શબ્દ ઉત્સવ @gujaratikavita Channel on Telegram

શબ્દ ઉત્સવ

@gujaratikavita


ગુજરાતી કવિતાઓ, સુવિચારો, અવતરણો, ચિંતનાત્મક વિચારો વગેરેની ગુજરાતી સાહિત્યની ટેલિગ્રામ ચેનલ એટલે t.me/gujaratikavita

અમારા ગુજરાતી કવિતા ગ્રૂપમાં જરૂર જોડાઓ t.me/gujaratikavitagroup

For Paid Promotion in this both channel please DM me...

શબ્દ ઉત્સવ (Gujarati)

શબ્દ ઉત્સવ નો પૂરોવાર તે છે ગુજરાતી કવિતાઓ, સુવિચારો, અવતરણો, ચિંતનાત્મક વિચારો અને બીજા ગુજરાતી સાહિત્યની અને પ્રસારણો રૂપે વિવિધ રૂપે મોકલવામાં આવે છે. આ ટેલિગ્રામ ચેનલ t.me/gujaratikavita પર મળતું હોવાથી તમે આ સોનેપ્રમાણો મેળવી શકો છો. આ ચેનલ પર અમારા ગુજરાતી કવિતા ગ્રૂપ t.me/gujaratikavitagroup માં પણ જોડાઈ શકાય છે. જો તમે આ બે સ્થળો પર વહેચવું માંગો છો તો, કૃપા કરીને મને ડાયરેક્ટ મેસેજ કરો. આ ચેનલ વિશે વધુ માહિતી અને મોકલોનો તમારો રૂચિકર નથી, અંતે તમે તમારા નાના વયને મનરે વિસ્તારિત કરવા માટે તૈયાર થાય છો. ચેનલ તમારી પસંદગી છે, અંતે તમારે તેનો આનંદ લઈ રહ્યો હોય તે પરિપૂર્ણ રીતે ભૂલવાનું ન જોઈએ.

શબ્દ ઉત્સવ

16 Feb, 06:14


ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..
પ્રેમલક્ષણા ભક્તિમાં લીન અને ગરબી કાવ્યો ના રચયિતા કવિ શ્રી દયારામ ના જીવન અને કવન પર આધારિત મારો આર્ટીકલ આજના ગુજરાત મેઈલ ન્યુઝ પેપરમાં પ્રકાશિત થયો છે.
- નીતિન ભટ્ટ

શબ્દ ઉત્સવ

19 Jan, 06:33


આવ્યો છે મારે દ્વારે, બની દેવનો દીધેલ
આંખે મઢી કેટલાંય સ્વપ્ન, દેવના દીધેલ

હસતા મુખડે, ચમકતી આંખે,
આવકારીએ અમે, હરખભેર
ખુશી ખુશી કહી કુળદીપક,
પંપાળીએ સહુ એને, ગર્વભેર
નવ-નવ માહના મૌની એકલવાસ તણા,
કરાવીએ છીએ કિલકિલાટી પારણા
પોંખતાં વ્હાલપભર્યા ઉજાસ,
લેતાં માસૂમના મીઠા ઓવારણા

આવ્યો છે મારે દ્વારે, બની દેવનો દીધેલ
આંખે મઢી કેટલાંય સ્વપ્ન, દેવના દીધેલ

કુખ થી ખોળાની સફર,
મનમૌજી તરવરાટે, પાર કરશે
પા-પા પગલી પાડશે,
બોલી કાલી-ઘેલી, મીઠડી શીખશે
માનવ સહજ રીત-રસમ શીખતાં,
પરિપૂર્ણ માણસ, અમને બનાવશે
ચમકાવતા નવા નવેલા સોણલા

આવ્યો છે મારે દ્વારે, બની દેવનો દીધેલ
આંખે મઢી કેટલાંય સ્વપ્ન, દેવના દીધેલ

ચક્રવ્યૂહ સાંપ્રત સમાજ તણા,
સમયાવર્તી સુઝ-બુઝ થકી ભેદશે
લાલ મારો, લક્ષ્યાંક અનોખા આંકશે,
કીર્તિમાન ઉંચેરા, હસ્તગત કરશે
અમ ગૃહસ્થી એ લીલેરી કૂંપળ ફૂટશે
"નાનકડા"ના જોમ - જોશ અને જુસ્સો
'નાનકા' જરીક તો, અમને પણ બનાવશે
સજાવતા અવનવા, ખુશાલીના ઝૂલણા

આવ્યો છે મારે દ્વારે, બની દેવનો દીધેલ
આંખે મઢી કેટલાંય સ્વપ્ન, દેવના દીધેલ


⚘️ 💕 નિમિષ 💕 ⚘️. ૧૭.૦૧.૨૦૨૫

શબ્દ ઉત્સવ

14 Jan, 05:05


પતંગ, ફિરકી, જામફળ, શેરડી ને બોર,
લપેટ, કાય્પો છે,નો કર્યો બહુજ શોર!

