Últimas Postagens de IMP for GPSC (@impforgpsc) no Telegram

Postagens do Canal IMP for GPSC

IMP for GPSC
GPSC exam oriented Important information will be posted here.

✍️ @Bharat_sonagara (admin)

Web 🌐 impforgpsc.blogspot.com
1,709 Inscritos
715 Fotos
4 Vídeos
Última Atualização 28.02.2025 16:42

O conteúdo mais recente compartilhado por IMP for GPSC no Telegram


પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અત્યાર સુધી લેવાયેલા કુલ 15 જેટલા પેપરના ગણિત અને રીઝનીંગના પ્રશ્નોનું સોલ્યુશન

ખાસ કરીને તલાટી અને જુનિયર ક્લાર્ક માટે ખાસ ઉપયોગી બની રહેશે..

Join at
https://t.me/srkpathshala

જે લોકો ને લાગે છે કે એજન્સી એ બેસ્ટ કામ કર્યું છે એમના માટે એક ડેમો👆👆👆💥

હવે બધા કેસે ચેક કરીને સુધારી લઈશું...માર્ક લખવાની ભૂલ રહી ગઈ હસે, સેવ નાઇ થયું હોઈ....

આતો એક જોવા મળ્યું એટલે બાકી કોને ખબર પડતી??? આવી બીજી કેટલી ભૂલો હસે ??? સિનિયર કલાર્ક માં 3 3 વાર cpt લીધા પછી પન લોકો ને 17 17 માર્ક સુધર્યા છે.....એટલેજ તો બેસ્ટ એજન્સી છે આ💥🙏🙏🙏
https://t.me/sarkarijamai

ઉપર દર્શાવેલ મિત્રો હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક એમ બંને પરીક્ષામાં પાસ છે. હેડ ક્લાર્કનું ફાઈનલ પરિણામ આવી ગયું છે અને તેમને ખાતા ફાળવણી પણ કરી દેવામાં આવી છે તેથી તેમને નોકરી મળવાની ફાઈનલ છે.

આ મિત્રોને એક નમ્ર અરજ છે કે જો તમે સિનિયર ક્લાર્કમાંથી તમારું નામ પાછું ખેંચશો તો આપણા જ કોઈક ભાઈ-બહેનની જિંદગી બની જશે અને મહેનતનું ફળ તેમને મળશે.

તો ઉપરના તમામ મિત્રોને વિનંતી છે કે તમારે છેવટે એક જ નોકરી કરવાની છે અને હેડ ક્લાર્ક એ સિનિયર ક્લાર્ક કરતાં વધુ સારા ગ્રેડ પે વાળી નોકરી છે તો તમે સિનિયર ક્લાર્કમાંથી નામ પાછું ખેંચશો 🙏

💥 તલાટીની તારીખ આવી કે ના આવી, પણ આપણી ટેસ્ટ સીરીઝની તારીખ આવી ગઈ..!! 🔥

⭕️ તલાટીની ટેસ્ટ સીરીઝનું શેડ્યુલ 👍

આ શેડ્યુલ બાદનું નવું શેડયુલ 25 દિવસ બાદ મુકાશે.. જે માત્ર રજીસ્ટર્ડ મેમ્બર્સ જોઈ શકે એ રિતે જ હશે, પબ્લિશ થશે નહી. ☺️ કારણ કે ત્યારે કેટલાક મહત્વપૂર્ણ ટોપિક કવર થશે. 😎

એક વાત યાદ રાખજો, આપણી ટેસ્ટ સીરીઝમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે જોડાઈ શકે પરંતુ જ્યારે જોડાશે ત્યારબાદની જ ટેસ્ટ આપવા મળશે. ગઈ એ ગઈ... અગાઉની ટેસ્ટ આપી શકાતી નથી જેની નોંધ લેવી.. 👍 છેક સિલેબસ પૂરો થશે અને તારીખ જાહેર થઈ જાય ત્યારે સમય હશે તો રિપીટ થશે..

તેથી વહેલા જોડાઈને ટાર્ગેટ વાઇઝ તૈયારી કરી ટેસ્ટ આપવી હિતાવહ છે. Fees કદાચ એટલી જ રહેશે પણ મોડા જોડાવવાથી અગાઉની ટેસ્ટ નહિ આપી શકો એ નુકસાન જશે.! માટે જોડાવવાની ઈચ્છા હોય તો વહેલા જોડાઈ જવાનું કહેજો બધાં મિત્રોને.👍 હાં તલાટી સુધી ચાલુ જ રહેશે એટલે વેલીડિટીની ચિંતા છોડો.. 🥳

ટેસ્ટ સિરીઝ જોઈન કરવા વેબસાઈટ વિઝીટ કરી શકો.
BHARATSONAGARA.COM

BHARAT SONAGARA

તલાટીની ટેસ્ટ સીરીઝનું આયોજન :

આયોજન જાણતાં પહેલા ભૂતકાળ જાણીએ જેથી ભવિષ્યમાં જે આયોજન છે તેની અસરકારકતા સમજી શકો..

