Dernières publications de Devlok Jinalya Palitana (@devlokjinalyapalitana) sur Telegram

Publications du canal Devlok Jinalya Palitana

Devlok Jinalya Palitana
You are invited to the Group Devlok Jinalya Palitana .Click above to Join.
1,102 abonnés
734 photos
71 vidéos
Dernière mise à jour 06.03.2025 03:52

Le dernier contenu partagé par Devlok Jinalya Palitana sur Telegram

Devlok Jinalya Palitana

12 Jun, 15:40

1,230

📢📢📢📢📢📢📢📢
*સમસ્ત જૈન સમાજ ના દિક્ષાર્થી/મુમુક્ષુઓ માટે "119" કલ્યાણકભૂમિઓ ની "11મી"યાત્રા.... "સમસ્ત મહાજન" ના સહકારે "પ્રવિણભાઇ લોડાયા" સંગાથે યાત્રા નો સુવર્ણ અવસર*
‼️સંયમ પંથે જવા તૈયાર થયેલ સમસ્ત જૈન સંઘ ના કોઈ પણ સંપ્રદાયના દિક્ષાર્થી ભાઈ... બહેનો માટે દિક્ષા લેતા પહેલા તારક તિર્થંકરો ની કલ્યાણકભૂમિઓ ની સ્પર્શના કરવા ની ભાવના ને સાકાર કરવા💠💠💠 *છેલ્લા "દશ" વરસ થી "સમસ્ત મહાજન" ના સહયોગથી "સાવલા N લોડાયા ટુર "ના આયોજને સુંદર આયોજન થઈ રહ્યું છે*💠💠💠... *કલ્યાણકભૂમિઓ ની સ્પર્શના કરતાં કરતાં... પરમાત્મા ની ઉત્કૃષ્ટ ભાવે ભક્તિ કરી...સંયમ ના ભાવોમાં વૃદ્ધિ કરી...ભાવો દ્દઢ કરવા ની અમુલ્યતક* ....🌹
🌅🌅પૂ.ગુરુભગવંતો પાસે રહી સંયમ જીવન ની તાલીમ લેતા.... નજીક ના સમયમાં સંયમ લેવાની ભાવના ધરાવતા કોઈ પણ સંપ્રદાયના મુમુક્ષુઓ તથા ગુરુભગવંતો સુધી આ અમારો મેસેજ જરુર પહોંચાડવા વિનંતી🌠🌠🌠....

*યાત્રા પ્રવાસ દાતાઓ ના સહયોગથી મુમુક્ષુઓ માટે નિઃશુલ્ક રહેશે*☎️9820565261/7021438593📢📢તા.ક.....*લોક લાગણી ને માન આપી ખાસ મુમુક્ષુઓ સિવાય ના શ્રાવક/શ્રાવિકાઓ માટે "સ્વદ્રવ્ય" થી અલગ આયોજન* ગોઠવાયેલ છે✌🏻🔹🔹
*આ મેસેજ વાંચી મુમુક્ષુઓ/ગુરુ ભગવંતો ને પણ વંચાવી આપના સંપર્ક ના....સંઘ ના.... સંપ્રદાયના..તેમજ આપના દરેક ગૃપો માં તથા કોન્ટેક્ટ માં ફોરવર્ડ કરવા વિનંતી...... આભાર*
વિશેષ માહિતી માટે સંપર્ક *પ્રવિણભાઇ લોડાયા* 9820565261/7021438593
Devlok Jinalya Palitana

20 May, 05:17

1,264

શ્રી શત્રુંજય ગિરિરાજ ગઢ વિસ્તારમાં યાત્રિક, મુલાકાતીઓ માટે પ્રવેશ અને વર્તનના નિયમો

1) સંપૂર્ણ ગઢ વિસ્તારની માલિકી સદીઓથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની પ્રતિનિધિ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની છે. અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી ગઢ વિસ્તારનો વહિવટ કરી રહી છે.

2) ગઢ વિસ્તારમાં પ્રવેશ અને વર્તન નિયમોના આધીન રહેશે અને પ્રવેશ કરનાર ભાવિકોએ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના તીર્થને બિલકુલ બાધ ન આવે તે રીતે વર્તવાનું રહેશે. ગઢ પરિસરમાં શાંતિ, નમ્રતા અને પરસ્પર આદરભાવ જાળવી રાખવો. પ્રત્યેક યાત્રિકે સમગ્ર ગઢ વિસ્તારમાંથી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ધર્મના સિદ્ધાંતો અને ધાર્મિક વિધિઓનું સન્માન કરવું અને તેને અનુરૂપ વાણીવર્તન રાખવું.