પોતાનો પતંગ ને રાખવા બધાથી ઊંચો,
સંબધો મા પાડી દીધી બહુ બધી ગુંચો!

ઝડપથી પામવાને ખોટી  નામનાં ને કીર્તિ
લુંટા લુંટ કરી ને ભરી કૈ કેટલી ય ફિરકી!

બહુ કરી ખેંચા ખેંચ, હવે તો ઢીલ છોડો,
બહુ ભટક્યા કર્યુ, હવે તો અહં ને છોડો

અહંને કારણે ઉભી થઈ બધી રામાયણ,
હરામી એ પતંગ કપાય આ ઉતરાયણ.
- નીતિન ભટ્ટ

શબ્દ ઉત્સવ

12 Jan, 06:42


3700 ભજનોના રચયિતા, જનકલ્યાણ મેગેઝિન ના સ્થાપક અને દરિદ્ર નારાયણ ની સેવાના ભેખધારી આદરણીય સંત 'પુનિત' મહારાજના જીવન અને યોગદાનની માહિતી પર આધારિત મારો આર્ટીકલ આજના ગુજરાત મેઈલ ન્યુઝ પેપરમાં પ્રકાશિત થયો છે.

શબ્દ ઉત્સવ

01 Jan, 06:09


થઈ રહી છે ઈસુના નવા સંવતની શરુઆત,
લઈએ નિયમ, કરવા નવા જીવનની શરૂઆત!

યાદ કંઈ કેટલાંય પ્રસંગો આત્મશ્લાઘાના આવે,
કરવી છે હવે કંઇ નવા કવનની શરૂઆત!

ઉંધા ચત્તા પાઠ કંઈ કેટલાંય ભણ્યા ને ભણાવ્યા,
કરવી છે પાઠ કંઈ નવા શીખવાની શરુઆત!

પૂજાપાઠ, ભજન, કિર્તનના છોડી આડંબર,
શ્રદ્ધાયુક્ત થઈ કરવી છે નવા સ્તવન ની શરૂઆત!

ઉમર તો વધે, ધડપણ આવી ગયું, કે આવશે,
હરામી દિલથી રોજ કરવી છે,નવા યૌવનની શરૂઆત!

- નીતિન ભટ્ટ

શબ્દ ઉત્સવ

15 Dec, 06:30


હમ ના રહેંગે, તુમ ના રહોગે
ફીર ભી રહેગી નીશાનીયાં...
રાજકપૂરની 100 મી જન્મજયંતિ ના ઉપલક્ષ્યમાં એમને શ્રધ્ધાંજલિ આપતો મારો આર્ટીકલ આજના ગુજરાત મેઈલ ન્યુઝ પેપરમાં

શબ્દ ઉત્સવ

25 Nov, 08:56


હનુમાન ચાલીસાના ગુજરાતી અનુવાદ નો દ્વિતીય ભાગ

શબ્દ ઉત્સવ

17 Nov, 10:48


https://x.com/utsav_shabd/status/1858099392135192824?s=46

શબ્દ ઉત્સવ

16 Nov, 10:24


https://amzn.in/d/j3UeMvN

શબ્દ ઉત્સવ

16 Nov, 10:23


શબ્દ ઉત્સવનાં સભ્ય એવા જય ગોહીલ દ્વારા લિખિત ગુજરાતી નવલકથા “કવિથની કાવ્યા” એમઝોન પર અવેલેબલ થઈ ગઈ છે. સૌ પુસ્તક પ્રેમી મિત્રોને વિનંતી કે આ પુસ્તક અચુક વાંચે

શબ્દ ઉત્સવ

09 Nov, 14:26


કવિથની કથા અને મનપાંચમના મેળામાં...
આ કાર્યક્રમ અંતર્ગત શબ્દ ઉત્સવ ટીમ ના યુવા કવિ અને લેખક જય ગોહિલની નવલકથા "કવિથની કાવ્યા" નું વિમોચન અને કવિ સંમેલન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં શબ્દ ઉત્સવ ટીમ ના કવિઓ અને આમંત્રિત કવિઓ એ કાવ્યપાઠ કર્યો હતો.
આ કાર્યક્રમનો પ્રથમ ભાગ શબ્દ ઉત્સવ ની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે.
આપ સહુ સાહિત્ય રસિકો ને આ કાર્યક્રમ માણવા નિમંત્રણ છે.
ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.

