Gujarat Gk Point

@gujarat_gk_point


ગુજરાત સરકાર ની વિવિધ પ્રકારની પરિક્ષા માટે બેસ્ટ તૈયારી કરાવતું ગ્રૂપ.
GPSC, Gsssb,
Gujarat Police, PI, PSI, ASI

Stay connected
Contact Partner👉 @guj_gkexpress

Gujarat Gk Point

30 Jun, 12:41


અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ (UFC) જીતનારા પ્રથમ ભારતીય ફાઇટર કોણ બન્યા
*☑️પૂજા તોમર*

પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં આવેલ ચક્રવાતી તોફાન
*☑️રેમલ*
*☑️રેમલ અરબી શબ્દ છે જેનો અર્થ રેતી થાય છે*

જૂન મહિનાનો ત્રીજો રવિવારફાધર્સ ડે

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)નો સ્ત્રી-પુરુષ સમાનતાનો અહેવાલ અનુસાર 146 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️129મા*
*☑️આઈસલેન્ડ મોખરે*

50મી જી20 સમિટ ક્યાં યોજાઈ
*☑️ઈટાલી*

14 જૂનવિશ્વ રક્તદાતા દિવસ

ભારતીય સેનાએ પહેલું આત્મઘાતી ડ્રોન વિકસાવ્યું તેનું નામ શું છે
*☑️નાગાસ્ત્ર-1*
*☑️આ માનવરહિત ડ્રોન નાગપુરની સોલર ઇન્ડસ્ટ્રીઝે બનાવ્યું છે*

IIT ખડગપુર નાયબ નિયામક પદે કોણ નિમાયા કે જેઓ પહેલા મહિલા નાયબ નિયામક બન્યા
*☑️પ્રોફે. રિંટુ બેનરજી*

તાજેતરમાં યુનેસ્કો દ્વારા વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમમાં ગુજરાતના કયા મ્યુઝિયમને સ્થાન મળ્યું છે
*☑️ભુજમાં નિર્મિત સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ*
*☑️યુનેસ્કોનો પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સાઈલીસ એવોર્ડ*

15 જૂનવિશ્વ પવન દિવસ

ઓડિશામાં ત્રણ દિવસ સુધી કૃષિ કાર્યોને રોકી ધરતીના સન્માનમાં પર્વ મનાવવામાં આવે છે આ પર્વનું નામ શું છે
*☑️પાહિલી રાજા*

નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન 2022-23માં માસિક માથાદીઠ ઘર વપરાશખર્ચના રાજ્યવાર આંકડા મુજબ ગુજરાત સુખાકારીની બાબતમાં દેશના 18 મોટા રાજ્યોમાં કયા ક્રમે છે
*☑️શહેરી ક્ષેત્રે 8મા અને ગ્રામીણ ક્ષેત્રે 10મા ક્રમે*
*☑️શહેરમાં ૱6,621 અને ગામડાંમાં ૱3,798 સરેરાશ માસિક વ્યક્તિદીઠ ખર્ચ થાય છે*

હોકી મેન્સ જુનિયર વર્લ્ડકપ 2025 કયા દેશમાં યોજાશે
*☑️ભારત*

તાજેતરમાં ક્રિકેટર ડેવિડ વીજે નિવૃત્તિ જાહેર કરી તે કયા દેશનો છે
*☑️નામીબિયા*

21 જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં કરી
*☑️જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે*

દેશમાં એન્ટિ પેપર લીક કાયદો અમલમાં આવ્યો.આ કાયદામાં કેટલી સજા જાહેર કરવામાં આવી છે
*☑️૱ 1 કરોડ દંડ અને 10 વર્ષની કેદ*
*☑️UPSC, SSC, RRB, IBPS તેમજ NTA દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ લાગુ પડશે*

રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરનાર મુખ્ય પૂજારી જેમનું હાલમાં નિધન થયું
*☑️લક્ષ્મીકાંત દીક્ષિત*

તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 10 સમજૂતી કરવામાં આવી
*☑️બાંગ્લાદેશ*
*☑️બાંગ્લાદેશના લોકોને મેડિકલ ઈ-વિઝા સુવિધા પ્રાપ્ત થશે*
*☑️તિસ્તા નદીના પાણીની વહેંચણી સમજૂતી*
*☑️બાંગ્લાદેશના રંગપુરમાં ભારતનું ઉપ દૂતાવાસ રચાશે*

