ગુજરાતી શાયરી ની ડાયરી @gsd007 Channel on Telegram

ગુજરાતી શાયરી ની ડાયરી

@gsd007


Kem chho???

ગુજરાતી શાયરી ની ડાયરી (Gujarati)

ગુજરાતી શાયરી ની ડાયરી એક ટેલીગ્રામ ચેનલ છે જે ગુજરાતી ભાષાના શાયરી પ્રેમીઓ માટે માધ્યમ છે. આ ચેનલમાં શાયરી, કવિતા અને લેટર્સ શેર કરવામાં આવે છે. તમારી દિલની ભાવનાઓ અને ભાવોને મુક્ત કરવા માટે, શાયરી ની ડાયરી તમારું સાથી બનવા માટે પરિપૂર્ણ સ્થળ છે. તે સ્થળ છે જ્યાં તમે આપની વિચારો, ભાવનાઓ અને અનુભૂતીઓ ને માત્ર શબ્દોમાં વ્યક્ત કરી શકો છો. જો તમે ગુજરાતી ભાષાનું પ્રેમી છો અને શાયરી માં રુચિ રાખો છો, તો આ ચેનલ તમારે વિશેષરીત રીતે આકર્ષિત કરશે. જય ગુજરાત!

ગુજરાતી શાયરી ની ડાયરી

08 Jan, 04:32


એક ક્ષણ તને ભેટી જવા કેટલા કાવતરાં કરું છું હું,

તને નથી ખબર..! તારા હોવાનો મને હરખ કેટલો છે !

ગુજરાતી શાયરી ની ડાયરી

08 Jan, 04:31


માણસો માણસોને કેરી ની જેમ વાપરતા થઈ ગયા..

તમારા માં રસ હોય ત્યાં સુઘી ઘોળઘોળ કરે,

ને જેવો રસ પત્યો...ને કરે ઘા....

ગુજરાતી શાયરી ની ડાયરી

07 Jan, 04:24


જીવન એવું જીવવું કે માણસો
આડા દિવસે પણ બેસવા આવે,
એવું ના જીવવું કે માણસ ખાલી
બેસણામાં બેસવા આવે !!

ગુજરાતી શાયરી ની ડાયરી

07 Jan, 04:22


લાગણીનો ટેકો મળી જાય,
પછી લાકડીના ટેકાની જરૂર નથી રહેતી !!

ગુજરાતી શાયરી ની ડાયરી

04 Jan, 07:15


લોકો પાસે ભવિષ્યના સારા આયોજન કરતા, ભૂતકાળનું વિવાદિત નોલેજ વધારે હોય છે.

ગુજરાતી શાયરી ની ડાયરી

04 Jan, 07:14


બે દુ:ખી માણસો એકબીજાના મિત્ર બની શકે છે.
પણ એ જ બંને સુખી થાય ત્યારે દુશ્મનાવટ ચાલુ થઇ જાય છે. 
આ છે સુખ ભયંકર છે એ વાતની સાબિતી

ગુજરાતી શાયરી ની ડાયરી

01 Jan, 06:21


ત્રીજા માણસનની શું ભૂલ કહું જયલાં,

જ્યારે અમારો જ મોર બીજાની મેડીએ બેસવાનો શોખીન હોય,

ગુજરાતી શાયરી ની ડાયરી

30 Dec, 03:42


આવરો જાવરો વધી ગયો છે તારો મંદિરે મંદિરે જયલા,

લાગે છે એના લગન નજીક માં જ છે,

ગુજરાતી શાયરી ની ડાયરી

29 Dec, 01:48


એક બાજી જીતવા માટે હું ઘણી બાજી હારી ગયો ,
ના મળે કિસ્મત વિના એ વાત હું માની ગયો...!!