શબ્દ ઉત્સવ

09 Nov, 14:21


https://youtu.be/8IsX59XSAw8?si=8qME6Ljdf9cfbX7B

શબ્દ ઉત્સવ

07 Nov, 12:47


જીવતાને મુંગામંતર કરાતા,
             પૂતળામાંય જીવ પૂરાતા જોયાં છે
સફળતા, પ્રસિધ્ધિ, વૈભવના,
             ખેલ એવાં કૈંક અવનવા જોયાં છે

⚘️ "નિમિષ"⚘️

શબ્દ ઉત્સવ

01 Nov, 08:36


જનાર ને જવું નથી
શોધે એ, એનું કરમ
કે પછી,
આવનાર ને આવવું નથી
જાણે ના, એ એનું લખ્ખણ

આજ તિથિને છે નડતર
કે રાત-દિન બન્ને છે પડતર
કેવુંક છે, આ બખડજંતર

પ્રસવકાલીન આ કળતર
એનું નથી હવે, કૈં અચરજ
કે એમાંય મળ્યું કોઈને વળતર
ને એમાંય થ્યું કો'ક, તરબતર

સખળ-દખળ છે, આ જીવતર
ઉલટ-સુલટ છે એના ક્રિયાકરમ
ચોઘડિયાના એવાં જ ભેદભરમ

⚘️ *"નિમિષ"*⚘️

શબ્દ ઉત્સવ

27 Oct, 04:47


" કવિથની કથા અને મનપાંચમનો મેળો"
શબ્દ ઉત્સવ દ્વારા આયોજિત Jay Gohil ની નવલકથાના કવરપેજ નું લોન્ચિંગ અને કવિ સંમેલન.

આપ સહુને હાર્દિક નિમંત્રણ છે.

શબ્દ ઉત્સવ

23 Oct, 08:47


📢 ખુશ ખબર 📢

🥳કવિથની કથા અને મનપાંચમનો મેળો🥳

આપણા ગ્રુપની એડમીન ટીમ ના સભ્ય અનેસહુના વ્હાલા જયભાઈની નવલકથાનું લોન્ચિંગ અને આપણા ગ્રુપની એડમીન ટીમ ના તમામ સભ્યોનું કવિ સંમેલન
તારીખ : 28-10-2024
સમય: સાંજે 7.00 વાગ્યે
સ્થળ : રીધમ-2 મીનીટોરીયમ

આપ સહુને સસ્નેહ નિમંત્રણ છે.

આવો છો ને?

શબ્દ ઉત્સવ

21 Oct, 04:41


*Hello everyone. Since we all use Wikipedia to gain information.*

DHARMAWIKI
A group of academicians at IIT Bombay have started Dharma wiki to counter the bias against Hindus in Wikipedia including versions like Sanskrit Wikipedia etc. The Wikipedia corruption is so far-reaching that its an eco system of left leaning authors who have an agenda that's subtly driven by the West and missionaries.

*The Dharma wiki is created to counter the silent Break-India forces and can be used by adults, students and children to get undistorted unbiased information about Bharatam and our Samskriti.*

*https://dharmawiki.org/index.php/Main_Page*

*Pls share this in other groups so it gains traction.*

*An Excellent Compilation to Learn about Sanatan Dharma & it's Roots.*

શબ્દ ઉત્સવ

19 Oct, 10:45


મારા કવનનુ આટલુ ઊંડુ મનન ના કર,
કૈ યાદ થઈ જશે તો ભુલાવી નહિ શકે.
- મરીઝ
આદરણીય મરીઝ સાહેબ ને પુણ્યતિથી એ સાદર નમન🙏

શબ્દ ઉત્સવ

19 Oct, 10:44


mariz

શબ્દ ઉત્સવ

17 Oct, 06:11


જાણું છું રોજ વધ-ધટ થતી રહે છે
તોય ખેવના, શરદપૂર્ણિમાની રહે છે
રંગરુપ તો બદલાય, એની શી નવાઈ
તોય, તારી ઝલક માટે તરસ રહે છે!!!