તાજેતરમાં ભારતનું પ્રથમ ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન (BCORE)નું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*☑️ગાંધીનગરના લવાડ-દેહગામમાં રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે*
*☑️IOC અધ્યક્ષ પીટી ઉષા દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું*

23 જૂનવુમન એન્જીનીયરીંગ ડે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો
*☑️ડાંગના બીલીઆંબા ગામથી*

લોકસભાના સ્પીકર કોણ બન્યા
*☑️ઓમ બિરલા*

નવો ટેલિકોમ કાયદો-2023 અમલમાં આવ્યો. હવે એક વ્યક્તિ પોતાના નામે કેટલાથી વધારે સીમકાર્ડ ખરીદી શકશે નહીં
*☑️9 થી વધારે*
*☑️જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વની વ્યક્તિ પોતાના નામે 6થી વધારે સિમ રજીસ્ટર્ડ કરાવી શકશે નહિ*

તાજેતરમાં ભારતના કયા શહેરને 'વર્લ્ડ ક્રાફટ સીટી'નું વિશ્વ હસ્તકલા પરિષદ દ્વારા ટેગ મળ્યું જે ભારતનું ચોથું શહેર બન્યું
*☑️જમ્મુ કાશ્મીરના શ્રીનગરને*

તાજેતરમાં ભારતે કયા દેશની ટીમને હરાવી ટી20 વર્લ્ડકપ-2024 ચેમ્પિયન બની
*☑️દક્ષિણ આફ્રિકા*

મહિલા ટેસ્ટ ક્રિકેટમાં 600 રન કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો
*☑️ભારત*

IMFએ એઆઈ વૈશ્વિક તૈયારીનું ઇન્ડેક્સ જાહેર કર્યું જેમાં વિશ્વના 174 દેશોમાં ભારત કયા સ્થાને છે
*☑️72મા*
*☑️સિંગાપોર સૌથી શ્રેષ્ઠ*

30 જૂનસોશિયલ મીડિયા ડે

💥💥

Gujarat Gk Point

31 Mar, 07:37


જે મિત્રોને CCE કોલ લેટર PDF બાકી છે તે કરી લેજો

આજે લાસ્ટ દિવસ છે

કાલ થી કોલ લેટર નીકળશે નહિ

પછી મંડળને કોલ કે ગમે તે કરશો કસું નહિ થાઈ

એટલા માટે બધાને જાણ કરી દેજો

Gujarat Gk Point

28 Feb, 04:56


*🔥Newspaper Current🔥*

*🗞️Date:-11-02-2024 થી 20-02-2024🗞️*

તાજેતરમાં નેશનલ એરોસ્પેસ લેબોરેટરી (NSL)એ સૌરઊર્જાથી ચાલતા સ્વદેશી સ્યુડો સેટેલાઇટનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું જે 20 કિમી. ઊંચાઈએથી મહિનાઓ સુધી ઊડશે
*☑️કર્ણાટકના ચિત્રદુર્ગમાં*

તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ સરકારે વન નેશન, વન સ્ટુડન્ટ ID આપાર લોન્ચ કર્યું.તેનું પૂરું નામ શું છે
*☑️ઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી*

અંડર-19 વન ડે ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતનો કયા દેશ સામે પરાજય થયો
*☑️ઓસ્ટ્રેલિયા*
*☑️ઓસ્ટ્રેલિયા ચોથીવાર ચેમ્પિયન બન્યું*

બોરસદ તાલુકાના ભાદરણ ગામના વતની અને આઝાદીની લડતમાં પોતાનું જીવન સોંપી દેનાર જેમનું હાલમાં નિધન થયું
*☑️શાંતાબેન મણીભાઈ પટેલ*

દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ કયું બન્યું
*☑️ગુજરાતનું ગોંડલ*

અમેરિકન કંપની ગ્લોબલ માર્કેટિંગ કમ્યુનિકેશનના રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી વધુ શક્તિશાળી દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️12મા*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*☑️UAEના અબુધાબીમાં*

તાજેતરમાં દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*☑️ક્રિકેટ*

વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં શરૂ થયો
*☑️અબુધાબી (UAE)*

ગુજરાતનું પહેલું સંવર્ધન કેન્દ્ર ક્યાં બનશે
*☑️કચ્છના બન્ની વિસ્તારમાં*
*☑️1.5 હેક્ટરમાં પ્રોજેક્ટ ચિંકારા અમલી બનશે*

