Gujarati Official @gujarati Channel on Telegram

Gujarati Official

@gujarati


Gujarati Channel

Like My Poetry And Post in this Channel.

Promotion Rate (Limited Time Offer)

₹1̶0̶0̶0̶ - ₹ 799.00/- Per Post 24hr After Post Deleted.

Donation Link Here : https://bit.ly/47HzD8t

Contact ➻ @VeeRa_Bot

Gujarati Official (Gujarati)

ગુજરાતી વધુ પ્રેમ કરો!

તમારી પ્રેમ, તમારી કવિતા! અમારી ગુજરાતી ચેનલમાં તમારી મનપસંદ પોસ્ટ અને કવિતાઓ શેર કરો. આપણે તમારી કવિતા અને પોસ્ટને પ્રોમોટ કરીશું અને લીમિટેડ સમય માટે હમણાં ગાંધીવાદી ભાવમાં.

પ્રમોશન ભાવ (લિમિટેડ ટાઇમ ઑફર)

રૂ 1000 - રૂ 799/- પ્રતિ પોસ્ટ 24 કલાક પેર પોસ્ટ ડિલીટ.

દોનેશન લિંક અહીં: https://bit.ly/47HzD8t

સંપર્ક ➻ @VeeRa_Bot

Gujarati Official

07 Feb, 10:44


Dark Reality Of Valentine Day

Gujarati Official

07 Feb, 09:31


❝Güjârātí😋😜😎
❛❛નજર નજર માં ફરક હોય ‘શ્રીમાન'
કોઈને ચહેરાથી પ્રેમ થાય તો કોયને સ્વભાવ થી.❜❜

@Gujarati

Gujarati Official

05 Feb, 14:44


❝Güjârātí😋😜😎
❛❛શોધી રહ્યું છે હૃદય એને દરબદર,
ભટકી છે એ ગયો ખુદના ગુમાન થી.❜❜
- જિજ્ઞેશ

@Gujarati

Gujarati Official

04 Feb, 17:15


❝Güjârātí😋😜😎
❛❛મારા સઘળા આકાશનો તું એક રઢિયામણો ચાંદ છે,
કલાકો નિહારું છતાં લાગે હજી જરાક જોઈ માંડ છે.❜❜

@Gujarati

Gujarati Official

31 Jan, 14:19


❝Güjârātí😋😜😎
❛❛તું એક ગુલાબી સપનું છે હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની તે માટે હું પણ તત્પર છું.❜❜
- શેખાદમ આબુવાલા

@Gujarati

Gujarati Official

30 Jan, 15:34


❝Güjârātí😋😜😎
❛❛જો ને વાદળોની વચ્ચેથી પણ એ રસ્તો કરી લે છે,
આ ચાંદ પણ તને જોવા કેવા કેવા કરતબ કરી લે છે.❜❜

@Gujarati

Gujarati Official

28 Jan, 13:26


❝Güjârātí😋😜😎
❛❛આંખો પણ અલગ માંગ લઈને બેઠી છે,
જ્યાં તું દેખાય ત્યાં જ જોવાની જીદ લઈ બેઠી છે.❜❜

@Gujarati

Gujarati Official

28 Jan, 13:01


❝Güjârātí😋😜😎
❛❛મૌન ક્યારેય કારણ વગર નથી હોતું,
તે અનેક પ્રશ્નોના જવાબોથી ભરેલું હોય છે.❜❜

@Gujarati

Gujarati Official

25 Jan, 11:21


❝Güjârātí😋😜😎
❛❛અપમાનના પુરાવા આપી શકાતા નથી, કારણ કે
પીડાની લાગણીઓને કિલોગ્રામમા માપી શકાતી નથી.❜❜

@Gujarati

Gujarati Official

22 Jan, 11:07


❝Güjârātí😋😜😎
❛❛છૂટા પડશું તો વિચારીશ, તમે શું કરશો?
હું તો યાદોને નકારીશ, તમે શું કરશો?

વાંક બંનેનો છે, એ વાત ખરેખર છે તો
હું મારી ભૂલ સુધારીશ, તમે શું કરશો?

મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નૈં આવું
હું તો ઈચ્છાઓને મારીશ, તમે શું કરશો?

