ન્યુઝપ્રેમી - સૌરભ શાહ @newspremisaurabhshah Channel on Telegram

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

@newspremisaurabhshah


www.newspremi.com WhatsApp : 9004099112 Facebook : fb.me/saurabh.a.shah

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ (Gujarati)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ ચેનલ એક વિશ્વાસુઘાના ન્યૂઝ ચેનલ છે જેમાં તમે સમગ્ર વિશ્વમાં વિવિધ વિચારધારાના સમાચાર, પોલિસી, વ્યાખ્યાઓ અને ટેન્ડસ મળશે. આ ચેનલ પર તમે મનેન્ત્રીમંડળના નવા ફેરફાર, વ્યવસાય અને અર્થશાસ્ત્ર, સામાજિક પ્રશ્નો અને ટેન્ડસ વિશે સૂચના મેળવી શકો છો. ચેનલમાં સ્થાનિક અને વિશ્વની મુખ્ય સમાચાર લેખકો બુક કરી રહ્યા છે જે તમારી માહિતી પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરે છે. જો તમે ન્યૂઝ અને સમાચાર પ્રેમી છો, તો આ ચેનલ તમારી માટે આદર્શ છે. તેની સાથે જોડાઓ અને તમારા જ્ઞાનને વધારવામાં મદદ કરો.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

20 Nov, 05:54


પાંત્રીસ કે પિસ્તાળીસ વર્ષે પણ બેન્કની નોકરીને બદલે વાંસળી વગાડવામાં ખરેખરી આવડત છે, એવું લાગે તો ફંટાઈ જવું. કોઈ વાંધો નહીં. પછી એમાં જીવ રેડી દેવો, અને એ ક્ષેત્રમાં આગળ વધવું

સાયલન્સ પ્લીઝ

મારાં જીવનમાં હવે જે વાદળો આવે છે તે વરસાદ કે વાવાઝોડું નથી લાવતા પણ મારા સંધ્યાકાશમાં વધારાના રંગો પૂરવા આવે છે.

-રવીન્દ્રનાથ ટાગોર

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

20 Nov, 05:54


પંખો, રેડિયો અને મર્સીડીસ :સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 20 નવેમ્બર 2024)

બદામ જો દોઢ રૂપિયે કિલો વેચાતી હોત તો તમે રોજની કેટલી ખાતા હોત? બ્રાન્ડ ન્યુ અને લેટેસ્ટ મર્સીડીસ પચાસ હજાર રૂપિયામાં મળતી હોત તો એનું કેટલું આકર્ષણ હોત તમને? કપડાં, મેકઅપ, શૂઝ અને એસેસરીઝની ટૉપમોસ્ટ બ્રાન્ડસ તમારા ઘરની કામવાળીને પણ પોસાઈ શકે એવી પ્રાઈસ રેન્જમાં વેચાતી હોત તમે એ બધાની પાછળ ઘેલા ઘેલા થઈ જતા હોત! ફાઈવ સ્ટાર હૉટેલોને ટક્કર મારે એવી સગવડો ધરાવતા ઈન્ટિરિયર ડેકોરેશન પાછળ બે કરોડ રૂપિયા ખર્ચવાને બદલે વીસ હજારમાં પતી જતું હોત તો તમે એનાં સપનાં જોતા હોત?

જે દુર્લભ છે, જે અશક્યવત્ છે તમારા માટે, એનાં સપનાં જોવામાં તમે જે શક્ય છે તેને તાગવાનું ભૂલી જાઓ છો. દીપિકા પદુકોણ જેવી હાઈટ ને એના જેવું ફિગર મેળવવું તમારા વંશપરંપરાગત જીન્સમાં નહોતું એટલે તમને ન મળ્યું. પણ જે મળ્યું છે તેને સાચવીને, તેને સંવારીને આગળ વધવાનો વિકલ્પ છે જ તમારી પાસે. પણ તમે દીપિકા જેવી મારી હાઈટ હોત તો... એવો અફસોસ કરીને બેસી રહો છો. શું કર્યું હોત તમે એવી હાઈટ હોત તો? ખબર નથી. તો પછી અફસોસ શું કામ?

આજે તમારા ઘરમાં પંખો છે એનું તમને અભિમાન છે? ઘરમાં કેટલા પંખા છે એની પણ ગણતરી નહીં હોય. એક જમાનામાં પંખો લકઝરી ગણાતી. પૂછી જો જો તમારા દાદાને. એક જમાનામાં રેડિયો મોટી લકઝરી આયટમ ગણાતો. ગામમાં બહુ બહુ તો એક શ્રીમંતના ઘરે હોય. આજે પટાવાળો પણ ઈયરફોન ખોસીને એફએમ ચેનલ સાંભળતો થઈ ગયો છે. પંખા અને રેડિયોની જેમ બદામ, મર્સીડીસ વગેરે પણ ઘેરઘેર જોવા મળે તો તમને એનું આકર્ષણ રહે?

મારી પાસે જે છે એનું મને મૂલ્ય નથી એટલે મારે બીજાની પાસે જે દેખાય છે તેની પાછળ દોડવું પડે છે. આજની તારીખે ઘડીભર હું માની લઉં કે મારી પાસે જેમ પંખો-રેડિયો છે એમ મર્સીડીસ વગેરે પણ છે. મારે હવે એ બધાની જરૂર નથી. બે કરોડ રૂપિયાના ઇન્ટિરિયરવાળું ઘર પણ છે. તો હવે હું શેની ઈચ્છા રાખું? હવે હું કોની પાછળ ભાગું? આ સવાલોનો જવાબ મળશે કે તરત જ જીવનનો હેતુ શું છે એનો ઉત્તર મળી જશે. પછી મારે આ સવાલનો જવાબ મેળવવા આશ્રમોમાં, પ્રવચનોમાં, ધર્મગ્રંથોમાં ભટકવું નહીં પડે.

જિંદગીનો મકસદ ઘરમાં રેડિયો કે પંખો વસાવવાનો નહોતો અને જિંદગીનો મકસદ મર્સીડીસ વસાવવાનો, બે કરોડનું ઈન્ટિરિયર કરાવવાનો પણ નથી. બે ટંક જમવાનું મળે અને ટાઢ-તડકાથી બચવા માટે એક છાપરું મળી જાય એ પછી પણ જો હું વધારે ને વધારે સારા છાપરા માટે, વધારે ને વધારે મોંઘા ભોજન-કપડાં માટે તપસ્યા કરતો હોઉં તો મારું જીવન એળે ગયું. આટલું મળ્યા પછી હું હજુય એ જ બધું મેળવવા માટે મહેનત કર્યા કરતો હોઉં તો મારા જીવનનું મૂલ્ય હજુ હું સમજ્યો નથી.

આ જિંદગી મને ફરિયાદ મળવાની નથી એ જાણવા છતાં મારે પંખો-રેડિયો-મર્સીડીસના ચક્કરમાં રહેવું હોય તો ભગવાન બચાવે મને. જિંદગીની લંબાઈ-પહોળાઈ અને એનું ઊંડાણ, એની ઊંચાઈ તાગવા માટે મર્સીડીસની કે બે કરોડ રૂપિયા ઈન્ટિરિયર ડેકોરેશનવાળા ઘરની જરૂર નથી. આંખ-કાન ખુલ્લાં રાખ્યા હશે તો સમજાશે કે આ જિંદગીનો વ્યાપ કેટલો છે મેં મારા સંકુચિત વિચારોને લીધે આ દુનિયાને સીમિત કરી નાખી છે.

મારો સમય અને મારી શક્તિ મર્સીડીસ ખરીદવામાં વેડફી નાખવા માટે નથી. જેમની પાસે આ બધું છે એમને એ મુબારક. મારે એમની દેખાદેખી કરીને મારી ચાલ બદલી નાખવાની નથી. મારે સમજવાનું કે આ દુનિયામાં જે કંઈ સુખ સુવિધાઓ છે તે બધી જ મારા માટે નથી. એને મેળવવાનાં સપનાં બધાએ જોવાનાં ન હોય. એવા ફાંફાં મારવામાં જિંદગી ક્યાં પૂરી થઈ જશે ખબર પણ નહીં પડે. કુદરતની ગોઠવણ મુજબ મારી પાસે આ બધું નહીં હોય તો બીજું ઘણું મેળવવાની પાત્રતા એણે મને આપી હશે. મારે એ પાત્રતા પ્રમાણે ખોજ કરવાની છે કે હું શું શું મેળવી શકું છું, જે મર્સીડીસ જેટલું જ કે એથીય અધિક મૂલ્યવાન હોય.

રવીન્દ્રનાથ ટાગોરની આ વાત ગાંઠે બાંધી લેજ. કઈ ચીજમાં ખરેખરી આવડત છે તેનું જ્ઞાન ઘણાને આખીય જિંદગીમાં કદી થતું નથી. બીજા કેટલાકને પોતાની બક્ષિસનું જ્ઞાન ઘણી મોટી ઉંમરે થાય છે. નાની વયે તેનું જ્ઞાન થવું તે મોટું અહોભાગ્ય છે. જેમાં આપણને બક્ષિસ હોય તેમાં આપણી બધી શક્તિ રેડી તેનો વિકાસ આપણે કરવો જોઈએ.

દરેક વ્યક્તિને વહેલો કે મોડો આ અહેસાસ થતો જ હોય છે કે પોતાને કઈ ચીજમાં ખરેખરી આવડત છે. આંખ-કાન ખુલ્લાં રાખ્યાં હશે તો ટીનએજમાં જ આ અહેસાસ થઈ જાય. ધારો કે તે વખતે પેરન્ટસ કે પિયર પ્રેશરના શોરબકોરમાં આ અવાજ દબાઈ જાય તો અર્લી ટ્વેન્ટીઝમાં તો થઈ જ જાય. કોઈ વખત સંજોગો આગળ ઝૂકી જવું પડ્યું હોય તો દસેક વર્ષ મોડો અહેસાસ થાય. પણ આવો અહેસાસ થયા પછી આપણે આપણી જાત સાથે કબૂલ કરતાં અચકાઈએ છીએ કે અત્યારે જે કામ કરીએ છીએ તેમાં નહીં પણ બીજી કોઈ ચીજમાં ખરેખરી આવડત છે. કારણ કે આવી કબૂલાત આપણને બીજાઓ આગળ આપણે અત્યાર સુધી ખોટા હતા, ખોટી દિશામાં દોડ્યા એવી ભોંઠપભરી પરિસ્થિતિમાં મૂકાવે છે. એવી પરિસ્થિતિમાં મૂકાવું પડતું હોય તો ભલે. જાગ્યા ત્યારથી સવાર.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

20 Nov, 02:46


SMS Facility for Polling Booth Slip

Send ECI <space> (Your Voter ID) to 1950

For example:
ECI XYZ1234567

Send to 1950

You will get booth slip in 15 seconds.

Please share this with everyone and also check for yourself.
Keep the information ready in your mobile for easy access.

Please note this information on slip and keep it for easy tracking, as mobile not allowed there.

🙏🙏

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

19 Nov, 08:31


***
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremiના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨9004099112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ. ન્યુઝપ્રેમીને સ્વૈચ્છિક આર્થિક સપોર્ટ આપવા Newspremi.com પર ‘કટિંગ ચાય સિરીઝ’નો લુત્ફ ઉઠાવો.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

19 Nov, 08:31


કેન્દ્ર પૂછે કે તમે મફતિયા સ્કીમો આપતી વખતે અમને પૂછેલું? તમારા રાજ્યના બજેટમાં એની જોગવાઈ કરેલી? તો પછી હવે શું કામ આવ્યા? તમારા ઉડાઉ ખર્ચાઓ કેન્દ્ર શું કામ ભોગવે? નહીં મળે, જાઓ. આ સાંભળીને કેજરીવાલો બૂમાબૂમ કરે કે અમને કેન્દ્ર પાસેથી પૈસા નથી મળતા, અમને અન્યાય થાય છે. આ બૂમાબૂમને મીડિયાવાળાઓ ચગાવે એટલે લોકોના મનમાં એવી છાપ ઊભી થાય કે મોદી સરકાર ભારતના જે રાજ્યોમાં ભાજપ સત્તા પર ન હોય એ રાજ્યોને અન્યાય કરે છે.

તમે દીકરાને ફી ભરવા માટે પાંચ હજાર રૂપિયા આપ્યા હોય અને દીકરો એ રકમ દોસ્તારો સાથે દારૂપાર્ટી કરવામાં વાપરી નાખે અને ઘરે પાછો આવીને કહે કે ફીના ભરવાના પૈસા આપો. નહીં આપો તો એ પાડોશીઓને સંભળાય એ રીતે ઝઘડો કરશે કે જુઓને, પપ્પાને મારી કંઈ પડી નથી. ફી ભરવાના પૈસા પણ નથી આપતા. પડોશીઓને લાગશે કે કેવો નપાવટ બાપ છે, છોકરાઓના શિક્ષણની કંઈ પડી નથી!

મોદીની યોજનાઓને કારણે મુંબઈમાં લોકોના ઘરમાં કામ કરતી મહિલાઓએ પોતાના વતનમાં પીએમ નિવાસ યોજનાનો લાભ લઈને પોતાનું મકાન બાંધ્યું છે. અમે જાતે આવા દાખલાઓના સાક્ષી છે. શિંદે-ફડણવીસ સરકારે લાડલી બહેન યોજના હેઠળ આપવા માંડેલી માસિક રૂપિયા દોઢ હજારની રકમ જરૂરતમંદોના બેન્ક ખાતામાં પહોંચી જતી અમે નિહાળી છે.

વચેટિયાઓની બાદબાકી કરીને, સરકારી બજેટમાં પૂરતી જોગવાઈ કરીને અપાતી મદદનાં કરોડો ઉદાહરણ તમને દેશભરમાં જોવા મળશે. મોદીના શાસનની આ ઘણી મોટી સિદ્ધિ છે. ટોચ પર બેઠેલા નેતા પ્રામાણિક હોય તો જ એ આખી સિસ્ટમને પ્રામાણિક બનાવવાની કોશિશમાં સફળતા મેળવવાની આશા રાખી શકે. ટોચના નેતાઓ ઉદ્ધવ, પપ્પુ કે પવાર-કેજરીવાલ-મમતા જેવા હોય ત્યારે એમના શાસન હેઠળનું રાજ્ય બરબાદ થઈ જવાની કગાર પર આવી જાય. લાલુ, મુલાયમ વખતે પણ આપણે બિહાર-યુપીની કંગાળ હાલત જોયેલી જ છે.

મહારાષ્ટ્રમાં આવતી કાલે એ રીતે મતદાન કરવાનું છે જેથી ફરી એકવાર અહીં ડબલ એન્જિનની સરકાર આવે. યુપીમાં યોગીજીની ડબલ એન્જિન સરકાર છે. ત્યાંનો એક કિસ્સો ગઈ કાલે જ મને જાણવા મળ્યો. સ્કૂલમાં (અને કૉલેજમાં પણ) હું જેની સાથે ભણ્યો તે મારો અંગત મિત્ર દાયકાઓથી ભારતની બહાર રહે છે. અત્યારે કતરના દોહા શહેરમાં છે. એણે મને આ વાત વૉટ્સએપ પર મોકલીને કહ્યું કે તારે આ માણસ સાથે વાત કરવી હોય તો કરાવું.

એ માણસને મારો મિત્ર જાણે છે. યુપીનો છે. દોહામાં સિક્યુરિટી પર્સોનેલ છે. મારો મિત્ર કહે છે કે આ માણસના પિતા યુપીમાં પૂજારી છે. આર્થિક ભીડને કારણે એ ત્રણેક વર્ષથી દોહા આવીને નોકરી કરે છે. એણે મારા મિત્રની સાથે વાત કરતાં સમજાવ્યું કે મોદી સરકારની વિવિધ યોજનાઓને લીધે યુપીમાં રહેતા એના પરિવારને કેવા કેવા ફાયદાઓ થઈ રહ્યા છે. એની પત્ની અને પુત્રી યુપીના એક ગામમાં એકલાં રહે છે. એમને દર મહિને રેશનિંગનું અનાજ વિનામૂલ્યે મળે છે. પત્નીને દર મહિને બેન્ક ટ્રાન્સફર દ્વારા સરકાર તરફથી રૂા. 6000 મળે છે. આ ઉપરાંત ઘર બાંધવા માટે સરકારે એમને ચાર હપતામાં કુલ રૂપિયા 6 લાખની રકમ આપી છે.

મારો મિત્ર મને લખે છે કે આ આર્થિક મદદ એના પરિવારને મોદી સરકાર તરફથી મળે છે તે જાણીને મને જે સંતોષ થયો એના કરતાં વધારે આનંદ એ બાબતનો થયો કે આ રકમ કોઈનેય કટકી આપ્યા વિના હાથમાં આવે છે અને લેનારની પૂરેપૂરી ડિગ્નિટી જળવાય એ રીતે એને મોકલવામાં આવે છે - ક્યાંય ધક્કા નથી ખાવા પડતા, કાલાવાલા નથી કરવા પડતા કે અપમાનો સહન નથી કરવા પડતા, તમે કોઈના અહેસાન તળે છો કે કોઈની પાસે ભીખ માગો છો એવો અહસાસ કરાવવામાં નથી આવતો.

આર્થિક મદદનું કમિટમેન્ટ આપતાં પહેલાં સરકાર તરફથી તમારાં કાગળિયાની પૂરતી ચકાસણી થતી હોય છે. દાખલા તરીકે ઘર બાંધવાની રકમ જેમ જેમ ઘર બંધાતું જાય એમ મળતી જાય અને સરકારી અધિકારીઓ દરેક તબક્કે નજર રાખે કે કામ કેટલું પૂરું થયું છેઅને કેટલું બાકી છે. ઘર બંધાઈ જાય એટલે વડા પ્રધાનના કાર્યાલયને તમારા ફોન નંબર મોકલી આપવામાં આવે. પછી વડા પ્રધાન મોદી જાતે પોતે એ નંબરોમાંથી રેન્ડમલી કોઈ પણ નામ પસંદ કરે અને જાતે પોતે ફોન પર વાત કરીને પૂછે કે તમને પૈસા મેળવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને, કોઈ ફરિયાદ હોય તો મને કહી શકો છો. એટલું જ નહીં મોદી કહે પણ ખરા કે ચાલો જોઉં, હવે મને વીડિયો કોલ પર તમારું ઘર જરા દેખાડો ને!

મિત્ર લખે છે કે આ બધી વાત કરતી વખતે એ માણસની આંખ ભરાઈ આવી હતી. આટલી સરકારી મદદ ઓછી હોય એમ એની દીકરી ભવિષ્યમાં સરકારી માન્યતા ધરાવતી કૉલેજમાં પ્રવેશ મેળવશે ત્યારે એને ગ્રેજ્યુએટ થવા માટે કુલ રૂપિયા પાંચ લાખની રકમ મળશે.

મોદી સરકારનાં આવાં અનેક કામથી કેટલાય લોકો હજુ પણ અપરિચિત છે. મોદી ભારતના રાજ્યોમાં પોતાના મુખ્યમંત્રીઓ દ્વારા પોતાનાં કામોનો ઉજળો હિસાબ આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શરદ પવારથી લઈને ઉદ્ધવ-પેન્ગ્વિનના શાસનનું કરપ્શન પાછું ન લાવવું હોય તો તમારે કોને વોટ આપવો તે વિશે ફોડ પાડીને કહેવાનું ન હોય. સુજ્ઞ વાચકો બધું જ સમજતા હોય છે, ટૂંકમાં કહીએ તો.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

19 Nov, 08:31


શિંદે-ફડણવીસ-મોદીનું રાજ અને ઉદ્ધવ-પપ્પુ-પવારનું રાજ: સૌરભ શાહ

("ગુડ મૉર્નિંગ’, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ : મંગળવાર,
19 નવેમ્બર 2024)


આવતી કાલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. એક બાજુ મોદીએ દેશમાં અને મહારાષ્ટ્રમાં કરેલાં/કરાવેલાં કામ બોલે છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ યશસ્વી પિતા બાળાસાહેબ ઠાકરેનું નામ બોળીને કૉંન્ગ્રેસ સાથે કરેલું નાતરું અને શરદ પવાર સાથે કરેલું તકવાદી જોડાણનું રાજકારણ બોલે છે. ઉદ્ધવે તો હવે પોતાના પિતાને ‘હિંદુ હ્રદયસમ્રાટ’ કહેવાનું બંધ કરીને ૧૯૯૨માં બાબરી વિધ્વંસ પછી પોતાના પિતાએ અને પિતાના ટેકેદારોએ ભજવેલી ભૂમિકા બદલ મુસ્લિમોની માફી માગી છે. આવો નગુણો પુત્ર કોઈના ય કુટુંબમાં ન હજો. એકનાથ શિંદેની ધનુષ્યબાણના પ્રતીકવાળી શિવસેના જ બાળાસાહેબની અધિકૃત વારસદાર છે. બાળાસાહેબનો કૉંગ્રેસ માટેનો ધિક્કાર શિંદેમાં પણ છે.

ઉદ્ધવ ઠકરેના મુખ્યપ્રધાનપદના ભયંકર ગાળામાં એમના પુત્ર પેન્ગ્વિને મુંબઈના મેટ્રો રેલના પ્રોજેક્ટને પર્યાવરણના નામે ખોરવી નાખ્યો હતો. મેટ્રોનો ડેપો આરે કૉલોનીના એક નાનકડા હિસ્સામાંથી ખસેડીને પોતાના સાથીઓને મલાઈદાર કટકી મળે એવી જગ્યાએ-કાંજુર માર્ગના પ્લૉટ પર ખસેડવાનું કાવતરું ઘડાયું હતું. પેન્ગ્વિને કેટલાક આંદોલનજીવીઓને ઉશ્કેરીને આંદોલન શરૂ કર્યું જેનો મરાઠી ભાષાના પાકીટ પત્રકારોએ ખૂબ પ્રચાર કર્યો. મેટ્રો રેલના ડેપોને આરેથી ખસેડીને કાંજુર માર્ગ લઈ જવાની યોજનાને કારણે હજારો કરોડનો ખર્ચ વધી જવાનો હતો એવી વાત મીડિયા દ્વારા ઢાંકી રાખવામાં આવી. પ્રોજેક્ટ વિલંબમાં મૂક્યો એને કારણે સેંકડો કરોડનો ખર્ચ વધી ગયો જેની ઉદ્ધવ-પેન્ગ્વિનને કંઈ પડી નથી. શિંદે-ફડણવીસની સરકાર વાજબી રીતે મહારાષ્ટ્રનું શાસન કરવા પાછી આવી કે તરત જ મેટ્રોનો પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો અને બે મહિના પહેલાં ફેઝ વન પર મેટ્રો દોડતી થઈ ગઈ, આરે કૉલોનીનો ડેપો ધમધમતો થઈ ગયો.

આ દેશમાં સૌને ખબર છે કે કૉંન્ગ્રેસની કે બિનભાજપી સરકાર હોય ત્યારે દિલ્હીથી મોકલાતી એક રૂપિયાની મદદ જ્યારે છેવટના માણસના હાથમાં આવે છે ત્યારે માત્ર 15 પૈસા જ એને મળે છે, 85 પૈસા વચેટિયાઓ ચાવી જાય છે.

મોદી સરકારે આખી ગેમ ચેન્જ કરી નાખી. 1 રૂપિયો દિલ્હીથી નીકળે તો છેવટના માણસ સુધી પૂરપૂરા 100 પૈસા પહોંચે. વચેટિયાઓ બિલકુલ બાજુએ હડસેલાઈ જાય. એટલે જ તો બંગાળ અને દિલ્હી રાજ્યની કમિશનખાઉ સરકાર ચલાવતા મમતા-કેજરીવાલ જેવા નેતાઓ મોદીની આયુષ્યમાન ભારત જેવી સુંદર યોજનાને પોતાના રાજ્યમાં લાગુ થવા દેતા નથી. આ કરપ્ટ નેતાઓ મોદીને કહે છે કે પૈસા અમને મોકલો, ડાયરેક્ટ લાભાર્થીના બેન્ક ખાતામાં જમા નહીં કરો. મોદી કહે છે કે તમને ના સોંપાય, દેશ આખામાં જે સિસ્ટમ ચાલે છે તે જ બરાબર છે. પૈસા સીધા જેના માટે છે તેના જ ખાતામાં જમા થશે. બંગાળ અને દિલ્હી રાજ્યમાં રહેતા નાગરિકો મમતા-કેજરીવાલની કરપ્ટ મેન્ટાલિટીનો ભોગ બની રહ્યા છે.

કૉંન્ગ્રેસ-‘આપ’ જેવી પાર્ટીઓ મતદારોને ખુશ કરવા મફતિયા યોજનાઓ અને ખટાખટ સ્કીમો જાહેર કરે છે. ભોળા મતદારો એમને જીતાડી દે છે. જીત્યા પછી બેચાર મહિનામાં જ આ સરકારોની તિજોરી ખાલી થઈ જતી હોય છે - કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને દિલ્હી રાજ્યની સરકારોના કિસ્સામાં આવું બની રહ્યું છે. હિમાચલની સરકાર વીજળી કંપનીઓનાં બિલ નથી ભરી શકતી એટલે હાઈ કોર્ટે નવી દિલ્હીના હિમાચલ ભવનને ટાંચમાં લેવાનો હુકમ કર્યો છે.

આની સામે ભાજપની કેન્દ્ર કે રાજ્ય સરકારો જે કંઈ વેલફેર યોજનાઓ જાહેર કરે છે તે સમજીવિચારીને કરે છે. જેમ કે મફત વિજળી આપવાને બદલે લાંબા ગાળે વીજળીનું બિલ શૂન્ય આવે એવી યોજના મોદી સરકારે અમલમાં મૂકી છે. જેને આ યોજનાનો લાભ લેવો હોય તે પોતાના ઘરમાં સૌર ઉર્જાનો પ્લાન્ટ ખરીદીને ઈન્સ્ટોલ કરે. સોલાર સિસ્ટમનો પ્લાન્ટ લેવા માટે બેન્કમાંથી સહેલાઈથી લોન મળી જાય. જેટલી સૌર ઉર્જા ઉત્પન્ન થાય એમાંથી પોતાના ઘર માટે જેટલી વપરાય તે પછી જે વધી તેને સરકાર વીજળી કંપનીઓની ગ્રિડ દ્વારા ખરીદી લે અને એ બદલ તમને પૈસા ચૂકવે. આ રકમમાંથી બેન્કના હપ્તા ચૂકવી દેવાના. વખત જતાં બધી લોન ચૂકતે થઈ જાય. આ બાજુ સૌર ઊર્જાને કારણે ઘરે વીજળીનું બિલ શૂન્ય આવે એટલું જ નહીં વધારાની વીજળી વેચીને બે પૈસાની આવક પણ ઊભી થાય. વધુ કમાણી કરવા માટે ઘરમાં વીજળીનો વપરાશ કરકસરથી કરવાની પ્રેરણા મળે એ ફાયદો વધારામાં. આને કહેવાય દીર્ઘદૃષ્ટિ. ધીરે ધીરે દેશના ઘણા મોટા ભાગમાં આ યોજનાનો પ્રસાર થશે.

મોદી સરકાર અનેક યોજનાઓ લાવીને દેશની પ્રજાનું ભલું કરી રહી છે પણ મીડિયા દ્વારા પ્રચાર શેનો થાય છે? કેજરીવાલની સરકાર મફત વીજળી આપે છે, મફત પાણી આપે છે. કર્ણાટકની સરકાર મહિલાઓને મફત બસ પ્રવાસ કરાવે છે વગેરે. આવી યોજનાઓમાં અવ્વલ તો એ કે સરકારી તિજોરીમાંથી નીકળતા રૂપિયામાંથી 85 પૈસા તો આપિયાઓ અને કૉંગ્રેસિયાઓના ગજવામાં જતા રહે છે. બાકીના 15 પૈસામાંથી યોજનાઓ ચાલતી હોય અને પૈસા ખૂટી જાય એટલે કેન્દ્ર પાસે ત્રાગું કરીને પૈસા માગવામાં આવે.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

18 Nov, 09:33


ભાવિન છાયા લખે છે : ‘... બહુ ખોટી માન્યતા છે કે પતિની પ્રોપર્ટીમાં પત્નીનો પચાસ ટકા ભાગ હોય છે. ના, બિલકુલ નહીં. પતિએ લીધેલી કોઈ મિલકતમાં ડિવોર્સ સમયે પત્નીનો હક્ક રહેતો નથી એવું ઇન્ડિયન પ્રોપર્ટી એક્ટમાં સ્પષ્ટ છે. ભારતની કોઈ કોર્ટ તમને નહીં કહે કે તમારી જમીન, મકાન, દુકાન કે ઑફિસ વેચી નાખીને પૈસા ચૂકવી આપો. હા, વડીલોપાર્જીત મિલ્કતમાં દાવો થઈ શકે, પરંતુ એ મેળવવી પણ સહેલી નથી.’

ભાવિન છાયાએ જૂના આઈપીસીની 498-A કલમ હેઠળ થતા કેસની પણ વાત કરી છે. ભાવિનભાઈ લખે છે : ‘ડોમેસ્ટિક વાયોલન્સ પુરવાર કરવું પણ ખૂબ જ અઘરું છે. સિવિલ સર્જ્યનના એમએલસી સિવાય ખાનગી હૉસ્પિટલના પુરાવા બહુ મજરે લેવાતા નથી. કારણ કે તેમાં સત્યતાની ખરાઈ હોતી નથી. જોકે, હવે આજે ડૉક્ટરો પણ ખોટાં સર્ટિફિકેટ આપતાં પહેલાં સો વાર વિચારે છે. જો કોર્ટમાં સાબિત થઈ જાય તો જીવનભરની પ્રેક્ટિસથી હાથ ધોઈ નાખવા પડે.’

498-Aના 85% કેસ ખોટા સાબિત થાય છે એવું સુપ્રીમ કોર્ટના આંકડા કહે છે એ વાત પણ ભાવિન છાયાએ નોંધી છે.

એક અગત્યની માહિતી ભાવિન આપે છે : ‘નેહા વર્સિસ રજનીશના અભૂતપૂર્વ ચુકાદામાં કોર્ટના સ્પષ્ટ આદેશ છે કે બન્ને પાર્ટીએ કમાણી અને ખર્ચના હિસાબ એફિડેવિટ સ્વરૂપે આપવા ફરજિયાત છે....ભરણપોષણ માટે થતા હજારો-લાખો રૂપિયાના દાવાઓ પણ કઈ માંગે મંજૂર થતા નથી. રોટી, કપડા, મકાન (ભાડા પર, નહીં કે ખરીદીને આપવું) જેવી પ્રાથમિક જરૂરિયાતો જેટલી રકમ જ મંજૂર થતી હોય છે. નહીં કે ઘરેણાં, મેકઅપ કે બીજી લક્ઝરી માટેના ખર્ચાઓ...’

ભાવિન છાયાની આખી પોસ્ટ ઘણી લાંબી છે. વાંચવા જેવી છે. ઘણા બધા વિવિધ વિષયો પરની એમની પોસ્ટ પણ વાંચવા જેવી હોય છે, વિચારવા જેવી હોય છે.

ડિવોર્સ પછી આપવામાં આવતી ભરણપોષણની-મેઈન્ટેનન્સની રકમ વિશે કોઈ વિદેશીએ ટ્વિટર પણ ઘણા વખત પહેલાં લખ્યું હતું તે યાદ આવે છે. પરણતાં પહેલાં પત્નીની લાઈફસ્ટાઈલ એના પિયરમાં શું હતી એને ધ્યાનમાં રાખીને રકમ નક્કી થવી જોઈએ. પતિની કમાણીને કારણે સર્જાયેલી લાઈફસ્ટાઈલને ધ્યાનમાં ન લઈ શકાય.

સલિલ દલાલ કહેતા હતા : સોચો ઠાકુર!

***
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremiના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨9004099112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ. ન્યુઝપ્રેમીને સ્વૈચ્છિક આર્થિક સપોર્ટ આપવા Newspremi.com પર ‘કટિંગ ચાય સિરીઝ’નો લુત્ફ ઉઠાવો.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

18 Nov, 09:33


મોદીએ પણ વખાણી, હવે તો જોઈ આવો : સૌરભ શાહ

(‘ત્રિવિધા’, Newspremi. Com : સોમવાર, ૧૮ નવેમ્બર ૨૦૨૪)

આનાથી વધારે મોટું બીજું કયું સર્ટિફિકેટ તમને જોઈએ. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એકતા કપૂર-વિક્રાંત મેસીની ત્રણ દિવસ પહેલાં રિલીઝ થયેલી રાષ્ટ્રવાદી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’નાં વખાણ કરતા હોય ત્યારે તમારે બીજા કોઈનાય અભિપ્રાયની રાહ જોયા વિના એ જોઈ આવવી જોઈએ.

આ ફિલ્મની મુદ્દાસર પ્રશંસા કરતા એક ટવિટને રિપોસ્ટ કરીને વડા પ્રધાને પોતાની કમેન્ટ લખતાં જણાવ્યું કે : ‘વેલ સેઈડ. સત્ય પ્રગટ થઈ રહ્યું છે એ સારી વાત છે અને એ પણ એ રીતે કે સામાન્ય નાગરિક પણ એ વાતને બરાબર સમજી શકે. જુઠ્ઠી વાતોથી સર્જાતું વાતાવરણ, ફેક નરેટિવ, માત્ર થોડાક જ સમય સુધી ફેલાઈ શકે. અંતે તો હંમેશાં હકીકતો બહાર આવતી જ હોય છે.’

ગોધરા હિંદુ હત્યાકાંડની હકીકતો મોદીને 27 ફેબ્રુઆરી 2002ના રોજથી જ ખબર પડી ગઈ હતી. એમણે રાજદીપ-બરખા ઇત્યાદિ વલ્ચર પત્રકારત્વના પ્રેક્ટિશનરો દ્વારા ફેલાવવામાં આવેલા ફેક નરેટિવનો સમય બહુ નજીકથી જોયો છે. આ જુઠ્ઠાણાં ફેલાવીને ગુજરાતને, હિંદુઓને અને મોદીને બદનામ કરવાની કોશિશો સફળ થઈ રહી હતી તે વખતના મોદી આ બધી સાંઢિયાના સાક્ષી છે. ભલભલા હિંદુઓ પણ રાજદીપ-બરખાના જુઠ્ઠા પ્રચારના ઝાંસામાં આવી ગયા હતા. એટલું જ નહીં અત્યારે પોતાને હિંદુવાદી ગણાવતા ગુજરાતી પત્રકારો પણ તે વખતે કૉંગ્રેસી નેતાઓનો પક્ષ લઈને મોદીને બદનામ કરતાં લખાણો લખતા થઈ ગયા હતા. તિસ્તા સેતલવાડ (જેના પર મોદી સરકારના આવ્યા પછી ગોબાચારી માટે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે) મીડિયાને અને મુસ્લિમ નેતાઓને ઉશ્કેરીને મોદી વિરુદ્ધ ફેક નરેટિવ ફેલાવી રહી હતી. મોદી અને એમના સાથીઓ વિરુદ્ધ લેફ્ટ-રાઈટ-એન્ડ સેન્ટર પોલીસ કેસ-કોર્ટ કેસ થઈ રહ્યા હતા. એક જાણીતી ભૂતપૂર્વ બાર ડાન્સરે તો મોદીને ‘મોતના સોદાગર’ કહ્યા હતા.

મોદી ચૂપચાપ પોતાનું કામ કરતા રહ્યા. કાનૂની એજન્સીઓને પૂરેપૂરો સહકાર આપતા રહ્યા. સાથે મુખ્યમંત્રી તરીકેની પોતાની ફરજ બજાવતા રહ્યા. વખત જતાં દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ ગયું. સર્વોચ્ચ અદાલતે પણ મોદી ડાઘરહિત છે એવું સર્ટિફિકેટ આપ્યું. ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મને મોદી તરફથી સર્ટિફિકેટ મળવું જ જોઈતું હતું, મળ્યું.

