CmoGujarat @cmogujarat Channel on Telegram

CmoGujarat

@cmogujarat


【Unofficial】 channel but update regular.


@ddnewshindi
@ddnews_gujarati
@ddnewsenglish
@pib_hindi
@pibgujarati
@pib_english
@alleditorial
@gujaratiEditorial
@gpscalert
@cmogujarat
@TransformingIndia
@gktodayhindi

Promotional Article for CmoGujarat Telegram Channel (English)

Are you looking for a reliable source of information related to Gujarat? Look no further than the CmoGujarat Telegram channel! This channel provides regular updates on various topics related to Gujarat, including news, editorials, and alerts. Although unofficial, this channel is dedicated to keeping its subscribers informed about the latest happenings in the region.

With a list of reputable sources such as @ddnewshindi, @ddnews_gujarati, @ddnewsenglish, @pib_hindi, @pibgujarati, @pib_english, @alleditorial, @gujaratiEditorial, @gpscalert, @cmogujarat, @TransformingIndia, and @gktodayhindi, CmoGujarat ensures that its subscribers have access to diverse and up-to-date information.

Whether you are a resident of Gujarat, a student looking to stay informed, or simply interested in the region, this channel is perfect for you. Stay ahead of the curve with CmoGujarat and never miss out on important news and updates. Join the channel today and be part of a community that values knowledge and awareness!

CmoGujarat

11 Feb, 13:08


CMO Gujarat

RT @PMOIndia: India is ready to share its experience and expertise to ensure that the AI future is for Good, and for All.

CmoGujarat

11 Feb, 13:08


CMO Gujarat

RT @PMOIndia: We are developing AI applications for public good.

CmoGujarat

11 Feb, 13:08


CMO Gujarat

RT @PMOIndia: AI is writing the code for humanity in this century.

CmoGujarat

11 Feb, 09:45


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણ માટે યુવા પેઢીને પ્રોત્સાહિત કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

11 Feb, 09:45


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પોલિસી ડ્રીવન ગ્રોથની કડીમાં આગળ વધતાં આજે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (2025-30) ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચ કરી હતી.

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ GCC પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને કનેક્ટિવીટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મક્તા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું GCC હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલી છે.

આ પોલિસી અન્વયે રાજ્યમાં ઓછામાં ઓછા 250 GCC સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેનાથી ₹10 હજાર કરોડથી વધુનું રોકાણ અને 50 હજારથી વધુ નવી રોજગાર તકોની સંભાવના ઉભી થશે. આ ઉપરાંત, CAPEX અને OPEX સહાય સહિતના અનેકવિધ પ્રોત્સાહનો સાથેની GCC પોલિસીમાં કૌશલ્ય નિર્માણને મહત્વ આપવામાં આવેલ છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતમાં સેક્ટર સ્પેસીફિક પોલિસીઝ ફ્રેમવર્કથી...

View original post

CmoGujarat

11 Feb, 05:37


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) પોલિસી લોન્ચિંગ. સ્થળ : ગ્રાન્ડ મર્ક્યુર, ગિફ્ટ સિટી, ગાંધીનગર https://x.com/i/broadcasts/1RDxlzejyvdGL

CmoGujarat

10 Feb, 12:25


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિદ્યાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા'નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતેથી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 40 હજારથી વધારે શાળાના 61.50 લાખથી વધુ વિધાર્થીઓએ માનનીય વડાપ્રધાનશ્રીના વિદ્યાર્થીઓમાં નવો આત્મવિશ્વાસ ભરતા આ કાર્યક્રમને નિહાળ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમને પરીક્ષાના તણાવને દૂર કરનારું માધ્યમ ગણાવતા સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પરીક્ષામાં તણાવ મુક્ત રહેવા માટે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા વિદ્યાર્થીઓ માટે લિખિત 'એક્ઝામ વોરિયર' પુસ્તક વાંચવા માટે પ્રેરિત કરતા મુખ્યમંત્રીશ્રીએ યુવા પેઢીના મહત્વપૂર્ણ યોગદાન દ્વારા વિકસિત ગુજરાત, વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
#PPC2025
#ExamWarriors
#ParikshaPeCharcha2025

CmoGujarat

10 Feb, 11:02


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ધાર્મિક-સંસ્કૃતિ પરંપરાનું જતન કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

10 Feb, 05:34


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ સાથે સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. https://twitter.com/i/broadcasts/1lPKqMEMvqZKb

CmoGujarat

09 Feb, 18:04


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે અંબાજી ખાતે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી અંદાજિત ₹12 કરોડના ખર્ચે સંસ્કૃત મહાવિદ્યાલયના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અદ્યતન સુવિધાઓથી સજ્જ આ મહાવિદ્યાલયમાં 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે આવાસનો પણ સમાવેશ કરાયો છે.

CmoGujarat

09 Feb, 18:03


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અંબાજી ખાતે દિવ્યાંગજનોને મોટારાઈઝડ ટ્રાઇસિકલ, વ્હીલ ચેર, સ્માર્ટફોન, હીયરિંગ એઈડ, દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ચેક, એસ.ટી બસમાં મફત મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખકાર્ડ, સંત સૂરદાસ યોજનાના મંજૂરી હુકમ, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને સહાય અને દિવ્યાંગતા સર્ટિફિકેટ સહિત વિવિધ સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક યોજનાના સો ટકા અમલીકરણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારી યોજનાઓનો લાભ દરેક લાભાર્થીને ઘરે બેઠા મળે એવું આયોજન કર્યું છે તથા દિવ્યાંગજનોને વિવિધ યોજનાઓ થકી આત્મસન્માન આપી આત્મનિર્ભર બનાવ્યા છે.

CmoGujarat

08 Feb, 08:39


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના વિશ્વસ્તરીય વિકાસનો અમૃતપથ કંડારતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

08 Feb, 08:39


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત પ્રથમ BIMSTEC યુથ સમિટનો કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે, 7 સભ્ય દેશના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં યુવાઓની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ બંગાળના ઉપસાગરની આસપાસના દેશો વચ્ચે વિવિધ સેક્ટર્સમાં પરસ્પર સહભાગિતા સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપવામાં આવેલ આ સંગઠનની સમિટના ગુજરાતની ભૂમિ પર આયોજનને 'રાઈટ જોબ એટ રાઈટ પ્લેસ' ગણાવતા કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓને વિકસિત ભારતના માટે પ્રોત્સાહિત કર્યા છે. તેમણે દેશની વિશ્વબંધુ તરીકેની છબીને ઉજાગર કરતાં અભિયાનના દ્રષ્ટાંત આપવાની સાથે એકજૂટતાથી વિશ્વ કલ્યાણ માટે આ સમિટ પ્રેરક બનશે તેમ જણાવ્યું હતું.

આ સમિટના ઉત્કૃષ્ટ હેતુનો સંદર્ભ આપતા મુખ્યમંત્રીશ્રીએ ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીના વિકાસ અને વિનિયોગ દ્વારા ગેટવે ટુ ધી ફ્યુચર બનવા માટે સુસજ્જ ગુજરાતની ભૂમિ યુવાઓ માટે વિશ્વના વૈભવશાળી ભવિષ્યના...

View original post

CmoGujarat

08 Feb, 08:39


CMO Gujarat

Live: અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં Transplantation Update – 2025 નો ઉદ્ઘાટન સમારોહ. https://x.com/i/broadcasts/1BdGYqjoPQzGX

CmoGujarat

08 Feb, 06:48


CMO Gujarat

Live: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ ખાતે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ - 2025નું ઉદ્ઘાટન. https://x.com/i/broadcasts/1OwxWXaWpapKQ

CmoGujarat

08 Feb, 05:16


CMO Gujarat

Live: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રથમ BIMSETC યુથ સમિટનું ઉદ્ઘાટન. https://x.com/i/broadcasts/1YpKkByEgorxj

CmoGujarat

08 Feb, 03:55


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના પ્રાચીન, પરંપરાગત અને પૌષ્ટિક ધાન્યો મિલેટ્સને 'શ્રી અન્ન' નામ આપીને સ્વાસ્થ્યપ્રદ આહાર તરીકે ઓળખની સાથોસાથ પ્રાકૃતિક ખેતીની મહત્તાને પણ સમગ્ર વિશ્વમાં ઉજાગર કરેલ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિના અનેરા ઉત્સવ 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025'નો આજે અમદાવાદ ખાતેથી રાજ્યના 7 મહાનગરોમાં કરાવશે શુભારંભ.

