Gujarati PDF Books

@gujaratipdfbook


We provide free PDF book of Gujarati , Hindi , English. Our Moto is maximum people read books. We have not any copyright for books .

Gujarati PDF Books

16 Oct, 03:21


*जीवन की सफलता*

एक बेटे ने पिता से पूछा---
यह 'सफल जीवन' क्या होता है ?

पिता, बेटे को पतंग उड़ाने ले गए।
बेटा पिता को ध्यान से पतंग उड़ाते देख रहा था...
थोड़ी देर बाद बेटा बोला-
पिताजी.. इस धागे की वजह से पतंग अपनी आजादी से और ऊपर की ओर नहीं जा पा रही है,
क्या हम इसे तोड़ दें !! ये और ऊपर चली जाएगी....
पिता ने धागा तोड़ दिया ..

पतंग थोड़ा सा और ऊपर गई और उसके बाद लहरा कर नीचे आयी और दूर अनजान जगह पर जा कर गिर गई...

तब पिता ने बेटे को जीवन का दर्शन समझाया...
बेटा..
'जिंदगी में हम जिस ऊंचाई पर हैं..
हमें अक्सर लगता है कि कुछ चीजें, जिनसे हम बंधे हैं वे हमें और ऊपर जाने से रोक रही हैं
जैसे
-घर-
-परिवार-
-अनुशासन-
-माता-पिता-
-गुरू-और-
-समाज-
और हम उनसे आजाद होना चाहते हैं...वास्तव में यही वो धागे होते हैं जो हमें उस ऊंचाई पर बना के रखते हैं..

'इन धागों के बिना हम एक बार तो ऊपर जायेंगे परन्तु बाद में हमारा वही હાલ होगा जो बिन धागे की पतंग का हुआ...

"अतः जीवन में यदि तुम ऊंचाइयों पर बने रहना चाहते हो तो, कभी भी इन धागों से रिश्ता मत तोड़ना.."

"धागे और पतंग जैसे जुड़ाव के सफल संतुलन से मिली हुई ऊंचाई को ही 'सफल जीवन' कहते हैं.."
इसलिए संतुलन और सामंजस्य बनाए रखें

🙏🙏🙏

Gujarati PDF Books

11 Oct, 16:38


સરેરાશ એક દિવસમાં 6 બળાત્કારના કેસ નોંધાતા હોય છે, દરેક કેસ સમાચાર નથી બનતા, પણ કોઈ એકાદ ક્રુર ઘટના સામે આવે પછી આપણે જેની સાથે રૂટીનમાં ટેવાઈ ગયા હોય એવી ઘટનાઓ પર આપણું ધ્યાન જાય છે, ગુજરાતમાં પણ સતત હેડલાઈન બની રહેલા બળાત્કારના કેસમાં આવુ છે...

આ વિષય માત્ર કાયદો – વ્યવસ્થાનો નથી, રાજ્યની પોલીસ કે ગૃહ વિભાગ કે ગૃહ મંત્રી પર ટોપલો ઢોળી દેવાથી જવાબદારી પુરી નથી થઈ જવાની, અપરાધીઓની ધાર્મીક ઓળખ પર બુમો પાડી દેવાથી પણ સમસ્યા હલ નથી થવાની, સમસ્યાનાં અનેક પાસા છે, બહારથી ગુજરાત રોટી કમાવા માટે આવતા લોકો બેટી પર નજર બગાડે ત્યારે ભરોસો તુટતો જાય છે, સમસ્યાઓ વધી રહી છે. આ સ્ત્રી સામેના દ્રષ્ટીકોણ અને માનસીક રીતે અસંતુલિત થઈ રહેલા માણસની સમસ્યા છે. ભરોસો કોના પર કરવો એ પ્રશ્ન સામે આવીને ઉભો છે.