પણ ગઈકાલે મોદીનું સર્ટિફિકેટ આવ્યું કે તરત દેશના દુશ્મનોના પેટમાં તેલ રેડાયું. એ લોકોને સાબરમતી એક્સપ્રેસના એસ-સિક્સ ડબ્બામાં જીવતા સળગાવી દેવામાં આવેલા 59 હિંદુ સ્ત્રીપુરુષ-બાળકોની વાત પ્રોપગન્ડા લાગવા માંડી. રાજદીપની પત્ની અને એક જમાનામાં દૂરદર્શનનો કબજો ધરાવતા બાપની પુત્રી, જેને પોતાના હિંદુદ્વેષી-મોદીવિરોધી પત્રકારત્વના સરપાવ તરીકે મમતા બેનર્જીએ રાજ્યસભામાં બેસાડી છે તે સાગરિકા ઘોષ નામની બાઈએ ટવિટ કરીને મોદી માટે અસભ્ય ભાષા વાપરીને ઉમેર્યું કે મોદીને ક્લિન ચિટ આપવા માટે જ આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ બાઈને મોદીનું ‘એક હૈં તો સેફ હૈં’ સૂત્ર ‘ફાલતુ’ (વેક્યુઅસ. vacuous) લાગે છે.

સાગરિકા જેવી ઝેરીલી નાગણો અંગ્રેજી, હિંદી (અને ગુજરાતી) પત્રકારત્વમાં ઘણી ભરી પડેલી છે. રાજદીપ જેવું સડકછાપ પત્રકાત્વ કરતી ગૅન્ગના સભ્યો પણ અંગ્રેજી, હિંદી (અને ગુજરાતી) પત્રકારત્વમાં ઘણા છે.

સુપ્રીમ કોર્ટે મોદીને ક્લિન ચિટ આપ્યા પછી પણ આ પાપીઓએ ફેક નરેટિવ ફેલાવવાનું બંધ નહોતું કર્યું. એક્ચ્યુલી તો આ સૌની સામે કેસ કરીને એમની પાસે માફી મગાવીને એમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. રાષ્ટ્રદ્રોહનો ગંભીર ગુનો આ લોકોના કપાળ પર લખાયો છે.

ફિલ્મ જોઈ આવજો.

***

આજે 18મી થઈ. પરમ દિવસે બુધવાર, 20મી નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરવાનું છે. વારંવાર આપણને સમજાવવામાં આવે છે કે આપણો એક મત પણ કિંમતી છે છતાં આપણામાંના ઘણા લોકો આ વાતને જોઈએ એટલી ગંભીરતાથી લેતા નથી.

સ્વામી ગોવિંદદેવ ગિરિનું નામ તમે સાંભળ્યું છે. અયોધ્યાના રામ મંદિરના તેઓ ખજાનચી છે. 22 જાન્યુઆરી 2023ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા વખતે મોદીના 11 દિવસના ઉપવાસનાં પારણાં જેમણે એમણે જ કરાવ્યાં હતાં. પારણાં કરાવ્યા પછી નાનકડું વક્તવ્ય આપતી વખતે સ્વામીજી ખૂબ ઈમોશનલ થઈ ગયા હતા.

પરમ દિવસે સ્વામી ગોવિંદદેવ ગિરિએ કહ્યું કે હું મારી અયોધ્યાની અને દિલ્હીની કથાઓ કૅન્સલ કરીને મહારાષ્ટ્રમાં આવ્યો છું કારણ કે અહીંની વિધાનસભાની ચૂંટણી દેશ માટે ખૂબ અગત્યની છે.

તમને ખ્યાલ હશે કે સ્વામીજી માત્ર તુલસી રામાયણ તથા ભાગવતની જ નહીં વાલ્મિકી રામાયણ, મહાભારત અને બીજા અનેક વિષયો લઈને સાત-સાત દિવસની કથાઓ કરે છે. થોડા મહિના પહેલાં મુંબઈમાં બાબુલનાથ પાસેના પ્રેમપુરી આશ્રમમાં એમણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે સળંગ સાત દિવસની કથા કરી હતી.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

18 Nov, 09:33


મૂળ મહારાષ્ટ્રના એવા સ્વામી ગોવિંદદેવ ગિરિ મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોના અને વિવિધ સમાજના મોભીઓને રૂબરૂ તેમ જ ઝૂમ મીટીંગ દ્વારા સંદેશો પહોંચાડી રહ્યા છે કે શા માટે આ વખતની મહારાષ્ટ્રની ચૂંટણી દેશ માટે અગત્યની છે અને શા માટે તમારે 20મી એ મતદાન કરવા અચૂક જવું જોઈએ. સ્વામીજી કહે છે કે પેલા લોકો દુબઈ-મસ્કત વગેરેથી પ્લેન ભરીભરીને મતદાન કરવા આવી રહ્યા છે. શું આપણે આપણા ઘરથી પાંચદસ મિનિટના અંતરે આવેલા મતદાન મથક સુધી પણ ના જઈ શકીએ?

એક સંન્યાસી જો દેશની આટલી ફિકર કરતા હોય તો આપણે સંસારીઓએ આપણી ફરજ બજાવવામાં જરા સરખી ચૂક ન કરવી જોઈએ.

આપણો એક વોટ પણ કેટલો કિંમતી છે એ વાત સમજાવવાની હું મારી રીતે કોશિશ કરી જોઉં. જો સમજાય તો સારી વાત છે.

મુંબઈમાં હું જે વિસ્તારમાં રહું છું તે પવઈ ઇલાકો ચાંદીવલી નામની એસેમ્બલી કૉન્સ્ટિટ્યુઅન્સીનો ભાગ છે. 2019ની ચૂંટણીમાં આ મતવિસ્તારમાંથી જે ઉમેદવાર ચૂંટાયા તે છે શિવસેનાના દિલીપ લાંડે. અત્યારે તેઓ એકનાથ શિંદેની શિવસેનાના અડીખમ નેતા છે. દિલીપભાઈને 85,879 મત મળ્યા હતા. એમના નિકટતમ પ્રતિસ્પર્ધી હતા પપ્પુ કૉંન્ગ્રેસના મોહમ્મદ આરિફ નસીમ ખાન, જેમને 85,470 મત મળ્યા હતા. ખાનસાહેબને 410 મત વધારે મળ્યા હોત તો દિલીપભાઉ અત્યારે અમારા વિસ્તારના એમએલએ ન હોત. આનો મતલબ એ થયો કે અમારા મતવિસ્તારના 410 મતદારો દિલીપભાઉને મત આપવા ન ગયા હોત તો ખાનસાહેબ મહારાષ્ટ્રની વિધાનસભામાં અમારું પ્રતિનિધિત્વ કરતા હોત. આ 410 મતદારોમાં કદાચ હું કે મારા મિત્રો કે ઓળખીતાઓ હોઈ શકત. પણ એવું ન બન્યું. મે મતદાન કર્યું, મારા મિત્રોએ, મારા પરિચિતોએ અને બીજા રાષ્ટ્રવાદીઓએ પણ મતદાન કર્યું જેને કારણે દિલીપભાઈ જીતી ગયા.

આ વખતે આ બંને ઉમેદવારો મેદાનમાં છે. જીવ સટોસટની બાજી ખેલાઈ રહી છે. દિલીપભાઉને હરાવવા ખાનસાહેબના સમર્થકો પૂરજોશમાં મતદાન કરવા આવશે. 410 મતની સરસાઈવાળી તથા ‘તમારો એક મત પણ અમુલ્ય છે’વાળી વાત દિલીપભાઉના સમર્થકોના ગળે નહીં ઉતરે તો આ વખતે પવઈનો કિલ્લો ધ્વસ્ત થઈ જવાનો. અમારા મતવિસ્તાર જેવી જ પરિસ્થિતિ તમારા મતવિસ્તારની છે. તમારે ત્યાં વિધાનસભા, લોકસભા કે પછી કૉર્પોરેશન, નગર પાલિકા કે પંચાયતની ચૂંટણીઓમાં પણ અનેક વખત પાતળી સરસાઈથી હારજીત થતી તમે જોઈ હશે. મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે એવું અમસ્તું કંઈ કહેવાયું નથી.

કોઈપણ ચૂંટણીમાં મતવિસ્તારની આંકણી કેવી રીતે થાય છે તેનું ઘણું મહત્વ છે. અત્યાર સુધીના ભારતમાં કૉંન્ગ્રેસે પોતાને અનુકૂળ હોય તેવા મતવિસ્તારો તૈયાર કર્યા - અમુક બહુમતી ધરાવતા એરિયાને પર્ટિક્યુલર મતવિસ્તારમાં ભેળવી દીધા, અમુક એરિયાને બાદ કરી નાખ્યા.

બાઉન્ડરી-સરહદની રચના પુનર્રચનાનાં પરિણામો કેવાં આવે છે તેનો એક દાખલો તમને આપું. મુંબઈ નામ મુંબાદેવી પરથી પડ્યું. ગુજરાતના વલસાડથી દહાણુ વચ્ચેના સમુદ્રપટ્ટામાં વસતા માછીમાર-કોળીઓની આઇ એટલે મુંબાઆઇ અર્થાત્ મુંબાદેવી. મુંબઈમાં કાલબાદેવી અને ઝવેરી બજારના છેડે, જૂના કૉટન એક્સચેન્જ પાસે મુંબાદેવીનું ભવ્ય મંદિર છે. આ બેસતા વર્ષે અમે ત્યાં દર્શન માટે ત્રણ કિલોમીટર લાંબી લાઈન જોઈ.

મુંબાદેવી ઈલાકાનો વિધાનસભા મતવિસ્તાર એ જ નામે ઓળખાય છે. 1990, 1995, 1999 અને 2004ની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના રાજ પુરોહિત મુંબાદેવી મતવિસ્તારમાંથી ચૂંટાતા રહ્યા. સતત ચાર વાર. એ પછી 2009ની ચૂંટણી પહેલાં આ મતવિસ્તારમાં મેજર બાઉન્ડરી ચેન્જીસ થયા. આસપાસ આવેલા ભીંડી બજાર, મોહમ્મદ અલી રોડ, ડોંગરી ઈલાકાઓમાંથી કેટલોક હિસ્સો મુંબાદેવીમાં આવી ગયો. આને પરિણામે 2009માં પપ્પુ કૉંન્ગ્રેસના મુસ્લિમ ઉમેદવાર અમીન પટેલ વિધાનસભ્ય બન્યા, 2014માં પણ અને 2019માં પણ. સતત ત્રણ વાર. આ વખતે ભાજપે નાના ચુડાસમા જેવા એક જમાનાના ખમતીધર હિંદુવાદી નેતાનાં પુત્રી શાઈના એન.સી.ને ટિકિટ આપી છે. મુંબાદેવીમાં એક જમાનામાં ભાજપનું વર્ચસ્વ હતું. આ વખતે મુંબઈ-મહારાષ્ટ્રમાં ભાજપ-શિંદેસેનાની જબરજસ્ત લહેર છે અને સરકાર પણ આપણી જ બનવાની છે, સો ટકા. પણ મુંબાદેવીમાં કૉંન્ગ્રેસી ઉમેદવાર જીતી જાય એવી શક્યતા છે, ચોથી વાર.

2026માં મોદી સરકાર સમગ્ર દેશના મતવિસ્તારોની પુનર્રચના કરવા જઈ રહી છે. તે વખતે કૉંન્ગ્રેસે ઉછેરેલી વોટ બૅન્કનું વર્ચસ્વ ઘટશે અને કોઈ એક ચોક્કસ કોમ માટે નહીં પણ દેશ માટે કામ કરનારા પ્રતિનિધિઓની સંખ્યા વધશે. 2029ની ચૂંટણીનો નારો હશે: અબ કી બાર, સવા ચારસો પાર.

***

ફેસબુક પર જે જૂજ ગુજરાતીઓને હું ફૉલો કરું છું તેમાંના એક છે રાજકોટ નિવાસી ભાવિન છાયા. એમણે એક વખત મસ્ત લખ્યું હતું: ‘રોડ પર મહિન્દ્ર થાર અને જીવનમાં ગુજરાતી સાહિત્યકાર-બંનેથી દૂર રહેવું.’!

એમના આ સો ટચના સોના જેવા નિરીક્ષણના પૂર્વાર્ધ સામે હું સહમત નથી—થાર ઘણી સેફ ગાડી છે. ઉત્તરાર્ધ સાથે 101 ટકા સહમત છું!

ભાવિન છાયાની લેટેસ્ટ એફબી પોસ્ટ સૌ કોઈએ વાંચવા જેવી છે, વંચાવવા જેવી છે અને ખાસ કરીને યુવાન પુત્ર-પુત્રીઓને સમજાવવા જેવી છે.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

17 Nov, 04:48


કારણ કે મારી આંતરિક જરૂરિયાતોની પ્રાયોરિટીને સમજ્યા કર્યા વિના હું ગિટાર શીખવાનું શરૂ કરીશ તો હું એને અડધેથી જ પડતું મૂકી દઈશ અને પછી મને લાગવા માંડશે કે મારામાં વિલ પાવર જ નથી. તમે અત્યાર સુધી એવી કઈ કઈ બાબતો માટે માનતા રહ્યા કે મારામાં વિલ પાવરનો અભાવ હોવાથી મેં આટલાં કામ ન કર્યા કે અધૂરાં છોડી દીધાં એની યાદી બનાવો અને પછી જાતમાં જરા ઊંડા ઊતરીને વિચારો કે જે તે સમયે એ બધાં કામ શું તમારી આંતરિક જરૂરિયાતોના પ્રાયોરિટી લિસ્ટ પર હતાં? ચાન્સીસ એવા છે કે નહીં હોય. અને હવે એક યાદી બનાવો કે જિંદગીમાં તમે ક્યાં ક્યાં શરૂ કરીને પાર પાડ્યાં અથવા હજુય એ કામ તમે કરતાં રહો છો? ઘણી લાંબી યાદી થશે. આ બધાં કામો કરવાનો વિલ પાવર તમારામાં ક્યાંથી આવ્યો? કોઈએ ચમચીમાં મૂકીને પીવડાવ્યો? ના. તમારામાંથી જ એ પ્રગટ્યો કારણ કે એ કામ કરવાની તમારી આંતરિક જરૂરિયાત હતી. તો હવેથી મારામાં વિલ પાવર નથી. એવું કહીને જાતને કોસ્યા કરવાનું બંધ અને વિલ પાવરની કન્સેપ્ટને ગૂંચવી નાખવાનું બંધ.


વિલ પાવર જેવી જ વાત સેલ્ફ કૉન્ફિડન્સની છે. ફરી ક્યારેક.

પાન બનારસવાલા

આજે જે હકીકત છે તે એક જમાનામાં કલ્પના હતી.
-અજ્ઞાત
• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

17 Nov, 04:48


કોઈને બતાવી આપવા માટે કોઈની આગળ કશુંક પુરવાર કરવા માટે મારે મારામાં વિલ પાવર લાવવો છે એવો હેતુ હશે તો વિલ પાવર નહીં આવે : સૌરભ શાહ

( તડકભડક: 'સંદેશ', 'સંસ્કાર' પૂર્તિ, રવિવાર, ૧૭ નવેમ્બર ૨૦૨૪)

કોઈ વાત કરવી કે સમજવી બહુ અઘરી છે એવું આપણને કહેવામાં આવે ત્યારે આપણે એ વાતથી જલદી ઈમ્પ્રેસ થઈ જઈએ છીએ. પણ આ વાત સમજવી કે જીવનમાં ઉતારવી સાવ સહેલી છે એવું કહેવામાં આવે છે ત્યારે એ વાતનું ગ્લેમર આપણા મનમાંથી ઓછું થઈ જતું હોય છે, એ વાત ક્ષુલ્લક લાગવા માંડતી હોય છે.

વિલ પાવર કે ફૉર ધેટ મેટર એવા કોઈ પણ સદ્દગુણને જીવનમાં ઉતારવાનું કામ અઘરું નથી, બલ્કિ સાવ સરળ છે. આપણે અધીરા હોઈએ છીએ એટલે આપણા માટે આ બધી વાતો અઘરી બની જાય છે. ડૉક્ટર તમને રોજના પાંચ કિલોમીટર ચાલવાની સલાહ આપીને કહેશે કે આવું કરવાથી છ મહિનામાં જ તમારી ફલાણી-ફલાણી તકલીફો દૂર થઈ જશે અને વજન પણ દસ કિલો ઘટી જશે ત્યારે તમને ખબર હોય છે કે તમે રોજના પાંચને બદલે ત્રીસ કિલોમીટર ચાલવાનું શરૂ કરશો તો છને બદલે એક મહિનામાં તમારું વજન દસ કિલો ઘટી નહીં જાય, ફલાણી-ફલાણી તકલીફો પણ ભાગી નહીં જાય ઉલટાની રાતોરાત આટલું બધું ચાલવાનું શરૂ કરવાથી અમુક તકલીફો નવી નોતરી બેસશો. એટલું જ નહીં છ મહિના સુધી રોજના પાંચ કિલોમીટર ચાલવાની સાથે તમારે આહાર તેમ જ દિનચર્યાની બાબતમાં કેટલાક ડુઝ અને ડૉન્ટ્સનું પાલન કરવાનું રહેશે.

વિલ પાવરનું આવું જ છે. એ રાતોરાત નથી આવતો. કોઈના કહેવાથી નથી આવતો. કોઈના દબડાવવાથી કે કોઈના પ્રેમભર્યા આગ્રહથી પણ નથી આવતો. વિલ પાવર તમારી પોતાની સમજણથી આવે છે. ડૉક્ટર તમારો રિપોર્ટ જોઈને તમને શ્યુગર બંધ કરવાનું કહે અને તમે શુગર બંધ કરી શકો છો એવો વિલ પાવર તમારામાં છે એવું તમારી જાતને જતાવવા રાતોરાત તમારા ખોરાકમાંથી તમામ વધારાની શ્યુગર બંધ કરી દેશો તો થોડા જ દિવસમાં એવો વખત આવશે કે રાત્રે ઘરમાં બધાં ઊંઘી ગયા હશે ત્યારે તમે ચૂપચાપ ઊઠીને રસોડામાં જઈને કોઈ મિષ્ટ પદાર્થ ખાઈ લેશો અને ઘરમાં કંઈ ગળ્યું નહીં હોય તો ચા-ખાંડના ડબ્બા ફંફોસીને સાકરનો ટુકડો મોઢામાં ભરી લેશો.

મારામાં વિલ પાવર છે એવું જતાવવાનો જેમને શોખ હોય એમની સાથે આવું જ બનતું આવ્યું છે. વિલ પાવર નિર્ણય લેવાથી નથી આવી જતો. વિલ પાવર સમજણથી આવે છે. તમારી સમસ્યા શું છે? તમારે જિંદગીમાં શું કરવું? તમારા ઉકેલની આડે શું આવે છે? તમારા હેતુ સુધી પહોંચવાની આડે કયા વિઘ્નો નડે છે? આ સવાલોના જવાબો શોધતાં પહેલાં ખુદ આ સવાલોને તમારે સમજવા પડશે. જે પરિસ્થિતિને કારણે આ પ્રશ્નો ઊભા થયા હોય તે પરિસ્થિતિને પહેલાં તો ઝીણવટથી સમજવી પડશે. પરિસ્થિતિનું પ્રોપર નિરીક્ષણ, આકલન અને પૃથક્કરણ કર્યા વિના તમે તમારા સવાલને ઘડી નહીં શકો. અને જ્યારે સવાલ જ સરખી રીતે ઘડાયો ન હોય ત્યારે તમને એનો યોગ્ય જવાબ ક્યાંથી મળવાનો?

નાનકડો કલ્પિત દાખલો લઈએ. તમે માનો છો કે તમારામાં એવો વિલ પાવર જ નથી કે તમે બચત કરી શકો. જે કંઈ કમાઓ છો તે બધું જ મહિનાના અંતે વપરાઈ જાય છે. એક વખત દર મહિને પાંચ-પાંચ હજાર રૂપિયાની બચત કરવાની કોશિશ કરી હતી પણ ત્રણ મહિનામાં જ તમારો સંકલ્પ તૂટી ગયો અને પેલા પંદર હજાર પણ વપરાઈ ગયા. શું કરવું?


નાના એકમથી શરૂ કરવું અને પિરિયોડિસિટી પણ ઘટાડી નાખવી. મહિને પાંચ હજારને બદલે રોજના પચાસ રૂપિયા બચાવવા સહેલા છે. સાતત્ય વિલ પાવર કેળવવાની જાદુઈ ચાવી છે. સાતત્ય જાળવવા માટે બર્ડન ઓછું કરી નાખવું પડે. ભાર ઓછો થઈ જતાં હસતાં રમતાં સાતત્ય જળવાય છે. જિમમાં જઈને ફટાફટ કસરતો કરીને શરીર સુડોળ બનાવી નાખવાનાં સપનાં જોનારાઓમાંના 90 ટકા લોકો સ્પેશ્યલ સ્કીમ આવે ત્યારે વરસના પૈસા ભરી દે અને પછી મહિનામાં જ જિમ જે રસ્તે આવતું હોય તે રસ્તે જવાનું જ છોડી દે. રોજના પચાસ રૂપિયાની બચતની જેમ રોજની પાંચ જ મિનિટની કસરતથી શરૂઆત કરી હોય તો આવું ન થાય.

કોઈને બતાવી આપવા માટે કોઈની આગળ કશુંક પુરવાર કરવા માટે મારે મારામાં વિલ પાવર લાવવો છે એવો હેતુ હશે તો વિલ પાવર નહીં આવે. વિલ પાવર તમારી આંતરિક જરૂરિયાતોની પ્રાયોરિટી તમે સેટ કરી હોય તો જ આવે. મારી બહુ ઈચ્છા હોય કે હું કોઈક વાજિંત્ર શીખું પણ જ્યાં સુધી મારું આ ફેસિનેશન મારી આંતરિક જરૂરિયાત ન બને ત્યાં સુધી મારે ગિટારના ક્લાસમાં ફી ભરવાની જ ન હોય. ચાર વખત જઈને પાંચમા વખતથી બહાનાં કાઢતો થઈ જઈશ અને છ મહિના પછી ગિટાર ધૂળ ખાતી કોઈક ખૂણામાં પડી હશે – વાંદા, ગરોળીને ઘર બનાવવામાં કામ લાગશે.


જે ઘડીએ વાજિંત્રવાદન મારી આંતરિક જરૂરિયાત બની ગઈ તે જ ઘડીથી મારામાં ગિટાર શીખવા માટેનો વિલ પાવર આવી જશે એવું માની લેવાની પણ જરૂર નથી. આવી તો કેટલીય આંતરિક જરૂરિયાતો મારામાં ધરબાઈને પડી હોવાથી વાજિંત્રવાદનનો નંબર કેટલામો – એ મારે નક્કી કરવું પડે. જ્યાં સુધી એની પ્રાયોરિટી સૌથી ઉપરના પગથિયે નહીં આવે ત્યાં સુધી મારે મારી પ્રાયોરિટીવાળી આંતરિક જરૂરિયાતોને સંતોષવા વિલ પાવર કેળવવાનો છે.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

16 Nov, 12:43


આ વીકએન્ડમાં દરેક રાષ્ટ્રપ્રેમીએ ગોધરા હિંદુ હત્યાકાંડ વિશેનું સત્ય પ્રગટ કરતી ફિલ્મ જોઈને એ ૫૯ કારસેવકોને શ્રદ્ધાંજલિ આપવા થિયેટરમાં પહોંચી જવું જોઈએ : સૌરભ શાહ

(‘ત્રિવિધા’, NewsPremi.com : શનિવાર, ૧૬ નવેમ્બર ૨૦૨૪)

એકતા કપૂરની ગઈ કાલે રિલીઝ થયેલી ‘ધ સાબરમતી રિપોર્ટ’ એક વેલ મેઈડ ફિલ્મ છે. તમારા બધાની જેમ હું પણ સ્કેપ્ટિકલ હતો કે એકતા કપૂરે બનાવી છે, એ તો બૉલિવુડ ગૅન્ગની કહેવાય, અશ્ર્લીલ હરકતોવાળી ચીજવસ્તુઓ પણ એણે બનાવી છે, ‘ધ સાબરમતી રિપોર્ટ’માં ક્યાંક સેક્યુલરવાળું કે પછી લેફ્ટિસ્ટ એજન્ડાવાળું તો નહીં ઘુસાડ્યું હોય.

મને કહેવા દો કે આ ફિલ્મમાં ટિપિકલ બૉલિવુડ કથાઓની જેમ બૅલેન્સિંગ કરવાની જરા સરખી કોશિશ નથી થઈ. આઉટ ઍન્ડ આઉટ રાષ્ટ્રવાદી, હિંદુવાદી અને મોદીવાદી ફિલ્મ બનાવી છે. લેફ્ટિસ્ટ ઈકો સિસ્ટમની જરા સરખી સાડી બારી રાખવામાં નથી આવી. ડાબેરી બદમાશોએ જે કહેવું હોય તે કહે - અમે તો રતન તાતાએ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ વખતે ગુજરાતના વિકાસનાં વખાણ કર્યાં હતાં તેની ક્લિપ પણ દેખાડીશું અને સાથે મૂકેશ અંબાણીને પણ દેખાડીશું. જા તારે જે ઉખાડવું હોય તે ઉખાડી લે. મેઈનસ્ટ્રીમ હિંદી સિનેમાના એક અગ્રણી પ્રોડ્યુસર તરીકે એકતા કપૂરની આ બહાદુરી મને ગમી.

કોઈ કહેશે કે એ તો હિંદુઓને વહાલા થવા એકતાએ એવું બધું ફિલ્મમાં નાખ્યું છે તો હું કહીશ કે, પ્રિસાઈસલી, હિંદુ પ્રેક્ષકોને નારાજ કરીશું તો ધંધો બેસી જશે, ખુશ કરીશું તો બે પૈસા મળશે એવો જમાનો હવે બૉલિવુડમાં આવી રહ્યો છે તે સારું જ છે ને. પહેલાં તો આપણી મજાક ઉડાવાતી, શાંતિપ્રિય કોમનાં ગુણગાન ગવાતાં, સેક્યુલરિઝમ એટલે મુસ્લિમ અપીઝમેન્ટ એવો જ માહોલ હતો. હવે આ માહોલ બદલાઈ રહ્યો છે. આ માહોલ બદલવામાં કઈ એક વ્યક્તિનો સૌથી મોટો ફાળો છે તે વાચકોને ફોડ પાડીને કહવાનું ન હોય, વાચકો બધું જ સમજતા હોય છે, ટૂંકમાં કહીએ તો.

‘ધ સાબરમતી રિપોર્ટ’માં સારું દિગ્દર્શન, સારી ઍક્ટિંગ અને સારી પ્રોડક્શન વેલ્યુનો ત્રિવેણી સંગમ છે. સારું પેકેજિંગ છે. અંતે તો સત્યનો જ વિજય થાય છે એ વાત એમાં વારંવાર અંડરલાઈન થઈ છે. આ વાત દોહરાવવામાં સત્ય સાથે કોઈ ફિલ્મી ચેડાં નથી થયાં. જે કંઈ ક્રિએટિવ છૂટછાટો લેવાઈ છે તેને કારણે કોઈ જગ્યાએ આટલું અમથું પણ જૂઠ પ્રવેશ્યું નથી.

વિક્રાન્ત મેસી રિયલ લાઈફમાં ખ્રિસ્તી ધર્મ પાળે છે કે નહીં અને અગાઉ એના વિચારો કેવા હતા ને કેવા નહીં એની સાથે આપણને કોઈ લેવાદેવા નથી. ફિલ્મના પ્રમોશન વખતે દરેક ન્યુઝ ચેનલ પર જઈ જઈને એ હિંદુવાદી, રાષ્ટ્રવાદી, લેફ્ટિસ્ટ વિરોધી વિચારો વ્યક્ત કરતો હતો ત્યારે આપણામાંના જ કેટલાક કહેતા કે એ તો એની ફિલ્મ હિટ જાય એટલા માટે કહે છે. અહીં પણ તમારે નોંધવું જોઈએ કે જો એવું જ હોય તો હવે બૉલિવુડ પણ સ્વીકારે છે કે ફિલ્મ હિટ જાય એ માટે હિંદુવાદી વિચારો વ્યક્ત કરવા જરૂરી છે, અન્યથા બોક્સઑફિસ પર પીટાઈ જઈશું.

‘ધ સાબરમતી રિપોર્ટ’માં જો સેક્યુલરિઝમ ઘુસાડી દેવામાં આવ્યું હોત, ગોધરા હિન્દુ હત્યાકાંડ હકીકતોને છુપાવી દેવામાં આવી હોત કે તે વખતે બરખા-રાજદીપ જેવા હરામખોર પત્રકારોએ કરેલા બદમાશીભર્યા રિપોટિંગને વાજબી ઠેરવવામાં આવ્યું હોત તો જરૂર આપણે વિક્રાન્ત મેસીને જઈને બે લપડાક મારી હોત કે તારી ફિલ્મમાં તું લેફ્ટિસ્ટોને ખુશ કરે છે અને ટીવીઈન્ટરવ્યુમાં હિંદુવાદી વાતો કરીને હિંદુ પ્રેક્ષકોને ઉલ્લુ બનાવતો હતો?

પણ ના. ફિલ્મમાં શાંતિપ્રિય કોમના લીડરોને ખુલ્લા પાડવામાં આવ્યા છે. કૉંગ્રેસી રાજકારણીઓની બદમાશી તરફ ઈશારાઓ કરવામાં આવ્યા છે. અને સૌથી વધારે તો આ બધાની દલાલી કરનારા મીડિયાને ઉઘાડું પાડવામાં આવ્યું છે. હિંદુઓની છબી ખરડાય એ માટે ગોધરાના સત્યને દબાવી દેવા બદલ મીડિયાને કરોડો રૂપિયા મળ્યા છે એ વાતનો ચોખ્ખો ઈશારો ફિલ્મમાં છે. જે ટીવી ચેનલે આવી બદમાશી કરી તેની મામુલી ઑફિસ આલિશાન મહેલ જેવી બની ગઈ હતી. એ ટીવી ચેનલ કઈ તેની તમને ખબર છે. ફિલ્મમાં એ ચેનલનું નામ‘ઈ.બી.ટી. ન્યુઝ’ રાખવામાં આવ્યું છે. (મને કેમ આ નામ એન.ડી.ટી.વી. પરથી ઇન્સ્પાયર થયું છે એવું લાગી રહ્યું છે!)

પત્રકાર કૅમેરામૅન વિક્રમ મેસી (સમર કુમાર)ને જ્યાં નોકરી કરે છે તે ટીવી ચેનલની ઑફિસમાંથી મેનેજમેન્ટના આદેશથી ચોકાદારો ઘસડીને કમ્પાઉન્ડની બહાર ફેંકી દે છે એ સીન જોઈને મારું ગળું રૂંધાઈ ગયું અને આંખ ભરાઈ આવી. ગોધરા હિંદુ હત્યાકાંડ પછી ‘મિડ-ડે’ દૈનિકના તંત્રી તરીકે મેં જે સ્ટાન્સ લીધો એને કારણે મારી સાથે પણ આવો જ વ્યવહાર થાય એવી મંશા આકાર પટેલ (જે પછીથી એમ્નેસ્ટી ઇન્ટરનૅશનલનો ઇન્ડિયાનો ચીફ બન્યો અને જેની ઑફિસ પર ગોબાચારીના આરોપોને કારણે રેડ પડી હતી તે આકાર પટેલ) તથા બચી કરકરિયા (જાણીતાંસેક્યુલર-ડાબેરી પત્રકાર)ની હતી.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

16 Nov, 12:43


અમેરિકાએ ઓબામાના ટાઇમમાં પોતાના વ્હાઈટ હાઉસને રેનબો વડે રંગ્યું તો ભલે રંગ્યું. આપણે શું કામ અનુકરણ કરવાનું?

મેઘધનુષ, ઈન્દ્રધનુષ અને સપ્તરંગી કમાન સાથે કેવાં ભવ્ય કુદરતી દૃશ્યોની કલ્પના આપણા મનમાં ઊભરે! આ ગે લોકોએ એ નિર્દોષ રંગો પણ છીનવી લીધા.

પણ હવે અમેરિકામાં પણ આ એલજીબીટીક્યુવાળાઓનાં વળતાં પાણી શરૂ થવાનાં છે. ટ્રમ્પ જીત્યા ન હોત તો અમેરિકામાં અને એની દેખાદેખીથી ભારતમાં પણ કેવી કૌટુંબિક પરિસ્થિતિ સર્જાઈ હોત તેનો ખ્યાલ આ જોક વાંચીને આવશે🤣
સાસુ: વહુ, જરા ચા લાવજો.
વહુ: એ હમણાં જ લાવું, જરા દાઢી બનાવી લઉં!

***

મરાઠી ભાષાથી પરિચિત ન હો તો પણ તમારે યુટ્યુબ પર જઈને ભાઉ તોરસેકરની ‘પ્રતિપક્ષ’ ચેનલ જોવી જોઈએ. હિંદી વીડિયો પણ બનાવે છે. દેશના વર્તમાન રાજકારણ વિશે અને એમાંથી મહારાષ્ટ્રના રાજકારણ વિશે ભાઉ તોરસેકરની ઑથોરિટી છે. મરાઠી ભાષાના ટોચના પત્રકાર આખી જિંદગી પ્રિન્ટ મીડિયામાં કામ કર્યું. ગુજરાતીમાં પત્રકાર.... હસમુખ ગાંધી. જેમ પોતાની પ્રામાણિકતા માટે પૂજાય એવું જ ભાઉ તોરસેકરનું. એમની વિશ્વસનીયતા, ક્રેડિબિલિટી ઘણી ઉંચી. એમના વૈચારિક દુશ્મનો પણ મનોમન કે ખાનગીમાં એમની વિદ્વતાને, સૂઝબૂઝને સલામ ભરે.
કોરોના પહેલાં દિલ્હીના સરસંઘચાલક મોહનજી ભાગવતે દેશભરના પચાસેક પત્રકારોને મળવા બોલાવ્યા હતા. તે વખતે ભાઉ સાથે પહેલવહેલીવાર પરિચય થયો. એક વખત રાય શારદાએ એમની યુટ્યુબ ચેનલ માટે મને ને ભાઉને ઝૂમ પર ભેગા કર્યા હતા.
યુટ્યુબ પર ચેનલ કરવા માટે કોઈ તામઝામની જરૂર નથી. ભપકાદાર સેટ, મોંઘાં લાગે એવા કપડાં, આધુનિક કેમેરા-માઈક-લાઈટ્સ કશાની જરૂર નથી. ખર્ચો કરીને ઝાકમઝાળવાળા થમ્બનેઈલ બનાવવાની પણ જરૂર નથી. માત્ર તમારું કન્ટેન્ટ મજબૂત જોઈએ. ભાઉ તોરસેકર પાસે આઠ લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.

ભાઉ તોરસેકરની સેન્સ ઑફ હ્યુમર તેજાબી છે, હસમુખ ગાંધી જેવી જ. ગાંધીભાઈની જેમ ભાઉને પણ બિકાઉ પત્રકારો પ્રત્યે સખત નફરત છે. મરાઠીમાં આવા દલાલ પત્રકારોને ‘પાકીટ પત્રકાર’ કહે. પૈસાનું પાકીટ લઈને શરદ પવાર, ઉદ્ધવ કે કૉન્ગ્રેસી નેતાઓની તેઓ રોજ છાપાંમાં કે ટીવી ચેનલ પર કે યુટ્યુબ પર ચમચાગીરી કરે. એક વખત ભાઉ કહે: મહારાષ્ટ્રના આ મરાઠી પત્રકારો આ બદમાશ નેતાઓ માટે રોજ ગાતા રહેતા હોય છે કે ‘ક્યા ખૂબ લગતે હો બડે સુંદર દીખતે હો…’ અને આટલું સાંભળીને એ નેતાઓને ધરવ નથી થતો એટલે તેઓ સામે કહે કે ‘ફિર સે કહો, કહતે રહો, અચ્છા લગતા હૈ…!’

