GPSSB @gpssbtg Channel on Telegram

GPSSB

@gpssbtg


Not an official account.

GPSSB (English)

Are you a Gujarat Panchayat Seva Selection Board (GPSSB) aspirant looking for the latest updates and study materials? Look no further! Join our Telegram channel '@gpssbtg' to stay ahead in your preparation journey. Our channel provides comprehensive information about GPSSB recruitment notifications, exam dates, syllabus, and previous year question papers. With a dedicated team of experts, we offer daily quizzes, practice tests, and tips to help you ace the exam with confidence. Don't miss out on this valuable resource to boost your chances of success. Join today and take your GPSSB exam preparation to the next level!

GPSSB

07 Jan, 15:46


ગોંડલ ખાતે રાજપુત સમાજે તમામ જ્ઞાતિના ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા કર્યાનું જાણવા મળે છે વિગતો મેળવી અત્રે મુકવામાં આવશે.
•••••
January 07, 2025 at 09:12PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1876655759716700238

GPSSB

07 Jan, 15:46


પોલીસ અધિક્ષક સાબરકાંઠા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લગભગ આવતીકાલથી ઉમેદવારોને રહેવાની વ્યવસ્થા કરવાના છે કદાચ એકાદ દિવસ મોડું થઈ શકે. હિંમતનગરની સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ પરીક્ષા યજ્ઞમાં જોડાય તેવી ખાસ વિનંતી.
•••••
January 07, 2025 at 09:11PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1876655469261136126

GPSSB

07 Jan, 15:46


એસઆરપી ગ્રુપ ૨ સૈજપુર બોઘા ખાતે લગભગ 200 ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
•••••
January 07, 2025 at 09:10PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1876655167359132079

GPSSB

07 Jan, 15:40


સેનાપતિ એસ.આર.પી ગોધરા તથા પોલીસ અધિક્ષક ગોધરા તથા જામનગર ગોધરા અને જામનગર ખાતે પોલીસ ભરતીના ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા માટે પ્રયત્નશીલ છે.‌ વ્યવસ્થા થતા તેમને જણાવશે.
•••••
January 07, 2025 at 09:09PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1876654998114988304

GPSSB

07 Jan, 15:40


રાજકોટમાં મહિલા ઉમેદવારો પોલીસ ભરતી ની શારીરિક કસોટી આપશે. રાજકોટ પોલીસ હેડકવાટર ખાતે કોઈ મકાન ઉપલબ્ધ નથી જેથી રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓ ને દીકરીઓ તથા તેમના વાલીઓ માટે વ્યવસ્થા કરવા વિનંતી.
•••••
January 07, 2025 at 09:08PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1876654658225410535

GPSSB

07 Jan, 15:40


પોલીસ ભરતી ની શારીરિક કસોટી માટે ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં લગભગ 200 જણની લેવાની વ્યવસ્થા ભરૂચ પોલીસે કરેલી છે. ઉમેદવારો એ લાભ લેવા વિનંતી. ભરૂચ પોલીસ નો ખુબ ખુબ આભાર
•••••
January 07, 2025 at 09:07PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1876654364393411027

GPSSB

06 Jan, 16:20


આજે કુલ 111 જગ્યા માટે 6 જાહેરાત આયોગ ની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે.
•••••
January 06, 2025 at 09:46PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1876301853610393920

GPSSB

06 Jan, 05:15


રાજ્ય વેરા નિરીક્ષક ની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ ૧૫ ફેબ્રુઆરી આસપાસ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારો મેઈન પરીક્ષા ક્યારે ઈચ્છે છે?
•••••
January 06, 2025 at 10:44AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1876135323400564739

GPSSB

05 Jan, 14:15


@KripalChav6815 ઈશ્વર તમને શક્તિ આપે તેવી પ્રાર્થના.
•••••
January 05, 2025 at 07:38PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875907347216019463

GPSSB

05 Jan, 10:15


તમારી ચિંતા સમજી શકાય તેમ છે. પણ મને પૂરો વિશ્વાસ છે કે દરેક સમાજના ઉમેદવારો માટે અને ખાસ કરીને જેને વધુ જરૂર છે તેનું ધ્યાન રાખનાર લોકો અને સંસ્થા જરૂર આગળ આવશે. https://t.co/zq11Z3a2RJ
•••••
January 05, 2025 at 03:38PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875846911787466928

GPSSB

05 Jan, 10:10


આજે યોજવામાં આવેલ ત્રણ પરીક્ષાની ઓએમઆર અપલોડ કરવામાં આવી.
•••••
January 05, 2025 at 03:35PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875845963149140159

GPSSB

05 Jan, 07:05


આ મેદાન પર શારીરિક કસોટી આપનાર ઉમેદવારોને રહેવા જમવાની મદદની જરૂર પડશે. સૌ સેવાભાવી વ્યક્તિઓ તથા સંસ્થાઓની માહિતી માટે. https://t.co/1tcFXMR2Zs
•••••
January 05, 2025 at 12:32PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875799978691752261

GPSSB

05 Jan, 07:00


વ્યારામાં શારીરિક કસોટી નથી. પરંતુ તમારી ભાવના અને બિરદાવૂ છું. તમારી જેમ પોતાની ક્ષમતા મુજબ ઉમેદવારોને મદદ કરવાની ભાવના સૌ રાખશે તો ઉમેદવારોને ખૂબ મદદ મળશે અને ભવિષ્યમાં તેઓ પણ સમાજને પાછું આપશે. https://t.co/8JqSJH2s9w
•••••
January 05, 2025 at 12:30PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875799413035245845

GPSSB

05 Jan, 04:35


ખેડા જિલ્લામાં બે પરીક્ષા કેન્દ્ર છે ખેડા અને નડિયાદ. ખેડા તથા આણંદ જિલ્લો NRI માટે જાણીતો છે. હું સૌ NRI ભાઈ બહેનોને પોલીસ ભરતીના ઉમેદવારો માટે રહેવા જમવાની સગવડમાં ઉપયોગી થવા વિનંતી કરું છું. રાજ્યમાં અન્ય જગ્યાએ પણ NRI ભાઈ બહેનો આમાં પાછી પાની નહીં કરે તેવો મને પૂરો વિશ્વાસ છે
•••••
January 05, 2025 at 09:57AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875760998352888125

GPSSB

05 Jan, 04:30


ખેડા પોલીસ મુખ્યમથક ખાતે શારીરિક કસોટી માટે આગલી સાંજે આવનાર 300 થી 350 ઉમેદવાર માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. મારી સમજ મુજબ આગલી સાંજે આટલા જ ઉમેદવાર આવશે. તેથી વધુ આવવાના હોય તો માહિતી આપશો તો વધુ માટે પ્રયત્ન કરીએ.
•••••
January 05, 2025 at 09:53AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875759970589012155

GPSSB

05 Jan, 04:25


ખેડા પોલીસ મુખ્યમથક ખાતે શારીરિક કસોટી માટે આગલી સાંજે આવનાર 300 થી 350 ઉમેદવાર માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. મારી સમજ મુજબ આગલી સાંજે આટલા જ ઉમેદવાર આવશે. તેથી વધુ આવવાના હોય તો માહિતી આપશો તો અન્ય કોઈ વ્યવસ્થા પણ વિચારીએ.
•••••
January 05, 2025 at 09:51AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875759456782573756

GPSSB

04 Jan, 16:55


પોલીસ ભરતી શારીરિક કસોટી વખતે દરેક મેદાન પર દરરોજ 1500 ઉમેદવાર ભાગ લેશે જેથી તેમની રહેવા જમવાની વ્યવસ્થા એક કરતાં વધુ સંસ્થાઓએ કરવી પડશે. દરેક કેન્દ્રવાળા શહેરમાં વધુને વધુ સંસ્થાઓ આગળ આવી આ સેવા કાર્યમાં જોડાય.
•••••
January 04, 2025 at 10:18PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875585220545794309

