બેરોજગાર યુવાનો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માટેની સુવર્ણ તક.
ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં આવેલ છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં ૧૨ માસ માટે ઈન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે.
શૈક્ષણિક લાયકાત
(૧) એસ.એસ.સી ( ધોરણ-૧૦ ) (૨) એચ.એસ.સી ( ધોરણ-૧૨ ) (૩) આઈ.ટી.આઈ (૪) ડિપ્લોમા (૫) ગ્રેજ્યુએટ
અન્ય શરતો
૧) ઉંમર ૨૧ થી ૨૪ વર્ષ
૨) ફુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ના હોવા જોઈએ.
૩) પરિવારમાં કોઈપણ સભ્ય સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ. તેમજ આવક મર્યાદા વાર્ષિક ૮ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
૪) સરકારની કોઈ એપ્રેન્ટીસ યોજના કે અન્ય ઈન્ટર્નશીપ કરેલ ના હોવી જોઈએ.
પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ
1. https://youtu.be/tWRODZVbhoE?feature=shared 2. https://youtu.be/CRUpP_wlVo0?feature=shared
નોંધ : ઓનલાઈન અરજી કાર્ય બાદ નીચેની લિંકમાં ફોર્મ ભરવું ફરજીયાત છે.
https://forms.gle/DnugtwpFo7zeR186A