ગુજરાતી શાયરી ની ડાયરી

27 Dec, 04:13


એક પત્નીની બસ એટલી જ ઈચ્છા હોય છે કે એ

પાતળી પણ રહે અને પોતાના પતિ ઉપર ભારે પણ રહે

ગુજરાતી શાયરી ની ડાયરી

26 Dec, 12:22


આપણે ગુજરાતીઓ લોકોને સલાહ આપીને પછી એમ જરૂર કેવી "આગળ તારી મરજી ભાઈ "
કેમ કે કાલ કોઈ સલાહ ખોટી નીકળે તો વાક નો આવે આપણા ઉપર,

ગુજરાતી શાયરી ની ડાયરી

25 Dec, 13:21


માણસ જ્યારથી ત્રાજવાને બદલે ઇલેક્ટ્રીક કાંટો વાપરતો થયો,

ત્યારથી જ કદાચ નમતું જોખવાનું ભૂલી ગયો છે..!!

ગુજરાતી શાયરી ની ડાયરી

24 Dec, 09:44


જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બે ટાઈપના લોકો જોવા મળશે,
એક લગ્નના ફેરા ફરવા વાળા,
અને બીજા ગ્રાઉન્ડના ફેરા ફરવા વાળા,

ગુજરાતી શાયરી ની ડાયરી

24 Dec, 03:22


આવનારી પેઢીને માં ના પાલવની હુંફ સાલસે
જીન્સ પહેરનારી માં પાલવ ક્યાંથી લાવશે?

ગુજરાતી શાયરી ની ડાયરી

20 Dec, 06:11


હોય નસીબ તો ચાંદ સવારે પણ મળે...!!

નહી તો રાત બધી... અંધારી જ મળે...!!

ગુજરાતી શાયરી ની ડાયરી

20 Dec, 03:26


ભૂતકાળના
કેદી બનીને ના રહેશો,
કેમ કે એ માત્ર એક સબક હતું
ઉમરકેદની સજા નહીં !!

ગુજરાતી શાયરી ની ડાયરી

19 Dec, 12:40


બધાયને દરિયો પાર કરાવનારી હોડી,

છેલ્લે દરિયામાં જ રહી જાય છે,

ગુજરાતી શાયરી ની ડાયરી

16 Dec, 12:49


તારી મોતી જેવી આંખોની કસમ, હું ઇન્દ્ર નથી, બાકી આખું સ્વર્ગ તને આપી દેત!

ગુજરાતી શાયરી ની ડાયરી

16 Dec, 12:48


ખૂબ ખજાના ખોયા છે,
એવાય મૌસમ જોયા છે…

ખૂબ પલળતા લોકોને
અંદરથી કોરા જોયા છે...

ગુજરાતી શાયરી ની ડાયરી

16 Dec, 01:54


હાથમાં હોય એ જ'ડીલીટ' કરી શકાય,

હૈયામાં હોય એ નહીં...!!

ગુજરાતી શાયરી ની ડાયરી

09 Dec, 08:51


માણસ હોય કે લોખંડ એને કાટ એની હવા જ લગાડે

ગુજરાતી શાયરી ની ડાયરી

08 Dec, 12:50


"માણસ" જ્યાં સુધી "છેતરાય" છે,
ત્યાં સુધી જ એ "ભોળો" ગણાય છે.

જેવો "તે છેતરાવાની ના પાડે" છે કે તેના
"અવગુણ" પર "રસપ્રદ સંશોધન" શરુ થાય છે.

ગુજરાતી શાયરી ની ડાયરી

03 Dec, 05:09


વિજ્ઞાનનું એવું કેહવું છે કે માણસોનું હૃદય એક મિનિટમાં 72 વખત ધડકે છે,
પણ જયલા, એ અમારી નજીક આવીને વિજ્ઞાનનું આ તારણ ખોટુ પાડી દે છે,

ગુજરાતી શાયરી ની ડાયરી

30 Nov, 12:07


હમણાજ બગીચામાં વચનમાં બંધાણા તા કે એક બીજા નું સૂખ દુઃખ ભેગાં મળીને વહેંચી લેશું,