GPSSB

04 Jan, 16:55


જીપીએસસી વર્ગ -1, 2 ની પ્રિલિમ 6 એપ્રિલ તથા મેઈન પરીક્ષા 13, 14 તથા 20, 21 સપ્ટેમ્બર 2025 ના રોજ રાખવાનું આયોજન કરેલ છે જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પણ આપી શકે.
•••••
January 04, 2025 at 10:16PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875584676104171841

GPSSB

04 Jan, 16:35


આવતીકાલની પરીક્ષાઓમાં હાઈ ડેફીનેશન સીસીટીવી કેમેરાનો દૂર ઉપયોગ ન થાય તે માટે ખાસ સુપરવાઇઝરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ટૂંક સમયમાં થનારી પરીક્ષાઓમાં જુદી જુદી વ્યવસ્થા કરી ભવિષ્યમાં સીસીટીવી કેમેરા ચાલુ રાખવા કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે.
•••••
January 04, 2025 at 09:56PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875579673327104198

GPSSB

04 Jan, 16:31


લોકરક્ષક, તલાટી, જુનિયર ક્લાર્ક ની પરીક્ષા વખતે ગુજરાતના સેવાભાવી લોકોએ પરીક્ષાને પરીક્ષાયજ્ઞ બનાવી દીધેલો. પોલીસ ભરતીની દોઢ માસથી વધુ સમય ચાલનારી શારીરિક કસોટી વખતે પણ ગુજરાત પાછું વળીને નહીં જુએ. ફરી એકવાર પરીક્ષાને સેવાયજ્ઞ બનાવીએ.
•••••
January 04, 2025 at 09:53PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875578737590448174

GPSSB

03 Jan, 16:30


જાહેરાત ક્રમાંક 18/2021-22, Paediatrician, (Employees State Insurance Scheme), Class-1 સંદર્ભે પ્રતિક્ષાયાદી પરથી ભલામણની જાહેરાત વેબસાઈટ પર મૂકવામાં આવી.
•••••
January 03, 2025 at 09:57PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875217386384875920

GPSSB

03 Jan, 16:30


Gujarat Public Service Commission declared Prelim Exam Date on Website of 15 Advertisement related to Public Health.
•••••
January 03, 2025 at 09:57PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875217316805587174

GPSSB

03 Jan, 16:30


આયોગ દ્વારા જાહેર સ્વાસ્થ્ય સંબંધિત કુલ ૧૫ જાહેરાતની પ્રાથમિક કસોટીની તારીખ વેબસાઈટ પર જાહેર કરવામાં આવી.
•••••
January 03, 2025 at 09:56PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1875217092582289825

GPSSB

03 Jan, 00:05


રાજ્ય વેરા નિરીક્ષક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી વેબસાઈટ પર મૂકવામાં આવી.
•••••
January 03, 2025 at 05:28AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1874968620323004886

GPSSB

02 Jan, 16:01


તારીખ 12 તથા 19 જાન્યુઆરીના રોજ આયોગ દ્વારા યોજાનાર સામાન્ય અભ્યાસની પરીક્ષામાં કોમન ઉમેદવારો માટે અગત્યની સૂચના વેબસાઈટ પર જાહેર કરવામાં આવી.
•••••
January 02, 2025 at 09:30PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1874848289788715260

GPSSB

01 Jan, 08:25


જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨મા બઢતી માટેની સેમી ડાયરેક્ટ પરીક્ષા સંદર્ભે લઘુત્તમ લાયકી ધોરણ અને પરીક્ષા નિયમ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યા.
•••••
January 01, 2025 at 01:51PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1874370300122718274

GPSSB

31 Dec, 14:45


જાહેરાત ક્રમાંક 78/2023-24, Assistant Professor, General Surgery, G.S.S., Class-I ની જગ્યા અંતર્ગત રૂબરૂ મુલાકાત માટે પાત્ર કુલ=59 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલ છે.
•••••
December 31, 2024 at 08:09PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1874102976027254904

GPSSB

31 Dec, 14:45


જાહેરાત ક્રમાંક 8/2023-24, Industrial Promotion Officer, General State Service, Class-2 ની જગ્યા અંતર્ગત રૂબરૂ મુલાકાત માટે પાત્ર કુલ=21 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલ છે.
•••••
December 31, 2024 at 08:09PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1874102975888842966

GPSSB

31 Dec, 14:45


જાહેરાત ક્રમાંક 79/2023-24, Assistant Professor, Obstetrics & Gynaecology, G.S.S., Class-I ની જગ્યા અંતર્ગત રૂબરૂ મુલાકાત માટે પાત્ર કુલ=57 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલ છે.
•••••
December 31, 2024 at 08:09PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1874102975859483074

GPSSB

31 Dec, 13:15


આયોગના વર્ષ ૨૦૨૪માં પ્રસિદ્ધ થનાર જાહેરાતોના કાર્યક્રમમાં દર્શાવેલ મદદનીશ નિયામક,ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, વર્ગ-૨,મદદનીશ શ્રમ આયુકત, વર્ગ-૧ તેમજ વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી,વર્ગ-૨ની જગ્યાના માંગણીપત્રકો વિભાગ તરફથી આયોગને મળેલ ન હોઇ જાહેરાતો પ્રસિદ્ધ કરી શકાઈ નથી.
•••••
December 31, 2024 at 06:41PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1874080828562751539

GPSSB

31 Dec, 12:40


જાહેરાત ક્રમાંક 10/2023-24, Deputy Director, Industrial Safety and Health, Class-I, in the Gujarat Industrial Safety and Health Service નું આખરી પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં 3 ઉમેદવારોને પસંદ કરવામાં આવેલ છે.ઉમેદવારોને અભિનંદન
•••••
December 31, 2024 at 06:04PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1874071684468400318

GPSSB

31 Dec, 02:15


ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા આપવા સક્ષમ છે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા નથી કારણ કે તેઓ એ માન્યતા ધરાવતા નથી કે તેઓ સક્ષમ છે. પોતાની સક્ષમતા ઉપર ભરોસો રાખી આ પરીક્ષા પુષ્કળ મહેનત કરીને આપે તેવી મારી સૌને વિનંતી.
•••••
December 31, 2024 at 07:36AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1873913606112502023

GPSSB

31 Dec, 02:01


વર્ગ ૧-૨ ની પરીક્ષા નું સમયપત્રક યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની સાથે મેચ કરવાનો પ્રયત્ન છે. પ્રિલિમ તેની પ્રિલિમ પહેલા અને મેઈન પરીક્ષા તેની મેઇન પછી લેવાનું આયોજન છે. જીપીએસસી વર્ગ ૧-૨ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ યુપીએસસી આપવાને લાયક જ છે તે ન ભૂલે અને બંને પરીક્ષાઓ આપે.
•••••
December 31, 2024 at 07:30AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1873912084540641446

GPSSB

31 Dec, 02:01


ગુજરાતના અસંખ્ય વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા આપવા સક્ષમ છે માત્ર એક જ અવરોધ છે કે તેઓ માન્યતા ધરાવતા નથી કે તેઓ સક્ષમ છે અને એના કારણે જ ગુજરાતના અસંખ્ય સક્ષમ વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષા આપતા નથી. આપ સૌને પોતાની જાતમાં વિશ્વાસ રાખવા માટે મારી વિનંતી.
•••••
December 31, 2024 at 07:27AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1873911429436215782

GPSSB

31 Dec, 02:01


વર્ગ ૧-૨ ની જાહેરાત આવનારા પખવાડિયામાં આપી શકીશું તેવી આશા છે. જાહેરાતમાં વહેલું મોડું થઈ શકે પરંતુ પરીક્ષા મધ્ય એપ્રિલમાં લેવામાં આવશે. જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષામાં ભાગ લઈ શકે.
•••••
December 31, 2024 at 07:27AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1873911423488954501