👉 પંચાયત વિભાગની તાજેતરની પરીક્ષાના પેપર્સનું એનાલિસિસ કરતાં જણાયું કે તેમાં મોટા ભાગનું બધું (એટલે આરામથી પાસ થવાય એટલું) પાઠ્યપુસ્તકો આધારિત હોય છે.
👉 અત્યાર સુધી તલાટીની ટેસ્ટ સિરીઝમાં 124 રેગ્યુલર ટેસ્ટ લેવાઈ ચુકી છે અને 15 મોક ટેસ્ટ લેવાઈ ચૂકી છે. 🥳
👉 આપણી અત્યારસુધીની મોક ટેસ્ટમાં 60% થી વધુ પ્રશ્નો પાઠ્ય પુસ્તકોમાંથી હતા.
👉 અત્યાર સુધીની રેગ્યુલર ટેસ્ટમાં પણ ઓથેન્ટિક સોર્સ પાઠ્ય પુસ્તકો જ છે.

⭕️ હવે કરીએ આગામી આયોજન વિશે વાત.

હવેથી મોક ટેસ્ટમાં તમને સોર્સ જણાવી દેવામાં આવશે. (એટલે કે શેમાંથી વાંચવું અને કેટલું વાંચવું એ બધું જ જણાવીશ)
હવેથી મોક ટેસ્ટના રિઝલ્ટમાં માત્ર માર્ક્સ જ નહીં પરંતુ ક્યાં વ્યક્તિના કેટલા સાચા પ્રશ્ન છે, કેટલા ખોટા પ્રશ્ન છે અને કેટલા છોડ્યા છે એ સહિત ફાઇનલ માર્ક્સ નેગેટિવ માર્કિંગ સાથે વિસ્તૃત રિઝલ્ટ મળશે. જેથી જાણી શકાય કે કેટલું રિસ્ક લેવાથી કેટલો ફાયદો કે નુકસાન થાય છે.
હવેથી ડેઇલી રેગ્યુલર ટેસ્ટમાં પણ નેગેટિવ માર્કિંગ સાથે રિઝલ્ટ બનશે અને મોક ટેસ્ટમાં ઉપર જણાવ્યા મુજબ વિસ્તૃત રિઝલ્ટ જાહેર થશે.
ગણિતના પ્રશ્નોનું આન્સર કી માં લેખિત સોલ્યુશન ઇમેજ શેર કરવાનું ચાલુ રાખીશું.

😍 એનાલિસિસને ધ્યાને લેતાં નીચે પ્રમાણે નવતર પ્રયોગ કરવામાં આવશે..

👉 જેમ ઉપર વાત કરી કે સોર્સ જાહેર કરી દેવામાં આવશે એ મુજબ મોક ટેસ્ટમાં સિલેબસના વેઈટેજ પ્રમાણે પાઠ્ય પુસ્તકો અને અન્ય કેટલાક ઓથેન્ટિક પુસ્તકોમાંથી ક્યા ચેપટર માંથી પ્રશ્ન આવશે એ અગાઉથી જ જણાવી દેવામા આવશે.
👉 અત્યાર સુધી આપણે વીકલી ટેસ્ટ શેડ્યુલ જાહેર કરતાં હતાં તેના બદલે હવેથી મંથલી શેડ્યુલ મુકાઇ જશે જેથી જેને આગોતરી તૈયારી રાખવી હોય એ કરી શકે તૈયારી.
👉 ક્યાં ક્યાં પુસ્તકો સોર્સ તરીકે લેવામાં આવશે અને કેટલા પ્રશ્નો તેમાંથી હશે તે બધું જ શેડ્યુલમાં વિસ્તૃત માહિતી હશે જ.
👉 અઠવાડિયામાં 150 થી 200 પેજનો ટાર્ગેટ આપવામાં આવશે એટલું વાંચવાનું એમાંથી જ મોક ટેસ્ટ હશે.. આ વાત માત્ર GK ના સેક્શન માટે છે.
👉 ગણિત ગુજરાતી અને અંગ્રેજીમાં તમને સોર્સ નહિ જણાવીએ પરંતુ એકાદ બે ટોપિક ફિક્સ કરશું. એમાંથી જ વેઇટેજ મુજબ પ્રશ્નો રહેશે મોક ટેસ્ટમાં. (ઉદાહરણ તરીકે એમ જણાવીશ કે ગણિતમાં નફો ખોટ અને વ્યાજ તૈયાર કરવાનું તો 10 પ્રશ્ન એના જ હશે, અંગ્રેજીમાં પ્રેપોઝીશન તૈયાર કરવાના તો 20 પ્રશ્ન એના જ હશે એ રીતે પરીક્ષા સુધીમાં દરેક ટોપિક થઈ જશે)

