Crack_gpsc_exams

@crack_gpsc_exams


Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Crack_gpsc_exams (Gujarati)

ક્રેક_gpsc_exams એક ટેલીગ્રામ ચેનલ છે જેની સંચાલન કરવામાં પ્રાદીપ રાજપૂત (@pradiprajput7575) કરે છે. આ ચેનલ ગુજરાત સારવાર સેવા પસંદગી (GPSC) પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી છે. આપ અહીં GPSC ક્લાસ 1/2, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ, ટાટ, પોલીસ, PSI, ASI જેવી પરીક્ષાઓ માટે ઉપયોગી ક્વિઝ મેળવી શકશો. આ ક્વિઝ NCERT + GCERT પુસ્તકો અને માહિતી પર આધારિત હશે જે તમારી પરીક્ષા પ્રિપેરેશનમાં મદદ કરશે. આ ચેનલ પસંદ કરો અને આપની GPSC પરીક્ષાને ઉચ્ચ સ्कોર સાથે પાસ કરો!

Crack_gpsc_exams

22 Oct, 13:36


🪨સાબરકાંઠા જિલ્લાની મુખ્યનદી કઈ છે ?

🔧 હાથમતી નદી

🪨બનાસકાંઠા અને મહેસાણા વચ્ચે કઈ નદી સરહદ બનાવે છે ?

🔧 સાબરમતી

🪨હરણાવ બંધ - ૧ ક્યાં આવેલો છે ?

🔧 ખેડબ્રહ્મા

🪨હરણાવ બંધ - ૨ ક્યાં આવેલો છે ?

🔧 વિજયનગર

🪨ગુહાઈ ડેમ કયા આવેલો છે ?

🔧 હિંમતનગર

🪨ગર્ભસ્થ શિશુના ધબકારા પ્રતિ મિનિટ કેટલ હોય છે?

🔧 ૧૪૦

🪨બેડમિન્ટનના મેદાનને શું કહેવાય?

🔧 ટેનિસ કોર્ટ

🪨ગુજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે

🔧 રણછોડભાઇ ઉદયરામ

🪨ગાંધીજીને અંગ્રેજોએ કયા ઇલકાબથી નવાજ્યા હતા.

🔧 કેસરે હિન્દ

🪨સંવિધાન માટેની પ્રથમ બેઠક ક્યારે મળી હતી

🔧 ૯ ડિસેમ્બર ૧૯૪૬

🪨ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો?

🔧 કર્ણદેવ વાઘેલા

🪨ગર્ભાધારનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે?

🔧 ૨૮૦ દિવસ

🪨ગુજરાતનું મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલ છે?

🔧 ધુવારણ

🪨અશોક મહેતા સમિતિ શેની સાથે સંકળાયેલી છે?

🔧 પંચાયતી રાજ

🪨પ્રથમ એશિયાડ રમતોત્સવ ક્યાં યોજાયો હતો?

🔧 દિલ્હી ૧૯૫૧

🪨કાયમી જમાબંધી પદ્ધતિ કોણે શરૂ કરી હતી?

🔧કોર્નવોલિસ

🪨સક્કર બાગ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલ છે?

🔧 જુનાગઢ

🪨ભારતમાં STD ટેલિફોનની સેવાઓ કયા વર્ષથી શરૂ થઇ?

🔧 ૧૯૬૦

🪨તક્ષશિલા વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો હતો?

🔧 હૂણોએ

🪨ચલાલા ડેરી ક્યાં આવેલ છે?