GPSSB

31 Dec, 01:55


રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા પછી નવા રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન શપથ લે તે પૂર્વે શ્રીજીમી કાર્ટર ના રાષ્ટ્રપતિકા‌ળમાં જ ઓપરેશન કરી બધા બંધકોને છોડાવવામાં આવેલા. નિવૃત્તિ પછીના કામ માટે તેઓ સદાયને માટે યાદ રહેશે. જીવનને સાર્થક બનાવવા માગતા સૌ માટે ઉદાહરણરૂપ છે. સદગતના આત્માને વંદન
•••••
December 31, 2024 at 07:18AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1873909068680880376

GPSSB

31 Dec, 01:55


અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જીમી કાર્ટરનું 100 વર્ષે નિધન. મને નવાઈ લાગી કે તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે હું 11 માં ધોરણમાં ભણતો હતો અને ઈરાનમાં અમેરિકી રાજદુતાલય ના લોકોને બંધક બનાવેલ તે સમાચાર અમે ઘરમાં રોજ bbc માં સાંભળતા.
•••••
December 31, 2024 at 07:18AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1873909066554363925

GPSSB

31 Dec, 01:40


અમેરિકાના રાષ્ટ્રપતિની વાંચવા જેવી ટ્વિટ. https://t.co/ioaHFM3r68
•••••
December 31, 2024 at 07:05AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1873905861665710455

GPSSB

31 Dec, 01:35


આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ મનમોહનસિંહજી જાહેર જીવનમાં ગરીમાપૂર્ણ વ્યવહાર માટે ઉદાહરણરૂપ હતા. આવા કેટલાય સપુતોના યોગદાનને કારણે આપણે અહીંયા પહોંચ્યા છીએ. સદીઓના લોકતાંત્રિક મૂલ્યો ને વ્યવસ્થાએ આવા કેટલાય લોકોને દેશના વિકાસમાં યોગદાન આપવાની તક પૂરી પાડી. સ્વર્ગસ્થના આત્માને વંદન.
•••••
December 31, 2024 at 06:58AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1873904133683782055

GPSSB

30 Dec, 12:10


જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨ સંવર્ગની જગ્યાએ બઢતી માટેની સેમી ડાયરેક્ટ પરીક્ષાની તારીખ આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવી.
•••••
December 30, 2024 at 05:38PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1873702810119995877

GPSSB

30 Dec, 02:31


RT @RameshV65826947: @Hasmukhpatelips Salute for junagadh police આજે Gpsc ની પરીક્ષા નું કેન્દ્ર જે સ્કૂલે આવ્યું તે મારું કેન્દ્ર હતું જ…
•••••
December 30, 2024 at 07:54AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1873555765669273867

GPSSB

26 Dec, 15:43


New Secretary
Shri M.D Chudasama

GPSSB

22 Dec, 16:25


ઉમેદવારની સરળતા માટે કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ માટેની ગાઈડલાઈન વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે.
•••••
December 22, 2024 at 09:51PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870867372824764550

GPSSB

22 Dec, 15:15


મહીસાગર પંચમહાલ તથા વડોદરા જિલ્લાની ઓએમઆર પણ અપલોડ કરવામાં આવી.
•••••
December 22, 2024 at 08:41PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870849580432281994

GPSSB

22 Dec, 14:50


જે શાળામાં હાઈ ડેફિનેશન કેમેરા બંધ કરાવવામાં આવે ત્યાં સુપર વિઝન વધુ સાબદુ બનાવવા માટે પણ 19/12/24 ના પત્રથી સૂચના આપવામાં આવેલ તથા તે માટે વધારાના તકેદારી સુપરવાઇઝર પણ મૂકવામાં આવેલ.
•••••
December 22, 2024 at 08:16PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870843425886515569

GPSSB

22 Dec, 14:40


મહેસાણા ભરૂચ તથા સુરેન્દ્રનગરની ઓએમઆર પણ અપલોડ કરવામાં આવી.
•••••
December 22, 2024 at 08:06PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870840946444910839

GPSSB

22 Dec, 14:40


વલસાડ પોલીસ દ્વારા ઉમેદવારોની જાણ માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર આ બોર્ડ મૂકવામાં આવેલા. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કરણ રાજ વાઘેલા તથા ટીમ વલસાડ પોલીસ નો ખુબ ખુબ આભાર. રાજ્યમાં ઘણી જગ્યાએ આ પ્રકારની પેન કરવામાં આવી હશે. ઉમેદવારો તથા ગુજરાતના લોકોની જાણ માટે અચૂક શેર કરશો. https://t.co/r7vTzLLHrY
•••••
December 22, 2024 at 08:06PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870840825464381899

GPSSB

22 Dec, 14:30


તારીખ 18 ડિસેમ્બરના રોજ રાખવામાં આવેલી જિલ્લાની ટીમના નિવાસી અધિક કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક તથા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ ને હાજર રહેવાનું હતું છતાં કેટલાક જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટર શ્રી તથા પોલીસ અધિક્ષક શ્રી પણ હાજર રહેલા. પરીક્ષામાં આ પ્રકારે રસ લેવા માટે સૌનો ખૂબ ખૂબ આભાર
•••••
December 22, 2024 at 07:54PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870837766483018068

GPSSB

22 Dec, 14:30


આજની પરીક્ષામાં જિલ્લા વહીવટી તંત્રે ખૂબ જ રસ લઇ ઝીણવટથી કામ કર્યું તથા દરેક કેન્દ્ર પર આયોગના પ્રતિનિધિ તરીકે જિલ્લાના શ્રેષ્ઠ અધિકારીઓને પસંદ કરી સુંદર રીતે પરીક્ષાનું આયોજન કર્યું તે માટે સૌનો ખુબ ખુબ આભાર. આપના અભિગમ માટે ગૌરવ તથા આનંદની લાગણી થાય છે.
•••••
December 22, 2024 at 07:54PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870837764385644555

GPSSB

22 Dec, 14:25


હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા બંધ કરવા સૂચના આપેલ આમ છતાં ક્યાંય ભૂલથી ચાલુ રહી જાય અથવા તો કોઈ જાણીને તેનો દુરુપયોગ ન કરે તે હેતુથી વધારામાં કેમેરાને ઢાંકવા માટેની પણ સૂચના આપવામાં આવેલી અને તેનો અમલ કરાવવામાં આવેલો.
•••••
December 22, 2024 at 07:48PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870836385306886449

GPSSB

22 Dec, 14:20


હું એક અઠવાડિયું રજા પર હોવાથી રાજ્ય વેરા નિરીક્ષક ની પરીક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી મોટેભાગે તારીખ 30 પછી ચકાસણી કર્યા બાદ જાહેર કરવામાં આવશે.
•••••
December 22, 2024 at 07:45PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870835455303757865

GPSSB

22 Dec, 14:20


અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી સાબરકાંઠા જિલ્લાઓની ઓએમઆર અપલોડ કરવામાં આવેલ છે. ઉમેદવાર તે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.https://t.co/DdnjVIN4IA
•••••
December 22, 2024 at 07:44PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870835212441288879

GPSSB

22 Dec, 14:20


માહિતીને ધ્યાનમાં રાખી પરીક્ષાની સુરક્ષા માટે તાત્કાલિક આ પગલાં લેવામાં આવેલા. ભવિષ્યમાં એનો વિગતવાર અભ્યાસ કર્યા પછી યોગ્ય નીતિ ઘડવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે.
•••••
December 22, 2024 at 07:41PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870834526420902160

GPSSB

22 Dec, 14:01


ક્લાસરૂમમાં લગાડેલ હાઈડ ડેફીનેશન સીસીટીવી કેમેરાના માધ્યમથી પ્રશ્નપત્ર બહાર મોકલવાની સંભાવના રોકવા માટે આયોગ દ્વારા તારીખ 19/12 /24 ના પત્રથી તમામ જિલ્લાઓને આવી શાળાઓમાં ગઈકાલે શાળા પૂરી થયા બાદ કેમેરા બંધ કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી અને તેનો અમલ કરવામાં આવ્યો હતો.
•••••
December 22, 2024 at 07:29PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870831607331897634

