➡️ ભારતીય શેર બજાર માં FII માલિકી ઘટીને 12-વર્ષની નીચી સપાટીએ પહોંચી ગઈ છે, અત્યારે માર્કેટ માં પ્રમોટર પછી DII ની માલિકી છે...
➡️ FII હવે NSE-લિસ્ટેડ કંપનીઓમાં માત્ર 15.98% શેર ધરાવે છે, જે 12 વર્ષમાં સૌથી નીચે છે.
➡️ FIIs ની સપ્ટેમ્બરમાં રૂ. 77.96 લાખ કરોડથી કુલ ઇક્વિટી એસેટ હતી જે 8.8% ઘટી ને ઓક્ટોબરમાં રૂ. 71.08 લાખ કરોડ થઈ ગઈ છે, આ માર્ચ 2020 પછીનો આ સૌથી મોટો ઘટાડો છે.
➡️ DII માર્કેટ શેર અત્યારે સૌથી ઊંચી સપાટીએ છે, સપ્ટેમ્બર સુધીમાં, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DIIs) એ NSE-લિસ્ટેડ કંપનીઓમાં તેમનો હિસ્સો વધારીને 16.46% કર્યો છે, જે માર્કેટ માં FIIs ની ખોટ ને પૂર્ણ કરે છે..
➡️ ઓક્ટોબર માં ફ્લો ઓફ ફંડ માં, DII નો રૂ. 1,07,255 કરોડનો ઇન્ફ્લો હતો, જ્યારે FII નો રૂ. 94,017 કરોડનો આઉટફ્લો હતો.
➡️ નવેમ્બર માં ફ્લો ઓફ ફંડ
FII એ નવેમ્બરમાં રૂ. 15,000 કરોડના અન્ય શેર વેચ્યા છે, જેનાથી બજારમાં DIIની સ્થિતિ વધુ મજબૂત બની છે.
➡️ DII + અને રિટેલ નો સંયુક્ત હિસ્સો
DII, છૂટક રોકાણકારો અને ઉચ્ચ મૂલ્ય ધરાવતા વ્યક્તિઓ (HNIs) નો સંયુક્ત હિસ્સો Q2 માં 26.04% સુધી પહોંચ્યો છે.
➡️ હાલમાં FII 15.98% ભારતીય શેર ધરાવે છે, જ્યારે DII અને ભારતીય રિટેલ રોકાણકારો મળીને 26.04% ધરાવે છે, બાકીના શેર પ્રમોટરો પાસે છે.
➡️ FPI મતલબ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ આઉટફ્લો : 11 માંથી 8 ગ્લોબલ માર્કેટ માં ચોખ્ખો FPI આઉટફ્લો જોવા મળ્યો, જે વૈશ્વિક સ્તરે જોખમ-ઓફ સેન્ટિમેન્ટને પ્રકાશિત કરે છે.
➡️ ચીન નાં માર્કેટ માં સપ્ટેમ્બરમાં FPI ઈન્ફ્લો ભારત કરતાં બમણા કરતાં વધુ હતો, જેનાથી રોકાણની પસંદગીઓમાં ફેરફાર થયો. એશિયામાં, ચીન પછી તાઈવાન, ફિલિપાઈન્સ અને જાપાનમાં FPI નો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો.
➡️ ફિલિપાઇન્સ, મલેશિયા અને વિયેતનામ જેવા બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ભારતનો ઘટાડો સૌથી વધુ છે..
💰પણ મને એક વાત ની ખુશી છે કે પહેલા ની જેમ ભારતીય શેર બજાર હવે વિદેશી માર્કેટ પર સંપૂર્ણ નિર્ભર નથી, ભારત હવે મજબૂત છે, ભારત ના ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ સાથે હવે દેશ ના રિટેલ ઇન્વેસ્ટર્સ પણ મજબૂત છે..💰
#investing #investment #stockmarketindia #gujarati