ભાઉના મોઢે એમની મરાઠી છાંટવાળી જુબાનમાં તમારે આ રમૂજ માણવી જોઈએ.

***

• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremiના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨9004099112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ. ન્યુઝપ્રેમીને સ્વૈચ્છિક આર્થિક સપોર્ટ આપવા Newspremi.com પર ‘કટિંગ ચાય સિરીઝ’નો લુત્ફ ઉઠાવો.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

16 Nov, 12:43


ડાબેરી ઈકો સિસ્ટમવાળાને સ્વાભાવિક રીતે જ આ ફિલ્મ નહીં ગમે. એ લોકો કહેશે કે આમાં તો જિંગોઈઝમ છે, હિંદુવાદની નારાબાજી છે. ફલાણું ગીત શું કામ, તિરંગો શું કામ, મોદી વગેરેને બતાવતું રિયલ ફૂટેજ શું કામ, આ તો મોદીને રાજી કરવાના ખેલ છે વગેરે. ભલે, કહેવા દો એમને. 23 પુરુષો, 16 સ્ત્રીઓ અને 20 બાળકો સહિત કુલ 59 હિંદુઓને જીવતા સળગાવી દેવાની ઘટના વિશે તદ્દન બેબુનિયાદ રિપોટિંગ કરનારા ડાબેરી મીડિયાવાળાઓના મોઢે આ ફિલ્મ સણસણતી લપડાક છે એટલે એ લોકોને તો ચચરવાનું જ છે.

જે જે પત્રકારો ડાબેરીઓના, કૉંન્ગ્રેસના પાપમાં ભાગીદાર છે એ સૌ આ ફિલ્મમાં વાંધાવચકા કાઢવાના જ છે. પોતાને ફિલ્મોમાં બહુ મોટી સમજ પડે છે એવું જણાવતા હિંદુવિરોધી પાપીઓ પણ ટ્વિટર, ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પર કકળાટ કરશે. ભલે કરે. તમે આ વીકએન્ડમાં સહકુટુંબ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોઈ આવજો. મિત્રોને પણ સાથે લઈ જજો. વર્થ ઇટ.

***

દેવદત્ત પટ્ટનાયક નામનો ઠરકી લેખક હોમો સેક્સુઅલ છે એવું મને એનાં થર્ડ ક્લાસ પુસ્તકોનાં ફોર્થ ક્લાસ ગુજરાતી તરજૂમા છાપતા ત્રણમાંના એક પ્રકાશકે કહ્યું છે. ગઈ કાલે જ હિંદુદ્વેષીને એક સરકારી સાહિત્યિક કાર્યક્રમમાંથી દૂર કરવામાં આવ્યો. આવા લોકો પોતાના સંબંધોને કારણે ગુજરાત કે દિલ્હીની સરકારના પૈસે ચાલતી સંસ્થાઓમાં ઘુસ મારતા હોય છે. પણ સોશિયલ મીડિયાના દેશપ્રેમીઓ જો એલર્ટ હોય તો પેધા પડી ગયેલા જે તે સરકારી અધિકારીએ થૂંકેલું ચાટવું પડતું હોય છે—ગઈ કાલે દેવદત્તના કિસ્સામાં બન્યું એમ.

યુ ટ્યુબ પર તમે રાજીવ મલ્હોત્રા જેવા સાચા ભારતપ્રેમીનો એક જૂનો વીડિયો જોઈ લેજો. કલાક કરતા લાંબો છે. પટ્ટનાયકની બરાબરની પોલ મલ્હોત્રાએ ખોલી છે. આ વીડિયો પ્રચલિત થયો તે પહેલા મેં પટ્ટનાયકનાં કેટલાંક પુસ્તકો મગાવીને વાચ્યાં હતાં અને મારો શક ખાતરીમાં પલટાઈ ગયો હતો કે આ દેવદત્ત માણસ રોંગ નંબર છે, બનાવટી હિન્દુવાદી છે. હિન્દુઓમાં માન્યતા મેળવીને હિન્દુ સંસ્કૃતિની ભાંગફોડ કરવાનો એનો એજન્ડા છે.

સુપ્રીમ કોર્ટે દસ વરસ પહેલાં સજાતીય સંબંધોને ગુનો ઠેરવતી ૩૭૭મી કલમ ઈન્ડિયન પીનલ કોડમાંથી રદ કરી તે પછી પટ્ટનાયકે ટિપિકલ સેક્યુલર અંદાજમાં જાહેર કર્યું હતું કે ભારતીય પરંપરામાં ક્યાંય વિમાન (પુષ્પક) મેન્યુફેક્ચર થવાના પુરાવા નહીં મળે પણ સજાતીય સંબંધોના પુરાવા જરૂર મળશે.

સ્માર્ટ. અબુધો તરત જ અંજાઈ જાય એવી સ્માર્ટ દલીલ. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં સજાતીય સંબંધોના પુરાવાઓ તો મળશે જ એ ઉપરાંત પ્રાચીન ભારતમાં તમને ચોરી, છેતરપિંડી થતી હોવાના પણ પુરાવાઓ મળશે. તેને કારણે શું આપણે એવું માની લેવું કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ ચોરીની હતી? છેતરપિંડીની હતી?

એમ તો પાંચ હજાર વર્ષ પછી મુંબઈ કે બીજાં શહેરોમાં ખોદકામ કરતી વખતે ગટરો નીકળશે. તો શું એવું માની લેવાનું કે ભારતમાં ગટર સંસ્કૃતિ હતી? પ્રાચીન ભારતમાં ગે લોકો હતા. હોય એ તો. એને કારણે શું આપણી સંસ્કૃતિ હોમો સેક્સ્યુઅલ્સ કે લેસ્બિયન્સની સંસ્કૃતિ બની ગઈ?

સેક્યુલર તથા લેફ્ટિસ્ટ ઈતિહાસકારો દ્વારા આપણા મન પર ઠસાવી દેવામાં આવ્યું છે કે આપણે ત્યાં સતીપ્રથા હતી, બાળકી જન્મે તો એને દૂધ પીતી કરી દેવાની પ્રથા હતી.

પ્રથા એટલે સર્વમાન્ય અને સર્વવ્યાપક વ્યવહાર. એ બધા જ લોકો પોતાને ત્યાં પુત્રી જન્મે ત્યારે કથરોટમાં દૂધ ભરીને એને ડુબાડી દેતા હોત તો એ વખતે સતીપ્રથા કેવી રીતે શક્ય બને? બાળકીઓ જ ન હોય તો સમાજમાં સતી કોણ થાય! અને જો બધી સ્ત્રીઓ સતી થઈ જતી હોત તો મારીતમારી પરદાદીની પરદાદીની પરદાદી પણ સતી થઈ ગઈ હોત. તો પછી આપણે જન્મ્યા કઈ રીતે? આપણા પૂર્વજોમાં જો માત્ર પુરુષો જ બાકી બચ્યા હોત તો કોની કૂખે આપણે અને આપણા બાપદાદાઓ જન્મ્યા?

એકલદોકલ છૂટાછવાયા કિસ્સાઓને એક ધાગામાં પરોવી દો એટલે કંઈ એ પ્રથા ન બની જાય. ભારતમાં આજે દર વર્ષે અમુક ખૂન થાય છે, અમુક બળાત્કાર થાય છે (અમેરિકામાં આવા દરેક ગુનાઓનો રેશિયો આપણા કરતાં અનેકગણો છે એ તમારી જાણ ખાતર). શું આપણે એમ કહીશું કે ભારતમાં ખૂન કરવાની પ્રથા છે? ભારતમાં બળાત્કાર કરવાની પ્રથા છે?

સંબંધો—સજાતીય હોય કે વિજાતીય—એના દેખાડા કરવાના ન હોય. તમારી રુચિ જો પુરુષ તરીકે કોઈ પુરુષમાં હોય કે સ્ત્રી તરીકે કોઈ સ્ત્રીમાં હોય તો એના માટે સરઘસો કાઢીને ભવાડા કરવાની કોઈ જરૂર નથી. પ્રાઈવસીમાં તમારે જે કરવું હોય તેની અગાઉ પણ છૂટ હતી, હજુય છૂટ છે જ. આધુનિક કે લિબરલ દેખાવા માટે ગે હોવું કે ગે લોકોને સમર્થન આપવું જરૂરી નથી એ જરા સમજો. આપણી સંસ્કૃતિમાં અપવાદરૂપ એવા સજાતીય સંબંધોના કિસ્સા મળી આવે તેને લીધે આપણી પરંપરામાંથી સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોનું મહત્ત્વ ઘટી જતું નથી. પણ અધકચરા તથા અભણ અને નાસમજ લોકોએ સુપ્રીમ કોર્ટના પેલા ચુકાદા પછી પોતાને લિબરલ કહેવડાવવા પોતાની ટેક્સીઓને, પોતાની ઍપ્સને, પોતાની પ્રોડક્ટ્સને રેનબો 🏳️‍🌈 rainbow 🌈 વડે રંગવાનું ચાલુ કર્યું તે શોચનીય છે, નીંદનીય છે.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

12 Nov, 03:27


રૉબર્ટ ઝેમેકસ ( આય હોપ કે આ ઉચ્ચાર સાચો હોય. જોકે, ભૂલ થતી હોય તો એમણે ચલાવી લેવાની. એ મારા નામનો સાચો ઉચ્ચાર કરી બતાવે ! ) અને ટૉમ હૅન્ક્‌સની જોડીની મને ગમેલી બે મસ્ત ફિલ્મો— ‘ફૉરેસ્ટ ગમ્પ’ અને ‘કાસ્ટ અવે’. એ ઉપરાંત પણ આ જોડીની બીજી ફિલ્મો છે. પણ આ બે ઉત્તમમાં ઉત્તમ.

આ અઠવાડિયે એ બંનેની ‘હિયર’ (Here, અહીંયા) રિલીઝ થઈ. એનું ટ્રેલર બે-ત્રણવાર જોવામાં આવ્યું પણ સમહાઉ ઑર ધ અધર આયમ નૉટ ઈન્સ્પાયર્ડ ટુ ગો ટુ ધ થિયેટર ઍન્ડ વૉચ ઇટ. હૉલિવુડ વિશે લખતી વખતે અંગ્રેજી શબ્દોની ભરમાર કરીએ તો ટ્રેન્ડી લાગીએ. અને પ્યોર ગુજરાતી, દેશી, કાઠિયાવાડી શબ્દોમાં હૉલિવુડ વિશે લખીએ તો સુપર ટ્રેન્ડી લાગીએ. આવું કેટલાક ફેસબુકિયાઓને લાગતું હોય છે. ( તો રજનીકાન્તની ફિલ્મ વિંશે લખતી વખતે શું કરીશું?)

* * *

શિયાળો ઑફિશ્યલી શરૂ થઈ ગયો છે અને દિલ્હી-જયપુર જેવા સેન્ટરોમાં બનાવટી લિટરેચર ફેસ્ટિવલોનો માહોલ બંધાઈ રહ્યો છે. જયપુર લિટફેસ્ટ હોય કે પછી ગુજરાત લિટફેસ્ટ હોય— આ ફેક અને એજન્ડા ડ્રિવન સાહિત્યમેળાઓમાં લિબરલો એટલે કે લેફ્ટિસ્ટો એટલે કે હિંદુ સંસ્કૃતિના કટ્ટર વિરોધીઓ એના આયોજકો હોય છે. આ લોકો મોટા મોટા ભંડોળ મેળવીને સાહિત્યની આડશે છૂપી રીતે પોતાનો લેફટિસ્ટ એજન્ડા આગળ વધારતા હોય છે. ( ‘રેખ્તા’વાળાઓ પણ એ જ પગલે ચાલે છે—ઉર્દુ સાહિત્યને પ્રમોટ કરવાને નામે. હવે એ ગૅન્ગ ગુજરાતીમાં પણ ઘુસી છે. ચાંદીના વરખવાળી ઝેરી કાજુ કતરીથી સાવધાન).

ગુલઝાર કે જાવેદ અખ્તર જેવી હસ્તીઓને આ લોકો બોલાવે ત્યાં સુધી ઠીક છે. સ્વાનંદ કિરકિરે કે પ્રસુન્ન જોશી પણ ચાલે. પણ લોકોના મનોરંજન માટે આયોજકો ભળતીસળતી ફિલ્મી હસ્તીઓને પકડી લાવતા હોય છે. ‘આજ તક’ નામની ઇન્ડિયા ટુડે વાળાઓની હિંદી ચૅનલે પોતાના સાહિત્યમેળામાં નહીં પણ કૉન્ક્‌લેવ નામના મેળામાં ગયા અઠવાડિયે ઉર્ફી જાવેદને બોલાવી હતી. ઉર્ફી જાવેદ ? ઓ હલ્લો, આ શું માંડ્યું છે તમે? અરુણ પુરી, આટલા ડેસ્પરેટ થઈ જવાનું? નોર્મલ સંસ્કારી ભારતીય યુવતીને પોતાના એક ડ્રેસ માટે જેટલું કપડું જોઈએ એટલા કપડામાંથી આખું વર્ષ ચાલે એટલા ડ્રેસ બનાવતી ઉર્ફી જાવેદને વળી તમે કયા હિસાબે આવા મેળામાં બોલવા માટે બોલાવી શકો?

ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર આવતા મહિને યોજાવાનું છે. પરિષદના પ્રમુખે કાર્યવાહી સમિતિ અને મધ્યસ્થ સમિતિના બાબાબેબીઓને કન્સલ્ટ કરીને નક્કી કરવું જોઈએ કે આ વખતના જ્ઞાનસત્રની કોઈ એક સેશન માટે ઉર્ફી જાવેદને સંચાલન માટે બોલાવીએ તો સાહિત્યનો પ્રચાર કરવામાં કેટલી સહાય મળે. ગુજરાતીમાં ઉર્ફી જાવેદના વિકલ્પ રૂપે પરિષદવાળાઓને કોઈ જાણીતી ગુજરાતણનું નામ જોઈતું હોય તો મારો સંપર્ક કરજો. મારી પાસે અડધો ડઝન સૂચનો છે. તમારી પાસે છે? બોલો કોણ કોણ?

• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremiના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨9004099112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ. ન્યુઝપ્રેમીને સ્વૈચ્છિક આર્થિક સપોર્ટ આપવા Newspremi.com પર ‘કટિંગ ચાય સિરીઝ’નો લુત્ફ ઉઠાવો.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

12 Nov, 03:27


શ્રી ગણેશાય નમઃ — આજે દેવઉઠી અગિયારસથી એક નવી થ્રી પીસ કૉલમનો શુભારંભ : સૌરભ શાહ

( ’ત્રિવિધા’, Newspremi.Com મંગળવાર, 12 નવેમ્બર 2024 )

ત્રીસ કરતાં વધારે વર્ષ પહેલાંની વાત છે. અડધા દાયકા સુધી ચાલેલી મારી અને ચંદ્રકાંત બક્ષીની જાહેર પત્રબાજી, દલીલબાજી, પટ્ટાબાજી, તલવારબાજીનો અંત આવી ગયો હતો. જે કંઈ વિખવાદ ચાલ્યો તે શમી ગયો હતો. શાંતિનું નોબેલ પ્રાઈઝ એ વર્ષે અમને બંનેને મળવાનું છે એવી અફવાઓ પણ સ્વીડનથી આવતી થઈ ગઈ હતી. અમારા બેઉના દુશ્મનો આશ્ચર્યચકિત થઈને ડિપ્રેશનમાં સરી પડ્યા હતા.

એ ગાળામાં મેં એક ડાયજેસ્ટ ટાઈપનું મૅગેઝીન શરૂ કરવાનું પ્લાનિંગ કરેલું. ‘રીડર્સ ડાયજેસ્ટ’ જેવું કે પછી મહેન્દ્ર મેઘાણીના ‘મિલાપ’ જેવું. અગાઉ ક્યાંક પ્રગટ થયેલી સામગ્રી ધૂળધોયાની જેમ એકઠી કરવાની અને એને સજાવીને વાચકોને પીરસવાની.

આ સંદર્ભમાં હું વરલી જઈને બક્ષી સાહેબને મળેલો. એમણે ચિક્કાર લખ્યું છે. એમાંથી દર અઠવાડિયે એમના ત્રણ લેખોનો સંક્ષેપ કરીને ( 1000-1200 શબ્દોના એક લેખને 300-400માં કરીને ) એક પાનું ભરીને કૉલમ છપાય. સંક્ષેપ કરવાની મહેનત મારે કરવાની. બક્ષી જરા સ્કેપ્ટિકલ હતા કે ટેક્‌નિકલી આમાં કેવું લાગશે ? મજા આવશે ? મેં એમને સૅમ્પલ બતાવ્યું. બક્ષી ખુશ થઈ ગયા. એમણે પરવાનગી આપી. પુરસ્કારની રકમ નક્કી થઈ. કૉલમનું નામ શું રાખવું? મને કંઈ સૂઝતું નહોતું. એમને પણ સૂઝતું નહોતું.

થોડા દિવસ પછી એમનો ફોન આવ્યો:‘કૉલમનું નામ રાખીએ ‘ત્રિવિધા’…’

‘વાહ, ત્રણ વિવિધ પીસની કૉલમનું નામ ‘ત્રિવિધા’….’ વારી ગયો એમના પર.

બક્ષીએ રચેલા અનેક નવા નક્કોર ( પણ ચાંપલા કે વેવલા નહીં એવા) શબ્દોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. પણ ત્રિવિધા શબ્દ વિશે કોઈનેય ખબર નથી.

ક્યાંથી હોય. મેં નવા છાપાનારા મૅગેઝિનની ડમીમાં ‘ત્રિવિધા’ના નામે બક્ષીની કૉલમ છાપી હતી પણ મારી જશરેખામાં પોતાનું મૅગેઝિન પ્રગટ કરવાનું લખાયું નથી. એ મૅગેઝિન પણ વાચકો સુધી ના પહોંચ્યું. ‘ત્રિવિધા’ ડમી અંકમાં રહી ગઈ.

ત્રણ પીસની મૌલિક કૉલમો અંગ્રેજીમાં ખુશવંત સિંહના જમાનાથી લખાતી આવી છે. ગુજરાતીમાં જો કોઈ બીજો લેખક દાવો કરીને પુરવાર ના કરે ત્યાં સુધી એની શરૂઆત મેં કરી છે એવું માનજો. 1983માં ‘સમકાલીન’ની ભાવિ અને ‘જનસત્તા-લોકસત્તા’ની વર્તમાન રવિવારની પૂર્તિમાં મેં ‘પૉપકોર્ન’ નામની ત્રણ પીસની કૉલમ શરૂ કરેલી. પછી તો ઘણી જગ્યાએ લખી.

તો બક્ષીસાહેબના પુનિત સ્મરણ સાથે, આ કૉલમના નામની ફુલ ક્રેડિટ ચંદ્રકાંત બક્ષીની છે એવા ડિસ્ક્‌લેમર સાથે ‘ત્રિવિધા’ તમારી સેવામાં રજૂ થાય છે, જેમાં ત્રણ નાના-નાના પીસ. દરેક પીસનો વિષય વેગળો. વિષયનું કોઈ બંધન નહીં. જોઈએ કેવી જામે છે, કેટલી ચાલે છે.

* * *

આજકાલ સિક્‌વલના નામે આપણને દુ બનાવવાનો ધંધો હૉલિવુડમાં અને એ લોકોને જોઈને બૉલિવુડમાં પણ બહુ ચાલ્યો છે. સિક્‌વલમાં પણ પાછું ભેળપુરી જેવી યુનિવર્સ નામની કન્સેપ્ટ આવી છે જે બૉલિવુડમાં પણ આવી. નવી રિલીઝ થયેલી, સૌને ગમી જાય એવી અને બૉક્‌સ ઓફિસ પર પણ હિટ ગઇ હોય એવી, ફિલ્મો હૉલિવુડમાં તો નથી જ આવતી, બૉલિવુડમાં પણ નથી આવતી. ઢોલીવુડની તો વાત જ નહીં પૂછતા.

આવા માહોલમાં રિડલી સ્કૉટની સિક્‌વલ ‘ગ્લેડિયેટર-ટુ’ આવી રહી છે. સ્કૉટની ડેન્ઝિલ વોશિંગ્ટન અને રસેલ ક્રોવવાળી ‘અમેરિકન ગૅન્ગસ્ટર’ મારી મનગમતી ફિલ્મ. ‘ગ્લેડિયેટર’ તો ખરી જ. મને તો ગયા વર્ષે આવેલી એની ‘નેપોલિયન’ પણ ગમેલી— લંબાઈને લીધે કાપીકૂપીને ટૂંકી કરી નાખીને થિયેટરોમાં રિલીઝ કરવામાં આવેલી તો પણ ગમેલી. હવે ફુલ વર્ઝન એપલ ટીવી પર ઉપલબ્ધ છે.

‘ગ્લેડિયેટર’ની સિક્‌વલ આવે છે એટલે એની મૂળ ફિલ્મ બે અઠવાડિયાં પહેલાં રિ-રિલીઝ કરવામાં આવી. એ જમાનામાં થિયેટરમાં જોયા પછી આ વખતે ફરી જોઈ. જબરજસ્ત ફિલ્મ. ડાયરેક્ટરની કેવી રેન્જ! ‘ગ્લેડિયેટર’ જેવા વિષય પર ફિલ્મ બનાવનારો ‘અમેરિકન ગૅન્ગસ્ટર’ પણ બનાવે ! પણ ‘ગ્લેડિયેટર-ટુ’નું ટ્રેલર અન્ડરવ્હેલ્મિંગ લાગ્યું. બે વખત અલગ અલગ થિયેટરમાં જોવા મળ્યું. જામ્યું નહીં. નક્કી નથી કે સિક્‌વલ જોઈશું કે નહીં.

ટૉમ હૅન્ક્‌સ પણ અમારો પ્રિય ઍક્ટર. પાક્કો લેફટિસ્ટ અને ડોનાલ્ડ ટ્રમ્પનો કટ્ટર વિરોધી છતાં ગમે (એમાં શું ? ). ટ્રમ્પ જીતશે તો હું અમેરિકા છોડી દઈશ એવી જાહેરાત એણે કરેલી. હવે હું રાહ જોઉં છું કે એ મુંબઈ આવીને મારી બાજુમાં ખાલી પડેલા ફ્લૅટમાં ક્યારે રહેવા આવશે. (ટૉમ હૅન્ક્‌સની જેમ ભારતીય અભિનેતાઓમાં નસિરુદ્દીન શાહ મારા ફેવરિટ છે. મોદી ચૂંટાશે તો દેશ છોડીને જતા રહેશે એવી ધમકી એમણે પણ આપેલી. ટૉમ હૅન્ક્‌સ અમેરિકાના નવા પ્રમુખની 20મી જાન્યુઆરીએ સોગંદવિધિ થાય એ પછી મારી બાજુમાં રહેવા આવશે તો હું માનું છું કે ટૉમનું અમેરિકાનું ખાલી પડેલું ઘર નસિરુદ્દીન શાહ ભાડે લઈ લેશે.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

11 Nov, 09:22


( આ ‘જુગલજોડી’ ડીપ સ્ટેટ માટે કામ કરતી હતી, આટલા ઊંચા સ્થાને હોવા છતાં).

ભારતમાં કુણાલ કુમરા જેવા સડક છાપ કૉમેડિયન કે ઝુબેર નામના શાંતિપ્રિય કોમના હિંદુવિરોધી ફૅક્ટચેકર્સ કે પછી ગુજરાતીમાં લખનારાઓમાં એક બંધ પડી ગયેલા ગટરક્લાસ મૅગેઝિનના તંત્રી પ્રકાશ ન. શાહ, સડકછાપ વિદ્વાન રમેશ ઓઝા ( છાપામાં કૉલમો લખનારા રમેશ ઓઝા. જે વંદનીય છે તે પૂ. રમેશભાઈ ઓઝા જુદા), મોદીદ્વેષ થકી કરિયર બનાવવા મથી રહેલા ઉર્વીશ કોઠારી, યુટ્યુબર ગોપી મણિયાર કે પછી અપના અડ્ડા જેવાં સંગઠનો તેમ જ આવા પાપીઓ જેવું જ કામ કરનારા બીજા ડઝનબંધ જોકરો ડીપ સ્ટેટનો હિસ્સો છે.

આ બધા તો તમને દેખાય છે. જે નથી દેખાતા, જેઓ ચૂપચાપ કામ કરે છે, ખાનગીમાં ડીપ સ્ટેટને મદદ કરે છે એવા પોલીસ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, છાપાવાળાઓ, બૉલિવુડિયાઓ-ઢોલીવુડિયાઓ, ફેસબુકિયાઓ અને ટવિટરિયાઓ અને બીજા ગલુડિયાઓ તો વળી જુદા. તેઓ પોતાની આઇડેન્ટિટી છુપાવીને ડીપ સ્ટેટનો એજન્ડા આગળ વધારતા હોય છે. કન્હૈયા કે ઉમર ખાલિદની જેમ જાહેરમાં ડીપ સ્ટેટ માટે પ્રવૃત્તિ કરનારા દરેક માણસની સાથે ખાનગીમાં હજારો અનામી લોકો અવિધિસર જોડાયેલા હોવાના. આ બધા એમની તાકાત વધારે છે. તેઓ ભાંગફોડની પ્રવૃત્તિ કરતાં પકડાય ત્યારે તેમના સમર્થનમાં રસ્તા પર મોરચા કાઢવાથી માંડીને છાપામાં એમનું ઉપરાણું લેતી કૉલમો લખવા સુધીની પ્રવૃત્તિ કરતા હોય છે. સુપ્રીમ કોર્ટ સુધી એમને બચાવવાની કોશિશ કરતા હોય છે. રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓ કરનારા સાલા, અમારા જેવાઓને , મેજિસ્ટ્રેટની કોર્ટમાં લડવા માટે વકીલો પોસાતા નથી જ્યારે આ લોકોને સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ લડનારા, સાત આંકડાની ફી લેનારા વકીલો મળી રહે છે. ડીપ સ્ટેટ પાસે આટલા પૈસા આવતા હશે ક્યાંથી? અમારા નિકટના મિત્ર જેમની આજકાલ ખૂબ ખોટ સાલે છે એ ફિલ્મ વિષયક લખાણોના નંબર વન લેખક સલિલ દલાલ એમની કૉલમના અંતે કહેતા એમ: સોચો, ઠાકુર.

તાજા કલમ: આ લેખ લખાઈને ટાઈપ સેટિંગમાં જાય છે ત્યારે એક બ્રેકિંગ ન્યુઝ આવ્યા છે.અમેરિકામાં ડીપ સ્ટેટ હજુય એક કાવતરું ઘડી રહ્યું છે. કોઈક રીતે ડોનાલ્ડ ટ્રમ્પ વીસમી જાન્યુઆરીએ પ્રેસિડન્ટ તરીકે સોગંદ ન લઈ શકે અને હજુ, જ્યારે બાયડન અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ઑફિસમાં છે ત્યારે, એ રાજીનામું આપીને વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસની આપોઆપ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક થવા દે જેથી કમલા હેરિસનું અમેરિકાનાં પ્રથમ મહિલા પ્રેસિડન્ટ તરીકે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ લખાઈ જાય.

જેનું નામ અમેરિકામાં કથિર યુગ લાવવા માટે જાણીતું થયું હોય તેની મહત્તા સ્થાપવા માટે ડીપ સ્ટેટ કેવાં કેવાં હવાતિયાં મારે છે, જુઓ.

• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨9004099112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

11 Nov, 09:22


દેશને ખોખલો બનાવતી ઉધઈ સામેનું પેસ્ટ કન્ટ્રોલ અભિયાન : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: સોમવાર, 11 નવેમ્બર 2024 )

'ડીપ સ્ટેટ’ શબ્દ પ્રયોગથી તમે પરિચિત છો? ભારતના અને અમેરિકાના પણ, સંદર્ભમાં છેલ્લા ઘણા વખતથી આ ફ્રેઝ વપરાતો થયો છે. ડીપ સ્ટેટની મદદથી ભારતમાં કેટલીય બિનસરકારી સંસ્થાઓ ( એન.જી.ઓ.— નોન ગવર્મેન્ટેલ ઑર્ગેનાઈઝેશન ) સેવાના નામે ભારતનું અહિત કરતી પ્રવૃત્તિઓ કરતી હતી જેને મોદીએ ૨૦૧૪માં આવતાંવેંત બંધ કરાવી દીધી. આ બધી એનજીઓ તો ડીપ સ્ટેટ નામના કાનખજૂરાના એક પગના નખ બરાબર છે. ડીપ સ્ટેટનાં કાર્યોનો વ્યાપ ઘણો વિશાળ છે. ડીપ સ્ટેટની આર્થિક સહાયથી ભારતમાં કેજરીવાલો ખાલિસ્તાન તરફી આતંકવાદીઓ, બનાવટી ખેડૂતો તથા સેક્યુલર મીડિયા— આ સૌનાં કાર્યો ફુલ્યાફાલ્યાં છે. ભારતમાં રાજનૈતિક, આર્થિક અને સામાજિક અંધાધૂંધી ફેલાવવાનું પ્લાનિંગ કરવા માગતા લોકોને ડીપ સ્ટેટ શોધી કાઢે છે, ઉત્તેજન આપે છે, તાલિમ આપે છે અને પૈસેટકે માલામાલ કરે છે.

આ ડીપ સ્ટેટ એટલે શું? આ નામનું કોઈ ‘સ્ટેટ’ છે? આ નામનું કોઈ અન્ડરવર્લ્ડનું ઓર્ગેનાઈઝેશન છે? આ ડીપ સ્ટેટનું સ્ટ્રકચર કેવું હોય? કોણ એનો બોસ છે અને કોણ એના કહ્યાગરા કે ભાડૂતી કર્મચારીઓ છે?

ડીપ સ્ટેટ એક અદ્રશ્ય એવી તાકાત છે. ગુપ્ત રહીને કામ કરતા કાવતરાખોરોનું અવિધિસરનું સંગઠન છે જ્યાં કામ કરનારા બધા જ એકબીજાને ઓળખતા હોય તે જરૂરી નથી. હિન્દી ફિલ્મોમાં એક જમાનામાં વિલનના અડ્ડામાં કોઈ ઊંચી જગ્યાએ પડદા પાછળ કે અંધારામાં બેઠેલા વિલનના સીન આવતા. માત્ર એનો અવાજ, એનો આદેશ સંભળાતો. ડીપ સ્ટેટમાં આવી કોઈ, સર્વોચ્ચ સ્થાને બેઠેલી, વ્યક્તિ નથી હોતી. ( વ્યક્તિ ‘કેવો’, વ્યક્તિ ‘પકડાયો', વ્યક્તિ ‘આવ્યો’ એવી ગટરછાપ ભાષા ગુજરાતીમાં કોણે શરૂ કરી? છાપાઓમાં અને યુટ્યુબ-ટીવી ચૅનલોમાં કેટલાય બાબા-બેબીઓ વ્યક્તિ શબ્દને પુલ્લિંગ કરી નાખે છે. હિન્દીમાં વ્યક્તિ ‘કૈસા’ છે— પુલ્લિંગ છે. ગુજરાતીમાં વ્યક્તિ ‘કેવી’ હોય— સ્ત્રીલિંગ જ હોય. સ્ત્રી હોય કે પુરુષ— જો એના માટે ‘વ્યક્તિ’ વાપરવું હોય તો સ્ત્રીલિંગ જ વપરાય. નરેન્દ્ર મોદી ‘સારી’ વ્યક્તિ છે. નરેન્દ્ર મોદી ‘સારા' વ્યક્તિ છે એવું ન બોલાય કે ન લખાય. અમિત શાહ ‘નામની’ વ્યક્તિ હોય, અમિત શાહ ‘નામના’ વ્યક્તિ ન હોય. ‘વ્યક્તિ’ માનાર્થે પણ એક વચન રહે— મારા પિતા ‘સારી’ વ્યક્તિ હતા, ‘સારા' વ્યક્તિ નહોતા. ઘણી વખત ‘માણસ’ના સમાનાર્થી શબ્દ તરીકે ‘વ્યક્તિ’ વાપરીએ છીએ ત્યારે જાણકાર માણસ પણ આવી ભૂલ ‘કરતો' હોય છે પણ જાણકારી ધરાવતી વ્યક્તિ આવી ભૂલ નથી ‘કરતી’. તો આજનું જ્ઞાન અહીં પૂરું. હવે જ્યારે જ્યારે કોઈ જગ્યાએ વ્યક્તિ આવ્યો, વ્યક્તિ પકડાયો, વ્યક્તિ મર્યો એવું સાંભળો કે વાંચો ત્યારે મનોમન એવું લખનાર, બોલનારને મારા વતી થપ્પડ મારજો. આવી ભૂલો ‘કરનારો’ વ્યક્તિ ગુજરાતી ભાષાની કતલ કરનારા ડીપ સ્ટેટ સાથે સંકળાયેલો હોવાનો).

ડીપ સ્ટેટ શબ્દપ્રયોગ એવા લોકોના સમૂહ માટે વપરાય છે જે લોકો કોઈના કહેવાથી કે કોઈની દેખાદેખીથી કે પછી સ્વતંત્ર રીતે દેશને/સરકારને/શાસનને/સમાજને ઉધઈની જેમ ફોલી ખાવાની પ્રવૃત્તિ કરતા હોય. ભાંગફોડ કરીને અરાજકતા ફેલાવવાની પ્રવૃત્તિ કરતા હોય. સરકારની બ્યુરોક્રસીમાં, અધિકારી વર્ગ કે પછી અન્ય કર્મચારીગણમાં આવા માણસો હોય. મીડિયામાં, લશ્કરમાં, શિક્ષણના ક્ષેત્રમાં, સાંસ્કૃતિક ક્ષેત્રમાં, પ્રકાશન ક્ષેત્રમાં, ઈવન ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી છુંછા જેવી સંસ્થાઓમાં અને તમારી જ્ઞાતિનું ભલું કરવાના ઇરાદે બનેલી સંસ્થામાં પણ ડીપ સ્ટેટ સાથે સંકળાયેલા લોકો હોય છે. ‘સંકળાયેલા’નો મતલબ એ નથી કે તેઓ સત્તાવાર કે બિનસત્તાવાર રીતે આવી પ્રવૃત્તિ કરનારા બીજા લોકો સાથે ‘સંકળાયેલા’ હોય કે એકબીજાને ઓળખતા પણ હોય. ડીપ સ્ટેટના અલ્ટીમેટ હેતુ સાથે તેઓ ‘સંકળાયેલા’ હોય છે અને તન અથવા મન અથવા ધન અથવા આ ત્રણેય દ્વારા ડીપ સ્ટેટના ગોલને સાકાર કરવાનું કામ તેઓ કરતા રહે છે.

ક્યારેક આ ડીપ સ્ટેટ એટલું પાવરફૂલ થઈ જાય છે કે સત્તા પર બેઠેલી સરકારને એ નચાવી શકે છે— જે અમેરિકામાં છેલ્લા ચાર વર્ષ દરમ્યાન બાયડન-કમલાના શાસન દરમ્યાન બનતું રહ્યું.

ફરીવાર ચૂંટાયેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોગંદ લીધા છે, પ્રતિજ્ઞા કરી છે કે પોતે આ ડીપ સ્ટેટ સામે જંગે ચડશે, અને સત્તાનો દૌર સંભાળી લેશે એના પહેલા જ દિવસથી આ ડીપ સ્ટેટની ઉધઈને દૂર કરવા માટે પેસ્ટ કન્ટ્રોલવાળાને કૉન્ટ્રાક્ટ આપશે.