GPSSB

22 Dec, 12:45


અમદાવાદ ગાંધીનગરની ઓએમઆર અપલોડ કરવામાં આવી. નીચેની લીંક પરથી જોઈ શકાશે.https://t.co/DdnjVIN4IAજેમ જેમ જિલ્લાઓ માંથી ઓએમઆર આવતી જશે અને સ્કેન થતી જશે તેમ તેમ આ લીંક પર અપલોડ કરવામાં આવશે.
•••••
December 22, 2024 at 06:07PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870810834957697488

GPSSB

22 Dec, 08:35


રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષાના આયોજનમાં સામેલ જિલ્લાની ટીમ, GSRTC, ટીમ જીપીએસસી અને અન્ય સામેલ તમામ વ્યક્તિનો ખુબ ખુબ આભાર.સૌને ખૂબ ખૂબ અભિનંદન.
•••••
December 22, 2024 at 01:56PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870747760758313063

GPSSB

22 Dec, 06:30


રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.
•••••
December 22, 2024 at 11:59AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870718211639099436

GPSSB

21 Dec, 23:25


કોઈપણ ભરતી સંસ્થા શ્રેષ્ઠ પ્રયત્ન છતાં દરેકને સંતોષ આપી શકે તેવી ભરતી વ્યવસ્થા ગોઠવી ના શકે. તેમાં ખામી જોવાને બદલે, પરીક્ષા વ્યવસ્થામાં જોડાયેલા લોકો માટે કૃતજ્ઞતાનો ભાવ રાખશો તો તમારું શ્રેષ્ઠ આપી શકશો અને પરિણામમાં લાભ થશે.
•••••
December 22, 2024 at 04:49AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870610194260168953

GPSSB

21 Dec, 23:25


પરીક્ષા ખંડમાં આત્મવિશ્વાસ, હિંમત તથા હકારાત્મકતા તમને ઘણો ફાયદો કરાવશે.
•••••
December 22, 2024 at 04:47AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870609532746944949

GPSSB

21 Dec, 23:25


પ્રશ્નપત્ર સહેલું હોય કે અઘરું, બધાને માટે સરખું હશે આટલું સમજી તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરશો.
•••••
December 22, 2024 at 04:46AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1870609236155412881

GPSSB

07 Dec, 16:30


જાહેરાત ક્રમાંક : 71/2023-24, Scientific Officer (Chemistry Group), Class-2, Home Department, સંબંધિત અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી આયોગની વેબસાઈટ પર મુકેલ છે.
•••••
December 07, 2024 at 09:53PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1865431952053969043

GPSSB

07 Dec, 16:30


જાહેરાત ક્રમાંક : 48/2023-24,Deputy Executive Engineer (Mechanical), Class-2 (GWRDC) સંબંધિત અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારની યાદી જાહેર કરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની અગત્યની જાહેરાત પણ આજે જ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
•••••
December 07, 2024 at 09:53PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1865431854599291058

GPSSB

07 Dec, 09:10


મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૨ (GWSSB) ની જગ્યા માટેની રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો.
•••••
December 07, 2024 at 02:34PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1865321535453475272

GPSSB

07 Dec, 08:50


મારા ટ્વીટર એકાઉન્ટની માહિતીનો ઉપયોગ કરી બનાવટી ટેલિગ્રામ એકાઉન્ટ ખોલનારની વિરુદ્ધમાં ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે.
•••••
December 07, 2024 at 02:16PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1865316922939871381

GPSSB

06 Dec, 14:06


જાહેરાત ક્રમાંક : 75/2023-24, Assistant Professor, T.B. and Chest, G.S.S., Class-1નો વિગતવાર ઇન્ટરવ્યૂ કાર્યક્રમ આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે.
•••••
December 06, 2024 at 07:33PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1865034420564168710

GPSSB

06 Dec, 14:06


જાહેરાત ક્રમાંક : 73/2023-24, Assistant Professor, Ophthalmology, G.S.S., Class-1 માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે.
•••••
December 06, 2024 at 07:33PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1865034371138560399

GPSSB

05 Dec, 13:15


જાહેરાત ક્રમાંક, 75/2023-24, Assistant Professor, T.B. and Chest, G.S.S., Class-1નો ઇન્ટરવ્યૂ કાર્યક્રમ આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે.
•••••
December 05, 2024 at 06:43PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1864659334770135179

GPSSB

05 Dec, 13:15


જાહેરાત ક્રમાંક, 10/2023-24, Deputy Director, Industrial Safety and Health, Class-1ના ઇન્ટરવ્યૂ કાર્યક્રમની સાથે જ આજે વિગતવાર ઇન્ટરવ્યૂ કાર્યક્રમ આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે.
•••••
December 05, 2024 at 06:43PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1864659249453756464

GPSSB

05 Dec, 09:15


આગામી સમયમાં યોજાનાર કુલ ૧૮ જાહેરાતની પ્રાથમિક કસોટીની તારીખ અને કોલલેટર ડાઉનલોડ સંબંધિત અગત્યની જાહેરાત ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવી
•••••
December 05, 2024 at 02:36PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1864597277572255785

GPSSB

04 Dec, 09:40


જાહેરાત ક્રમાંક 76/2023-24, Assistant Professor, Emergency Medicine, G.S.S., Class-I નું આખરી પરિણામ આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે.
•••••
December 04, 2024 at 03:00PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1864240870184440027

GPSSB

04 Dec, 08:01


જા. ક્ર. ૭૮/૨૦૨૩-૨૪ સંબંધિત અપાત્રતાના કારણ સહિતની અપાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી.
•••••
December 04, 2024 at 01:26PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1864217135800578538

GPSSB

03 Dec, 14:21


આવતીકાલથી મદદનીશ પ્રાધ્યાપક, જનરલ મેડિસિન, વર્ગ-૧ના ઇન્ટરવ્યૂ યોજાશે
•••••
December 03, 2024 at 07:45PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1863950264178278480

GPSSB

03 Dec, 14:21


જા. ક્ર. ૧૧/૨૦૨૩-૨૪ સંબંધિત અપાત્રતાના કારણ સહિતની અપાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી
•••••
December 03, 2024 at 07:45PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1863950206686908416

GPSSB

03 Dec, 14:15


હિસાબી અધિકારી વર્ગ-૨ સંબંધિત વિગતવાર ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો.
•••••
December 03, 2024 at 07:45PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1863950144099463466

GPSSB

03 Dec, 05:55


રાજ્ય વેરા નિરીક્ષક ભરતીના સંમતિ પત્રક ભરવામાં રહી ગયેલા ઉમેદવારો તકથી વંચિત ન રહે તે સારું વિન્ડો ખોલવામાં આવી છે આવતીકાલ સવારે 10:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.ભવિષ્યમાં ઉમેદવારો ધ્યાન રાખે. ભવિષ્યમાં કોઈ પણ ભરતીમાં આ રીતે ફરી તક આપવામાં આવશે નહીં
•••••
December 03, 2024 at 11:24AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1863824208045683161

GPSSB

02 Dec, 13:55


રાજ્ય વેરા નિરીક્ષક ની પરીક્ષા માટે 73,000 જેટલા ઉમેદવારોએ સંમતિ પત્રક નહીં ભર્યા.‌ પરીક્ષા આપવા નહોતા માગતા તે ઉમેદવારો સંમતિ પત્રક ન ભરી પરીક્ષા વધુ સારી રીતે લેવા માટેના જીપીએસસીના પ્રયત્નોમાં સહભાગી થયા તે માટે તેમનો ખુબ ખુબ આભાર.
•••••
December 02, 2024 at 07:22PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1863582055344345336

