Sarvoday_College @seft_clg Channel on Telegram

Sarvoday_College

@seft_clg


Arts and Commerce College, Kant

Sarvoday_College (English)

Welcome to Sarvoday College, your go-to source for all things related to Arts and Commerce education in Kant! Our Telegram channel, @seft_clg, is dedicated to providing students, parents, and educators with valuable information, resources, and updates on our college. Who is it? Sarvoday College is a prestigious institution known for its excellence in Arts and Commerce education. With a rich history of academic success and a commitment to fostering a supportive learning environment, our college is a top choice for students seeking a quality education. What is it? Our Telegram channel, @seft_clg, serves as a virtual hub for the Sarvoday College community. Here, you can stay up-to-date on upcoming events, important announcements, and academic resources. Whether you're a current student, a prospective student, or simply interested in learning more about our college, our channel has something for everyone. Join us on @seft_clg and become a part of the Sarvoday College family today. Together, we can work towards achieving academic excellence and personal growth. We look forward to connecting with you and sharing the wonderful world of Arts and Commerce education at Sarvoday College in Kant!

Sarvoday_College

25 Jan, 11:11


સુચના :-
દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા.26 જાન્યુઆરી ના દીવસ સવારે 8:00 કલાકે ધ્વજવંદન કાર્યક્રમ હોવાથી  દરેક વિદ્યાર્થીઓએ  ફરજિયાત હાજર રહેવું.

નોંધ:-
દરેક વિદ્યાર્થીઓ એ ફરજીયાત કોલેજ યુનિફોર્મ મા આવવાનું રહેશે.

Sarvoday_College

24 Jan, 06:45


ગયા શનિવારે લેવાયેલ નિબંધ સ્પર્ધામાં પહેલો, બીજો અને ત્રીજો નંબર મેળવનાર ને કાલે ઈનામ આપવામાં આવશે.. તેથી નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓ એ ફરજિયાત હાજર રેહવું.

Sarvoday_College

24 Jan, 05:41


🔴 આવતી કાલે તા. 25/01/2025 ને શનિવાર ના રોજ આપણી કોલેજ માં 26 મી જાન્યુઆરી અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરેક વિદ્યાર્થીએ હાજર રહી સ્પર્ધામાં જોડાવવાનું છે. પહેલો, બીજો અને ત્રીજો નંબર મેળવનારને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
સ્પર્ધા નો સમય: સવારે 9:30
વિષય : દેશ ભક્તિ ગીત સ્પર્ધા

Sarvoday_College

21 Jan, 06:16


🔴સુચના🔴

સેમેસ્ટર-2,4,6 માં રેગ્યુલર વિદ્યાર્થીના પરીક્ષા ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે તો વિદ્યાર્થીઓ એ તા. 30/01/2025 સુધી માં રૂબરૂ કોલેજ માં આવીને પરીક્ષા ફોર્મ ભરી જવા. ત્યારબાદ પરીક્ષા ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. જેની નોંધ લેવી.
નોંધ:- ફી ભર્યાની પાવતી સાથે લઈને આવવું.

Sarvoday_College

21 Jan, 04:17


Sem 2,4,and 6 na lecture saru thayi gya che student lleature bhrva avvu.march February na last ma exam saru thse.

Sarvoday_College

17 Jan, 05:50


🔴 આવતી કાલે તા. 18/01/2025 ને શનિવાર ના રોજ આપણી કોલેજ માં 26 મી જાન્યુઆરી અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરેક વિદ્યાર્થીએ હાજર રહી સ્પર્ધામાં જોડાવવાનું છે. શ્રેષ્ઠ નિબંધ લખનારને પહેલો, બીજો અને ત્રીજો નંબર આપવામાં આવશે. નંબર મેળવનારને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
સ્પર્ધા નો સમય: સવારે 9:30 થી 10:00
નિબંધ નો વિષય : 26મી જાન્યુઆરી નું મહત્વ.

Sarvoday_College

16 Jan, 05:04


આ સૂચના ફક્ત રીપીટર (ATKT) વિદ્યાર્થીઓ માટે છે

Sarvoday_College

13 Jan, 05:49


સુચના
તા.14/01/2025 અને તા.15/01/2025ના કોલેજમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ નિમિત્તે કોલેજમાં શૈક્ષણિક તેમજ વહીવટી કામકાજ બંધ રહેશે.

Sarvoday_College

13 Jan, 05:28


🔴સુચના🔴

સેમેસ્ટર-2,4,6 માં ATKT ના પરીક્ષા ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે તો વિદ્યાર્થીઓ એ તા. 30/01/2025 સુધી માં રૂબરૂ કોલેજ માં આવીને પરીક્ષા ફોર્મ ભરી જવા. ત્યારબાદ પરીક્ષા ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. જેની નોંધ લેવી.
નોંધ:- ફી ભર્યાની પાવતી તથા બધા રિઝલ્ટ ની કોપી ખાસ જોડે લઈ ને આવવું.

