલ્લા છોળી દેવા વિષે હદીષ શરીફમાં મનાઈ કરવામાં આવી છે.
કારણ કે વર્ષમાં એક રાત એવી આવે છે જેમાં વબા ઉતરે છે અને જે વાસણો ઢાંકેલા ન હોય તેમાં એ વબા દાખલ થઈ જાય છે લિહાઝા સુવા પહેલાં વાસણોને ઢાંકી દેવા જોઈએ (હદીષમાં આ હુકમ શફકતના તોર આપવામાં આવ્યો છે)

એવી જ રીતે કોઈ ઉઝર ન હોય તો રાત્રે સૂતા પહેલા વપરાયેલા વાસણોને ધોઈ નાખવાં બહેતર છે જેથી કરીને માખીઓ & જીવ–જંતુઓથી બચી શકાય (જેના લીધે ઘણી બિમારીઓ પૈદા થાય છે)

📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૨૦૮૨૦૦૫૮૫)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૩૪૮૮)

🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૮ ☟
https://chat.whatsapp.com/FS8BRt89f2uINrNaG58QPz

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

27 Jul, 17:05


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૨૨ 📖

સવાલ
💫 વાસણ કોઈ કારણોસર નાપાક થઈ જાય તો તેને પાક કઈં રીતે કરવું, શરઈ દ્રષ્ટિએ હુકમ જણાવશો ..??

જવાબ
💫 નાપાક વાસણને પાક કરવાનો તરીકો :-
(૧) પહેલાં નાપાકીને સાફ કરે (દુર કરે) પછી વાસણને ખુબ સારી રીતે ધોઈ નાંખે, અથવા નાપાકી સાફ કર્યા પછી વાસણને ત્રણ વખત ધોઈ નાંખે (વાસણ પાક થઈ જશે)

(૨) નાપાકી સાફ કર્યા પછી વાસણને નળ નીચે રાખી એટલું પાણી વહાવી આપે કે નાપાકીનો અસર બિલ્કુલ ખતમ થઈ જાય (વાસણ પાક થઈ જશે)

📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૩૦૮૧૦૨૨૩૫)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૦૦૮૨૦૨૦૩૫)
📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૯, પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)

🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૮ ☟
https://chat.whatsapp.com/FS8BRt89f2uINrNaG58QPz

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

24 Jul, 05:31


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૨૧ 📖

સવાલ
💫 ટાઈલ્સ વાળા ઘરમાં ઘણી વખત નાના બચ્ચાઓ પેશાબ કરી આપે છે, જેના લીધે ટાઈલ્સ નાપાક થઈ જાય છે, તે ટાઈલ્સને પાક કઈં રીતે કરવી શરઈ દ્રષ્ટિએ શું હુકમ છે ..??

જવાબ
💫 ઘરમાં લગાડેલી ટાઈલ્સ કોઈ કારણોસર નાપાક થઈ જાય તો તેને પાક કરવાનો તરીકો :-
(૧) ટાઈલ્સ ઉપર પાણી નાખીને નાપાકી સાફ કરી લેવી અને કપડા થી પોતું મારી લેવું, આવું ત્રણ વાર કરવું (ટાઈલ્સ પાક થઈ જશે)

(૨) તે ટાઈલ્સ ઉપર એટલું પાણી વહાવવું કે નાપાકીનો અસર ખતમ થઈ જાય અને તે સુકાઈ જાય (ટાઈલ્સ પાક થઈ જશે)

📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૩૯૦૯૨૦૨૦૬૦)

🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૨ ☟
https://chat.whatsapp.com/LVeWHrmhbVQ3mJp6ucymCk

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

03 Feb, 04:18


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૨૦ 📖

સવાલ
💫 જોળા (જુતા) ચપ્પલમાં નાપાકી લાગી જાય તો એને પાક કેવી રીતે કરવા ..??

જવાબ
💫 જુતા–ચપ્પલમાં પેશાબ લાગી જાય તો જુતા–ચપ્પલને ધોવા જરૂરી છે, ધોયા વગર પાક થશે નહિ.
અને અગર જુતા–ચપ્પલમાં સંડાસ કે જાન્વરોનું છાણ (ગોબર) લાગી જાય તો જુતા ચપ્પલ ને જમીનમાં ઘસી નાખવા, એવી રીતે જમીનમાં ઘસવા કે નાપાકી ખતમ થઈ જાય (જુતા–ચપ્પલ પાક થઈ જશે)

📚(કિતાબુલ્ મસાઈલ – ૧ / ૧૨૬)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૩૭૭૮૩)

🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૯ ☟
https://chat.whatsapp.com/LbkOJlhiZs2EXnkDE9F43J

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

30 Jan, 11:31


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૯ 📖

સવાલ
💫 નાપાક કપડાને વોશિંગ મશીનમાં કેવી રીતે પાક કરવા ..??