આ સરખામણીનો વિષય નથી છતાંય દેશમાં નોઁધાતા કેસ અને સામે સજા થાય છે એ કન્વિક્શન રેટમાં ગુજરાત ખુબ સારુ પ્રદર્શન કરી રહ્યું છે. ગુજરાતની પોલીસ એવી ચાર્જશીટ બનાવે છે જેથી આરોપીઓને ફાંસીથી લઈ જનમટીપની સજા થાય છે, ઝડપી ન્યાય કોને કહેવાય એનું ઉદાહરણ આપણાં રાજ્યએ આપ્યું છે. છતાંય સમસ્યાઓ છે, કોઈ એક લાઈનમાં સંભળાવી દે એટલું સરળ આનું સમાધાન હોત તો ક્યારનુંય આવી ગયુ હોત. સેવ કલ્ચર સેવ ભારત જેવી સંસ્થાઓ ઓટીટીના નામે પોર્ન કોન્ટેન્ટ પીરસાઈ રહ્યું છે એની સામે લડત ચલાવે છે, કોઈ દિકરીને ડિફેન્સ ટ્રેનીંગ આપી રહ્યું છે, કોઈ દિકરાને સંસ્કાર મળે એ પ્રયત્નોમાં છે, છતાંય આ રાક્ષસી વૃત્તિને નાથી નથી શકાઈ, સૌથી વધારે પીડિત દિકરી પોતાની સૌથી નજીકના માણસોથી બની રહી છે.

દશેરા ખાલી રાવણના વધ માટે નથી, એ સાંકેતિક છે. મનના રાવણને હણવાની દિશામાં કામ થાય, સ્ત્રીઓ મા સીતા જેટલા જ સશક્ત બને કે જેથી શક્તિશાળી રાવણ પણ સ્પર્શ ના કરી શકે, આવા અપરાધોને કોઈ જ ભેદભાવો વગર જોઈને ન્યાય અને સમાધાન બાજુ જઈએ.

મા સિદ્ધિદાત્રીને પ્રણામ.

Gujarati PDF Books

11 Oct, 01:24


*હું તમારો ચહેરો યાદ કરવા માંગું છું*
*જેથી જ્યારે હું તમને સ્વર્ગ માં મળીશ*
*ત્યારે તમને ઓળખી શકું*
*અને ફરી એકવાર તમારો આભાર માની શકું*

જ્યારે ભારતીય અબજોપતિ રતનજી ટાટાને
રેડિયો પ્રસ્તુતકર્તા એ
ટેલિફોન ઇન્ટરવ્યુમાં પૂછ્યું...?

*સર* જ્યારે તમને જીવન ની સૌથી ખુશી ની ક્ષણ મળી ત્યારે તમને શું યાદ છે...?

*રતનજી ટાટાએ કહ્યું* : હું જીવન માં
ખુશીના ચાર તબક્કા માં થી
પસાર થયો છું
*અને આખરે*
મને સાચા સુખ નો અર્થ સમજાયો

*પ્રથમ તબક્કો*
સંપત્તિ અને સંસાધનો એકઠા કરવાનો હતો
પણ આ તબક્કે મને જોઈતું સુખ મળ્યું નથી

*બીજો તબક્કો*
કીમતી વસ્તુઓ એકત્ર કરવાનો
પણ મને સમજાયું કે
આ વસ્તુની અસર પણ ક્ષણિક હોય છે
અને કિંમતી વસ્તુઓ ની ચમક
પણ લાંબો સમય ટકતી નથી

*ત્રીજો તબક્કો*
મોટો પ્રોજેક્ટ મેળવવાનો
તે સમયે મારી પાસે
ભારત અને આફ્રિકામાં
ડીઝલનો 95% પુરવઠો હતો

હું ભારત અને એશિયા ની
સૌથી મોટી સ્ટીલ ફેક્ટરી નો
માલિક પણ હતો

*અહીં પણ મને એ સુખ નથી મળ્યું જે મેં ધાર્યું હતું*

*ચોથો તબક્કો*
જ્યારે મારા એક મિત્ર એ
મને કેટલાક અપંગ બાળકો માટે
વ્હીલચેર ખરીદવાનું કહ્યું

લગભગ 200 બાળકો

એક મિત્રના કહેવાથી મેં તરત જ વ્હીલચેર ખરીદી

પરંતુ મિત્રે આગ્રહ કર્યો કે
હું તેની સાથે જાઉં
અને બાળકોને
વ્હીલચેર સોંપી દઉં

હું તૈયાર થઈને તેની સાથે ગયો

ત્યાં મેં આ બાળકો ને
મારા પોતાના હાથે
આ વ્હીલચેર આપી

મેં આ બાળકો ના ચહેરા પર
ખુશી ની એક વિચિત્ર ચમક જોઈ

મેં તે બધાને વ્હીલચેર માં
બેસતા, ચાલતા અને મજા કરતા જોયા

એવું લાગતું હતું કે
( રતન ટાટા પોતે )
તેઓ કોઈ
પિકનિક સ્પોટ પર પહોંચ્યા હતા
જ્યાં તેઓ
વિજેતા ભેટ વહેંચી રહ્યા હતા

