ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

@gujarati_shabdshrungar


ગુજરાતી ભાષાના ગૌરવ સમા ગુજરાતી સાહિત્ય ને સમર્પિત 💕

જય જય ગરવી ગુજરાત...!!!

Admin :- @R_Maadam

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

16 Oct, 07:43


રાતની રમતી સાદગીએ આજ
ચાંદનીનો શણગાર સજયો છે
સોળે નમણી પૂર્ણ કળાએ
ચાંદો કેવો! કામણગાર ખીલ્યો છે


શરદ પૂનમનું નોતરુ આભે આપ્યું
પ્રેમનો પરમેશ્વર આધાર બન્યો છે
સ્વર્ગથી સરિતા ઉતારી એણે
ને રાસરસ અમીધાર રચ્યો છે

સુધબુધ ત્યજી ગોપીઓ ઘેલી
સમય સ્તબ્ધ થઈ તૈયાર થમ્યો છે
એકલી ડોટ વાળતી વંશિવટ કોર
મોહન મુરલી મોહદાર ફુક્યો છે

પ્રીતમાં પલળી ભોમ બિરજની
કાલિન્દી કિનારે બંસીધર ઉભ્યો છે
શ્રીજી સંગ શ્રીનાથ શોભે સુંદર
જુગલ દીઠી ત્રિલોચન અપાર મોહયો છે


 -  ચિંતન મિસ્ત્રી

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

02 Oct, 08:52


આ નવરાત્રીમાં કહી દેજો તમારા દિલની વાત,
પછી તો ખબર નહીં ક્યારે આવશે આ રાત..!


https://www.instagram.com/reel/DAnXgpfxS8T/?igsh=bWF5eXplcmNpbXln

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

29 Sep, 15:04


અફીણી આંખો, સરબત્તી ગાલ ને મદિરાથી છલોછલ હોઠ,
ભગવાન જાણે..! નશા માં ચૂર તમે છો કે તમારામાં નશો છે..!


https://www.instagram.com/reel/DAgV3_ix9S2/?igsh=MTJ3dDVxbncyY3prYw==

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

25 Sep, 07:11


એક વૃક્ષની કબુલાત:

દરરોજ ખરે છે પાંદડા મારા, છતાંય મે પવન સાથે સંબંધ ક્યારેક નથી બગાડ્યો...!

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

24 Sep, 13:00


તારી ગલીની એ સફર હજુ યાદ છે મને,

ભલે હું વાસ્કો-દ-ગામા નહોતો...!
પણ શોધ મારી લાજવાબ હતી...!!!

💖

https://www.instagram.com/reel/DATPlD6xOaO/?igsh=NmdyeWFtdTg3ODM=

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

22 Sep, 16:00


મુંઝાયો ખરો પણ મૌન મેં લીધું નહીં
સહ્યું ઘણું પણ કોઈ ને મેં કીધું નહીં !…


https://www.instagram.com/reel/DAOaNOUtdNX/?igsh=bzN1enhjeDZncGFj

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

22 Sep, 15:23


મારા એકાંત ને ખંઢેર ના કહો ,
કોઈની યાદ માં બનેલો મહેલ છે એ ….
-બેકાર


https://www.instagram.com/reel/DAOWi5PtZk7/?igsh=MTA4cnRya3V6NG53eQ==

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

17 Sep, 03:40


જે હકીકતમાં કદી પહેરી શકો નહીં જિંદગીભર,

આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાનાં ?

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

12 Sep, 11:24


તમામ મેમ્બર્સ માટે મહત્વની જાહેરાત! 🛑

ભારતમાં ટેલિગ્રામના સંભવિત પ્રતિબંધ (Ban) ને લગતા સમાચાર આવી રહ્યા છે.

જેને ધ્યાને લઈ અમે WhatsApp પર આપણી બેકઅપ ચેનલ બનાવી છે. તો જોડાઈ જજો તમામ મેમ્બર્સ 👍

🔗 Whatsapp ચેનલમાં જોડાવાની લિંક:
: https://whatsapp.com/channel/0029VaimDNe3bbVBHP4pbl3v

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

12 Sep, 09:51


ખેલ તો નસીબનો છે કે કોને કેટલું મળશે,
બાકી તો રાશિ પણ સરખી હતી એ રાધા અને રુકમણી ની.

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

12 Sep, 07:50


સરનામું તારું હોય અને ઘર મારું હોય,

સ્વપ્ન એવુંય એક તારું ને મારું હોય..

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

11 Sep, 06:17


તારા થઈ જવાથી  મને એ ખબર  પડી,

તારા થઈ જવાયને ત્યારે જ જિવાય છે.


~હિમલ પંડયા

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

10 Sep, 06:32


ધર્મ તો ફક્ત રસ્તો જ દેખાડે છે સાહેબ,

બાકી મુકામ પર તો કર્મ જ પહોંચાડે છે.

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

08 Sep, 09:35


સીતા બનો તો ફફત રામ માટે...!
બીજા માટે તો...
દુર્ગા, ચામુંડા, મહાકાળી બનવું એ તમારો અધિકાર છે...!!


https://www.instagram.com/reel/C_prbvvPmQh/?igsh=Y3NxOHZ0ZGJtaG9w

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

07 Sep, 09:23


મિત્રતાની દુકાન નઈ
ઓટલા હોય કલેજા.

🤝

https://www.instagram.com/reel/C_nCopwpupU/?igsh=Ym9taGJyYnhnaGRv

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

06 Sep, 16:58


150+k🤩🤩

https://www.instagram.com/s/aGlnaGxpZ2h0OjE4MjQ0ODE4MjU2MjU2NDEw?story_media_id=3451250660195318634_67959367318&igsh=bGExZXJrMThodmx1

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

05 Sep, 04:11


કોઈનો દિ' નબળો હોય ને તે દિ' સાથ દેજો..!
બાકી ખાંડ ઢોળાઇ તે દિ' કિડીયું ને નોતરવી ના પડે મારા વાલા.!

🤝🦚❤️‍🩹

https://www.instagram.com/reel/C_hXuS6PGZN/?igsh=YTg0ODBibTQ4ZHhn

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

04 Sep, 03:44


આ આંખને તારો ઉપવાસ છે,
બસ સામેથી પસાર થઈને તું એક ટાણું કરવી જા.


https://www.instagram.com/reel/C_ewNiyPyP1/?igsh=c2gxcTY4M2lrcDdl

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

31 Aug, 12:38


ખોખલી કરતી રહી ઉધઈ એને,
લાકડું ભ્રમમાં રહ્યું કે
એને મારાથી લગાવ છે.

https://www.instagram.com/reel/C_VZ7v9Pi2g/?igsh=MWFiaDV3djBmNHJkag==

ગુજરાતી શબ્દશ્રુંગાર 🦚

30 Aug, 09:39


ઉજળું ભાલ ગુલાબી ગાલ ને મણ મણ ઈતો લજાય,
નથડી રુડી કાપે કાળજા હજારો પણ એકની જ થાય.