18 ફેબ્રુઆરીવર્લ્ડ વ્હેલ ડે

તાજેતરમાં ઈસરોએ હવામાનની સચોટ આગાહી કરતો કયા ઉપગ્રહનું સફળ પરીક્ષણ કર્યું
*☑️ઈનસેટ-3ડીએસ*
*☑️શ્રી હરિકોટાથી જીએસએલવી-14 રોકેટથી*

જ્ઞાનપીઠ એવોર્ડ 2023 બે મહાનુભાવોને આપવામાં આવશે👇🏻
*☑️1.સંસ્કૃતના વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યજી*
જન્મ :- જૌનપુર (ઉત્તરપ્રદેશ) 1950માં
ચિત્રકૂટ સ્થિત તુલસી પીઠના સંસ્થાપક, રામાનંદ સંપ્રદાયના
2 સંસ્કૃત અને 2 હિન્દી મહાકાવ્ય સહિત 240થી વધુ પુસ્તક-ગ્રંથની રચના
2015માં પદ્મવિભૂષણથી સન્માનિત

*☑️2.પ્રસિદ્ધ ઉર્દુ કવિ, નિર્માતા, નિર્દેશક ગુલઝાર*
'જય હો' ગીત (ફિલ્મ :- સ્લમડોગ મિલિયોનેર) ઓસ્કાર તથા ગ્રેમી એવોર્ડ પણ મળ્યા છે.
2002માં સાહિત્ય અકાદમી એવોર્ડ
2013માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર
2004માં પદ્મવિભૂષણથી સન્માનિત
5 રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે.

*☑️58મો જ્ઞાનપીઠ પુરસ્કાર*
*☑️સંસ્કૃતને બીજી તથા ઉર્દૂને 5મી વાર આ સન્માન મળશે*
*☑️2022 માટે ગોવાના લેખક દામોદર માવજોને આ એવોર્ડ અર્પણ કરાયો*

પ્રસિદ્ધ દિગંબર જૈન આચાર્ય જેમનું હાલમાં નિધન થયું
*☑️વિદ્યાસાગરજી*

ભારતીય બેડમિન્ટન મેન્સ અને વિમેન્સ ટીમે એશિયા કપ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું.જેમાં પહેલી વાર મહિલા ટીમે આ ટાઇટલ જીત્યું.મહિલા ટીમે કયા દેશની ટીમને હરાવી
*☑️થાઈલેન્ડ*

ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ભારતે કયા દેશને હરાવી સૌથી મોટી જીત મેળવી
*☑️ઈંગ્લેન્ડ (434 રનથી હરાવ્યું)*

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં પોખરણ રેન્જ ખાતે હવાઈદળે કરેલ કવાયતનું નામ શું છે
*☑️વાયુ શક્તિ - 2024*

હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં વિશ્વના તમામ દેશોના પાસપોર્ટમાં કયો દેશ ટોચ પર છે
*☑️ફ્રાન્સ (194 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકાય)*
*☑️ભારતનો પાસપોર્ટ 85મા ક્રમે*

પોરબંદરમાં યોજાયેલી પક્ષી ગણતરીમાં કેટલા પક્ષીઓ નોંધાયા
*☑️9,69,728*

2024માં IPLની કેટલામી સિઝન શરૂ થશે
*☑️17મી*

આઝાદી બાદ ઝારખંડના સુકમા જિલ્લાના હિડમા ગામમાં પહેલી વખત તિરંગો લહેરાયો.

રવિચન્દ્રન અશ્વિન 500 ટેસ્ટ વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો.

💥💥

Gujarat Gk Point

24 Feb, 08:07


🌲મિશન ફોરેસ્ટ🌳

📆 મહત્વના દીવસો 📅

🖋2 ફેબ્રુઆરી વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસ

🖋20 માર્ચ વિશ્વ ચકલી દિવસ

🖋21 માર્ચ વિશ્વ વન દિવસ

🖋૨૨માર્ચ વિશ્વ જળ સ્ત્રોત દિવસ

🖋22 માર્ચ વિશ્વ પાણી દિવસ

🖋18 એપ્રિલ વિશ્વ હેરિટેજ દિવસ

🖋22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ

🖋3 મે આંતરાષ્ટ્રીય ઉર્જા દિવસ

🖋8 મે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ

🖋22 મે વિશ્વ જૈવ વૈવિધ્ય દિવસ

🖋5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ

🖋10 જૂન વિશ્વ ભૂગર્ભ દિવસ

🖋17 જૂન રણ અટકાવવા માટેનો દિવસ

🖋જુલાઇ મહિનામાં ચોમાસાની શરૂઆતમાં વન મહોત્સવ દિવસ

🖋11 જુલાઇ વિશ્વ જન સંખ્યા દિવસ(વિશ્વ વસ્તી દિવસ)

