📚 GENERAL KNOWLEDGE 📚 @general_knowledge_gpsc123 Channel on Telegram

📚 GENERAL KNOWLEDGE 📚

@general_knowledge_gpsc123


India No. 1 Study Education Channel

💥●┼┼★ᴮᵉˢᵗ ᴱᵈᵘᶜᵃᵗⁱᵒⁿ ᶜʰᵃⁿⁿᵉˡ ᴼⁿ ᵀᵉˡᵉᵍʳᵃᵐ ᶠᵒʳ ᵀʰᵉ ᴾʳᵉᵖᵃʳᵃᵗⁱᵒⁿ ᴼᶠ ᴬˡˡ ᴱˣᵃᵐ

▋ᴜᴘꜱᴄ ▋ɢᴘꜱᴄ ▋ɪᴀꜱ ▋ɪᴘꜱ ▋ᴘɪ ▋ᴘꜱɪ ▋ꜱꜱᴄ ▋ʙᴀɴᴋ ▋ʀᴀɪʟᴡᴀʏ ▋★🍀

💡राह हम दिखाएंगे लेकिन चलना आपको पड़ेगा🚶🚴

𝗢𝘄𝗻𝗲𝗿 : @Kalpesh_ahir

📚 GENERAL KNOWLEDGE 📚 (English)

Are you looking to expand your general knowledge and excel in various competitive exams? Look no further than the '📚 GENERAL KNOWLEDGE 📚' Telegram channel, managed by @general_knowledge_gpsc123. This channel is touted as India's No. 1 Study Education Channel, providing the best educational content for the preparation of exams such as UPSC, GPSC, IAS, IPS, PI, PSI, SSC, Bank, Railway, and more. With a commitment to guiding you on the right path, but ultimately, you have to walk it yourself, the channel aims to assist you in reaching your academic goals. Join now and let's embark on this educational journey together! Admin: @Kalpesh_ahir

📚 GENERAL KNOWLEDGE 📚

09 Nov, 05:10


પ્રિય ઉમેદવાર મિત્રો ગુજરાત હાઇકોર્ટના ઓર્ડર અન્વયે જાક્ર. 212/202324 CCE રિવાઇઝડ રીઝલ્ટ આજે 5 વાગ્યા સુધીમાં પ્રસિદ્ધ થશે.અગાઉના રિઝલ્ટના ઉમેદવાર બહાર નહી થાય. જેમનો સમાવેશ થાય છે તેઓએ ૩દિનમાં onlineAppli કરવાની થશે. GroupA Exam નિયત કાર્યક્રમ મુજબ લેવાશે.તમામ વિગતો વેબસાઈટ પર પ્રસિદ્ધ થશે.

- હસમુખ પટેલ સર GSSSB

📚 GENERAL KNOWLEDGE 📚

01 Nov, 19:56


સ્નેહી શ્રી,
મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય,સલામતી,સૌભાગ્ય,સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ,શાંતિ,સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય તથા દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....

🌸નૂતન વર્ષાભિનંદન 🌸

🌹કલ્પેશ કલસરીયા 🌹

📚 GENERAL KNOWLEDGE 📚

01 Nov, 18:36


_[° _°]__
બિન્દાસ હસો 😃 શુ "ગમ" છે.....
જિંદગી માં ટેન્શન 🥹કોને "કમ" છે....
સારું અને ખરાબ તો કેવલ "ભ્રમ "🙄 છે..
જિંદગી નું નામ જ કભી "ખુશી" કભી "ગમ "😇 છે....




💖 🅷🅰🅿🅿🆈 🅽🅴🆆 🆈🅴🅰🆁 💖



🕯️🧨........❣️.........💣🕯️

❤️🧡🖤💖🖤🤍💙


ગયું વર્ષ તમારું ગમે તેવું ગયું હોય,
પણ
આ વર્ષ તમને ગમે તેવું જાય એવી શુભેચ્છા સહ.......
💖 દ્વારકાધીશ તમારા પર સદા કૃપા વરસાવતા રહે....❣️🙏🏻

મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવાર ને નવા વર્ષ ના 🫱🏻‍🫲🏻રામ રામ 🫱🏻‍🫲🏻

🪔🅷🅰🅿🅿🆈 🅽🅴🆆 🆈🅴🅰🆁 🅰🅶🅰🅸🅽 🆃🅾 🆈🅾🆄 🅰🅻🅻 🪔

💖𝓕𝓻𝓸𝓶 :- *༺꧁*कृष्णप्रेमी आहिर*꧂༻*

📚 GENERAL KNOWLEDGE 📚

01 Nov, 05:00


દિવાળી અને નવા વર્ષની
વચ્ચે નો "પડતર દિવસ"
તમારા જીવનમાં થી "દરેક નડતર"
ને દૂર કરે એવી "પ્રભુ ને પ્રાર્થના".!!