તમને એકલતા બહુ સાલશે, ચટકા ભરશે
હું તો ગઝલોને મઠારીશ, તમે શું કરશો?

ચેનથી ઊંઘવા ન દેશે પરસ્પર યાદો
રાત આંખોમાં ગુજારીશ, તમે શું કરશો?

હું તો ખુદને ન મળું એટલે ભીંતો પરથી
આયના નીચે ઊતારીશ, તમે શું કરશો?

આંખ ખૂલશે તો 'ખલીલ' આંખને ચોળીચોળી
રાતનાં સ્વપ્ના નિતારીશ, તમે શું કરશો? ❜❜
- ખલીલ ધનતેજવી

@Gujarati

Gujarati Official

22 Jan, 10:26


❝Güjârātí😋😜😎
❛❛ધ્રુજાવી દેતી ઠંડીની શિયાળા સામે સૌ કોઈ ફરિયાદ આપે છે,
તાપણાં પણ બહું કરી જોયાં, હુંફ તો બસ તારી યાદ આપે છે.❜❜

@Gujarati

Gujarati Official

22 Jan, 10:24


❝Güjârātí😋😜😎
❛❛શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...

આપણી સામે અલગ ને લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત નથી ગમતી મને..

અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...

પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને...

જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને...

જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...❜❜
- બેફામ

@Gujarati

Gujarati Official

22 Jan, 10:19


❝Güjârātí😋😜😎
❛❛સાહેબ લાગણી નો પણ એક જમાનો હતો.
સ્ટેશન મુકવા જતાં તો પણ આંખો ભીની થઈ જતી,
આજે સ્મશાને મૂકવા જતા પણ આંખો કોરી રહે છે.❜❜

@Gujarati

Gujarati Official

21 Jan, 06:28


❝Güjârātí😋😜😎
❛❛પોતે ઉભું કરેલું દુ:ખ એ શિક્ષા છે.
કુદરતે આપેલા દુ:ખ એ જીવનની પરિક્ષા છે.❜❜

@Gujarati

Gujarati Official

17 Jan, 06:38


❝Güjârātí😋😜😎
❛❛કેટલીક પળો અમે પણ ગુજારી છે મિત્રોની સાથે સાહેબ,
લોકો એને સમય કહે છે અને અમે એને જીંદગી કહિયે છીએ.❜❜

@Gujarati

Gujarati Official

17 Jan, 06:24


❝Güjârātí😋😜😎
❛❛વાહ રે નસીબ, આશાઓ જગાડી સતાવે છે,
નથી પ્રારબ્ધમાં તો પછી શું કામ બતાવે છે.❜❜

@Gujarati

Gujarati Official

17 Jan, 06:23


❝Güjârātí😋😜😎
❛❛શિકારી થઈને તીર મારે એનો અફસોસ નથી,
પણ ચણ નાખી ને જાળ પાથરોને ઈ ખટકે છે.❜❜

@Gujarati

Gujarati Official

17 Jan, 06:23


❝Güjârātí😋😜😎
❛❛ધણી બધી મજાક માત્ર મજાક નથી હોતી,
પરંતુ ચતુરાઈથી કહેલું સત્ય હોય છે.❜❜

@Gujarati

Gujarati Official

17 Jan, 06:21


❝Güjârātí😋😜😎
❛❛કપાયેલી પતંગ ની જેમ એ મારા તરફ આવતી હતી,
એને પણ લૂંટી ગયા ઊંચા મકાન વાળા.❜❜

@Gujarati

Gujarati Official

09 Jan, 09:11


❝Güjârātí😋😜😎
❛❛વાલા આ ઈ દુનિયા છે,
જે વાત પર ભરશો કરે મળ્યા વગર,
અને ભેગા રહીને ભાઠે પણ ભરાવી દયે.❜❜
- વીરા (MojMaaRevu)

05:19pm 08/01/2025

Gujarati Official

07 Jan, 11:57


❝Güjârātí😋😜😎
❛❛ખુલ્લા પુસ્તક જેવું ફક્ત એ લોકો સામે જ બનાય,
જેને વાંચતા અને સમજતા આવડતું હોય.❜❜