🔧 અમરેલી

Crack_gpsc_exams

22 Oct, 13:36


🌎ગુજરાત નું ભુપુષ્ટ

💫ભુપુષ્ટ ની દ્રષ્ટિએ ગુજરાતને ચાર વિભાગોમાં વહેંચી શકાય છે

(1) ડુંગરાળ પ્રદેશો

(2) સૌરાષ્ટ્ર અને કચ્છના ઉચ્ચપ્રદેશો

(3) મેદાન પ્રદેશો અને રણ પ્રદેશો

(4) દરીયા કિનારાના પ્રદેશો

⛰️ગુજરાતના ડુંગરાળ પ્રદેશો / પર્વતો

300 મીટર કરતા ઊંચા ખડકાળ પ્રદેશ ને ડુંગરાળ પ્રદેશ કહે છે ગુજરાતમાં ખરેખર કોઈ પર્વત આવેલ નથી પરંતુ ભૂતકાળમાં આવેલ પર્વતો વર્ષોની ઘસારો પ્રક્રિયાથી ડુંગરોમાં ફેરવાયા છે આવા ડુંગરાળ પ્રદેશો ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં તળ ગુજરાત માં ઉત્તરે પૂર્વે અને દક્ષિણે આવેલા છે

⛰️કચ્છના ડુંગરો

કચ્છમાં નાના નાના ડુંગરોની આવેલ હારમાળાને ધાર તરીકે ઓળખવામાં આવે છે કચ્છમાં મુખ્ય ત્રણ ધાર આવેલી છે કચ્છના કચ્છના મોટા રણમાં ઉત્તર ની ડુંગર ધાર પચ્છમ ખદીર બેલા ખાવડા ટાપુઓમાં આવેલી છે ખાવડા નો કાળો ડુંગર આ ડુંગર નો સૌથી ઊંચો ભાગ છે આ ડુંગર ધાર સળંગ નથી કચ્છની મધ્યવર્તી ડુંગર ખાવડા થી શરુ કરીને લખપત સુધી સુધી વિસ્તરેલ છે આ ડુંગર ધાર સળંગ નથી તેની અંદર ધીણોધર ડુંગર સૌથી ઊંચો છે આ ડુંગર કચ્છ નું રણ અને કચ્છના અખાત વચ્ચે જળવિભાજક તરીકે કાર્ય કરે છે આ ડુંગરો વચ્ચે નાના નાના તળાવ આવેલ છે કચ્છ ના ડુંગરાળ પ્રદેશમાથી લિગ્નાઇટ બોકસાઈટ ચોક ચુના પથ્થર સિલિકા સેન્ડ બેજોનાઈટ ચિરોડી જેવી ખનીજ મળી આવે છે

