શ્રીહરિએ વડતાલ મંદિર ઐતિહાસિક હરિમંડપમાં બેસી આજથી ૧૯૮ વર્ષ પૂર્વે વિ.સં.૧૮૮૨ ના મહા સુદ પાંચમ વસંત પંચમીના રોજ સંપ્રદાયના ગૌરવ સમી શિક્ષાપત્રી લખી હતી..!!
૨૧૨ શ્લોક સાથેની આ શિક્ષાપત્રી સંપ્રદાયના સાહિત્યમાં શિરોમણી ને ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્વયં વાણી ( આજ્ઞા ) સ્વરૂપ છેઃ ધર્મશાસ્ત્રોના સારરૂપ આ નાની આજ્ઞાપત્રીમાં ભગવાને સંપ્રદાયના આચાર્ય / સાધુ/ બ્રહ્મચારી/ પાર્ષદો તથા અનુયાયીઓ માટે સંયમ મર્યાદાની પાળ બાંધી છે...! શિક્ષાપત્રી એ સંપ્રદાય માટે આજીવન આચારસંહિતા સમાન છે.!!
#Vasant_Panchami #Harimandap
#Vadtal #Dham