@Gujarati

Gujarati Official

07 Jan, 11:53


❝Güjârātí😋😜😎
❛❛કેટલાય હૃદયરોગના હુમલા ટાળી શકાયા હોત,
જો કાર્ડિયોગ્રામમાં ધબકારા સાથે શબ્દોય છપાતાં હોત.❜❜

@Gujarati

Gujarati Official

05 Jan, 07:04


❝Güjârātí😋😜😎
❛❛"પ્રેરણા", "પ્રોત્સાહન" અને "પ્રયાસ",
આ ત્રણ શબ્દો આપણું જીવન બદલી નાંખે છે.❜❜

@Gujarati

Gujarati Official

02 Jan, 07:44


❝Güjârātí😋😜😎
❛❛વીસ ચોવીસ હવે વીસ "પચીસ" થઇ રહ્યું છે,
વર્ષ પણ જોને જવાનીમાં ઓળઘોળ થઇ રહ્યું છે.❜❜

@Gujarati

Gujarati Official

30 Dec, 13:32


❝Güjârātí😋😜😎
❛❛શોધ તારાં ગુણોને, તું જાતે,
અવગુણો શોધવા, બધાં છે ને!

આગળ ચાલ, તું મંજીલ પામવા,
પાછળ તને પાડવા, બધાં છે ને!

ઉડાન ભર ઊંચી, સપનાંઓની,
નીચે તને પછાડવા બધાં છે ને!

પ્રગટાવ જ્યોત, આશાની દિલમાં,
હતાશ તને કરવા, બધાં છે ને!

સફળતાને ચુમી લે, પ્રયત્ન કરીને,
ઈર્ષાથી સળગવા, બધાં છે ને!

કર્મ કર્યે જા તું, પુરી નિષ્ઠાથી,
ફળ તારું લેવાં, બધાં છે ને!

“ચાહત”થી જીવી લે, મન મુકીને,
નફરત તને કરવા, બધાં છે ને!!❜❜

@Gujarati

Gujarati Official

28 Dec, 09:53


❝Güjârātí😋😜😎
❛❛વાંચીને મારા શબ્દો તુ હોઠેથી થોડા એંઠા કરી દે...
બસ ભાંગી પડેલા મારા શમણાંઓ તુ બેઠા કરી દે...❜❜

@Gujarati

Gujarati Official

27 Dec, 07:50


@Gujarati

Gujarati Official

26 Dec, 13:29


❝Güjârātí😋😜😎
❛❛ધાર્યું થાય નહિ કઈ, ત્યારે આંખેથી અશ્રુ ખરતા,
ઈચ્છાઓ કેરા મડદા, અમે ખંભે લઇ ને ફરતા.❜❜
- રેખા

@Gujarati

Gujarati Official

25 Dec, 11:54


@Gujarati

Gujarati Official

24 Dec, 09:29


❝Güjârātí😋😜😎
❛❛સંસ્કૃતિની વિસરાતી વાતો....

ભણવા જાતા પગમાં ચંપલ મળતી નહોતી...
તેમ છતાંયે ધૂળની ડમરી નડતી નહોતી....

થાય વરસ જો છ પૂરા તો થાઓ દાખલ,
ડૉનેશનની ક્યાંય જરૂરત પડતી નહોતી....

પેન અને પાટી, પેન્સિલ રબ્બર ને પુસ્તક
કોમ્પ્યુટર પર આંગળી ત્યારે ફરતી નહોતી...

ખાવા માટે 'બા' દેતી મમરા-ધાણી
નાસ્તા માટે મૅગી ત્યારે બનતી નહોતી...

રોજ સવારે ચાલીને શાળાએ જાતાં
આંખ પ્રતીક્ષા કોઇ વાહનની કરતી નહોતી..

શિયાળે ના મફલર કે ના માથે ટોપી
સૂરજની ગરમીમાં ઠંડી ટકતી નહોતી...

વર્ષો પહેલા આપણે સૌ આંગણામાં રમતા
મોબાઈલની તો તે પહેલા હસ્તી નહોતી...

બચપણ વિત્યું તોય મજામાં એવું સુંદર
જાણે કે દુનિયામાં દુ:ખની વસ્તી નહોતી...