GPSSB

30 Nov, 14:01


જા. ક્ર. ૫૧/૨૦૨૩-૨૪ સંબંધિત ડોક્યુમેન્ટસ અપલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવેલ છે.
•••••
November 30, 2024 at 07:23PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1862857604361232836

GPSSB

30 Nov, 14:01


સેકશન અધિકારીના પદ પર બઢતી માટેની સેમી ડાયરેક્ટ પરીક્ષા આજ રોજ પૂર્ણ થયેલ છે.
•••••
November 30, 2024 at 07:23PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1862857603925135620

GPSSB

30 Nov, 06:55


હિસાબી અધિકારી, વર્ગ-૨ (જા.ક્ર.૨૨/૨૦૨૨-૨૩) ની જગ્યા માટેની રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો.
•••••
November 30, 2024 at 12:18PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1862750640696438811

GPSSB

29 Nov, 16:30


જા.ક. ૬૯,૭૧,૭૯/૨૦૨૪-૨૫ના અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યા
•••••
November 29, 2024 at 09:57PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1862533870937137199

GPSSB

29 Nov, 16:30


જા. ક્ર. ૫૧ અને ૫૪/૨૦૨૩-૨૪ સંબંધિત અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી
•••••
November 29, 2024 at 09:57PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1862533816411205851

GPSSB

29 Nov, 16:30


જા.ક્ર.૮૨/૨૦૨૩-૨૪,મદદનીશ પ્રાધ્યાપક,સ્કીન એન્ડ વી.ડી. સંબંધીત અપાત્રતાના કારણ સહિતની યાદી જાહેર કરાઈ
•••••
November 29, 2024 at 09:57PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1862533761256006016

GPSSB

29 Nov, 10:00


જાહેરાત ક્રમાંક 12/2023-24ના સંદર્ભમાં, Industrial Safety and Health Officer, Class-2 ની જગ્યા અંતર્ગત અરજી ચકાસણી બાદ રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની યાદી આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે.
•••••
November 29, 2024 at 03:25PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1862435291333603737

GPSSB

28 Nov, 16:01


આજે જા.ક.૬૮,૭૫,૮૦/૨૦૨૪-૨૫ જાહેરાતના અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યા
•••••
November 28, 2024 at 09:29PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1862164426071097688

GPSSB

28 Nov, 05:55


ઉમેદવારની જાણ સારુ:વિભાગ દ્વારા બનાવેલ ભરતી નિયમ મુજબ મદદનીશ કમિશનર, લેબર વર્ગ-૧ની જગ્યા માટે કોઈપણ ક્ષેત્રમાં સ્નાતકની સાથે સોશિયલ વર્ક અને લેબર વેલ્ફેરમાં માસ્ટર ડિગ્રી તેમજ અનુભવની જોગવાઈ હોય સંબંધીત જગ્યાને ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ૨ની જાહેરાત સાથે મર્જ ન કરી શકાય
•••••
November 28, 2024 at 11:23AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1862011975737221247

GPSSB

27 Nov, 14:06


જાહેરાત ક્રમાંક 81/2023-24, Assistant Professor, Psychiatry, વર્ગ-1 નું આખરી પરિણામ આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે.
•••••
November 27, 2024 at 07:30PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861772131802939677

GPSSB

26 Nov, 17:01


આજે યોજાયેલ ૩ જાહેરાતના ઇન્ટરવ્યુનુ ફાઇનલ રિઝલટ જાહેર કરવામા આવ્યુ.
•••••
November 26, 2024 at 10:26PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861453953398870523

GPSSB

26 Nov, 03:15


માર્ગને મકાન વિભાગ તથા નર્મદા અને જળ સંપત્તિ વિભાગની ઇજનેરની એક જ ભરતી કરવા માટે જીપીએસસી દ્વારા સૂચવેલ પરંતુ અલગ કરવા માટે વિભાગો દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. આ પ્રક્રિયાના કારણે જ લાંબા સમય સુધી જાહેરાત આપી શકાયેલ નહીં. હવે ઝડપથી ભરતી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
•••••
November 26, 2024 at 08:41AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861246451772264719

GPSSB

26 Nov, 03:10


Gujarat Public Service Commission has announced recruitment of 3 post for Professor, https://t.co/XIJLRbIGIn. #GPSC #HealthAdvertisements #MedicalJobs #MedicalStudents #PublicHealthProfessionals #HealthDepartment #GovernmentJobs
•••••
November 26, 2024 at 08:38AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861245575095607458

GPSSB

26 Nov, 03:10


Gujarat Public Service Commission has announced recruitment of 1 post for Professor, Medical Gastroenterology. #GPSC #HealthAdvertisements #MedicalJobs #MedicalStudents #PublicHealthProfessionals #HealthDepartment #GovernmentJobs
•••••
November 26, 2024 at 08:38AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861245512176771304

GPSSB

26 Nov, 03:10


Gujarat Public Service Commission has announced recruitment of 6 post for Professor, Cardiology. #GPSC #HealthAdvertisements #MedicalJobs #MedicalStudents #PublicHealthProfessionals #HealthDepartment #GovernmentJobs
•••••
November 26, 2024 at 08:37AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861245444497551474

GPSSB

26 Nov, 03:10


Gujarat Public Service Commission has announced recruitment of 1 post for Professor, Immuno hematology and blood tranfusion. #GPSC #HealthAdvertisements #MedicalJobs #MedicalStudents #PublicHealthProfessionals #HealthDepartment #GovernmentJobs
•••••
November 26, 2024 at 08:37AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861245370858115579

GPSSB

26 Nov, 03:10


Gujarat Public Service Commission has announced recruitment of 1 posts of Associate Professors, Surgical Gastroenterology. #GPSC #HealthAdvertisements #MedicalJobs #MedicalStudents #PublicHealthProfessionals #HealthDepartment #GovernmentJobs
•••••
November 26, 2024 at 08:37AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861245306672759226

GPSSB

26 Nov, 03:10


Gujarat Public Service Commission has announced recruitment of 6 posts of Associate Professors, Neurosurgery. #GPSC #HealthAdvertisements #MedicalJobs #MedicalStudents #PublicHealthProfessionals #HealthDepartment #GovernmentJobs
•••••
November 26, 2024 at 08:36AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861245232047677598

GPSSB

26 Nov, 03:10


Gujarat Public Service Commission has announced recruitment of 6 posts of Associate Professors, Cardiology. #GPSC #HealthAdvertisements #MedicalJobs #MedicalStudents #PublicHealthProfessionals #HealthDepartment #GovernmentJobs
•••••
November 26, 2024 at 08:36AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861245109200630029

GPSSB

26 Nov, 03:10


The Gujarat Public Service Commission has announced 897 vacancies for specialist medical doctors. We do not get sufficient number of applications. Please spread this information to maximum number of doctors.
•••••
November 26, 2024 at 08:36AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861244998185824522

GPSSB

26 Nov, 02:10


ભરતી ઝડપથી પૂર્ણ કરવાના હેતુથી ભાગ-1 અને ભાગ-૨ ના પ્રશ્નપત્ર અલગ અલગ દિવસે રાખેલ છે. ભાગ-2 ના પ્રશ્નપત્રની તારીખમાં કોઈ ફેરફાર કરેલ નથી જેથી જે ઉમેદવારોએ એકથી વધુ ભરતીમાં અરજી કરેલ છે તેવા ઉમેદવારો તે તમામ ભરતીમાં ભાગ લઈ શકે.
•••••
November 26, 2024 at 07:38AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861230539568558235

GPSSB

26 Nov, 02:06


ભરતી ઝડપથી પૂર્ણ કરવાના હેતુથી ભાગ-1 અને ભાગ-૨ ના પ્રશ્નપત્ર અલગ અલગ દિવસે રાખેલ છે. તેની તારીખ એ રીતે ગોઠવેલ છે જેથી ઉમેદવારોને સામાન્ય અભ્યાસ વિશે વાંચવા માટે વધારાના બે ત્રણ અઠવાડિયા જેટલો સમય મળી રહે.
•••••
November 26, 2024 at 07:36AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861229908208341187