Crack_gpsc_exams

22 Oct, 09:59


https://youtu.be/UoraYWxVdRU

Crack_gpsc_exams

22 Oct, 09:05


*📝શબ્દાર્થ📝*

*🔥પેર*પેરવી, તજવીજ, વ્યવસ્થા

*🔥ચર્ણ*ચરણ, પગ

*🔥શીમણી*કાળી, શામળી

*🔥ગીની*સોનાનો એક (બ્રિટિશ) સિક્કો

*🔥વિમાસી*વિચારી, મૂંઝવણ અનુભવી

*🔥માનિની*(માન માગતી કે અભિમાની) સ્વમાની સ્ત્રી

*🔥મુખમોરડો*પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું

*🔥પેંગડાં*ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં

*🔥પલાણ*ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક

*🔥અણવટ*સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું

*🔥વીંછિયા*પગની આંગળીનું ઘરેણું

*🔥આભરણ*અલંકાર, આભૂષણ, શણગાર

*🔥શ્યામા*જુવાન સ્ત્રી

*🔥અભ્ર*વાદળ

*🔥અંબુજ*કમળ

*🔥ભ્રૂકુટિ*ભવું, ભમ્મર

*🔥બેરખા*કાંડા ઉપર પહેરવાનું ઘરેણું

*🔥કટિ*કેડ, કમર

*🔥ભૂરકી*જાદુમંત્ર, મોહિની

*🔥સ્વસ્તિ*કલ્યાણકારી

*🔥મદન*કામદેવ

*🔥ટંટો*તકરાર, ઝઘડો, કજિયો

*🔥સેર*જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા

*🔥ઓવરો*કિનારો

*🔥ભૂર*મૂર્ખ, લુચ્ચું

*🔥પ્રાકૃત*(સંસ્કૃત ઉપરથી ઊતરી આવેલી) લોકભાષા

*🔥હાડ*હાડકાં, અસ્થિ

*🔥પોલકું*સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર

*🔥અવાંતર*અંદરનું

*🔥પોઢણ*શયન

*🔥મતીરાં*ચીભડાં

*🔥ટાંપ*નજર

*🔥વરા*પ્રસંગો

Crack_gpsc_exams

22 Oct, 09:05


🫡સામાન્ય વિજ્ઞાનનું જાણવા જેવું🫡

સાપેક્ષતાનો સિદ્ધાંત :
આલ્બર્ટ આઈન્સ્ટાઈન

તરણનો નિયમઃ
આર્કિમિડીઝ

વિદ્યુત પૃથ્થકરણનો નિયમ ઃ
માઈકલ ફેરાડે

પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ઃ
કોપરનિક્સ

લોલકનો નિયમ:
ગેલેલિયો

ધાતુને ઓગાળવા ઉપયોગી ખનિજ ઃ
ફ્લોરસ્પાર

કૃત્રિમ વરસાદ માટે ઉપયોગી સિલ્વર
આયોડાઈડ

ફોટોગ્રાફીમાં ઉપયોગી
સિલ્વર બ્રોમાઈડ

એસિડવર્ષામાટેજવાબદાર :
સલ્ફર ડાયોક્સાઈડ

લેમ્પ અને ટ્યુબલાઈટમાં ઉપયોગી :
નિયોન

DDTનું પૂરું નામઃ
ડાયક્લોરો ડિફેલિન ટ્રિક્લોરોઈથેન

RDXનું પૂરું નામ:
રિસર્ચડિપાર્ટમેન્ટ એક્સ્પોસિવ

માર્સ વાયુ :
મિથુન

હાસ્ય વાયુ (લાફિંગ ગેસ) :
નાઈટ્રસ ઓક્સાઈડ

એન્ડોસ્કોપી
શરીરના અંગોનું નિરીક્ષણ

Crack_gpsc_exams

22 Oct, 08:18


https://www.instagram.com/reel/DBa0V14OUW1/?igsh=NG02OWlybTBycHF3

Crack_gpsc_exams

22 Oct, 07:11


#GPSC
📌ACF Final Revised Result

Crack_gpsc_exams

22 Oct, 03:23


💣 𝐃𝐈𝐖𝐀𝐋𝐈 𝐃𝐇𝐀𝐌𝐀𝐊𝐀 💣

• વેબસંકુલ એપ્લિકેશનનો કોઈપણ કોર્સ •
👇👇👇
⇒ 1 મહિના માટે ફકત ₹555/- માં જ
⇒ 2 મહિના માટે ફકત ₹777/- માં જ
⇒ 3 મહિના માટે ફકત ₹999/- માં જ
⇒ 6 મહિના માટે ફકત ₹1777/- માં જ
⇒ 12 મહિના માટે ફકત ₹2777/- માં જ

ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન
<< http://bit.ly/WebSankulApp >>

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7777991357 📞 7777991367
📞 7777991352 📞 6358289897

🌟 WebSankul 🌟
સમગ્ર ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની સૌથી ઓછી
કિંમતે સૌથી શ્રેષ્ઠ તૈયારી કરાવતી એક માત્ર સંસ્થા

Crack_gpsc_exams

21 Oct, 19:15


GPSC CLASS 1-2 Mains - Answer of English Paper

આજના અંગ્રેજી પેપરના જવાબો અહીં આપેલા છે.
ઘણી જગ્યાએ verify કર્યા બાદ શ્રેષ્ઠ રીતે આપણે પરોસવાનું કાર્ય કરેલ છે.
આપને જો કોઈપણ જવાબમાં ક્ષતિ જણાય તો આપ જણાવી શકો છો.

