🚸⊍📚😇 *આજ નો સ્વાધ્યાય* 🔔🛕
📜 *શિક્ષાપત્રી* ✍🏻
અને યુવાન અવસ્થાને વિષે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમને યુવાન અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિષે આપત્કાળ પડ્યા વિના ન રહેવું.
📕 *વચનામૃત* 🎤
જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે તે ચારો કરીને રાત્રિ સમે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતાં નથી; તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. અને વળી પશુ-પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ-વિદેશ જાય છે, પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે.
📗 *_સ્વામીની વાતો_* 🗣
કામ, ક્રોધ, માન, ઈર્ષા ને દેહાભિમાન એ સર્વે મૂકશે ત્યારે ભગવાન ને ભગવાનના સાધુ રાજી થાશે.
📘 *પુરુષોત્તમ બોલ્યા પ્રીતે* ☝🏻
અમારે એક એક સંત દ્વારા અનંત જનનો મોક્ષ કરવો છે. અક્ષરપતિ અવિનાશી અમે પોતે અનંત શક્તિના ધરનારા આજે મોક્ષના દ્વાર રૂપે પ્રગટ છીએ. આજે હેતે કરીને તમને પોતાની વાત કરીએ છીએ.
📙 *_અનિર્દેશિ અમૃત_* તા. ૨૭/૦૯/૧૯૮૦, શાસ્ત્રીજીમહારાજનો શ્રાદ્ધદિન, હરિધામ, વાત-૩૧૩ 🔯
કોઈ બોલાવે ન બોલાવે, પણ ભગવાને ગ્રહણ કર્યા એ ઓછું છે? યોગીજીમહારાજે આપણને ધબ્બો માર્યો એ ઓછું છે? યોગીજીમહારાજે આપણને સ્વીકાર્યા, યોગીજીમહારાજ આપણને ભેટ્યા એ ઓછું છે? માન મળે તોય તારા ચરણે. અપમાન મળે તોય તારા ચરણે. તટસ્થભાવે, સેવકભાવે જીવવાની સૂઝ યોગીજીમહારાજે આપણને આપી છે. પ્રભુ આપણને સામેથી મળે, આનંદ કરાવે, બહુ થઈ ગયું. નહિ જેવા સામાન્ય પ્રસંગો આપણા જીવનમાં બને. ત્યારે આનંદમાં જ રહેવાનું.
➕ *ચેષ્ટા* 🗣 *પ્રથમ શ્રી હરિ ને રે...*
☝🏻🛌💬📿🙏🏻
*આખા દિવસ દરમ્યાન મારી વાણી કેટલી ભગવાનના ગમતામાં રહી...?* 🙊
_કેટલું હું સ્વધર્મયુક્ત જીવ્યો...?_🙈
*કેટલું સંપ સુહૃદભાવ એકતા થી જીવ્યો..?*🙉
_ભગવાનના ગમતામાં કેટલું વર્તાણું...?_ 🤔
🗣 *વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં...* 💖
🙏🏻 *હે મહારાજ! આપના બળે, આપના ગમતામાં વર્તાવશોજી...દાસ ના દાસ બનાવશોજી..* 🚼
🙏🏻 *નિમિત્ત ભૂલકું બનાવશોજી...*👼🏻🧚🏻♂
સ્વામિનારાયણ..સ્વામિનારાયણ..સ્વામિનારાયણ
🛕🙏🏻 *⊍ જય સ્વામિનારાયણ ⊍* 🙏🏻🚩
※══❖═══▩ஜ ۩۞۩ ஜ▩═══❖══※