Sahastra IAS - GPSC @tdowitharpansir Channel on Telegram

Sahastra IAS - GPSC

@tdowitharpansir


Sahastra IAS - GPSC (English)

Are you aspiring to become a successful civil servant in India? Look no further, as 'Sahastra IAS - GPSC' Telegram channel is here to guide you through your journey towards cracking the UPSC and GPSC examinations. Led by the renowned mentor, Arpan Sir, this channel is your one-stop destination for all things related to civil service exam preparation. Arpan Sir is a seasoned educator with years of experience in coaching students for these prestigious exams, and his expertise and guidance will surely help you in achieving your dream of becoming a civil servant. From study materials, tips, and strategies to motivational messages and guidance on how to crack the exams, Sahastra IAS - GPSC has got you covered. Join this channel today and kickstart your preparation with the right guidance and support. Don't let your dream slip away, join 'Sahastra IAS - GPSC' and pave your way towards success!

Sahastra IAS - GPSC

02 Nov, 03:24


વહાલા સ્નેહીજન શ્રી...

આપને તથા આપના તમામ પરિવારજનોને નૂતન વર્ષાભિનંદન..🙏🏻

આવનારું વર્ષ આપ સૌ માટે સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યમાં વધારો કરનારું બની રહે એવી ઈશ્વરને પ્રાર્થના.

અર્પણ 🙏🏻

Sahastra IAS - GPSC

11 Oct, 05:48


#Let's ace the mains

GPSC ની એક્ઝામ માટેનું અન્ય કન્ટેન્ટ માટે અમારી ટેલિગ્રામ ચેનલનો હિસ્સો બનો 👇

https://t.me/SahastraIAS1356

Sahastra IAS - GPSC

30 Sep, 12:52


PRE-Booster

For more such amazing content join 👇

https://t.me/SahastraIAS1356

Sahastra IAS - GPSC

30 Sep, 05:33


#Let's ace the mains

GPSC ની એક્ઝામ માટેનું અન્ય કન્ટેન્ટ માટે અમારી ટેલિગ્રામ ચેનલનો હિસ્સો બનો 👇

https://t.me/SahastraIAS1356

Sahastra IAS - GPSC

30 Sep, 05:33


#Let's ace the mains

GPSC ની એક્ઝામ માટેનું અન્ય કન્ટેન્ટ માટે અમારી ટેલિગ્રામ ચેનલનો હિસ્સો બનો 👇

https://t.me/SahastraIAS1356

Sahastra IAS - GPSC

29 Sep, 06:23


#Let's ace the mains

GPSC ની એક્ઝામ માટેનું અન્ય કન્ટેન્ટ માટે અમારી ટેલિગ્રામ ચેનલનો હિસ્સો બનો 👇

https://t.me/SahastraIAS1356

Sahastra IAS - GPSC

29 Sep, 06:23


#Let's ace the mains

GPSC ની એક્ઝામ માટેનું અન્ય કન્ટેન્ટ માટે અમારી ટેલિગ્રામ ચેનલનો હિસ્સો બનો 👇

https://t.me/SahastraIAS1356

Sahastra IAS - GPSC

28 Sep, 10:58


જે પ્રકારે ટ્વિટર પર કેટલાક વ્યક્તિઓ વર્ષ 2025 માં આવનાર ભરતીઓની સંખ્યાઓને લઈ અને ભવિષ્ય વાણી કરી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે હવે આવનારી GPSC ની ભરતી પણ 1,000 થી વધુ સંખ્યાની હશે. 😂😂😂


વિદ્યાર્થી મિત્રો આ બાબતને ખાસ સમજજો કે આપણી ક્યુરીયોસિટી અને આપણા ડરનો લોકો ધંધો ન બનાવે... મોટાભાગના ક્લાસીસ વાળા આવા કથિત પત્રકારો એ કરેલ ટ્વીટનો સ્ક્રીનશોટ પોતાના સોશિયલ મીડિયા માધ્યમોમાં શેર કરતા હોય છે અને પછી... પરિવર્તન... સિંઘમ.... પરિશ્રમ.... અંતિમ યુદ્ધ.... ખાખી એ જ કલ્યાણ.... નવા અલગ અલગ નામોથી બેચો જાહેર કરી દેતા હોય છે...