*જય શ્રી કૃષ્ણ*

📚 GENERAL KNOWLEDGE 📚

31 Oct, 09:17


⭐️ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ⭐️

🔸શાનદાર-ધારદાર-રૂઆબદાર-અસરદાર સરદાર🔸

જન્મ : 31 ઓક્ટોબર, 1875

જન્મસ્થળ : નડિયાદ, બોમ્બે પ્રેસિડેન્સી

મૃત્યુ: 15 ડિસેમ્બર, 1950

મૃત્યુસ્થળ: બોમ્બે (હાલનું મુંબઈ)

પિતા : ઝવેરભાઈ પટેલ

માતા : લાડબા

પત્ની : ઝવેરબા પટેલ

સંતાનો : મણિબેન, ડાહ્યાભાઈ

શિક્ષણ : એન. કે. હાઈસ્કૂલ, પેટલાદ ઇન્નસ ઓફ કોર્ટ, લંડન

🦋સરદાર પટેલની વિવિધ ક્ષેત્રે કારકિર્દી🦋

🔸વર્ષ 1900 : જિલ્લા અધિકતાની પરીક્ષા પાસ કરી વકીલાત (ક્રિમિનલ લોયર)ની શરૂઆત ગોધરાથી કરી.

🔸વર્ષ 1902 : બોરસદમાં વકીલાત ચાલુ રાખી.

🔸વર્ષ 1910 : મિડલ ટેમ્પલ, ઈંગ્લેન્ડ ખાતે કાયદાનો અભ્યાસ કર્યો

🔸વર્ષ 1913 : વલ્લભભાઈ પટેલ મિડલ ટેમ્પલમાં બેરિસ્ટર બન્યા.

🔸વર્ષ 1913 : લંડનથી ભારત પાછા ફર્યા.

🔸વર્ષ 1915 : ગુજરાત સભાના મેમ્બર બન્યા.

🔹વર્ષ 1917: અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલર બન્યા. સેનિટરી ઍન્ડ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના ચેરમેન.

🔹વર્ષ 1917 : પ્રથમ વખત ગાંધીજીને મળ્યા.

🔹વર્ષ 1918 : ખેડામાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતા 'ના કર' આંદોલનના ભાગીદાર બન્યા.

🔹વર્ષ 1919 : ગુજરાત સભાનું ગુજરાત કોંગ્રેસ કમિટીમાં પરિવર્તન

🔹વર્ષ 1920 : અસહયોગનું આંદોલન.

🔹વર્ષ 1921 : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 36મા અમદાવાદ અધિવેશનમાં સ્વાગત સમિતિના અધ્યક્ષ બન્યા હતા.

🔹વર્ષ 1922 : બોરસદમાં બહારવટિયાઓના ત્રાસ સામે રક્ષણ માટે હડિયા વેરો લગાવાયો. તે અન્યાયી વેરા સામે આંદોલન.

🔹વર્ષ 1922 : નાગપુર ઝંડા સત્યાગ્રહનું સફળ નેતૃત્વ કર્યું.

🔹વર્ષ 1923: અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા અધ્યક્ષ બન્યા.

🔹વર્ષ 1928: બારડોલી સત્યાગ્રહ અભિયાનનું સફળ નેતૃત્વ કર્યું.

🔹વર્ષ 1929 : મહારાષ્ટ્ર રાજનૈતિક સંમેલનની અધ્યક્ષતા કરી.

🔹વર્ષ 1930 : મીઠાના સત્યાગ્રહમાં નેતૃત્વ બદલ ધરપકડ કરાઈ. સાબરમતી જેલ મોકલાયા (26 જૂન, 1930 છૂટયા).

🔹31 જુલાઈ, 1930 : ફરીથી ત્રણ મહિનાનો જેલવાસ થયો.

🔹વર્ષ 1931: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અધ્યક્ષતા (કરાચી ખાતે)

🔹જાન્યુઆરી, 1932થી જુલાઈ, 1934: સવિનય કાનૂનભંગ ચળવળ બદલ યરવડા જેલમાં જેલવાસ.