*મેં મારી અંદર વાસ્તવિક આનંદ અનુભવ્યો*

જ્યારે મેં ત્યાં થી જવાનું નક્કી કર્યું
ત્યારે એક બાળકે
મારો પગ પકડી લીધો

મેં ધીમે ધીમે
મારા પગ છોડાવવાનો
પ્રયત્ન કર્યો
પરંતુ
બાળકે મારા ચહેરા તરફ જોયું
*અને મારા પગને જકડી રાખ્યા*

મેં ઝૂકીને બાળકને પૂછ્યું...?
તમને બીજું કંઈ જોઈએ છે....?

આ બાળકે મને જે જવાબ આપ્યો
તેનાથી મને માત્ર આઘાત જ લાગ્યો નથી
પરંતુ જીવન પ્રત્યેનો
મારો દૃષ્ટિકોણ પણ
સંપૂર્ણપણે બદલાઈ ગયો

*આ બાળકે કહ્યું* :
હું તમારો ચહેરો
યાદ કરવા માંગુ છું
જેથી
*જ્યારે હું તમને સ્વર્ગમાં મળીશ*
*ત્યારે હું તમને ઓળખી શકું*
*અને ફરી એકવાર*
*તમારો આભાર માની શકું*

( સત્ય ઘટના...! )



Well deserved tribute to LEGEND RATAN TATA

Gujarati PDF Books

08 Oct, 04:16


*સહી જગહ પર હી તુમ્હે સહી મહત્વ મિલેગા*

पिता ने बेटे से कहा, "तुमने बहुत अच्छे नंबरों से ग्रेजुएशन पूरी की है। अब क्यूंकि तुम नौकरी पाने के लिए प्रयास कर रहे हो , मैं तुमको यह कार उपहार स्वरुप भेंट करना चाहता हूँ , यह कार मैंने कई साल पहले हासिल की थी, यह बहुत पुरानी है। इसे कार डीलर के पास ले जाओ और उन्हें बताओ कि तुम इसे बेचना चाहते हो। देखो वे तुम्हें कितना पैसा देने का प्रस्ताव रखते हैं।"

बेटा कार को डीलर के पास ले गया, पिता के पास लौटा और बोला, "उन्होंने 60,000 रूपए की पेशकश की है क्योंकि कार बहुत पुरानी है।" पिता ने कहा, "ठीक है, अब इसे कबाड़ी की दुकान पर ले जाओ।"

बेटा कबाड़ी की दुकान पर गया, पिता के पास लौटा और बोला, "कबाड़ी की दुकान वाले ने सिर्फ 6000 रूपए की पेशकश की, क्योंकि कार बहुत पुरानी है।"

पिता ने बेटे से कहा कि कार को एक क्लब ले जाए जहां विशिष्ट कारें रखी जाती हैं।

बेटा कार को एक क्लब ले गया, वापस लौटा और उत्साह के साथ बोला, "क्लब के कुछ लोगों ने इसके लिए 60 लाख रूपए तक की पेशकश की है! क्योंकि यह निसान स्काईलाइन आर34 है, एक प्रतिष्ठित कार, और कई लोग इसकी मांग करते हैं।"

पिता ने बेटे से कहा, "कुछ समझे? मैं चाहता था कि तुम यह समझो कि सही जगह पर ही तुम्हें सही महत्व मिलेगा। अगर किसी प्रतिष्ठान में तुम्हें कद्र नहीं मिल रही, तो गुस्सा न होना, क्योंकि इसका मतलब एक है कि तुम गलत जगह पर हो।

सफलता केवल अपने हुनर और परिश्रम से नहीं मिल जाती, लोगों के साथ मिलती है, और तुम किन लोगों के बीच में हो , कुछ समय में तुमको स्वतः ही ज्ञात हो जाएगा I तुम्हें सही जगह पर जाना होगा, जहाँ लोग तुम्हारी कीमत जानें और सराहना करें।

🙏🙏🙏

Gujarati PDF Books

23 Sep, 14:11


SOURCE : QUORA,
મમ્મી ગજબનું શિખવાડી ગઈ

રોજની જેમ જ આજે પણ ધોમધખતી બપોરે શાકવાળી બારણે આવી અને બુમ પાડીને પૂછ્યું, "શાક જોઈએ, બેન?"