CmoGujarat

07 Feb, 13:26


CMO Gujarat

ભારતનો પ્રત્યેક વિદ્યાર્થી જેની આતૂરતાપૂર્વક રાહ જોતો હોય છે તે દિવસ હવે દૂર નથી...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે આ વર્ષની ‘પરીક્ષા પે ચર્ચા’ ને મળ્યો છે નવો અંદાજ, નવું વાતાવરણ... તા.10 ફેબ્રુઆરીના રોજ થશે જેનું સમગ્ર દેશમાં પ્રસારણ.
#ParikshaPeCharcha2025
#ExamWarriors

CmoGujarat

07 Feb, 13:26


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા-ભક્તિભાવ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ધ્ય અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના નેતૃત્વની સરકારે મહાકુંભમાં આવતા યાત્રીઓ માટે કરેલ સુવિધા-સ્વચ્છતાની વ્યવસ્થાઓની પ્રશંસા કરવાની સાથોસાથ યાત્રિકોને કુંભ સ્નાન માટે કરવામાં આવેલ વ્યવસ્થાને ખૂબ જ સુંદર અને આયોજનબદ્ધ ગણાવી હતી.

CmoGujarat

07 Feb, 10:50


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મહાકુંભ મેળાની મુલાકાત લેતા ગુજરાતના ભાવિકો માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે તૈયાર કરવામાં આવેલ ગુજરાતના સાંસ્કૃતિક-ઐતિહાસિક વૈવિધ્યની ઝાંખી કરાવતા ‘ગુજરાત પેવેલિયન’ની મુલાકાત લીધી હતી તેમજ યાત્રિકો માટે ઉપલબ્ધ સેવા-સુવિધાની માહિતી મેળવી હતી.

CmoGujarat

07 Feb, 08:31


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્માર્ટ શહેરી સુવિધાઓના વિકાસ થકી નાગરિકોના 'ઈઝ ઓફ લિવિંગ'માં ઉત્તરોત્તર વધારો કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

07 Feb, 08:30


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મહાકુંભ મેળા હેતુ તેમની પ્રયાગરાજની મુલાકાત દરમિયાન પ્રસિદ્ધ બડે હનુમાનજીના મંદિરે દર્શન-પૂજન કર્યા હતા તેમજ રાજ્યની સર્વાંગીણ ઉન્નતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

CmoGujarat

03 Feb, 13:57


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણાને જોડતા 800 મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પૂલોના નવા કામો માટે ₹52 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીશ્રીના પાલીતાણાને સુદ્રઢ અને સુવિધાયુક્ત રોડ કનેક્ટિવિટી પૂરી પાડવાની નેમ સાથે કરવામાં આવેલ આ નિર્ણયથી પાલિતાણા જૈન તીર્થમાં આવતા દર્શનાર્થીઓની સલામતી તથા સુલભતામાં વધારો થવા ઉપરાંત વાહનવ્યવહારમાં સરળતા થવાથી સ્થાનિક રહેવાસીઓ અને વ્યાપારીઓને પણ લાભ થશે તેમજ પાલીતાણા તીર્થ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને વધુ વેગ મળશે.

CmoGujarat

03 Feb, 10:00


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સનો બેલ રિંગીંગ સેરિમનીથી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરોગામી વિઝનથી કાર્યરત થયેલું ગિફ્ટ સિટી આજે વિશ્વભરમાં ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. તેમણે India INX પર યુ.એસ. ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપશન્સ કોન્ટ્રાક્ટસને ભારતીય નાણાંકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થા સાથે વધુ નજીકથી જોડાવાની તક પણ પૂરી પાડનારું એક મહત્વપૂર્ણ પગલું ગણાવવાની સાથોસાથ આ નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ માટે સરળતા થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

CmoGujarat

03 Feb, 08:35


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઇતિહાસ અને આધુનિકતાના સંગમ સાથે વિકાસની મેરેથોનમાં અગ્રેસર ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

03 Feb, 04:28


CMO Gujarat

Live: GIFT સિટી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં India International Exchange ના SENSEX Futures & Options Contracts નું લોન્ચિંગ. https://x.com/i/broadcasts/1lDxLlBgmeaxm

CmoGujarat

02 Feb, 19:55


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વલસાડ જિલ્લાના પારડી પારનેરા ખાતે ‘વલસાડ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના માધ્યમથી વલસાડ, દમણ, સેલવાસ સહિતના વિસ્તારના દર્દીઓને અત્યાધુનિક અને શ્રેષ્ઠ ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

CmoGujarat

02 Feb, 13:36


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજના વસંતપંચમીના શુભ અવસરે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમાર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના પીપળીયા ગામે બરોડા પબ્લિક સ્કૂલ (BPS-CBSE)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કારણે શાળાઓમાં બાળકોનું સો ટકા નામાંકન થવા ઉપરાંત ડ્રોપ આઉટ રેશિયો ઘટીને બે ટકા જેટલો થયો છે તેમજ રાજ્યમાં શિક્ષણની ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમણે સૌને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના લાભ અંગે અવગત કરવાની સાથે આ યોજનાનો વધુને વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમજ સૌના સહયોગથી વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

CmoGujarat

02 Feb, 12:00


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ખાતે રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ તેમજ અન્ય મહાનુભાવોની સાથે સહભાગી થયા હતા.

કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ભારત વિદ્યાલયના ભવ્ય વારસા સહિતની યશગાથાને વર્ણવતા પુસ્તકનું વિમોચન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'વિરાસત ભી, વિકાસ ભી' ના મંત્રને સિદ્ધ કરવા ઐતિહાસિક સંસ્થાઓને આધુનિકતા સાથે જોડીને વિકાસના નવા આયામો રચવાની નેમ દર્શાવી હતી તેમજ આ ઐતિહાસિક શાળાના વિદ્યાર્થીઓ ‘રાષ્ટ્રહિત પ્રથમ’ના ભાવ સાથે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ચાલક બળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

CmoGujarat

02 Feb, 11:11


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રકૃતિ અને પર્યાવરણ જતન માટેના સંનિષ્ઠ પ્રયાસોના ફળસ્વરૂપે સમૃદ્ધ જળપ્લાવિત વિસ્તારો ધરાવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

22 Jan, 15:18


CMO Gujarat

RT @Bhupendrapbjp: ૭૬ મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે વિવિધ રાજ્યોના ટૅબ્લો સાથે આવેલા કલાકારોએ સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ કરી હતી. ઘણાં આનંદની વાત છે કે ગુજરાતના કલાકારોએ મણિયારા રાસના સુંદર પર્ફોર્મન્સથી તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને ટ્રોફી મેળવી હતી. રાજ્યના માહિતી વિભાગની ટીમને તેમજ વિજેતા કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન.

CmoGujarat

22 Jan, 11:04


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC Group)ના CSR ભંડોળ હેઠળ દેશમાં પ્રથમ વખત લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ (LGSF) ટેક્નોલોજીનો વપરાશ કરી 607 આંગણવાડી કેન્દ્રો ‘નંદઘર’ના નિર્માણ કાર્યનો નાણાં-ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ડિજિટલ શુભારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ GSPCના આ સમાજ હિતકારી અભિગમની પ્રસંશા કરતાં જણાવ્યું હતું કે, અદ્યતન અને સુવિધાસભર આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘વિકસિત ભારત @ 2047’ના નિર્ધારમાં વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેનારી ભાવિ પેઢીનો મજબૂત પાયો છે. તેમણે આંગણવાડીમાં આવતા બાળકના ઘડતરમાં યશોદા માતા જેવા કર્તવ્યભાવથી બહેનો સેવારત રહે અને બાળકને આંગણવાડીમાં નિયમિત આવવાની પ્રેરણા થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવવા પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રહિત...

View original post

CmoGujarat

22 Jan, 08:01


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોત્તર સંગીન બનાવી નાગરિકો, પર્યટકો અને ઉદ્યોગોને ‘ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન’ પૂરું પાડતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

22 Jan, 08:01


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં વર્ષ 2015 માં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન થકી દીકરીઓનું સન્માન, સુરક્ષા, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સશક્તિકરણ સુનિશ્ચિત થયાં છે. આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સિદ્ધ કરી 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં અમૂલ્ય યોગદાન આપી રહી છે.
#BetiBachaoBetiPadhao
#10YearsOfBetiBachaoBetiPadhao

CmoGujarat

21 Jan, 10:27


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને ગતિશીલ બનાવીને વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણાના અભિગમ સાથે રાજ્યના 44 પ્રવાસન સ્થળોને જોડતા રાજ્ય અને પંચાયત હસ્તકના કુલ 58 હયાત માર્ગોના અપગ્રેડેશન, વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગના કામો માટે ₹2268.93 કરોડ મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીના આ મહત્વપૂર્ણ નિર્ણયને પગલે પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી વધવાથી ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળશે અને ‘વોકલ ફોર લોકલ’ ધ્યેય અંતર્ગત સ્થાનિક હસ્તકલા કારીગરીના અને ગૃહ ઉત્પાદનોના વેચાણમાં વૃદ્ધિ થવાથી જે તે વિસ્તારના લોકોના જીવન ધોરણમાં પણ ઉન્નતિ થશે.