અમેરિકાની બ્યુરોક્રસીમાં દેશની પ્રગતિની આડે આવતી હોય એવી વિચારધારા ધરાવતા, એવી માનસિકતા ધરાવતા, એવી પ્રવૃત્તિઓ કરતા કે એવી પ્રવૃત્તિઓને સીધી યા આડકતરી રીતે સમર્થન આપતા કે ઉત્તેજન આપતા લોકોને વીણી વીણીને ટ્રમ્પ દૂર કરશે. આમ તો એમણે સત્તા પર બેસતાં પહેલાં જ આ કામ શરૂ કરી દીધું છે. બે દિવસ પહેલાં ટ્રમ્પે નામ દઈને અનાઉન્સ કર્યું કે ટ્રમ્પ સરકારની પ્રથમ ટર્મ દરમિયાન જે ભાઈ વિદેશમંત્રી હતા અને જે બહેન ઍમ્બેસેડર હતા તેમને ટ્રમ્પ 2.0માં સ્થાન નહીં મળે.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

10 Nov, 05:14


મૂળ ફિલ્મનું એ જ નામ હતું - 'દૃશ્યમ્'. મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર મોહનલાલ હીરો છે. એ ફિલ્મ તમિળમાં ફરી બનાવવાનું નક્કી થયું. સેમ ડિરેક્ટર—જિતુ જોસેફ. દિગ્દર્શકે રજનીકાંતનો એપ્રોચ કર્યો. રજનીસરે આ ફિલ્મ મલયાલમમાં જોઈ હતી. ગમી હતી. હીરોનો રોલ પણ જબરજસ્ત હતો અને તમિળમાં સો ટકા હિટ જવાની જ હતી. પણ એમણે ના પાડી, શું કામ?

રજનીકાન્તનું કહેવું હતું કે, મારા ફેન્સ હંમેશાં મને ફાઈટ કરતી વખતે જીતતો જોવા માગતા હોય છે. તો જ એમને પૈસા વસૂલ થયાની ફીલિંગ આવે. 'દૃશ્યમ્'ની વાર્તામાં હીરોએ પોલીસના હાથનો ઢોરમાર ખાવાનો છે અને તે પણ કોઈ જાતના પ્રતિકાર વિના. કારણ કે પ્રતિકાર કરવા જશે તો એનું સમગ્ર કુટુંબ-સુંદર પત્ની અને બે રૂપાળી ટીન એજ દીકરીઓ - જોખમમાં આવી જશે. હીરોએ સંયમ રાખવાનો છે. ફિલ્મમાં એ બળથી નહીં, કળથી કામ લે છે અને પોતાના સહિત આખું કુટુંબ ઉગરી જાય છે.

પણ રજનીકાંતના ફેન્સ પોતાનો હીરો બળથી જીતે એવી જ અપેક્ષા રાખતા હોય. કળથી પણ ભલે જીતે, પરંતુ પોતાને માર મારીને અધમૂઓ કરી નાખનારને જો બમણો માર નહીં પડે તો ફેન્સ નારાજ થશે એમ માનીને રજનીકાન્તે એ ફિલ્મ નહીં કરી. કમલ હાસને કરી. ફિલ્મ તમિળમાં પણ હિટ ગઈ. એ પણ મેં થિયેટરમાં લાગી ત્યારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોઈ. પછી ફરી એકવાર પણ થિયેટરમાં જ જોઈ. કમલ હાસન એક્ટર તરીકે એમાં બરાબર જામે છે. પણ રજનીસરને પોલીસના હાથનો માર ખાતાં અને પ્રતિકાર નહીં કરતા જોઈને મારો જીવ જરૂર કકળી ઉઠ્યો હોત. રજનીસરનું ડિસિઝન સાચું જ હતું. જે બ્રાન્ડ પોતાની કોર કૉમ્પીટન્સી છોડીને ગમે તે ક્ષેત્રમાં ઘૂસવાની કોશિશ કરે તેને માર જ પડતો હોય છે.


તમારી બ્રાન્ડ 'લાઈફ બૉય'ની હોય તો એમાંથી 'લાલ સાબુ'ની જ સ્મેલ આવવી જોઈએ. તમને ગમે એટલું મન થાય કે હવે તો અમે 'લાઈફબૉય'માંથી માયસોર સેન્ડલ જેવી સુગંધ આવે એવું કરી શકીએ છીએ તો પણ એવું દુઃસાહસ ન થાય. હરકિસન મહેતાએ ગઝલ લખવાનું કે અશ્વિની ભટ્ટે ગીત લખવાનું શરૂ કર્યું હોત તો?

પાન બનારસવાલા

કંપની માટે પોતાની બ્રાન્ડ કોઈ વ્યક્તિ માટે પોતાની રેપ્યુટેશન જેવી હોય છે. જે અઘરામાં અઘરાં કામ હોય તે સારામાં સારી રીતે કરતાં જઈએ ત્યારે તમારી રેપ્યુટેશન બંધાતી હોય છે.

- જેફ બેઝોઝ

(જન્મ : 1964, એમેઝોન ડૉટ કૉમના સ્થાપક 'ટાઈમ' સાપ્તાહિકે છેક 1999માં ઈ-કૉમર્સમાં પાયોનિયરિંગ કામ માટે 'પર્સન ઑફ ધ યર'નો ખિતાબ આપ્યો.)

• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨9004099112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

10 Nov, 05:14


તમારી પાયાની કાબેલિયત છોડવાની નહીં અને કોઈની નકલ કરવાની નહીં : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૧૦ નવેમ્બર ૨૦૨૪)


સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના અમે ચાહક છીએ. એમની ફિલ્મો, તમિળમાં સમજ પડે કે ના પડે, અંગ્રેજી સબ ટાઈટલ વગર જોવાની, ઓરિજિનલ તમિળમાં—હિંદીમાં ડબ થયેલી નહીં.

રજનીકાંતની ગયા મહિને રિલીઝ થયેલી ફિલ્મ ‘વેટ્ટિયન’ ( શિકારી) અમે સવારે સાત વાગ્યાના ફર્સ્ટ ડે સેકન્ડ શોમાં જોઈ. (કારણ? કારણકે સવારે ચાર વાગ્યાનો ફર્સ્ટ શો હાઉસફુલ થઈ ગયો હતો.)

રજનીકાંત આજની તારીખે પણ સુપર હીરો છે. એમની સ્ક્રીન પ્રેઝન્સ એમના ચાહકોને પાગલ કરી નાખે. દરેક ફિલ્મની રિલીઝ વખતે થિયેટરના કમ્પાઉન્ડમાં અને થિયેટરની અંદર તહેવાર જેવું વાતાવરણ હોય.

રજનીકાન્ત કેવી રીતે રજનીકાન્ત બન્યા?

પી.સી. બાલાસુબ્રમનિયન અને રામ એન. રામકૃષ્ણન લિખિત 'ગ્રાન્ડ બ્રાન્ડ રજની'માં કહેવાયું છે કે રજનીકાન્તની કારકિર્દી શરૂ થઈ ત્યારે એમની સામે કેટલાં વિઘ્નો હતાં :

1. બીજા એક્ટરોની જેમ ગોરા તો જવા દો, ઘઉંવર્ણા પણ નહીં.

2. બીજા અભિનેતાઓ જેવો ટ્રેડિશનલી હેન્ડસમ ચહેરો નહીં.

3. દર્શકો માટે આવું કૉમ્બિનેશન પહેલવહેલી વારનું હતું.

4. પોતાના સાચા નામે નહીં પણ જુદા નામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને તે પણ ઑલરેડી એ નામનું એક કેરેક્ટર ફિલ્મોમાં આવી ચૂક્યું હતું ને આવીને ભૂલાઈ પણ ગયું હતું.

5. કોઈ ધામધૂમ વિના ઈન્ડસ્ટ્રીમાં આગમન. એ વખતે એમના કરતાં મશહૂર એવા બીજા અભિનેતાઓ ઑલરેડી પ્રેક્ષકોમાં લોકપ્રિય હતા.

6. શરૂમાં પોતાની આગવી ઓળખ જેવું કંઈ નહીં.

7. ભવિષ્યમાં કેવા પ્રકારના રોલ કરશે, કયા ઑડિયન્સ માટે ફિલ્મો કરશે એ વિશેની કોઈ સ્પષ્ટતા નહોતી.

આટઆટલાં વિઘ્નો પછી પણ બ્રાન્ડ રજની સફળ થઈ. શું કારણ એનું?

1. કરિયર લૉન્ચ થઈ ત્યારે કોઈ હાઈપ ઊભો નહોતો થયો એટલે પ્રેક્ષકોની કોઈ અપેક્ષા જ નહોતી. જો એમની પહેલી ફિલ્મ વખતે જ જોરદાર પબ્લિસિટી કરીને કહેવાયું હોત કે 'નેકસ્ટ સુપર સ્ટારનું આગમન' વગેરે તો શક્ય છે કે રજનીકાન્તની કરિયર શરૂની ફિલ્મોમાં જ ધૂળ ચાટતી થઈ ગઈ હોત. પહેલી જ નહીં, બીજી, ત્રીજી, ચોથી કે ઈવન પાંચમી ફિલ્મ સુધી એમને સુપર સ્ટાર તરીકે પ્રૉજેક્ટ કરવામાં આવ્યા નહોતા. પહેલાં કામ કરો પછી બણગાં ફૂંકો અને જો તમારું કામ બીજાઓ કરતાં ઘણું આગળ હશે તો તમારે બણગાં ફૂંકવાની જરૂર જ નહીં પડે. તમારા ચાહકો જ તમારો હાઈપ ઊભો કરશે.

2. ફિલ્ડના તમારા સિનિયરોની કે પછી સમકાલીન રાઈવલ્સની નકલ નહીં કરવાની. તમે જેમની સાથે સ્પર્ધા કરી રહ્યા છો એ તમારા સિનિયર્સ કે સમકાલીનો જે કંઈ કરી રહ્યા છે એમના કરતાં જો કંઈક જુદું કરશો તો જ તમારી ટેલેન્ટ લોકો સુધી પહોંચશે. કાર્બન કૉપીઓ અને છઠ્ઠી ફોટો કૉપીઓ ક્યારેય ટોચ પર નહીં પહોંચી શકે. મિમિક્રી આર્ટિસ્ટો સેંકડો હોવાના. પણ લતા મંગેશકરથી લઈને કૈલાસ ખેર સુધીના આર્ટિસ્ટો આંગળીને વેઢે ગણાય એટલા જ હોવાના. કુમાર સાનુ એક જમાનામાં બારમાં કિશોર કુમારનાં ગીતો ગાતા અને સોનુ નિગમ શરૂના વખતમાં ઑરકેસ્ટ્રામાં મોહમ્મદ રફીના અવાજમાં ગાતા. જો એ લોકોએ એ જ કામ ચાલુ રાખ્યું હોત તો તેઓ આજે બહુ બહુ તો સુદેશ ભોસલે બન્યા હોત અને ભાગ્યે જ કોઈ એમને યાદ કરતું હોત. પણ એમણે નકલ કરવાનું છોડી દીધું.

મોહમ્મદ રફીના ઈન્તકાલ પછી અનવર અને મોહમ્મદ અઝીઝથી માંડીને શબ્બીર કુમાર સુધીના અડધોએક ડઝન ગાયકોને પ્લેબેક સિંગિંગનો ચાન્સ મળ્યો. પણ એ બધા જ રફીની નકલ કરવામાં રહ્યા, એમ માનીને કે આપણે રફી સા'બની ખાલી પડેલી જગ્યા પૂરી રહ્યા છીએ. અરે ભાઈ, ખુદ કિશોરકુમારના દીકરા અમિતકુમાર 'લવસ્ટોરી' (1981)માં આવડો મોટો ચાન્સ મળવા છતાં બાપની ખાલી પડેલી જગ્યા પૂરી શક્યા નહીં તો બીજાઓની શું વિસાત? કમલેશ અવસ્થી પણ મૂકેશના અવાજ તરીકે ઑરકેસ્ટ્રાઓમાં ખૂબ સફળ થયા પણ ફિલ્મોમાં એમને કામ ન મળ્યું. ન જ મળે. આ દુનિયા મૌલિક ટેલેન્ટ ધરાવતા પ્રતિભાશાળીઓને માથે મૂકીને નાચે છે પણ નકલચીઓને એમનો રસ્તો દેખાડી દે છે, એમનું સ્થાન ક્યાં છે તે દેખાડી દે છે. લેજન્ડ બનવા માટે મૌલિક પ્રતિભા જોઈએ. બીજાના ક્લોન્સ બનીને ઝાઝું આગળ ન વધાય.

3. ત્રીજી અને છેલ્લી વાત. કોર કૉમ્પીટન્સી અર્થાત્ તમારી નિપુણતા, પાયાની કાબેલિયત. રજનીકાન્ત જે કોઈ રોલ કરશે તેમાં તેઓ જાન રેડી દેશે અને છેવટે એ રોલમાં તેઓ મુઠ્ઠી ઉંચેરા પુરવાર થશે એની પ્રેક્શકોને ખાતરી હોય છે. તમને એ પણ ખબર હોય કે, જ્યાં એમને લાગશે કે આ રોલ જબરજસ્ત છે પણ મારા માટે નથી એવું એમને લાગશે ત્યારે તેઓ એ રોલ નહીં કરે.

એક દાખલો તમને આપું. પુસ્તકમાં નથી પણ આ વાતની મને ખબર છે. એક હિંદી ફિલ્મ આવી હતી 'દૃશ્યમ્' જેમાં અજય દેવગન હતો. દેવગનને કારણે કે હિંદી ફિલ્મના દિગ્દર્શક નિશિકાંત કામતે મૂળ ફિલ્મ સાથે લીધેલી કેટલીક ભળતી-સળતી છૂટછાટને કારણે મને એ બહુ જામી નહીં. લોકોને ગમી. ભલે. મેં મૂળ મલયાલમ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે થિયેટરમાં ત્રણ વાર જોઈ હતી. જબરજસ્ત. અજય દેવગનવાળી સાવ કચરો લાગે.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

08 Nov, 09:50


અમેરિકામાં મેઈનસ્ટ્રીમ મીડિયાએ આ વખતની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ હારે એ માટે ભરપૂર પ્રયાસ કર્યા. ટ્રમ્પ વિરુદ્ધ અનેક અફવાઓ, ખોટા સમાચારો અને ન્યુઝ ફેલાવ્યા. આની સામે ડેમોક્રેટ્સનો પક્ષ લઈને જો બાઈડન અને કમલા હેરિસ જાણે દેવનાં દીધેલ હોય, અમેરિકાનો ઉદ્ધાર કરવા જ એમનું ધરતી પર અવતરણ થયું હોય એવો માહોલ ઊભો કર્યો.

ભલું થજો ઇલન મસ્કનું કે એણે બે વર્ષ પહેલાં ખરીદી લીધેલા ટ્વિટર દ્વારા હકીકત શું છે એની આપણને અને ખાસ તો અમેરિકન મતદારોને જાણ થઈ. આ વખતની ચૂંટણીમાં આખું અમેરિકન મેઈનસ્ટ્રીમ મીડિયા એક તરફ હતું અને બીજી તરફ એકલું ટ્વિટર. સત્યની તાકાત શું હોય છે તે ટ્વિટરે પુરવાર કર્યું.

આના પરથી શીખવા શું મળ્યું ? બીજા લોકો ગમે એટલા જોરશોરથી અવળા પ્રચારની જાળ ઊભી કરે, તમારે નાહિંમત નહીં થવાનું, ડરવાનું નહીં, હતાશ નહીં થવાનું. તમારે તમારું કામ ચાલુ રાખવાનું. તમારી સાથે મેઈનસ્ટ્રીમ મીડિયાની ઈકો સિસ્ટમ ના હોય તો પણ તમે તમારી વાત પ્રજા સુધી પહોંચાડી શકો છો અને મેઈનસ્ટ્રીમ મીડિયાને ધૂળ ચાટતું કરી શકો છો.

ઈકો સિસ્ટમને દોષ આપીને હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું ના હોય. આ વાત મસ્કે અને ટ્રમ્પે અમેરિકન મતદારોને શીખવાડી તેના એક દાયકા પહેલા મોદીએ તમને શીખવાડી હતી. 2002થી 2013 સુધી સમગ્ર મેઈનસ્ટ્રીમ મીડિયા એમની સામે પડેલું હતું. દેશની તમામ સિસ્ટમો એમની વિરુદ્ધ હતી. હૉલિવુડ જેમ ટ્રમ્પનો વિરોધ કરે છે તેમ બોલિવુડિયાઓ મોદીને દુશ્મન માનતા હતા. સાહિત્યજગત અવૉર્ડવાપસીના મોડ પર હતું. લાગતું હતું કે મોદી કોઈ કાળે વડા પ્રધાન નહીં બની શકે. પણ જેમ જેમ 2014નું વર્ષ નજીક આવતું હતું, જૂન મહિનો નજીક આવતો ગયો તેમ તેમ મેઈનસ્ટ્રીમ મીડિયાનો કકળાટ ચાલુ હોવા છતાં મોદીએ પોતાનો અવાજ બુલંદ કર્યો, મતદારોમાં વિશ્ર્વાસ કેળવ્યો. ટ્વિટર કે મસ્ક વિના મોદીએ એકલા હાથે વિરોધપક્ષોની પડખે રહીને અપપ્રચાર કરતા મેઈનસ્ટ્રીમ મીડિયાને મહાત આપી. 2029માં અને 2034માં આનું પુનરાવર્તન થશે.

ડાબેરીઓની ઈકો સિસ્ટમ તમને ગમે એટલી પાવરફુલ લાગતી હોય, ચારેકોર વામપંથીઓ હાથમાં દંડૂકો લઈને તમારા માથામાં ફટકારવા છુપાઈને બેઠેલા હોય, તમારા રાષ્ટ્રપ્રેમના હવનમાં સેક્યુલર રાક્ષસો હાડકાં જ નહીં આખેઆખાં હાડપિંજર નાખવા માટે આકાશમાં ઊડતા દેખાતા હોય તો પણ વિશ્ર્વાસ ઓછો કરવાની જરૂર નથી. જેવું મસ્કનું થયું, જેવું ટ્રમ્પનું થયું, જેવું મોદીનું થયું એવું આપણું પણ થશે. આપણે પણ લિબરાન્ડુઓની ઈકો સિસ્ટમ બાવજૂદ આપણો અવાજ બીજાઓ સુધી પહોંચાડીને દુનિયાને બચાવી શકીશું, લેફ્ટિસ્ટોની ચુંગાલમાંથી છોડાવી શકીશું.
• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

08 Nov, 09:50


અમેરિકાની ચૂંટણી પરથી શીખવા જેવો બીજો પાઠ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ : શુક્રવાર, 8 નવેમ્બર 2024)

તમે જેને રોજ વાંચો છો, જે રોજ જુઓ છો તે છાપાં અને ટીવીની ન્યુઝ ચેનલો તમને કેવી રીતે ઠગે છે, કેવી રીતે મેનિપ્યુલેટ કરે છે તે વાત અમેરિકન મતદારોને આ વખતની ચૂંટણીમાં સમજાઈ ગઈ. તમને પણ આ વાત આ મહિનાની મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી વખતે તેમ જ આવતાં વર્ષો દરમ્યાન આવનારી ગુજરાત-ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોની ચૂંટણી વખતે તેમ જ 2029ની લોકસભાની ચૂંટણી વખતે સમજાઈ જવી જોઈએ.

તમે જેના પર ભરોસો રાખો છો તે મેઈનસ્ટ્રીમ મીડિયાની ચાલબાજી સમજી લેજો. આ છાપાં-ન્યુઝ ચેનલો અમેરિકાનાં હોય કે ભારતનાં - સૌની મોડસ ઓપરેન્ડી એક જ હોય છે. ચૂંટણી આવવાની હોય ત્યારે આ મેઈનસ્ટ્રીમ મીડિયા ડબલ સ્પીડમાં ઍક્ટિવ થઈ જાય છે. મીડિયા પોતાના રિપોર્ટ્સ દ્વારા, વિશ્લેષણના લેખો દ્વારા અને ઓપિનિયન પોલ્સના જુઠ્ઠા આંકડાઓ દ્વારા એક હવા ઊભી કરે છે.

જો દેશની સરકાર વામપંથી હોય તો સરકાર તરફી હવા ઊભી થાય અને આ સરકારની સામે જે પક્ષ ઊભો રહ્યો હોય તેના વિરુદ્ધની હવા ઊભી કરવામાં આવે. અમેરિકામાં બન્યું તેમ. ત્યાંના મેઈનસ્ટ્રીમ મીડિયાએ ડેમોક્રેટ્સ તરફી, કમલા હેરિસ તરફી હવા ઊભી કરી અને રિપબ્લિકનોની વિરુદ્ધમાં - ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધમાં વાતાવરણ સર્જ્યું.

દુનિયાભરનું મેજોરિટી મેઈનસ્ટ્રીમ મીડિયા ડાબેરી હોવાનું. લેફ્ટિસ્ટ હોવાનું. વામપંથી હોવાનું. સામ્યવાદીઓની આ દાયકાઓ જૂની સ્ટ્રેટેજી છે. કોઈ પણ દેશની પ્રજાને પોતાના વિચારોને રંગે રંગી નાખવા માટે ડાબેરીઓ સૌથી પહેલાં એ દેશના મીડિયાને અને શિક્ષણતંત્રને કબજે કરતા હોય છે. ત્યારબાદ સાંસ્કૃતિક ક્ષેત્રને. અને હવે તેઓ કાનૂની ક્ષેત્રમાં ઝડપથી પગપેસારો કરતા થઈ ગયા છે.

ભારતમાં પણ ડાબેરી વિચારસરણીવાળાઓએ દેશના સ્વાતંત્ર્ય બાદ મેઈનસ્ટ્રીમ મીડિયા પર અને શિક્ષણના તંત્ર પર ભરડો લીધો. અમેરિકાની જેમ ભારતનું મીડિયા પણ ચૂંટણી વખતે એક વાતાવરણ તૈયાર કરવા માંડે છે. અત્યારે ભારતમાં સરકાર ભાજપની છે, જે ડાબેરીઓની જાની દુશ્મન છે. માટે અહીં અમેરિકાથી ઊંધું થાય. ચૂંટણી વખતે સરકારની વિરુદ્ધનું વાતાવરણ ઊભું થાય. સરકારની સામે પડેલા વિરોધ પક્ષો જ નવી સરકાર બનાવશે એવી હવા ઊભી કરવામાં આવે.

આ ચાલબાજીની ત્રણ ગંભીર અસરો થાય:

1. ચૂંટણીમાં મતદાન થાય તે પહેલાં જ કરોડો મતદારોના મગજમાં ઠસાવી દેવામાં આવે કે આ વખતે (ભારતમાં) મોદીની સરકાર ફરીથી નથી ચૂંટાવાની. કે પછી આ વખતે (અમેરિકામાં) ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એવી કોઈ શક્યતા નથી.

ચારે તરફથી તમને એક જ વાત સાંભળવા-વાંચવા મળે એટલે તમારા વિચારો ડગમગવા માંડે. તમે મોદીતરફી હો તો પણ વખત જતાં તમને લાગવા માંડે કે બધાં જ છાપાં, બધી જ ન્યુઝ ચેનલો જ્યારે કહે છે કે મોદીનું રાજ નિષ્ફળ ગયું છે, આ વખતે પ્રજા મોદીથી કંટાળી ગઈ છે, બદલાવ ચાહે છે - જો બધા જ આવું કહેતા હોય તો વાત તો ક્યાંક સાચી જ હશે. બાકી આવડા મોટાં મોટાં છાપાં અને મોટી મોટી ન્યુઝ ચેનલો સાવ જુઠ્ઠું તો ના જ બોલે ને. અને બોલે તો કોઈ એકાદ બે જણ જુઠ્ઠું બોલે, બધા જ કંઈ જુઠ્ઠા ના હોય.

મેઈનસ્ટ્રીમ મીડિયા જે હવા બાંધે તેને કારણે વાડ પર બેઠેલાઓ તો તરત જ મીડિયાની હામાં હા પુરાવતા થઈ જાય - સાચી વાત છે, મોદીને વોટ ના જ અપાય. ટ્રમ્પને વોટ ના અપાય.

2. મેઈનસ્ટ્રીમ મીડિયાએ ફેલાવેલી હવા મુજબનું પરિણામ ના આવે તો પણ મેઈનસ્ટ્રીમ મીડિયાને કોઈ નુકસાન નથી થતું. આ મીડિયા મતદારોમાં (ભારતમાં મોદી વિરોધી મતદારોમાં, અમેરિકામાં કમલાતરફી મતદારોમાં) આક્રોશ જન્માવવામાં સફળ થાય છે- ઈવીએમમાં ગોટાળો થયો, મતદારોને લાંચ અપાઈ, ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી. ભારતમાં આવું થતાં આપણે જોયું છે. અમેરિકામાં પણ કમલાતરફી ડેમોક્રેટ્સ રસ્તા ઉપર ઉતરી આવ્યા - શિકાગોમાં ટ્રમ્પ હૉટેલની સામે દેખાવો થયા. ડેમોક્રેટ યુટ્યુબરો ટી-શર્ટ ફાડવા માંડ્યા, પોડકાસ્ટરો ચોધાર આંસુએ રડવા માંડ્યા. આ લોકોમાં આક્રોશ કોણે ઊભો કર્યો ? મેઈનસ્ટ્રીમ મીડિયાએ. મીડિયાએ એમના મનમાં ઠસાવી દીધું હતું કે કમલા હેરિસ જ ચૂંટાશે, ટ્રમ્પનો કોઈ ક્લાસ નથી. ભારતમાં પણ ડિટ્ટો આવું જ થતું હોય છે. મોદી જીતી જાય અને ઈન્ડિ ઠગબંધન હારી જાય એટલે રવીશકુમાર અને એના ગુજરાતી બગલબચ્ચાંઓ પોતાની અંડરવેર ફાડવા લાગે, રાજદીપ સરદેસાઈ અને એના ચિંગુમિંગુ ગુજરાતી બગલબચ્ચાઓ બનિયન ફાડીને રસ્તા પર દોડવા માંડે. આપણે જોયું છે આ બધું.

3. અને ધારો કે અમેરિકામાં ખરેખર કમલાની જીત થાય, ભારતમાં મોદીની હાર થાય ત્યારે મેઈનસ્ટ્રીમ મીડિયા કોલર ઊંચો રાખીને જણાવે કે જોયું, આ છે મીડિયાની તાકાત!

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

07 Nov, 05:43


ટ્રમ્પની જીત કરતાં પણ વધારે અગત્યની કમલાની હાર છેઃ સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ : ગુરુવાર, ૭ નવેમ્બર ૨૦૨૪.)

અત્યાર સુધીના અમેરિકાના ઇતિહાસમાં કોઈ પ્રેસિડન્ટે કે પ્રેસિડન્ટની ચૂંટણીના ઉમેદવારે ભારત વિશે આ વાત નથી કહી જે ડોનાલ્ડ ટ્રમ્પે એમના ચૂંટણી પ્રચાર દરમ્યાન કહી હતી:

“આયમ અ બિગ ફેન ઑફ હિન્દુ ઍન્ડ બિગ ફેન ઑફ ઈન્ડિયા…એક વાત તમને કહી દઉં કે જો હું પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈશ તો ભારતીયો અને હિન્દુઓનો એક સાચો દોસ્તાર વ્હાઈટ હાઉસમાં રહેતો હશે, ખાતરી રાખજો. ( દાયકાઓથી) અમેરિકામાં રહેતી ભારતીયોની અને હિંન્દુઓની કેટલીય જનરેશનોએ અમેરિકાને તાકાતવર દેશ બનાવ્યો છે, કોઈને કલ્પના પણ ન આવે એટલો તાકાતવર દેશ બનાવ્યો છે, એમની સખત પરિશ્રમ કરવાની આદતને લીધે, એમના શિક્ષણને લીધે અને એમની સાહસિક વૃત્તિને કારણે એમણે અમેરિકાને ઘણી સમૃદ્ધિ બક્ષી છે. પણ આપણને સૌને ખબર છે કે સલામતી અને સુરક્ષા વિના સમૃદ્ધિ (ટકાવવી) શકય નથી. અને એટલે જ અમે અમેરિકાના જીગરજાન મિત્ર ઇન્ડિયાની કદર કરીએ છીએ જે ઝનૂની ઈસ્લામિક આતંકવાદની સામે લડવામાં અમેરિકાની સાથે રહ્યું છે.”

ટ્રમ્પે આ શબ્દો ચૂંટણીપ્રચાર દરમ્યાન અમેરિકામાં રહેતા ભારતીયો-હિન્દુઓની જાહેરસભામાં કહ્યા. કોઈ અમેરિકી નેતાની તાકાત નથી આવું કહેવાની. ટ્રમ્પે શું આ શબ્દો ભારતીયોને-હિન્દુઓને ખુશ કરવા કહ્યા? જો આવું બોલવાથી મત મળી જતા હોય તો કમલા હેરિસે કેમ ના કહ્યા? ૨૦૨૦ના ચૂંટણી પ્રચારમાં જો બાઈડને કેમ ના કહ્યા? એ પહેલાં ૨૦૧૬માં હિલેરી ક્લિન્ટને કેમ ના કહ્યા? ૨૦૧૨ અને ૨૦૦૮માં બરાક ઓબામાએ કેમ ના કહ્યા?

ડોનાલ્ડ ટ્રમ્પના હૈયે ભારતીયોનું અને હિન્દુઓનું હિત વસે છે. કમલા, બાયડન, હિલરી, ઓબામા, ફોબામા વગેરે લેફટિસ્ટ ડેમોક્રેટોના હૈયે ભારતીયો અને હિન્દુઓનું હિત નથી વસતું.

કમલા હેરિસનાં માતા ભારતીય હિન્દુ છે અને પિતા આફ્રિકાના જમૈકા દેશના બ્લેક છે. કમલા પોતાને હાફ ઇન્ડિયન કે હાફ હિંદુ ગણાવવાને બદલે હાફ બ્લેક અને હાફ અમેરિકન ગણાવે છે જાણે હિંદુ માતાની કુખે જન્મ લેવાની એમની શરમ આવતી હોય.

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ૪૦ વર્ષીય વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વાન્સનાં પત્ની ઉષાબહેનનાં તેલુગુભાષી માતાપિતા ૧૯૮૦ સુધી આંધ્રપ્રદેશમાં રહેતા હતાં, પછી અમેરિકામાં સેટલ થયાં.

ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં જેમનું સ્થાન નિશ્વિત છે તે તુલસી ગબાર્ડનાં માબાપ હિંદુ નથી પણ એમની માતા હિંદુ ધર્મમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને એટલે એમણે પોતાનાં બધાં સંતાનોના નામ હિંદુ પરંપરા મુજબ રાખ્યાં. એટલું જ નહીં બાળકોને યોગ, ભગવદ ગીતા, વૈષ્ણવ પરંપરાનાં સંસ્કાર આપ્યા. તુલસી ગબાર્ડે ટીન એજમાં જ પોતાના ધર્મ તરીકે હિંદુ ધર્મને અપનાવી લીધો છે.

ટ્રમ્પના બીજા એક નિકટના સાથી વિવેક રામસ્વામી કેરળના પલક્કડ જિલ્લામાં વતન ધરાવતા તમિળ બ્રાહ્મણ માબાપનું સંતાન છે.

કમલા હેરિસને ભારતીય મૂળની મહિલા કહીને માથે ચડાવતા લોકોના માથે આટલી માહિતી મારવી અનિવાર્ય હતી. દરેક સાચા ભારતીયે, દરેક સાચા હિંદુએ ટ્રમ્પની જીતનો ઉત્સવ મનાવવો જોઈએ.

કમલા હેરિસની હાર થવાથી તાત્કાલિક ધોરણે જે સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે તે લેફ્ટિસ્ટ લોબી માં પથરાઈ ગયેલો સન્નાટો છે- અમેરિકામાં અને ભારતમાં પણ. પોતાને લિબરલ, સેક્યુલર અને બુદ્ધિજીવી ગણાવતા દોઢ ડાહ્યા અને સડકછાપ મવાલીઓ કરતાંય ગઈગુજરી માનસિકતા ધરાવતા વામપંથીઓએ આ દુનિયાનું બહું મોટું નુકસાન કર્યું છે, કરી રહ્યા છે. અમેરિકાના ડેમોક્રેટિક પક્ષના સમર્થકો ગણાતા વામપંથીઓ ડાયનોસોર જેવા જાયન્ટ છે. એમનું જોઈજોઈને ભારતીય કુત્તાબિલ્લીઓ પણ ભાઉભાઉ અને મ્યાઉંમ્યાઉં કરતા રહે છે અને એમનું જોઈને આપણા ગુજરાતી વામપંથી મચ્છરો કાન પાસે આવીને સતત ગણગણાટ કરતા રહે છે. આ તમામ પ્રકારના ઉપદ્રવીઓની જમાતમાં ઘડીભર સન્નાટો છવાઈ ગયો છે. કમલા હેરિસની જીત થઈ હોત તો આ સૌ ઉછળી ઉછળીને હિંદુઓને, ભારતીયોને અને અમેરિકાના રિપબ્લિકનોને ટપલાં મારતા હોત.

કમલાબેનની જીત થઈ હોત તો અનેક દૂષણો ધરાવતા અમેરિકા જેવા એક મહાન દેશની દશા બેસી ગઈ હોત. ડેમોક્રેટિક સરકારે છેલ્લાં ચાર વર્ષ દરમ્યાન અમેરિકામાં ઘૂસી આવતા ઘૂસપેઠિયાઓને ઓવારણાં લઈને આવકાર આપ્યો છે, મહેનતકશ અમેરિકન નાગરિકો- ટેક્સ પેયર્સના ખર્ચે કરોડો ડોલર્સની સવલતો આપી છે, વગર ઓળખપત્રે મતદાન કરવાનો હક્ક સુદ્ધાં આપ્યો છે. ટ્રમ્પના ચૂંટાવાથી આ બધા પર પ્રતિબંધ આવશે. ટ્રમ્પે તો એમની પ્રથમ ટર્મ દરમ્યાન જ મેક્સિકો-ટેક્સાસની સરહદ પર દીવાલ- આડશ- વાડ બાંધવા માટે ઘણી મોટી ઝુંબેશ ચલાવી હતી. તે વખતે ડેમોક્રેટ્સ કહેતા કે ટ્રમ્પ ટેક્સપેયર્સના પૈસાનો વ્યય કરવા માગે છે.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

07 Nov, 05:43


***
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨9004099112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

07 Nov, 05:43


કમલા અને એમના સાથી વામપંથીઓએ અમેરિકાનાં સુંદર સુઘડ શહેરોમાં ગેરકાયદે ઘૂસી આવેલા ગુંડા-મવાલી- ભૂતપૂર્વ કેદીઓને વસાવવા માટે ઝુંપડપટ્ટીઓ ઊભી થવા દીધી છે. તમને આઘાત લાગે કે સાન ફ્રાન્સિસ્કોમાં ઝુંપડપટ્ટી! કેલિફોર્નિયા રાજ્યમાં તો બાઈડન શાસને સત્તાવાર રીતે લૂંટફાટની છૂટ આપી દીધી. રાજ્યમાં એવા કાયદા બનવા દીધા જેથી ૯૫૦ ડોલરથી ઓછી લૂંટ ચલાવનારાઓ સામે કોઈ પોલીસ પગલાં જ ના લેવાય! મોટા મોટા સ્ટોર્સ, મેગા માર્ટ, મોલની દુકાનોમાં ધોળે દહાડે ચોરી- લૂંટફાટ કરી જતા લોકો બિન્ધાસ્ત પોતાનું કામ કરતા અને દુકાનમાલિકો હાથ જોડીને બેસી રહેતા. આક્રિકાના કોઈ થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાં પણ હવે તો આવી અરાજક્તા નથી જે અરાજક્તા બાઈડન શાસન દરમ્યાન અમેરિકાનાં કેટલાંક મોટાં શહેરોમાં જોવા મળે છે. ટ્રમ્પના આવવાથી આ ગેરશાસન વ્યવસ્થા પર અંકુશ આવશે.