🥳💖🪷💖🥳

આજ ભલે છલકાય,
આજ ભલે કહેવાય આછકલાઈ

આજ તો પરિતૃપ્ત થઈશું, હું અને તું
નિરખી ઝલક, માણી હલક, ધરાઈ ધરાઈ

*શરદપૂર્ણિમા ના મઘમીઠા વધામણા!!!*

⚘️ *"નિમિષ"*⚘️

શબ્દ ઉત્સવ

06 Oct, 05:55


ગરબો એટલે શું? એનો ઈતિહાસ શું છે? આપણાં લોકજીવનમાં એ કઈ રીતે સામેલ થઈ ગયો?
આ પ્રશ્નનો જવાબ જાણવા વાંચો
આજના ગુજરાત મેઈલ ન્યુઝ પેપરમાં મારો આર્ટીકલ....
- નીતિન ભટ્ટ

શબ્દ ઉત્સવ

03 Oct, 06:49


आपत्सु मग्नः स्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवेशि ।
नैतच्छठत्वं मम भावयेथाः क्षुधातृषार्ता जननीं स्मरन्ति ॥

अर्थ: जब भी मैं समस्याओं में डूबता हूँ, मैं तुम्हारी स्मरण करता हूँ। यह मेरी सच्ची भावना है, कोई झूठ नहीं।
क्योंकि, अगर कोई लड़का भूखा और प्यासा हो, तो वह अपनी माता का ही स्मरण करता है।

શબ્દ ઉત્સવ

29 Sep, 05:57


🇮🇳 ભારતની પ્રથમ મહિલા જાસુસ : નીરા આર્ય 🇮🇳
નેતાજી સુભાષચંદ્ર બોઝની હત્યા કરવાનો પ્રયાસ કરનાર પોતાના
પતિની હત્યા કરીને કાળાપાણીની સજા ભોગવનાર, આઝાદ હિંદ ફોજ માટે જાસૂસી કરનાર વિરાંગના નીરા આર્ય ના જીવન અને પરાક્રમ પર આધારિત મારો આર્ટીકલ Gujarat Mail ન્યુઝ પેપરમાં

શબ્દ ઉત્સવ

22 Sep, 06:34


આજના ગુજરાત મેઈલ ન્યુઝ પેપરમાં મારો આર્ટીકલ

શબ્દ ઉત્સવ

17 Sep, 05:36


"પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને
કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે. "
- નરેન્દ્ર મોદી
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ💐

શબ્દ ઉત્સવ

10 Sep, 14:11


1989થી કાર્યરત 125થી વધારે દેશમાં વસતા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજ ની આ ઓફિસિઅલ યુ-ટ્યૂબ ચેનલ ની લિંક છે.

આપ સહુને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું.
જય ગુજરાત... જય ભારત...

નીતિન ભટ્ટ
કલા, સાહિત્ય અને સંસ્કૃતિ સમિતિ,
અમદાવાદ શહેર
વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ.

શબ્દ ઉત્સવ

10 Sep, 13:30


https://youtube.com/@vishwagujaratisamaj?si=ps17Weo_dYqRp5VL

શબ્દ ઉત્સવ

01 Sep, 06:07


આ એક અનુસ્વારનું કાવ્ય છે, વાંચો ને અમલ કરો...

અનુસ્વાર વિશે કવિ સુંદરમે લખેલ આ કાવ્ય આપણને સૌને ઉપયોગી થશે....

સુંદરમ રચિત ‘અનુસ્વાર અષ્ટક’ની સમજૂતી – શ્રી જુગલકિશોર વ્યાસ

હું બિંદુ સુંદર માત શારદને લલાટે ચંદ્ર શું,
મુજને સદા યોજો સમજથી, ચિત્ત બનશે ઈંદ્ર શું.
મુજ સ્થાન ક્યાં, મુજ શી ગતિ, જાણી લિયો રસ પ્રેમથી,
તો સજ્જ બનશો જ્ઞાનથી, સૌંદર્યથી ને ક્ષેમથી. ૧.

તો પ્રથમ જાણો હું અને તુંમાં સદા મુજ વાસ છે,
આ જ્ઞાન વિણ હુ-હુ અને તુ-તુ તણો ઉપહાસ છે.

(હું, તું , શું , નું, કયું, રહ્યું, ગયું, થયું, પળ્યું, ટળ્યું વગેરેમાં અનુસ્વાર આવે જ. ઉકારાંત એકવચનનાં આ બધાં ક્રિયાપદોમાં અનુસ્વાર આવે જ.)