CmoGujarat

21 Jan, 10:27


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોત્તર સંગીન બનાવીને નાગરિકો તથા ઉદ્યોગ-વ્યાપારને ‘ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન’ આપવાના ધ્યેય સાથે રાજ્યમાં ફોરલેન માર્ગોની સાપેક્ષમાં જે હયાત પુલો અને સ્ટ્રકચર્સ સાંકડા છે તેને પહોળા કરવાના 11 કામો માટે ₹467.50 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારોને જોડતા 29 રસ્તાઓના મજબૂતીકરણ, વિસ્તૃતિકરણ અને કાચા માર્ગોથી પાકા માર્ગો બનાવવા ₹189.90 કરોડ મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીના આ દૂરોગામી નિર્ણયને પરિણામે ક્વોરી મટીરીયલ્સનું પરિવહન સરળ બનશે તેમજ ગ્રામ્ય નાગરિકોને સલામત માર્ગ સુવિધા મળતી થશે. એટલું જ નહીં, ભવિષ્યમાં ઓદ્યોગિક અને ખાણ ખનીજ ક્ષેત્રને લગતા ભારે વાહન વ્યવહારને સારી સુવિધા મળતાં લોજિસ્ટિક્સ યાતાયાત ઝડપી અને સરળ બનતા આ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસમાં મોટું બળ મળશે.

CmoGujarat

21 Jan, 09:04


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુદ્રઢ શહેરી વિકાસ થકી સ્વચ્છતા, સુવિધા અને સુખાકારીમાં સતત વધારો કરવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

21 Jan, 09:04


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે સાઉથ બોપલ ખાતે નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઑક્સિજન પાર્કની મુલાકાત લઈ વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આશરે 1900 ચો.મી. વિસ્તારમાં નિર્માણ પામેલ આ ઓક્સિજન પાર્કમાં બેઠક માટે આકર્ષક ગજેબો, વોકિંગ ટ્રેક બનાવાયા છે તથા વિવિધ જાતોના ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.

CmoGujarat

20 Jan, 21:42


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરોત્તર વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે સર્વાંગી વિકાસનો માર્ગ પ્રશસ્ત કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

20 Jan, 21:42


CMO Gujarat

Sanskrutik Shanivaar is a commendable initiative to take students on an inspiring journey of Vadnagar, a confluence of heritage and development.

Such events not only make the history, culture and art of our heritage places come alive, but also help participants witness history from an entirely new perspective and gain a deeper appreciation for our timeless legacy preserved by modern technology. https://twitter.com/GujaratTourism/status/1880987991205871801#m

CmoGujarat

20 Jan, 21:42


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાહીબાગ વોર્ડમાં મધુરમ ટાવરથી હાથી સર્કલ સુધીના માર્ગના પંન્યાસ રત્નાકરવિજય માર્ગ, સર્કિટ હાઉસ તથા પોસ્ટ ઓફિસ ક્વાર્ટર્સથી સિલ્વર પાર્ક સોસાયટી સુધીના માર્ગના જૈનાચાર્યશ્રી હિમાચલસૂરિ માર્ગ તથા સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન સામે આવેલ જંક્શન ખાતે નવા તૈયાર કરવામાં આવેલ સર્કલના જૈનાચાર્યશ્રી હિમાચલસૂરિ નામાભિધાન તથા પ્રતિમાનું અનાવરણ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, જૈનાચાર્યો તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

CmoGujarat

19 Jan, 17:13


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત ₹440 કરોડના ખર્ચે કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના 50 ટકા શેર તરીકે ₹220 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

આ ઉપરાંત, રાધનપુર-ભિલોટ-સુઈગામને જોડતા માર્ગ પર હયાત રેલવે ક્રોસિંગ પર નવો ઓવરબ્રિજ બનાવવા માટે ₹52.83 કરોડ ફાળવ્યા છે.

મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલ કુલ ₹272.75 કરોડની નાણાકીય સહાયથી આ ત્રણેય બ્રિજ પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને સમય અને ઇંધણની બચત થવાથી નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થશે.

CmoGujarat

19 Jan, 09:52


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટેકનોલોજીનો ઉપયોગ થકી ગ્રામ્ય જીવન અને ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

19 Jan, 09:52


CMO Gujarat

RT @PMOIndia: 25th January marks National Voters' Day, the day the Election Commission of India was established. Over the years, the Election Commission has consistently modernised and strengthened our voting process, empowering democracy at every step. #MannKiBaat

CmoGujarat

19 Jan, 09:52


CMO Gujarat

RT @PMOIndia: Heartening to see StartUps flourish in Tier-2 and Tier-3 cities across the country. #MannKiBaat

CmoGujarat

19 Jan, 09:52


CMO Gujarat

RT @PMOIndia: In the beginning of 2025 itself, India has attained historic achievements in the space sector. #MannKiBaat

CmoGujarat

19 Jan, 09:52


CMO Gujarat

RT @PMOIndia: ‘कुंभ’, ‘पुष्करम’ और ‘गंगा सागर मेला’ - हमारे ये पर्व, हमारे सामाजिक मेल-जोल को, सद्भाव को, एकता को बढ़ाने वाले पर्व हैं। ये पर्व भारत के लोगों को भारत की परंपराओं से जोड़ते हैं। #MannKiBaat

CmoGujarat

19 Jan, 09:52


CMO Gujarat

RT @PMOIndia: Tributes to Netaji Subhas Chandra Bose. He was a visionary and courage was in his very nature. #MannKiBaat

CmoGujarat

19 Jan, 09:52


CMO Gujarat

RT @PMOIndia: This year's Republic Day is very special as it is the 75th anniversary of the Indian Republic. #MannKiBaat

CmoGujarat

19 Jan, 04:31


CMO Gujarat

સાહસ, સેવા અને સમર્પણનું પ્રતીક એવા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોને NDRF સ્થાપના દિવસની શુભેચ્છાઓ..!

આપત્તિના સમયે અત્યંત પડકારજનક સંજોગોમાં નાગરિકોના જાનમાલની રક્ષા કાજે સદૈવ પ્રતિબદ્ધ @NDRFHQ પર સમગ્ર દેશ ગૌરવ અનુભવે છે.
#NDRFRaisingDay

CmoGujarat

18 Jan, 14:52


CMO Gujarat

#SVAMITVA, a transformative initiative by Hon'ble PM Shri @narendramodi, is empowering rural areas of the country including Gujarat through economic transformation. https://twitter.com/CollectorBK/status/1880608267187188196#m

CmoGujarat

18 Jan, 12:26


CMO Gujarat

મહાકુંભની યાત્રાને અવિસ્મરણીય બનાવતું 'ગુજરાત પેવેલિયન'.

વિશ્વના સૌથી મોટા અને સૌથી પવિત્ર મહાકુંભ મેળાનો પ્રયાગરાજ ખાતે શુભારંભ થઈ ગયો છે, જેમાં અનેક ગુજરાતી શ્રદ્ધાળુઓ સહભાગી થવા ઉત્સુક હશે. ગુજરાતના ભાવિકોને શક્ય તમામ સેવા-સુવિધા-માહિતી પૂરી પાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે ગુજરાત પેવિલિયન’ બનાવામાં આવ્યું છે.

આ ઉપરાંત, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટોલ-ફ્રી હેલ્પલાઈન 1800-180-5600 જાહેર કરવામાં આવેલ છે, જેના પર સંપર્ક કરીને મહાકુંભ-2025 સંદર્ભમાં તમામ માહિતી ઉપરાંત પેવેલિયનની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી શકશે.

CmoGujarat

18 Jan, 12:26


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં રિન્યુએબલ એનર્જીનો વધુને વધુ ઉપયોગ થાય તેવા પર્યાવરણ પ્રિય અભિગમ સાથે રાજ્યની વધુ 32 નગરપાલિકાઓને 60 સ્થળોએ સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ₹45.37 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

નગરપાલિકાઓ પોતાના STP, WTP, પંપિગ સ્ટેશન્સ, વોટર વર્ક્સ અને નગરપાલિકાના બાંધકામોમાં સોલાર પ્લાન્ટ સ્થાપીને સોલાર વીજઉત્પાદનથી આત્મનિર્ભરતા મેળવી શકે તેવો હેતુ આ પાછળ રહેલો છે.

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ થવાથી ભવિષ્યમાં તેમના વીજબિલમાં અંદાજે 50% સુધીની બચત થઈ શકશે.