3) ગઢની પવિત્રતા અને ગઢની અંદર આવેલા ૮૦૦ દેરાસરોની સુરક્ષાના હિતમાં પ્રવેશનો અધિકાર શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પાસે અનામત છે. અસભ્ય, અનુચિત વર્તન કરનાર અથવા તીર્થને નુકસાન પહોંચાડનાર વ્યક્તિ સામે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સખત પગલા લઈ શકશે.

4) રત્રી અને પુરુષોએ મર્યાદા જળવાઈ રહે તેવો પહેરવેશ પહેરવો, મર્યાદાભંગ થાય એવા અભદ્ર વસ્ત્રો પહેરીને પ્રવેશ કરી શકાશે નહીં.

5) ગઢ વિસ્તારમાં તીર્થયાત્રા, પૂજાભક્તિ અને સાધના-આરાધનાના હેતુથી જ પ્રવેશની અનુમતિ છે.

6) શ્રી શત્રુંજય પર્વત ઉપર આવેલા ગઢ પરિસરમાં પરવાનગીના સમય દરમિયાન અને પરવાનગી હોય તે વિસ્તારમાં જ યાત્રિકોએ પ્રવેશ કરવો અને સૂર્યાસ્ત પહેલા ગઢવિસ્તારની બહાર નીકળવાનું રહેશે.

7) સમગ્ર ગઢ વિસ્તારમાં યાત્રિકો માટે માત્ર પાણી સિવાય કોઈપણ ખાદ્ય અને પેય પદાર્થ ખાવા-પીવાની અને પ્રસાદ વહેંચવાની સખ્ત મનાઈ છે. સમગ્ર ગઢ વિસ્તારમાં કોઈએ પણ કોઈ પણ પ્રકારના નશાકારક પદાર્થો સાથે લાવવા અથવા તે પદાર્થોનું સેવન કરીને પ્રવેશવાની સખ્ત મનાઈ છે.

8 વિડિયોગ્રાફી અને હોટોગ્રાફી: અગાઉથી પરવાનગી મેળવી હોય તો જે વિસ્તાર માટે અને જે હેતુ માટે વિડીયોગ્રાહી કરવાની પેઢી તરફથી લેખીત અનુમતી હોય તે સિવાયના કોઈપણ વિસ્તારમાં કોઈપણ ઉપકરણ દ્વારા ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પ્રતિબંધિત છે. નિયમનો ભંગ કરનાર સામે ગઢ વિસ્તારના શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના અધિકારી અથવા સુરક્ષા વિભાગના અધિકારીઓ અથવા જેને આ જવાબદારી સોંપવામાં આવી હોય તે તે વ્યક્તિઓ યોગ્ય કાર્યવાહી કરી શકવાના અધિકાર છે.

9) સમગ્ર ગઢ વિસ્તારની શાંતિ અને સાધનામય વાતાવરણથી ઉત્પન્ન થયેલ પવિત્ર ઊર્જાની જાળવણી હેતુ મોબાઈલ ફોનનો ઉપયોગ શીષ્ટતાપૂર્વક ટાળવો.

10) સમગ્ર ગઢ વિસ્તારમાં કોઈપણ યાત્રિકે, મુલાકાતીએ કોઈપણ પ્રકારના હથિયારો લઈને પ્રવેશવા ઉપર પ્રતિબંધ છે.

11) સમગ્ર ગઢ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવી નહિ. સ્વચ્છતા જાળવવી.

12) સમગ્ર ગઢ વિસ્તારમાં કોઈએ પણ અન્ય યાત્રિકો સાથે કે પેઢીના કર્મચારી સાથે તકરાર, મારામારી, વાદ-વિવાદ કરવો નહીં. તથા કોઈપણ દેરાસર, ધાર્મિક સ્થાન અને મિલકતને નુકસાન થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કરવી નહીં.

13) આપના સૂચનો, ફરિયાદો ગઢમાં આવેલી પેઢીની ઓફિસમાં જઈને કરવી.

14) યાત્રિકે પોતાની ખોવાયેલી વસ્તુ માટે અથવા અન્યની ખોવાયેલી વસ્તુ મળી હોય તો પેઢીની ઓફિસમાં જઈને મળવું.

15) ગઢ વિસ્તારમાં કયાંય પણ કોઈપણ પશુને લાવવા નહિ.

16) પૂજા-અનુષ્ઠાનો તથા પ્રસંગોમાં શિસ્ત, વિનય અને વિવેક જાળવવો.