🖋16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝન દિવસ

🖋22 સપ્ટેમ્બર વિશ્વ ગેંડા દિવસ

🖋2-8 ઑક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહ દિવસ

🖋3 ઓક્ટોબર વિશ્વ પશુ દિવસ

🖋4 ઑક્ટોબર વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસ

🖋6 ઑક્ટોબર વિશ્વ હેબિટેટ દિવસ

🖋26 નવેમ્બર વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ

🖋2 ડિસેમ્બર પ્રદૂષણ નિવારણ દિવસ

🖋3 ડિસેમ્બર ભોપાલ ગેસ દુર્ઘટના દિવસ

🖋14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ

Gujarat Gk Point

07 Feb, 15:12


https://youtube.com/shorts/kGTzaANWRMI?si=tIczJcAmCISen4Y_

Gujarat Gk Point

01 Feb, 15:56


*🔥Newspaper Current🔥*

*🗞️Date:-21-01-2024 થી 31-01-2024🗞️*

*🛕અયોધ્યા રામ મંદિર👇🏻🛕*
*🚩મંદિર સ્થાપત્ય :- નાગર શૈલી*
*🚩ભૂમિ પૂજન :- 5 ઓગસ્ટ, 2020*
*🚩પ્રાણ પ્રતિષ્ઠા :- 22 જાન્યુઆરી, 2024*
*🚩મંદિરની પહોળાઈ :- 250 ફૂટ*
*🚩મંદિરની ઊંચાઈ :- 161 ફૂટ*
*🚩મંદિરની લંબાઈ :- 380 ફૂટ*
*🚩કુલ વિસ્તાર :- 70 એકર*
*🚩મંદિરનો વિસ્તાર :- 2.77 એકર*
*🚩માળ :- 3*
*🚩મંડપ :- 5*
*🚩પિલ્લર :- 392*
*🚩દરવાજા :- 44*
*🚩પગથિયાં :- 32*
*🚩નેપાળની ગંડકી નદીમાંથી 6 કરોડ વર્ષ જુના શાલિગ્રામ પથ્થર મંગાવીને તેમાંથી ભગવાનની મૂર્તિઓ બનાવાઈ છે.*
*🚩રામલલાની મૂર્તિ બનાવનાર - અરુણ યોગીરાજ*
*🚩રામલલાની મૂર્તિનું નામકરણ કરવામાં આવ્યું. 'બાલકરામ' કહેવાશે.*

અયોધ્યાથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કરોડ ઘરમાં સોલાર પેનલ લગાવવાની કઈ યોજનાની જાહેરાત કરી
*☑️પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના*

ફરી IPL સ્પોન્સરશિપ કયા જૂથે ખરીદી
*☑️ટાટા*

લગ્ન પ્રસંગે અનુસૂચિત જનજાતિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે
*☑️12,000 ૱*

તાજેતરમાં બ્રિટનમાં આવેલું વિનાશક વાવાઝોડું
*☑️ઈશા*

23 જાન્યુઆરીપરાક્રમ દિવસ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી, સામાજિક ન્યાયના પ્રણેતા અને લોકનેતા જેમને મરણોત્તર ભારતરત્નથી સન્માનિત કરવામાં આવશે
*☑️કર્પૂરી ઠાકુર*
*☑️'જનનાયક' તરીકે પ્રખ્યાત હતા*
*☑️1971માં મુખ્યમંત્રી બન્યા હતા*

BCCIએ એવોર્ડ : વર્ષ 2023 માટે પૉલી ઉમરીગર પુરુષ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો
*☑️શુભમન ગિલ*
*☑️દીપ્તિ શર્મા 2022-23 અને 2019-20 સિઝનની મહિલા ક્રિકેટરનો એવોર્ડ જીત્યો*
*☑️ફારૂખ એન્જીનીયર અને રવિ શાસ્ત્રીને BCCI લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત*

