પ્રતિ,
માનનીય અઘ્યક્ષ શ્રી,
ગુજરાત જાહેર સેવા આયોગ,
ગાંધીનગર.
વિષય:GPSC વર્ગ ૧/૨ ની જા.ક:૪૭/૨૦૨૩-૨૪ ની ભરતી પ્રક્રિયાની આગળની કાર્યવાહી બાબતે.
નમસ્કાર,
જય ભારત સાથ આપશ્રીને જણાવવાનું કે જીપીએસસી દ્વારા તારીખ 20 થી 25 ઓક્ટોબર દરમિયાન જાહેરાત નંબર ૪૭/૨૦૨૩-૨૪ ની મુખ્ય પરીક્ષા નું આયોજન કરેલ છે,જેમાં આશરે 10,000 થી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે.
પરંતુ હાલની પરિસ્થિતિ ધ્યાન લેતા જાહેરાત ક્રમાંક:૪૭/૨૦૨૩-૨૪ ના પ્રાથમિક પરીક્ષાના પરિમાણમાં ફેરવિચારણા ને લઇ તમેજ જાહેરાત ક્રમાંક ૩૦/૨૦૨૧-૨૨ ના આખરી પરિણામ બાબતે નામદાર હાઇકોર્ટમાં પિટિશન ચાલી રહેલ છે જેનો આખરી ચુકાદો આવેલ નથી,તદુપરાંત ત્યારબાદની વર્ગ-૧/૨ ની સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૨-૨૩ ની મુખ્ય પરીક્ષા નું પરિણામ હજુ સુધી જાહેર થયેલ નથી.
આમ સમાંતરે વર્ગ-૧/૨ ની સિવિલ સર્વિસ કુલ ત્રણ પરીક્ષાઓ જીપીએસસી દ્વારા આયોજિત છે.આથી એક સાથે ચાલી રહેલ ત્રણ સમાંતર પરીક્ષાઓના કારણે જે ઉમેદવારો જાહેરાત ક્રમાંક:૩૦/૨૦૨૧-૨૨ માં ઉત્તિર્ણ થયેલા છે તે જ ઉમેદવારો જાહેરાત ક્રમાંક:૨૦/૨૦૨૨૨૩ ના ઇન્ટરવ્યૂમાં પણ પસંદ થાય તેવી પ્રબળ શક્યતા છે.વધુમાં જાહેરાત ક્રમાંક ૩૦/૨૦૨૧-૨૨ અને જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૨૨૩ ના ઉમેદવારો જ જાહેરાત ક્રમાંક ૪૭/૨૦૨૩-૨૪ની મુખ્ય પરીક્ષામાં તથા આખરી પરીણામમાં રીપીટ થશે.
અહીં નોંધનીય બાબત એ છે કે,ઉપરોકત જાહેરાતોમાં વેઇટિંગ લિસ્ટની કોઈ જોગવાઈ નથી,આથી પ્રબળ શક્યતા છે કે ત્રણેય જાહેરાતોમાં સમાન વિદ્યાર્થીઓ જ રીપીટ થાય અને અંતે જગ્યાઓ ખાલી રહે સાથે મુખ્ય પરીક્ષામાં નવા ઉમેરાયેલા ઉમેદવાર ઇન્ટરવ્યુથી પણ વંચિત રહી જાય.
ઉલ્લેખનીય છે કે યુપીએસસી દ્વારા દર વર્ષે એક જ સિવિલ સર્વિસ એક્ઝામ લેવામાં આવે છે તથા એક પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર થયા બાદ જ અન્ય સિવિલ સર્વિસ એક્ઝામ ની મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે.ભૂતકાળમાં જીપીએસસી દ્વારા પણ આ જ પ્રકારે પ્રથમ એક પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કર્યા બાદ જ અન્ય સિવિલ સર્વિસ પરીક્ષાની મુખ્ય પરીક્ષા લેવામાં આવતી હતી.
જેમ કે જા.ક્ર.૧૨૧/૨૦૧૬-૧૭ નું અંતિમ પરીણામ પ્રસિધ્ધ થયા બાદ જા.ક્ર. ૪૦/૨૦૧૮-૧૯ ની પ્રક્રિયા યોજવામાં આવેલ તથા જા.ક્ર.૪૦/૨૦૧૮-૧૯ ના અંતિમ પરીણામ બાદ જા.ક્ર.૨૬/૨૦૨૦-૨૧ યોજવામા આવેલ અને જાહેરાત ક્રમાંક ૩૦/૨૦૨૧-૨૨ પણ જા.ક્ર.૨૬/૨૦૨૦-૨૧ પુર્ણ થયા બાદ જ યોજવામાં આવેલ.જેથી કોઇપણ પરીક્ષામાં સમાન ઉમેદવારો રીપીટ થવાનો દર ખૂબ નહિવત હતો.
પરંતુ હાલ વર્ગ ૧/૨ ની જા.ક:૨૦,૩૦ ઉપરાંત જા.ક:૧૨ ની ભરતી પ્રક્રિયાઓ કોઈપણ કારણો સર પૂર્ણ ન થઈ હોય એક સરખા ઉમેદવાર રીપિટ થવાનો દર વધુ હશે અને વેઇટીંગ લીસ્ટ પ્રથા ન હોવાથી આગળની જગ્યાઓ ખાલી જવાની પ્રબળ સંભાવના છે જેથી સરકારી સરકારી સંસાધનોનો વેડફાટ થઈ શકે છે.
સાથે આપને એ પણ જણાવવાનું કે જાહેરત ક્રમાંક:૪૭/૨૦૨૩-૨૪ ની ભરતી પ્રકિયા પણ પરિણામમાં ફેરવિચારણાને લઈને માનનીય ન્યાયાલય સમક્ષ છે.આથી ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ આપશ્રીને અનુરોધ છે કે આપ સર્વે વિદ્યાર્થીના હિતમાં યોગ્ય નિર્ણય કરવા વિનંતી છે.
આભાર.
આપનો વિશ્વાસુ પરીક્ષાર્થી
અ.બ.સરનેમ..
(ટુંકાણમાં નામ ખાસ લખવું)
👉 GPSC ના નીચે મુજબના પદાધિકારીઓને લિંક કોપી કરી મેઈલ અવશ્ય કરવો.
૧)માનનીય અધ્યક્ષ શ્રી,
૨)માનનીય સભ્યશ્રી આશા.આર.શાહ
૩)માનનીય સભ્યશ્રી એસ.કે.પટેલ.
👉ઉપરોક્ત તમામ માટે મેઈલ એડ્રેસ સમાન છે.
📌Link :
[email protected]