Sarvoday_College

08 Jan, 04:12


સ્કોલરશીપના ફોર્મ અનલોક થઈ ગયેલ છે તો જરૂરી સુધારા કરી ફોર્મ ડોક્યુમેન્ટ સાથે તારીખ- 11/01/2025 સુધી ઓફિસમાં જમા કરાવી જવા ત્યારબાદ કોલેજની જવાબદારી રહેશે નહીં..

Sarvoday_College

07 Jan, 04:01


બી. એ. તથા બી. કોમ. સેમ -2,4,6 ની ફી ભરવા માટે ની છેલ્લી તક તારીખ 18/01/2025 સુધી આપવામાં આવે છે, ત્યાર પછી પ્રવેશ રદ થશે તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થિની પોતાની રહેશે.

Sarvoday_College

06 Jan, 03:28


B.A. & B.COM Sem - 2,4,6 ના લેક્ચર રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલ છે તો દરેક વિદ્યાર્થીઓને ફરજીયાત હાજર રેહવુ.

Sarvoday_College

03 Jan, 12:42


સુચના
આજે તા.03/01/2025 ના કોલેજમાં પરીક્ષા પૂર્ણ થયેલ હોઇ આવતીકાલે તારીખ 04/01/2025 ના રોજ સ્થાનિક રજા રાખેલ હોઇ કોલેજમાં શૈક્ષણિક તેમજ વહીવટી કામકાજ બંધ રહેશે.

Sarvoday_College

26 Dec, 04:14


બી.કોમ. સેમ 1 રીપીટર

Sarvoday_College

26 Dec, 04:14


બી. એ. સેમ 1 રીપીટર

Sarvoday_College

25 Dec, 01:35


તારીખ 25/12/2024 ના નાતાલ નિમિત્તે કોલેજ માં રજા રહેશે.

Sarvoday_College

23 Dec, 05:40


ક્રિકેટમાં ભાગ લેનાર વિદ્યાર્થીને  વિદ્યાર્થીઓને જણાવવાનું કે આવતીકાલે આવતીકાલે મેચ હોવાથી 12 વાગ્યા સુધીમાં કોલેજ આવી રિપોર્ટ કરવો

Sarvoday_College

18 Dec, 03:48


આ પરીક્ષા કાર્યક્રમ આ વર્ષના બી.એ. સેમ 1 ના વિદ્યાર્થીઓ માટેનો છે

Sarvoday_College

18 Dec, 03:46


આ પરીક્ષા કાર્યક્રમ બી. કોમ.સેમ 1 ATKT NEW COURSE નો છે

Sarvoday_College

18 Dec, 03:45


આ પરીક્ષા કાર્યક્રમ આ વર્ષના બી.કોમ. સેમ 1 વિદ્યાર્થી માટેનો છે

Sarvoday_College

18 Dec, 03:42


આ પરીક્ષા કાર્યક્રમ બી.એ. સેમ 1 ATKT NEW COURSE નો છે

Sarvoday_College

17 Dec, 05:16


Scolership Notice pdf.pdf

Sarvoday_College

17 Dec, 04:00


Last date 24-12-2024 karel che to jemne fees baki che temne fees bhari javi

Sarvoday_College

09 Dec, 12:45


જે વિદ્યાર્થીઓને ક્રિકેટમાં ભાગ લેવાનો હોય તેવા વિદ્યાર્થીઓ આવતીકાલથી બપોરે 3:00વાગ્યાથી 6:30 કલાક સુધી ટીસીડી ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા જવું ક્રિકેટની તારીખ ટૂંક સમયમાં લેવાની છે એટલા માટે

Sarvoday_College

09 Dec, 04:02


દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે અત્યારે પરીક્ષા ચાલુ હોવાથી સ્કોલરશીપના ફોર્મ તારીખ 12/12/2024 પછી જમા કરાવવા આવવું..