24 જાન્યુઆરીરાષ્ટ્રીય બાલિકા દિવસ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ કોણ બન્યા
*☑️શાહ ખાવર*

25 જાન્યુઆરીરાષ્ટ્રીય મતદાતા દિવસ

26 જાન્યુઆરીએ આ વર્ષે કેટલામો પ્રજાસત્તાક દિન મનાવામાં આવ્યો
*☑️75મો*

આ વર્ષે પ્રજાસત્તાક દિનના મુખ્ય અતિથિ કોણ હતા
*☑️ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રો*

75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી
*☑️જૂનાગઢ*

કેન્દ્ર સરકારની પદ્મપુરસ્કારોની જાહેરાત👇🏻
*☑️5ને પદ્મવિભૂષણ*
*☑️17ને પદ્મભૂષણ*
*☑️110ને પદ્મશ્રી એવોર્ડ અપાશે*
*☑️કુલ 132 હસ્તીઓને પદ્મ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો*

8 ગુજરાતીઓને પદ્મપુરસ્કાર મળશે👇🏻
1. તેજસ પટેલમેડિસિન
2. રઘુવીર ચૌધરીસાહિત્ય
3. યઝદી ઈટાલિયામેડિસિન
4. સ્વ. હરીશ નાયકસાહિત્ય
5. ડૉ. દયાલ પરમારમેડિસિન
6. જગદીશ ત્રિવેદીકળા
7. કુંદન વ્યાસપત્રકારત્વ
8. કિરણ વ્યાસયોગ

તાજેતરમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ઓવરઓલ કેટલામી વખત ICC એવોર્ડ જીત્યો
*☑️10મી વખત*
*☑️આ વર્ષે વન ડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીત્યો (ચોથી વખત આ એવોર્ડ જીત્યો)*
*☑️ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ ક્રિકેટર ઓફ ધ યર*

મધ્યપ્રદેશમાં ચિત્તા માટે કયું અભયારણ્ય બનશે
*☑️ગાંધીસાગર અભયારણ્ય*

તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સ્કોર્પિયન સબમરીન અને H125 સિંગલ એન્જીન હેલિકોપ્ટર બનાવવા માટે કરાર કર્યો
*☑️ફ્રાન્સ*

ઓસ્ટ્રેલિયન ઓપન (ટેનિસ) મહિલા સિંગલ્સમાં કઈ ખેલાડી ચેમ્પિયન બની
*☑️બેલારુસની સબાલેન્કા સતત બીજા વર્ષે ચેમ્પિયન*
*☑️ચીનની કિનવેનને હરાવી*

દેશની પ્રથમ ગર્ભનિરોધક ગોળી 'સહેલી'ની શોધ કરનાર પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત જેમનું હાલમાં નિધન થયું
*☑️ડૉ.નિત્યાનંદ*

નીતીશ કુમાર બિહારના કેટલામી વાર મુખ્યમંત્રી બન્યા
*☑️નવમી વખત*

ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ ઓસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સ (ટેનિસ) કોણે જીત્યું
*☑️ઈટાલીના જૈનિક સીનરે*
*☑️પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યો*
*☑️મેદવેદેવને હરાવ્યો*

30 જાન્યુઆરીગાંધી નિર્વાણ દિન, વિશ્વ રક્તપિત્ત દિવસ

પ્રજાસત્તાક દિને નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કઈ થીમ આધારિત ટેબ્લોની પીપલ ચોઇસ એવોર્ડની કેટેગરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો
*☑️ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ - UNWTO*

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ રિપોર્ટ અનુસાર ભ્રષ્ટાચારની બાબતમાં વિશ્વના 180 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️93મા*
*☑️સૌથી ઓછો ભ્રષ્ટાચાર ડેન્માર્કમાં પ્રથમ રેન્ક*
*☑️સૌથી વધુ ભ્રષ્ટાચાર સોમાલિયા - 180મો રેન્ક*

ભારતના રોહન બોપન્નાએ 43 વર્ષની ઉંમરે પ્રથમ વાર ઓસ્ટ્રેલિયન ઓપન (ટેનિસ) જીત્યું.મેથ્યુ એબડન સાથે ડબલ્સમાં.