બાઈડન- કમલા- વામપંથીઓએ એલજીબીટીના હક્કોના નામે સાંસ્કૃતિક આતંકવાદ ફેલાવ્યો છે. સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓને અવળા રવાડે ચડાવવાનું શરૂ થયું છે. ઇલન મસ્ક સહિતના અનેક અમેરિકન પેટેન્ટ્સે પોતાનાં સંતાનોને પોતાની આંખ સામે બરબાદ થતાં જોયાં. ટ્રમ્પના શાસનમાં આ કલ્ચરલ ગુંડાગીરી પર અંકુશ આવશે.

અમેરિકાનું મેઇનસ્ટ્રીમ મીડિયા છેલ્લાં ચાર વર્ષમાં ફાટીને ધુમાડે ગયું હતું. એલન મસ્ક આ મેઈન સ્ટ્રીમ મીડિયાને લેગસી મીડિયા કહે છે. આપણે એને ખખડધજ મીડિયા, જર્જરિત મીડિયા, જરીપુરાણું મીડિયા કે આઉટડેટ મીડિયા તરીકે ઓળખી શકીએ. બુઢૌ મીડિયા પણ કહી શકીએ ( ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની મેઈન ઑફિસ મુંબઈમાં જૂના વીટી સ્ટેશનની સામે છે જે ઇલાકો એક જમાનામાં બોરીબંદરના નામે ઓળખાતો હતો. લગભગ બે સદી જૂના અને જર્જરિત થઇ ગયેલા ખખડધજ ટાઇમ્સને ઉતારી પાડવું હોય ત્યારે અમે મુંબઈના પત્રકારો એને વર્ષોથી કયા નામે ઓળખીએ છીએ? ઓલ્ડ લેડી ઑફ બોરીબંદર! )

અમેરિકામાં ન્યુ યોર્ક ટાઇમ્સ, વોશિંગ્ટન પોસ્ટ જેવાં છાપાને કે પછી એબીસી-સીએનએન જેવી ટીવી ચેનલોને અમેરિકનો એક જમાનામાં ભરોસાપાત્ર ગણતા પણ બાઈડન શાસનમાં આ મીડિયાની વિશ્વસનીયતા સાવ તળિયે બેસી ગઈ. ટ્રમ્પ સાથે પર્સનલ દુશ્મની હોય એ રીતે તેઓ વર્તતા થઈ ગયા. ટ્રમ્પ પર જાનલેવા હુમલો થયો ત્યારે અડધી સેકન્ડ કે અડધા સેન્ટીમીટરનો પણ ફરક પડ્યો હોત તો એમનો જીવ જાત એ રીતે સ્નાઈપરની ગોળી એમના કાનને છરકો કરીને જતી રહી. લોહી નિંગળતા કાનને દબાવતા ટ્રમ્પની તસવીર તમે જોઈ છે. આ સમાચારનું કવરેજ અમેરિકાના મેઈનસ્ટ્રીમ મીડિયાએ કેવી રીતે કર્યું? ૯૫ ટકા રિપોર્ટ્સ નેગેટિવ હતા. ટ્રમ્પે સહાનુભૂતિ મેળવવા 'નાટક' કર્યું હતું એવું ૯૫ ટકા મીડિયાવાળા કહેતા રહ્યા. ભલા માણસ, કોઈ શું કામ પોતાનો જ કાન બુલેટથી વિંધવા માટે સ્નાઈપરને સોપારી આપે? ગઘેડાને તાવ આવવા જેવી વાત અમેરિકન મીડિયા કરતું રહ્યું.

અમેરિકાના ડાબેરી બદમાશ છાપાં- ટીવી ચેનલોના અપપ્રચારનો સામનો કરવા માટે ઇલન મસ્કે કમર કસી. બે વર્ષ પહેલાં ૨૦૨૨ના ઓક્ટોબર મહિનામાં ઈલન મસ્કે ટવિટર જેવું સશક્ત સોશ્યલ મીડિયાનું પ્લેટફૉર્મ ખરીદી લીધું અને એને નામ આપ્યું - એક્સ, જે નામે ઈલન મસ્કે વર્ષો પહેલાં કામકાજ શરૂ કરેલું. મસ્કે ટવિટરને વધારે શક્તિશાળી બનાવ્યું, ખરાબીઓ દૂર કરીને સ્વતંત્ર બનાવ્યું, મવાલી વામપંથીઓની અસરથી મુક્ત કર્યું. મસ્કે એકલે હાથે સમગ્ર અમેરિકાના મેઈનસ્ટ્રીમ મીડિયા દ્વારા ફેલાવાતી ગેરમાહિતી, ગેરપ્રચારના ધોધ સામે ટ્રમ્પને રક્ષણ આપ્યું. ૪૪ બિલિયન ડોલર્સના ખર્ચે ખરીદેલા ટવિટર પાછળની મહેનત સફળ થઈ. જો કમલા હેરિસની જીત થઈ હોત તો ડાબેરી સરકારે ઈલન મસ્કને જીવતો ન રહેવા દીધો હોત. દુનિયાભરના ડાબેરીઓ ભયંકર ઝેરીલા અને દ્વેષીલા હોય છે ( ભારતના અને ગુજરાતના પણ). કમલાએ મસ્કના બધા ધંધાઓ બંધ કરાવ્યા હોત. ઇમિગ્રેશનનાં કાગળિયાંઓમાં ઘાલમેલ કરાવીને મસ્કનો દેશનિકાલ કરાવ્યો હોત કમલાની સરકારે. મસ્કે ઘણું મોટું જોખમ લીધું. ઈલન મસ્ક પાસે ૨૫૧ બિલિયન ડોલરની સંપત્તિ છે. ટવિટર આખેઆખું ફડચામાં જાય તોય એમની પાસે ૨૦૦ બિલિયન બચે. કમલાસરકારે મસ્કને દેવાળિયો બનાવીને જેલમાં નાખી દીધો હોત.

ભારતે અને ભારતના મતદારોએ અમેરિકાના આ વખતના અભૂતપૂર્વ ઇલેક્શનમાંથી ઘણું શીખવાનું છે. આ માત્ર ચૂંટણી ન હતી. ટ્રમ્પે એમની વિકટરી સ્પીચમાં કહ્યું એમ આ એક 'મુવમેન્ટ' હતી, ' ચળવળ' હતી. ડાબેરીઓની ચુંગાલમાથી દેશને છોડાવવાની ચળવળ.

આવતાં ચાર વર્ષ અમેરિકા માટે ખૂબ મહત્વનાં પુરવાર થવાનાં. ટ્રમ્પે એકલે હાથે ઝઝૂમવાનું છે. ભારતમાં મોદીનું શાસન હોવા છતાં જેમ ડાબેરીઓ કહેતા ફરે છે કે 'સરકાર ભલે એમની હોય, સિસ્ટમ તો અમારી જ છે ને.' અમેરિકામાં પણ સિસ્ટમ ચલાવનારાઓનું, સરકારને નચાવનારાઓનું જોર ઘણું છે. ટ્રમ્પે આ સિસ્ટમની સામે લડવાનું છે અને આ જ સિસ્ટમનો સાથ લઈને પોતાનાં ધાર્યાં કામો પણ કરવાના છે — બિલકુલ મોદીની જેમ.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

31 Oct, 07:10


સરદાર વલ્લભભાઈ પટેલને જેટલી વખત જેલમાં પૂરવામાં આવ્યા એટલી વખત એમણે બહાર નીકળીને બમણા જોરથી સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો. સરદારના લોખંડી મનોબળને બ્રિટિશ હકૂમત તોડી શકી નહીં. સરદારની જેલયાત્રાઓ એમના આંતરિક વિકાસની યાત્રાઓ પણ પુરવાર થઈ. જેલમાં વીતાવેલા એકાંત સમયની સાધના દરમ્યાન જે ચિંતન કર્યું તેનો અમલ એમણે બહાર આવીને કર્યો. સરદારના એ પરિપક્વ ચિંતનનો જ પ્રતાપ છે કે આજે ભારતનાં 565 નાનાંમોટાં રાજ્યો એક થઈને ભારતને વિશ્વની મહાસત્તા બનાવી રહ્યા છે.

31મી ઑક્ટોબરની તારીખે સાત વર્ષ પહેલાં નહીં, પરંતુ 1950માં એમના અવસાન પછી તરત જ, ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવાનું શરૂ થઈ જવું જોઈતું હતું. સરદારની અવગણના કરીને ખૂબ સહન કર્યું છે આ દેશે. સરદારના વિચારોને સમજીને, એ વિચારોને બમણા જોરથી આગળ વધારીને ભૂતકાળમાં થયેલા નુકસાનનું સાટું વાળી દેવાનો સંકલ્પ કરવાનો આ દિવસ છે.

આજનો વિચાર

‘ચાર વાગ્યે ઊઠ્યા. પ્રાર્થના. નિત્યક્રમ. સુરતથી રામદાસ અને બીજા આઠ મળી નવ કેદી આવ્યા. તેમને સાથે રાખવા ગોઠવણ કરી. એકંદર 44 થયા. કમિશનર ગૅરેટ દસ વાગ્યે આવ્યો. તેને સુપરિન્ટેન્ડન્ટ લઈ આવ્યો હતો. કલેક્ટર, કમિશનર આવે ત્યારે દરેક કેદી પોતાની કોટડીના બારણા પાસે સીધો ઊભો રહે એવી માગણી સુપરિન્ટેન્ડન્ટ અમારી પાસે કર્યા કરતો હતો. મેં તેની સાફ ના પાડી અને સંભળાવી દીધું કે માનભંગ થાય એવી કોઈ જાતની સ્થિતિને અમે તાબે થવાના નથી. સભ્યતા અગર વિવેકમાં અમે મૂકવાના નથી. પણ સ્વમાનનો ભંગ કરનારી એવી કોઈ વાતો અમે સ્વીકાર કરવાના નથી...’

—સરદાર વલ્લભભાઈ પટેલ (11-4-1930ના રોજ લખેલી જેલ ડાયરીનું પાનું)
• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

31 Oct, 07:10


સરદાર વલ્લભભાઈ પટેલની જેલયાત્રાઓ : સૌરભ શાહ

(૩૧ ઑક્ટોબર ૨૦૨૪: આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ. આ નિમિત્તે સૌરભ શાહ લિખિત ત્રણ ભાગની લેખશ્રેણીના ત્રીજા અને અંતિમ હપતામાં વાંચો સરદાર, નેહરુ અને ગાંધીજી વિશેની એવી કેટલીક ઐતિહાસિક વાતો જે ક્યારેય તમારા અભ્યાસક્રમમાં ભણાવવામાં નથી આવી.)

સરદાર પટેલ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વખત જે વિધાન કર્યું હતું તે કેટલાક લોકોને નહોતું ગમ્યું. ગાંધીજીની દાંડી કૂચ માટે જનજાગૃતિ લાવવામાં અને આ આખીય યાત્રાની પૂર્વતૈયારી કરવામાં સરદારનો કેટલો મોટો ફાળો હતો એની એમણે યાદ અપાવી હતી. પ્રસંગ હતો દાંડી માર્ચની 89મી જયંતિનો. બે-અઢી વર્ષ પહેલાંની આ વાત. ગાંધીજીના મીઠાના સત્યાગ્રહની વાત કરતી વખતે આઝાદી પછી ફૂટી નીકળેલા મોટાભાગના ઇતિહાસકારોએ આ એક મહત્ત્વની ચળવળમાં સરદારના પ્રદાન વિશે બહુધા મૌન સેવ્યું છે કે અછડતા ઉલ્લેખો કરીને આટોપી લીધું છે.

એ વાત ખરી કે ગાંધીજી જ્યારે મીઠું પકવીને, એના પરનો કરવેરો બ્રિટિશ સરકારને ન આપીને સવિનય કાનૂન ભંગ કરવાની યોજના તૈયાર કરી રહ્યા હતા ત્યારે સરદારે સૂચન કર્યું હતું કે એના કરતાં સરકારને મહેસૂલ નહીં આપવાની ચળવળ વધારે અસરકારક રહેશે. સરદારનું સૂચન પ્રેક્ટિકલ હતું, પ્રજાની સાથે જોડાયેલું હતું. ગાંધીજીની દાંડી યાત્રા પ્રતીકાત્મક હતી પણ એના સ્વરૂપને લીધે ખાસ્સી ન્યુઝવર્ધી હતી. મહેસૂલવિરોધી આંદોલનમાં ફોટો ઑપોર્ચ્યુનિટી ક્યાંથી હોય. સરકારનું નાક દબાવવા માટે મહેસૂલવિરોધી આંદોલન વધુ અસરકારક નીવડે એવું સરદાર પોતાના અનુભવે જાણતા હતા. સરદારને બે વર્ષ પહેલાંના બારડોલીના સત્યાગ્રહનું નેતૃત્વ કરવાનો અને એને સફળતા અપાવવાનો અનુભવ હતો. એ સત્યાગ્રહને કારણે જ તેઓ ‘સરદાર’નું બિરૂદ પામ્યા અને રાષ્ટ્રીય કક્ષાના નેતા તરીકે સ્થપાયા. એમને બિરદાવતાં ગાંધીજીએ કહ્યું હતુઃ ‘વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત. એટલો બધો શુભ અનુભવ મને એ ભાઈથી થયો છે.’

ગાંધીજીના રાજકીય જીવનમાં અને એમની રાષ્ટ્રીય ચળવળોની સફળતાઓમાં સરદારનો કેટલો મોટો ફાળો છે એવા ઐતિહાસિક તથ્ય નીચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંડરલાઇન કરે અને કેટલાકને એ ન ગમે તો એવા સંકુચિત લોકોનું આપણને કંઈ કામ નથી.

પછીથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર, 1930ની 12મી માર્ચે શરૂ થનારી ગાંધીજીની દાંડી કૂચને રોકવા માટે બ્રિટિશ હકૂમત પાસે કોઈ રસ્તો નહોતો, સિવાય કે એક — સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ. 8મી માર્ચે ગાંધીજી દાંડીયાત્રાની સત્તાવાર જાહેરાત કરે તે પહેલાં ગાંધીજીના અનુયાયીઓ અને સરકાર, પોલીસ સહિત સૌ કોઈને ખબર હતી કે નમકનો સત્યાગ્રહ થવાનો છે. દાંડીયાત્રાના માર્ગમાં આવતાં ગામોમાં જનજાગૃતિ લાવવા માટે ગાંધીજી કરતાં સરદારનો શબ્દ વધારે અસરકારક હતો. મહેસૂલનો સત્યાગ્રહ કરવાને બદલે નમકનો સત્યાગ્રહ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું એટલે સરદાર પોતાના સૂચનને તરત પાછું ખેંચી લઈને ગાંધીજીના નેતૃત્વ હેઠળ તનમનધનથી દાંડીયાત્રા માટેના આયોજન માટે દિવસ-રાત મહેનત કરવા લાગ્યા. ગામે ગામ જઈને સરદાર લોકોને કહેવા લાગ્યાઃ ‘સરકારે જમીન ઉપરાંત હવે (સમુદ્રના) પાણી પર પણ વેરો નાખ્યો છે, કાલ ઊઠીને તમારે હવા પર પણ કર ભરવો પડશે.’

ગાંધીજીની દાંડીયાત્રા રોકવા માટે સરદારને રોકવા અનિવાર્ય હતા જેથી વધુ લોકો એમાં ના જોડાય. પણ સરદારે પોતાનું કામ સમયસર પૂરું કરી નાખ્યું હતું. હવે દાંડી યાત્રાની સફળતા નિશ્ચિત હતી. 7મી માર્ચે સરદાર બોરસદ તાલુકાના રાસ ગામે પ્રવચન કરતા હતા. સ્થાનિક મેજિસ્ટ્રેટે મનાઈ હુકમ જાહેર કર્યો હોવા છતાં આ પ્રવચન ગોઠવાયું હતું. બ્રિટિશ સરકારની પોલીસનું ટોળું ત્રાટક્યું અને સરદારની ધરપકડ કરવામાં આવી. એમને તાબડતોબ અમદાવાદ લઈ જઈને સાબરમતી રેલવે સ્ટેશનની નજીક આવેલી સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યા.

પોતાની ધરપકડ દ્વારા ગાંધીજીની દાંડીયાત્રાનું ભવિષ્ય જોખમમાં મૂકવાની સરકારની ચાલથી સરદાર વ્યથિત હતા. ગાંધીજી પોતાના સાથ વિના ક્યાંક એકલા ન પડી જાય તેનું સરદારને ભારે દુઃખ હતું.

7-3-1930ના શુક્રવારથી સરદારે પોતાની જેલયાત્રાની ડાયરી લખવાનું શરૂ કર્યું એમાં પહેલા દિવસની નોંધ છેઃ ‘રાતના આઠ વાગ્યે સેન્ટ્રલ જેલ સાબરમતીમાં, બોરસદથી ડે.સુ.મિ. બીલીમોરિયા મૂકી ગયા. પકડતાં તેમજ છૂટા પડતાં ખૂબ રોયો. રસ્તામાં ખૂબ ભલમનસાઈથી વર્ત્યો. રાતે જેલમાં ક્વૉરેન્ટિન વૉર્ડ કહે છે તેમાં રાખ્યો. ત્યાં ત્રણ કામળી આપવામાં આવી. તે પાથરી સૂઈ રહ્યો.'

પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ મિસ્ટર બીલીમોરિયા દ્વારા ધરપકડ થઈ ત્યારે સાથીઓથી છુટા પડતી વખતે સરદારની આંખમાં આંસુ હતાં. ધરપકડ થવાને કારણે નહીં, જેલમાં રહેવું પડશે એ વિચારીને નહીં. પોતાના વિના આ જનઆંદોલનનું શું થશે, પોતાના સાથીઓનું શું થશે, ગાંધીજીનું શું થશે, સ્વતંત્રતાની ચળવળનું શું થશે એ વિચારથી વજ્ર જેવી છાતી ધરાવતા લોખંડી પુરુષનું હૈયું ભરાઈ આવ્યું હતું. પોતાના હસ્તાક્ષરે લખાતી ડાયરીમાં એ વિશે નોંધ કરવામાં એમને કોઈ સંકોચ નહોતો.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

31 Oct, 07:10


વજ્રાદપિ કઠોરાણિ, મૃદૂનિ કુસુમાદપિનું આવું સાક્ષાત સ્વરૂપ સજ્જનો અને અસાધારણ વ્યક્તિઓમાં જ જોવા મળે.

સરદારને બોરસદથી અમદાવાદ - સાબરમતી લાવતાં આઠ વાગી ગયા. સાંજે છ વાગ્યા પછી જેલની બધી જ બૅરેક અને ખોલીઓને તાળાં લાગી જાય જે સવારે સૂર્યોદય પછી જ ખુલે. જે કેદીઓ કોર્ટની કાર્યવાહી લાંબી ચાલવાને કારણે જેલમાં મોડા પહોંચે અથવા જે કેદીઓની ધરપકડ જ એવા સમયે થઈ હોય કે એમને સાંજના છ પહેલાં જેલમાં પહોંચાડવાનું શક્ય ન હોય એ કેદીઓને જેલના ‘આફ્ટર’ યાર્ડમાં રાખવામાં આવે. આફ્ટર અવર્સમાં આવેલા કેદીઓ માટેની આ નિયત જગ્યા વાસ્તવમાં જેલના સૌથી ખૂંખાર કેદીઓની બૅરેક હોય જેમાં 302માં સજા પીળી ટોપીવાળા આજીવન કેદીઓ હોય અથવા અન્ય કોઈ એવા જ ગંભીર ગુના હેઠળ સજા કાપી રહેલા ખતરનાક કેદીઓ હોય. બ્રિટિશ જમાનામાં એ વૉર્ડ ‘ક્વૉરન્ટાઇન’ વૉર્ડ તરીકે ઓળખાતો હશે એની જાણ સરદારની જેલ ડાયરી પરથી થાય.

બીજે દિવસે શનિવાર હતો. 8-3-1930ના રોજ લખેલી નોંધમાં સરદાર લખે છેઃ ‘સવારે ઊઠતાં આસપાસ બધે કેદી જોયા. પાયખાનામાં જવા માટે બે-બેની હારમાં બેઠેલા. એક જ પાયખાનું હતું. એકમાં જવાનું ને બીજામાં પાણી લેવાનું (ધોવા માટેનું). આ નવો જ અનુભવ હતો. એટલે આપણે તો વિચાર જ માંડી વાળ્યો. પેશાબને માટે સામે જ ખુલ્લામાં એક કૂંડું મૂકેલું હતું. તેમાં જેને જવું હોય તે બધા જ ઊભા ઊભા પેશાબ કરે. આજુબાજુ કેદી, વૉર્ડર, પોલીસ ફરતા જ હોય. એટલે એ ક્રિયા કરવાની પણ હિંમત ન ચાલી. લીમડાના સુંદર ઝાડમાંથી વૉર્ડરે દાતણ કાપી આપ્યું એટલે દાતણ કર્યું. કેટલાક ઓળખાણવાળા કેદીઓ નીકળવા લાગ્યા...’

સરદારને ક્વૉરન્ટાઇન વૉર્ડમાંથી જે બૅરેકમાં રાખવામાં આવ્યા એમાં બીજા પાંચ કેદી હતા. એકને પોતાના દીકરાના ખૂનના આરોપસર દસ વર્ષની સજા થયેલી. બીજો ચોરી કરતાં પકડાયેલો. ત્રીજો ખૂની હતો... એક કેદી તો લૂંટ, ધાડ, ખૂન વગેરેના 56 ગુના માટે દોઢસોની એક ટોળી પકડાયેલી એમાંનો એક હતો. એને દસ વર્ષની સજા થયેલી જેમાંથી પાંચ વર્ષ તો ભરી દીધેલાં.સરદાર સહિતના આ કેદીઓ ઉપર બે મુસલમાન વૉર્ડરો હતા. બેઉ ખૂનના ગુનામાં સજા કાપી રહેલા. આ બેમાંનો એક પોલીસને છરી હુલાવવાના ગુનામાં પાંચ વર્ષની સજા પૂરી કરીને છૂટ્યા પછી બીજી વખત નવો ગુનો કરીને જેલમાં આવેલો.

દાંડી યાત્રાના બે દિવસ પહેલાં, સોમવાર 10 માર્ચના રોજ બપોરે મહાદેવ દેસાઈ અને આચાર્ય કૃપાલાની સરદારને મળવા જેલમાં આવ્યા. બારમી માર્ચની રોજનીશીનું પાનું આ શબ્દોથી શરૂ થાય છેઃ ‘સવારના ચાર વાગ્યે ઊઠી પ્રાર્થના કરી. ગીતા વાંચી. આજે છ-સાડા છ વાગ્યે બાપુ આશ્રમમાંથી નીકળવાના તે યાદ કરી, ખાસ ઇશ્વર સ્મરણ કરી તેમની સફળતા માટે પ્રભુની સહાયતા માગી...’

પંદર દિવસમાં જ પંચાવન વર્ષની ઉંમરના સરદારનું વજન દોઢેક કિલો જેટલું ઘટી ગયું. જેલનો ખોરાક સરદારને ખૂબ તકલીફ આપતો હતો. એમનું પાચનતંત્ર આમેય ખોરવાયેલું રહેતું. સરદાર પર જે કેસ ચાલ્યો તેમાં સરકાર પક્ષે કોઈ સાક્ષીઓ નહોતા, સરદાર માટે કોઈ વકીલ નહોતો, કેસની કાર્યવાહીનું રિપોર્ટિંગ કરવા માટે પત્રકારોને કોર્ટમાં હાજર રહેવાની છૂટ નહોતી.

સાબરમતીમાં ત્રણ મહિનાનો કારાવાસ ભોગવીને સરદાર છૂટ્યા એ પછી મુંબઈમાં એક જનસરઘસનું નેતૃત્વ કરતી વખતે ફરી પકડાયા.
ગોળમેજી પરિષદમાં હાજરી આપીને ગાંધીજી વિલાયતથી પાછા ફર્યા એ પછી, જાન્યુઆરી 1932માં ગાંધીજી અને સરદાર - બેઉની ધરપકડ થઈ. બેઉ મહાન નેતાઓને પૂણેની યરવડા જેલમાં રાખવામાં આવ્યા. આ લાંબા કારાવાસ દરમ્યાન બેઉ નેતાઓ એકબીજાની વધુ નિકટ આવ્યા, બેઉ એકમેકને વધુ સારી રીતે સમજતા થયા. ગાંધીજી પાસે સરદાર સંસ્કૃત શીખતા. સરદારની નાનીમોટી રમૂજોથી વાતાવરણ હળવું થતું. મહાદેવ દેસાઈની પણ ધરપકડ થઈ હતી. મહાદેવભાઈની ડાયરીમાં બંને નેતાઓની વાતચીતોની ઘણી વિગતો નોંધાયેલી છે. એ પછી સરદારને યરવડામાંથી નાસિકની જેલમાં ખસેડવામાં આવ્યા. જુલાઈ, 1934માં એમને છોડવામાં આવ્યા.

1940માં સરદારને ફરી એક વાર જેલની સજા થઈ. 9 મહિનાના કારાવાસમાં એમણે દસેક કિલો જેટલું વજન ગુમાવ્યું.

નાદુરસ્ત તબિયત હોવા છતાં ૧૯૪૨ના ‘ભારત છોડો’ આંદોલનને વેગ આપવા સરદાર ઠેર ઠેર પ્રવચનો આપવા જતા. એમના જોશભર્યા અને લાગણીભર્યા પ્રવચનો સાંભળીને લાખો ભારતીયો અંગ્રેજ સરકારને ઉથલાવી નાખવાના મનસુબા સાથે સરદારની સાથે જોડાયા. 7 ઑગસ્ટ 1942ના દિવસે સરદારે મુંબઈના ગ્રાન્ટ રોડ સ્ટેશન નજીકના ગોવાલિયા ટૅન્કની સભામાં એકઠી થયેલી એક લાખની મેદનીને સંબોધી. નવમી ઑગસ્ટે એમની ધરપકડ થઈ. લગભગ ત્રણ વર્ષ સુધી અહમદનગરની જેલમાં રાખવામાં આવ્યા. 1945ની 15મી જૂને એમને છોડવામાં આવ્યા ત્યારે અંદરખાનેથી ખબર પડી ગઈ હતી કે બ્રિટિશ સરકારને ભારતમાંથી બિસ્તરાં પોટલાં સંકેલવાની તૈયારીઓ કરવાનો આદેશ અપાઈ ચૂક્યો છે.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

31 Oct, 03:56


દિવાળી જેવું લાગતું નથી કે પછી દિવાળી સુધરી ગઈ?: સૌરભ શાહ

(‘સંદેશ’, દિવાળી પૂર્તિ. ગુરુવાર, ૩૧ ઑક્ટોબર ૨૦૨૪. આસો અમાસ વિક્રમ સંવત ૨૦૮૦)

દશેરા ઉજવ્યા પછી મનમાં રટણ શરૂ થઈ જાય છે કે આ વરસની દિવાળી કેવી જશે? શરદ પૂર્ણિમા પછી કોઈ ઉઘરાણીની રકમ મોકલી આપે તો લાગે કે આ વખતની દિવાળી સુધરી ગઈ. અને કુટુંબમાં કોઈ દૂરનાં સગા વિશે પણ અશુભ સમાચાર આવે તો લાગે કે આ વરસની દિવાળી ખરાબ ગઈ.

બજારમાં માહોલ તેજીનો હોય, માર્કેટ ધમધમતું હોય પણ મનમાં કોઈ અંગત વાતે ઉદાસીનો માતમ છવાયો હોય તો આપણે કહેતા થઈ જઈએ છીએ કે આ વખતે સાલું દિવાળી જેવું લાગતું નથી.

દિવાળીનો તહેવાર આપણા અંગત મૂડ કે આપણી પર્સનલ આકાંક્ષાઓ મુજબ ઉમંગભર્યો કે ઉદાસીભર્યો લાગે ત્યારે સમજી જવાનું કે વીતેલું આખું વરસ આપણે વેડફી નાખ્યું છે.

બેસતા વરસની સવારથી જ આ નવા વરસની દિવાળી કેવી જશે ને કેવી નહીં તે માટેની વ્યવસ્થા કરી લેવાની હોય છે. નવા વર્ષની સવારે નક્કી કરી લેવાનું છે કે આવતા 360 દિવસ દરમ્યાન રોજરોજ એવું શું કામ કરવું છે કે વરસના અંતે પ્રતીતિ થાય કે આ વખતની દિવાળી સુધરી ગઈ. કારતક સુદ એકમની સવારે મળતી નવાનક્કોર 360 દિવસોની સોગાદમાંથી એક-એક દિવસના 24 કલાક કેવી રીતે વાપરીશું જેથી વરસના અંતે એવું ના કહેવું પડે કે આ વખતે દિવાળી જેવું લાગતું નથી.

કેવી રીતે વાપરીશું રોજેરોજ મળતા નવા નક્કોર ચોવીસ કલાક?

દુનિયાના સૌથી ધનિકોને કે પછી દુનિયાના સૌથી તાકાતવર વડા પ્રધાનો/પ્રેસિડન્ટોને ભગવાને જે આપ્યું છે તે ભગવાન તમને ને મને પણ આપે છે. રોજના નવા નક્કોર ચોવીસ કલાક. એ વપરાઈ ગયા પછી બીજા દિવસે ફરી પાછા બીજા નવા નક્કોર ચોવીસ કલાક. એમને અને આપણને ભગવાન આપ્યા જ કરે છે.

આ રીતે મળી રહેલા દરેક ચોવીસ કલાકનો ઉપયોગ કરી લીધા પછી એક દીવો પ્રગટે છે. જો એ ચોવીસ કલાકની દરેકે દરેક મિનિટનો ઠીક ઠીક ઉપયોગ થયો હશે તો એ દીવાનું તેલ આખું વરસ ચાલવાનું છે, દીવો ઝાંખો થવાનો નથી, દિવાળીના દિવસે એ દીવો તમને ઝળહળ પ્રકાશ આપવાનો છે. જિંદગીમાં જેઓ નામ કમાયા છે, કામ કરીને દામ કમાયા છે એ સૌના રોજરોજના દીવા દિવાળીએ પણ એમને ઉજાળતા રહે છે.

આપણને ક્યારેક દિવાળી ઝાંખી લાગે છે કારણ કે આપણે રોજેરોજ મળતા નવા નક્કોર ચોવીસ કલાકની વેલ્યુ સમજતા નથી. આજે એક કલાક અહીં વેડફાઈ ગયો, બીજો કલાક ત્યાં વાપરી નાખ્યો કારણ કે આપણને ખબર છે કે આવતી કાલે ફરી એક કલાક મળશે, બીજો કલાક પણ મળશે અને ત્યારે આજે ન થયેલું કામ કરી નાખીશું; એમાં શું વળી મોટી વાત છે. કાલે ફરી એકવાર આજવાળી માનસિકતા દિમાગ પર ચડી બેસે છે અને વાત પરમ દિવસ પર ઠેલાય છે.

એક-બે દિવસ નહીં, એક-બે મહિના નહીં, એક-બે વરસ પણ નહીં - એક - બે દાયકા જીવનના આ રીતે વેડફાય જાય છે અને જિંદગી પૂરી થઈ જાય છે.

પેલા ટોચના ઉદ્યોગપતિઓ, ટોચના દેશના નેતાઓ, ટોચના અભિનેતાઓ, ટોચના સૌ કોઈ એમની માનસિકતા આવી નથી હોતી. એમના માટે આવતી કાલ નથી, એમના માટે પરમ દિવસ નથી. એમના માટે જે કંઈ છે તે આજનો દિવસ છે, આજની આ મિનિટ છે.

2081ના વર્ષની દિવાળી સુધરી ગઈ એવું લાગે એ માટેનો પહેલો દીવો કારતક સુદ એકમ વિક્રમ સંવત 2081 ના રોજ પ્રગટાવવો પડે. આવા 360 દિવાઓનો પ્રકાશ હશે તો એવી ફરિયાદ કરવાનું મન નહીં થાય કે આ વખતે દિવાળી જેવું લાગતું નથી.

દિવાળીની આ સમજ સતત મનમાં ઘૂમરાયા કરે એ માટે માણસે જાતે બે ઉત્તમ શોધ કરી છે - તારીખનો ડટ્ટો અને ડાયરી. ભાઈબીજના દિવસે ડટ્ટાનું પહેલું પાનું ફાડીએ છીએ ત્યારે સમજાય છે કે લો, આ તો નવા વરસમાંથી એક દિવસ ઓછો થઈ ગયો. શું કર્યું વીતેલા ચોવીસ કલાકમાં? તારીખમાંથી ફાડેલું પાનું તમને આવો સવાલ કરે છે. તમારે એનો જવાબ ડારીના કે રોજમેળના પાનાને આપવાનો છે. લાલ કાપડના પૂંઠાવાળી ડાયરીના ચોપડા પૂજનના દિવસે અન્ય ચોપડાઓ સાથે પૂજા તો કરી પણ રોજ નવું ખુલતું કોરું પાનું તમારી પાસે જવાબ માગવાનું છે એન વાત ભૂલતા નહીં. તારીખિયાના ડટ્ટાએ પૂછેલા સવાલનો જવાબ ડાયરીના કોરા પાના પર લખતી વખતે કાં તો તમને સંતોષ થશે, કાં અફસોસ. આ સંતોષ અને અફસોસનો સરવાળો તમને આવતી દિવાળીએ વીતેલા વર્ષનું સરવૈયું બનાવવામાં કામ લાગશે. જીવનની આખરી બૅલેન્સ શીટ કેવી દેખાશે એનો આધાર દર વર્ષે માંડેલા આવા સરવૈયાઓની ફાઈલનો અભ્યાસ કરવાથી પ્રાપ્ત થશે.

દિવાળીના દિવસો નક્કી નથી કરતા કે આ વખતની દિવાળી સુધરી ગઈ કે પછી આ વખતે દિવાળી જેવું લાગતું નથી. આખું વરસ જે કંઈ કરીએ છીએ તેના પરથી નક્કી થશે કે આ વખતની દિવાળી સુધરી ગઈ કે પછી આ વખતે દિવાળી જેવું લાગતું નથી.
માટે આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ આપતી વખતે સાલ મુબારક કહેતાં પહેલાં નવો ડટ્ટો મુબારક અને નવી ડાયરી મુબારક!


કાગળ પરના દીવા

પ્રોબ્લેમનો કોઈ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ માટેની તમારી એટિટ્યૂડનો પ્રોબ્લેમ હોય છે.
—કેપ્ટન જેક સ્પેરોનો સંવાદ (‘પાયરેટ્સ ઑફ ધ કરેબિયન’ ફિલ્મમાં)

• • •

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

31 Oct, 03:56


( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

30 Oct, 08:41


જીવનમાં શું કરવા માગીએ છીએ અને શું કરી શકીએ એમ છીએ એ બન્ને વચ્ચેનું અંતર સ્વીકારી લેતાં આવડી જાય તો આ બધો અજંપો એકઝાટકે દૂર થઈ જાય. પછી કોઈ સંતાપ નહીં રહે.

આજે કાળી ચૌદસ નિમિત્તે ઘર નજીકના ચાર રસ્તે તમારાં ક્લેશ, કકળાટ અને કંકાસનાં વડાં મૂકી આવ્યા પછી એ તમારા જીવનમાં ફરી પાછાં ક્યારેય નહીં આવે એની ખાતરી રાખજો. અને આવે તો સાબદા રહેવાનું. આટલી સમજણ પછી એ ઝાઝી વાર તમારે ત્યાં નહીં ટકે.

• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

30 Oct, 08:41


કાળી ચૌદસ: ક્લેશ, કકળાટ અને કંકાસમુક્ત જીવનનો તહેવાર : સૌરભ શાહ

મનમાં જે અજંપો રહ્યા કરે, જીવ બળ્યા કરે, મન રહી રહીને કોઈને કોઈ વાતે સંતાપમાં રોકાયા કરે તે ક્લેશ.

કોઈ વાતે અસંતોષ હોય અને વારંવાર એ વિશે બીજા આગળ ફરિયાદ વ્યક્ત થતી રહે તે કકળાટ.

અને કોઈની સાથે સતત તકરાર કે બોલાચાલી થતી રહે તે કંકાસ.

