વળાવીયા લાચાર બની જોતા રહ્યા..ચાર લુંટારા એ પછેડી પાથરી રાખી એમા જાનૈયા ના ઘરેણા માંડ્યા પડવા કોઇ પાસે વાલ ની વાળી પણ બચી નહી,વરરાજા માટે રાજદરબાર મા થી લાવેલા હિરામોતી ના કિંમતી ઘરેણા પણ લુંટારા એ આંચકી લીધા..આખી જાન કકળી ઉઠી કારણ કે શેઠ ની તમામ મિલકત વેંચાઇ જાય તો પણ રાજદરબાર ના એ ઘરેણા ની કિંમત ચુકવાઇ એમ નહોતી…શેઠ સહીત સૌ ના મોઢા કાળા ઠણક થઇ ગયા..
લુંટારા ઘરેણા ના પોટલા ચડાવી ને ઘોડે ચડી જંગલ મા અદ્રશ્ય થયા…
મોટી ધાડ પાડી ને હરખાતા..લુંટારા જંગલ ના આડબીડ રસ્તે નિરાંતે ચાલ્યા જાય છે..એમા પાછળ થી સાદ સંભળાયો…”એલા કેણી..પા…!”
લુટાંરા એ પાછળ જોયુ તો,કરોડપાણા નેસ નો મોભાદાર ગઢવી સામતભા હાથ મા ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો…આ સામતભા કો’ક વેળા અસુરા નેસડે આવેલા ભુખ્યા દુખ્યા ને પુછતો નહી કે,તમે કોણ છો અને રોટલો આપતો સામતભા ની રોટલા ની રખાવટ થી લુંટારા વાકેફ હતા અને,અંતરીયાળ ગીર મા સામતભા નું ઝુંપડુ અન્નપુર્ણા ના આશ્રમ સમાન હતું..આ લુંટારા એ પણ ઘણીવાર પોતાના પેટ ની આગ શેકી હતી એટલે ગઢવી પાસે છુપાવવાનો કોઇ અર્થ નહોતો…
“મોટો હાથ માર્યો છે ગઢવી..!વાણીયા ની જાન હતી…”
“વાણીયા ની જાન…?”ગઢવી ને કપાળે કરચલી પડી..”ક્યા ગામ ની..?”
“હાલાર પંથક ના સરપદડ ની”
“હે……” સામતભા સમસમી ગયા…”ઇ તો મારા ભાણા ની જાન..!”
“રાખો…રાખો..સામતભા નાતે વાણીયા વેપારી ને પાછા ક્યા…. આવ્યુ સરપદડ…ઈ વળી તમારો ભાણો ક્યાનો… એવો ક્યો નાતો…?
“રોટલા નો..ભાઇ…રોટલા..નો..!
ખરે ટાણે જે આ પેટ ની આગ ઠારે એની હારે સંબંધ મા નાત-જાત નો આવે..અને ઇ શેઠાણી તો મારા ધરમ ના બોન મારે કાપડુ કરવુ પડે..”
“કાઇક ફોડ પાડો ગઢવી..”અને ગઢવી એ પંદર વર્ષ પહેલા ની વાળુ વાળી રાત ની વાત કરી…વાત સાંભળી ને લુટાંરા ની કઠણછાતી મા પણ પરપકાર ની સરવાણી ફુટી….સામતભા ને ખભે હાથ મુકી ને લુટાંરો બોલ્યો..”વાત જો રોટલા ના રખાવટ ની હોય ને ગઢવી..તો,કોક’દી વેળાકવેળા રોટલો તો મે પણ તમારો ખાધો છે..ભલે તમને ખબર નઇ હોય પણ ઉપરવાળા એ આજ મને રોટલા નુ ૠણ અદા કરવાની વેળા આપી છે ઈ કેમ જાવા દઊ…?લ્યો આ તમારા ભાણા ની જાન ના ઘરેણા જાવ…સોંપી દ્યો…”
ઘરેણા નુ પોટલુ હાથ મા આપી ને લુંટારા ગીર ની ઝાડીઓ મા ઓગળી ગયા…
ઉતરેલે મોઢે…ધીમે ધીમે ચાલતી જાન ના ગાડા…ગીર ના ઉબડખાબડ રસ્તે..હવે હોશ વગર ના ચાલ્યા જાય છે થોડી વાર પહેલા નો ઊમંગ અને ઉસરંગ ઓગળી ગયો છે બળદો નો ઘુઘરમાળ પણ હવે.જાણે લગનગીત ના છોળ ને બદલે મરશીયા નો સુર રેલાવી રહ્યા છે…એવા મા પાછળ થી સાદ સંભળાયો….”શામજી શેઠ…!!”
લુટાંરા ના અવાજ થી ફફડેલા જાનૈયા ના કાળજા ફરી થડકી ગયા…
“મુંજાશો મા બાપ…લ્યો આ તમારા ઘરેણા પે’રી લ્યો “કહી ને સામતભા આગળ આવ્યા….”તમે કોણ ભાઇ…!” કહી ને શેઠ ગાડે થી નીચે ઉતર્યા…જાનૈયા ને ભગવાને વહાર કરો હોય એમ હરખાતા..પોતપોતાના દાગીના પહેરવા લાગ્યા…
“મને ન ઓળખ્યો શેઠ…?”ગઢવી બે ડગલા આગળ આવ્યો ને શેઠે એને નીરખી ને જોયો..”હું સામતભા ગઢવી તમારે આંગણે મે રોટલો ખાધો છે..યાદ આવ્યુ..?”
અને શેઠે ગઢવી ને પોતાની બથ મા લઇ લીધો…
ગઢવી એ ઘરેણા પાછા કેમ આવ્યા એની માંડી ને વાત કરી..અને શેઠ ને કહ્યુ “રોટલો દેવા નું નીમ તો મે તમારા ઘરે થી જ લીધુ હતું બાપ..અને એનુ વળતર પણ આજ તમને જ મળ્યુ…”
“અરે..તમે તો મારો રોટલો લાખ નો કરી દીધો ગઠવી…!!” કહી ને શેઠે ગઢવી ને ફરી પાછો બથ મા લીધો..
“હવે તો મારે પણ ભાણાભાઇ ની જાન મા આવવાનુ છે હો..બોન..પણ પેલા..આ ગરીબ ને નેહડે..લાપસી ખાઇ ને પછી જાવાનું છે…”
અને શામજી શેઠ ના દિકરા ની જાન ના ગાડા…ગઢવી ના નેહડા બાજુ વળી ગયા.
🙏🙏🙏