CmoGujarat

18 Jan, 11:20


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુયલ ઉપસ્થિતિમાં તેમના અધ્યક્ષસ્થાને આજે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 65 લાખ જેટલા લોકોને સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે અન્વયે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી જે. પી. નડ્ડા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

માનનીય વડાપ્રધાનશ્રીએ સ્વામિત્વ યોજના હેઠળ વિવિધ રાજ્યના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તેમજ આજના દિવસને દેશના ગામડાઓ અને ગ્રામીણ અર્થતંત્ર માટે ઐતિહાસિક ગણાવતા આ યોજનાના ઉદેશ્ય, સફળતા અને ગ્રામીણ જીવનમાં થયેલ પ્રગતિ અંગે પ્રેરક સંબોધન કર્યું હતું. તેમણે ગ્રામ્ય સ્વરાજના સંકલ્પ સાથે ગ્રામ વિકાસનું સુદ્રઢ આયોજન અને અમલીકરણ ગામડાઓ આર્થિક સક્ષમ બનાવવા માટે સ્વામિત્વ યોજનાને મહત્વપૂર્ણ ગણાવી હતી.

મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના વરદ્હસ્તે આ અવસરે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં...

View original post

CmoGujarat

18 Jan, 11:20


CMO Gujarat

માનનીય રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા કાર્યક્રમના અંતે સ્વચ્છતા જાળવવા તેમજ નશા મુક્તિ દ્વારા સમરસ સમાજનું નિર્માણ કરવા હેતુ સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા તેમજ માનનીય વડાપ્રધાનશ્રી પ્રેરિત ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
#SVAMITVA
#SVAMITVAinGujarat
#RuralLandDigitisation

CmoGujarat

18 Jan, 11:18


CMO Gujarat

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી લેન્ડ સર્વે અને મેપિંગ દ્વારા ગામડાઓમાં જમીન સાથે સંકળાયેલ વિવાદો, તકરારો, માલિકી હકના પ્રશ્નોનો ઉકેલ આપ્યો છે. તેમણે આ યોજના હેઠળ રાજ્યમાં આપવામાં આવેલ પ્રોપર્ટી કાર્ડ અને તેનાથી ગ્રામીણ જનજીવનમાં થયેલ આમૂલ પરિવર્તનની રૂપરેખા આપી હતી.

સ્વામિત્વ યોજનાને ગ્રામજનોના સુરક્ષિત જીવન તેમજ ગામની અર્થવ્યવસ્થા અને આયોજનબદ્ધ વિકાસ દ્વારા ગ્રામીણ ભારત માટેની ગેમ ચેન્જર યોજના ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ આજે મળેલ પ્રોપર્ટી કાર્ડથી ગ્રામીણ નાગરિકોને સાચુ સ્વામિત્વ અને આત્મનિર્ભરતા મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
#SVAMITVA
#SVAMITVAinGujarat
#RuralLandDigitisation

CmoGujarat

18 Jan, 07:29


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ એપ્રોચ સાથે ફિનટેક હબ તરીકે ઉભરી રહેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

18 Jan, 07:29


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી આયોજિત સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ. https://x.com/i/broadcasts/1ynJODyMZkyxR

CmoGujarat

03 Jan, 05:30


CMO Gujarat

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ ખાતે 19મા GIHED પ્રોપર્ટી શૉનું ઉદઘાટન. https://x.com/i/broadcasts/1zqKVYBbkapxB

CmoGujarat

03 Jan, 04:49


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2025'નો શુભારંભ. https://x.com/i/broadcasts/1OwxWNzPRpWJQ

CmoGujarat

02 Jan, 14:46


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે.

ગાંધીનગર કલેકટરશ્રી દ્વારા સર્વસમાવેશી વિકાસના ધ્યેય સાથે ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા શ્રમજીવીઓના બાળકોનું ભણતર તથા શ્રમિક પરિવારોનું આરોગ્ય સુનિશ્ચિત કરવાની પ્રવૃત્તિ સરાહનીય છે. જનકલ્યાણ માટે વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા 'વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત'ના નિર્માણ માટે બનશે #પ્રેરણા_શક્તિ https://twitter.com/CollectorGnr/status/1874445623115857996#m

CmoGujarat

02 Jan, 08:50


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન (ACMA) દ્વારા સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આયોજિત Tech Expo 2025નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ ટેક પ્રદર્શકોના સ્ટોલ્સની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ અત્યાધુનિક ટેકનોલોજીની રસપૂર્વક જાણકારી મેળવી હતી.

CmoGujarat

02 Jan, 07:46


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનહિતકારી નિર્ણયો થકી જનસુવિધાઓમાં વધારો કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

01 Jan, 14:08


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમગ્ર રાજ્યમાં વર્ષ 2025માં ચાર મહત્વપૂર્ણ મહોત્સવ જનભાગીદારીથી ઉજવવાના હેતુસર રચવામાં આવેલી સ્ટીયરીંગ કમિટીની મળેલી પ્રથમ બેઠકમાં આ કાર્યક્રમોની શાનદાર ઉજવણી માટેના આયોજનની વિશદ ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવી હતી.

સંવિધાનનો અમૃત મહોત્સવ-બંધારણના 75મા વર્ષની ઉજવણી અને કટોકટીના 50 વર્ષ, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિઝન સાથે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી તેમજ શ્રી અટલ બિહારી વાજપેયીજીના 100મા જન્મ જયંતી વર્ષની રાજયમાં સીમાચિન્હરૂપ ઉજવણીને પરસ્પર સાંકળી લઈને સમગ્રતયા ગૌરવપૂર્ણ ગાથા તરીકે રાષ્ટ્રહિત ઉજાગર કરતા કાર્યક્રમો યોજવા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવો સહિત 28 સભ્યોની કમિટીને મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

CmoGujarat

01 Jan, 14:08


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ રાજ્યની કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા તરીકે રચનાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.

આ ઐતિહાસિક નિર્ણયના કારણે હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા 17 અને નગરપાલિકાઓની સંખ્યા 149 થશે.

CmoGujarat

01 Jan, 14:08


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે હાલના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાનો નિર્ણય લીધો છે.

નવા રચાનારા વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓનો સમાવેશ થશે તેમજ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે.

મુખ્યમંત્રીશ્રીના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ 35 થી 85 જેટલા કિ.મી. અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે. આ ઉપરાંત, સરકાર તરફથી મળતું ભંડોળ/ગ્રાન્ટમાં પણ વધારો થવાથી જિલ્લાના વિકાસને વેગ મળશે.

આ નવા બનનારા વાવ-થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા 34 થશે.

CmoGujarat

01 Jan, 10:50


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવા સંકલ્પ સાથે બહુમુખી વિકાસ સાધવા માટે પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

01 Jan, 08:25


‌CMO Gujarat

RT @Bhupendrapbjp: Happy 2025! 🎉

May this year bring joy, success, and prosperity to all. Let us work together towards a Viksit Bharat and a Viksit Gujarat, paving the way for progress, unity, and a brighter future for everyone.

#Happy2025

CmoGujarat

31 Dec, 11:46


CMO Gujarat

સ્વસ્થ નાગરિક એક સશક્ત રાષ્ટ્રના નિર્માણનો આધારસ્તંભ હોય છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસામાન્યની આરોગ્ય સુખાકારી માટે ‘ફિટ ઇન્ડિયા’ મૂવમેન્ટની શરૂઆત કરાવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના માહિતી વિભાગ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (ગુજરાત સ્ટેટ બ્રાંચ)ના સંયુક્ત ઉપક્રમે રાજ્યવ્યાપી #FitIndiaFitMedia અભિયાન હાથ ધરવામાં આવ્યું. માનનીય વડાપ્રધાનશ્રીના ‘Health For All’ વિઝનને સાકાર કરતી આ પહેલ અંતર્ગત લોકપ્રશ્નોને વાચા આપતા મીડિયાકર્મીઓની થઈ આરોગ્ય ચકાસણી અને લોકશાહીનો આ ચોથો સ્તંભ બન્યો વધુ મજબૂત.

CmoGujarat

31 Dec, 09:56


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રેષ્ઠ, સુઆયોજિત અને સુગ્રથિત શહેરી વિકાસ થકી નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં વધારો કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

30 Dec, 14:19


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા. તેમણે બસ મથકની સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યુ હતું તેમજ કંટ્રોલ રૂમ અને ટીકિટ વિન્ડોની કામગીરી ઝીણવટપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત, બસ મથકમાં મુસાફરો, સામાન્ય નાગરિકો તથા ફરજ પરના કર્મયોગીઓ સાથે સંવાદ કરીને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો પણ મેળવી હતી.

CmoGujarat

30 Dec, 14:19


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમ્યક શહેરી વિકાસની નેમ સાકાર કરતાં રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત કુલ ₹1000.86 કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે.