ક્લેશમાં તમે એકલા જ છો. બીજા કોઈને એની જાણ નથી.

કકળાટ સંભળાવવા માટે બીજી વ્યક્તિની જરૂર પડે છે પણ એ વ્યક્તિ એમાં મૂક શ્રોતા બનીને રહે છે, પાર્ટિસિપેટ કરતી નથી.

કંકાસમાં ડ્યુએટ છે. તમે અને સામેની વ્યક્તિ બેઉ એમાં ઍક્ટિવલી ઈન્વોલ્વ્ડ હો તો જ કંકાસ સર્જાય.

કંકાસથી દૂર થવું જરાક સહેલું છે. કજિયાખોર વ્યક્તિને ટાળવાની કોશિશ કરવી. કજિયો થવાની સંભાવના હોય એવી દરેક પરિસ્થિતિને પણ ટાળવી. કંકાસ એકાએક નથી સર્જાતો. એ આવે તે પહેલાં બે મોટર સાઈકલસવાર સાયરન વગાડતાં આવે છે. કંકાસના પાયલટરૂપે અસંમતિ અને મતભેદ આવતાં હોય છે. ક્યારેક સાયરનવાળી જીપ પણ આવે છે. તે વખતે ચેતી જવાનું કે બહુ મોટો કંકાસ આવે છે. ગેરસમજણો બધી આ જીપમાં સવાર થઈને આવતી હોય છે.

કંકાસની પરિસ્થિતિ ટાળવી હોય તો અસંમતિ સર્જાય ત્યારે જ ચેતી જવાનું. અમારી વચ્ચે મતભેદ છે પણ મનભેદ નથી એવી વાયડાઈ કરવાને બદલે સમજવાનું કે આ મતભેદો જ મનભેદના પાયામાં હોય છે. મતભેદો ઘૂંટાતા જાય એમ મનભેદ સર્જાતો જાય. બહુ મોટું રાજપાટ ગુમાવવાનું ના હોય તો નમતું જોખીને ચર્ચાના મુદ્દાને ઈગો ઈશ્યુ બનાવવાને બદલે પાછળ હટી જવાનું અને અસંમતિને કોઈ અંજામ આપ્યા વગર જ વચ્ચે લટકતી રાખવી. મતભેદો તીવ્ર થાય એની રાહ જોયા વિના જ તું તારે રસ્તે (વિચાર), હું મારે રસ્તે (વિચારીશ) એવું માનીને ચૂપ થઈ જવું. નહીં તો વાત આગળ ચાલશે ને ગેરસમજણો સર્જાશે. અત્યાર સુધી જે કંઈ વાતો/ બનાવો/ પરિસ્થિતિઓ સાહજિક લાગતી હતી તે બધાં જ વિશે ફરીવાર વિચારવાનું મન થશે અને ભૂતકાળમાં સર્જાયેલા પ્રસંગોના દરેક ઈન્ટેન્શન પર શંકા પેદા થશે જેના પરિણામસ્વરૂપે ગેરસમજણો સર્જાશે.

ગેરસમજણો પણ ટાળી શકાય છે, ટાળવી જ જોઈએ અન્યથા તમને ખબર છે શું થાય. એની પાછળ કંકાસ આવે.

ગેરસમજણો ટાળવાના બે ઉત્તમ ઉપાય છે: એક, લાંબી લાંબી કલ્પનાઓના ઘોડાઓ દોડાવવાનું બંધ કરવું અને બીજો ઉપાય: પૂછી લેવું. મનમાં જેના વિશે ગેરસમજણ સર્જાઈ છે એના વિશે પૂછી લેવું - એ વ્યક્તિ વિશે, એ સંજોગો વિશે, એ ઈરાદાઓ વિશે.

આટલું થશે તો કંકાસ સર્જાવાની શક્યતા નહિવત.

કકળાટ વ્યક્ત કરવો કે ન કરવો તે તમારા હાથમાં છે. લોકો તો સાંભળવા માટે આતુર હશે.

આપણી વ્યથા અવરને મન રસની કથા, કવિએ કહ્યું છે. પણ આપણી ફરિયાદને વાચા આપવી જરૂરી છે? આ સવાલ જાતને કરવો. ફરિયાદ શું કામ થાય છે? અસંતોષ છે માટે. આ અસંતોષ કોઈ પણ રીતે શું વાજબી છે? આ સવાલ સૌથી પહેલાં કરવો. જાત સાથેની સચ્ચાઈ કેળવી હશે તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા અસંતોષ ગેરવાજબી છે એવું જણાશે. ફરિયાદ આપોઆપ ઓગળી જશે. કકળાટ સર્જાવાનો વખત જ નહીં આવે.

માનવીને સૌથી વધુ પીડા આપે છે એનામાં રહેલો ક્લેશ. અંદર ને અંદર એ ધીમે ધીમે સળગ્યા કરે. આખી જિંદગી સળગ્યા કરે. ક્યારેક તો શરીર આખેઆખું ચિતામાં ભસ્મ થયા પછી પણ કલેશ સળગ્યા કરતો હોય. આને અધૂરી ઈચ્છાઓ સાથે આવેલું મોત કહેવાય. એ ઈચ્છાઓ જે આખી જિંદગી સુધી તમને અતૃપ્ત રાખતી ગઈ. મનમાંનો અજંપો ક્યારેય દૂર થયો નહીં. મન આખી જિંદગી સંતાપમાં શેકાતું રહ્યું. કલેશમય જીવન જીવીએ છીએ ત્યારે બહારનાઓને ભાગ્યે જ એની ખબર પડતી હોય છે. કોઈને કોઈ વાતે જીવ બળ્યા કરતો હોય ત્યારે થતી મૂંગી વેદના કોઈ સ્વજન સમજી શકે તો સમજે. બાકી તો પોતે જ એ આગમાં તપાતા રહેવાનું. અને આવી મૂંગી વેદના તમે કોઈની સમજો કે કોઈ તમારી સમજે તોય શું? એનો ઈલાજ બીજી વ્યક્તિ પાસે નથી હોતો. જેની એ વેદના છે તેની પાસે જ હોય છે.

અજંપો, બેચેની, સંતાપ - આ સૌને દૂર કરવાનું કામ અત્યંત કઠિન છે. આમ છતાં કરવું તો પડવાનું જ. કારણ કે એને કારણે મન અંદરથી ધીમે ધીમે ખવાતું જાય છે. એસિડમાં પડેલી ધાતુ ખવાતી જાય એમ. કલેશ આવો જ તેજાબ છે. ધારીએ તો આ અજંપાને, બેચેનીને, સંતાપને કોઈ સર્જનપ્રક્રિયામાં ઢાળીને ઉત્તમ સર્જન કરી શકીએ. તેજાબના પોઝિટિવ ઉપયોગો ઘણા. પણ જો વાપરતાં ના આવડે તો દઝાડે. સર્વનાશ નોતરે. એનો સર્જનશીલ ઉપયોગ બધા ના કરી શકે. બધાનું ગજું ન હોય એવું નથી, પણ બધાંએ એ તરફ જવાની જરૂર નથી હોતી. તો પછી એમણે આ તેજાબનો પોઝિટિવ ઉપયોગ કેવી રીતે કરવો? એમણે પોતાના મનને અન્ય કોઈ ધાતુને બદલે સુવર્ણનું બનાવવું. પછી તેજાબ એને કંઈ નહીં કરી શકે. પછી તેજાબ એને કંઈ કરશે તો વધુ શુદ્ધ જ કરશે. મનને કોઈ સસ્તી ધાતુમાંથી સુવર્ણમય બનાવવાનું કામ આપણા જ હાથમાં છે. બીજું કોઈ એમાં મદદ કરવાનું નથી. કરી શકે પણ નહીં. કારણ કે આપણામાં કઈ વાતે કલેશ છે તેની આપણને એકલાને જ ખબર છે. આપણે એકલા જ જાણીએ છીએ કે આપણને કયો અજંપો પજવે છે, કઈ વાતે સંતાપ થયા કરે છે.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

29 Oct, 07:21


સરદાર પટેલે કરેલાં કામની નેહરુને ઈર્ષ્યા થતી હતી : સૌરભ શાહ

સરદાર વલ્લભભાઇ પટેલ અને જવાહરલાલ નહેરુ વચ્ચેના મતભેદો વિશે આપણે વાત કરવી છે. ઓથેન્ટિક સોર્સીઝને ક્વોટ કર્યા વિના, માત્ર મનઘડંત વાતોથી ઇતિહાસની જાણકારી મળતી નથી.

આપણે શાળા-કૉલેજોમાં ભારતનો જે ઇતિહાસ ભણી ગયા તે આઝાદી પછી નહેરુએ જેમને છુટ્ટો દોર આપેલો તે લેફ્ટિસ્ટો દ્વારા લખાયેલો. આ ડાબેરીઓ કે સામ્યવાદીઓ તે આજના સેક્યુલરવાદીઓઆ વામપંથી ઇતિહાસકારો ભારતદ્વેષી હતા અને જુલમી મુસ્લિમશાસકોની ચાપલૂસી કરનારા હતા. ભારત વિશેની બદબોઇ કરવાની તેઓને મઝા આવતી. ભારતીય પરંપરામાં સોએ બે વાત અયોગ્ય હોય તો એને બઢાવી-ચઢાવીને, રજનું ગજ કરીને એવી રીતે મૂકશે જેથી બાકીની 98 સારાઇઓ ઢંકાઇ જાય અને એ બે નકામી વાતો જ સતત બધે હાઇલાઇટ થતી રહે. આથી ઊલટું, તેઓ મોગલશાસન કે બ્રિટિશશાસનની સોમાંથી બે જ વાતો સારી હોય અને બાકીની 98 વાતો એમણે કરેલાં શોષણ, અન્યાયોની હોય તો પેલી બે સારી વાતોને એવી રીતે રજૂ કરશે કે બાકીની 98 બદમાશીઓ ઢંકાઇ જાય. સામ્યવાદી ઇતિહાસકારોએ ભારતની આઝાદી પછી જન્મેલી પેઢીઓ દિમાગમાં એવું ભૂસું ભરી દીધું છે કે સાફસૂફી કરતાં હજુ ઘણો વખત નીકળી જશે. આ ઇતિહાસકારોએ વતેલાં વર્ષો દરમ્યાન ભારતનું એટલું મોટું અહિત કર્યું છે કે એ દરેકને વીણી વીણીને જાહેરમાં ફાંસીને માંચડે ચડાવવામાં આવે તો પાપ ન લાગે. જે ઇતિહાસકારો કબરમાં પોઢી ગયા છે એમને પણ બહાર કાઢી કાઢીને આવી સજા થવી જોઇએ એવું હું પ્રામાણિકપણે માનું છું.

આટલું બેકગ્રાઉન્ડ બાંધીને આ શ્રેણી વિશે કેટલીક માહિતી આપવા માગું છું. સરદારના કામને, એમના વિચારોને તથા ગાંધીજી-નહેરુ સહિતના સમકાલીન રાજનેતાઓ વિશેના એમના વિચારોને જો આપણે તટસ્થતાપૂર્વક જાણવા હોય તો એ નો સૌથી મોટો ઓથેન્ટિક સોર્સ એમણે લખેલા તેમ જ એમના પર લખાયેલા પત્રો છે.

સરદારના પત્રોને ભેગાં કરીને તેનુંસંપાદન કરવાનું કામ ઓરિજિનલી દુર્ગાદાસે કર્યું. 1972થી 1974 દરમ્યાન 10 દળદાર અંગ્રેજી ગ્રંથોમાં પ્રકાશન થયું. આ 10 ગ્રંથોમાંથી પસંદ કરેલા પત્રોનું સંકલન સરદારના સચિવ વી. શંકરે કર્યું. આ સંકલન કુલ 1300 જેટલાં પાનાંમાં બે ભાગમાં પ્રગટ થયો. અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં અને હિન્દીમાં પણ આ બેઉ ભાગો પ્રગટ થયા છે. ગુજરાતીમાં યશવંત દોશી જેવા વિદ્વતાભરી કલમ ધરાવતા અભ્યાસુ ગદ્યસ્વામીએ અન્ય બે અનુવાદકોની સાથે એનો અનુવાદ કર્યો જે ગાંધીજીએ સ્થાપેલી પ્રકાશન સંસ્થા ‘નવજીવન’ દ્વારા 1977માં પ્રગટ થયો. મારી પાસે આ પહેલી આવૃત્તિ છે જેમાંથી યોગ્ય સંદર્ભ સાથે આ શ્રેણીમાં સરદારને અને સરદારને પત્ર લખનારાઓને ટાંકી રહ્યો છું.

સરદારની કામગીરી વિશે જાણવાનો બીજો મહત્ત્વનો સોર્સ છે સરદારના સેક્રેટરી વી.પી.મેનને લખેલાં બે પુસ્તકો : ‘ધ સ્ટોરી ઑફ ધ ઇન્ટિગ્રેશન ઑફ ઇન્ડિયન સ્ટેટ્સ’ જેમાં સરદારે 550થી વધારે નાનાં મોટાં રાજ્યોને કેવી રીતે એક સૂત્રે બાંધ્યા તેની સવિસ્તર કહાણી છે. વાંચવામાં દિલધડક લાગે એવી શૈલીથી લખાયેલું આ પુસ્તક છે. બીજુ પુસ્તક છે ‘ટ્રાન્સફર ઑફ પાવર’ જેમાં ભારતને આઝાદી મળી, ભારતના ભાગલા પડ્યા એ દિવસો દરમ્યાન અંગ્રેજોએ તથા ભારતીય રાજનેતાઓએ જે ભૂમિકા ભજવી એનું બયાન છે. આ બંને પુસ્તકો અંગ્રેજીમાં આસાનીથી ઉપલબ્ધ છે.

સરદાર વિશે હજુ વધારે ઊંડા ઊતરવું હોય તો ‘ગાંધીજીનો અક્ષરદેહ’ તેમ જ તેન્ડુલકર તથા પ્યારેલાલે લખેલાં પુસ્તકો રીફર કરવાં જોઇએ. સાથોસાથ નહેરુનાં પુસ્તકોનો સંદર્ભ પણ મેળવવો જોઇએ. સરદારને ‘સેક્યુલર’ ચીતરતા કેટલાંક બકવાસ પુસ્તકો ગુજરાતી બાળલેખકો દ્વારા પ્રગટ થયાં છે જેને ગટરમાં પધરાવી દેવાં જોઇએ. ડાબેરી વિચારસરણીવાળા આવા લેખકોને પૂછવું જોઇએ કે જો સરદાર ખરેખર તમે ચીતરો છો એવા ‘સેક્યુલર’ હતા તો કૉંગ્રેસે શા માટે એમને 70 વર્ષ સુધી નિગ્લેક્ટ કર્યા.

શા માટે સરદાર, ગાંધીજી, નહેરુની ત્રિપુટી સફેદ ગાદી પર બેસીને ચર્ચામાં મશગૂલ છે એવું અતિ ફેમસ ચિત્ર જ્યારે 1985માં મુંબઇમાં ભરાયેલા કૉંગ્રેસના 100મા અધિવેશનમાં મૂકવામાં આવ્યું ત્યારે એમાંથી સરદાર ગાયબ હતા - માત્ર નહેરુ -ગાંધી જ કેમ હતા? હવે જ્યારે બિન કૉંગ્રેસી સરકાર કૉંગ્રેસના જ એક પાયા સમાન ભારતના શિલ્પીના કાર્યને રેક્ગ્નાઇઝ કરી રહી છે ત્યારે તમને શું કામ પેટમાં દુખે છે? સરદારનું લોખંડી વ્યક્ત્વિ નહેરુના ડગુમગુ દિમાગ દ્વારા લેવાતા નિર્ણયોથી તદ્દન વિપરીત હતું. સરદાર ભારતની જમીન સાથે જોડાયેલા હતા. નહેરુનો ભારત માટેનો દૃષ્ટિકોણ ‘એનો રસોઇયો પણ ગરીબ’, ‘એનો ડ્રાઇવર પણ ગરીબ’ જેવો હતો જે એમની દીકરીમાં ઊતરી આવ્યો, દીકરીના દીકરામાં ઉતરી આવ્યો, દીકરીના દીકરાના દીકરામાં પણ ઊતરી આવ્યો. સરદારના કામથી પ્રેરાઇને રાજકારણ તરફ આકર્ષાયેલી એક આખી પેઢી આજે ભારતનું સંચાલન કરી રહી છે, સરદારની વિરાટ પ્રતિમા બનાવીને સરદારને સમગ્ર ગુજરાતના જ નહીં, સમગ્ર ભારતના પણ નહીં, સમગ્ર વિશ્ર્વના તખ્તા પર મૂકી રહી છે. કૉંગ્રેસીઓને પેટમાં એ બળે છે કે આવો કોઇ વિચાર પોતાને નહેરુ માટે કેમ નહીં આવ્યો.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

29 Oct, 07:21


સરદારના પત્રોમાંથી નહેરુનું વ્યક્તિત્વ કેટલું સંકુચિત અને વામણું હતું તે તો પુરવાર થાય છે જ, સરદારના પત્રોમાંથી એ પણ પુરવાર થાય છે કે ભારતના ખરા દીર્ઘદૃષ્ટા સરદાર હતા, નહેરુ નહીં. નહેરુ માત્ર સ્વપ્નો જોયા કરતા. સરદાર વાસ્તવિકતા સાથે તાલ મિલાવીને દરેક સમસ્યાના ઉકેલ માટે ઝઝૂમતા રહ્યા.

આઝાદી મળ્યા પછીના વર્ષની વાત છે. ગાંધીજીની હત્યાના વીસેક દિવસ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલે જવાહરલાલ નેહરુ સાથેના પોતાના મતભેદો વિશેની એક નોંધ ગાંધીજીને મોકલી હતી અને એ નોંધની નકલ ખુદ પંડિતજીને એક કવરિંગ લેટર સાથે મોકલી હતી.

૧૨ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ સરદારે ગાંધીજીને જે નોંધ મોકલી તે નેહરુએ ૧ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ગાંધીજીને લખેલા પત્રના અનુસંધાને હતી. નેહરુએ ગાંધીજીને લખ્યું હતું: ‘એ વાત સાચી છે કે સરદારની અને મારી વચ્ચે માત્ર સ્વભાવગત તફાવતો જ નથી પણ આર્થિક અને કોમી બાબતો પ્રત્યેના અભિગમમાં પણ તફાવત છે. અમે કૉંગ્રેસમાં સાથે કામ કરતા ત્યારથી કેટલાં બધાં વર્ષ થયાં આ તફાવતો ચાલુ જ રહ્યા છે. પણ આ તફાવતો હોવા છતાં, પરસ્પર માન અને પ્રેમ ઉપરાંત દેખીતી રીતે જ ઘણું બધું અને બંને વચ્ચે સમાન હતું અને વિશાળ દૃષ્ટિએ કહીએ તો સ્વતંત્રતાનો એક જ રાજકીય હેતુ હતો. આને લીધે આ બધાં વર્ષ દરમિયાન અમે સાથે કામ કર્યું અને એકબીજાને અનુકૂળ થવા અમારાથી બનતું બધું જ કર્યું. ... (પણ આઝાદી મળી ગયા પછી હવે) અમારો રાજકીય હેતુ વત્તેઓછે અંશે સિદ્ધ થયો હોવાથી અમે જે પ્રશ્ર્નોમાં અમુક અંશે મતભેદ ધરાવતા હતા તે હવે વધુ ને વધુ આગળ આવ્યા છે.’

આ પત્રમાં આપણે જોઈ શકીએ છીએ નેહરુ અને સરદાર વચ્ચે કેટલા મોટા મતભેદો હોઈ શકે છે અને આમ છતાં બંનેએ એક જ હેતુને નજર સામે રાખીને, દેશને આઝાદી મળી જાય એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે પરસ્પર સમાધાનો કરીને ગાડું ગબડાવ્યું. નેહરુને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. સરદારની ઉપરવટ થઈને ગાંધીજીએ નેહરુને આ સર્વોચ્ચ આસને બેસાડ્યા હતા. સ્વાભાવિક રીતે જ વડા પ્રધાન પદ મળ્યા પછી નેહરુમાં સુષુપ્ત અવસ્થામાં પડી રહેલો અહંકાર બહાર આવીને ડોકિયાં કરવાનો જ હતો કે હવે તો હું જે કહું તે જ થાય, સરદાર જે કહે તે નહીં. આને કારણે મતભેદો ઉઘાડા પડતા ગયા. નેહરુએ તો ગાંધીજીને આ પત્રમાં સ્પષ્ટ લખ્યું: ‘... વડા પ્રધાન ઈચ્છે ત્યારે અને તે રીતે પગલું લેવાની તેમને પૂરી સ્વતંત્રતા હોવી જોઈએ... જો વડા પ્રધાન આ રીતે કામગીરી ન બજાવે તે માત્ર શોભાના પૂતળા તરીકે ભાગ્યે જ ચાલુ રહી શકે...’

ઈન અ વે નેહરુએ આ પત્ર દ્વારા ગાંધીજીને ગર્ભિત ધમકી અને પ્રગટ ચેતવણી આપી કે જો તમે સરદારને ‘કાબૂમાં’ નહીં રાખો તો હું વડા પ્રધાનપદેથી રાજીનામું આપવાનું ગતકડું કરીને દેશની નવીસવી સમુદ્રમાં તરવા મુકાયેલી નૌકાને ડામાડોળ કરી નાખીશ.

સરદારે ૫૬૩ રજવાડાંને ભારતમાં સમાવી દેવાનું ભગીરથ કાર્ય કેવી કુશળતાથી કરેલું તેના ઈતિહાસથી આપણે સૌ વાકેફ છીએ. સરદારની એ કામગીરી એમની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા જેટલી જ ગંજાવર હતી. આ કાર્ય જો ન થયું હોત તો દેશ, અંગ્રેજોએ ઈચ્છા રાખી હતી એ રીતે, અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયો હોત. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારની પ્રતિમાના અનાવરણ વખતે પ્રવચન કરતાં જે કહ્યું તેવું જ થયું હોત. જૂનાગઢને અને હૈદરાબાદને ભારતમાં ભેળવી દેવાનું કાર્ય સરદારે ન કર્યું હોત તો આજે આપણે ગીરના સિંહ જોવા કે હૈદરાબાદનો ચારમિનાર જોવા વિઝા લેવો પડતો હોત.

નેહરુએ સરદારને સતત અન્ડરમાઈન કર્યા, અન્ડરવેલ્યુ કર્યા. નેહરુ પાસે પોતાની પર્સનાલિટીનો કરિશ્મા હતો પણ સરદાર પાસે આવડત, નિષ્ઠા અને ચાણક્યબુદ્ધિનો સંગમ હતો. દેશ કંઈ તમારી પર્સનાલિટી કેટલી સ્માર્ટ છે એને કારણે કંઈ નથી ચાલતો. દેશ ચલાવવા માટે સમજદારી, ધીરજ તથા દૂરંદેશી જોઈએ જેનો નેહરુમાં અભાવ હતો. રજવાડાંઓને એકત્રિત કરવાનું સરદારનું કાર્ય આજે સૌ કોઈ બિરદાવે છે પણ તે વખતે નેહરુ સરદારના આ વિરાટ કાર્યમાં ટૅક્નિકલ વાંધાવચકા કાઢ્યા કરતા હતા. ગાંધીજી પરના એ પત્રમાં નેહરુ આગળ શું લખે છે તે વાંચીએ:

‘દેશી રાજ્યોનું મંત્રાલય એક નવું મંત્રાલય છે. એને માથે અગત્યના પ્રશ્ર્નો હાથ ધરવાની જવાબદારી છે. હું એમ કહું કે અત્યાર સુધી એણે (આ મંત્રાલયે) આ પ્રશ્ર્નો અસાધારણ સફળતાથી હાથ ધર્યા છે અને સતત ઊભી થતી અનેક મુશ્કેલીઓ પાર કરી છે. તેમ છતાં, મને લાગે છે કે સિદ્ધાંતનો પ્રશ્ર્ન જેમાં સમાયો હોય એવા અનેક નિર્ણયો પ્રધાનમંડળને પૂછ્યા વિના લેવામાં આવ્યા છે. મારા પૂરતું તો કહું કે હું આ નિર્ણયો સાથે સંમત છું, પણ પ્રધાનમંડળ કે વડા પ્રધાનને પૂછ્યા વિના આ નિર્ણય લેવાયો તે કાર્યપ્રણાલી મને ખોટી લાગે છે. નવું મંત્રાલય હોવાથી તે સ્વાભાવિક રીતે પ્રચલિત પ્રણાલીની બહાર રહીને કામગીરી બજાવે છે. અમુક હદે આ અનિવાર્ય છે અને ઝડપી નિર્ણયો લેવા પડે છે. પણ આ કામગીરીને આપણી પ્રચલિત પ્રણાલીના નિયમોની અંદર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.’

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

29 Oct, 07:21


આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે નેહરુની આ ગોળ ગોળ ભાષાની ફરિયાદમાં એમની લઘુતાગ્રંથિ તથા સરદારની નેત્રદીપક કામગીરી માટેની અસૂયા પ્રગટ થાય છે. રજવાડાંઓને એકત્રિત કરવાની જવાબદારી જો નેહરુએ પોતાને માથે લીધી હોત તો આજે દુનિયામાં ગોંડલ અને દેવગઢ બારિયા જેવાં રાષ્ટ્રો હોત જેને પોતપોતાના રાષ્ટ્રધ્વજ હોત, પોતાનું ચલણ અને આવા સાડા પાંચસોથી વધુ રાષ્ટ્રો હોત, ભારત છિન્નભિન્ન થઈ ગયું હોત. યુરોપમાં કે સોવિયેત રશિયા તૂટવાથી જે બચુકડાં રાષ્ટ્રો છે તેવી હાલત આ પ્રદેશની હોત. સરદારે પ્રધાનમંડળને કે વડા પ્રધાનને વિશ્ર્વાસમાં લઈને આ કામ કરવું જોઈતું હતું તેની પાછળનો નેહરુનો આશય એ હોઈ શકે કે આવા ભગીરથ કાર્યનો અલ્ટિમેટ જશ નેહરુ પોતે લઈ શકે, સરદાર તો ચિઠ્ઠીના ચાકર હતા એવી છાપ પડે અને રજવાડાંને એકત્રિત કરીને ભારતને અખંડ રાખવાનો તાજ નેહરુના માથે મુકાય. અને જો ખરેખર સરદાર રૂલ બુક પ્રમાણે કામગીરી કરવા ગયા હોત તો? કાશ્મીરનો પ્રશ્ર્ન જેમ યુનોમાં છે એમ જૂનાગઢ તથા હૈદરાબાદનો જ નહીં, ગોવા-દીવ-દમણ-પોંડિચેરીના પ્રશ્ર્નો પણ યુનોમાં હોત, આ દેશ બરબાદ થઈ ગયો હોત.

કાલે જોઈશું કે નેહરુના ગાંધીજી પરના આ પત્રની નકલ ગાંધીજીએ સરદારને મોકલી ત્યારે સરદારે એનો શું જવાબ આપ્યો.

***
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

29 Oct, 07:20


૩૧ ઑક્ટોબર ૨૦૨૪: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ

આ નિમિત્તે આજથી શરૂ થતી સૌરભ શાહ લિખિત ત્રણ ભાગની લેખશ્રેણીમાં વાંચો સરદાર, નેહરુ અને ગાંધીજી વિશેની એવી કેટલીક ઐતિહાસિક વાતો જે ક્યારેય તમારા અભ્યાસક્રમમાં ભણાવવામાં નથી આવી.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

28 Oct, 06:04


એકાગ્રતા પછીના ક્રમે આવે અભ્યાસ. સંગીતકારોનો રિયાઝ માટે ચોક્કસ સમયગાળો હોય છે. લખવાવાળાઓ માટે, ખાસ કરીને મારા પ્રકારનું લખવાવાળાઓ માટે આ રિયાઝનો સમય ચોવીસ કલાકનો હોવાનો. વાંચવાનું, સાંભળવાનું અને જોવાનું. આંખકાન ક્યારે સતેજ રાખવાં અને ક્યારે બંધ કરી દેવાં એની જો સમજ પડી ગઈ હોય તો આ રિયાઝ વધુ સારી રીતે, એનર્જી બચાવીને થઈ શકે. રિયાઝ જેટલો વધારે એટલી સર્જનની ગુણવત્તા ઊંચી - સબ્જેક્ટ ટુ ધ કંડિશન ઑફ એકાગ્રતા. કૉન્સન્ટ્રેશન વિના તમામ અભ્યાસ, બધો જ રિયાઝ પાણીમાં જવાનો.

એકાગ્રતા અને અભ્યાસ પછી આવે આનંદ - મન પ્રફુલ્લિત રહેવું જોઈએ. સારા-નરસા તમામ સમયમાં. સાચી-ખોટી તમામ વ્યક્તિઓને મળતા હો ત્યારે. સાનુકૂળ સંજોગોમાં અને કપરામાં કપરા સંજોગોમાં પણ મનની બારી ઉઘાડી રાખી હશે તો તાજી હવાની અવરજવર આપોઆપ થતી રહેશે અને પ્રફુલ્લિત બનવા માટે રોજ વહેલી સવારે ઊઠીને ગાર્ડનમાં જઈને લાફટર ક્લબના બીજા મેમ્બરો સાથે મળીને કૃત્રિમ તરીકાથી હા-હા-હા કરીને ગાંડાવેડા નહીં કરવા પડે. મનની બારી ખુલ્લી રાખવાની મહત્તા સારસ્વતો પામી ગયા હોય છે. એટલે જ અમારા ક્ષેત્રના બે સદગત મહારથીઓની કૉલમનાં નામ હતાં: ‘મારી બારીએથી’ અને ‘વાતાયન’. પહેલી સુરેશ દલાલની મોરપિચ્છ કલમે લખાતી. બીજી ચંદ્રકાંત બક્ષીની ચાબુકથી લખાતી, એમની પાસે ચાબુક હતી. કોઈક વિદેશી લેખકે કહ્યું હતું કે મનનું પૅરેશૂટ જેવું છે, ઉઘાડું હોય તો જ કામ આપે. જે સરસ્વતીપુત્રો મનને ઉઘાડું રાખતાં શીખી જાય છે તેઓ સંકુચિત માહોલમાંથી નીકળીને આખા બ્રહ્માંડના બની જાય છે. મનની અગાધ શક્તિઓ ત્યારે જ અનુભવી શકાય જ્યારે એ ખુલ્લું હોય. આનંદમાં રહેવાનો એક માત્ર ઉપાય, સંકુચિતતા ત્યજી દીધી હોય એવું ઉઘાડું મન.

આ ત્રણ વાતો આજના પવિત્ર દિવસે તમારી સાથે શેર કરી. મા સરસ્વતી તો આશીર્વાદ આપતી જ રહે છે, ચારેય હાથે, ચોવીસે કલાક. પ્રાર્થના એટલી જ કે પાત્રતા વધતી જાય અને આ મહામૂલા આશીર્વાદ ઝીલવાનો પનો ક્યારેય ટૂંકો ન પડે એવા તબક્કે ઈશ્વર લઈ જાય.

આજનો વિચાર

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

- મનોજ ખંડિરેયા

(આ પંકિતનો મર્મ સમજવા જેવો છે. નરસિંહ મહેતાને શિવજીના આશીર્વાદથી કૃષ્ણની રાસલીલાનાં દર્શન કરવાની તક મળી. શિવજીએ નરસિંહને પોતાનો મશાલિયો બનાવ્યો જેથી કૃષ્ણને કોઈ આગંતુક-ઈન્ટ્રુડર છે એવું ના લાગે. રાસલીલા જોતાં જોતાં નરસિંહ એટલા તન્મય થઈ ગયા, એકાગ્ર થઈ ગયા કે મશાલમાં કુપ્પીમાંથી તેલ ભરવાનું જ ભૂલી ગયા અને એક તબક્કે મશાલની જ્વાળા એમના હાથને બાળતી થઈ ગઈ. જ્વાળાનો રંગ બદલાયેલો જોઈને કૃષ્ણનું એ તરફ ધ્યાન ગયું ને એમને રિયલાઈઝ થયું કે આ કોઈ મારો સાચો ભક્ત છે. એકાગ્રતા. કૉન્સન્ટ્રેશન. હવે મનોજ ખંડેરિયાનો શેર ફરી વાંચો. વધારે મઝા આવશે.)

••• ••• •••

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨9004099112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

28 Oct, 06:04


વાક્ બારસનો મહિમા અને મા સરસ્વતીના આશીર્વાદ : સૌરભ શાહ

મારો જન્મ વાણિયા કોમમાં થયો એટલે વૈશ્ય છું, લેખન-સાહિત્ય સાથે સંકળાયેલો છું અને સંપૂર્ણ આજીવિકા આ જ ક્ષેત્રમાંથી આવે છે એટલે કર્મે બ્રાહ્મણ છું. સ્વભાવે ક્ષત્રિય છું જેનો પરિચય ક્યારેક મારાં લખાણો દ્વારા વાચકોને અને ક્યારેક મારાં વાણી-વર્તન દ્વારા સ્વજનોને થતો રહે છે, પણ મારું ધ્યેય શુદ્ર બનવાનું છે. મારામાં રહેલો કચરો સાફસૂફ કરીને જાતને સ્વચ્છ બનાવવાનું અભિયાન મેં મોદીજીના સ્વચ્છતા અભિયાનના દાયકાઓ પહેલાં શરૂ કરી દીધું હતું અને છેલ્લા શ્વાસ સુધી એનો અંત નહીં આવે એની ખબર છે છતાં અભિયાન અવિરત ચાલુ જ છે. મારામાં જ નહીં, મારી આસપાસ સૌનામાં, મારા સમાજમાં, દેશમાં-દુનિયામાં જ્યાં જ્યાં વૈચારિક ગંદકી પડેલી છે, જ્યાં જ્યાં માનસિક અસ્વચ્છતા દેખાઈ રહી છે તે દરેક જગ્યાએ જઈને હું મારું આ શુદ્રકાર્ય કરી રહ્યો છું, કરતો રહીશ.

કરતો રહીશ એવા આત્મવિશ્વાસનું કારણ એ છે કે મા સરસ્વતીના મારા પર ચારેય હાથ છે, મારા પર જ નહીં દરેક લેખક-સર્જક, કોઈ પણ કળાકારના માથા પર મા સરસ્વતીના ચાર હાથ હોય જ છે. ચારેય હાથે મળતા આશીર્વાદને પામવાની, પોતાનામાં સમાવવાની દરેકની પાત્રતા જુદી જુદી હોય એ સ્વાભાવિક છે. ઈવન એક જ વ્યક્તિની પાત્રતા જુદા જુદા સમયે જુદી જુદી હોવાની.

આજે આસો વદ બારસનો દિવસ. પ્રોફેશનલી અમારા લોકો માટે વરસનો સૌથી મહત્ત્વનો દિવસ. વાક્ બારસ. સરસ્વતીપૂજનનો દિવસ. બંગાળીઓ વસંતપંચમીના દિવસે સરસ્વતીપૂજન કરે. આર. ડી. બર્મન એ દિવસે પોતાને ત્યાં સારું સારું ખાવાનું બનાવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તેમ જ અંગત મિત્રોની આગતાસ્વાગતા કરતા.

વાક્ બારસના દિવસે દાયકાઓથી સુરતમાં પરંપરા છે, મુશાયરો યોજીને સરસ્વતીની વંદના કરવાની. મારા માટે આજે સ્પેશ્યલ ડે ખરો પણ મારી ઉજવણી મનોમન થવાની. આમ તો હું રોજે રોજ લખું એટલે રોજેરોજ સરસ્વતીપૂજન થતું હોય એવો માહોલ હોય મારી સ્ટડીમાં. વરસે દહાડે જેટલું લખાય છે તે હિસાબે ધારી એ તો દર ૧૫ દિવસે બસો-સવા બસો પાનાનું એક પુસ્તક પ્રગટ કરી શકાય. પણ એવું નથી થતું. શું કામ નથી થતું? કારણ કે દરેક લખાણમાં પુસ્તક આકારે, કાયમી સ્વરૂપ પામવાની પાત્રતા હોતી નથી. શું કામ નથી હોતી? શું રોજ મા સરસ્વતીના ચાર હાથ માથા પર નથી હોતા?