મમ્મીએ પણ રોજની જેમ જ અંદરથી બુમ પાડીને પૂછ્યું, "શું શું છે?"

"ગવાર, ચોળી, પાલક,..." આગળ કાંઈ બોલે તે પહેલાં જ મમ્મીએ કહ્યું, "ઉભી રે', આવું છું."

બારણે આવીને મમ્મીએ શાકવાળીના ટોપલા પર નજર નાખી પૂછ્યું, "પાલકનું શું?"

"બે રૂપિયાની ઝૂડી"

"રૂપિયામાં દે તો ચાર લઉં."

"નહીં પોષાય."

"ઠીક તો રહેવા દે." કહી મમ્મી બારણે જ ઉભી રહી.

શાકવાળી આગળ ગઈ અને પછી પાછું વળીને બોલી, "દોઢ રૂપિયો."

મમ્મીએ નનૈયો ચાલુ રાખ્યો. "રૂપિયામાં દેવી હોય તો જ વાત કર."

"નહીં પોષાય" કહી એ ફરી આગળ ગઈ. થોડું આગળ જઈને......

બીચારી પાછી આવી,મમ્મીને ખાત્રી હતી એ આવશે જ એટલે હજી બારણામાં જ ઉભી હતી. મમ્મીએ એને માથેથી ટોપલો ઉતારવામાં હાથ દીધો. પછી બરાબર જોઈ ચકાસીને ચાર ઝૂડી પાલક લઈ, ચાર રૂપિયા દીધા.

શાકવાળી ટોપલો ઉંચકીને માથે મુકવા ગઈ ત્યાં એને ચક્કર આવ્યાં. મમ્મીએ ટોપલો પકડીને નીચે મુક્યો. એનો હાથ પકડી પૂછ્યું, "જમી નથી?"

પેલી સહેજ પરાણે ફિક્કું મલકીને બોલી, "ના બેન. બસ, આટલું શાક વેચાઈ જાય એટલે દુકાનેથી સીધું-સામાન લઈ, ઘેર જઈ, રસોઈ બનાવીને પછી તરત જમીશ અને છોકરાવને પણ જમાડીશ.

"ઉભી રહે. અહીં બેસ." કહી મમ્મી રસોડામાંથી એક રકાબીમાં બે રોટલી, શાક ને ચટણી લઈ આવી. પછી થોડાં દાળ-ભાત આપ્યાં. છેલ્લે એક કેળું ખવડાવી, પાણી પાયું ને કોથળીમાં બાળકો માટે થોડો સુકો નાસ્તો પણ બાંધી દીધો...પછી શાકવાળી ટોપલો માથે લઈને આગળ ગઈ.

મારાથી રહેવાયું નહીં. મેં કીધું, "તેં આટલી નિર્દયતાથી આ ગરીબ સાથે પાલકના ભાવતાલ કર્યા , અડધી કીમતે લીધું, અને પછી જેટલા બચાવ્યા એનાથી વધુ તો એને ખાવાનું દીધું."

મમ્મી હસી અને પછી જે કીધું તે આજીવન મગજમાં કોતરાઈ ગયું.

વેપાર કરતી વખતે દયા ન કરવી અને દયા કરતી વખતે વેપાર ન કરવો..!!

Gujarati PDF Books

12 Sep, 03:23


*ચૂરેચૂરા*
ચંદ્રકાન્ત જે સોની (મોડાસા)

