⊍📚 આજ નો સ્વાધ્યાય 📚⊍ @aajano_swadhyay قناة على Telegram

📚 આજ નો સ્વાધ્યાય 📚

⊍📚 આજ નો સ્વાધ્યાય 📚⊍
દરરોજ સ્વાધ્યાય કરીએ અને અંતરયાત્રા દરરોજ એક ડગલું પ્રભુ તરફ વધારતા રહીએ...
1,502 مشترك
53 صورة
3 فيديو
آخر تحديث 15.03.2025 11:48

قنوات مشابهة

Sardhardham
6,430 مشترك
iHariPrabodham
3,051 مشترك
AI EXPLORER
1,688 مشترك

સ્વાધ્યાયનું મહત્વ: આત્મ-વિચાર અને પ્રગતિનો માર્ગ

સ્વાધ્યાય, જેનો અર્થ છે "અધ્યાય અથવા અભ્યાસ", એ સાચા અર્થમાં આત્મ-વિચારનો એક પ્રકરણ છે. આજના વ્યસ્ત જીવનમાં જ્યાં દરેક પાસે સમયનો અભાવ છે, ત્યાં સ્વાધ્યાય એક એવું સાધન છે જે આપણને અમુક સમય માટે ourselves ની અંદર જવાનું અને આપણા હૃદયની અવાજ સાંભળવાનું પ્રોત્સાહન આપે છે. સ્વાધ્યાયનો ક્રમ એટલે કે રોજબરોજની સાધના, ધ્યાન મગ્નતા, અને જીવનમાં ઉત્સાહનું સંકલન. આ રીતે, આપણા આંતરિક અર્થઘટનાના અભ્યાસ દ્વારા, આપણે પ્રગતિ તરફ એક ડગલું આગળ વધવા માટે પ્રેરણા મેળવી શકીએ છીએ. આજના લેખમાં, અમે આ અભ્યાસની મહત્વતાને અને તેની પ્રવૃત્તિઓને સમજાવીશું.

સ્વાધ્યાય શું છે?

સ્વાધ્યાય એ આત્મ-વિચાર અને વ્યક્તિગત વિકાસ માટેની એક રીત છે. તે પોતાનું અવલોકન કરીને, પોતાની લાગણીઓ અને વિચારોને સમજવામાં રાહત આપે છે. રોજે રોજનું સ્વાધ્યાય કરવું એ આપણી આધ્યાત્મિક પ્રગતિ માટે અગત્યનું છે.

સ્વાધ્યાયમાં ધ્યાન, યોગ, અથવા લેખન જેવા વિધિઓનો સમાવેશ થાય છે, જે વ્યક્તિને શાંતિ અને સમાધાનની સ્થિતિમાં પહોંચવામાં સહાય કરે છે. આ રીતે, એક વ્યક્તિ પોતાનું માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય સુધારી શકે છે.

દિવસમાં કયાંથી સ્વાધ્યાય કરવો જોઈએ?

દિવસમાં અમુક સમય તાજાબૂબલ મેહેંદી કે શાંતિપૂર્ણ સ્થળમાં સ્વાધ્યાય કરવો ઉત્તમ છે. જો તમે એક નિશ્ચિત સ્થાન ફીક કરશો, તો તે આપને વધારે સકારાત્મક અનુભવ આપશે.

ઘરમાં એક ખૂણો બનાવવામાં સહાય થાય છે, જ્યાં તમે રોજ ક્રમમાં સ્વાધ્યાય કરી શકો. ઉદાહરણ તરીકે, સવારે ઉઠતા અથવા રાત્રે સૂતા પહેલાં, થોડું સમય આપીને, તમે આરામથી સ્વાધ્યાયતંત્રી કરી શકો છો.

સ્વાધ્યાયના ફાયદાઓ શું છે?

સ્વાધ્યાયની મદદથી, માનસિક压力 અને ચિંતા ઘટાડવામાં મદદ મળી શકે છે. આ અભ્યાસથી, વ્યક્તિ પોતાની લાગણીઓ તેમજ વિચારોને સુધારી શકે છે, જે તેમના જીવનમાં એક सकारात्मक પરિણામ લાવે છે.

આ ઉપરાંત, સ્વાધ્યાય દ્વારા આત્મ-જ્ઞાન વધે છે, જેના દ્વારા વ્યક્તિ પોતાને સારી રીતે ઓળખી શકે છે અને તેના જીવનમાં સાચા ઉદ્દેશ્યો માટે કામ કરી શકે છે.

સ્વાધ્યાય માટે ક્યારે વધુ સારું છે?

સ્વાધ્યાય માટે સવારે અથવા સાંજના સમયને શ્રેષ્ઠ માનવામાં આવે છે. સવારે, જ્યારે માહોલ શાંત હોય છે, ત્યારે મન એકદમ તાજા હોય છે, અને આત્મ-વિચાર માટે યોગ્ય અવસર મળે છે.

