તૈયારી ચાલુ રાખવા કોઈ હોદ્દો કે પોસ્ટ મોટીવેશન તરીકે જરૂર કામ કરે છે પણ તૈયારી કોઈ પોસ્ટને ધ્યાને રાખીને કરવા કરતા પરીક્ષા કેન્દ્રિત હોવી જોઈએ.
હાલ જેની પાસે નોકરી નથી તેમનો માત્ર એક જ ધ્યેય હોવો જોઈએ - સરકારી નોકરી. એના માટે પરીક્ષાની સારી રીતે તૈયારી કરવી. અત્યારે તમારા જીવનમાં ચાલી રહેલા મોટે ભાગના પ્રશ્નો આ નોકરી સોલ્વ કરશે.કરો
કઈ પોસ્ટ સારી અને કયા જિલ્લામાં કઈ કચેરીની કેટલી જગ્યા ખાલી - એ બધું હાલ વિચારવું નહીં. પરીક્ષા લેવાઈ જાશે એના પછી આ બધું વિચારવા માટે પુષ્કળ સમય મળશે. એટલે હાલ માત્ર પરીક્ષાની તૈયારી જ કરો.