આ અંતર્ગત, રાધનપુર, ઊંઝા, કડી, નડીયાદ, માણસા, ધાનેરા, દહેગામ, ભરૂચ, પાલનપુર, ડભોઈ, મુન્દ્રા-બારોઈ, ચોટીલા, થરા, વિરમગામ, દ્વારકા, આણંદ અને વાઘોડિયા નગરપાલિકાઓ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાઓ તેમજ ભાવનગર, વડોદરા અને જામનગર શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોના વિસ્તારમાં સડક નિર્માણ, આંતર માળખાકીય સુવિધા, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો તેમજ આઉટ ગ્રોથ એરિયાના વિકાસ કામો હાથ ધરવામાં આવશે.

CmoGujarat

30 Dec, 12:58


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્યના પ્રતિભા સંપન્ન ખેલાડીઓને શ્રેષ્ઠ તાલીમ મેળવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા સિદ્ધ કરવાની તક મળી છે, ત્યારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ કલ્ચરના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા અને પ્રોત્સાહન ખેલાડીઓ/કોચ માટે બનશે #પ્રેરણા_શક્તિ https://twitter.com/CollectorGodhra/status/1873041090200392079#m

CmoGujarat

30 Dec, 08:35


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રેષ્ઠ પ્રવાસન સુવિધાઓ વિકસાવવાની નેમ સાથે આર્થિક-સામાજિક પ્રગતિને વેગ આપતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

03 Dec, 16:19


CMO Gujarat

RT @Bhupendrapbjp: A proud moment for Gujarat, and India!

I am happy to share that Bhuj’s Smritivan Earthquake Museum and Memorial has been honoured as the world’s most beautiful museum with the Prix Versailles 2024 World Title for Interiors, held at @UNESCO, Paris.

Our iconic Smritivan Museum has secured its place among the top 3 most beautiful museums in the world.

For the first time, an Indian museum has received global recognition for its unique expression of local culture and environmental conservation.

Hon’ble PM Shri @NarendraModi envisioned the construction of this museum in memory of victims of the devastating 2001 earthquake. The museum is a tribute to the unshakable spirit of the people of Kutch, synonymous with the Phoenix that is reborn from its own ashes.

Let us celebrate this historic achievement and share it with the world!

@MLAJagdish
@smritivan

#Smritivan
#PrixVersailles2024

CmoGujarat

03 Dec, 16:19


CMO Gujarat

RT @PMOIndia: The new criminal laws strengthen the spirit of - "of the people, by the people, for the people," which forms the foundation of democracy.

CmoGujarat

03 Dec, 16:19


CMO Gujarat

RT @PMOIndia: The mantra of the Bharatiya Nyaya Sanhita is - Citizen First.

CmoGujarat

03 Dec, 16:19


CMO Gujarat

RT @PMOIndia: Nyaya Sanhita is woven with the ideals of equality, harmony and social justice.

CmoGujarat

03 Dec, 13:22


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસના ઉપલક્ષમાં નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઈન્ડની ગુજરાત શાખાના દસ જેટલા પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગર ખાતે મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2024ના આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની થીમ ‘Amplifying the Leadership of Persons with Disabilities for an Inclusive and Sustainable Future’ને અનુરૂપ રાજ્ય સરકારની સેવાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ હાથ ધરીને નિયમાનુસાર સમગ્રતયા અંદાજે 21 હજારથી વધુ જગ્યાઓ પર દિવ્યાંગ વ્યક્તિઓની આવનારા વર્ષોમાં ભરતીની પ્રક્રિયા હાથ ધરવાનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ દિવ્યાંગજનો પ્રત્યે દર્શાવેલ આ સંવેદના બદલ આ પ્રજ્ઞાચક્ષુઓએ તેમનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે ફેડરેશનની ગુજરાત બ્રાંચના પ્રેસિડેન્ટ અને જનરલ સેક્રેટરી સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

CmoGujarat

03 Dec, 08:45


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પોષણલક્ષી કાર્યક્રમો થકી બાળકોને સુપોષિત અને સ્વસ્થ જીવનની ભેટ આપતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

03 Dec, 08:45


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2015માં દિવ્યાંગજનોનો આધાર બની તેમના જીવનને વધુ સુગમ અને સન્માનનીય બનાવવાના નિર્ધાર સાથે શરૂ કરવામાં આવ્યું ‘સુગમ્ય ભારત’ અભિયાન.

આજે #9YearsOfSugamyaBharat ના અવસર પર દેશના દિવ્યાંગજનો આત્મનિર્ભર બનીને દેશની વિકાસયાત્રામાં આપી રહ્યા છે ગૌરવપૂર્ણ યોગદાન.

CmoGujarat

02 Dec, 09:56


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ યોજના અંતર્ગત રાજ્યની 32,277 સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ-8 સુધીના તમામ 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ. શ્રી અન્ન (મીલેટ)નો કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.

આ હેતુસર મટીરીયલ કોસ્ટ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને 50% માનદવેતન વધારો મળીને આ યોજના માટે સમગ્રતયા વાર્ષિક ₹617 કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. તદ્અનુસાર, પી.એમ.પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને ₹4500નું માસિક માનદ વેતન, 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક ₹3750 તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક ₹1500 માનદ વેતન આપવામાં આવશે.

માનનીય વડાપ્રધાનશ્રીએ ‘વિકસિત ભારત @ 2047’ના કરેલા આહવાનમાં વિકસિત ગુજરાતના નિર્માણથી રાજ્યને અગ્રેસર રાખવા ભાવિ સ્વસ્થ-તંદુરસ્ત અને સુપોષિત પેઢી તૈયાર કરવાની નેમ સાથે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ થકી પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું દેશનું અગ્રીમ રાજ્ય ગુજરાત દેશનું દિશાદર્શક બનશે.

CmoGujarat

02 Dec, 08:51


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભવિષ્યલક્ષી અને સુઆયોજિત શહેરી વિકાસ થકી નાગરિક સુખાકારીને વેગ આપતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

01 Dec, 12:35


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવીને રાજ્યની 160મી નગરપાલિકા બનનાર ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે તેમજ નાગરિકલક્ષી સુવિધાઓ વધવાથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાની દરખાસ્તને પણ અનુમતિ આપી છે, જેના પરિણામે ઈડર શહેરનો વ્યાપ વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલપમેન્ટ પ્લાન સરળતાએ થઈ શકશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે.

CmoGujarat

01 Dec, 08:15


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્ઞાનશક્તિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલ થકી શિક્ષિત અને દીક્ષિત ભવિષ્યના નિર્માણનો પાયો નાખતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

01 Dec, 08:14


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત @ 2047’નું લક્ષ્ય પાર પાડવા માટે દેશની યુવાશક્તિના સામર્થ્યને પ્રોત્સાહન આપવાને અગ્રતા આપી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના યુવા સંશોધકો અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતી સુદ્રઢ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ રાજ્યમાં નિર્માણ પામી છે.

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુવાનોના વિચારબીજ અને સામર્થ્યને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા ઇનોવેશન એન્ડ સ્ટાર્ટ-અપ મિશનનું ગઠન કરવામાં આવેલ છે. પ્રતિષ્ઠિત 'સ્કોચ' એવોર્ડ પુરસ્કૃત મહેસાણાનું આ સ્ટાર્ટ-અપ મોડેલ હવે દેશના 750 જિલ્લાઓ માટે બનશે #પ્રેરણા_શક્તિ

CmoGujarat

01 Dec, 06:43


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના વિઝન સમાન ચિંતન શિબિરની શૃંખલા કર્મયોગના ભાવ સાથે જિલ્લા સ્તરે પણ યોજાય ત્યારે સમગ્ર તંત્રને એક નવી ઊર્જા પ્રાપ્ત થતી હોય છે.

ગાંધીનગર વહીવટી તંત્ર દ્વારા આયોજિત ચિંતન શિબિર જેવી સરાહનીય પહેલથી ટેકનોલોજીના ઉપયોગ સાથે જનકલ્યાણનાં કાર્યો અને યોજનાઓના સુનિયોજિત અમલ થકી સમગ્ર રાજ્યની વિકાસયાત્રાને વેગ મળશે. https://twitter.com/CollectorGnr/status/1862932870815498502#m

CmoGujarat

01 Dec, 05:38


CMO Gujarat

Come to the Ahmedabad International Book Festival 2024, your one-stop destination on the banks of Sabarmati river that offers an opportunity to explore the world of words.
@AmdavadAMC https://twitter.com/nbt_india/status/1862749061373124992#m

CmoGujarat

30 Nov, 16:21


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે વડોદરા મહાનગરપાલિકાના અંદાજે ₹616.54 કરોડના અનેકવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવી અર્પણ કરી સુવિધાજનક આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સેનિટેશન તથા અન્ય કામો માટેના વાહનોને ફ્લેગ-ઓફ કરાવ્યું હતું.