વૃધ્ધાશ્રમના નામ સરનામાવાળા પરબીડિયામાં આવેલી ટપાલને એણે ખોલ્યા વગર જ ડસ્ટબીનમાં નાખી દીધી,ફાડીને ચૂરેચૂરા કરીને....
"આ દસ્તાવેજમાં તમારા પિતાજીની સહી તો અવશ્ય જોઈશે જ..." વકીલે ભાર પૂર્વક અનિમેષને કહ્યું.."નહીં તો તમારે જમીન વેચાણ પેટે લીધેલી ટોકન રકમ પરત કરવી પડશે"
અનિમેષ ચિંતામાં પડ્યો. પિતાજીની વારંવાર આવતી ટપાલ તો એ વાંચતો જ ક્યાં હતો? કે એમને જવાબ આપવાનો પ્રશ્ર્ન ઉભો થાય? મોબાઈલ તો એ વખતે જન્મ્યા જ ન હતા...
. જમીનના ટોકન પેટે લીધેલી રકમ તો , નવી ગાડી પેટે ચૂકવાઈ ગઈ હતી...અને નવી ગાડી લઈ અનિમેષ અને એની પત્ની ઈશાકા તો પંદર દિવસથી ટૂર પર નીકળી ગયા હતા
"હવે તો, જમીન વેચાણ રાખનારને દસ્તાવેજ કરી જ આપવો પડે...કેમ કે એ દસ્તાવેજ માટે ઉતાવળ કરતો હતો..."વકીલે અનિમેષને તાકીદ કરી.
પિતાજીને , વૃધ્ધાશ્રમમાં જઈ ,રૂબરૂ વાત કરી, એમને મનાવી લેવાની ,મનમાં પેરવી ગોઠવી અનિમેષ ઘેર આવ્યો
ઘેર આવી એણે વૃધ્ધાશ્રમના લેન્ડ લાઈન પર ફોન કર્યો
અને પિતાજી સાથે વાત કરાવવાની વિનંતી પણ.....
સામે છેડેથી જબાબ હતો, "હા, અનિમેષભાઈ તમારા પિતાજીના અવસાનના સમાચાર આપવા અમે વારંવાર ફોન કર્યા...પણ નો રીપ્લાય આવતો હતો છેવટે સંસ્થાના કવરમાં આપને અમે જાણ કરી હતી.
અનિમેષથી "હાશ" બોલાઈ ગયું ને ફોન કટ કરી વકીલને ફોન કર્યો.."હા વકીલ સાહેબ, પિતાજી હયાત નથી રહ્યા...હવે?"
"તો સીધીલીટીના તમે વારસ...કામ સરળ" વકીલે એ અંગે કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી..
"ચાલો, જે થયું તે સારા માટે..તારા બાપા જીવતા હોત તો કદાચ સહી ના પણ કરી હોત...."ઈશાકા મંદમંદ હસતાં બોલી..
એટલામાં ટપાલી રજીસ્ટર એ.ડી .ટપાલ આપવા આંગણામાં આવીને ઉભો હતો
આ ટપાલ એણે વાંચી....ચૂરેચૂરા કરતા પહેલાં
ટપાલ વૃધ્ધાશ્રમના વકીલની હતી...અનિમેષના પિતાજીએ એમની હયાતી ન હોય ત્યારે પોતાના નામની તમામ મિલકતો આ વૃધ્ધાશ્રમને દાન કરી દીધાની.....
અનિમેષ અને ઈશાકાના સ્વપ્નોના ચૂરેચૂરા...

🙏🙏🙏
ચંદ્રકાન્ત જે સોની
મોડાસા
.

Gujarati PDF Books

05 Sep, 09:58


🚨 સારી ગુણવત્તા વાળા હેલ્મેટ નું મહત્ત્વ 🚨

આજ રોજ સિવિલ હોસ્પીટલ ઇમરજન્સી વિભાગ માં નોકરી હતી બપોર ના ૩ વાગ્યા નો સમય હતો અને એમ્બ્યુલન્સ 🚑 ના સાઇરન નો અવાજ સંભળાયો અને એમ્બ્યુલન્સ માંથી રો- કકળાટ સાથે આખો પરિવાર ઇમરજન્સી રૂમ માં દોડતા આવ્યા. મન મક્કમ કર્યું કે નક્કી કંઇક ઈમરજન્સી આવી છે .

EMT એ આવી માહિતી આપી સાહેબ ફોલ ડાઉન છે . તરત જ સ્ટ્રેચર માં લાવેલા એ ભાઈ ની તપાસ કરવા હું સમય લીધા વગર આગળ વધ્યો. ભાઈ ભાન મા જ હતા પણ માથા પર થી લોહી ખુબ જ વહી રહ્યું હતું .