💥💥

Gujarat Gk Point

01 Feb, 12:51


💻CBRT પદ્ધતિથી કઈ રીતે પરીક્ષા આપી શકાશે તેની ડેમો મોક ટેસ્ટ GSSSBએ મૂકી છે, પ્રેક્ટિસ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો 🔽

🖥 https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211

Gujarat Gk Point

01 Feb, 12:04


ફોરેસ્ટ કોલ લેટર 👍

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d
#Forest #call_letter

Gujarat Gk Point

12 Jan, 14:54


❤️🌳 ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ 🌳❤️

🌳🌴 વનસ્પતિના પ્રકાર 🌴🌳

🌷 છોડ 🌷

જે વનસ્પતિની ઊંચાઈ 5 ફૂટથી ઓછી હોય તેને છોડ કહે છે.
ઉદા. તુલસી,બારમાસી

🎄 ક્ષુપ 🎄

જે વનસ્પતિની ઊંચાઈ 12થી 15 ફૂટ હોય તેને ક્ષુપ કહે છે.
ઉદા. દાડમ, જામફળ, જાસુદ

🌳 વૃક્ષ 🌳

જે વનસ્પતિની ઊંચાઈ 15 ફૂટથી વધુ હોય તેને વૃક્ષ કહે છે.
ઉદા. વડ, પીપળો, આંબો

🎋 વેલાઓ 🎋

જે વનસ્પતિ નબળું પ્રકાંડ ધરાવે તેને વેલાઓ કહે છે.
ઉદા. કારેલા, ચીભડા

Gujarat Gk Point

12 Jan, 13:39


🎓 CCE વર્ગ-3 : PRELIMS

🔸 LIVE BATCH & TEST
      વિશેની સંપૂર્ણ માહિતી...

🟢 KISWA YOUTUBE LIVE 🎥
                 👇 👇 👇
https://www.youtube.com/live/oowEQjqWGtE?si=hJWFBjbcE7-QphH4

    By: Dr.SHAHEZAD KAZI Sir

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy...

        KISWA CAREER ACADEMY
      ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
༺━━━━━━━━━━━━━━━━━━━༻
🎓𝐅𝐎𝐋𝐋𝐎𝐖 𝐎𝐮𝐫 𝚃𝙴𝙻𝙴𝙶𝚁𝙰𝙼 ⤵️
╰┈➤ 
@Kiswa_Official_Gandhinagar

Gujarat Gk Point

10 Jan, 15:58


🔥🔥 સામન્ય વિજ્ઞાન 🔥🔥

🧱સૂર્યમુખીના છોડમાં પ્રકાશને લીધે થતી હલન-ચલણને શું કહેવાય છે ?
👉🏻ફોટોનેસ્ટી

🧱માંસાહારી ખાદ્ય સામગ્રીના પેકીંગ ઉપર ક્યા રંગની નિશાની હોય છે ?
👉🏻 લાલ

🧱 ઈબોલા રોગ શેનાથી ફેલાય ?
👉🏻વાઈરસ

🧱શાના લીધે વિવિધ ફૂલોમાં જુદા-જુદા રંગોની વિવિધતા | " આવે છે?
👉🏻ક્રોમોપ્લાસ્ટ

🧱સામાન્યત- ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ?
👉🏻ફટકડી (એલમ)

🧱દાંતનું બહારનું પડ શાનું બનેલું છે ?
👉🏻કેલ્શિયમ ફોસ્ફેટ

🧱જે અણુ સબમરીનનું નામ આઈએનએસ ચક્ર રાખવામાં આવ્યું છે તે સબમરીન કયા દેશ પાસેથી ભારતે મેળવી છે
👉🏻 રશિયા


Gujarat Gk Point

10 Jan, 13:42


🎁 ગુજરાતમાં ગુજરાતીમાં સૌપ્રથમ 🎁

📖 NCERT 📖
BOOK LAUNCHING

🟢 KISWA YOUTUBE LIVE 🎥
👇 👇 👇
https://youtube.com/live/V5mcnVNdsxI

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

KISWA CAREER  ACADEMY
       ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲                      
༺━━━━━━━━━━━━━━━━━━༻
   
@Kiswa_Official_Gandhinagar

Gujarat Gk Point

09 Jan, 14:41


*📙ધોરણ-12 : ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી કેટલાક મહત્વના શબ્દો📙*