GPSSB

26 Nov, 02:06


ભાગ-1 અને ભાગ-૨ની પરીક્ષા જુદા જુદા દિવસે લેવાથી ઉમેદવારે બે વાર પરીક્ષા આપવા જવું પડે તે અગવડ અમારા ધ્યાન પર હતી છતાં ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે હેતુથી આ નિર્ણય લીધો છે. મને વિશ્વાસ છે કે ઉમેદવારો અગવડ વેઠીને પણ ઝડપથી ભરતી પૂરી કરવાના જીપીએસસીના પ્રયત્નોમાં યોગદાન આપશે.
•••••
November 26, 2024 at 07:33AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861229372201398424

GPSSB

21 Nov, 16:25


આજરોજ પ્રસિદ્ધ કરાયેલ આરોગ્ય વિભાગની ૨૦ નવી જાહેરાતોની સાથે જ અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો.
•••••
November 21, 2024 at 09:46PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1859632072115003483

GPSSB

21 Nov, 16:10


ગુજરાત જાહેર સેવા આયોગની હાલ કુલ ૩૪ જાહેરાતો માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ચાલુ છે. ઉમેદવાર વહેલામાં વહેલી તકે ફોર્મ અને ફી ભરવા સંબંધીત પ્રક્રિયા પૂર્ણ કરે તેવું સૂચન છે.
•••••
November 21, 2024 at 09:38PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1859629963730636878

GPSSB

21 Nov, 16:10


જાહેરાત ક્રમાંક,૭૬/૨૦૨૪-૨૫, પ્રિન્સિપાલ, સરકારી આદર્શ નિવાસી શાળા, જાહેરાતની પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો
•••••
November 21, 2024 at 09:37PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1859629616169705677

GPSSB

21 Nov, 05:45


મેં આ સ્મારકની મુલાકાત લીધેલ છે. આપણા રુવાડા ખડા થઈ જાય તેવું આઝાદીની લડાઈનું ચિત્ર ખડું થાય છે. https://t.co/JeAYvqd8du
•••••
November 21, 2024 at 11:12AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1859472481322422465

GPSSB

21 Nov, 05:35


Excellent opportunity to Serve in field of Public health,Gujarat Public Service Commission(GPSC) Published important Notice to recruit more than 2800 Government Health Professional Who can apply online on GPSC-OJAS portal from 21/11/ 2024 13:00PM#Healthadvertisement#Medicaljobs
•••••
November 21, 2024 at 10:57AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1859468664916910293

GPSSB

20 Nov, 15:31


જાહેરાત ક્રમાંક, ૫૪/૨૦૨૪-૨૫, નાયબ કાર્યપાલક ઈજનેર(સિવિલ) જાહેરાતની પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો
•••••
November 20, 2024 at 08:56PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1859256915412357569

GPSSB

20 Nov, 15:26


ધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ. બગોદરા ધંધુકા રોડ પર ધંધુકામાં પ્રવેશતા પહેલા જુના વિશ્રામ ગૃહ ખાતે આ મ્યુઝિયમ બનાવવામાં આવેલ છે. અચૂક મુલાકાત લેવા જેવું સ્મારક છે.
•••••
November 20, 2024 at 08:55PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1859256703029498107

GPSSB

20 Nov, 14:46


જાહેરાત ક્રમાંક, ૫૧/૨૦૨૪-૨૫, ગુજરાત એનજીનિયરીંગ સર્વિસ (સિવિલ) જાહેરાતની પ્રાથમિક અને મુખ્ય કસોટીનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો
•••••
November 20, 2024 at 08:12PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1859245821083910196

GPSSB

20 Nov, 11:50


આરોગ્ય વિભાગની કુલ 2800 જગ્યાઓ માટેની અરજી આવતીકાલે બપોરે કલાક એક વાગ્યાથી ઓજસતી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 રહેશે. આમાંથી એક પણ જગ્યા ખાલી ન રહે તે માટે ગુજરાતના ડોક્ટરોને તથા તબીબી વિદ્યાશાખામાં છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને અરજી કરવા વિનંતી.
•••••
November 20, 2024 at 05:16PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1859201686998302803

GPSSB

20 Nov, 11:50


સરકારી દવાખાના તથા મેડિકલ કોલેજ માં ડોક્ટરો તથા પ્રાધ્યાપકો મળી રહે તે હેતુથી આયોગ દ્વારા કુલ 2800 થી વધુ જગ્યાઓ માટે 29 સંવર્ગની જાહેર ખબર વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. જે ઉમેદવારો અભ્યાસના છેલ્લા વર્ષમાં હોય તેઓ પણ અરજી કરી શકશે.
•••••
November 20, 2024 at 05:13PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1859201013351076167

GPSSB

19 Nov, 16:00


જેલરની જાહેરાત સંબંધીત પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી
•••••
November 19, 2024 at 09:25PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1858901978492936249

GPSSB

19 Nov, 16:00


જાહેરાત ક્રમાંક ૦૮/૨૦૨૪-૨૫, ફૂડ ઇન્સ્પેક્ટર/ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ -૩ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી
•••••
November 19, 2024 at 09:25PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1858901918447268071

GPSSB

19 Nov, 16:00


ટ્રાયબલ ડેવલપમેંટ ઓફિસર, વર્ગ-૨ની જાહેરાતનો વિગતવાર ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ આયોગના ડીજીટલ પ્લેટફોર્મ ઉપર મુકવામાં આવ્યો.
•••••
November 19, 2024 at 09:25PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1858901822477369589

GPSSB

19 Nov, 16:00


મદદનીશ નિયામક,બાગાયત,વર્ગ-૨ની પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો
•••••
November 19, 2024 at 09:24PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1858901752491184481

GPSSB

19 Nov, 15:55


જાહેરાત કમાંક,૫૦/૨૦૨૪-૨૫, આસિસ્ટન્ટ કંટ્રોલર ઓફ લીગલ મેટ્રોલોજી એન્ડ આસિસ્ટન્ટ કન્ઝ્યુમર અફેર્સ ઓફિસર વર્ગ-૨ની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો
•••••
November 19, 2024 at 09:24PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1858901661743280477

GPSSB

19 Nov, 15:55


નવેમ્બર ૨૦૨૪માં સૂચિત મદદનીશ કમિશનર,આદિજાતિ વિકાસ, વર્ગ-૧ની જાહેરાત ગુજરાત વહીવટી સેવા સંબંધિત જાહેરાત સાથે પ્રસિદ્ધ કરવા માટેની અગત્યની જાહેરાત ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવી
•••••
November 19, 2024 at 09:23PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1858901533829615862

GPSSB

19 Nov, 15:06


જાહેરાત ક્રમાંક, ૭૭/૨૦૨૩-૨૪, મદદનીશ પ્રોફેસર, જનરલ મેડિસિન, વર્ગ -૧નો વિગતવાર ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ આયોગના ડીજીટલ પ્લેટફોર્મ ઉપર મુકવામાં આવ્યો.
•••••
November 19, 2024 at 08:34PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1858889160045494669

GPSSB

18 Nov, 14:55


સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) વર્ગ-૨ની પ્રાથમિક કસોટી માટે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો
•••••
November 18, 2024 at 08:16PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1858522194004865181

GPSSB

18 Nov, 14:55


અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-૩(GMC)ની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો
•••••
November 18, 2024 at 08:15PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1858522032146657639

GPSSB

18 Nov, 11:40


પીએસઆઇ મોડ ૩ ની જેમ ઘણીવાર ઉમેદવારો દ્વારા કટ ઓફ ઓછું કરવા માટે આયોગને વિનંતી કરવામાં આવતી હોય છે. સેક્શન ઓફિસર સેમી ડાયરેક્ટ પરીક્ષાના ઉમેદવારો પૂરતી તૈયારી કરે જેથી આવો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.
•••••
November 18, 2024 at 05:06PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1858474306679816413