તમામ સારવાર ચાલુ કરી અને આઇસીયુ વિભાગ મા એમને શિફ્ટ કર્યા . એમના પત્ની ને પૂછ્યું " બેન શું થયું હતું ? "
"સાહેબ, હજુ તો સરધાર થી સાતમ-આઠમના કપડા લેવા નીકળ્યા હતા. હું, મારા ઘરના અને મારો બાબો, પાંચેક કિલોમીટર હોન્ડા ઉપર હજુ તો આગળ પુગ્યા હતા ત્યાં જ એક અભાગીયું કૂતરું આડું ઉતર્યું, તમારા ભાઈ એ એ કૂતરા ને બચાવવા માટે હોન્ડા ને સાઈડ મા કર્યું પણ બેલેન્સ નો રયું અને હોન્ડા સીધું નીચે ખાડા મા ઉતરી ગયું , બેન એક શ્વાસે રૂદન ભર્યા અવાજે 🥹 બધી આપવીતી જણાવી. માતાજી ની દયા થી હું ને મારો બાબો નીચે પડી ગયા તો બચી ગયા પણ એ સીધા ખાડા માં પડ્યા તો માથું ફાટી ગયું"

એટલું કહી ને બેન એ કહ્યું "સાહેબ મારા ઘરના સાજા તો થય જશે ને" આટલું બોલી ને એ હૈયાફાટ રુદન ને આંખ ની પાંપણ માં આવેલા આંસુ 🥹😢 માં ઢાંકી દીધું .

લાગણીવશ મે પૂછ્યું " બેન મારા ભાઈ એ માથે હેલ્મેટ નોતું પેર્યું,
" ના ભાઈ , રાજકોટ સુધી જ તો આવવું તું એમાં શું હેલ્મેટ પેરવું....."

હાલ તો એ ભાઈ આઇસીયુ માં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે . પાછળ આખો પરિવાર એના સાજા થઈ ને ઘરે આવવાની આશામાં આઇસીયુ ની બાર રોજ રાહ જોઈ રહ્યો છે . કદાચ માં ભગવતી ની કૃપા થી એ ભાઈ સાજા પણ થય જશે પણ શું દરેક વ્યક્તિ આઇસીયુ ની કપરી કસોટી માંથી બાર નીકળી શક્શે ??

તમામ મિત્રો ને ખાસ વિનંતિ 🙏 ટુ વ્હીલર પર ઘર થી બહાર નીકળો ત્યારે સારી ગુણવત્તા વાળા હેલ્મેટ ને માથા પર અવશ્ય લગાવો એ હેલ્મેટ કદાચ આજ કાલ ના ફેશન યુગ પ્રમાણે ફેશનેબલ નહિ લાગે પણ આપના જીવન ને આવનારી અઘરી મૂશ્કેલી થી બચાવી ચોક્કસ શક્શે 😊🙏

POST FROM:
Dr Rahul Singh Parmar. Rajkot PDU Hospital

Gujarati PDF Books

02 Sep, 02:53


*વડીલો જીવનના આ ત્રણ તબક્કામાં દુઃખી ના થશો:*

*(1) પહેલો પડાવ :-58 થી 65 વર્ષ*

કાર્યસ્થળ તમને દૂર કરે છે.
તમારી કારકિર્દી દરમિયાન તમે ગમે તેટલા સફળ અથવા શક્તિશાળી છો, તમે એક સામાન્ય વ્યક્તિ કહેવાશો. તેથી, તમારી ભૂતકાળની નોકરી સમયની માનસિકતા અને શ્રેષ્ઠતાની ભાવનાને વળગી ન રહો

*(2) બીજો પડાવ :-65 થી 72 વર્ષ*

આ ઉંમરે, સમાજ તમને ધીમે ધીમે દૂર કરે છે. તમે જે મિત્રો અને સહકાર્યકરોને મળો છો અને તેમની સાથે સામાજિક રીતે મળતા હતા તે ઓછા થઈ જશે અને તમારા અગાઉના કાર્યસ્થળ પર ભાગ્યે જ કોઈ તમને ઓળખે છે.
એવું ન કહો કે "હું હતો..." અથવા "હું એક સમયે હતો..." કારણ કે યુવા પેઢી તમને ઓળખશે નહીં, અને તમારે તેના વિશે અસ્વસ્થતા અનુભવવી જોઈએ નહીં!

*(3) ત્રીજો પડાવ :-72 થી 77 વર્ષ*

આ પડાવે, કુટુંબ તમને ધીમે ધીમે દૂર કરશે. જો તમારી પાસે ઘણા બાળકો અને પૌત્રો હોય, તો પણ મોટાભાગે તમે તમારા જીવનસાથી સાથે અથવા તમારી જાતે એકલાં રહેતા હશો.