થોડાક આગળ જતાં પોલીસવાળા એ 500નો મેમો આપો હવે ઈ ગાંડી 250 દેવાની નાં પાડે છે,

ગુજરાતી શાયરી ની ડાયરી

29 Nov, 16:13


કયારેક કયારેક ખુદથી એવી ચા બની જાય છે કે,
જેને પીય ને એવો એહસાસ થાય છે કે જો આ ચા શાહજહાં પી જાત તો હાથ જ કપાવી દેત,

ગુજરાતી શાયરી ની ડાયરી

25 Nov, 16:41


કે જયલા જેને મળ્યા એ મારે એમની હથેળી જોવી છે,

કેવી હોય છે એ રેખાઓ જે અમારા હાથમાં નથી,

ગુજરાતી શાયરી ની ડાયરી

25 Nov, 14:27


❛❛અર્જુને ફક્ત એક જ નિર્ણય કર્યોઃ "મારે શ્રીકૃષ્ણ જોઈએ"*

એ પછીના બધા જ નિર્ણયો શ્રીકૃષ્ણએ લીધા,
તમારો પ્રથમ નિર્ણય અતિ મહત્વનો છે.❜❜

ગુજરાતી શાયરી ની ડાયરી

24 Nov, 03:58


કે જયલા કૂતરાંવાળા મસ્ત મસ્ત ફિલ્ટર વાપરતી હતી એ,

અમને એમ કે વફાદાર નીકળશે એ,

ગુજરાતી શાયરી ની ડાયરી

22 Nov, 03:30


આંખો બંધ કરીને આપત્તિ વય નહીં જાય,

અરે એ પણ જોવું પડશે જે જોયું નહીં જાય,

ગુજરાતી શાયરી ની ડાયરી

22 Nov, 03:23


તમારા નસીબમાં યુદ્ધ છે તો તમારા ભાગમાં કૃષ્ણ પણ આવશે

ગુજરાતી શાયરી ની ડાયરી

21 Nov, 13:57


ગૂંચવાય જાય એ નહિ ,

પણ ગૂંથાઈ જાય એ જ સંબંધ,

ગુજરાતી શાયરી ની ડાયરી

20 Nov, 07:34


કોઈની પાછળ એટલું પણ ના ભાગવું કે

પગથી વધારે હૈયું દુખવા માંડે,

ગુજરાતી શાયરી ની ડાયરી

19 Nov, 14:22


સૂરજ તો હમેંશા પુર્વ માંથી જ નીકળે છે,

ચાંદાનુ કઈ નક્કી નય કયારે કઈ બાજુથી ક્યા બ્યૂટી પાર્લરમાંથી નિકળે,

ગુજરાતી શાયરી ની ડાયરી

18 Nov, 15:30


આપણે ગુજરાતી કાળા કપડામાં ધોળા લાગવી,

અને ધોળા કપડામાં કાળા લાગવી,

ગુજરાતી શાયરી ની ડાયરી

18 Nov, 04:20


શિયાળાના બધા જ કપડા કાઢીને મૂકી દીધા છે બાર,

બસ હવે કોઈ પહેરવાનું ચાલુ કરે તો હું પણ ચાલુ કરૂ,

ગુજરાતી શાયરી ની ડાયરી

15 Nov, 01:20


પુરુષોને ક્યારેય ભેટ મળતી નથી,
મળે છે તો બસ જવાબદારીઓ,

ગુજરાતી શાયરી ની ડાયરી

14 Nov, 04:19


જરૂરી નથી,
રાવણ પુરુષ જ હોય..

મે દસ ચહેરાવાળી સ્ત્રી જોઈ છે...

ગુજરાતી શાયરી ની ડાયરી

13 Nov, 13:52


આપીને બીજાને ઉજાસ, દીવાની વાટ કાળી થઈ ગઈ,
જલન મળી દીવાને, અને બીજાની દીવાળી થઈ ગઈ!!!