GPSSB

13 Nov, 13:30


સિંચાઈ વિભાગના મદદનીશ ઇજનેર માટેની જાહેરાત 15 ડિસેમ્બરે આપવાની હતી તે આજે આપવામાં આવી છે. પરીક્ષા પણ વહેલી લેવા માટે પ્રયત્ન કરવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. પરીક્ષાની સંભવિત તારીખ હવે પછી જણાવવામાં આવશે.
•••••
November 13, 2024 at 06:56PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1856690017122361541

GPSSB

13 Nov, 13:25


GPSC દ્વારા કુલ 14 જાહેરાતો ની 605 જગ્યાઓ માટે ની જાહેરાત આજે વેબસાઈટ પર મૂકવામાં આવી. ઓનલાઇન અરજી ૧૪-૧૧-૨૦૨૪ થી બપોરે ૧૩:૦૦ કલાકથી કરી શકાશે.
•••••
November 13, 2024 at 06:52PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1856689122531753984

GPSSB

12 Nov, 13:45


ચીફ ફાયર ઓફિસર વર્ગ-૧ તથા ડેઝિગ્નેટેડ ઓફિસર વર્ગ-૨ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની લેખિત પરીક્ષાઓ આજે જીપીએસસી દ્વારા પૂર્ણ કરવામાં આવી.
•••••
November 12, 2024 at 07:08PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1856330708471455875

GPSSB

11 Nov, 13:06


જીપીએસસી પરિવાર સાથે આજે બેઠક કરી અને નવા વર્ષની શુભેચ્છાઓ આપી. વધુને વધુ ભરતી લઈ આવો અમે કામ કરવા તૈયાર છીએ તેવો સૌનો અભિગમ હૃદયને ભીંજાવનારો રહ્યો.
•••••
November 11, 2024 at 06:29PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1855958516009464151

GPSSB

11 Nov, 13:06


આજે મેં જીપીએસસીની જવાબદારી સંભાળી લીધી છે. ઉમેદવારો, સમાજ અને સરકારની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા ટીમ જીપીએસસી શ્રેષ્ઠ પ્રયત્ન કરશે. સૌના સૂચનો આવકાર્ય છે.
•••••
November 11, 2024 at 06:27PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1855957972293394518

GPSSB

10 Nov, 15:55


પોલીસ ભરતી ની તૈયારી કરતા ઉમેદવારો પોતાની તૈયારી ગંભીરતાથી ચાલુ રાખે. તૈયારી માટે ગમે તેટલો સમય મળે ઓછો જ પડતો હોય છે.
•••••
November 10, 2024 at 09:16PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1855638254831210854

GPSSB

10 Nov, 15:51


પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે મે તમામ જિલ્લા પોલીસ એકમોને જ્યાં શક્ય હોય ત્યાં ઉમેદવારને દોડની તૈયારી માટે પોલીસના મેદાનો ઉપલબ્ધ કરાવવા પત્રથી વિનંતી કરેલ છે. ઉમેદવારો જરૂર હોય ત્યાં જેથી જિલ્લાના પોલીસ અધિક્ષક નો સંપર્ક કરે.
•••••
November 10, 2024 at 09:13PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1855637438569283829

GPSSB

10 Nov, 15:45


આજે ભારતીય પોલીસ સેવાને અલવિદા.‌ આ સેવામાં કામ કરવાનો અવસર મળ્યો તે માટે કુદરતનો ખુબ ખુબ આભાર. ગુજરાતના લોકોએ મારા 31 વર્ષના કાર્યકાળમાં સતત સહકાર કર્યો તે માટે સૌનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલથી હું જીપીએસસી માં જોડાઈશ. સરકારમાં હોઉ કે ન હોઉ લોકો સાથેનો નાતો કાયમ રહેશે.
•••••
November 10, 2024 at 09:09PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1855636517751832606

GPSSB

09 Nov, 05:20


@Yash60754642 ખુબ ખુબ આભાર.તમારા સૂચનો અચૂક ધ્યાનમાં રાખશું.
•••••
November 09, 2024 at 10:45AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1855117071379566643

GPSSB

08 Nov, 18:30


I am not qualified to comment on the work of Justice DY Chandrachud as the Chief Justice of India but his conduct has been an example to all of us and especially to the judges. His patient quiet determination is a lesson to be learned by all who work in public life.
•••••
November 08, 2024 at 11:58PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1854954049835065561

GPSSB

08 Nov, 18:30


સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના કાર્ય વિશે અભિપ્રાય આપવાની મારી યોગ્યતા નથી પરંતુ તેમનું વર્તન આપણા સૌને માટે અને ખાસ કરીને ન્યાયમૂર્તિઓ માટે ઉદાહરણ રૂપ રહ્યું. તેમની ધૈર્યભરી શાંત મક્કમતા જાહેર જીવનમાં કામ કરનાર સૌએ શીખવા જેવી છે.
•••••
November 08, 2024 at 11:55PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1854953385901834387

GPSSB

03 Nov, 06:25


સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સૌ ઉમેદવારોને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ. તેઓ ખૂબ સારી તૈયારી કરે, લાંબા સમય સુધી તૈયારી જાળવી શકે, તેમનો આત્મવિશ્વાસ ખૂબ વધે અને પરીક્ષામાં સફળ થઈ તેઓને લોકોની સેવા કરવાની તક મળે તેવી નવા વર્ષે પ્રાર્થના.
•••••
November 03, 2024 at 11:52AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1852959452401393741

GPSSB

03 Nov, 06:20


ભાઈબીજ નો તહેવાર એ માત્ર બહેનના ઘરે જમવાનો અને ભેટ આપવાનો તહેવાર બનાવવાને બદલે દેશની 65 કરોડ બહેનોને સુરક્ષા અને વિકસવાની તકની ભેટ સૌ ભાઈઓ આપીએ.
•••••
November 03, 2024 at 11:48AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1852958387237244978

GPSSB

01 Nov, 14:56


ભારતના કેટલાક ભાગોમાં પહેલા વિક્રમ‌ સંવતનું નવું વર્ષ ઉજવાતું. પરંતુ આજે ગુજરાત તથા મારવાડે જ આ પરંપરા જાળવી રાખી છે. આપણી સંસ્કૃતિમાંથી જે નકામું છે તે છોડી દઈએ પરંતુ આપણી સંસ્કૃતિમાં ઘણી બધી સારી વસ્તુઓ છે તે સતત જાગૃત રહી જાળવીએ અને સંવર્ધિત કરીએ.
•••••
November 01, 2024 at 08:25PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1852363879193387235

GPSSB

01 Nov, 14:56


આવતીકાલથી શરૂ થતા નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ. નાના નાના લાભો કે સ્વાર્થ ને કારણે મોટા યોગદાનની તક ચુકી ના જવાય તે રીતે જીવન જીવવા નવા વર્ષે કટિબદ્ધ થઈએ.
•••••
November 01, 2024 at 08:21PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1852362865497264376

GPSSB

01 Nov, 14:51


મારી જીપીએસસીમાં નિમણૂક થવાને કારણે પોલીસ ભરતી ના ઉમેદવારોએ ચિંતા કરવાની જરૂર નથી. જે પણ વ્યવસ્થા થાય, પોલીસ ભરતી ઝડપથી અને સરસ રીતે થશે. ઉમેદવારો તેની ચિંતામાં પડ્યા વિના પોતે જે કરી શકે છે તેના તરફ એટલે કે તૈયારી તરફ ધ્યાન આપે.
•••••
November 01, 2024 at 08:19PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1852362455994847585

GPSSB

29 Oct, 14:30


આ ઉનાળામાં અનુભવી તેવી ગરમી રોજે રોજ આપણા દ્વારા કરવામાં આવતા પર્યાવરણ ને નુકસાનનું પરિણામ છે. આ વખતની ગરમી જો યાદ હોય તો આ દિવાળીએ ફટાકડા માત્ર બાળકોની ખુશી પૂરતા મર્યાદિત રાખીએ. મોટાઓ ફટાકડાથી ધનપ્રદર્શન કરી પર્યાવરણને નુકસાન ન કરે.
•••••
October 29, 2024 at 07:51PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1851268232004481043

