Surat Police Supporter @suratpolicesupporter Channel on Telegram

Surat Police Supporter

@suratpolicesupporter


આ ચેનલ દ્વારા અન્ય સોશ્યલ મીડિયામાં પ્રસારિત થતી માહિતી એકત્ર કરી, તેમાંથી જરૂરી માહિતી જ અહી પોસ્ટ કરવામાં આવે છે. આ ચેનલ નો હેતુ લોકો સુધી શાંતિ, સલામતી અને સુરક્ષા સંદર્ભિત માહિતી પહોંચાડવાનો છે. જેથી લોકો ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહે.

Surat Police Supporter (Gujarati)

સુરત પોલીસ સપોર્ટર ચેનલ એક અદ્ભુત માધ્યમ છે જે લોકોને શાંતિ, સલામતી અને સુરક્ષા સંદર્ભિત માહિતી પ્રદાન કરે છે. આ ચેનલ દ્વારા અન્ય સોશ્યલ મીડિયામાં પ્રસારિત થતી માહિતી એકત્ર કરી, તેમાંથી જરૂરી માહિતી જ અહી પોસ્ટ કરવામાં આવે છે. ચેનલના માધ્યમથી જણાતો થાય છે કે રોજચારોમાં જોવાથી લઈને લોકો અનાવશ્યક પ્રવૃત્તિઓથી દૂર રહે છે. સુરત પોલીસ સપોર્ટર ચેનલ સુરક્ષા સંબંધિત માહિતીની રજૂ કરે છે અને લોકોને એક સુરક્ષિત અને સુરક્ષારીત માહિતી પ્રાપ્ત કરવાની સહાય કરવાનું લક્ષ્ય એવો છે.

Surat Police Supporter

20 Nov, 09:36


ગુજરાતની કોલેજોમાં વિદ્યાર્થી-કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, DGPની તમામ યુનિવર્સિટીને સૂચના

ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. સચિવાલયના તમામ વિભાગ સહિત સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અને પાછળ બેસનારી વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત છે. ત્યારે હવે રાજ્યની તમામ યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાની રહેશે. આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલરને પત્ર લખીને સૂચના આપી છે.

વર્ષ 2023માં 7,854 મોત, જેમાં 35% 26 વર્ષથી ઓછી વયના

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્રમાં લખ્યું કે, 'રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અંદાજેત 16.4 લાખ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તેઓ અવર-જવર માટે મોટા ભાગે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. રાજ્યમાં વર્ષ 2023 દરમિયાન માર્ગ અકસ્માતમાં કુલ 7,854 લોકો મૃત્યુ નિપજ્યા હતા, જેમાં 2,767 (35%) લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હતા. આ પૈકી 2,082 (26.50%) લોકોની ઉંમર 26 વર્ષથી ઓછી હતી, જે ખૂબ જ આઘાતજનક છે. આ લોકો મોટા ભાગે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા.

આ પત્રમાં કહેવાયું છે કે, હેલ્મેટ પહેરવું એક સરળ અને અત્યંત અસરકારક પગલું છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓનું જોખમ ઘટાડી શકાય છે. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ ટુ-વ્હીલર ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ ફરજિયાત છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓ (ખાનગી/સરકારી) પણ પોતાના તમામ અધિકારી/કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરે તે માટે આપના સહકારની વિનંતી છે.

Surat Police Supporter

19 Nov, 17:00


શું આ સેટિંગ તમારા ફોન માં છે ?

Surat Police Supporter

19 Nov, 16:44


રસ્તો સરળ છે તો પછી શા માટે ઝગડો કરવો !