17) વ્યવસ્થા માટે આપ સૌનો સહકાર ખૂબ જરૂરી છે.

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી-(ધાર્મિક ધર્માદા ટ્રસ્ટ)
અખીલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી સંઘના પ્રતિનિધિ
Devlok Jinalya Palitana

11 May, 06:09

1,193

ગ્રુપના મિત્રોને પ્રણામ અને જય જિનેન્દ્ર ગુરુદેવને વંદના
........ ગઈકાલે રાત્રે મારી તબિયત થોડી ખરાબ થવાથી અને પાલીતાણામાં સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક અને હૃદયની સારવાર મોજુદ નહીં હોવાથી તેમણે મને ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરેલ છે
............. મારી ધર્મપત્ની, મારો દીકરો, મારા દીકરાની શ્રાવિકા, મારા ત્રણ ભાઈઓ, અને મારા ત્રણ કાર્યકરો ટોટલ નવ લોકો અત્યારે મનાભાઈ ની દુકાન ની બહાર ઊભા છે મનાભાઈ દ્વારા દુકાન ખોલવામાં આવી નથી મારો પરિવાર ત્યાં ઉભો રહીને તેની દુકાનેથી કોઈ પણ જાતની ખરીદી કરવા દેશે નહીં કોઈપણ જૈન શ્રાવક ખરીદી કરશે તો તેને હાથ જોડીને વિનંતી કરશે કે અમારા પારિવારિક સભ્ય શ્રી વિરેશભાઈ શેઠ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે અને તેઓ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે આપે અહીંયાથી કોઈ પણ પ્રકારની ખરીદી કરવાની નથી આ રીતે તેના બહિષ્કારનું આંદોલન ચાલુ જ રહેશે તેઓ દ્વારા કેસરી ડોળી ઉચકનારાઓને પણ આજથી ચોખ્ખી ભાષામાં ઇન્ટીમેશન આપી દેવામાં આવશે કે હવેથી આપ કેસરી ડોલી ઉપાડતા નહીં આગળથી અમે યાત્રિકોને કેસરી ડોળીમાં પણ બેસવા દેવાના નથી
....,......... મારા પરિવારનો અમદાવાદથી અહીંયા આવા પુષ્કળ આગ્રહ હતો મેં તેમને સ્પષ્ટ કહી દીધું કે આપ મારી ગેરહાજરીને દિપાવી દો શાસનને મારી ગેરહાજરી મહેસુસ થવા ના દો જો આપ લોકો આ કામ કરી શકતા હોવ તો જ આવો તેવો બધાએ હસતા મુખે હા પાડી છે તેમણે કોઈએ હજી મારું મોઢું જોયું નથી તેવો મોડી રાત્રે પાલીતાણા પહોંચી ગયા છે બસ આગળની વાત પછી કરીશું
............. પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ અને ગ્રુપના મિત્રોની શુભેચ્છા ની અપેક્ષા રાખું છું આટલું લખતા લખતા રડી પડ્યો છું ખેર હિંમત જરા પણ હાર્યો નથી મને હોસ્પિટલમાંથી રજા મળે પછી તુરંત જ પાલીતાણા જ પહોંચી જવાનો છું
Devlok Jinalya Palitana

04 May, 01:50

1,117

🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
꧁ ||*स्तवन श्रंखला* ||꧂
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*क्रमांक-*0️⃣0️⃣0️⃣5️⃣
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*स्तवन..अरजी सुणलो ओ नेमिजिणंदा...*

*✍🏻 पुज्य गुरुदेव श्री पू ज्ञानविमलजी महाराज साहेब*

*06:01*

*प्रतिक्रमण में बोल सकते है *
*चैत्यवंदन में बोल सकते है *

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*वाटसएप नम्बर*

*+918879145554*

*देवलोक जिनालय पालीताणा*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃
Devlok Jinalya Palitana

03 May, 08:17

1,109

🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
꧁ ||*स्तवन श्रंखला* ||꧂
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*क्रमांक-0️⃣0️⃣0️⃣4️⃣*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*सुगुण सुगुण सौभागी साचो साहिब होजी...मीठडो आदिजिणंद....*

*✍🏻 पुज्य गुरुदेव श्री कांति विजयजी महाराज साहेब*

*07:34*

*🔸प्रतिक्रमण में बोल सकते है *
*🔸 चैत्यवंदन में बोल सकते है *

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*वाटसएप नम्बर*

*+918879145554*

*देवलोक जिनालय पालीताणा*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🍃🌾🍃🌾🍃🌾🍃🌾🍃