'હા, વીતી ગયો એ જમાનો,
જેમાં કોઈની યે કોઈ સાથે ફરિયાદ નહોતી..❜❜

@Gujarati

Gujarati Official

24 Dec, 07:09


❝Güjârātí😋😜😎
❛❛લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.❜❜
- નયન દેસાઈ

@Gujarati

Gujarati Official

23 Dec, 07:29


❝Güjârātí😋😜😎
❛❛ત્રણ અક્ષરની "જીંદગી" મારી એક શબ્દમા સમેટવી હોય,
તો "તું" થી વધારે સર્વશ્રેષ્ઠ કાઈ ના હોય શકે.❜❜

@Gujarati

Gujarati Official

20 Dec, 05:49


❝Güjârātí😋😜😎
❛❛અમુક સંબંધ ડિસેમ્બર અને જાન્યુઆરી જેવા હોય છે, આમ સાવ નજીક પણ અંતર વરસનું.❜❜

@Gujarati

Gujarati Official

12 Dec, 13:33


❝Güjârātí😋😜😎
❛❛આપણી ક્ષમતા પ્રમાણે ભાર હોવો જોઈએ,
'ને જરા ઇચ્છા તણો આધાર હોવો જોઈએ.

ગામ આખાથી ભલે હૈયું મળે કે ના મળે,
સ્મિતનો થોડોઘણો વહેવાર હોવો જોઈએ.

વેરતો ચારે તરફ મલકાટ આખો દી, જુઓ,
ફાટલે વસ્ત્રે, દિલે દાતાર હોવો જોઈએ !

મૂળ સાબૂત હોય એની જાણકારી આપવા,
પાંદડે લીલાશનો શણગાર હોવો જોઈએ.

ટાકણું, પથ્થર મળે ત્યાં મૂર્તિઓ થઈ જાય ના !
આંખમાં ઈશ્વર તણો આકાર હોવો જોઈએ.

છોડવા જો હોય છેલ્લા શ્વાસ હેઠા જીવથી,
જિંદગીભર ઈશનો અણસાર હોવો જોઈએ.❜❜

@Gujarati

Gujarati Official

11 Dec, 11:04


❝Güjârātí😋😜😎
❛❛જે થઇ ગયું તે વિચારવું નહીં
અને જે મળ્યું છે તેને ખોવું નહીં,
સફળતા એને જ મળે છે જે મુશ્કેલીથી
ડર્યા વગર આગળ વધતા રહે છે.❜❜

@Gujarati

Gujarati Official

09 Dec, 13:01


❝Güjârātí😋😜😎
❛❛સમયનું કામ તો પસાર થવાનું છે,
ખરાબ હોય તો ધીરજ રાખો,
જો સારું હોય તો આભાર માનો.❜❜
- સુપ્રભાત🌞

@Gujarati

Gujarati Official

05 Dec, 13:06


❝Güjârātí😋😜😎
❛❛પ્રેમની લોન ના લેતા દોસ્ત,
યાદો નું વ્યાજ મારી નાખશે.❜❜

@Gujarati

Gujarati Official

05 Dec, 11:59


❝Güjârātí😋😜😎
❛❛શણગારમાં તું સમય ખોટો ખર્ચે છે,
તારી સાદગી સીધી અંતરને સ્પર્શે છે.❜❜

@Gujarati

Gujarati Official

04 Dec, 14:18


❝Güjârātí😋😜😎
❛❛કામ પૂરતા સાચવે અને પછી રેઢિયાળની જેમ
રખડતા કરી દે એનું નામ "માણસ".❜❜

@Gujarati

Gujarati Official

30 Nov, 12:10


❝Güjârātí😋😜😎
❛❛કબરને જોઈને દુઃખ એ જ થાય છે બેફામ,
મારે મરવું પડ્યું આટલી જગા માટે.❜❜

@Gujarati

Gujarati Official

30 Nov, 12:09


❝Güjârātí😋😜😎
❛❛તારા પગરવને કહેજે ધીમો સાદ દે,
મારું સપનું તને મળવાની ક્ષણ ચૂકી જાય છે.❜❜

@Gujarati

Gujarati Official

28 Nov, 11:34


@Gujarati

Gujarati Official

27 Nov, 15:05


❝Güjârātí😋😜😎
❛❛કિનારે રેતીમાં જગા, કદીય મળતી નથી,
દરિયે ખારા પાણીમાં, ખેતી કરતી નથી.