CmoGujarat

30 Nov, 16:21


CMO Gujarat

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વધતા જતા શહેરીકરણને વિકાસના અવસર તરીકે અપનાવીને ગુજરાતના શહેરીકરણમાં મોટો બદલાવ આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં ભારત અને સ્પેનની ભાગીદારીથી એરક્રાફ્ટના ઉત્પાદનની શરૂઆત સહિત અનેક સુવિધાઓથી વડોદરા વિશ્વના નકશા પર અંકિત થયું છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતનાં શહેરોને લવેબલ તથા લીવેબલ બનાવવા તેમજ ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરની સુખાકારીને ધ્યાનમાં રાખીને વિકસિત ગુજરાત @ 2047 રોડ મેપમાં કરવામાં આવેલ શહેરી વિકાસના સુદ્રઢ આયોજનનો ઉલ્લેખ કરતાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના મંત્રને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

CmoGujarat

30 Nov, 16:21


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વડોદરા ખાતે શરૂ થયેલ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના દ્વિતીય દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિ કુલપતિ શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ડિગ્રી મેળવેલ સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં આઝાદીના અમૃતકાળમાં પોતાની કારકિર્દી શરૂ કરનારા ગતિ શક્તિ વિદ્યાલયના યુવા પદવીધારકોને વિકસિત ભારત @ 2047ના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા આહવાન કર્યું હતું. તેમણે વડોદરાની રેલ્વે વિરાસતનો સંદર્ભ આપી આજના સમારોહને માનનીય વડાપ્રધાનશ્રીના 'વિકાસ ભી અને વિરાસત ભી' મંત્રને પણ ચરિતાર્થ કરનારો ગણાવ્યો હતો.

CmoGujarat

21 Nov, 15:32


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની ત્રિ-દિવસીય 11મી ચિંતન શિબિરનો રાજ્યના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ, કલેકટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.
#ChintanShibir2024

CmoGujarat

21 Nov, 15:32


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી ચિંતન શિબિરની પરંપરામાં ઉત્તરોત્તર નવા સોપાનો સર કરવામાં 'ટીમ ગુજરાત'ના સહયોગની સરાહના કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતે વિકાસની જે હરણફાળ ભરી છે તેને હજુ વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર આ ચિંતન શિબિર પૂરો પાડે છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જનકલ્યાણ અને લોકસેવા સરકારનો ધ્યેયમંત્ર છે અને નાના કર્મચારીથી માંડીને મંત્રી સુધી સૌ તે દિશામાં અહર્નિશ કાર્યરત છે. આવાં કાર્યોને વધુ ઉત્તમ અને સફળ કઈ રીતે બનાવી શકાય તે માટેનું સામૂહિક મનોમંથન #ChintanShibir2024 માં થશે.

CmoGujarat

21 Nov, 14:20


CMO Gujarat

પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધુનિક સ્થળોનો સંગમ ધરાવતા ગુજરાતનું પ્રવાસન વિશ્વમાં વિશેષ સ્થાન છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પ્રવાસન ક્ષેત્રના સુગ્રથિત વિકાસના પરિણામે ગુજરાત દેશ-વિદેશના પર્યટકોની પસંદગીનું રાજ્ય બન્યું છે ત્યારે આવો, #DekhoApnaDesh કોન્ટેસ્ટમાં ભાગ લઈ ગુજરાતના અતુલનીય પ્રવાસન સ્થળોને વિશ્વ સમક્ષ ઉજાગર કરીએ અને પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવીએ.

QR કોડ સ્કેન કરીને અથવા અહીં આપેલ લિંક પર જઈને વોટ કરી શકો છો.
bit.ly/DADPC

CmoGujarat

21 Nov, 12:38


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 16,637 MCFT તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 13,867 MCFT મળી કુલ 30,504 MCFT નર્મદાનું પાણી તારીખ 15 માર્ચ, 2025 સુધીના સમયગાળા માટે ફાળવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

નર્મદાના આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના 952 તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1820 ચેકડેમ થકી અંદાજે 60 હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

CmoGujarat

21 Nov, 11:21


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કન્યા કેળવણીની નેમ પાર પાડતું ગુજરાત.

ધોરણ-9 થી 12 સુધી અભ્યાસ કરતી પ્રત્યેક વિદ્યાર્થીનીને આર્થિક સહાય પૂરી પાડી તેમના સુશિક્ષિત અને સુપોષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવાનો ગુજરાતનો સંકલ્પ એટલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની સીમાચિન્હરૂપ ‘નમો લક્ષ્મી યોજના’.
#NamoLaxmiYojna

CmoGujarat

21 Nov, 11:21


CMO Gujarat

રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરમાં સહભાગી થવા સોમનાથ પહોચેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનાં ભાવપૂર્વક દર્શન કરી સોમેશ્વર પૂજા કરી હતી તેમજ રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

CmoGujarat

21 Nov, 08:32


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમયને અનુરૂપ જરૂરી મહેસૂલી સુધારાઓ થકી વિકાસને અવિરત વેગ આપતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

21 Nov, 04:40


CMO Gujarat

In line with the #DigitalBharat vision of Hon'ble PM Shri @narendramodi, Gujarat, under the guidance of Hon'ble Union Home & Cooperation Minister Shri @AmitShah and leadership of CM Shri @Bhupendrapbjp, aims at digital transformation of PACS, an initiative to enhance efficiency, transparency and accessibility benefiting farmers across the State.

CmoGujarat

20 Nov, 14:41


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડૉ. મોહન યાદવના નેતૃત્વમાં ગુજરાતની મુલાકાતે આવેલ મધ્યપ્રદેશ સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓના પ્રતિનિધિ મંડળે નાણાં-ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગુજરાતની સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ મોડલની વિસ્તૃત જાણકારી મેળવી હતી.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સર્વસમાવેશી વિકાસના મોડલની પ્રશંસા કરતા જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના સર્વગ્રાહી વિકાસનો જે મજબુત પાયો નાખ્યો છે તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટીવંત નેતૃત્વમાં ટીમ ગુજરાત મક્કમતાપુર્વક નવી ઊંચાઈએ પહોંચાડવા જે પ્રતિબદ્ધતાથી કાર્યરત છે તે અભિનંદનીય છે તથા જનહિતકારી સુશાસનથી પ્રજાકલ્યાણ યોજનાઓ અને કાર્યોમાં ઈનોવેશન તથા ટેક્નોલોજીના સમુચિત ઉપયોગથી ગુજરાત દેશનું રોલ મોડલ બન્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની આ પહેલોને મધ્યપ્રદેશમાં કઈ રીતે લાગુ કરી શકાય તે અંગેની જાણકારી મેળવવામાં પણ રસ દાખવ્યો...

View original post

CmoGujarat

16 Nov, 09:03


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ સમાજના સર્વગ્રાહી કલ્યાણ માટે પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

16 Nov, 07:32


CMO Gujarat

RT @PMOIndia: This century will be India's century.

CmoGujarat

16 Nov, 07:32


CMO Gujarat

RT @PMOIndia: Progress of the people...

Progress by the people...

Progress for the people...

CmoGujarat

16 Nov, 07:32


CMO Gujarat

RT @PMOIndia: Our government has provided citizens with a unique combination...

CmoGujarat

16 Nov, 07:32


CMO Gujarat

RT @PMOIndia: Today, India is filled with unprecedented aspirations and we have made these aspirations a cornerstone of our policies.

CmoGujarat

15 Nov, 15:15


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની
અધ્યક્ષતામાં બિહાર સ્થિત જમુઈ ખાતે યોજાયેલ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રીએ વિવિધ કલ્યાણકારી યોજનાઓના ગુજરાત સહિત દેશભરના જનજાતિય લાભાર્થીઓ સાથે કરેલ વર્ચ્યુઅલ સંવાદનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રીશ્રીએ અન્ય મહાનુભાવો સાથે નિહાળ્યું હતું.