ગુજરાતી શાયરી ની ડાયરી

11 Nov, 15:37


તમારાં માટે હંમેશાં સારૂ વિચારો,
ખરાબ તો દુનિયા વિચારી જ લેશે,

ગુજરાતી શાયરી ની ડાયરી

11 Nov, 15:00


પાણીને ગમે એટલું ઉકાળો,
બળીને વરાળ થઈ જાશે,
પણ કયારેય ઉભરાશે નહિ,
આ ખાનદાનીને પણ લાગુ પડે છે,

ગુજરાતી શાયરી ની ડાયરી

11 Nov, 08:24


રઝળી પડ્યા રિવાજો,
વિસરી ગયા પ્રસંગના ભાવ,
ભાણા કર્યા નોખા
હવે એકલા બેસી ખાવ..

ગુજરાતી શાયરી ની ડાયરી

10 Nov, 03:02


સમય જ્યારે પોતાના પર આવી જાય ને ત્યારે,

જજને પણ વકીલ શોધવો પડે છે,

ગુજરાતી શાયરી ની ડાયરી

08 Nov, 12:01


ઘણીવાર એવું પણ બને કે.!

આપણે મોજડીમાં મોહી પડીએ અને
મુકુટ આપણી રાહ જોતો હોય છે.!

ગુજરાતી શાયરી ની ડાયરી

07 Nov, 03:14


ખબર નહીં માણસો કેવી રીતે રંગ બદલે છે,

મારો ભાઈબંધ તો નાનપણથી કાળો હતો ને હજીય કાળો જ છે,

ગુજરાતી શાયરી ની ડાયરી

06 Nov, 02:56


હે ભગવાન,

અરીસો સાફ કયૉ તો 'હુ' દેખાયો
'હુ' ને સાફ કયૉ તો 'તુ' દેખાયો.

ગુજરાતી શાયરી ની ડાયરી

05 Nov, 02:12


કે જયલા એને કહેજો કે હવે શિયાળો આવે છે તો એનું ધ્યાન રાખે,

અમે એના આંસુ લૂછી શકીએ એના સેડા નહીં

ગુજરાતી શાયરી ની ડાયરી

05 Nov, 02:12


મે ત્રણ સાધુઓ ને પૂછું કે તમે સાધુ કઈ રીતે બના,

તો તેમણે કીધુ કે અમે સાધુ બના ઈ પેહલા "સાઢુ" હતા,

ગુજરાતી શાયરી ની ડાયરી

03 Nov, 03:43


માણસો બીજા જ દિવસે ભૂલી જાય છે કે કાલે કોઈ ત્યોહાર હતો,

માણસોને બોવ જ ઉતાવળ છે પાછા પોતાના દુઃખોમાં જવા માટે,

ગુજરાતી શાયરી ની ડાયરી

03 Nov, 03:40


સમસ્યાનું સમાધાન તો થોડાક પગલાં આગળ ચાલસો તો જ મળશે,

ઉભા રહીને જોવાથી તો ખાલી રસ્તા લાંબા દેખાશે,

ગુજરાતી શાયરી ની ડાયરી

02 Nov, 00:29


🤝નવા વર્ષના રામ રામ..🫱🏻‍🫲🏻

ગુજરાતી શાયરી ની ડાયરી

31 Oct, 01:29


નાના હતા ત્યારે પપ્પા પાસે બંદૂક લાવી આપવાની જીદ કરતાં હતા, જેમાં લાલ ચાંદલા વાળી ટીકડી મૂકી ફોડતા હતા.
જે માત્ર દિવાળી માં જ ફૂટતી હતી.
હવે મોટા થઈ ગયા. પપ્પાએ હવે લાલ ચાંદલા વાળી જ લાવી આપી, જે દરરોજ ફુટે છે.

ગુજરાતી શાયરી ની ડાયરી

30 Oct, 04:05


"કાળી ચૌદશે" ચાર રસ્તે આપણો મોબઈલ મુકીએ તો ઘરમાંથી કકળાટ કાયમ માટે જતો રહે ....
😜😄