હું કરુ-વાંચુ-લખુ જો જો એમ લખશો લેશ તો,
મા શારદાનાં રમ્ય વદને લાગતી શી મેશ જો. ૨.

(લખુ કે કરુ એમ મીંડા વિનાનું લખવું તે ભૂલ ભરેલું છે. )

નરમાં કદી નહિ, નારીમાં ના એકવચને હું રહું,
હું કિંતુ નારી-બહુવચનમાં માનવંતુ પદ ગ્રહું.

(નરજાતિમાં ક્યારેય અનુસ્વાર ન આવે ! નારીજાતિમાં એકવચનમાં તે ન આવે પરંતુ નારીજાતિનાં બહુવચનમાં તો અનુસ્વાર અચૂક આવે, આવે ને આવે !!) દા. ત. –

‘બા ગયાં’, ‘આવ્યાં બેન મોટાં’ એમ જો ન તમે લખો,
‘બા ગયા’, ’આવ્યા બેન મોટા’ શો પછી બનશે ડખો !. ૩.

ને નાન્યતરમાં તો ઘણી સેવકતણી છે હાજરી,
લો, મુજ વિનાના શબ્દની યાદી કરી જોજો જરી.

(નાન્યતર જાતિમાં બહુવચને અનુસ્વાર વિના ન જ ચાલે !! નાન્યતર નામનાં વિશેષણમાં પણ છેલ્લે 'ઉ'કારાન્ત હોય એટલે એકવચનમાં પણ અનુસ્વાર આવશે. વિશેષણના બહુવચનમાં તો એ આવે જ આવે. દા.ત. પેલું ફૂલ, ધોળું ફૂલ, નાનું ફૂલ, કેવું-વહાલું ફૂલ વગેરેના બહુવચનોમાં: પેલાં-ધોળાં-નાનાં-કેવાં-વહાલાં ફૂલો ! )

સૌ મુજ વિશેષણ એકને બહુવચનમાં રાખો મને,
યાચું કૃપા આ ખાસ, મારો ભરખ ત્યાં ઝાઝો બને. ૪.

‘શું ફૂલ પેલું શોભતું’ ! જો આવું પ્રેમે ઉચ્ચરો,
‘શાં ફૂલ પેલાં શોભતાં’ ! બહુવચનમાં વાણી કરો.
મોજું નિહાળો એક નીરે, ત્યાં પછી મોજાં બને,
બમણાં અને તમણાં પછી અણગણ્યાં કોણ કહો ગણે ? ૫.

(મોજું નાન્યતરજાતિ એકવચનમાં અનુસ્વાર આવે ને એના બહુવચનમાં પણ આવે : જેમ કે, મોજાં, બમણાં, તમણાં-ત્રણઘણાં વગેરે.)

ને બંધુ, પીતાં ‘નીર ઠંડું’ ના મને પણ પી જતા,
ને ’ઝાડ ઊંચાં’ પણ ચડો તો ના મને ગબડાવતા.

(નીર=પાણી નાન્યતર એટલે તથા ઝાડ પણ નાન્યતર એટલે અનુસ્વાર આવે. એના બહુવચને પણ સમજી લેવાનું જ. નાન્યતર જાતિનાં વિશેષણોમાં ઊંચાં ઝાડ / ઠંડાં પીણાં વ.)

બકરા અને બકરાં, ગધેડા ને ગધેડાં એક ના,
ગાડાં અને ગાંડા મહીં જે ભેદ, ભૂલો છેક ના.૬.

(બકરા,ગધેડા અને ગાંડા( પુરુષો જ ફક્ત !) હોય તો એને ટપકાં ન લાગે કારણ કે ચાંદલો પુરુષોને ન હોય ! પણ ગાડું નાન્યતર એટલે એના બહુવચન ગાડાંને અનુસ્વાર લાગે !! આ બધા ગાંડા (પુરુષો) ને ગાડાં (વાહન)નો આટલો ફેર !)

ને જ્યાં ન મારો ખપ,મને ત્યાં લઈ જતા ન કૃપા કરી,
નરજાતિ સંગે મૂકતાં, પગ મૂકજો નિત્યે ડરી.