સાંજનો સમય પણ ઉત્તમ છે, ખાસ કરીને દિવસની વ્યસ્તતા બાદ, જ્યારે તમે તમારા મનને શાંતિથી અંતર્ગત કરવા માંગો છો. આવી સ્થિતિમાં, સ્વાધ્યાય અનેક લાબણાઓ આપે છે.

આધ્યાત્મિક જીવનમાં સ્વાધ્યાયનું મહત્વ શું છે?

આધ્યાત્મિક જીવનમાં સ્વાધ્યાય એ એક પ્રકારની દીવા છે, જેનાથી તમને પોતાના આંતરિક જ્ઞાન અને સિદ્ધિઓનો સંપર્ક કરવા માટે પ્રેરણા મળે છે. આ આપણી આત્માને પરિશુદ્ધ રાખે છે.

સ્વાધ્યાય દ્વારા, વ્યક્તિ આધ્યાત્મિક યાત્રામાં વધુ ઊંડા ઊંડી જઈ શકે છે. આ રીતે, એ જીવનના મૌલિક પ્રશ્નોનો જવાબ શોધવામાં સહાય કરે છે.

قناة ⊍📚 આજ નો સ્વાધ્યાય 📚⊍ على Telegram

આજ નો સ્વાધ્યાય એક અદ્વિતીય ટેલીગ્રામ ચેનલ છે જે આપને પ્રતિદિન એક ડગલું પ્રેમી-પ્રભુ તરફ વધારતા રહેશે. આ ચેનલમાં આપણે અંતરયાત્રા કરી શકીએ અને પ્રતિદિન નવા અને શાંતિપૂર્ણ પથો સાથે ચાલતા રહીએ. તુરંત જોડાઓ અને આજ ની શુભારંભ કરો આ મનોરંજન પ્રદ ટેલીગ્રામ ચેનલ સાથે!

أحدث منشورات ⊍📚 આજ નો સ્વાધ્યાય 📚

Post image

※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ગાય, બળદ, ભેંસ, ઘોડા આદિક પશુ તેમની તૃણ જળાદીકે કરીને પોતાવાતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા અને જો સંભાવના ન થાય તો ન રાખવા.૧૪૨

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૭૮: દેશકાળાદિકના પ્રધાનપણાનું
વેદાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, *“જેણે પ્રથમ કાંઈક ગોબરું વર્તાણું હોય, પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાન ને ભગવાનના સંત રાજી થાય?”* પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાન અને ભગવાનના સંત કુરાજી થતા હોય, તે સ્વભાવ સાથે જ્યારે વૈર કરીએ ત્યારે જેને જે સાથે વૈર હોય તે તો સર્વ જગત જાણે એવું હોય, તે સંતને પણ ખબર પડે. પછી સંત તો તે સ્વભાવના વૈરી છે, તે આપણા પક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે. માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય, તે સ્વભાવ સાથે સૂધું દ્રઢ વૈર બાંધીને તેનું મૂળ ઊખડી જાય એવો ઉપાય કરવો. અને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે. અને જ્યારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેના હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થી વધે અને પોતાના શત્રુ જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે. માટે જે પોતાના હૃદયને વિષે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વૈર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે. માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વૈર કરવું ઘટે છે. ને પોતાના અંતઃશત્રુ સાથે વૈર કર્યામાં ઘણો જ લાભ છે.”

📗 *_સ્વામીની વાતો_* 🗣
સૌ કરતાં કામ બળિયો છે, એવો કામ છે તે પણ ન ખાય તેથી ઓછો થાય છે. અગણ્યોતેરામાં અરધ મણ સૂંઠ હતી તે સડી ગઈ એટલે મૂળચંદ વાણિયે નાખી દીધી કારણ કે, કોઈને અન્ન ખાવા મળ્યું નહિ એટલે બાળક જન્મ્યાં નહિ ને સૂંઠનું ઘરાક કોઈ થયું નહિ, એટલે સડી જવાથી નાખી દીધી, માટે આહાર ઓછો કરે તો સહેજે ઇન્દ્રિયો જિતાય. ૯/૨૪

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
લોભ (ધન) અને કામનું (સ્ત્રીનું) જોર એવું છે કે નિશ્ચય તોડી નાખે; માટે તેનો વિશ્વાસ કરવો નહિ. ધન-દ્રવ્ય-સંપત્તિ

