NCERT WITH MRUDUL SIR @ncertmrudulpatel Channel on Telegram

NCERT WITH MRUDUL SIR

@ncertmrudulpatel


ગુજરાત સરકાર ની તમામ તૈયારી કરતા વિદ્યાર્થી માટે ખુબજ લાભ કારક માહિતી આપવા માં આવશે

NCERT WITH MRUDUL SIR (Gujarati)

આ ટેલેગ્રામ ચેનલ 'NCERT WITH MRUDUL SIR' ગુજરાતી ભાષાનું અને તમામ વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપયોગી છે. આ ચેનલ પર આપને NCERT પુસ્તકો સાથે મુકાબલા નું મજા લેવાનું મળે છે. મ્હૂડુલ સર દ્વારા આપવામાં આવતી તમામ મહત્વપૂર્ણ માહિતી તમને આ ચેનલ માં મળી જશે. તેના સહાય થી તમે સરળતાથી NCERT પરીક્ષા આપી શકશો. તેમની દક્ષતા અને ઉચ્ચ શૈક્ષણિક પ્રદર્શનને આ ચેનલ સાથે ઋજુ રાખો અને તમારી પરીક્ષાને સફળતાપૂર્વક અત્યંત સરળ બનાવો. તેથી, ચેનલ 'NCERT WITH MRUDUL SIR' જોઈ ને તમારી પરીક્ષાની પૂરૂરૂપ કરો અને તમારું સ્કોર વધારો.

NCERT WITH MRUDUL SIR

17 Nov, 11:43


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યૂઝિયમનું લોકાર્પણ કર્યું...

મુખ્યમંત્રીશ્રીએ શ્રી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન, સાહિત્ય, લોકસાહિત્ય તેમજ આઝાદીની લડાઈમાં તેમના પ્રદાનના પ્રદર્શન ઉપરાંત કલાત્મક પ્રતિમાઓ તથા દુર્લભ તસ્વીરોનું પ્રદર્શન નિહાળ્યું...

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસ પરિસરને ઐતિહાસિક 'સ્મૃતિ સ્થળ' તરીકે વિકસાવવામાં આવ્યું છે...

NCERT WITH MRUDUL SIR

17 Nov, 10:58


વિકાસ ભી, વિરાસત ભી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધંધુકાના આકરુ ગામે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય 'વિરાસત'નું લોકાર્પણ કર્યું; સંગ્રહાલયમાં પ્રદર્શિત પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ રસપૂર્વક નિહાળી...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનું વિશ્વભરમાં ગૌરવગાન; 'વિરાસત' સંગ્રહાલય યુવા પેઢી માટે ચેતનાનું કેન્દ્ર બનશે : મુખ્યમંત્રીશ્રી

NCERT WITH MRUDUL SIR

16 Nov, 10:40


ISSUE - 22 (16-11-2024) Low-1 (1).pdf

NCERT WITH MRUDUL SIR

15 Nov, 14:30


Current affairs

NCERT WITH MRUDUL SIR

15 Nov, 14:17


Current affairs

NCERT WITH MRUDUL SIR

15 Nov, 14:11


અઝરબૈજાનના બાકુમાં યોજાયેલ COP29 કૉન્ફરન્સમાં સહભાગી થતા રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

NCERT WITH MRUDUL SIR

15 Nov, 14:11


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જનજાતિય ગૌરવ દિવસની ડાંગ જિલ્લાના આહવા ખાતે રાજ્યકક્ષાની ઉજવણી.

NCERT WITH MRUDUL SIR

15 Nov, 02:26


🔸 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી ભાવ-રાગ-તાલના મહોત્સવ Bharatकूल કાર્યક્રમનો અમદાવાદ ખાતે શુભારંભ કરાવ્યો.

🔸 મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમને સંસ્કૃતિની સુવાસ ફેલાવતો મહોત્સવ ગણાવીને આજની યુવા પેઢી આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાયેલી રહે તેવી નેમ સાથે કરવામાં આવેલ આ આયોજનની સરાહના કરી હતી.

🔸 મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આયોજિત ફોટો જર્નાલિસ્ટ્સના ફોટોગ્રાફી એક્ઝિબિશનની મુલાકાત લઈને ભારતના ગહન દાર્શનિક અને કલાત્મક વારસાને પ્રતિબંબિત કરતી કૃતિઓને રસપૂર્વક નિહાળી હતી.

NCERT WITH MRUDUL SIR

05 Nov, 17:21


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના શ્રી સર્વેશ્વર ગૌધામ, કોબડી ખાતે ગૌ ગોષ્ઠી સમારોહ યોજાયો...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશુઓના આરોગ્યની ચિંતા કરી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી હતી : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની જીવ માત્રને રક્ષણ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં પશુ દવાખાનામાં પશુઓેની સારવાર, નિદાન અને રસી સહિતની કામગીરીની રૂપરેખા આપી...