GPSSB

29 Oct, 12:55


ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩) લેખિત પરીક્ષાનું પરિણામ પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/5KWfFKawaP પર મૂકવામાં આવેલ છે.
•••••
October 29, 2024 at 06:22PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1851245818121998417

GPSSB

28 Oct, 14:30


જીપીએસસીના અધ્યક્ષ તરીકે મારી વરણી થતાં શુભેચ્છકોના મેસેજ સતત આવી રહ્યા છે. દરેક મેસેજનો જવાબ ન આપી શકવા બદલ ક્ષમા માગું છું. આપના પ્રેમને લાયક બનવા સતત પ્રયત્ન કરીશ.
•••••
October 28, 2024 at 07:56PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1850906873458811138

GPSSB

28 Oct, 14:25


જીપીએસસીના અધ્યક્ષ તરીકે મારી વરણી થતા શુભેચ્છકોના ફોન સતત આવી રહ્યા છે. દરેક ફોનનો જવાબ ન આપી શકવા બદલ ક્ષમા માગું છું. આપના પ્રેમને લાયક બનવા સતત પ્રયત્ન કરીશ.
•••••
October 28, 2024 at 07:52PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1850906059000434858

GPSSB

26 Oct, 15:45


બિન હથિયારી પો.સ.ઇ. અને લોકરક્ષક કેડરની એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોની અરજીઓને રદ કરવા તેમજ મર્જ કરવા બાબતેની જરૂરી સુચનાઓ પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/41w1HA7j9y પર મુકવામાં આવેલ છે.
•••••
October 26, 2024 at 09:13PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1850201529669562714

GPSSB

26 Oct, 13:40


બિન હથિયારી પો.સ.ઇ. અને લોકરક્ષક કેડરની અરજીઓને રદ કરવા તેમજ મર્જ કરવા બાબતેની જરૂરી સુચનાઓ પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/5KWfFKawaP પર મુકવામાં આવેલ છે.
•••••
October 26, 2024 at 07:07PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1850169865933337058

GPSSB

25 Oct, 12:45


પંચાયત વિભાગ માંથી હાલની જગ્યાની વિગતો આજે ઉપલબ્ધ થઈ ગયેલ હોઇ સોમવાર તારીખ 28/10/24 ના રોજ અધિક મદદનીશ ઇજનેરની જિલ્લા ફાળવણી મંડળની કચેરી ખાતે રાખવામાં આવેલ છે.
•••••
October 25, 2024 at 06:09PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1849792948403065303

GPSSB

23 Oct, 14:20


પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલલેટર કસોટી શરૂ થવાના આશરે દસ દિવસ પહેલા બહાર પાડવામાં આવશે. કસોટી 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થવાની સંભાવના છે.ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થવા માટે જરૂર પ્રમાણે તૈયારી ચાલુ રાખે.
•••••
October 23, 2024 at 07:45PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1849092327375028476

GPSSB

23 Oct, 14:15


ઘણા ઉમેદવારોએ ઉત્તરવહીમાં ખોટી જગ્યાએ પ્રશ્નના જવાબ લખેલ હોઇ મોડ 3 ની પરીક્ષાના ગુજરાતી પ્રશ્નપત્રની ચકાસણીમાં વિલંબ થઈ રહેલ છે. દિવાળી પહેલા પરિણામ આપવા પ્રયત્ન ચાલુ છે.
•••••
October 23, 2024 at 07:43PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1849091802105549258

GPSSB

23 Oct, 14:15


મંડળ પાસે જિલ્લાની ખાલી જગ્યા ની વિગતો હતી તેમાં બદલીને કારણે ફેરફાર થયેલ હોઈ અધિક મદદનીશ ઇજનેરની 24 તારીખે રાખેલ જિલ્લા ફાળવણી રદ કરવામાં આવેલ છે. 25 તારીખ સુધીમાં જગ્યાઓની વિગતો મેળવવા પંચાયત વિભાગ પ્રયત્નશીલ છે જો તે મળી જશે તો દિવાળી પહેલા જિલ્લા ફાળવણી કરવામાં આવશે.
•••••
October 23, 2024 at 07:41PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1849091168815988776

GPSSB

23 Oct, 14:10


તમારો ફોન બંધ થઈ જશે, તમારો દીકરો કે દીકરી અહીં ફસાયેલા છે, અથવા તો એમણે કંઈ ખોટું કામ કર્યું છે જેવી વાત વાળો કોઈ ફોન તમારા પર આવે તો તેની સાથે જરા પણ વાત કરશો નહીં સીધો જ ફોન કાપી નાખશો. છેતરવા માટે થઈને આવા ફોન આવતા હોય છે.
•••••
October 23, 2024 at 07:37PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1849090326406782981

GPSSB

21 Oct, 16:40


@kiran_bharwad7 કાશ્મીરમાં નિયંત્રણરેખા સિવાય સરહદ પર તમામ જગ્યાએ કેન્દ્રીય પોલીસ દળો તૈનાત હોય છે. સેના સરહદના અંદરના ભાગમાં હોય છે. યુદ્ધ વખતે સેના યુદ્ધ લડતી હોય છે.‌
•••••
October 21, 2024 at 10:06PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1848402891633029404

GPSSB

21 Oct, 16:35


અધિક મદદનીશ ઇજનેરની જિલ્લા ફાળવણી 24 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
•••••
October 21, 2024 at 10:03PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1848402344012353575

GPSSB

21 Oct, 16:35


@RathodRink74743 તમને કેટેગરી બદલવાની છૂટ આ તબક્કે મળી શકે નહીં. તમને મંડળ કઈ રીતે મદદ કરી શકે તે જાણવા માટે મંડળના સચિવ શ્રી નો સંપર્ક કરો.
•••••
October 21, 2024 at 10:02PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1848402066273931401

GPSSB

21 Oct, 14:00


જા.ક્ર ૧૩/૨૦૨૧-૨૨ અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) સંવર્ગનું ફાઇનલ સીલેકટ લીસ્ટ મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
•••••
October 21, 2024 at 07:25PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1848362425428455731

GPSSB

21 Oct, 04:50


દેશની સુરક્ષા માટે પોતાનો જીવ આપી દેનાર પોલીસ ભાઇ બહેનોને પોલીસ સંભાળણા દિને સલામ. તેમના પરિવાર માટે પ્રાર્થના.
•••••
October 21, 2024 at 10:10AM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1848222901411193288

GPSSB

20 Oct, 08:15


જીપીએસસી વર્ગ ૧-૨ ની મુખ્ય પરીક્ષા આપતા સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ.
•••••
October 20, 2024 at 01:42PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1847913645713318242

GPSSB

17 Oct, 17:40


વલસાડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ વરસાદના કારણે દોડવા માટે લાયક નથી. જેવું કોરુ નીકળશે એટલે તરત જ મેદાન તૈયાર કરી તમામ ઉમેદવારોને દોડવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવું પોલીસ અધિક્ષક વલસાડ જણાવે છે.
•••••
October 17, 2024 at 11:08PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1846968982869365117

GPSSB

17 Oct, 17:35


પોલીસ ભરતી ની શારીરિક કસોટી 25 નવેમ્બર આજુબાજુ શરૂ થશે અને 40 થી 45 દિવસમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે.
•••••
October 17, 2024 at 11:01PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1846967160393846788

GPSSB

17 Oct, 17:30


RT @parmara71993481: @Hasmukhpatelips અમારા બાલાસિનોર માં જનસાથી ક્રિકેટ ગ્રાઉન્ડ દરેક માટે ખુલ્લું રાખવામાં આવે છે. નગર પાલિકા અને પોલીસ…
•••••
October 17, 2024 at 10:59PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1846966720646234458