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૬-૨-૧૯૮૩, વાત-૫ 🔯
આપણે વિવેકથી ને બુદ્ધિથી માનીએ કે આ ચશ્માં તમારાં છે, આ ઘર તમારું છે. વિવેકબુદ્ધિથી આપણે માનીએ કે આ સ્ત્રી છે એના તરફ ભૂંડો સંકલ્પ ન થાય. એક નારી સદા બ્રહ્મચારી એ એક વિવેક છે. હું કામ કરી રહ્યો છું એ વિવેકથી, જ્ઞાનથી ને સમજણથી માનીએ છીએ. એનો અર્થ એવો નથી કે હું નિષ્કામી છું. એને સત્વિકભાવ કહેવાય. પણ આ એક શરૂઆત સારી કહેવાય કે આપણે આટલું કહેતા થયા કે "હે પ્રભુ! અમે તમારા," પણ એ સંપૂર્ણપણે મનાવી દેવું એ મોટાપુરુષને આધીન છે. ત્યાં જ્ઞાન કામમાં નહિ આવે. ત્યાં તમારી સમજણ કામમાં નહિ આવે. પ્રભુ ને પ્રભુસ્વરૂપ સંત જ મનાવી દે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

15 Mar, 02:09
154
Post image

※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમા વરો હોય તેટલા અન્ન દ્રવ્યનો સંગ્રહ જે તે કરવો, અને જેના ઘરમા પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્યપૂળાનો સંગ્રહ કરવો. ૧૪૧

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૭૮: દેશકાળાદિકના પ્રધાનપણાનું
આધારાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કેવી રીતે વર્તીએ તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, *“પંચ વર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં, તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય છે એમાં લેશમાત્ર સંશય નથી.”*

📗 *_સ્વામીની વાતો_* 🗣
પાંચ રૂપિયા હોય ને બેઠાં બેઠાં ખાઈને સત્સંગ કરે તો તે રૂપિયા તેને સુખદાઈ થાય છે ને થોડા જ રૂપિયા હોય તો પણ જો બહુ આસક્તિ હોય તો સાપ થાવું પડે માટે આપણને રૂપિયા છે તે મોક્ષને અર્થે છે ને બીજાને બંધનને અર્થે છે. કોઈક હજારો રૂપિયા વહેવારમાં ખરચી નાખે છે પણ એ જીવના કામમાં કશું નથી, જેટલું સત્સંગના ઉપયોગમાં આવે છે એટલું મોક્ષને અર્થે થાય છે. ૯/૧૯

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
*જેના હૃદયમાં ભગવાનની ઉપાસના હોય તે સેવક થઈને વર્તે.* દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૬-૨-૧૯૮૩, વાત-૪ 🔯
નિષ્કામધર્મનાં રહસ્ય:
સત્વિકભાવે કરીને આપણે દિલથી માનીશું કે આ પ્રભુનું છે, પ્રભુ જ કામ કરે છે, પ્રભુ જ સેવા કરે છે, મારું જે કાંઈ છે એ પ્રભુનું છે. આ એક નિષ્કામધર્મની શરૂઆત થઈ ગઈ પણ એ નિષ્કામધર્મમાં પોતાના સાત્વિક વિચારો છે, પોતાની રીતનો નિષ્કામકર્મ છે. એટલે જ્યાંસુધી સંપૂર્ણ પ્રભુપ્રેરીત જીવન ન જીવાય ત્યાંસુધી તમારું કર્મ નિષ્કામ ન કહેવાય. એ તમારી રીતનું જ હોય. બહુ ઊંચી કક્ષાની વાત થઈ ગઈ.
નિષ્કામીપુરુષનું લક્ષણ એ છે કે જેના સંકલ્પ, ક્રિયા ને ભાવ પ્રભુમય જ હોય, પ્રભુમાન્ય જ હોય ને પ્રભુના જ હોય. જેના સંકલ્પ પ્રભુના હોય. જેના થકી પ્રભુ જ ક્રિયા કરતા હોય. જે ભાવમાં આનંદવિભોરતા દેખાય તે પ્રભુની જ અનંદવિભોરતા હોય. એટલે સંકલ્પ, ક્રિયા ને ભાવ એ ત્રણેય પ્રભુના જ હોય.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

14 Mar, 02:17
270
Post image

※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
*અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યત પોતાના સામથર્ય પ્રમાણે કરવી.* ૧૩૯

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૭૮: દેશકાળાદિકના પ્રધાનપણાનું
*“જે ત્રીસ લક્ષણે યુક્ત સંત હોય તેને વિષે ગુરુબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન-કર્મ-વચને એનો સંગ કરે, તો એ સંગના કરનારાને વિષે પણ એ ત્રીસ લક્ષણ આવે છે.* એવી રીતે સર્વ શાસ્ત્રમાં કહ્યું છે જે, ‘સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે.’”