ના, એવું નથી. સરસ્વતીના આશીર્વાદ તો ટ્વેન્ટી ફોર બાય સેવન હોવાના. પણ જ્યારે લખવા બેસીએ ત્યારે એ આશીર્વાદ ઝીલવાની તમારી પાત્રતા હન્ડ્રેડ પર્સેન્ટ હોય તો જ વાત બને. પાત્રતા વિના મળતા આશીર્વાદ ઊંધા ઘડા પર ઢોળાતા પાણીની જેમ વેડફાઈ જાય. પાત્રતા ન હોય એવી ઘડીઓ રોજ રોજ આવવાની. પાત્રતા ન હોય એવા દિવસો પણ આવતા રહેવાના. આશીર્વાદ જેમ ટ્વેન્ટી ફોર બાય સેવન વરસતા રહે છે એમ એને ઝીલવાની તમારી પાત્રતા પણ ટ્વેન્ટી ફોર બાય સેવન બનેલી રહે તો તો તમે સંત કોટિએ પહોંચી જાઓ. વેદ વ્યાસ, તુલસીદાસ, સુરદાસ, નરસિંહ અને મીરાંની કોટિનું લખતાં થઈ જાઓ. પણ એવું થતું નથી, કારણ કે તમારો પનો આ આશીર્વાદ ઝીલવા માટે ટૂંકો પડે છે.

સરસ્વતીના આશીર્વાદ ઝીલવા માટે સૌથી મોટી જરૂરિયાત એકાગ્રતાની પડે. બીજી બધી જ વાતો સેકન્ડરી. અગ્રતાક્રમે એકાગ્રતા. જરૂરી નથી કે એ એકાગ્રતા તમને તમારા સ્ટડી રૂમના એકાન્તમાં જ મળે. પ્રવાસો દરમ્યાન કોઈ પણ સ્થળે, કોઈ પણ સંજોગોમાં તમારે લખવું પડે. શ્રીનાથદ્વારામાં શ્રીજીબાવાનાં રાજભોગનાં દર્શનનો સમય થાય તે પહેલાં કમલચોકમાં રાહ જોતાં જોતાં પણ લખાયું છે અને કોર્ટમાં લંચ સમયે કે માથેરાનમાં વરસતા વરસાદને માણતાં પણ લખ્યું છે નાટકનું રિહર્સલ ચાલતું હોય ત્યારે ડિરેક્ટર સાથે ચર્ચા કરતાં પણ લખાયું છે. ટ્રેનોમાં તો ખરું જ. લગભગ દોઢસો જેટલાં વિવિધ લોકેશન્સ પર લખ્યું હશે. ઘણીય વખત એવું બને કે સ્ટડી રૂમ કરતાં વધારે સારું લખાયું હોય. ઘણી વખત સારું ન પણ લખાય.

સ્થળનો નહીં એકાગ્રતાનો મહિમા છે. આસપાસના ઘોંઘાટ, વિવિધ પ્રવૃત્તિઓ, વ્યક્તિઓ બધું જ તમારા માનસમાંથી ભૂંસાઈ જાય ત્યારે આ એકાગ્રતા આવતી હોય છે. કૃત્રિમ રીતે પલાંઠી મારીને બેસીને કરેલા ધ્યાન કરતાં કંઈક ગણી ઊંચી અવસ્થા છે આ એકાગ્રતા. જેમણે અનુભવી હોય એમને જ સમજાય. આ એ અવસ્થા છે જ્યારે દિમાગમાં ધસમસતા તમામ વિચારો તમારું કહ્યું માનતા થઈ જાય. એ વિચારોને વ્યક્ત કરવા માટેના શબ્દો આમ તમારી આંખ સામે ઝૂલતા દેખાય, દ્રાક્ષના ઝૂમખાની જેમ અને તમે એક એક શબ્દ એમાંથી વીણો - ક્યાંક કોઈ કાચો ન હોય, ક્યાંય કોઈ વધુ પડતો પાકી ન ગયો હોય અને દરેકમાં ખટમધૂરો રસ હશે એની ખાતરી તમને માત્ર એને જોઈને જ થઈ જાય. કાગળ પર સડસડાટ એ શબ્દો ઉતરતા હોય ત્યારે ડિઝનીલૅન્ડની કોઈ પણ થ્રિલિંગ રાઈડ કરતાં પણ વધુ રોચક એવી રોલર કોસ્ટર રાઈડમાં બેઠા હો એવું લાગે.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

23 Oct, 05:38


તમારો પરિવાર ઈમ્પોર્ટન્ટ છે કે તમારું કામ? : સૌરભ શાહ

( લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. ૨૩ ઑક્ટોબર ૨૦૨૪)

ટૉપમોસ્ટ પ્રાયોરિટી કઈ છે તમારા જીવનમાં? ઘણાં વર્ષો પહેલાં કપિલ દેવની પત્ની રોમીએ રિચ એન્ડ ફેમસ વ્યક્તિઓ વિશેની ટીવી શ્રેણીમાં મોદી ગ્રુપના ચેરમેન બી.એન.મોદીની લાઈફસ્ટાઈલ બતાવી હતી. ડાઈનિંગ ટેબલ પર બી.એન.મોદી સપરિવાર બેઠા હતા અને રોમી દેવે પ્રશ્ન પૂછ્યો હતો : ‘પરિવારની અગત્યતા કેટલી તમારા માટે?’

અરે ભાઈ, હું જે કંઈ કરું છું તે મારા કુટુંબ માટે જ તો કરું છું, મારા ગયા પછી પત્ની-છોકરાંઓને જ બધું મળવાનું છે ને - આવા સ્ટાન્ડર્ડ જવાબની આશા રાખીને તમે બેઠા હો પણ એને બદલે જ્યારે સાંભળવા મળે કે, ‘કુટુંબની પ્રાયોરિટી મારા માટે સેકન્ડરી છે’ ત્યારે તમને આશ્ચર્ય થાય. સુખદ આશ્ચર્ય.

ઉદ્યોગપતિ બી.એન. મોદીજીએ કહ્યું અને બહુમત વાચકોજી પણ સ્વીકારશે કે, ‘મારી ફર્સ્ટ પ્રાયોરિટી મારું કામ છે, કુટુંબ પછી આવે. કામ છોડીને હું ચોવીસે કલાક ફેમિલી સાથે ગાળવાનું શરૂ કરી દઉં તો મને ખાતરી છે કે મારાં પત્ની-છોકરાં મારાથી ઉબાઈ જશે અને હું પણ એમનાથી ત્રાસી જઈશ.’

વત્તેઓછે અંશે બી.એન.મોદીની આ વાત સ્વીકારી લેવા જેવી છે. કારણ કે માણસ માટે સૌથી મોટી પ્રાયોરિટી એનું કામ જ છે અને કામ જ હોઈ શકે. કોઈ પૂછશે કે છેવટે આ કામ કોના માટે કરવાનું છે? છૈયાંછોકરાં માટે જ ને, કમાઈકમાઈને એમને જ તો બધું આપી જવાનું છે. ના. જે વ્યક્તિઓની આર્થિક જવાબદારી તમારા પર હોય એ જવાબદારી પૂરેપૂરી નિભાવી શકાય એટલું કમાવી આપતા કામ ઉપરાંતનું કામ દુનિયામાં અનેક લોકો કરતા હોય છે. આર્થિક જવાબદારીને પહોંચી વળાય એટલું કામ તો પ્રથમ પ્રાયોરિટીનું ગણવું જ પડે, કારણ કે માણસ જો આખો દહાડો મા-બાપની સેવા કર્યા કરે કે પત્નીને ખુશ રાખ્યા કરે કે બાળકોને લાડકોડ કરતો રહે તો એ કમાશે ક્યારે? અને નહીં કમાય તો કુટુંબીજનોને બે ટંકનું ખવડાવશે કેવી રીતે, એમની કમ્ફર્ટસ-લક્ઝરીઝને સંતોષશે કેવી રીતે.

કુટુંબની આ બધી આર્થિક જરૂરિયાતો નિભાવી શકાય એટલી આવક રળી આપતું કામ કરી લીધા પછી થતા કામમાં ફેમિલીની પ્રાયોરિટી સેકન્ડરી જ રહેવાની. એ વધારાનું કામ માણસ પોતાના માટે કરતો હોય છે. પોતાના સંતોષ માટે, પોતાના આનંદ માટે. પોતાના સુખ માટે.

કુટુંબીજનોને સંતોષ, આનંદ, સુખ આપવાની એની જવાબદારી નહીં? ના, નહીં. કોઈ વ્યક્તિ અન્ય કોઈને સંતોષ-આનંદ-સુખ આપી શકે એ વાત જ ખોટી. દરેકે પોતાનાં સંતોષાનંદસુખ પોતાની મેળે પ્રાપ્ત કરી લેવાનાં હોય. કોઈના આપવાથી એ નહીં મળે અને કોઈની પાસે એ હોય ત્યારે બીજું કોઈ એને ઝૂંટવી લેવા માગે તો ઝૂંટવી શકાય પણ નહીં. આ વાત નાનપણમાં ક્યારેય કોઈએ સમજાવી નહોતી. સમજાવવી જોઈતી હતી. આપણા પછીની પેઢીને સમજાવી શકીશું તો એ વધુ સુખી થશે આપણા કરતાં. વધુ આનંદી અને વધુ સંતોષી પણ. કોઈની આડે ન આવીએ, કોઈને રંજાડીએ નહીં, કોઈના વિકાસમાં બાધારૂપ ન બનીએ, કોઈના માનસ પર મૉનોપૉલી ન ધરાવીએ - આટલું કરી શકીએ તો બસ છે કુટુંબીજનો માટે. મોટાભાગના લોકો આટલું ય કરી શકતા નથી. સતત કનડતા રહે છે એકબીજાને.


બાળકોને તંદુરસ્તીના પાઠ નાનપણથી વારંવાર ભણાવવામાં આવે છે. પણ મનદુરસ્તીના પાઠ એમને કોઈ શીખવતું નથી. આને કારણે કેટલીક જડ માન્યતાઓ એમના કુમળા માનસમાં એવી ઘર કરી જાય છે કે પચ્ચીસ-ત્રીસની ઉંમરે એમને મનદુરસ્તીના મહત્ત્વ વિશે પ્રતીતિ થાય ત્યારે સૌથી પહેલાં તો એમણે એ જૂનું બધું ભૂંસવાનો પ્રયત્ન કરવો પડે છે. પછી નવું લખાય તો લખાય અને એ પણ કેવું લખાશે એ તો ભગવાન જાણે. દરમિયાન કોઈ દાદાબાવાબાપુના રવાડે ચડી ગયા તો ગચા કામથી.

પ્રાયોરિટી કામ માટેની હોય કે અન્ય કોઈ માટેની, દરેકની પાસે પોતપોતાનો ઉત્તર હોઈ શકે અને સુખની વ્યાખ્યા પણ દરેકની જુદીજુદી હોવાની. પરંતુ અંતે તો દરેક વ્યક્તિ સુખી થવા માગતી હોય છે. સુખી થવાના પ્રયત્નોમાં આપણે વધારે ને વધારે દુઃખી થતા જઈએ છીએ એની ખબર રહેતી નથી અને ખબર પડે છે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે.

સુખ એટલે શરીરને આરામ મળે એવી માન્યતા મનમાં ઘર કરી ગઈ છે. જીવનની સુવિધાઓ વધી જવાથી સુખી થઈ જવાતું નથી. ઘરમાં વૉશિંગ મશીન આવી જવાથી કે ગાડી વસાવી દેવાથી માણસ સુખી થઈ જતો હોત તો અમુક હજાર કે અમુક લાખ રૂપિયા કમાવાનો જ સવાલ હોત જિંદગીમાં અને તે પણ એકસામટા ગજવામાં ન હોત તો પણ ચાલત, સુખ ઈએમઆઈ પર પણ મળી જતું હોત.

સુખી થવાનો, સંતોષી થવાનો કે આનંદી બનવાનો એકમાત્ર ઉપાય ક્વોલિટી ઑફ લાઈફ સુધારવાનો છે. જીવનધોરણ સુધારવું એટલે શું? સાધન-સગવડો વધી જવાથી જિંદગીની ગુણવત્તા સુધરી જવાની છે?

ના. અમેરિકા-યુરોપની દેખાદેખીથી આપણે પણ ઘરની બહાર નીકળીએ ત્યારે બિસ્લેરીના બાટલા સાથે રાખવા માંડ્યા છીએ. રસ્તા પરના ખુમચાનું ખાવાનું અનહાઈજેનિક છે એમ કહીને એનાથી દૂર ભાગવા માંડ્યા છીએ. કશું ખોટું નથી આવી સાવચેતી લેવામાં. પણ આટલું જ કરવું પૂરતું નથી.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

23 Oct, 05:38


પ્રદૂષિત ખાણી-પીણીથી સર્જાતા બૅક્ટેરિયાથી જગતમાં જેટલા લોકો મરે છે એના કરતાં અનેકગણા લોકો માનસિક તણાવ અને એને કારણે સર્જાતા સાયકોસોમેટિક રોગોથી મરે છે. અમેરિકા જેવા સુધરેલા દેશોમાં હાર્ટ એટેકથી મરતા લોકોનું પ્રમાણ વધતું જાય છે, બૅક્ટેરિયાથી થતા રોગને કારણે મૃત્યુ પામતા લોકોની ટકાવારી ઘટતી જાય છે. તમામ હાર્ટ એટેક માત્ર માનસિક તણાવને કારણે સર્જાતા નથી એ હકીકતને ધ્યાનમાં રાખીએ તો પણ જે મૂળ મુદ્દો છે તે સ્વીકારવો પડે કે આધુનિક યુગમાં બીમારીઓ બૅક્ટેરિયા કરતાં વધુ સ્ટ્રેસ, ટેન્શન, માનસિક તાણ અથવા ચિંતાથી સર્જાય છે.


સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ જેવું કશું દુનિયામાં છે જ નહીં એવું કોઈ ડાહ્યા માણસે કહ્યું ત્યારે લોકોને એ ભેજાગેપ લાગ્યો. બધાને ખબર છે કે આપણે કઈ હદ સુધીની તંગદિલીમાં જીવી રહ્યા છીએ. સતત ટેન્શન અનુભવ્યા કરતું આ મન રબરબેન્ડના બે છેડાની જેમ વિરુદ્ધ દિશામાં ખેંચાયા કરતું હોય એવું લાગતું રહે છે. તો પછી કોઈએ એવું શું કામ કહ્યું કે - ધેર ઈઝ નો સ્ટ્રેસ ઈન ધ વર્લ્ડ?


સ્ટ્રેસ લેવા તમે ક્યાં જશો? માની લો કે તમને કોઈપણ પ્રકારની માનસિક તંગદિલી નથી અને માની લો કે તમારે માનસિક તંગદિલી-સ્ટ્રેસ જોઈએ છે તો ક્યાં જશો એને લેવા? કોઈ દુકાનમાં તો સ્ટ્રેસ મળશે નહીં. બીજાઓ જ્યાં માનસિક તંગદિલી અનુભવતા હોય એવી જગ્યાઓએ પણ તમને તમારો પોતાનો સ્ટ્રેસ થોડો મળવાનો છે? સ્ટ્રેસ અથવા તો માનસિક તાણ એટલે તમને તમારી અંદરથી જે મળે છે તે, એ તાણ બહારથી નથી આવતી. તમારી પ્રતિક્રિયા પર સ્ટ્રેસની ઉત્પત્તિનો આધાર છે.

એકાએક સમાચાર આવે કે તમારા જીવનમાં કશુંક માઠું બની ગયું છે. આવા સમયે તમે બહાવરા બનીને ઉત્પાત મચાવી શકો અથવા જે થવાનું છે તે તો થઈ જ ગયું, એનાથી થયેલા નુકસાનની અસર ઓછી કરવા શું કરી શકાય એ વિશે ધીરજપૂર્વક વિચારી શકો. તમારી પ્રતિક્રિયા પર તમારામાં સર્જાનારા સ્ટ્રેસનો આધાર છે. બહાવરા બની જવાની પ્રતિક્રિયા સાહજિક છે. પણ ગમે એવા વિષમ સંજોગોમાં પૅનિકી ન થવું, બેબાકળા ન થવું એવું નક્કી કરીને મનને તૈયાર કર્યું હોય તો પ્રતિક્રિયા બદલી શકાતી હોય છે.

માનસિક તંગદિલી ઊભી થાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે એની ખબર પડતાં જ સૌથી ખરાબ કામ આપણે ભાંગી જઈને બેસી પડવાનું કરીએ છીએ. નિષ્ક્રિય થઈ જઈએ છીએ. સ્ટ્રેસ ઉત્પન્ન કરતું આડ્રેનલિન તરત જ શરીરમાં વહેવા લાગે છે. નિષ્ક્રિય થઈ જવાને બદલે એવી પળોમાં ધ્યાન બીજે દોરીને ચાલવા નીકળી પડીએ, ધ્યાનથી ટીવી જોવા માંડીએ કે રસપૂર્વક પુસ્તક વાંચવા માંડીએ, મનગમતું સંગીત સાંભળીએ ત્યારે સ્ટ્રેસ સર્જાવાની શક્યતા ઘટી જાય. ધીમા ઊંડા શ્વાસ લઈને સ્ટ્રેસ ખાળવાની ટેક્નિક તો જાણીતી છે જ.

સ્ટ્રેસ સર્જાવાની પરિસ્થિતિ વખતે જે. કૃષ્ણમૂર્તિની સલાહ કામ લાગે છે : ‘માણસે ક્રિયાથી જીવવાનું હોય, પ્રતિક્રિયાથી નહીં.’ કોઈકે મારા માટે આવું કર્યું એટલે એના પ્રતિભાવરૂપે મારામાં જે વિચારો સર્જાયા કે મેં સામે જે વર્તન કર્યું તે પ્રતિક્રિયા. પ્રતિક્રિયાનું ચાલકબળ સામેની વ્યક્તિએ કરેલી ક્રિયામાં હોય.

મોટાભાગના લોકો પ્રતિક્રિયા પર જીવતા હોય છે. માણસે કેવા સંજોગોમાં કેવી પ્રતિક્રિયા દેખાડવી છે તે અંતે તો એના પોતાના હાથની વાત છે. મનને તાલીમ આપવાથી આવું થઈ શકે. તાલીમ માટેનું સૂત્ર તમને આ શબ્દોમાંથી મળી શકે : કોઈ મને ખુશ કરે ત્યારે જ હું ખુશ થાઉં એવું શા માટે? મારી ખુશી શું હું મારી મેળે ન શોધી શકું, સર્જી શકું?

જિંદગીમાં તમારી સૌથી મોટી પ્રાયોરિટી કઈ છે એ વિશેની સ્પષ્ટતા થઈ ગઈ હોય તો તમે તમારી પ્રતિક્રિયાઓ પર કાબૂ મેળવતાં શીખી શકો, તમારામાં સ્ટ્રેસ ન સર્જાય એવી પરિસ્થિતિ ઊભી કરતાં શીખી શકો.

સાયલન્સ પ્લીઝ

બોજો તમને હંફાવતો નથી, તમે એને કેવી રીતે ઉપાડો છો એના પર બધો આધાર છે.
- લુ. હોલ્ટ્ઝ (ફૂટબૉલ કોચ)


***
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

20 Oct, 05:52


ડૉન કૉર્લીઓન ભલે અંડરવર્લ્ડનો માણસ છે પણ એની આ લાક્ષણિકતા સૌ કોઈએ જીવનમાં ઉતારવા જેવી.

ડૉનની બીજી એક ખાસિયત : ‘એ ક્યારેય ઠાલાં વચનો આપતા નહીં અને કોઈ દહાડો એવું બહાનું તો કાઢતા જ નહીં કે : શું કરું યાર, મારા હાથ બંધાયેલા છે.’

કપરી પરિસ્થિતિમાંથી છટકી જવા માટે આપણે કોઈ કંઈ વાતે માગણી કરે તો હાએ હા કહીને છટકી જતા હોઈએ છીએ. અને ક્યારેક કોઈનું કામ ન કરી શકીએ તો આમાં આપણી મજબૂરી છે એવું કહીને સામે ચાલીને બીજાની આંખોમાં નબળા પુરવાર થતા હોઈએ છીએ. ખોટે-ખોટું પ્રોમિસ ક્યારેય કોઈને આપવું નહીં અને એક વખત જો જીભ કચરાઈ જાય તો એમાંથી છટકી જવાને બદલે કોઈપણ ભોગે વચનપાલન કરવું.

મારિયો પૂઝોએ આ નવલકથામાં બીજી એક સરસ વાત લખી છે : ‘કેટલીક વાર આપણે એવાં કામ કરવાં પડે છે જેના વિશે તમારે ક્યારેય કોઈને કશું કહેવાનું ન હોય. આ એવાં કામ હોય છે જેને તમે વાજબી ઠેરવી શકવાના નથી. આમ છતાં તમારે કરવાં પડે છે. કરીને ભૂલી જવાનાં.’

બહુ પ્રેક્ટિકલ વાત કહી છે આમાં. આ ગહન વાતનું વિશ્લેષણ તમારે તમારી લાઈફના સંદર્ભમાં જે રીતે કરવું હોય તે રીતે કરી લેવું!

પાન બનારસવાલા

છેવટે તો જિંદગીમાં ન કોઈ બહાનાં જોઈએ, ન ખુલાસાઓ, ન અફસોસો.

- સ્ટીવ મૅરાબોલિ (પ્રવચનકાર, લેખક)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

20 Oct, 05:52


ક્યારેક ને ક્યારેક તમારું અપમાન થવાનું, સહન કરી લેવાનું: સૌરભ શાહ

( તડકભડક: 'સંદેશ', 'સંસ્કાર' પૂર્તિ, રવિવાર, 20 ઑક્ટોબર 2024 )

મારિયો પૂઝોની અન્ડરવર્લ્ડની ક્લાસિક ફૅમિલિકથા ‘ધ ગૉડફાધર’ પરથી ફ્રાન્સિસ ફૉર્ડ કૉપોલાએ હૉલિવુડમાં યાદગાર ફિલ્મ બનાવી હતી. એમાં જીવનને લગતી ફિલસૂફીઓ અને બિઝનેસમાં કે પ્રોફેશનમાં કામ લાગે એવા ઉપદેશો ઠેરઠેર વેરાયેલાં છે, જેના પર હજુ સુધી ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે.

ડૉન કૉર્લીઓનનો સૌથી મોટો દીકરો સની ભારે મિજાજી છે. ડૉનની દીકરીના લગ્ન પ્રસંગે કોણ-કોણ આવ્યું છે તેની નોંધ લેવા બહાર એફ.બી.આઈ.ના એજન્ટો મહેમાનોની ગાડીઓના નંબર નોંધી રહ્યા છે, ત્યારે સની એ લોકો પર ગુસ્સે થઈ જાય છે. પણ ડૉન કૉર્લીઓન ગુસ્સે નથી થતા. ડૉને વર્ષોથી એક વાત ગાંઠે બાંધી લીધી હતી કે, “આ સમાજમાં ક્યારેક ને ક્યારેક તમારું અપમાન થવાનું. તમારે સહન કરી લેવાનું.”

સામેવાળો માણસ ગમે એટલો સામાન્ય હોય, સાધારણ હોય, પણ જો એ આંખ ખુલ્લી રાખીને જીવતો હશે તો એની જિંદગી દરમિયાન એક તક એવી આવવાની જ્યારે એ સૌથી શક્તિશાળી માણસ સામે પણ બદલો લઈ શકવાનો. આ સમજને કારણે ડૉન ક્યારેય કોઈની સામે વિવેક ગુમાવતા નહીં. આ ઉમદા ગુણને કારણે ડૉનના મિત્રો એમને ઔર માન આપતા.

માન-અપમાન અને સ્વમાન. આ ત્રણેય બહુ ટ્રિકી કન્સેપ્ટસ છે. ‘મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી, હું કરગરી ગયો છું મને યાદ પણ નથી’ એવી યાદગાર પંક્તિઓ હરીન્દ્ર દવેએ લખી છે. નાની નાની વાતે ગુસ્સે થઈ જનારાઓને ક્ષુલ્લક મુદ્દાને ઈગો ઈશ્યૂ બનાવી દેવાની ટેવ હોય છે. ભરચક ટ્રાફિકમાં કોઈએ તમારી કારને જરા અમથી સ્ક્રેચ કરી અને તમે દંડૂકો લઈને નીકળી પડ્યા એને મારવા. વાંક ભલે પેલાનો હોય પણ તમે વાંકમાં આવી જવાના, એમાંય જો પેલો કોઈ પોલીસ અફસરનો કે એમએલએ-ફેમેલેનો નબીરો હોય તો પોલીસ કસ્ટડીમાં તમારા માટે એક રાત પાકી, ભલે તમે નિર્દોષ છો. મારી સાથે તેં આવી બદતમીજી કરી જ કેમ, મારી ગાડીને ઘસરકો શું કામ લગાવ્યો એવા તોરમાં તમે બીજું કશું નહીં પણ તમારો ઈગો પંપાળતા હો છો. જીવનમાં આવી પાંચસો સિચ્યુએશન્સ આવવાની જ્યારે તમને તમારું અપમાન થતું લાગશે. તમે એનો બદલો લેવા જશો, તમારા સ્વમાનનું રક્ષણ કરવા બદલો લેવો જરૂરી છે, એવું તમને લાગશે. પણ પરિસ્થિતિ એવી રીતે પલટાઈ જશે કે તમને આવા મુદ્દે ઝઘડો ઈનિશ્યેટ કરવાનું ભારે પડશે. તમારે એ જ માણસને બે હાથ જોડીને આ ઝમેલામાંથી એ તમને મુક્ત કરે એવી આજીજી કરવી પડશે.

ક્યારેક તમે કરેલા અપમાનનો ઘૂંટડો સામેવાળી વ્યક્તિ ગળી જશે. તમને લાગશે કે તમે કેટલા પાવરફુલ છો. પણ સામેવાળી વ્યક્તિ ગમે એટલી નાની હોય તોય ક્યારેક ને ક્યારેક એ તમારા પર વેર વાળશે, વાળશે ને વાળશે જ. હાથીને પરેશાન કરનારા મચ્છર વિશેની દંતકથા તમને ખબર છે. નાના માણસોને ક્યારેય ટેકન ફૉર ગ્રાન્ટેડ નહીં લેવાના. એમને જો તમે અપમાનિત કરશો તો તક આવ્યે એ પોતાનું સર્વસ્વ હોડમાં મૂકીને પણ તમને બરબાદ કરવાની કોશિશ કરશે. આવું કરવામાં એણે કંઈ ગુમાવવાનું નથી હોતું. એની પાસે છે શું કે એ ગુમાવે? પણ તે વખતે તમે તમારી બધી જ તાકાત ભેગી કરીને એની સામે લડી શકવાના નથી. કારણ કે તમારી તાકાત બીજી ઘણી બાબતોમાં વહેંચાયેલી હોવાની. પરિણામે ભૂતકાળમાં તમે કરેલા અપમાનનો બદલો વાળીને એ તમને પરાસ્ત કરવાનો.

આ જ વાત, તમે પોતે જો નાના હો તો પણ તમને લાગુ પડે. કોઈ મોટી હસ્તીએ તમારી સાથે બદતમીજી કરી હોય તો તરત એનો જવાબ વાળવાને બદલે રાહ જોવાની. ગૉડફાધર ડૉન કૉર્લીઓનને યાદ કરવાના : ‘આ સમાજમાં ક્યારેક ને ક્યારેક તમારું અપમાન થવાનું... પણ જો આંખો ખુલ્લી રાખીને જીવશો તો જિંદગીમાં એક તક એવી જરૂર આવવાની જ્યારે સૌથી શક્તિશાળી માણસ સામે પણ બદલો લઈ શકાશે.’

તમે જો મોટા હો, શક્તિશાળી હો તો સૌની સાથેનું વિવેકી વર્તન તમારા જ લાભમાં હોય છે. તમે જો નાના હો તો વારંવાર અકળાઈ નહીં જવાનું કે બધા કેમ તમારું અપમાન કરતા રહે છે, સહન કરી લેવાનું, અને ધીરજ રાખવાની. પછી તક મળ્યે વળતો ઘા કરવાનો.

મારિયો પૂઝો ડૉન કૉર્લીઓન માટે લખે છે : ‘ડૉન ક્યારેય કોઈને ધમકી આપતા નહીં. ધમકી આપવી મૂર્ખામી છે એવું એ માનતા. ભવિષ્યનો વિચાર કર્યા વિના ગુસ્સામાં બેકાબુ બની જવું કોઈને પાલવે નહીં, એવું કરવું એકદમ જોખમી છે, બેફામ ગુસ્સામાં ગમે તેવું બોલી નાખવાની લકઝરી પોતાને પરવડે નહીં એવું એ માનતા.’

પાવરફુલ માણસોની આ જ નિશાની છે. તેઓ ધમકી આપતા નથી, ગુસ્સે થતા નથી. એમણે જો કોઈની સામે બદલો લેવો હોય કે કોઈનું બગાડવું હોય તો ધમકી આપ્યા વિના જ એ કામ કરી શકે છે. એમણે ગુસ્સે થવાની કોઈ જરૂર હોતી નથી. શબ્દો અને એનર્જી વેડફ્યા વિના પોતાના પાવરથી એ બીજાનું ધારે તેટલું અને ધારે ત્યારે નુકસાન કરી શકતા હોય છે. ગુસ્સો નબળા લોકો કરે, જેમની પાસે બીજાની સામે લડવાની તાકાત ન હોય તેઓ ગુસ્સામાં બેફામ બનીને બોલબોલ કરે. શક્તિશાળી વ્યક્તિ હંમેશાં ચુપ રહીને પોતાનું ધાર્યું કરે.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

19 Oct, 06:26


રાજદીપ સરદેસાઈ, મેહુલ ચોક્સી અને પ્રત્યાર્પણ : સૌરભ શાહ

(Newspremi.com : શનિવાર, 19 ઓક્ટોબર 2024)

ચપડ ચપડ અંગ્રેજી બોલતા લોકોની સ્માર્ટ દલીલોથી અંજાઈ જવાની આપણી ટેવ છે.

‘ઇન્ડિયા ટુડે’ માટે નોકરી કરતા રાજદીપ સરદેસાઈ નામના ઍન્ટીમોદી પત્રકારે આજે કહ્યું કે : ભારતે અમેરિકા-કૅનેડામાંથી ખાલિસ્તાનવાદી ગુનેગારોને ભારત પાછા લાવવાની કોશિશ કરવાને બદલે ઍન્ટિગા નામના દેશમાં ભાગી ગયેલા મેહુલ ચોક્‌સીને પાછો લાવવો જોઈએ. (કૅનેડા-અમેરિકા જેવા) તાકાતવર દેશ સામે બાથ ભીડવાને બદલે પહેલા ઍન્ટિગાની સામે તો બાંયો ચડાવે ભારત.

રાજદીપ પોતાનાં બગલબચ્ચાઓને ઉશ્કેરવા માગે છે કે મેહુલ ચોક્‌સી ગુજરાતી છે એટલે મોદી એને છાવરે છે. રાજદીપનું આ જ કામ છે— લોકોને ભરમાવવાનું. 2002માં એણે ઘણાં પાપ કર્યાં છે. એ પહેલાં અને એ પછી પણ આ પાપીએ દેશવિરોધી, સમાજવિરોધી અનેક કાંડ કર્યાં છે.

રાજદીપ કઈ રીતે ભરમાવે છે તમને? એ તમને કહેતો નથી કે ઍન્ટિગા અને ભારત વચ્ચે એકબીજાના દેશમાં વૉન્ટેડ હોય એવા લોકોને એક્સ્ટ્રાડાઇટ કરવા માટેની કોઈ પ્રત્યાર્પણ સંધિ થઈ નથી. 2003માં એમાં સહેજ સુધારો થયો કે ઍન્ટિગામાં ત્યાંની અદાલતે જો કોઈ ભારતીયને સજા કરી હોય તો ભારત એ ગુનેગારને ભારતમાં પાછો લાવવાનું કહી શકે. મેહુલ ચોક્‌સીને ત્યાંની સરકારે સજા નથી કરી. સજા તો શું એની સામે કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ પણ નથી. ક્યાંથી હોય? એક લાખથી ઓછી વસ્તીવાળા એ ચિરકુટ તકવાદી દેશમાં કોઈ પણ જઈને અમુક કરોડ રૂપિયામાં ત્યાંની સિટિઝનશિપ ખરીદી શકે છે. મેહુલ ચોક્‌સીએ ત્યાંનું નાગરિકત્વ એ રીતે જ લીધું છે. એના વકીલોની સલાહ મુજબ એણે સિટિઝનશિપ માટે એવો દેશ પસંદ કર્યો છે જેની ભારત સાથે પ્રત્યાર્પણ સંધિ ન હોય.

આની સામે ભારત-કૅનેડા વચ્ચે 1987માં એક્સ્ટ્રાડિશન ટ્રિટી પર સહીસિક્કા થયેલા છે. અમેરિકા સાથે પણ 1997માં આવી સંધિ થયેલી છે. માટે ભારતને હક છે કે ભારતમાં ગુનો કરીને કૅનેડા-અમેરિકામાં જઈને છુપાઈ ગયેલા આરોપીઓને પાછા મોકલવાની માગ કરી શકે.

અસત્ય અને અર્ધસત્યની ભેળસેળ કરીને સંપૂર્ણ સત્ય પીરસાતું હોય એવો દેખાવ કરવાની ટેવ માત્ર રાજદીપ સરદેસાઈને જ નથી, બીજા ઘણા હિન્દીભાષી-અંગ્રેજીભાષી પત્રકારોને છે. યુટ્યુબના ગુજરાતી સલીમ-અનારકલીઓને પણ છે. અને હા, ગુજરાતી ટીવી ચૅનલોના ચિંગુમિંગુઓને પણ આવી ટેવ છે.

***
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

16 Oct, 11:21


એક સલાહ આપું તમને? : સૌરભ શાહ

( લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, ૧૬ ઑક્ટોબર ૨૦૨૪)

તમે એક નવું કામ શરૂ કરી રહ્યા છો. નવો પ્રોજેક્ટ, નવો કન્સેપ્ટ માર્કેટમાં મૂકી રહ્યા છો. તમારા પર હજાર સૂચનોનો વરસાદ શરૂ થઈ જશે - આ કામ આમ ન થાય તેમ થાય, આવું કરવા જશો તો ડૂબી જશો, ફલાણાએ મારી સલાહ માની તો આજે એ ક્યાંનો ક્યાં પહોંચી ગયો.

કોઈપણ નવું કામ શરૂ કરતી વખતે તમારી આસપાસ બીજા કોઈનેય ફરકવા દેવા નહીં. પાર્ટનરશિપમાં કામ શરૂ કર્યું તો તમે અને તમારા પાર્ટનર બે જ જણા જોઈએ બ્રેઈન સ્ટૉર્મિંગ માટે. અને જો ટીમ સાથે હોય તો ટીમમાંની જે વ્યક્તિને તમારા સબ્જેક્ટ સાથે લેવાદેવા હોય તે જ વ્યક્તિનાં સજેશન્સ મેળવવાનાં. તમે કોઈ નવું મલ્ટીસ્ટોરીડ બિલ્ડિંગ બાંધતા હો ત્યારે એની ડિઝાઈન વિશેના ડિસ્કશન્સમાં આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચરલ ડિઝાઈનના નિષ્ણાતો સિવાય બીજા કોઈની જરૂર નથી. આવી મીટિંગમાં ઍકાઉન્ટ્સવાળાની કે એચ.આર.ના ચીફની જરૂર નથી.

