👉ગ્રુપ આવનાર તમામ પ્રોપર્ટી બેન્ક કે લોન આપનાર કંપની દ્વારા લોન નહીં ભરાતા, તમામ કાયદેકીય કાર્યવાહી કરી, સરકાર દ્વારા નિર્ધારિત તમામ પ્રોસેસ કરી વેyચવા નીલામી કરે છે, જેના માટે એક તારિખ પેપર એડ આપી નક્કી કરવામાં આવે છે.
👉નક્કી કરવામાં આવેલ તારીખ પહેલા જે તે અધિકૃત મેનેજર/એજન્સી દ્વારા નીલામી પ્રોપર્ટી અંદર થી બતાવવા માટે એક તારીખ અને સમય નક્કી કરવામાં આવે છે, એજ દિવસે મિલકત અંદરથી સીલ ખોલી બતાવવામાં આવે છે.
👉મિલકત જોયા પછી જો મિલકત પસંદ આવે તો અને નીલામી માં બેસવામાં રસ ધરાવતા હોય તે વ્યક્તિ નીલામી ના દિવસ ના એક દિવસ પહેલા રસ ધરાવતા જે તે વ્યક્તિના પાનકાર્ડ અને આધાર કાર્ડ આપી અને જે તે બઁક કે કંપની ના નામે આપેલ નીલામી રકમ ની 10% ડીડી કે RTGS રસ ધરાવનાર વ્યક્તિના બઁક એકાઉન્ટ માથી જ કરવાનું હોય છે.
👉નીલામી ના દિવસે જો ફક્ત એકજ નીલામી બોલનાર વ્યક્તિ આવે તો એને આપેલ રિજર્વ કિમત માં જ મિલકત આપી દેવામાં આવે છે, અને જો એક કરતાં વધારે વ્યક્તિ નીલામી માં આવે તો બધા વચ્ચે બોલી લાગે અને સૌધી વધારે બોલી બોલનાર વ્યક્તિ ને મિલકત આપવામાં આવે છે, અને બોલી માં બેસનાર બીજા વ્યક્તિને એમના દ્વારા ભરેલ જે તે રકમ પૂરે પૂરા 24 કલાક ની અંદર પાછી આપી દેવામાં આવે છે.
👉બોલીમાં સફળ થયેલ વ્યક્તિને 24 કલાક ની અંદર બીજા તફાવત ના 15% ભરવું ફરજિયાત હોય છે, અને બાકીના 75% રકમ માટે જે તે બઁક કે કંપની 15 દિવસ થી 90 દિવસ નો સમય આપે છે.
👉નીલામી વાળી મિલકત જે તે જગ્યા ઉપર , જે તે હાલમાં, જે તે સ્થિતિ પરિસ્થિતીમાં જ આપવામાં આવે છે, મિલકત ઉપર મિલકત વેરો, લાઇટ બિલ, સોસાયટી નું મેંટેનેન્સ કે ભરણું કે અન્ય બાકી રકમ અને એના શિવાય દલાલી કે ફીસ જે તે લેનાર વ્યક્તિ ને ભરવાનું હોય છે.
👉મિલકત લેનાર વ્યક્તિ ને સંપૂર્ણ પૈસા ડીડી કે RTGS થકી પોતાના બેન્ક એકાઉન્ટ માથી કરવાનું હોય છે.
👉મિલકત ની કિમત જે નક્કી થાય છે એટલા નુજ દસ્તાવેજ બને છે એટ્લે જો ફક્ત મહિલા ના નામે હોય તો 4.9% અને પુરુષ ના નામે હોય તો 5.9% ના સ્ટેમ્પ પેપર + વકીલ ફીસ લાગે છે.
👉બઁક કે કંપની ફક્ત મિલકતના ટાઇટલ ક્લિયર ની જવાબદારી હોય છે, સોસાયટી કે અરિયા માં નક્કી કરેલ નિયમ માં બઁક કે કંપની કોઈ પણ જાતનું હસ્તક્ષેપ કરતાં નથી.
👉એટ્લે મિલકત લેતા પહેલા બધીજ વસ્તુ જાની જોઈ, બધી જ રીતે તૈયારી કરીને જ ભાગ લેવા વિનંતી.