જવાબ
💫 વોશિંગ મશીનમાં બે ભાગ હોય છે (બે ખાના હોય છે) એક ધોવા માટે અને એક કપડા સુખાવવા (Spindrai) માટે
તો જે ભાગ કપડા સુખાવાનો હોય છે તેમાં કપડા રાખીને પાણી નાખી દેવું પછી મશીન થી કપડા નિચોળી નાખવા મતલબ મશીન શરૂ કરી દેવું જેના લીધે કપડા સારી રીતે નિચોળાઈ જાય.
આવી જ રીતે બીજી અને ત્રીજી વખત કરવું (આમ ત્રણ વખત કરવા થી કપડા પાક થઈ જશે)

📚(કીતાબુલ્ મસાઈલ – ૧ / ૧૨૦)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૩૯૦૯૨૦૧૩૮૩)

🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૯ ☟
https://chat.whatsapp.com/Hok0ooslzjgHNLuvU8xwCg

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

20 Jan, 10:22


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૮ 📖

સવાલ
💫‌ કપડાં પર થી નાપાકી ધોઈ નાખ્યાં પછી પણ કપડાંમાં થી નાપાકીની બદબું આવે તેમજ નાપાકીનો ધબ્બો (દાગ) દેખાય તો કપડાં નાપાક જ રહેશે કે પાક ગણાશે ..??

જવાબ
💫 કપડામાં થી નાપાકી દુર કર્યા પછી પણ નાપાકી નો અસર ન જાય મતલબ નાપાકીને દુર કર્યા પછી પણ નાપાકીનો ધબ્બો (દાગ) તેમજ બદબું ન જાય તો કોઈ વાંધો નહિ, શરઈ દ્રષ્ટિએ કપડાં પાક ગણાશે.

📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૧૧૧૨૦૦૫૯૬)
📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૮, પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)
📚(ઈલ્મુલ ફિકહ સફા નંબર – ૬૪)

🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૯ ☟
https://chat.whatsapp.com/Hok0ooslzjgHNLuvU8xwCg

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

16 Jan, 03:21


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૭ 📖

સવાલ
💫 સુતી વખતે એહતેલામ થઈ જાય તો તે એહતેલામ વાળા કપડાં પાક કેવી રીતે કરવા ..??

જવાબ
💫 એહતેલામ વાળા કપડાંને પાક કરવાનો તરીકો આ છે કે કપડાંના જે હિસ્સામાં વિર્ય લાગેલું હોય તે હિસ્સાને ત્રણ વખત ધોઈ અને હર વખત નિચોળવાથી તે એહતેલામ વાળા કપડાં પાક થઈ જશે.
ત્રીજી વખત નિચોળે ત્યારે તાકત થી કપડાંને એવી રીતે નિચોળે કે પાણી ટપકવાનું બંધ થઈ જાય.

📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૩૦૯૧૦૦૦૧૪)
📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૮, પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)
📚(ઈલ્મુલ ફિકહ સફા નંબર – ૬૪)

🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૯ ☟
https://chat.whatsapp.com/Hok0ooslzjgHNLuvU8xwCg

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

16 Jan, 03:20


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૬ 📖

સવાલ
💫 પેશાબ વાળા કપડાને પાક કેવી રીતે કરવા ..??

જવાબ
💫 અગર કપડામાં એવી નાપાકી લાગી જાય જે સુખાઈ જવા પછી દેખાતી ન હોય જેવી રીતે કે પેશાબ, તો કપડાંના જે હિસ્સામાં પેશાબ લાગેલું હોય તે હિસ્સાને ત્રણ વખત ધોવા અને હર વખત નિચોળવા થી પાક થઈ જશે.
ત્રીજી વખત નિચોળે ત્યારે તાકત થી કપડાંને એવી રીતે નિચોળે કે પાણી ટપકવાનું બંધ થઈ જાય.

📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૮, પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)
📚(ઈલ્મુલ ફિકહ સફા નંબર – ૬૪)

🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૯ ☟
https://chat.whatsapp.com/Hok0ooslzjgHNLuvU8xwCg

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

10 Jan, 10:07


📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૫ 📖

સવાલ
💫 સંડાસ વાળા નાપાક કપડાને પાક કેવી રીતે કરવા ..??

જવાબ
💫 અગર કપડામાં એવી નાપાકી લાગી જાય જે દેખાવડી (દેખાતી) હોય જેવી રીતે કે સંડાસ, લોહી, વગેરે તો જે જગ્યાએ નાપાકી લાગેલી હોય તે જગ્યાને એટલી વખત ધોવામાં આવે કે નાપાકી દુર થઈ જાય (નાપાકી દુર થઈ જશે તો કપડા પાક થઈ જશે)
હા ! નાપાકી દુર કર્યાં પછી ત્રણ વખત કપડાને ધોવા બેહતર છે.

📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૮, પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૪૯૩૫૯)
📚(ઈલ્મુલ ફિકહ સફા નંબર – ૬૪)

🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૯ ☟
https://chat.whatsapp.com/Hok0ooslzjgHNLuvU8xwCg

✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195

ઈસ્લામી સવાલ-જવાબ

20 Dec, 09:54


👆👆👆👆👆👆👆

ખુરશી પર નમાઝ પઢવાનો શું હુકમ છે ..??