Sarvoday_College

07 Dec, 10:02


જે કોઈ વિદ્યાર્થી ને ક્રિકેટ માં ભાગ લેવા નો હોય તેણે રવિવારે સવારે 10:00 કલાકે સ્પોર્ટ્સ ઓફીસ આગળ હજાર રહેવું.
ખાસ નોંધ
જો કોઈ વિદ્યાર્થી હાજર નહીં રહે તો ટીમ ઉતારવામાં આવશે નહીં જેની સર્વ વિદ્યાર્થી ભાઈઓએ નોંધ લેવી
ટૂંક સમયમાં તારીખ આપી દીધી છે એટલા માટે વારંવાર સૂચનાઓ નાખવા છતાં કોઈ વિદ્યાર્થીએ હાજર રહેતા નથી આવ છેલ્લી સુચના છે જો કોઈ વિદ્યાર્થી હાજર નહીં રહે તો ક્રિકેટની ટીમ ઉતારવામાં આવશે નહીં તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે

Sarvoday_College

01 Dec, 07:19


જે વિદ્યાર્થીને ક્રિકેટમાં ભાગ લેવાનો હોય તે વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 9:00 વાગે કોલેજમાં હાજર રહેવું

Sarvoday_College

30 Nov, 05:24


સુચના... સેમેસ્ટર-1 માં પરીક્ષા ફોર્મ ભરવાના બાકી હોય તે વિદ્યાર્થીઓ એ તા. 09/12/2024 સુધી માં રૂબરૂ કોલેજ માં આવીને પરીક્ષા ફોર્મ ભરી જવા. ત્યારબાદ પરીક્ષા ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. જેની નોંધ લેવી.

Sarvoday_College

20 Nov, 05:04


🔴ખાસ સૂચના 🔴

દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે બોનાફાઈડ કે પરીક્ષા ફોર્મ માટે તારીખ-25/11/2024 પછી આવવું..

Sarvoday_College

19 Nov, 06:18


દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે અત્યારે પરીક્ષા ચાલુ હોવાથી સ્કોલરશીપના ફોર્મ તારીખ 25/11/2024 પછી જમા કરાવવા આવવું..

Sarvoday_College

18 Nov, 07:36


03_BCOMSEM5_19112024.pdf

Sarvoday_College

18 Nov, 07:36


01_BASEM5_19112024 (1).pdf

Sarvoday_College

18 Nov, 07:33


Hall ticket mate Darek student potani fee bharyani pawati farjiyat laine aavi

Sarvoday_College

18 Nov, 07:32


Aavti kale sem 5 ni exam chalu thay che

Sarvoday_College

14 Nov, 06:57


આવતી કાલે 15/11/2024 ના દેવ દિવાળી નિમિત્તે કોલેજ માં રજા રહેશે.

Sarvoday_College

12 Nov, 06:51


🔴 ખાસ સૂચના

બી.એ સેમ -5 ના તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે ફી ની ઓરીજીનલ પાવતી વગર પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ. તેથી તમામ વિદ્યાર્થીઓએ કે જેમને ફી ભરી છે તેમને ફી ની પાવતી બતાવી ને પોતાનો પરીક્ષા સીટ નંબર લઈ જવો.
જે વિદ્યાર્થીઓ એ ફી નથી ભરેલી કે જેમની પાસે ફી ની પાવતી નથી તેમને પરીક્ષા માં બેસવા દેવામાં આવશે નહિ. જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Sarvoday_College

08 Nov, 16:06


College na office kaam mate no time 17/11/2024 suthi 9am to 11 am rahese.

Sarvoday_College

08 Nov, 05:04


સુચના... સેમેસ્ટર-1 માં પરીક્ષા ફોર્મ ભરવાના બાકી હોય તે વિદ્યાર્થીઓ એ તા. 16/11/2024 સુધી માં રૂબરૂ કોલેજ માં આવીને પરીક્ષા ફોર્મ ભરી જવા. ત્યારબાદ પરીક્ષા ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. જેની નોંધ લેવી.

Sarvoday_College

05 Nov, 04:50


BCOM SEM-5 (NOV-2024)
University Exam Time-Table

Sarvoday_College

05 Nov, 04:49


BA SEM-5 (NOV-2024)
University Exam Time-Table

Sarvoday_College

26 Oct, 07:08


દિવાળી વેકેશન અંગે સુચના

કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, તા.૨૮/૧૦/૨૦૨૪ થી તા. ૧૭/૧૧/૨૦૨૪ સુધી દિવાળી વેકેશનની કોલેજમાં રજાઓ રહેશે.

Sarvoday_College

22 Oct, 04:26


બી.એ સેમ -1.3.5 તમામ વિદ્યાર્થીઓ એસાઈમેન્ટ ફરજિયાત પણે જમા કરાવવાના રહેશે જે વિદ્યાર્થી એસાઈમેન્ટ જમા નહીં કરાવે તેવા વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ માં ફેલ કરવામાં આવશે તેની ખાસ નોંધ લેવી

Sarvoday_College

21 Oct, 05:44


બી.એ./બી.કોમ સેમેસ્ટર -1 પરીક્ષા ફોર્મ અંગે સુચના

Sarvoday_College

20 Oct, 17:06


21.10.24 sem 1 minor,M.D history na lecture ma aavu.