હોય જો રજા તોફાની, ચકચૂર વાયરાની,
છો રસ્તે આડા જંગલો, હવે ડરતી નથી.

વાત જ્યાં હોય દંભની, ત્યાં પગ મૂકતી નથી,
ખરાની તુલના ખોટા, સાથે કરતી નથી.

જ્યાં ગામ ત્યાં ઉકરડા, હોય એવું જાણ્યા પછી,
દુનિયાની ખોટી વાતો, હૈયે ધરતી નથી.

ઘરની વાત ઘરમાં, જગને કરતી નથી,
વાત જો હોય ભીતની, છતે કરતી નથી.

નાના નાના અભરખા, લઇને જીવું જીંદગી
મોટા સપના આંખોમાં, લઈ ફરતી નથી.❜❜
- કેતકી પટેલ

@Gujarati

Gujarati Official

23 Nov, 14:44


❝Güjârātí😋😜😎
❛❛હૃદયના દરવાજા સુધી આમંત્રણ છે તમને,
હા, પણ ખાલી ડોકિયુ કરીને જતા ના રહેતા.❜❜

@Gujarati

Gujarati Official

23 Nov, 14:43


@Gujarati

Gujarati Official

23 Nov, 13:53


@Gujarati

Gujarati Official

21 Nov, 07:58


@Gujarati

Gujarati Official

11 Nov, 13:20


@Gujarati

Gujarati Official

08 Nov, 04:31


❝Güjârātí😋😜😎
❛❛શ્વાસને અભિમાન ચડ્યું છે કે હું છું તો તું છે,
એનો વહેમ તોડવા શુ હું તારું નામ લઇ શકું ?❜❜

@Gujarati

Gujarati Official

03 Nov, 08:12


❝Güjârātí😋😜😎
❛❛મેળવવો હોય જો ગુણ સમો સત્વ,
સદ્ આચરણથી ટકાવવુ અસ્તિત્વ.❜❜
- વ્યાસ દિનેશ-દિનકર

@Gujarati

Gujarati Official

30 Oct, 08:01


❝Güjârātí😋😜😎
❛❛ખેડી નથી શકાતો સહજતાથી દુઃખ દરિયો,
વેદના વાગોળવાની નહીં વિસરવાની રીત હોય,
થોડાં તુટી ગયાં , તો થોડાં ઘડાયે જાશું "અતિ",
છેવટની રાખ છે જીવન, જીવવાની રીત હોય.❜❜
- અતિ

@Gujarati

Gujarati Official

20 Oct, 06:59


❝Güjârātí😋😜😎
❛❛મે પૂછ્યું, ક્યા સવાલના જવાબ નથી હોતા?
આંખોથી પૂછાયેલા સવાલના એણે આંખોથી જ સમજાવી દીધું.❜❜

@Gujarati

Gujarati Official

20 Oct, 06:58


❝Güjârātí😋😜😎
❛❛માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા,
ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા.❜❜

@Gujarati

Gujarati Official

20 Oct, 06:56


❝Güjârātí😋😜😎
❛❛કરતા હશે લોકો ચહેરો જોઈને પ્રેમ,
મેં તો તારી વેદનાઓ પર હૃદય હાર્યું છે.❜❜

@Gujarati

Gujarati Official

11 Oct, 16:43


❝Güjârātí😋😜😎
❛❛ચાંદ તો કહી દઉં તને એમાં કોઈ મોટી વાત નથી,
પણ બધા તને આખી રાત જુએ એ મને મંજુર નથી.❜❜

@Gujarati

Gujarati Official

11 Oct, 16:42


❝Güjârātí😋😜😎
❛❛ટપાલીના ભરોસે ટકી જતા'તા સંબંધો -
બ્લૂટિક, લાસ્ટ સીને બધા ઉત્સાહ મારી નાખ્યા.❜❜

@Gujarati

Gujarati Official

07 Oct, 13:09


❝Güjârātí😋😜😎
❛❛ચાલ રમી લઈએ આજ પ્રેમનો શતરંજ,
તું અઢી ડગલાં ચાલ હું બાથ ભરી લઉં.❜❜

@Gujarati

Gujarati Official

06 Oct, 11:55


❝Güjârātí😋😜😎
❛❛એને ચાહવામાં કંઇક કચાશ રહી ગઈ મારાથી,
નહિ તો આમ કારણ વગર જ એ બીજાના ના થાય.❜❜