Surat Police Supporter

10 Nov, 16:49


સોશિયલ મીડિયા પર પળેપળની અપડેટ ન મૂકો, રાજકોટના બે પરિવારને થયો કડવો અનુભવ

સોશિયલ મીડિયા પર આજની યુવા પેઢી સતત અપડેટ રહેતી હોય છે. પરંતુ તહેવારો કે વેકેશનમાં ફરવા જવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા પહેલા સાવધાન રહેવાની જરૂર છે. ત્યારે જો તમે ક્યાંય ફરવા જાઓ છો અને તે પળોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો અથવા સ્ટેટસમાં અપલોડ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે સોશિયલ મીડિયા પર તમારા ફોટો અને સ્ટેટસ પર ચોર નજર રાખીને બેઠા છે. હા, કારણ કે ગુજરાતના રાજકોટ શહેરમાં આવી જ એક ઘટના બની છે. જ્યાં પરિવારને ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરવા અને ફરવાના સ્ટેટસ મૂકવા ભારે પડી ગયા છે.

સોશિયલ મીડિયા પર સ્ટેટસ જોઈને રાજકોટમાં એક ચોરે માત્ર ત્રણ દિવસમાં અલગ અલગ બે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. એક બનાવમાં ચોરે પોતાના મિત્રના ઘરમાં જ ધાડ પાડી હતી, જેનો આખો પરિવાર રાજસ્થાન ફરવા ગયો હતો અને તેઓએ સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરતાં જ આરોપીએ ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે બીજા બનાવમાં ચોરે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસમાં પોતાના પાડોશીના ઘરે ચોરીને અંજામ આપ્યો હતો, જેઓ પરિવાર સાથે દિવાળીના તહેવારમાં પોતાના વતન રોકાવા માટે ગયા હતા. જેની જાણ થતાં જ ચોરે ચોરી કરી હતી. બનાવ બાદ રાજકોટ LCB ઝોન 2ની ટીમે ચોરની ધરપકડ કરી લીધી છે. રાજકોટ પોલીસે આરોપી ઈર્ફાન અલીમિયા કાદરીને રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 3 લાખ 74 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ આરોપી લોકોના સ્ટેટ્સ જોઈને ઘર માલિક ઘરે નથી તેની માહિતી મેળવતો હતો. ત્યારબાદ તે ઘરમાં ત્રાટકતો હતો. તેથી પોલીસે અપીલ કરી છે કે, ફરવા જાઓ ત્યારે સોશિયલ મીડિયામાં ફોટા કે વીડિયો ન મૂકવા જોઈએ.

Surat Police Supporter

07 Nov, 09:45


Check out this
https://www.gujaratsamachar.com/news/national/supreme-court-judgement-lmv-license-can-drive-transport-vehicles-up-to-7500-kg

Surat Police Supporter

06 Nov, 18:00


પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકનારા ચેતી જજો, 5,200 લોકોને થયો નવ લાખનો દંડ

સુરતના રસ્તામાં કે જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારાઓ સામે કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર (ICCC) સેન્ટરના સીસીટીવીના મોનિટરિંથી 4500 કેમેરા થકી થૂંકબાજી કરતા 5,200 લોકોને ઝડપીને કુલ નવ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાલિકાનો દાવો છે કે, રાજ્યમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં થૂંકબાજો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, તેમ છતાં આવા થૂંકબાજો સુધરવાનું નામ લેતાં નથી, જેથી આગામી દિવસો હવે એન્ફોર્સમેન્ટ વધારવા તેમજ દંડની રકમ પણ બેવડી કરવા આરોગ્ય ખાતાએ તૈયારી શરૂ કરી દીધી છે.

Surat Police Supporter

30 Oct, 20:10


દિવાળીનાં શુભ અવસર નિમિત્તે
અડાજણ પોલીસ તેમજ SHE ટીમ દ્વારા ખરીદી બજારમાં લોકોને ખરીદી કરતી વખતે રાખવાની સાવધાની બાબતે જાગૃત કરવામાં આવ્યા !

Surat Police Supporter

29 Oct, 18:50


સુરત શહેર અલથાણ પોલીસે અનાથ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી.

Surat Police Supporter

29 Oct, 18:47


સુરત શહેર અઠવા પોલીસે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી...

3,375

subscribers

4,678

photos

828

videos