(નરજાતિવાળા બહુવચનમાં હોય તોય અનુસ્વાર-ચાંદલા વિનાના જ હોય. પણ જો એમાં સ્ત્રીઓ પણ સાથે હોય તો પુરુષો અને સ્ત્રીઓ બધાં જતાં હતાં એટલે સ્ત્રીઓ (નારીજાતિ) સાથે હોય તેથી ચાંદલો લાગી જાય !! )

કો મલ્લને એવું કહ્યું જો, ‘ક્યાં ગયાં’તાં આપજી?’
જોજો મળેના તરત મુક્કાનો મહા સરપાવજી.૭.

(નરને માથે ચાંદલો કરવાની ભૂલ કોઈ પહેલવાનને, ક્યાં ગયાં હતાં ? એમ પૂછી જોજો ! મુક્કો મળી જશે !)

તો મિત્ર મારી નમ્ર અરજી આટલી મનમાં ધરો,
લખતાં અને વદતાં મને ના સ્વપ્નમાંયે વિસ્મરો.

હું રમ્ય ગુંજન ગુંજતું નિત જ્ઞાનના પુષ્પે ઠરું,
અજ્ઞાનમાં પણ ડંખું-કિંતુ એ કથા નહિ હું કરું.૮.

[ દોહરો ]
અનુસ્વારનું આ લખ્યું સુંદર અષ્ટક આમ,
પ્રેમ થકી પાકું ભણો, પામો સિદ્ધિ તમામ.
છાપે છાપે છાપજો, પુસ્તક પુસ્તક માંહ્ય,
કંઠ કંઠ કરજો, થશે શારદ માત સહાય.
પાકો આનો પાઠ જો કરવાને મન થાય,
સૂચન એક સમર્પું તો, કમર કસીલો, ભાઈ !
નકલ કરો અષ્ટક તણી એકચિત્ત થઈ ખાસ,
અનુસ્વાર એંશી લખ્યાં, પૂરાં તો બસ પાસ.

👆🏻સાચવી રાખવા જેવું

શબ્દ ઉત્સવ

01 Sep, 05:03


"શ્રાવણ માસમાં શિવ આરાધના નું વિશેષ મહત્વ કેમ છે?"
"શિવ મંદિરમાં સ્થાપિત નંદી મહારાજ ની કથા શું છે?"
આ પ્રશ્નનો ઉત્તર આપતો મારો આર્ટીકલ આજના ગુજરાત મેઈલ ન્યુઝ પેપરમાં પ્રકાશિત થયો છે.

શબ્દ ઉત્સવ

26 Aug, 04:35


મળશે ક્યાં કોઈ એક નિષ્કામ "સુદામો" આજે
મળશે ક્યો એક 'ગાંડિવધારી' મેદાન માં આજે
મુઠ્ઠીભર તાંદુલ અને ચપટીક ભાજીએ રીઝેલો
માધવ છે, આજે આપણા જ અજ્ઞાને રિસાયો

*કૃષ્ણ જન્મોત્સવના ઓવારણા...*

⚘️ *"નિમિષ"*⚘️

શબ્દ ઉત્સવ

24 Aug, 13:26


#માતૃભાષા એટલે..
મા ના વાત્સલ્યમયી ખોળાનું વિસ્તરણ
વ્હાલભર્યો હૂંફાળો, ગમતીલો સથવારો

#વટથીગુજરાતી

⚘️"નિમિષ"⚘️

શબ્દ ઉત્સવ

24 Aug, 13:25


માતૃભાષા એટલે....

મનનાં ઉર્મિલ સ્પંદનોને ઝીલતું
પોતીકું, ગળચટું, નિર્બંધ ફલક!


⚘️"નિમિષ"⚘️

શબ્દ ઉત્સવ

24 Aug, 13:23


Photo from Nimish

શબ્દ ઉત્સવ

24 Aug, 05:47


"સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી. "

આજે કવિ નર્મદ નો જન્મ દિવસ જેને આપણે સહુ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવીએ છે.
સમગ્ર વિશ્વમાં વસતા તમામ ગુજરાતી ઓ ને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભેચ્છાઓ.

શબ્દ ઉત્સવ

18 Aug, 07:11


આપણા રાષ્ટ્ર ધ્વજે એના હાલના સ્વરૂપ મા આવતા પહેલાં બહુ લાંબી સફર કરી છે.

રાષ્ટ્ર ધ્વજના રોચક ઈતિહાસનું વર્ણન કરતો મારો આર્ટીકલ આજના ગુજરાત મેઈલ સમાચાર પત્રમાં પ્રકાશિત થયો છે.

3,229

subscribers

505

photos

10

videos