જ્યારે તમારા બાળકો પ્રસંગોપાત મુલાકાત લે છે, ત્યારે તે સ્નેહની અભિવ્યક્તિ છે, તેથી ઓછી વાર આવવા માટે તેમને દોષ ન આપો, કારણ કે તેઓ તેમના પોતાના જીવનમાં વ્યસ્ત છે!

*(૪)અને છેલ્લે 77+ પછી*,
પૃથ્વી તમને ખતમ કરવા માંગે છે. આ સમયે, ઉદાસી અથવા શોક ન કરો, કારણ કે આ જીવનનો અંતિમ પડાવ છે, અને દરેક વ્યક્તિ આખરે આ માર્ગને અનુસરશે!

તેથી, જ્યારે આપણું શરીર હજી સક્ષમ છે, સંપૂર્ણ જીવન જીવો!
તમને
જે ગમતું હોય તે ખાઓ,
જે જોઈએ તે પીવો, રમો અને ગમતી વસ્તુઓ કરો.
આનંદમાં રહો, મોજથી જીવો..

58+ પછી મિત્રોનું ગૃપ બનાવી અવાર- નવાર નિયત સ્થળે, નિયત સમયે મળવાનું રાખો. ટેલિફોનીક સંપર્કમાં રહો. જીવનના જુના અનુભવો યાદ કરી વાગોળો અને એક બીજાને શેર કરો.

સદાય મોજમાં રહો.

🙏🙏🙏

Gujarati PDF Books

24 Aug, 02:04


થોડા સમય પહેલાં દસ લાખ રૂપિયાના ખર્ચે મેં વાંસદા ગામમાં જયકિશનનું સ્ટૅચ્યુ મુકાવ્યું છે, જે પહેલી વાર બન્યું છે કે કોઈ ફિલ્મ સંગીતકારનું સ્ટૅચ્યુ મુકાયું હોય! જયકિશન વાંસદાનો મિસ્ત્રી હતો એની એના ગામના લોકોને પણ નહોતી ખબર!

બસ... એક પ્રોફેસર અને એક સંત એમ બન્નેના સ્વાદિષ્ટ અને વિવિધતા સભર ખોરાક વિષેના વિચારોથી આજ સાંજથી જ તમારા દૈનિક ભોજનમાં પરિવર્તન લાવી દેજો. આ ખવાય, આ ન ખવાય તેના રવાડે ચડતા નહી, દિલ જે માગે તેને સંતોષજો. અને પછી જુઓ જિંદગીના પાટા કેવા બદલાઈ જાય છે. ચારે તરફ ખૂશી અને પ્રસન્ન્તા છવાઈ ગઈ હશે અને તમારો પીછો નહી છોડે....

*-- સ્વામી સચ્ચિદાનંદ*

🙏🙏🙏

Gujarati PDF Books

24 Aug, 02:04


*કુદરતી જીવન જીવો*

આપણાં ગુજરાતી ક્રાંતિકારી સ્વામી સચ્ચિદાનંદ ના યોગ બાબત વિચારો જાણો, સમજો ને અમલ કરો.
🙏

યોગ-ઉપવાસમાં જરાય ન માનતા સચ્ચિદાનંદ સ્વામીજી 88 વર્ષે પણ એનર્જીથી તરબતર છે !

શું કહેવું છે તેમને પોતાની સદાબહાર તંદુરસ્તી વિશે.
*કુદરતી જીવન જીવો:*
હું ૨૦-૨૨ વર્ષનો હતો ત્યારે રામદેવ બાબા કરાવે છે એવી યૌગિક ક્રિયાઓ કરતો હતો, પણ જ્યારે મને સમજાયું કે આમાંનું ઘણું કુદરત વિરોધી છે, ત્યારે એ બધું મેં છોડી દીધું.
નેતી, ધોતી, બસ્તી, કુંજલ, નૌલી જેવી યૌગીક ક્રિયાઓ અને વધુ પડતો પ્રાણાયામ કુદરત વિરોધી છે. આખી જિંદગી યોગ કરતા કેટલાય યોગીઓને મેં ભૂંડી રીતે મરતા જોયા છે.

યોગીઓએ બતાવેલી આ બધી ક્રિયાઓ આરોગ્યને બરબાદ કરી દે છે. લોકોને પ્રભાવિત કરવા હોય તો આ બધું બરાબર છે, પણ એ કરાય નહીં. ત્યાગી લોકો મરતાં બહુ રિબાય છે. એક ત્યાગી યોગી એટલું રિબાયા હતા કે મરતાં પહેલાં તેમણે એકરાર કર્યો હતો કે તેમણે જે કર્યું એ નહોતું કરવુ જોઈતું.