The Golden Charcoal

Crack_gpsc_exams

21 Oct, 17:14


જા.ક: 212/202324CCE પરીક્ષાની મુખ્યપરીક્ષાનું online એપ્લિકેશન સબમિટ કરવા માટે ઉમેદવારના રજિ. મો.નંબર અને ઇ-મેલ પર ઓટીપી આવે છે.કોઈ ઉમેદવારને મો.નં./ઈમેલ બદલાઈ ગયો હોય તો, તેઓએ ફોર્મ ભરવા પ્રિલિમ પરીક્ષાના કોલલેટર સાથે તા: 25/10 સુધીમાં મંડળનો રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Crack_gpsc_exams

21 Oct, 13:36


ગુજરાત હાઇકોર્ટ ના કોલ લેટર જાહેર

https://ghcrec.ntaonline.in/admitcard

Crack_gpsc_exams

21 Oct, 13:36


#GSSSB

Crack_gpsc_exams

21 Oct, 12:46


ભવાઈ

👉🏻ભવાઇ એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્‍વરૂપ છે.

👉🏻ભવાઇ’ શબ્‍દમાં ‘ભવ’ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ; ‘આઇ’ એટલે માતા.

👉🏻ભવાઇમાં મા અંબાની ભક્તિને કેન્‍દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે.

👉🏻ભવાઇની શરૂઆત સિદ્ધપુરના ઔદિચ્‍ય સહસ્‍ત્ર બ્રાહ્મણકુળમાં જન્‍મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી.

👉🏻અસાઇત ઠાકરે ગંગા નામની દીકરીની લાજ રાખવા તેની સાથે ભોજન લીધું અને અસાઈતનો ધર્મભ્રષ્ટ થયો,તેથી બ્રાહ્મણોએ અસાઈતને નાતમાંથી બહાર કર્યા હતા.

👉🏻ભવાઇમાં બધાં પાત્રો પુરુષો દ્વારા જ ભજવવામાં આવે છે.

👉🏻ભવાઇની મંડળીના કલાકારોના પ્રમુખને નાયક તરીકે ઓળખવામાં આવે છે.

👉🏻ભવાઇના મુખ્‍ય પાત્રને રંગલો કહેવામાં આવે છે.

👉🏻અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્‍યાની લોકવાયકા છે. તેમાં રામદેવનો વેશ જૂનામાં જૂનો છે.

👉🏻 કજોડાનો વેશ નાનકડા વર અને યુવાન પત્‍નીના જીવનનો ચિતાર આપે છે.

👉🏻શાસ્‍ત્રકારોએ ભવાઇને ભાવપ્રધાન નાટકો કહ્યાં છે.

👉🏻ભવાઈ મંડળી પંડુ નામથી ઓળખાય છે.

👉🏻ભવાઈ ના પિતા:- અસાઈત ઠાકર

👉અસાઈત ઠાકરની કર્મભૂમિ:- ઊંઝા

👉🏻ભવાઈ મંડળીમાં સ્ત્રીપાત્ર ભજવવાળી મંડળી કાંચળીયા તરીકે ઓળખાય છે.

👉🏻 ભવાઈ ના પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય.

ભવાઈનાં મુખ્ય અંગો

👉ભવાઈના રાગો : માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર.
તાલ : તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ.


👉🏻 વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં.