ચલો ભરતી આવે એ તો સારી બાબત છે અને આવવી પણ જોઈએ... આવી ભરતી ક્યારે આવશે અને કેટલી આવશે એ જાહેર કરવા માટે સરકારે યોગ્ય વ્યવસ્થા કરેલી જ છે...સરકારના પ્રવક્તા બનવાની ક્યાં કોઈએ જરૂર છે...


આવા લોકોને જો એમ પૂછીએ કે તમે ટ્વિટ કરેલું હતું અને હવે ભરતી નથી આવી તો શું કરશો? આવા લોકો ત્યારે જવાબ આપશે કે અમે તો શક્યતા છે એવું કીધેલું હતું....


એક શિક્ષક તરીકે તમને એ જ સજેશન છે કે.... સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો ત્યારે આવી બધી ફાલતુ તથા પ્રસ્થાપિત હિતો ધરાવતી જાહેરાતોમાં પડવાની જરૂર નથી... તમે જે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે મૂળભૂત બાબતો છે અથવા જે મૂળભૂત વિષયો કહી શકાય એનું વાંચન શરૂ રાખો...  ઉદાહરણ તરીકે તમે જો GPSC ક્લાસ 1-2 તો એના લેવલનું અને જો ક્લાસ 3 પરીક્ષાઓ માટે તૈયારી કરતા હો તો એના લેવલનું બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ઇકોનોમી મેથ્સ એન્ડ રીઝનીંગ તૈયાર કરો....


ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં એક ઇરાદાપૂર્વક... નોકરી નથી એનો ડર બતાવવામાં આવે છે અને ત્યારબાદ તુરંત જ....  નોકરી આવ્યા બાદ શું શું થઈ શકે એના સોનેરી સપના બતાવવામાં આવે છે.... અને પછી હળવેક દઈને કોઈ કોર્સ અથવા પુસ્તક લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવે છે.... કોન્સ્ટેબલ કે સબ ઇન્સ્પેક્ટરની બેચો જાહેર કરતા હોય ત્યારે આઈપીએસ ઓફિસરના ફોટાઓને થંબનીલ તરીકે મૂકવામાં આવે છે....... આ પેટર્નને સમજો.... જે કોઈપણ ક્લાસીસ વાળા પાસે કોર્સ ખરીદો ત્યારે તેમને જણાવો કે તમારો કોર્સ પર્ચેઝ કર્યા પછી જો મને પસંદ નહીં આવે તો શું મને રિફંડ આપશો? (મારા સ્ટાર્ટ અપ Sahastra IAS માં આ પોલીસી મે લાગુ કરેલ છે...)


વિદ્યાર્થી મિત્રો, જીવન એક જ વાર મળેલું છે અને એને કોઈ પણ પ્રકારના ડર વિના જીવતા શીખો.... સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ત્યારે હું ઈચ્છું કે મહત્તમ લોકોને નોકરી મળે પરંતુ બધાને નોકરી તો મળવાની જ નથી... તો યાદ રાખો કે નોકરી માટેની તૈયારી અને નોકરી બંને જીવનનો એક ભાગ છે આખું જીવન નથી.... એવા હજારો ઉદાહરણો આપણી સામે છે કે સરકારી નોકરીની તૈયારી કરતા હોય નિષ્ફળ ગયા હોય અને પછી જીવનમાં જે કોઈપણ ફિલ્ડમાં ગયા હોય ત્યાં એમને સફળતાના નવા આયામો ઊભા કરેલા છે....

જો તમે એક બે વર્ષથી પ્રીપરેશન કરી રહ્યા છો અને કોઈ કારણસર સફળતા નથી મળતી તો શક્ય હોય તો તમારી આવડત મુજબની કોઈપણ પાર્ટ ટાઈમ નોકરી કરવાનું શરૂ કરી દો એક વખત થોડા પૈસા આવતા થશે અને નાણાકીય જરૂરિયાત માટે કોઈની પાસે હાથ લંબાવો નહીં પડે ત્યારે તમારામાં આવનારું સ્વાભિમાન તમારા માટે સૌથી મોટું મોટીવેશન હશે....


સૌને ઓલ ધ બેસ્ટ...

વધુ વાત ફરી ક્યારેક કરીશું....

Arpan 🙏