આ પુરસ્કાર પાછળ અમારો હેતુ એવો છે કે સ્થાનિક સ્તરે ઉચ્ચ કક્ષાની કામગીરી નિભાવનાર અને પોતાના વિસ્તારની ઓળખસમા વ્યક્તિ, સંસ્થા, સમુદાયનું ગરીમામયી સન્માન થાય. અમને આશા છે કે અમારો આ નાનકડો પ્રયાસ કાર્યરત વ્યક્તિ, સંસ્થા, સમુદાયનો જુસ્સો વધારવામાં અને જનસમુદાય સુધી આ ઓળખને પહોચાડવામાં ઉપયોગી સાબિત થશે.
સેવાકીય ક્ષેત્ર –
૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ
૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ
૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે)
૪) લેખન અને પ્રકાશન
૫) હેરીટેજ પ્રવાસન.