ગુજરાતી શાયરી ની ડાયરી

29 Oct, 02:36


મરી ગયેલાને તો ભૂલી જાય છે ઘરવાળા,

પણ જે કાયણે ન આયા હોય ને એમને યાદ રાખે છે,

ગુજરાતી શાયરી ની ડાયરી

28 Oct, 01:28


જ્યોતિશે કીધું તું કે તમારે ડૂબવાની ઘાત છે,

આખી જિંદગી નદી તળાવ ને દરિયાથી દૂર રહ્યો,

છેવટે શેર બજારમાં ડૂબી ગયો

ગુજરાતી શાયરી ની ડાયરી

27 Oct, 08:44


બે પ્રકારના લોકો બહુ જ હેરાન થાય છે એક જે ક્યારેય ના નથી પાડી શકતા અને બીજા જે ક્યારેય ના નથી સાંભળી શકતા

ગુજરાતી શાયરી ની ડાયરી

26 Oct, 05:23


ફક્ત દારૂની હેરાફેરી કરે એને જ બુટલેગર ન કહેવાય,
પણ 15 થી 20 જણાના પરિવારમાં કોઈ ખાવાની સારી વસ્તુ પત્ની સુધી શાના માના પહોંચાડવી એ પણ એક બુટલેગર જેવુ જ કામ છે,

ગુજરાતી શાયરી ની ડાયરી

25 Oct, 12:45


માટી તણું સગપણ રાખવું,
વાતમાં થોડું "ગળપણ" રાખવું!

ઉંમર થાય તો ભલે થાય,
મનથી આઘું "ઘડપણ" રાખવું!

જીવવાની આવશે તો મજા,
મનમાં એકાદ "વળગણ" રાખવું!

ગુજરાતી શાયરી ની ડાયરી

24 Oct, 02:01


કે જયલા એમને જો બોલાવવા હોય તો ચા ના બહાને બોલાવે,

અમે ચાને નાં નથી પાડતાં,

ગુજરાતી શાયરી ની ડાયરી

23 Oct, 06:40


કે જયલા એકાંત માં બેઠેલું મારૂ ઉદાશ મન,

હવે પ્રેમ નય પયસો માગે છે,

ગુજરાતી શાયરી ની ડાયરી

22 Oct, 03:21


જયલા જેટલા જોવા હોય એટલા જો એના સપના,

કારણ કે હવે દિવસો ટૂંકા અને રાતો લાંબી આવશે,

ગુજરાતી શાયરી ની ડાયરી

22 Oct, 03:19


હવે તો એવું લાગે છે કે સપના પૂરા કરવા માટે બુચ જ મારવા પડશે,

આ મહેનત કરે તો નહીં ભેગું થાય જયલાં,

ગુજરાતી શાયરી ની ડાયરી

21 Oct, 03:25


દુઃખ જો તમને એ સમજાવી ના શકે કે તમારી પહેલી જરૂરિયાત શું છે,

તો મિત્ર તમે હજુ સાચું દુઃખ વેઠું નથી,

ગુજરાતી શાયરી ની ડાયરી

20 Oct, 02:12


પત્નીઓ ને કરવાચોથ રહેવાની કાંઈ જરૂર નથી,

બસ ખાલી આખું વરાહ મીઠી મીઠી વાતો કરે ને તોય પતીની ઉંમર વધી જાય,

ગુજરાતી શાયરી ની ડાયરી

20 Oct, 02:09


ગુલાબી ઠંડી કરતા પણ ગુલાબી તારા ગાલ,,
હોય જો તારા પ્રેમ ની હૂંફ, તો કોણ ઓઢે સાલ!!

ગુજરાતી શાયરી ની ડાયરી

19 Oct, 02:10


"આધાર" અને "ઉધાર " આ બંને ને એવી "ધાર" હોય છે,

જે ગરજ પુરી થઈ ગયા પછી "આપનાર" ને જ કાપે છે.

ગુજરાતી શાયરી ની ડાયરી

18 Oct, 02:01


જીંદગી અને ચા એક જેવા છે,

જ્યાં માંડ મજા આવે ત્યા ખૂટી રે,

ગુજરાતી શાયરી ની ડાયરી

17 Oct, 10:54


તોફાનો ભલે આવે જિંદગીમાં,
ટકી રહેવાની ખુમારી ઘણી છે,

દુઆઓની વાવણી મેં કરી છે,
એમાંય ઈશ્વરની મહેરબાની ઘણી છે.