માનનીય વડાપ્રધાનશ્રીએ ભગવાન બિરસા મુંડાની 150મી જયંતી વર્ષના ઉપલક્ષમાં સ્મારક સિક્કાનું તેમજ સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું.
#JanjatiyaGauravDiwas

CmoGujarat

15 Nov, 13:52


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જનજાતિય ગૌરવ દિવસની બહુધા આદિજાતિ વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાના આહવા ખાતે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે કુલ ₹102.87 કરોડના 37 જેટલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત, 568 જેટલા લાભાર્થીઓને અંદાજિત કુલ ₹2.34 કરોડના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
#JanjatiyaGauravDiwas

CmoGujarat

15 Nov, 13:52


CMO Gujarat

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા લખાયેલ 'Modi with Tribals' પુસ્તકનું વિમોચન કર્યું હતું તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલા 'વિકાસ રથ' પ્રસ્થાન કરાવ્યું હતું.
#JanjatiyaGauravDiwas

CmoGujarat

15 Nov, 13:52


CMO Gujarat

મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની દેશભરમાં થનાર ઉજવણીની ભૂમિકા આપવાની સાથોસાથ માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતના આદિજાતિ સમુદાયને વિકાસના પંથે લઈ જવા અને તેમનું ગૌરવ-સન્માન જાળવવામાં અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વનબંધુને વિશ્વબંધુ બનાવવાની માનનીય વડાપ્રધાનશ્રીની નેમ જનજાતિય સશક્તિકરણ થકી સાકાર કરીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે કટિબદ્ધ થવા સૌને આહવાન કર્યું હતું.
#JanjatiyaGauravDiwas

CmoGujarat

12 Nov, 04:40


CMO Gujarat

PM Modi participates in 200th year celebrations of Shree Swaminarayan Mandir in Vadtal, Gujarat
nm-4.com/DsYVP5
via NaMo App

CmoGujarat

11 Nov, 18:31


CMO Gujarat

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પ્રવાસન તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સિદ્ધહસ્ત શાસ્ત્રીય ગાયકો સુશ્રી વિદુષી પદમા તલવાલકર તથા ડૉ. શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને 'તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ' ઉપરાંત ₹2.50 લાખના પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

CmoGujarat

11 Nov, 18:31


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર ખાતે આયોજિત 'તાનારીરી મહોત્સવ-2024'માં આજે ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2003માં ગુજરાતના ગૌરવ સમી વડનગરની અલૌકિક સંગીત બેલડી તાના-રીરીની સ્મૃતિમાં આ મહોત્સવનું આયોજન શરૂ કરાવ્યું હતું.

CmoGujarat

11 Nov, 18:31


CMO Gujarat

મુખ્યમંત્રીશ્રીએ વડનગરની ઐતિહાસિક ભૂમિ પર આવવાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડનગરની ધરતી આગવા સમર્પણ, ત્યાગ, તપસ્યા અને વતન પ્રેમની પરાકાષ્ઠાની સાક્ષી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીના 'વિકાસ ભી, વિરાસત ભી' મંત્ર સાથે વડનગરમાં થઈ રહેલ વિકાસકાર્યોની રૂપરેખા આપવાની સાથોસાથ કલા, સંસ્કૃતિના જતન થકી 'વિકસિત ગુજરાત, વિકસિત ભારત'ના નિર્માણ માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

CmoGujarat

11 Nov, 16:31


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વડનગર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં જે કુમાર શાળામાં શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું તે શાળા પરિસરમાં નિર્માણ પામેલી પ્રેરણા સ્કૂલની મુલાકાત લઇને વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ સાધ્યો હતો તેમજ વિદ્યાર્થીઓની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી.

CmoGujarat

11 Nov, 16:31


‌CMO Gujarat

Live: વડનગર ખાતે તાનારીરી મહોત્સવ 2024 ના સમાપન અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ.

CmoGujarat

11 Nov, 14:43


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત કલ્યાણના સંકલ્પને સાર્થક કરતું ગુજરાત.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોને તેમના મહામૂલા પાકના પોષણક્ષમ ભાવ તેમજ તેમની મહેનતનું પૂરું વળતર સુનિશ્ચિત કરવાની નેમ સાથે રાજ્ય સરકારે કર્યો છે ખેતપેદાશોની ટેકાના ભાવે સીધી ખરીદીનો નિર્ધાર, જેનાથી ‘વિકસિત ખેડૂત, વિકસિત ગુજરાત’નું સ્વપ્ન થશે સાકાર.
#MSPForFarmersGuj

CmoGujarat

11 Nov, 14:41


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર અને સમાજના સામુહિક પ્રયત્નો થકી બમણી ગતિથી વિકાસ કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

09 Nov, 19:25


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ તથા આયુષ્માન કાર્ડ થકી વલસાડ જિલ્લાના કપરાડાની હ્ર્દયની તકલીફ ધરાવતી 2 વર્ષની બાળકી મીનાક્ષીની જેમ ગંભીર રોગોથી પીડાતા અનેક બાળકોને વિના મૂલ્યે આરોગ્ય તપાસ તેમજ ઓપરેશનથી મળ્યું છે નવજીવન તથા તેમના પરિવારને સારવારના મોંઘા ખર્ચની ચિંતામાંથી મળી છે મુક્તિ. https://twitter.com/DDO_VALSAD/status/1855128705925890269#m

CmoGujarat

09 Nov, 09:22


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની નીતિ થકી દેશ-વિદેશના ઉદ્યોગકારો માટે ‘મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ બનેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

09 Nov, 09:21


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ દ્વારા વિવિધ સંપ્રદાયના સંતો-મહંતો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના સંસ્મરણ રૂપે બહાર પાડવામાં આવેલ પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ધર્મસંસ્કાર અને સંસ્કૃતિ જતનના વારસાને પ્રસ્તુત કરતા ભક્તિમય અવસરમાં સહભાગી બનવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ આયોજનથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’નો ધ્યેય સાકાર થઈ રહ્યો છે. રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજ કલ્યાણની ભાવના સાથે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવતી સેવા પ્રવૃત્તિઓને બિરદાવતા તેમણે હરહંમેશ સ્વચ્છતા જાળવવાની સાથે ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ માટે સંકલ્પબદ્ધ બનવા આહવાન કર્યું હતું.

CmoGujarat

09 Nov, 09:21


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિતિ. સ્થળ : શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડીયાદ, જિ.ખેડા https://x.com/i/broadcasts/1lDxLlANNwPxm

CmoGujarat

09 Nov, 04:23


CMO Gujarat

વરિષ્ઠ નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષાનો સેવાયજ્ઞ એટલે આયુષ્માન વય વંદના કાર્ડ.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ હવે 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકોને મળશે ગુણવત્તાસભર આરોગ્ય સુવિધા સાથે નિ:શુલ્ક તબીબી સારવાર.
#VayVandanaCard

CmoGujarat

08 Nov, 08:00


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિરાસત અને વિકાસનો સમન્વય સાધી સુખાકારી અને સમૃદ્ધિનો ગઢ સર કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

08 Nov, 08:00


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમદાવાદ ખાતે The Federation of Indian Chambers of Commerce & Industry (FICCI) નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીની મિટિંગમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ઔધોગિક ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નેશન ફર્સ્ટના ભાવથી વિકાસના બહુવિધ લક્ષ્યો સિદ્ધ કરી શકાય તે દેશ-દુનિયાને બતાવ્યું છે. તેમણે રાજ્યમાં સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન જેવા સેક્ટરમાં થઈ રહેલ પ્રગતિની રૂપરેખા આપવાની સાથોસાથ પોલીસી ડ્રીવન સ્ટેટ ગુજરાત દેશ-વિદેશના ઉદ્યોગકારો માટે ‘બેસ્ટ ચોઇસ ઑફ ઇન્વેસ્ટમેન્ટ’ બન્યું હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ FICCI દ્વારા કરવામાં આવેલ આજનું આયોજન દેશના ઔદ્યોગિક જગતના સર્વગ્રાહી વિકાસના મંથન અને ચિંતનનો મંચ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

CmoGujarat

08 Nov, 08:00


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની FICCI નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીની અમદાવાદ ખાતે આયોજિત મિટિંગમાં ગરિમામય ઉપસ્થિતિ. https://x.com/i/broadcasts/1yoKMyMgaAkKQ

CmoGujarat

07 Nov, 08:53


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ, ધરતીપુત્રો, આદિજાતિ સહિતના તમામ સમુદાયોના ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

07 Nov, 06:57


CMO Gujarat

One Rank One Pension (OROP) scheme is a tribute to the courage and sacrifices of our veterans and ex-service personnel: PM Modi
nm-4.com/NSuuJu
via NaMo App
#OneRankOnePension

CmoGujarat

06 Nov, 13:41


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ 'વિકસિત ભારત @ 2047' વિઝનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પરિપૂર્ણ કરવા માટે સંકલ્પબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

06 Nov, 13:40


CMO Gujarat

Cabinet approves PM-Vidyalaxmi scheme to provide financial support to meritorious students
nm-4.com/TFJ8L9
via NaMo App

CmoGujarat

06 Nov, 13:40


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં ગુજરાતનું એક પણ બાળક-માતા કુપોષિત ન રહે તે સુનિશ્ચિત કરીને સશક્ત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે ત્યારે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા પંચાયતની નવીન પહેલ સમા ‘કુપોષણ મુક્ત મહેસાણા’ પ્રોજેક્ટથી ‘વ્હાલા’ અને ‘પ્રિય’ બાળકોને મળનારી પોષણ શક્તિ સ્વસ્થ-તંદુરસ્ત સમાજના નિર્માણ માટે બનશે #પ્રેરણા_શક્તિ

CmoGujarat

05 Nov, 19:03


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાવરકુંડલા સ્થિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ અત્યાધુનિક સુવિધાઓ સાથેની આ મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ થકી જરૂરિયાતમંદ દર્દીઓની નિ:શુલ્ક સારવારના અનોખા સેવાયજ્ઞની છેલ્લા દસ વર્ષથી ચાલતી પ્રવૃત્તિને બિરદાવી હતી.