@Gujarati

Gujarati Official

04 Oct, 04:55


❝Güjârātí😋😜😎
❛❛તારા વગર જીવાય નહીં, એવું કંઈ નથી,
પાછું કશું જ થાય નહીં એવું કંઈ નથી;
તારા વિચાર વમળ છે ખરાં તે છતાં,
એમાંથી નીકળાય નહીં એવું કંઈ નથી.❜❜

@Gujarati

Gujarati Official

04 Oct, 04:53


❝Güjârātí😋😜😎
❛❛કેમ કરીને સમજાવું તને હું મારી ભાષા,
તને કૃષ્ણની તો મને રાધાની આશા.❜❜

@Gujarati

Gujarati Official

24 Sep, 16:07


❝Güjârātí😋😜😎
❛❛મળી જાય જો હાથ એનો મારી ખાલી હથેળીમાં,
ભરાઈ જશે આપોઆપ મારી અધુરી રેખાઓ.❜❜

@Gujarati

Gujarati Official

22 Sep, 16:37


❝Güjârātí😋😜😎
❛❛લોકો પ્રેમને બદનામ કરી રહ્યા છે,
પણ દગો તો સાત ફેરા પછી પણ મળે છે.❜❜

@Gujarati

Gujarati Official

19 Sep, 08:59


❝Güjârātí😋😜😎
❛❛એતો પ્રેમ થઇ ગયો તો બિરાદર બાકી,
ઉંમર જ ક્યાં હતી અમારી શાયર બનવાની.❜❜

@Gujarati

Gujarati Official

19 Sep, 08:58


❝Güjârātí😋😜😎
❛❛ઘોંઘાટ નું બહાનું કરી તમે 'સાદ' ના દીધો,
નહીતર 'હાથવગી' રાખી હતી ઇચ્છા મેં રોકાઈ જવાની.❜❜

@Gujarati

Gujarati Official

18 Sep, 15:11


❝Güjârātí😋😜😎❞ l
❛❛સહુને મારી વાતમાં રસ ના પડે,
ને મને બહેલાવતાં ના આવડે.❜❜
- હેમંત મદ્રાસી

@Gujarati

Gujarati Official

11 Sep, 11:27


❝Güjârātí😋😜😎
❛❛બનો લાશ તોય રાખો કફન મોજનું,
દુઃખી શું થવું હવે આતો થયું રોજનું.❜❜

@Gujarati

Gujarati Official

11 Sep, 11:25


❝Güjârātí😋😜😎
❛❛ઉદાસ સાંજનો ચહેરોય નિખરતો લાગે,
તું ભીનું બોલે ને વરસાદ વરસતો લાગે.❜❜
- હનીફ સાહિલ

@Gujarati

Gujarati Official

11 Sep, 11:24


❝Güjârātí😋😜😎
❛❛દિલ તમારા નામે કર્યાના ભલે કોઈ દસ્તાવેજ નથી,
સાબિતી આપવી પડે એટલો કમજોર મારો પ્રેમ નથી.❜❜

@Gujarati

Gujarati Official

10 Sep, 11:59


❝Güjârātí😋😜😎
❛❛ગળુ સારૂ હોવા છતા
એણે ખોખારો ખાધો છે,

મારગ સાંકડો હોવા છતા
ઇ દૂર હાલ્યો છે,

ઘુંઘટ સ્ત્રીનો હતો
છતા એને પડદા ની
મર્યાદા જાળવતા જોયો છે.

હા એક સમયે મે એવા
પુરુષને પણ જોયો છે.❜❜

@Gujarati

Gujarati Official

09 Sep, 16:39


❝Güjârātí😋😜😎
❛❛ફક્ત એ કારણે એનું મિલન નથી થાતું,
કે મેં દીધી નથી ગંભીરતા જુદાઈને.❜❜
- મરીઝ

@Gujarati

Gujarati Official

09 Sep, 16:36


❝Güjârātí😋😜😎
❛❛તું મને કૈં એટલી બધી એટલી બધી ગમે,
કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે.❜❜
- યામિની વ્યાસ

@Gujarati

23,966

subscribers

333

photos

42

videos