અહાદીસે માસૂમીન(અ.)

@hadisemasuminas


અહાદીસે માસૂમીન(અ.)

23 Oct, 03:31


હઝરત ઇમામ બાકિર (અ.)એ ફરમાવ્યું,

"તમારા દિલને નરમ બનાવવા માટે એકાંતમાં પુષ્કળ ઝિક્ર વડે પ્રયત્ન કરો.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ−૩, સફહા-૨૨૩, હદીસ-૫૩૪૮)

અહાદીસે માસૂમીન(અ.)

22 Oct, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

"ઇજ્જતદાર હોવું એ સુંદર આદત છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ−૩, સફહા-૨૫૮, હદીસ-૫૪૮૪)

અહાદીસે માસૂમીન(અ.)

21 Oct, 03:31


હઝરત ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું,

“જ્યાં સુધી તમને ખબર ન પડી જાય કે હકીકત શું છે ત્યાં સુધી તમે સારી જ વાત કરતા રહો.”

(મતાઉસ્સકલૈન લિ - મુજાહિદહુસૈન ભાગ-૧, સફહા-૨૭૩)

અહાદીસે માસૂમીન(અ.)

20 Oct, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જેણે ખામોશી ધારણ કરી લીધી તેણે નજાત મેળવી.”

(ઇર્શાદાતે રસૂલ, હદીસ નં-૫૦૭)

અહાદીસે માસૂમીન(અ.)

19 Oct, 03:31


હઝરત ઇમામ અસ્કરી (અ.)એ ફરમાવ્યું,

"જે માણસ પોતાના ભાઈઓના હક્કોને સૌથી વધારે જાણે છે, અને તેને ખૂબ જ સારી રીતે અદા કરે છે, તે અલ્લાહની નજીક સૌથી વધારે શાનવાળો છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ−૧, સફહા-૫૪૬, હદીસ-૧૬૭૪)

અહાદીસે માસૂમીન(અ.)

18 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“ત્રણ વસ્તુઓ નેકીના દરવાજા છે: પોતાની જાતની સખાવત, શબ્દોની પાકીઝગી, મુસીબત પર સબ્ર.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૨૬૭)

અહાદીસે માસૂમીન(અ.)

17 Oct, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

"આલિમોની સાથે બેસો, જેથી ખુશનસીબ બનો.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૨૩૬)

અહાદીસે માસૂમીન(અ.)

16 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“મારી ઉમ્મત બરકતવાળી ઉમ્મત છે, તેના વિષે એ ખબર નથી કે તેની શરૂઆતમાં ભલાઈ છે કે તેના અંતમાં.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૧૨૨)

અહાદીસે માસૂમીન(અ.)

15 Oct, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“તમારા માટે જરૂરી છે કે કુરઆનની તિલાવત કરો, કારણ કે તે જમીનમાં તમારા માટે એક નૂર, અને આસમાનમાં તમારા માટે ખજાનો છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૫૩૪)

અહાદીસે માસૂમીન(અ.)

14 Oct, 03:31


મૌલા અલી (અ.)એ ફરમાવ્યું,

“તમે તમારી બધી જ ઉમ્મીદો અલ્લાહથી જ
રાખો. તેના સિવાય કોઈનાથી ઉમ્મીદ ના રાખો, કારણ કે જે કોઈ અલ્લાહ સિવાય બીજાથી ઉમ્મીદ રાખે છે, તે નાકામ થઈ જાય છે."

(મીઝાનુલ હિકમા, જિલ્દ-૪, સફહા-૧૩૫)

અહાદીસે માસૂમીન(અ.)

13 Oct, 03:30


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“નેકી જ ઉંમરમાં વધારો કરે છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૨૬૭)

અહાદીસે માસૂમીન(અ.)

12 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“માલદાર વ્યકિતનું વાયદા બતાવવું જુલ્મ છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૪૯)

અહાદીસે માસૂમીન(અ.)

11 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“માણસની ઇજ્જત તેનો દીન છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૨૫૮)

અહાદીસે માસૂમીન(અ.)

10 Oct, 03:32


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જે માણસ મારી પાસે ઝાઈર બનીને આવશે તો હું કયામતના દિવસે તેની શફાઅત કરનાર બનીશ.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૨૬૭)

અહાદીસે માસૂમીન(અ.)

09 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“અય લોકો! બેશક, અલ્લાહનો દીન આસાન છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૪૪)

અહાદીસે માસૂમીન(અ.)

08 Oct, 03:31


મૌલા અલી અલૈહિસ્સલામએ ફરમાવ્યું છે કે,

“જેનો કોઈ મિત્ર જ ન હોય તે ઘણો બદનસીબ છે. પરંતુ તેના કરતાં પણ વધારે બદનસીબ એ છે કે જેને મિત્રો હોય, અને તે તેમનાથી સંબંધ કાપી નાખે.”

(અખ્લાક દિનીયાત 5 વર્ષ, પેજ નં. -30)

અહાદીસે માસૂમીન(અ.)

07 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“જે અભિમાન કરશે, અલ્લાહ તેને હલકો પાડી દેશે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૨૩૮)

અહાદીસે માસૂમીન(અ.)

06 Oct, 03:31


હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,

“ખર્ચમાં કરકસર કરવી એ અડધી રોજી છે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૧૮૮)

અહાદીસે માસૂમીન(અ.)

05 Oct, 03:30


મૌલા અલી(અ.)એ ફરમાવ્યું,

“જ્યારે તમે બોલનાર આલિમ ન બની શકો તો તમે ધ્યાનથી સાંભળનારા બનો.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૨, પેજ-૨૬૬)

અહાદીસે માસૂમીન(અ.)

04 Oct, 03:31


મૌલા અલી(અ.)એ ફરમાવ્યું,

“જે પોતાના નફ્સને પાક નહીં કરે, તો ખરાબ આદતો તેને બદનામ કરશે.”

(મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૩, પેજ-૫૧૧)

1,128

subscribers

0

photos

0

videos