🔹વર્ષ 1935થી 1942: INCના સંસદીય બોર્ડના ચેરમેન.

🔹વર્ષ 1942 : ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા બદલ ધરપકડ થઈ.

🔹વર્ષ 1945 : યરવડા જેલમાં ખસેડાયા, જ્યાં ગાંધીજીએ તેમને સંસ્કૃત ભાષા શીખવી હતી.

🔹જૂન, 1945: સિમલા મંત્રણામાં ભાગ લેવા છૂટા કરાયા.

🔹2 સપ્ટેમ્બર, 1946: મધ્યસ્થ સરકારમાં ગૃહ, સૂચના અને પ્રસારણ મંત્રી બનાવાયા.

🔹4 એપ્રિલ, 1947 : વલ્લભ વિધાનગરમાં વિઠ્ઠલભાઈ મહાવિધાલયનું ઉદ્ઘાટન કર્યું.

🔹15 ઑગસ્ટ, 1947 : સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપ પ્રધાનમંત્રી તથા ગૃહ, સૂચના અને પ્રસારણ મંત્રાલય સંભાળ્યું.

🔹13 નવેમ્બર, 1947 : સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.

🔹27 નવેમ્બર, 1947 : અલાહાબાદ યુનિવર્સિટીએ 'ડૉક્ટર ઓફ લો'ની ડિગ્રી આપી.

🔹15 ફેબ્રુઆરી, 1948 : ભાવનગર સંઘની સ્થાપના કરી.

🔹7 એપ્રિલ, 1948 : રાજસ્થાન સંઘની સ્થાપના કરી.

🔹22 એપ્રિલ, 1948 : મધ્ય/ભારત સંઘની સ્થાપના કરી.

🔹13-16 સપ્ટેમ્બર, 1948: હૈદરાબાદમાં પોલીસ એક્શન લીધી.

💥 સ્ટેચ્યૂ ઓફ યુનિટી 💥

🔸સરદાર પટેલની સ્મૃતિમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા કોલોની નજીક સરદાર સરોવર ડેમ પાસે સાધુબેટ પર બનાવવામાં આવી છે. આ પ્રતિમાને 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' નામ આપવામાં આવ્યું છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ઊંચાઈ 182 મીટર (597 ફૂટ) છે, જે ગુજરાતની વિધાનસભા બેઠકોને પ્રદર્શિત કરે છે.

🔸સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પાયા સાથેની ઊંચાઈ 240મીટર એટલે કે અંદાજિત (970 ફૂટ) છે

🔸મૂર્તિના ડિઝાઇનર શિલ્પકાર રામ. વી. સુથાર છે.

🔹સરદાર સરોવર ડેમ🔹

🔸1,210 મીટર લાંબો કોંક્રિટથી બનેલો ડેમ

🔸ઊંચાઈ : 138.68 મીટર

🔸કોંક્રિટના ઉપયોગના દૃષ્ટિએ વિશ્વનો બીજો વિશાળ ડેમ

🔸કેચમેન્ટ એરિયા : 88,000 ચોરસ કિમી.

🔸સ્પિલવે ડિસ્યાર્જિંગ કેપેસિટી: 87,000 ક્યુમેક્સ

🧿સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં થયેલા સત્યાગ્રહો🧿

🔰 ખેડા સત્યાગ્રહ (1918) :-ખેડા સત્યાગ્રહ સરદાર પટેલનો પ્રથમ સત્યાગ્રહ હતો.

🔹નાગપુર ઝંડા સત્યાગ્રહ (1923)

🔹બોરસદ સત્યાગ્રહ (1923)

🔹બારડોલી સત્યાગ્રહ (1928)

❇️સરદાર પટેલની વિશેષ બાબતો❇️

🔰 તેઓ અલ્પસંખ્યક, આદિજાતિ, મૂળવાન અધિકારો તેમજ પ્રાદેશિક બંધારણની સમિતિના પ્રમુખ હતા.

🔰 વર્ષ 1980માં ગુજરાતના અમદાવાદના મોતીમહેલ ખાતે 'શ્રી સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક'ની સ્થાપના કરવામાં આવી હતી.

🔰 ઈ.સ. 1991માં મરણોપરાંત તેમને ભારતરત્ન આપી સન્માનિત કરવામાં આવ્યા.

🔰 તેઓ 'ભારતના બિસ્માર્ક' તરીકે ઓળખાય છે.

🔰 સરોજિની નાયડુ સરદાર પટેલને 'લોખંડની દાબડીમાં સોનાનું ઘરેણું' કહીને નવાજ્યા હતા.