NCERT WITH MRUDUL SIR

05 Nov, 17:18


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના ચાડીયા ખાતે શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત માતૃભૂમિ વંદના મહોત્સવ અંતર્ગત ગામના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ બાબુભાઈ પેથાણી સરોવરનું ભૂમિપૂજન...

અમરેલી જિલ્લામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓની કામગીરી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ. સામાન્ય નાગરિકથી લઈ કોઈ પણ સંસ્થાઓ પોતાના સેવા કાર્યો થકી રાષ્ટ્રની સેવા કરી શકે છે : મુખ્યમંત્રીશ્રી

NCERT WITH MRUDUL SIR

29 Oct, 15:26


ધન્વંતરિ જયંતી અને 9મા આયુર્વેદ દિવસની ઉજવણી...

🔶 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા સ્થિત મેરિલ કંપનીના મેડિકલ ડિવાઇસના નવા મેન્યુફ્રેક્ચર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું...

🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ અન્ય મહાનુભાવો મેરિલ એકેડેમીના તક્ષશિલા ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિતિ રહ્યા...

🔶 મુખ્યમંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તથા ઇ-વેક્સિન સર્ટિફિકેટ વિતરણ...

NCERT WITH MRUDUL SIR

28 Oct, 16:37


હવે મજા કરો GPSC ના વિદ્યાર્થીઓ પણ

NCERT WITH MRUDUL SIR

28 Oct, 16:21


હવે મિત્રો GPSC નો વારો છે 😂😂😂

NCERT WITH MRUDUL SIR

28 Oct, 15:24


માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી જિલ્લાના દુધાળા ખાતે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામેલ ભારતમાતા સરોવરનું માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્ર-રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું...

NCERT WITH MRUDUL SIR

27 Oct, 08:34


🦁 ‘એશિયાઈ સિંહો'નું બીજું નવું રહેઠાણ બનશે 'બરડા વન્યજીવ અભયારણ્ય’

🦁 ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે ઉમેરાશે નવું નજરાણું; સાસણ ગીરમાં જોવા મળતા એશિયાઈ સિંહો હવે ‘બરડા વન્યજીવ અભયારણ્ય’માં પણ જોવા મળશે

વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે આગામી 29 ઑક્ટોબર ધનતેરસના પાવન પર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કપુરડી ચેક પોસ્ટ ખાતે 'બરડા વન્યજીવ અભયારણ્ય' અને ‘બરડા જંગલ સફારી' ફેઝ-૧નો શુભારંભ થશે…

NCERT WITH MRUDUL SIR

27 Oct, 01:57


Current

NCERT WITH MRUDUL SIR

11 Oct, 19:23


વિકાસ સપ્તાહ...

🔸વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આઈકોનિક પ્લેસ તરીકે શ્રી શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલને અપાયું સ્થાન...

🔸વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો થકી શ્રી શ્યામજી કૃષ્ણવર્માજીના અસ્થિઓને વિદેશથી કચ્છના માંડવી ખાતે લાવી શ્રી શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલનું નિર્માણ કરીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે...

🔸વડાપ્રધાનશ્રીના વિઝન થકી નિર્માણ પામેલ ક્રાંતિતીર્થ આજે શ્રી શ્યામજી કૃષ્ણવર્માના આઝાદીની લડતના સંઘર્ષને જન-જન સુધી પહોંચાડી રહ્યું છે...

NCERT WITH MRUDUL SIR

06 Oct, 18:19


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના લાખો કર્મચારીઓના હિતલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણયો...

તા. 01/04/2005 પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂક કરાયેલા 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈદ્ધાંતિક સ્વીકાર...

કેબિનેટ બેઠકમાં નીચે મુજબની ચાર રજૂઆતોનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો:-

🔶 ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું/વયનિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમાં પગાર પંચ પ્રમાણે આપવું

🔶 ચાર્જ એલાઉન્સ બેઝિક પગારના 5 કે 10 ટકા આપવામાં આવે છે, જે સાતમાં પગાર પંચ મુજબ આપવું

🔶 મુસાફરી અને દૈનિક ભથ્થાના દર સુધારવા

🔶 વયનિવૃત્તિ-અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવો

NCERT WITH MRUDUL SIR

06 Oct, 18:19


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગોધરા ખાતે પ.પૂ.ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 'આરોગ્યમ્' કેન્સર અને સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલનું ઉદ્ઘાટન...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના
દૃષ્ટિવંત નેતૃત્વમાં હોલિસ્ટિક અભિગમ સાથે રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે : મુખ્યમંત્રી

NCERT WITH MRUDUL SIR

06 Oct, 12:25


અંકીતા રૈના : ગુજરાતનાં પ્રથમ મહિલા ટેનીસ પ્લેયર

અંકિતા રૈનાએ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીતી, ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઓલમ્પિકનું સ્વપ્ન ટોક્યો ઓલિમ્પિકમાં તેમણે સાકાર કર્યુ. દેશના પ્રતિષ્ઠિત પુરસ્કાર ' અર્જુન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે.