કાલે રસ્તામાં ટ્રાફિકના કારણે ગાડી ધીમી પડી તો રસ્તા પરના એક ફેરિયાએ મને આ Adhesive tape આપી, મારે જરૂર નહતી તો પણ મે એ માટે લીધી કે એના લીધે એને પણ રોજગારી મળે.
MRP 45 rs દેખાય છે, એને મારી પાસે 10 rs માત્ર માંગ્યા, એટલે કે ખૂબજ reasonable price હતી
છૂટા પૈસા ટ્રાફિકમાં હું નિકાળું ત્યાં સુધી સિગ્નલ ચાલુ થઈ ગયેલ, મે આ tape return કરવા પ્રયાસ કર્યો, તો એ વ્યક્તિએ હસતા મુખે એ tape _જાણે મને દાન કરી હોય એ ભાવ_ થી tape લેવા નજીક આવવાના બદલે મારાથી થોડો દૂર જતો રહ્યો.
*હું એ મહાદાનવીર ને શોધું છું*
હજારો રૂ.તબીબી વ્યવસાયમાં કમાવવા છતાં પણ એક પણ મેડિકલવાળાએ આવી tape આ મહાદાનના પર્વમાં મફત તો ઠીક 1 રૂ.ઓછાંમાં પણ આપી હોય એ ધ્યાને નથી
આજે હું ગમે જેટલું દાન કરીશ તોય એ રોડ પરના ફેરિયાના તોલે નહિ આવી શકું
એમ થાય છે કે,
આ રોયલ લોકોના ટોળામાં રહેવા કરતાં એ અલગારીના ટોળામાં જતા રહીએ
કારણ કે, ત્યાં *નિજાનંદ વારે તહેવારે હશે*
ડૉ દિનેશ ચૌધરી
14/01/2025, મંગળવાર