CmoGujarat

05 Nov, 08:37


CMO Gujarat

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નૂતન વર્ષને વિકાસના નવા સંકલ્પોને સાકાર કરવાનું વર્ષ બનાવવાનું છે. તેમણે આયોજનબદ્ધ રીતે વિકાસનાં ગુણવત્તાસભર કાર્યોને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતાની સાથે જ સામૂહિક પ્રયત્નો થકી ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી હતી.

CmoGujarat

05 Nov, 08:37


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નાવલી રિવરફ્રન્ટ તથા ભૂગર્ભ ગટર યોજના સહિતનાં કુલ ₹122 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે સાવરકુંડલા APMC ખાતે સમૂહ ખેતીના પ્રણેતા સ્વ.ભગવાનભાઈ પટેલ ‘ભગવાન બાપા’ની પ્રતિમાનું અનાવરણ તથા માર્કેટ યાર્ડમાં બનેલ નવા ખેડૂત આરામ ભવન, બાયપાસ રોડથી યાર્ડ સુધી બનેલ સી.સી.રોડ જેવા વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું.

CmoGujarat

05 Nov, 08:37


CMO Gujarat

Live મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સ્વ.ભગવાનભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ તથા વિકાસકાર્યોનું લોકાર્પણ. સ્થળ : APMC (જુના), સાવરકુંડલા, જિ. અમરેલી https://x.com/i/broadcasts/1OwxWNodQdmJQ

CmoGujarat

04 Nov, 19:11


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સૌર ઊર્જા ક્ષેત્રે ભારતની વૈશ્વિક આગેવાની.

ISA ના પ્રમુખ તરીકે ભારતની બિનહરીફ વરણી માનનીય વડાપ્રધાનશ્રીના 'વન સન, વન અર્થ, વન ગ્રીડ'ના સૂત્ર પર વિશ્વએ મારેલી વિશ્વાસની મહોર છે.
#7thISAAssembly https://twitter.com/DDNewsGujarati/status/1853391584600981676#m

CmoGujarat

04 Nov, 12:05


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ભાવનગર જિલ્લાના શ્રી સર્વેશ્વર ગૌધામ, કોબડી ખાતે ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશુઓના આરોગ્યની ચિંતા કરી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી હતી. તેમણે રાજ્ય સરકારની જીવ માત્રને રક્ષણ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં પશુ દવાખાનામાં પશુઓેની સારવાર, નિદાન અને રસી સહિતની કામગીરીની રૂપરેખા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પ્રાકૃતિક ખેતી તથા સ્વચ્છતાના પાયા પર વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા આહવાન કર્યું હતું.

CmoGujarat

04 Nov, 07:50


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી સર્વેશ્વર ગૌધામ ટ્રસ્ટ આયોજિત ગૌ ગોષ્ઠી સમારોહ. સ્થળ : કોબડી, તા.જિ. ભાવનગર https://x.com/i/broadcasts/1PlJQbYQjDaxE

CmoGujarat

03 Nov, 11:52


CMO Gujarat

A decade of India’s transformative sanitation mission
https://www.thehindu.com/opinion/op-ed/a-decade-of-indias-transformative-sanitation-mission/article68823870.ece
via NaMo App

CmoGujarat

02 Nov, 10:33


CMO Gujarat

In the presence of Hon'ble PM Shri @narendramodi, the 'Rashtriya Ekta Diwas' parade, a vibrant display of India's unity and cultural diversity, organized at the @souindia, was a reflection of Sardar Vallabhbhai Patel's tall vision for a united India.
#RashtriyaEktaDivas #150YearsOfSardarPatel #SardarPatel #StatueOfUnity https://twitter.com/souindia/status/1852576296347582647#m

CmoGujarat

02 Nov, 10:33


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના નૂતન વર્ષના પર્વ નિમિત્તે અમદાવાદમાં પોલીસ ઓફિસર્સ મેસ, શાહીબાગ ખાતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, પોલીસના જવાનો તથા તેમના પરિવારજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

CmoGujarat

30 Oct, 08:48


CMO Gujarat

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અત્યાધુનિક મેડિકલ ટેક્નોલોજીના વિકાસ થકી વૈશ્વિક સ્તરની હેલ્થકેર ઇકોસિસ્ટમ ધરાવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

CmoGujarat

30 Oct, 07:25


CMO Gujarat

Prime Minister Narendra Modi to visit Gujarat
nm-4.com/vvbVqF
via NaMo App

CmoGujarat

29 Oct, 18:38


CMO Gujarat

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી તીર્થધામોને વૈશ્વિક પ્રવાસનમાં શીર્ષ પર લાવવાના સંકલ્પ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હવે સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકો અને ગીરના જંગલની મુલાકાતે આવતા પર્યટકોની મુસાફરી બની છે વધુ સુગમ અને સુવિધાજનક.

ધનતેરસના પાવન પર્વથી અમદાવાદ-કેશોદ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, કેશોદ વિમાનમથક પર ઊતરતા તીર્થયાત્રીઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક વાતાનુકૂલિત પીક-અપ બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે, જે આસ્થાળુઓને આપશે આરામદાયક સેવા સાથે અદભુત આતિથ્યનો અનુભવ.

CmoGujarat

29 Oct, 16:40


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોના ઈઝ ઓફ લીવિંગમાં વૃદ્ધિની નેમ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર મહાનગરોને વિવિધ 502 જેટલા વિકાસકામો માટે સમગ્રતયા ₹1664 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત રાજ્યની ચાર નગરપાલિકાઓ ભચાઉ, ધાનેરા, ડાકોર અને ખેડબ્રહ્માને ભૂગર્ભ ગટર યોજના ભાગ-2ના કામો માટે કુલ ₹67.70 કરોડની ફાળવણી કરવાની પણ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

CmoGujarat

29 Oct, 15:00


CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં મેમનગર સ્થિત અંધ કન્યા પ્રકાશ ગૃહની છાત્રાઓ દ્વારા બનાવવામાં આવેલ દીવડાની ખરીદી કરી દિવ્યાંગ દીકરીઓની આ કલાને પ્રોત્સાહન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

CmoGujarat

29 Oct, 15:00


CMO Gujarat

RT @PMOIndia: केंद्र सरकार ने स्वास्थ्य नीति के पांच स्तंभ तय किए हैं...

CmoGujarat

29 Oct, 15:00


CMO Gujarat

RT @PMOIndia: अब 70 वर्ष से अधिक उम्र के देश के हर बुजुर्ग को अस्पताल में मुफ्त इलाज मिलेगा।

ऐसे बुजुर्गों को आयुष्मान वय वंदना कार्ड दिया जाएगा।

CmoGujarat

29 Oct, 15:00


CMO Gujarat

RT @PMOIndia: हमारी सरकार स्वास्थ्य क्षेत्र में टेक्नोलॉजी का ज्यादा से ज्यादा इस्तेमाल करके भी देशवासियों के पैसे बचा रही है: PM @narendramodi

CmoGujarat

29 Oct, 15:00


CMO Gujarat

RT @PMOIndia: हमारी सरकार जानलेवा बीमारियों से रोकथाम के लिए मिशन इंद्रधनुष अभियान चला रही है: PM @narendramodi

CmoGujarat

29 Oct, 15:00


CMO Gujarat

RT @PMOIndia: हम सबके लिए खुशी की बात है कि आज 150 से ज्यादा देशों में आयुर्वेद दिवस मनाया जा रहा है: PM @narendramodi

CmoGujarat

29 Oct, 12:32


CMO Gujarat

મુખ્યમંત્રીશ્રીએ મેરિલ પાર્કમાં માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા ઉદઘાટન થયેલ મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી તેમજ સર્જિકલ રોબોટિક્સ, હાર્ટ, વાલ્વ, સ્ટેન્ટ અને કેન્સર રિસર્ચની કામગીરીની તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ ઉપરાંત, તેમણે મેરિલ સ્ટુડીયોમાં મેડિકલ ડિવાઈસમાં બનતા દરેક પ્રકારના ઉપકરણો જેમ કે, ટ્રોમા ઈમ્પ્લાન્ટસ, ઓર્થોપેડિકલ ઈમ્પ્લાન્ટસ અને ભારતનું સૌપ્રથમ ની (ઘૂંટણ) રિપ્લેસમેન્ટ માટે રોબોટ (મીશો)ની રસપ્રદ માહિતી મેળવી હતી.