*શબ્દાર્થ*
●સાંઠીકપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી
●કૂબોઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું
●ટોયામણછોડને પાણી સીંચવું તે
●ગજચોવીસ તસુનું માપ
●પસાયતોગામનો ચોકિયાત, રક્ષક
●કોશલોખંડનું જમીન ખોદવાનું ઓજાર
●હાટદુકાન, બજાર
●ઇસ્કોતરોજૂની લાકડાની પેટી
●ખાંપણમૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર
●લીરોવસ્ત્રનો ટુકડો
●નિમિષઆંખનો પલકારો
●હુતાશનઅગ્નિ, વહ્ નિ
●ગાભરીભયભીત
●વિરજસ્વચ્છ
●મહિષપાડો
●સેજવાપથારી
●ધ્રુવસ્થિર
●ખડગતલવાર
●ખેપસફર
●પરિગ્રહીભેગું કરનાર
●યાચકમાગણ
●ઉલાળધરાળ ન હોવુંઆગળ-પાછળની ચિંતા ન હોવી
●કંચુકીકાંચળી, કમખો
●વંત્યાકવેંગણ, રીંગણાં
●અભિરામઆનંદરામ
●સમદરદરિયો, સમુદ્ર
●ઓબાળઉબાળો, બળતણ
●સૈયરસખી
●તાગવુંમાપવું
●શોણિતલોહી
●મહાત કરવુંહરાવવું
●કલેવરશરીર, ખોળિયું
●વડવાનલસમુદ્રમાં લાગતો અગ્નિ
●વપુશરીર
●અનુજનાનો ભાઈ
●દયિતપ્રિય,
●ધ્રુતિધીરજ
●રિપુદુશ્મન
●અનિરુદ્ધરોકેલું
●ડાંફમોટું પગલું
●દંડૂકાટૂંકી લાકડી
●કેફનશો
●તાસીરપ્રકૃતિ, સ્વભાવ
●મજૂસપેટી, પટારો
●ચાટકૂતરાને ખાવા નાખવાનું સાધન
●અછો વાનાં કરવાંઅતિશય લાડ કરવા
●કુટિરઝૂંપડી
●અહૂરસમય સંજોગ પ્રમાણે
●ફડશટુકડો
●દાખડોતકલીફ
●ઉપાલંભઠપકો
●યોજનચારગાઉ
●બિરંજગળ્યો ભાત
●ઉઘરણુંઉપર ઓઢવાનું વસ્ત્ર, ખેસ
●ઉપકૃતઆભારવશ
●ભોરસવાર
●પ્રવર્તનપ્રચાર, પ્રસાર
●ઓઘપૂર


*રૂઢિપ્રયોગ*

★દેન દેવીહિમ્મત હોવી
★ખરખરો કરવોશોક વ્યક્ત કરવો
★ગળચવાં ગળવાંબોલતા અચકાવું
★કળી જવુંજાણી જવું
★મહેર ચડવુંસામસામે સ્પર્ધામાં ઉતરવું
★ભાંજગડ ચાલવીમનોમંથન અનુભવવું
★થોથવાઈ જવુંભાવાવેશમાં બોલી ન શકતું
★ગળગળા થઈ જવુંરડમસ થઈ જવું
★હાથ-વાટકો થવુંનાના મોટા કામમાં ઉપયોગી થવું
★વંઠી જવુંહાથથી જવું, બગડી જવું
★લાંઠી કરવીમજાક કરવી
★માથું ફોડીને લોહી કાઢવુંસખત મહેનત કરવી
★ઘોડા ગંઠ્યા કરવુંમનોમંથન કરવું, કલ્પના કરવી
★ચણચણાટી થવીતાલાવેલી થવી
★હાથફેરો કરવોચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી
★સોપો પડી જવોશાંતિ છવાઈ જવી
★છોભીલું પડવુંશરમ, સંકોચ થવો
★હવાઈ કિલ્લા બાંધવામોટી મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી
★ગઈ ગુજરી ભૂલી જવીભૂતકાળ ભૂલી જવો
★લોહી ઉકળી ઊઠવુંગુસ્સે થવું
★પગ મણમણના થઇ જવામન ખિન્ન થઈ જવું

💥💥

Gujarat Gk Point

09 Jan, 14:00


📝 ✦ CCE ✦📝
••••• LIVE ONLINE BATCH •••••

🎟 ADMISSIONS OPEN 🎟
🕥 સવારે :- 8 થી 10
❑ કાઝી સરની નિષ્ણાત ફેકલ્ટી ટીમ સાથે Examની તૈયારી..