📗 *_સ્વામીની વાતો_* 🗣
સમાગમ તો અવશ્યપણે કરવો, પણ કેવળ સ્ત્રી, છોકરાંના દાસ થાવું નહિ, તે ઉપર અંબાવીદાસની વાત કરી જે, તેને કોઈકે મંદિરે દર્શને આવવા કહ્યું. ત્યારે તે બોલ્યો જે,

*પૈસો મારો પરમેશ્ર્વર, બાયડી મારો ગુરુ;*
*છોકરાં છૈયાં સંત સમાગમ, સેવા કેની કરું ?*

ને ઝીણાભાઈએ સમાગમ સારુ ગઢડામાં અધવારું [બે સ્થળે (ગઢડા ને પંચાળા) રહેવાનું રાખવું તે.] કર્યું, માટે બે ભાઈ હોય કે બાપ-દીકરો હોય તો વારાફરતી વહેવાર સાચવીને સમાગમ કરી લેવો. સમાગમ કરે તો વહેવાર પણ સારો થાય, એ વાતમાં કાંઈ ફેર નથી. ૯/૧૫

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
સેવકાઈ (પોતાના આત્માની સેવા) પાસે અનંત (માયિક) દોષ ઢંકાઈ જાય છે, (પોતાના આત્માની) સેવા જોઈ અંતર્યામી દેવ (આત્મામાં રહેલા ભગવાન) પણ (માયાના દોષ પ્રત્યે) અંધ બની જાય છે. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૬-૨-૧૯૮૩, વાત-૨ 🔯
આત્માથી પરમાત્મા તદ્દન નોખા ન્યારા છે. ધ્યાન રાખજો. આપણો આત્મા છે ચિદાકાશ, પ્રકાશેયુક્ત. આત્મા કર્મફળપ્રદાતા નથી. આત્માથી પરમાત્મા નોખા છે.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

13 Mar, 01:37
308
Post image

※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※
🚸📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕

📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો જે અતિથી તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદીકે કરીને પૂજવો અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું ૧૩૮

📕 *વચનામૃત* 🎤
ગઢડા પ્રથમ ૭૮: દેશકાળાદિકના પ્રધાનપણાનું
લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, *“ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યારે જણાય? અને આઠે પહોર ‘અહો અહો’ સરખું કેમ રહે?”* પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભક્ત એમ સમજે જે, ‘આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ, ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે. તે સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ એ સર્વે ધામ છે અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે તે મારું અતિ બડું ભાગ્ય છે.’ એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે.”

📗 *_સ્વામીની વાતો_* 🗣
સત્સંગ પોતાનો કરવો પણ ઉછીનો ન કરવો. કોઈને મા-બાપનો, કોઈને મોસાળનો, કોઈને કાકાનો એમ કોઈકને લઈને સત્સંગ છે માટે પ્રહ્લાદની પેઠે પોતાનો સત્સંગ કરવો ને પર્વતભાઈને પણ પોતાનો હતો. ૯/૧૩

📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
મારા ઉત્તમ ભક્ત સેવક (અક્ષરબ્રહ્મ) છે તે મારા સ્વરૂપને યથાર્થ જાણીને મારું (દેહ અને વાણીસ્વરૂપનું) ચિંતવન કરે છે. દાસ-સેવક

📙 *_અનિર્દેશિ અમૃત,_* તા.૬-૨-૧૯૮૩, વાત-૧ 🔯
કોક સાત્વિકતાના ભાવે કરીને આપણે દિલથી કહીશું કે, 'આ પ્રભુ તું કરી રહ્યો છું, તું બોલી રહ્યો છું, આ તારું છે,' પણ એક પ્રવાહ જુદો છે અને એ પ્રવાહ છે પ્રભુનો કે "જેની આંખમાં પ્રભુનો જ કબજો છે, જેનાં દસ ઈન્દ્રિયો ને ચાર અંતઃકરણમાં કેવળ પ્રભુનો જ કબજો છે." એવો પ્રવાહ જેના ચૈતન્યને વિશે અખંડિત હોય એ જ નિષ્કામધર્મમાં લઈ જઈ શકે. તમે કહી શકશો કે આ પ્રભુનું છે પણ જાણપણું તો છે જ. જ્યાં સુધી તમારા દેહનું જાણપણું છે ત્યાં સુધી તમારા કર્તવ્યનું જાણપણું છે, એટલે દેહની વિસ્મૃતિ, ગુણોના જાણપણાની વિસ્મૃતિ, સૂક્ષ્મદેહની વિસ્મૃતિ તો એ પરમપુરુષ જ્યાં સુધી કબજો ન લે ત્યાં સુધી શક્ય નથી.

*ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻‍♂
*હે પ્રભુ! મારુ ગમતું મને મુકાવજે અને તારું ગમતું કરાવજે, તું તારી રીતે વર્તાવજે...* 🛐

સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※

12 Mar, 03:34
349