🔰 દર વર્ષે 31મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

📚 GENERAL KNOWLEDGE 📚

31 Oct, 09:15


🙏🏻🙏🏻 હેપ્પી દિપાવલી 🙏🏻🙏🏻

દિવાળી ના શુભઃ અવસર પર આપને અને આપનાં પરિવાર જનોને સુખ , શાંતિ , સમૃધ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી પ્રાપ્ત થાય એવી હાર્દીક શુભેચ્છા સહઃ શુભકામનાઓ.
💐🙏💐🙏💐🙏💐🙏

🙏Jay shree Ram 🙏

📚 GENERAL KNOWLEDGE 📚

28 Oct, 16:32


જાણતા અને અજાણતા વર્ષ દરમિયાન થયેલ ભૂલોને માફ કરી આગળ નવા વર્ષની તેમજ ત્યોહારની શરૂઆત કરીએ

📚 GENERAL KNOWLEDGE 📚

27 Oct, 06:34


🎋 આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ

૨૩ જૂન

🎋 સયુંકત રાષ્ટ્ર લોક સેવા દિવસ

૨૩ જૂન

🎋 દહેજ વિરોધી અધિનિયમ

1961

🎋 બેન્કિંગ સેવા આયોગ વિધેયક

1978

🎋 આતંકવાદ વિરોધી વિધેયક

2002

📚 GENERAL KNOWLEDGE 📚

26 Oct, 06:55


📚 શ્વાસનળી

🔺 લંબાઈ 23 સે.મી. થી 25 સે.મી. સુધીની છે.

🔺 ફેફસા: ડાબું ફેફસું (કદમાં નાનું) રંગ લાલ

: જમણું ફેફસું (કદમાં મોટું)

🔺 ફેફસાનું સંકોચન અને વિસ્તરણ થવાને લીધે શ્વાસોશ્વાસ શક્ય બને છે.

🔺 એક મીનીટમાં 16 થી 20 વખત શ્વાસોશ્વાસ શક્ય બને છે.

📚 GENERAL KNOWLEDGE 📚

24 Oct, 14:10


📝 IPC ની કલમ 📝


વ્યથા 👉 કલમ ૩૧૯

મહાવ્યથા 👉 કલમ ૩૨૦

સ્વેચ્છા પૂર્વક વ્યથા 👉 કલમ ૩૨૧

સ્વેચ્છા પૂર્વક મહાવ્યથા 👉 કલમ ૩૨૨

સ્વેચ્છા પૂર્વક વ્યથા ની શિક્ષા 👉 કલમ ૩૨૩

સ્વેચ્છા પૂર્વક મહાવ્યથા ની શિક્ષા 👉 કલમ ૩૨૫

📚 GENERAL KNOWLEDGE 📚

22 Oct, 07:33


2 લાખ+રૂફટોપ સોલર સિસ્ટમ સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને..

'પી એમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના' માં સમગ્ર દેશમાં 50% યોગદાન...

📚 GENERAL KNOWLEDGE 📚

21 Oct, 14:23


*મહાનુભાવોની સમાધી સ્થળના નામ*


(1) ચૌધરી ચરણસિંહ : કિશાન ઘાટ,                      

(2) લાલબહાદુર શાસ્ત્રી : વિજય ઘાટ,                 

(3) બાબુ જગજીવનરામ : સમતા ઘાટ,
                 
(4) જ્ઞાની ઝૈલસિંહ : એકતા સ્થળ,               

(5) ઇંદિરા ગાંધી : શકિત સ્થળ,                                  

(6) રાજીવ ગાંધી : વીર ભૂમિ,                                     

(7) ચીમનભાઇ પટેલ : નર્મદા ઘાટ,                

(8) મોરારજીભાઈ દેસાઈ : અભય ઘાટ,                   

(9) મહાત્મા ગાંધી : રાજ ઘાટ,                                  

(10) બી. આર. આંબેડકર : ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,                                 

(11) ગુલઝારીલાલ નંદા : નારાયણ ઘાટ,        

(12) જવાહરલાલ નહેરુ : શાંતિવન,                  


(13) સંજય ગાંધી : શાંતિવન,                        

(14) શંકરદયાલ શર્મા : કર્મ ભૂમિ,                  

(15) ડૉ. રાજેન્દ્ર : મહાપ્રયાણ ઘટ,       

(16) મહાદેવભાઈ દેસાઇ : ઓમ સમાધી.