👉🏻 હંસાઉલી કૃતિના રચયિતા:--અસાઈત ઠાકર

👉🏻ભવાઈ શૈલી આધારિત પ્રથમ નાટક:- મિથ્યાભિમાન

👉🏻ભવાઈ શૈલી આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ:- બહુરૂપી

Crack_gpsc_exams

21 Oct, 12:45


📽 ગુજરાતી ફિલ્મો 📽

♠️ સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ
શેઠ સગાળશા (રજૂ થઈ શકી નહીં)

♠️ સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ
શ્રીકૃષ્ણ સુદામા (રજૂ થઈ હોય તેવી)

♠️ ગુજરાતી રાજકીય ફિલ્મ
ભક્ત વિદૂર (ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યો)

♠️ કવિ કલાપીની કૃતિ 'હૃદય ત્રિપુટી' પરથી બનેલી ફિલ્મ
મનોરમા

♠️ પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ
નરસિંહ મહેતા

♠️ પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ
ફાંફડો ફિતૂરી

♠️ કરમુકત પ્રથમ ગુજરાતી ફિલ્મ
અખંડ સૌભાગ્યવતી

♠️ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ
લીલુડી ધરતી

♠️ મહાનવલ સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ
ગુણસુંદરીનો ઘરસંસાર

Crack_gpsc_exams

21 Oct, 07:00


નમસ્કાર મિત્રો,

👉🏻 PSI અને Constable પરીક્ષા માટે નવા ટ્રેન્ડ મુજબ બનાવેલ NCERT અને GCERT આધારિત બંધારણની બુક અપલોડ થઇ ગયેલ છે.

👉🏻 આ બુકમાં 2 વિધાનવાળા, 3 વિધાનવાળા, 4 વિધાનવાળા, જોડકા, 1 લાઈનવાળા, વગેરે દરેક પ્રકારના પ્રશ્નો મળીને 700+ MCQs નો સમાવેશ થયેલ છે.

🔗બુકને મેળવવા માટે અહીં ક્લિક કરો- https://shorturl.at/bRCH7

🧑🏻‍🏫 નોંધ: 449 રૂપિયાની બુક કોર્ષમાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે.

Crack_gpsc_exams

20 Oct, 13:00


GPSC Mains Gujarati Language Paper

Crack_gpsc_exams

20 Oct, 07:37


📌આજે યોજાયેલ હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર પરીક્ષાનું પ્રશ્નપત્ર

Crack_gpsc_exams

20 Oct, 03:33


📌આજે યોજાનાર GPSC વર્ગ ૧ અને ૨ ની મુખ્ય પરીક્ષા માટે તમામ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભકામનાઓ. 💐

📌 પરીક્ષા સમય બપોરે ૩  વાગ્યે છે જેથી કેન્દ્ર પર બપોરે ૨:૩૦ સુધીમાં પોહચી જ જવું મિત્રો.

📌Check list For tomorrow GPSC Mains
👉 Admit Card (2 Copies)
👉 Photographs (2 Copies)
👉 Photo ID proof (Original)
👉 Pens (Used 5 Pens)🖊🖋
👉 Pencil
👉 Scale
👉 Water Bottle
👉 Wrist Watch
👉 Specs Box
👉 Brain Energy

Crack_gpsc_exams

19 Oct, 15:42


🎑ભારતીય મંદિરનું સામાન્ય સ્વરૂપ જાણવું ઈષ્ટ છે.

☢️ ( ૧ ) ગર્ભગૃહ : 👇👇

ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો છે , જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે.

સામાન્યતઃ ચાર ખૂણા ધરાવતો આ ભાગ મોટે ભાગે લંબચો રસ હોય છે.

ગુજરાતમાં તે નો “ ગભારો ” કહે છે.

☢️ ( ૨ ) મંડપ : 👇👇

આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર છે .

અહીં ભાવિક ભકતો એકત્રિત થઈને , કતારમાં રહી મંદિરના ગર્ભગૃહ તરફ ક્રમશઃ જાય છે.

☢️ ( ૩ ) અંતરાલ : 👇👇

ઘણીવાર ગર્ભગૃહ અને મંડપને જોડતો અર્ધમંડપ કરવામાં આવે છે તેને “અંતરાલ” કહે છે.

☢️ ( ૪ ) પ્રદક્ષિણા પથ : 👇👇

ગર્ભગૃહને ફરતા પ્રદક્ષિણાના માર્ગને પ્રદક્ષિણાપથ કહે છે.