ગુજરાતી શાયરી ની ડાયરી

15 Oct, 08:23


કે જયલા અમે તો ભિખારી બનવા પણ તૈયાર છીએ,

જો કોઈ એમને અમારા કટોરામાં નાખવા તૈયાર હોય તો,

ગુજરાતી શાયરી ની ડાયરી

14 Oct, 13:52


કે જયલા "કાચ" કરતાં

"કાશ" વધુ ખૂચે

ગુજરાતી શાયરી ની ડાયરી

13 Oct, 06:16


કે જયલા આ તો વળી કેવો એનો પ્રેમ,

કે એને એના ઘરની બધી દીવાલો ને છોડીને ફક્ત મને ચુનો લગાડો,

ગુજરાતી શાયરી ની ડાયરી

12 Oct, 14:39


કે જયલા એ સમજાતું નથી કે પહાડ કઠોર છે એટલે નદીઓ એમને છોડીને જતી રહે છે,

કે પછી નદીઓ છોડીને જતી રહે છે એટલે પહાડ આટલા બધા કઠોર છે,

ગુજરાતી શાયરી ની ડાયરી

12 Oct, 13:28


એ છોકરાઓ ક્યારેય બગડી જ ના શક્યા જેમને પોતાના માતા પિતાનો સંઘર્ષ જોયો છે

ગુજરાતી શાયરી ની ડાયરી

11 Oct, 16:12


કે જયલા દિલ બહુ જ કીમતી છે કોશિશ કર કે આમાં એ લોકો જ રહે જે એમાં રહેવા લાયક હોય,

ગુજરાતી શાયરી ની ડાયરી

09 Oct, 17:29


માણસને બધું તેની મહેનતથી નથી મળતું,

ઘણીવાર કોઈના આશીર્વાદ પણ કામ કરી જાય છે,

ગુજરાતી શાયરી ની ડાયરી

09 Oct, 17:23


કે જયલા ભગવાનનો ખુબ ખુબ આભાર કે એમણે સપના બનાવ્યા,

નહિતર એમને મળવાની અમારી ઈચ્છા ક્યારે પૂરી ના થાત,

ગુજરાતી શાયરી ની ડાયરી

09 Oct, 05:30


જે દિવસે તમે તમારી પત્નીને એ સમજાવી શકો કે ભલે વાંક મારા માતા-પિતાનો હોય પણ હું પક્ષ તો એમનો જ લઈશ અને જો પત્ની પણ તમારી એ વાતને સમજે તો સમજજો કે તમારી અને તમારી પત્નીની જોડી ક્યારેય નહીં તૂટે એ દુનિયાની સૌથી બેસ્ટ જોડી હશે

ગુજરાતી શાયરી ની ડાયરી

08 Oct, 06:27


રાત્રે બે વાગ્યે દરવાજો ખખડાવાનો અવાજ આવ્યો તો મેં વળી જઈને દરવાજે જોયું તો એક બેન ઉભા'તા તો મેં કીધું બેન રાત્રે બે વાગે શું હેરાન કરો છો આ તમારું ઘર નથી,
તો બેન કે હવે વાયડી ના થયા વગર દરવાજો ખોલો ને,

તો મારો કેહવાનો મતલબ એ કે મેકઅપ અને કપડાથી જીભ સિવાય આખું વ્યક્તિ બદલાય જાય બોલો,

ગુજરાતી શાયરી ની ડાયરી

07 Oct, 01:24


સંસારમાં માણસે જ્યારથી વડીલોની સંભાળ રાખવાનું ઓછું કર્યું છે, ત્યારથી લોકોનાં જીવનમાં દુઆઓનું સ્થાન દવાઓએ લઈ લીધું છે

ગુજરાતી શાયરી ની ડાયરી

06 Oct, 05:44


કપડા કદાચ મેચ થઈ જાય જયલા,

પણ આપણા વિચારો આપણો સ્વભાવ બધા હારે મેચ નો થાય,

2,364

subscribers

516

photos

160

videos