Sarvoday_College

17 Oct, 06:21


આવતીકાલે ક્રિકેટમાં જે વિદ્યાર્થીને ભાગ લેવાનો હોય તે વિદ્યાર્થીઓએ ફરજિયાત પણે હાજર રહેવું અન્યથા કોઈની લાગો કે કોઈપણ પ્રકારની અરજી સાંભળવામાં આવશે નહીં જેની દરેક વિદ્યાર્થીને ખાસ નોંધ લેવી જે વિદ્યાર્થી હાજર નહીં રહે તેમને ક્રિકેટમાં સિલેક્શન થાય કે ન થાય તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે

Sarvoday_College

16 Oct, 14:54


Date 17.10.24.sem1 minor history and M.D.sem1 history lecture ma avvu.

Sarvoday_College

16 Oct, 07:07


Scolership Notice pdf.pdf

Sarvoday_College

15 Oct, 16:40


આવતીકાલે સેમ1 M.D. history ના વિદ્યાર્થીઓ એ કૉલેજ આવવું લેકચર ભરવા.

Sarvoday_College

14 Oct, 09:59


આવતી કાલે તા.15.10.24 ના રોજ minor history સેમ 1 ના વિદ્યાર્થીઓ એ કોલેજ લેકચર ભરવા આવવું.

Sarvoday_College

10 Oct, 12:05


*નોટિસ*
*આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાંટ*
આવતીકાલ તારીખ 11/10/2024 સ્થાનિક રજા અને 12/10/2024 ના રોજ દશેરા હોવાથી કોલેજમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.જેની સર્વ વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Sarvoday_College

08 Oct, 09:43


નવરાત્રી અંગે સૂચના

આથી કોલેજના B.A./B.COM ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, તારીખ ૦૯/૧૦/૨૦૨૪ ને બુધવારના દિવસે કોલેજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સવારે ૦૮:૦૦ થી ૧૨:૦૦ સુધીનો રહેશે. ગરબામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓએ નીચેની સૂચનાઓંનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

(1) દરેક વિદ્યાર્થીએ ચાલુ સેમેસ્ટરની ફી ભયૉની પાવતી ફરજિયાત સાથે લાવવાનું રહેશે. આ સાથે આધાર કાર્ડ કે કોઈ પણ આઇ ડી પ્રૂફ પણ લાવવાનું રહેશે.

(3) જે વિદ્યાર્થી પાસે આઈડી પ્રૂફ નહીં હોય તેને કોઈપણ સંજોગોમાં કોલેજમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

(4) તમામ વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં આવે તે ઇચ્છનીય છે.

(5) કોઈપણ વિદ્યાર્થી ગરબામાં વિડીયો શુટીંગ કરી શકશે નહીં જો કરશે તો તે ગુનાપાત્ર ગણાશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Sarvoday_College

07 Oct, 07:35


જે વિદ્યાર્થીને ભાગ લેવાનો હોય તેઓએ પ્રોફેસર લીલાભાઈ દેસાઈ નો સંપર્ક કરવો

Sarvoday_College

04 Oct, 12:53


જે વિદ્યાર્થીઓને ક્રિકેટ અને સોફ્ટબોલમાં ભાગ લેવાનો હોય તેવા વિદ્યાર્થીઓએ આવતીકાલે સવારે 9:00 વાગે મેદાન ઉપર ફરજિયાત પણે હાજર રહેવાનું છે
*- નોંધ -*
જો કોઈ વિદ્યાર્થી હાજર નહીં રહે તો પાછળથી કોઈ પણ પ્રકારની લાગવક કે કોઈપણ પ્રકારની દલીલ સાંભળવામાં આવશે નહીં જેની વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી

Sarvoday_College

01 Oct, 07:05


ઇન્ટર્નલ પરીક્ષા રીટેસ્ટ અંગે સુચના
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે કોઈપણ કારણસર કોઈ વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ પરીક્ષામાં પેપર ન આપ્યું હોય તેમના માટે તારીખ 3-4- 5/10 /2024 ના રોજ ઇન્ટર્નલ રીટેસ્ટ પરીક્ષા નું આયોજન રાખવામાં આવેલ છે તો તમામ વિદ્યાર્થીઓ કે જેમને કોઈ કારણસર પેપર નથી આપેલ અને પેપર આપવાનું છે તેમને તેમણે આ તારીખો દરમિયાન કોલેજમાં આવીને રીટેસ્ટ અંગેનું ફોર્મ અને ફી ભરી અને રી ટેસ્ટ આપી જવો...