CCE LIVE WITH MATERIALS
👇
💵 COURSE MRP: ₹ 9,999/-
⭕️ DISCOUNTED PRICE: ₹ 4,999/- ⭕️

CCE LIVE WITHOUT MATERIALS
👇
💵 COURSE MRP: ₹ 6,999/-
⭕️ DISCOUNTED PRICE: ₹ 3,499/- ⭕️

🤳 COURSE VALIDITY: 1 YEAR
📱 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

Gujarat Gk Point

08 Jan, 14:06


🌳🌷🌈  ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ  🌈🌷🌳


🐯 મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિ ને શું કહે છે.
👉 ટેકસીડરમી

🌳સૌથી મોટું અક્ષાંશવૃત કયું છે.
👉 વિષુવ વૃત

🔥પૃથ્વીને કુલ કેટલા કટિબંધો માં વહેચવામાં આવેલ છે.
👉 3

🕊️કયા ભારતીય પક્ષી ને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે.
👉 કાળો કોશી

🌴કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ  આપણા સૌની સંપત્તિ છે.
👉 અનુચ્છેદ 51(ક)

🦁 જમીન પર રહેતા જીવ ને શુ કહેવાય
👉 ભૂચર

🐟 પાણી માં રહેતા જીવ ને
👉 જળચર

🕊️ આકાશ માં ઉડનાર રહેતા જીવ ને
👉🏾 ખેંચર

🐸 જમીન અને પાણી બને માં રહેતા જીવ ને ,
👉 ઉભયજીવી 


       

Gujarat Gk Point

08 Jan, 13:41


https://youtube.com/live/osizxp_qaVQ

Gujarat Gk Point

08 Jan, 11:58


સૌથી નાનું પક્ષી : બી હમીંગ બર્ડ

ભારતમાં સૌથી સારી વાતો કરતું પક્ષી : હીલ મેના (પહાડી કાબર)

વાઘની માફક બોલતું પક્ષી : બ્રિટર્ન પક્ષી (દક્ષિણ અમેરિકા)

નવરંગી પાંખ ધરાવતું પક્ષી : વિટકા પક્ષી (ઓસ્ટ્રેલીયા)

જમીન ઉપર પગ ન મૂકતું પક્ષી : હરિયલ

મહિનાઓ સુધી ખાધા—પીધા વગર રહી શકનાર પક્ષી : ધ્રુવીય પેગ્વિન

સૌથી મોટું પાલતું પક્ષી : પાલતું ટર્કી

ભારતમાં લુપ્ત થયેલ પક્ષી : ધી માઉન્ટેન કવેલ, ગુલાબી માથાવી બતક (પીન્ક હેડેડ)

જીવસૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નખ ધરાવનાર :  પક્ષીઓ

અવાજને બદલે શબ્દોમાં બોલનાર પક્ષી : ટીટોડી

સૌથી લાંબી ચાંચ ધરાવનાર પક્ષી : ઓસ્ટ્રેલીયન પેલીકન

વિશ્વનો સૌથી મોટો લક્કડખોદ : ઈમ્પીરીયલ વુડપેકર


કયા દેશના પક્ષીઓ વિનાશના આરે છે : ઈન્ડોનેશિયા

કુદરતમાં બીજનો ફેલાવો કરતા પક્ષીઓ : બુલબુલ, વૈયા, ચિલોત્રો, ટૂંકટૂંકીયું, કબૂતર, હરીયાલ

ભયથી સાવધાન કરતાં પક્ષીઓ : કાબર, ટીટોડી, બુલબુલ,કાળિયો કોશી, લેલા, ખેરખટ્ટો, જંગલી કૂકડો

'પોલીસ પટેલ' તરીકે ઓળખાતું પક્ષી : કાળો કોશી (Black Drongo)

મધ ખાવાનું શોખીન ધરાવતું પક્ષી : હની બર્ડ

લાર્કીંગ (હસતા) જેકાસ તરીકે ઓળખાતું પક્ષી : કુકાબુરા કિંગ ફીશર

કસાઈ પક્ષી તરીકે ઓળખાતા પક્ષી : લટોરા વર્ગના પક્ષી

Did you do it બોલનાર પક્ષી : ટીટોડી

પક્ષીઓમાં સૌથી નબળી અને સૌથી તીવ્ર જ્ઞાનેન્દ્રિયો : સૂંઘવાની અને જોવાની

પક્ષીઓમાં અવિકસિત ઈન્દ્રિયો : વિચારશકિત અને ધ્રાણેન્દ્રિય