તમારા દિમાગમાં સ્ફૂરેલો નવો વિચાર તમારો પોતાનો છે. એ વર્જિન વિચારને કિડ્નૅપ કરીને એના પર બળાત્કાર કરવાની ઈચ્છા ઘણાને થઈ આવવાની. પણ એ ફ્રેશ વિચારનું શિયળ સાચવવાની જવાબદારી તમારી. સૂચનોનો મારો ચલાવીને કોઈ તમારા મૌલિક વિચારને પીંખી નાખવા આતુર હોય ત્યારે તમારે જીવ પર આવીને, હિંમતથી એનો સામનો કરવો પડે.

ગુજરાતી નાટક જગતમાં સ્ટીવન સ્પીલબર્ગની કક્ષાનું કામ કરી ગયેલા નિર્માતા-દિગ્દર્શક સ્વ. કાન્તિ મડિયાના જીવનનો એક કિસ્સો છે. મડિયાનું નાટક પૂરું થયા પછી કોઈ મહાનુભાવ એમને અભિનંદન આપવાના બહાને બૅક સ્ટેજ ગયા અને બોલ્યા, ‘મડિયાજી, સેકન્ડ ઍક્ટના થર્ડ સીન વિશે એક સૂચન કરું તમને?’ મડિયાએ પોતાના યુનિટના એક સૌથી જુનિયર છોકરાને બોલાવીને કહ્યું, ‘એય, અહીં આવ જરા. આ ભાઈ શું કહેવા માગે છે તે બહાર સમજી લે!’

સૂચનો આપવાના શોખીનોની હોંશ અહીં જ પૂરી થઈ જાય. સૂચનશોખીનો પોતાને બીજાઓ કરતાં થોડાક વધુ ડાહ્યા સમજતા હોય છે. ટુ બી પ્રિસાઈસ એક્ઝેટલી ફિફ્ટી પર્સેન્ટ વધુ ડાહ્યા. ગમે ત્યારે ગમે તેના માટે અભિપ્રાયો છુટ્ટા ફેંકવાનો રાષ્ટ્રીય શોખ છે ભારતમાં. રસ્તા પર બેસીને ભીખ માગનારાઓથી માંડીને પચીસ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના ચૅરમૅનના ચપરાશી સુધીની કોઈપણ વ્યક્તિને અભિપ્રાય આપવાની છૂટ છે આ દેશમાં. આ ગમ્યું, આ ન ગમ્યું. કોઈ રેસ્ટોરાંમાં જઈને ડિનર લીધું - બકવાસ છે, ટ્વિટર પર ટ્વિટ કરી દીધું. આ ફિલ્મ નકામી છે - ફેસબુક પર ઝાડી નાખી એને. આ માણસ, આ શહેર, આ નેઈલ પૉલિશ, આ વડાપ્રધાન. અભિપ્રાયોનો વરસાદ વરસતો રહે છે.


અભિપ્રાયો આપવાની કળામાં ગ્રેજ્યુએટ થઈ ગયેલા લોકોને સૂચનો કરવાની આર્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાની જબરજસ્ત ચળ ઊપડતી હોય છે. ધોની સારું રમ્યો કે ખરાબ એવો આજે અભિપ્રાય આપનારાઓ આવતી કાલે સૂચન કરવાના છે કે વિરાટ કોહલીએ બૅટ કેવી રીતે પકડવું જોઈએ. સૂચનો કરવામાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકો એક તબક્કે પોતાને દરેક ક્ષેત્રના એક્સપર્ટ માનીને પીએચ.ડી. થઈ ગયેલા સમજવા માંડે છે.

તમે તમારા નવા વિચારને અમલમાં મૂકવાની તૈયારી કરો છે ત્યારે તમારો અનુભવ, તમારી સમજ, તમારું સમગ્ર અસ્તિત્વ એમાં રેડી દેતા હો છો. ચોવીસે કલાક એની પાછળ મંડી પડો છો, એમાં ગળાડૂબ રહો છો. બહારનું કોઈ તમને સૂચન કરે છે ત્યારે ન તો એની પાસે તમારા જેટલું ઈન્વોલ્વમેન્ટ હોય, ન કમિટમેન્ટ. તમારા નવા આઈડિયાનો ઓવરઑલ વ્યૂ તમારા એકલાની પાસે જ હોવાનો. તમારી કલ્પનામાં તમે પૂરું ચિત્ર જોઈ શકતા હો છો, ભલે ને હજુ કૅનવાસ પર પીંછીનો પહેલો જ સ્ટ્રોક પડ્યો હોય.

રિક્શાવાળો હોય કે ક્રિકેટર. કોઈને પોતાના કામમાં દખલગીરી નથી ગમવાની. સૂચનો મેળવવાં જ હશે તો એ પોતાના કરતાં જેને મહાન ગણે છે એવી વ્યક્તિ પાસે જઈને સામેથી પૂછી લેશે. સચિન તેન્ડુલકરે ડૉન બ્રેડમૅનને પૂછ્યું હતું કે મારી ટેક્નિકમાં ક્યાં ક્યાં સુધારો કરી શકાય? રિક્શાવાળો એના પૅસેન્જરને નથી પૂછવાનો કે મારે ગાડી કેવી રીતે ચલાવવી.

દખલગીરી કોઈને નથી ગમતી. રસોઈ બનાવવામાં ઓતપ્રોત થઈ ગયેલી સ્ત્રીને, જેમ કોઈ વચ્ચે વચ્ચે ચાખીને સૂચનો કર્યા કરે તે પસંદ ન પડે એમ કોઈ નવું, કંઈક હટીને કામ શરૂ કરી રહેલા માણસને પણ બીજી વ્યક્તિઓ ચાલુ પ્રક્રિયાએ સલાહસૂચનો આપ્યા કરે તે પસંદ ન પડે. હક્ક વિના કોઈ વ્યક્તિ બીજાની સર્જન પ્રક્રિયામાં દખલગીરી કરે એને સારી ભાષામાં ‘ઉદ્દેશવિહીન ચરણવિક્ષેપ’ કહેવાય અને સમજ પડે એવી ગુજરાતીમાં ‘ખાલી ફોગટ ટાંગ અડાવવી’ કહેવાય.

સર્જનની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે કે પૂરી થઈ ગઈ હોય ત્યારે સૂચનો ઉપકારક નીવડે, પણ કોનાં? જે વ્યક્તિ આવી સર્જનશીલતાને, નવા પ્રકારના પ્રોજેક્ટની મૌલિકતાને, એક ઓરિજિનલ થૉટને સમજી શકે, આવા સર્જનની પ્રસૂતિની પીડામાંથી એ પોતે પણ પસાર થઈ હોય. આવી વ્યક્તિઓનાં સૂચન એક ઉદ્દીપક તરીકે, કૅટલિસ્ટ તરીકે કામ કરે અને એક નાનકડો આઈડિયા આવા સૂચનને કારણે ભવ્ય આકાર ધારણ કરે એવું બને.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

16 Oct, 11:21


***
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

16 Oct, 11:21


પણ જેમનાં સૂચનો સો ટચનું સોનું પુરવાર થાય એવી વ્યક્તિઓ કેટલી? આપણી આસપાસની મોટાભાગની વ્યક્તિઓ એવી હોવાની જેમને બીજાની ક્રિએટિવ પ્રોસેસમાં ચંચુપાત કરવાનું, ઉટપટાંગ સૂચનો આપવાનું અને પોતે પણ ‘વિચારી’ શકે છે એવો દેખાડો કરવાનું ગમતું હોય છે. આવા લોકોનું એકાદ નાનકડું ભળતુંસળતું સૂચન પણ મૂડ કિરકિરો કરી મૂકવા માટે કાફી હોય છે.


અહીં પંડિત મુખરામ શર્માના બે જાણીતા કિસ્સા યાદ આવે છે. હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જમાનામાં મુખરામ શર્મા હાઈએસ્ટ પેઈડ રાઈટર હતા. આઈ એમ ટૉકિંગ અબાઉટ ધ ફિફ્ટીઝ. આપણા બધાનાં જનમ પહેલાંની વાત. ખૂબ બધી હિટ ફિલ્મોની વાર્તા, પટકથા, સંવાદ એમણે લખ્યાં. ‘ઔલાદ’, ‘વચન’ અને ‘સાધના’ માટે ‘ફિલ્મફેર એવોર્ડ’ મળ્યા. આ ઉપરાંત ‘તલાક’, ‘પવિત્ર પાપી’, ‘સંતાન’ વગેરે ફિલ્મોની વાર્તા-પટકથા પણ એમણે લખી. પં.મુખરામ શર્માએ એક વખત બી.આર. ચોપરા માટે સ્ટોરી ડેવલપ કરવાની શરૂઆત કરી. ચોપરા સા’બે પંડિતજીને કહ્યું કે, ‘થોડું લખાઈ જાય પછી એક દિવસ યુસૂફસા‘બને સંભળાવી આવીએ, એમણે જ કહ્યું છે.’ એ વખતે દિલીપકુમાર ટોચ પર હતા અને ફિલ્મના હીરો તરીકે નક્કી થઈ ચૂક્યા હતા. ડહાપણ એમાં જ હતું કે પંડિતજી ચૂપચાપ ચોપરાસા’બે કહ્યું એ મુજબ દિલીપકુમાર સાથે સ્ટોરીસેશન કરે.

પણ પંડિતજી અડી ગયા : ‘હું કંઈ કોઈને મારી વાર્તા સંભળાવવા ન જાઉં. ડાયરેક્ટરને સંભળાવી છે તે પૂરતું છે.’ પરિણામ એ આવ્યું કે ફિલ્મમાંથી પંડિતજી આઉટ થઈ ગયા. એમની સ્ક્રિપ્ટને બદલે બીજી સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ બની. હીરો દિલીપકુમાર જ રહ્યા અને ફિલ્મ બની ‘નયા દૌર’. જબરજસ્ત હિટ થઈ. ઓ.પી.નૈયરનું મ્યુઝિક. સાહિલ લુધિયાનવીના ગીતો : 'ઉડે જબ જબ ઝૂલ્ફેં તેરી', 'સાથી હાથ બઢાના', 'માંગ કે સાથ તુમ્હારા', 'રેશમી સલવાર કૂર્તા જાલી કા', 'યે દેશ હૈ વીર જવાનોં કા....'

ખેર. ‘નયા દૌર’ની સકસેસ પાર્ટીમાં પંડિત મુખરામ શર્માએ દિલીપકુમારને જઈને કહ્યું, ‘મારી સ્ક્રિપ્ટ પૂરી થાય તે પહેલાં તમને સંભળાવવાની મેં જ ના પાડી હતી.’ (ફિલ્મની સ્ક્રિપ્ટ પછી અખ્તર મિર્ઝા અને કામિલ રશીદે લખી હતી). દિલીપકુમાર હસીને બોલ્યા, ‘સંભળાવી હોત તો શું બગડી જાત? સજેશન તો કોઈપણ આપી શકે.’ પંડિતજીએ કહ્યું, ‘ડાયરેક્ટર સાથે, માની લો કે, નક્કી થયું છે કે મારે ગાયનું ચિત્ર દોરીને એમને આપવાનું છે. હવે જ્યાં સુધી આખેઆખી ગાય દોરાઈ ન જાય ત્યાં સુધી કોઈ સજેશન કેવી રીતે આપી શકે? હા, હું ગાયનું ચિત્ર પૂરેપૂરૂં દોરી લઉં અને એમાં પૂંછડી ગાય જેવી નહીં પણ ઘોડા જેવી ચીતરી હોય કે પછી એનાં શિંગડાં-કાન દોર્યાં જ ન હોય તો કોઈ સજેશન આપે એ બરાબર છે. અધૂરા ચિત્રે વળી સજેશન શેનું?’

આ એક કિસ્સો જેમાં પંડિતજીનો લૉસ થયો. તમારી મૌલિકતા સાચવવા તમે તમારી વાત પર મક્કમ રહો ત્યારે કશુંક ગુમાવવાની તૈયારી રાખવી પડે. આના કરતાં તદ્દન વિપરીત કિસ્સો. બી.આર. ચોપરાના પ્રોડકશનની જ ફિલ્મ ‘ધૂલ કા ફુલ’. ડિરેક્ટર તરીકે બી.આર.ના નાના ભાઈ યશ ચોપરાની એ પહેલી ફિલ્મ. હીરો તરીકે રાજકુમાર (‘જાની...’)ને સાઈન કરવામાં આવ્યા હતા. પૂરી સ્ક્રિપ્ટ સાંભળીને રાજકુમારે પંડિતજીને કહ્યું, ‘આમાં તો તમે મને વિલન જેવો ચીતર્યો છે, આ ઍન્ગલ બદલી નાખવો પડશે.’


પંડિતજીએ કહ્યું, ‘એ ઍન્ગલ બદલી નાખું તો પછી વાર્તામાં રહેશે શું?’ રાજકુમારે ફિલ્મ કરવાની ના પાડી દીધી. નબળા રાજેન્દ્રકુમારને લઈને ફિલ્મ બની ને તોય સુપરહિટ થઈ. એન.દત્તાનું મ્યુઝિક, ગીતો સાહિર લુધિયાનવીનાં: ‘તેરે પ્યાર કા આસરા ચાહતા હૂં, વફા કર રહા હૂં વફા ચાહતા હૂં’ અને ‘તૂ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હૈ ઈન્સાન બનેગા...’

‘ધૂલ કા ફુલ’ની વાર્તા બેહદ વખણાઈ. પંડિતજીનું કહેવું છે : ‘ચિત્રકાર બ્રશનો એક સ્ટ્રોક ખોટો મારે તો આખું ચિત્ર ખરાબ થઈ જાય એમ લેખક જે લખે એમાંથી મનફાવે એ રીતે કશું કાઢી નાખવામાં આવે કે તેમાં ઉમેરી દેવામાં આવે તો એની અવળી અસર આખરી પરિણામ પર પડે છે.’

પંડિત મુખરામ શર્મા જેવા અનુભવો મને પણ મારા નવા પ્રોજેક્ટસ વખતે, કૉલમ/નવલકથા/નાટકના લેખન દરમિયાન થયા છે અને થતા જ રહેવાના. દરેકને થવાના. એ વખતે આપણે શું કરવું એ આપણા પર છે.

પંચતંત્રની વાર્તાની જેમ વીકલી કૉલમની નીચે સાર આપવાનો રિવાજ શરૂ થયો નથી. થયો હોત તો છેલ્લું વાક્ય આ મુજબનું લખ્યું હોત :

બોધ : સુંદર કામ જોઈતું હોય તો નવો પ્રોજેક્ટ શરૂ કરનારના માર્ગમાં ચરણવિક્ષેપ કરવાની તૃષા પર કાબૂ પ્રાપ્ત કરી લેવો જોઈએ!

સાયલન્સ પ્લીઝ

કોઈપણ છાપું કે મૅગેઝિન ઉઘાડો કે ટી.વી.ઑન કરો, જિંદગીમાં સક્સેસફુલ કેવી રીતે થવું એનાં હજારો સજેશન્સનો મારો તમારા પર થશે. આમાનાં કેટલાંય સૂચનો આપણા પ્રોજેક્ટસ, આપણી પ્રાયોરિટીઝ માટે બિલકુલ નકામાં હોય છે અને એ વાતનું આપણે સતત ધ્યાન રાખવું જોઈએ.

- એલાં દ બતોં
(સ્વિસ રાઈટર અને ફિલોસોફર. જન્મ : 1969)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

15 Oct, 05:58


સફળતાના કોરા રહી ગયેલા કાગળ પર કિશોર કુમારનું નામ કાયમ માટે લખાઈ ગયું : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, Newspremi dot com : રવિવાર, 15 ઑક્ટોબર 2023)

‘અભિમાન’ જે વર્ષે રિલીઝ થઈ એના આગલા વર્ષે સચિન દેવ બર્મનના સંગીતવાળી ફિલ્મ ‘અનુરાગ’ આવી. શક્તિ સામંતા એના પ્રોડ્યુસર-ડિરેક્ટર હતા, જેમણે અગાઉ સચિનદા સાથે ‘આરાધના’ અને રાહુલ દેવ બર્મન સાથે ‘અમર પ્રેમ’ અને ‘કટી પતંગ’ બનાવી હતી.
1962માં રિલીઝ થયેલી શક્તિ સામંતાની ફિલ્મ ‘નૉટી બૉય’માં પણ સચિનદાનું સંગીત હતું, જેમાં કિશોર કુમાર હીરો હતા એટલે સ્વાભાવિક રીતે એમાં કિશોર કુમારનું પ્લેબેક સિંગિંગ હોવાનું જ. ‘નૉટી બૉય’ અને ‘આરાધના’ વચ્ચેનાં 7 વર્ષોમાં શક્તિ સામંતાએ રવિ, ઓ. પી. નૈયર અને શંકર-જયકિશનના મ્યુઝિકમાં હિટ ફિલ્મો બનાવી…

🔶લેખ વાંચવા ક્લિક કરો:
https://wp.me/pabnlI-2VA

આ લેખ તમારા મિત્રોને ફૉરવર્ડ કરો.
લેખની નીચે તમારી કમેન્ટ પોસ્ટ કરો.

સૌરભ શાહ સાથે જોડાવા ક્લિક

🔷 વૉટ્સઍપ ગ્રુપ :
https://chat.whatsapp.com/JPdysyKGhUtGfySsSt4IZi

🔶 ફેસબુક :
www.facebook.com/saurabh.a.shah

🔷 ટેલિગ્રામ :
https://t.me/newspremisaurabhshah

🔶 યુટ્યુબ :
https://www.youtube.com/SaurabhShahNEWSPREMI

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

14 Oct, 06:21


આપણે 1940માં રિલીઝ થયેલી એ વર્ષની સેકન્ડ હાઈએસ્ટ કમાણી કરનારી ‘બંધન’ વિશેની વાત શરૂ કરી હતી જેમાં એક ગીત હતું ‘ચલ ચલ રે નૌજવાન’ જેના કોરસમાં 11 વર્ષના કિશોર કુમારનો અવાજ છે એવું એક રિસર્ચરે સંશોધન કરીને લખ્યું છે.

કાલે ફરી કિશોર કુમારનો પાંચ સંગીતકારો સાથેનો દૌર સાંધી લઈશું. આ પાંચમાંના એક તો સચિન દેવ બર્મન. બાકીના 4 કયા કયા? તમે યાદ કરો. પછી આપણી નોટ્સ કમ્પેર કરીએ.

***
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

14 Oct, 06:21


ગુલઝાર કહે છે: કિશોર કુમાર પોતાના જેવી કૉમેડી કરવાનું મને કહે! કેવી રીતે શક્ય છે. પણ એમની આ મારી ટાંગ ખેંચવાની રીત હતી!

બીજી કોઈ ફિલ્મમાં, ગુલઝાર યાદ કરે છે કે, કિશોર કુમારે ગાડીમાં બેસીને કમ્પાઉન્ડની બહાર જવાનું હતું. સીન ઓકે થયા પછી કિશોર કુમાર ગાડી રિવર્સ લઈને પાછા ન આવ્યા. થોડા કલાક પછી ફોન આવ્યો કે ‘હું પનવેલ સુધી પહોંચી ગયો છું.’ કેમ? ડિરેક્ટરે મને કહેવું જોઈએ કે મારે કમ્પાઉન્ડ છોડીને ક્યાં સુધી જવાનું છે.

કિશોર કુમારની જિંદગીના લૂઝલી બે તબક્કા પાડી શકીએ. પ્રી-આરાધના ડેઝ અને પોસ્ટ-આરાધના ડેઝ. કિશોર કુમારનો અમારી જિંદગીમાં પ્રવેશ થયો ‘આરાધના’થી. સ્કૂલના દિવસો. ચોથા-પાંચમા ધોરણમાં. બધા છોકરાઓ રેડિયો પર બિનાકા ગીતમાલા સાંભળીને હે... હે... હા... હા... કરતા થઈ ગયેલા.

કિશોર કુમાર એક વર્સેટાઈલ ગાયક હતા. એમણે ગાયેલાં ગીતોને મુખ્ય ત્રણ પ્રકારમાં વહેંચીએ તો એક તો રોમેન્ટિક ગીતો આવે, પછી ગંભીર - ઉદાસ - થૉટ પ્રોવોકિંગ-ચિંતનપ્રધાન-સૅડ સૉન્ગ્સ આવે અને ત્રીજો પ્રકાર ધમાલમસ્તીનાં ગીતોનો અર્થાત્ પ્યાર હમેં કિસ મોડ પે લે આયા જેના પૂર્વજરૂપે પાંચ રૂપૈયા બારા આનાને મૂકી શકીએ. ઈનામીનાડિકા, ખઈકે પાન બનારસ અને જય જય શિવશંકર તો ખરું જ.

કિશોર કુમારે ગાયેલાં રોમેન્ટિક ગીતોમાં વેવલાપણું નથી, ખુલ્લાશ છે - ગાતા રહે મેરા દિલ જેવી. એમનો ઝિંદાદિલ અવાજ આયમ શ્યોર કે રાજેન્દ્ર કુમાર કે મનોજ કુમાર જેવા અભિનેતાઓને સૂટ જ ના થાય. ઓ મેરે દિલ કે ચૈન, પલ પલ દિલ કે પાસ, દિલ ક્યા કરે, યે શામ મસ્તાનીથી માંડીને મેરે દિલ મેં આજ ક્યા હૈ સુધીનાં ડઝનબંધ ગીતો યાદ આવી જાય. દરેક ગીત પર એક એક અલાયદો નિબંધ લખી શકો.

ગંભીર, ઉદાસ કે ચિંતનપ્રધાનવાળી કેટેગરીમાં પણ કેટલાં બધાં ગીત. કુછ તો લોગ કહેંગે અને ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈં જો મકાં વો ફિર નહીં આતે - એ બે ગીતોની ગણેશ સ્થાપના વિના આ કૅટેગરીની યાદીનો આરંભ જ ન થઈ શકે. ઓ સાથી રે તેને બિના ભી ક્યા જિના જેવાં ગીતો માણવા માટે પ્રેમમાં પડવું જરૂરી છે એટલું જ નહીં, પ્રેમમાં ધોખો ખાવો પણ એટલો જ જરૂરી છે. ત્યારે જઈને આવાં રેશમી ગીતોની ચુભનનો આનંદ માણી શકીએ. યે જીવન હૈ, મેરા જીવન કોરા કાગઝ, ખિલતે હૈં ગુલ યહાં, ખિઝાં કે ફૂલ પે આતી કભી બહાર નહીં કભી, મૈં શાયર બદનામ - કેટલાં ગીતો યાદ કરવાનાં. જેટલી ભૂતપૂર્વ પ્રેમિકાઓ એટલાં આવાં ગીતો.

કિશોર કુમારે પાંચ સંગીતકારો માટે શ્રેષ્ઠ ગાયું. આમ તો ડઝનબંધ સંગીતકારો માટે પણ વિપુલ પ્રમાણમાં શ્રેષ્ઠ ગીતો પાંચ સંગીતકારો માટે ગાયાં. આ પાંચમાં બપ્પી લાહિરી નથી, હાલાકિ પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે અને ચલતે ચલતે મેરે યે ગીત એમણે બપ્પીદા માટે જ ગાયાં છે. રાજેશ રોશન પણ આ યાદીમાં નથી. હાલાકિ જુલીનાં અને કુંવારા બાપનાં ગીતો ક્યારેય ભુલાય એવાં નથી. આ ઉપરાંત પણ બીજા અનેક ટેલન્ટેડ સંગીતકારોએ કિશોર કુમાર પાસે ખૂબ બધાં યાદગાર ગીતો ગવડાવ્યાં જ છે.

પણ જે પાંચ સંગીતકારો માટે કિશોર કુમારે વિપુલ પ્રમાણમાં હિટ ગીતો ગાયાં એમની વાત કરવી છે. સૌથી પહેલા તો સચિન દેવ બર્મન. કિશોર કુમારે અમીન સયાનીને આપેલા એક રેડિયો ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સચિનદા માટે એમણે સૌથી પહેલું ગીત 1951માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બહાર’ માટે ગાયું: ‘કસૂર આપ કા હુઝૂર આપ કા’ (ગીતકાર રાજેન્દ્ર ક્રિષ્ન). જોકે અભ્યાસીઓ અને રિસર્ચર્સના મતે કિશોરદાનો આમાં સ્મૃતિદોષ દેખાય છે. તેઓ કહે છે કે 1950માં આવેલી રાજ કપૂરવાળી ‘પ્યાર’નું ગીત એસ. ડી. બર્મન માટે ગાયેલું પહેલું ગીત હતું. અફકોર્સ, પ્લેબૅક સિંગર તરીકે પહેલવહેલું ગીત એમણે ખેમચંદ પ્રકાશસમા દિગ્ગજ સંગીતકાર માટે ‘ઝિદ્દી’માં ગાયું જે દેવ આનંદની પણ પહેલી ફિલ્મ હતી. દેવ આનંદ, સચિન દેવ બર્મન અને કિશોર કુમારની ત્રિપુટીએ કેટલાં બધાં ટ્વેન્ટી ફોર કેરેટ્સ ગીતો આપ્યાં. યાદ કરવા જઈશું તો રાત પડી જશે.

આગળ વધતાં પહેલાં એક નાનકડી આડવાત. કિશોર કુમારે 1946માં રિલીઝ થયેલી ‘આઠ દિન’ નામની ફિલ્મમાં ‘બાંકા સિપૈયા ઘર જૈયો’ ગીતમાં કોરસમાં ઊભા રહીને થોડીક લાઈનો ગાઈ હતી એ એમનું પહેલું રેકોર્ડિંગ હતું એવું મનાય છે.

પણ અગેન, કેટલાક જાણકારોનું માનવું છે કે એમણે સરસ્વતી દેવી (અને આર. સી. પાલ) માટે ‘બંધન’માં ‘ચલ ચલ રે નૌજવાન’ ગીતમાં સમૂહસ્વરમાં ગાયું હતું.

‘બંધન’ નામની ફિલ્મો એટલીસ્ટ ચાર વાર બની. 1998માં સલમાન ખાનવાળી, 1969માં રાજેશ ખન્નાવાળી, 1956માં પ્રદીપકુમાર-મીનાકુમારીવાળી અને સૌથી સુપરહિટ ‘બંધન’ 1940માં બની - અશોક કુમારવાળી જેમાં હીરોઈન લીલા ચિટણીસ હતા. ફિલ્મ શશધર મુખર્જીએ બનાવી હતી જે અશોકકુમાર અને અફકોર્સ અનુપકુમાર તથા કિશોર કુમારના) બનેવી હતા.

આ ત્રણ ભાઈઓની ઈકલૌતી બહેન સતી રાનીના પતિ શશધર મુખર્જીસાહેબને લીધે જ અશોક કુમારનો ફિલ્મ લાઈનમાં પ્રવેશ થયો.

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

14 Oct, 06:21


એકમેવ કિશોર કુમાર : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ૧૩ ઑક્ટોબર ૨૦૨૩)

હિન્દી ફિલ્મો હોત, હિન્દી ફિલ્મોનાં ગીતોય હોત પણ કિશોર કુમારનો અવાજ ન હોત આ દુનિયામાં તો? તો પર્સનલી આજે મારું આંતરિક વિશ્ર્વ જેટલું સમૃદ્ધ છે તે ન હોત, એટલું વૈભવશાળી ન હોત, ગરીબ અને રાંક અને બિચારું હોત.

આજે કિશોર કુમારની પુણ્યતિથિ. જન્મ: ૪ ઑગસ્ટ ૧૯૨૯, વિદાય : ૧૩ ઑક્ટોબર ૧૯૮૭.

પાંચ વર્ષ પહેલાં એમની જન્મતિથિએ એક સિરીઝ શરૂ કરી હતી જે વાજપાયીજીના નિધન વખતે અધૂરી રહી ગઈ. વાજપાયીજી વિશેના લેખો પુરા થાય એટલે કિશોરદાવાળો તંતુ સાંધી લેવાનો હતો. પણ રહી જ ગયું. હવે રિકૅપ સાથે આગળ વધીએ.

કહેવું ઘણું આસાન છે તમારા માટે, કે કિશોર કુમાર ન હોત તો કોઈ બીજા સિંગરનો અવાજ ગમતો હોત પણ મારા માટે એ સ્વીકારવું એટલું આસાન નથી. જેમ હું બીજા કોઈ માબાપને ત્યાં જન્મ્યો હોત તો મારું જીવન કેવું હોત એવી કલ્પના કરવી મારા માટે અશક્ય છે કે જેમ શ્રીજીબાવા મારા ઈષ્ટદેવ ન હોત એવી કલ્પના કરવી અશક્ય છે એ જ રીતે અત્યારે યાદ આવી રહેલાં ધોધમાર ગીતોમાં કિશોર કુમારને બદલે બીજા કોઈ ગાયકનો અવાજ હોત તો એ ગીતો કેવાં લાગતાં હોત એની કલ્પના કરવી પણ શક્ય નથી, જરૂરી પણ નથી, અને ફ્રેન્કલી કહું તો એવી કલ્પના જ સાવ બેહૂદી છે.

‘કોરા કાગઝ થા યે મન મેરા’ કોઈ બીજો ગાયક ગાઈ શકે જ કેવી રીતે? અને શબ્દો શરૂ થતાં પહેલાં પહાડીઓમાં પડઘાતા અવાજરૂપે ૨૩ સેકન્ડ્સ સુધી સંભળાતું ‘હે હે... હે હે... આહા... અંહં... અંહં...’ ગાવાનું તો કોઈનું ગજું નહીં. એ જ આલ્બમમાં હશ-હશ અવાજમાં ગવાતું ‘રૂપ તેરા મસ્તાના’ કિશોર કુમાર સિવાય બીજું કોણ ગાઈ શકે? અને અફકોર્સ, ઍપરન્ટલી ટપોરી ટાઈપનું લાગતું ગીત પણ કિશોરદાએ કેટલા શાલીન-સુશીલ- ભદ્ર અંદાજમાં ગાયું છે: બિતી જાયે ઝિન્દગાની કબ આયેગી તૂ... ગીત પનઘટ પે કિસ દિન ગાયેગી તૂ... ફૂલ સી ખિલ કે, પાસ આ દિલ કે, દૂર સે મિલ કે, ચૈન ના આયે વગેરે વગેરે વગેરે.

મોહમ્મદ રફી અને કિશોર કુમાર. બંને મહાન ગાયકો. હિન્દી ફિલ્મ સંગીતના કેટલાક ચાહકો આપસમાં ઝઘડો કરતા રહે છે કે કોણ મહાન ગાયક? રફી કે કિશોર? મારે હિસાબે એવી કોઈ કમ્પેરિઝન જ ન હોય. એવો ઝઘડો તો ઝનૂનીઓ જ કરે. બાકી આપણે કોણ નક્કી કરવાવાળા કે બેમાંથી મહાન ગાયક કોણ, વધુ મોટો ગાયક કોણ. જેમને રફી ગમે છે તેમને રફી ગમશે જ. જેમને કિશોર ગમે છે તેમને કિશોર જ ગમશે.

એક કિસ્સો ઘણો જાણીતો છે. એ જમાનામાં ટાઈમ્સ ગ્રુપનું એક હિન્દી ફિલ્મ મૅગેઝિન આવતું ‘માધુરી’ જેના સંપાદક હતા વિનોદ તિવારી. ફિલ્મી મૅગેઝિનમાં પણ તેઓ તંત્રીલેખ લખતા અને પત્રરૂપે લખાતા એ સંપાદકીયના અંતે મોટા અક્ષરે લખાતું: શેષ ફિર. ઈન અ વે એ એમની કૉલમનું નામ હતું. ‘માધુરી’માં એક વખત ચર્ચા ચાલી. પાનાં ભરીને વાચકોના પત્રો છપાતા. કેટલાક રફીનો પક્ષ લેતા, કેટલાક કિશોરનો. ઉગ્ર ચર્ચા પરાકાષ્ઠાએ પહોંચી. જાણે રફીના ચાહકો તથા કિશોરના ચાહકો વચ્ચે ઘમાસાણ રમખાણ ફાટી નીકળશે એવી પરિસ્થિતિ ઊભી થઈ. મહિનાઓની ચર્ચા પછી સંપાદકે એક વાચકનો લાંબો પત્ર પ્રગટ કર્યો જેમાં લખ્યું હતું કે આ આખી ચર્ચા જ નકામી છે, રફીએ આ આ ગીતો ગાયાં છે જે ગાવાની કોઈ તાકાત નથી કિશોરની. બેમાંથી મહાન ગાયક કોણ એવી સરખામણી જ ના થઈ શકે. મોહમ્મદ રફી જ મહાન છે. કિશોર કુમારની કોઈ વિસાત નથી, રફીની આગળ.

આ લાંબા પત્રના લેખક કિશોર કુમાર હતા. અને આ પત્ર છાપ્યા પછી સંપાદકે ચર્ચા આટોપી લીધી.

ઉંમરમાં મોહમ્મદ રફી પાંચ વર્ષ મોટા. રફીનો જન્મ ૧૯૨૪માં, કિશોર ૧૯૨૯માં. પોતાનાથી સિનિયર કળાકારોને કેવી રીતે આદર આપવો એ કોઈ કિશોર કુમાર પાસેથી શીખે. લતા મંગેશકર તો કિશોરદા કરતાં દોઢ-બે મહિના નાના. લતાજીનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ, છતાં કિશોર પોતાને એમના જુનિયર ગણતા હોય એમ લતાદીદી લતાદીદી કરતા.

કિશોર કુમારની એક્સેન્ટ્રીસિટીઝ વિશે ઘણી વાતો વહેતી થયેલી. એમાં કેટલી સાચી અને કેટલી મનોરંજનના આશયથી ઉપજાવી કાઢવામાં આવેલી તે ભગવાન જાણે. કલ્યાણજીભાઈ મૂડમાં હોય ત્યારે (એ હંમેશાં મૂડમાં જ હોય) કિશોર કુમારના ધૂની સ્વભાવ વિશે કહેતા ‘ખઈ કે પાન બનારસવાલા’ ગીતના રેકોર્ડિંગ વખતે કિશોરદાએ જ્યાં સુધી પોતાને પાન મોઢામાં મૂકીને ગાવા ન મળે ત્યાં સુધી રેકોર્ડિંગ અટકાવી દીધેલું. કે પછી ‘પીછે પડ ગયા ઈન્કમટૅક્સમ’ વાળા ગીતમાં સાધુનો વેશ પહેરીને ચારપાઈ પર બેસીને જ ગાઈશ એવી જીદ કરેલી. આવી વાતો એમ્યુઝિંગ લાગે. કાલ્પનિક જ હશે એવું ખબર હોય છતાં વ્યક્તિની પર્સનાલિટીમાં એને કારણે ઉમેરાતા રંગો જોઈને માનવાનું મન થાય કે આવું બધું સાચું જ હશે.

અને કદાચ સાચું પણ હોય! ગુલઝારે કિશોર કુમારના બે એક કિસ્સા કહ્યા છે. એક તો ‘દો દૂની ચાર’ વખતનો. ગુલઝાર તે વખતે ફિલ્મના ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર. આર્ટિસ્ટને એમના ડાયલોગ્સ આપીને સીન સમજાવવાની, સિચ્યુએશન સમજાવવાની જવાબદારી. કિશોર કુમાર તે વખતે ગુલઝારને સિરિયસ મોઢું રાખીને કહેતા: ‘તું શું સમજાવે છે, મને કંઈ ખબર પડતી નથી. જરા ઍક્ટિંગ કરીને બતાવ.’

ન્યુઝપ્રેમી - સૌરભ શાહ

14 Oct, 06:20


‘ગાઈડ’ (1966) અને‘અભિમાન’ (1973) દરમિયાન એસ. ડી. બર્મનના સંગીતવાળી 13 હિન્દી ફિલ્મો આવી. આમાંની કઈ કઈ ફિલ્મોમાં કિશોર કુમારે ગાયેલાં ગીતો તમને યાદ છે? કાલે મળીએ ત્યાં સુધી આ તેર ફિલ્મોમાંથી સચિનદા-કિશોરદાના દસ ગીતોની યાદી બનાવીને તૈયાર રાખો. વધુ આવતી કાલે.

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi dot comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)