આ સોર્સ જાહેર કરવા પાછળનું કારણ એ છે કે, અત્યાર સુધી પણ દરેક મોક ટેસ્ટ પાઠ્ય પુસ્તકો અને ઓથેન્ટિક સોર્સ માંથી જ બનાવવામાં આવતી હતી પરંતુ અમુક નવા મિત્રોએ તેની તૈયારી કરી નહોવાથી માર્ક્સ ઓછા આવે એટલે નિરાશ થતાં, જેથી મેં એવું વિચાર્યું કે સોર્સ અને ટાર્ગેટ આપી દેવાનો પછી એમાંથી જ ટેસ્ટ બનશે તો બધી GCERT સંપૂર્ણ તૈયાર પણ થઈ જશે, અને કોમ્પિટિશન કરીને તૈયારી કરવાની થોડી મજા પણ આવશે.. તથા તમને કેવું અને કઈ રીતે વાંચવું જેથી પરીક્ષામાં વધુમાં વધુ ફાયદો થાય એની દિશા પણ મળશે.. 😊👍

😇 મેં જ્યારે આ ટેસ્ટ સીરીઝ શરૂ કરી હતી ત્યારે ધારણા એવી હતી કે ઓગસ્ટમાં પરીક્ષા આવી જશે તેથી મહત્વપૂર્ણ ટોપિક પહેલા આવરી લેવા ઝડપ રાખી હતી અને અત્યાર સુધીની કુલ 140 જેટલી ટેસ્ટમાં 83% જેટલો સિલેબસ પણ કવર કરી લીધો છે ટેસ્ટમાં...

હજુ આપણે સમય મળ્યો છે તો આ આયોજન કર્યું છે, જ્યારે ઑફિશિયલ તલાટીની પરીક્ષાની તારીખ જાહેર થશે એટલે બધું રિવિઝન થાય એવા હેતુસર દરરોજ 100 પ્રશ્નોની ટેસ્ટ બનાવીને રિપીટ કરશું અને ડેઇલી કરન્ટ અફેર્સ ત્યારે રાખશું.. ટૂંકમાં પરીક્ષા સુધીમાં મજબૂત તૈયારી કરવાનું મિશન છે એમ સમજી લ્યો.! મેં આમેય બધાંને છેક તલાટીની પરીક્ષા સુધી સાથ આપવાનો વાયદો કરેલ જ છે તો મસ્ત તૈયારી કરવાનો સમય મળ્યો છે તો કરી લઈએ. 👍

👉 કોઈ મિત્રોને તારીખ ના આવવાને લીધે નિરાશા હોય કે વાંચવું ગમતું નહોય એ મિત્રો જોડાઇ શકે ટેસ્ટ સીરીઝમાં... આયોજનબદ્ધ રીતે દરરોજ ટાર્ગેટ બેઝ તૈયારી કરીને ટેસ્ટ આપવાથી શતપ્રતિશત ફાયદો થશે તેની હું ખાતરી આપું છું, કેજરીવાલની ભાષામાં ગેરેન્ટી આપું છું. 😃

તો.... થઈ જાઓ તૈયાર, આજે નહિ તો કાલે ભરતી તો સરકારને કરવી જ પડશે..!! અને આપણે પાસ થવાનો ઈરાદો હોય તો તૈયારી પણ કરવી જ પડશે.! 😎
BHARATSONAGARA.COM પરથી તલાટીની ટેસ્ટ સિરીઝમાં જોડાઈ શકો.

હાલમાં ફી માત્ર રૂપિયા 203/- છે, અને તલાટીની પરીક્ષા જ્યારે આવે ત્યાં સુધી ટેસ્ટ ચાલુ જ રહેશે. 👍 એટલે વેલીડિટીની ચિંતા કરવાની જરૂર જ નથી. જોડાશો ત્યારબાદની જ ટેસ્ટ આપી શકાશે, અગાઉની નહિ. તો વહેલું જોડાવવું હિતાવહ છે.
⭕️ રેગ્યુલર ટેસ્ટ આપવી હોય તો જ જોડાવવું, અન્યથા નહિ.
આપના મિત્રોને જાણ કરવા આ પોસ્ટ શેર કરી શકો.
જે મિત્રો ટેસ્ટ સીરીઝમાં જોડાયેલા છે તેઓએ ફરી રજિસ્ટ્રેશન કરવાનું નથી.

BHARAT SONAGARA

એક મિત્રએ આ મોકલ્યું.. વાત પણ સાચી છે.
કોઈને આપણે ફોર્સ ના કરી શકીએ પણ હાં જે લોકો સમજે છે એમણે જગ્યા ના બગાડવી જોઈએ. 👍