મારી સાથે કનખલમાં રહેતા એક યોગી મર્યા ત્યારે તેમના શરીરમાંથી એટલી દુર્ગંધ આવતી હતી કે સારવાર માટે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા તો અમેરિકન સરકારે પણ તેમને તડીપાર કર્યા હતા.

આ બધા અનનૅચરલ જીવન જીવે છે, ગુફાઓમાં બેસે તો શરીરને ઑક્સિજન ન મળે અને પલાંઠી વાળીને બેસી રહે તેથી શરીરની હલનચલન ન થાય તેથી તે ડલ થઈ જાય.
મહેનત-મજૂરી કરનારા અને સહજ જીવન જીવતા લોકો જ સ્વસ્થ રહે છે અને તેમને સહજ મૃત્યુ મળે છે.
મારી આવી તતૂડી ભલે કોઈ ન સાંભળે, પણ એ હકીકત છે.

શરીરને સાચવવા હું કાંઈ નથી કરતો. તે એની મેળે જ સચવાય છે.યોગીઓ જે ધ્યાન કરે છે તે કુદરતી નથી, જીવન માટે જરૂરી પણ નથી. તમે જે કામ કરો એ ધ્યાનથી કરો, એમાં મન પરોવીને કરો તો એ તમારું ધ્યાન જ છે.

સોયમાં તમે દોરો પરોવો ત્યારે એ ધ્યાન જ છે.
ઘરનું કામ છોડી ધ્યાન કરવા બેસો તો જેવી આંખો બંધ કરો એવું અંદરથી મન કૂદાકૂદ કરવા લાગશે.
યોગ અને ધ્યાને લોકોને ઊંધા રસ્તે વાળી દીધા છે. યોગી થવા કરતાં ઉપયોગી થાઓ, લોકોને ઉપયોગી બનો. સેવા પ્રવૃત્તિ કરો. લોકોનું ભલું થાય એવાં કામ કરો એ સૌથી મોટી સાધના છે.

ગીતામાં પણ કહ્યું છે કે
યોગ: કર્મસુ કૌશલમ.
મારો નિત્યક્રમ:
- હું રોજ સવારે ૪ વાગ્યે ઊઠી જાઉં છું.
- નહાઈ-ધોઈ જાપ તથા પ્રાર્થના કરું.
- સાંજે સાડા છ વાગ્યે મંદિરમાં આરતી વગેરે પતે પછી મારી રૂમમાં જઈ થોડી વાર ટીવી જોઉં, જેમાં સમાચાર ખાસ જોઉં અને રાત્રે સાડા આઠ વાગ્યે સૂઈ જાઉં છું.
રોજ સવારે ૧૦ વાગ્યે અને સાંજે ૪ વાગ્યે જમી લઉં છું.
હવે ઉંમરના હિસાબે ઊંઘ જલદી ઊડી જાય છે તેથી રાત્રે ૧૨ વાગે જાગીને લખવા બેસી જાઉં ને પાછું મન થાકે ત્યારે સૂઈ જાઉં.
૧૯૯૪માં મદ્રાસમાં બાયપાસનું ઑપરેશન થયું હતું. જો કે એ કર્યા પછી મને સમજાયું કે એની જરૂર નહોતી. ડૉક્ટરોના દબાણને કારણે વળી એ થયું.
હાર્ટ માટે ડૉક્ટરે આપેલી એક ગોળી સિવાયની અત્યારે હું કોઈ દવા નથી લેતો.
કોઈ વાર તાવ જેવું લાગે તો સુદર્શનની ગોળી લઈ લઉં.
શરીરને કોઈ તકલીફ થાય તો આયુર્વેદિક દવા લઈ શકાય.
બાકી ..
શરીર આપમેળે સારું થઈ જતું હોય છે. સ્વાદિષ્ટ ખાઓ:

હું પહેલાં ખાવામાં ગાંધીજીના અસ્વાદના રવાડે ચઢ્યો હતો.અસ્વાદ એટલે મીઠું, મરચું, ખાંડ, તેલ, મસાલા વગેરે ન ખાવા.
એમાં મારું શરીર બગડી ગયું તેથી મેં એ બધું છોડી દીધું.
લગભગ ૩૦-૩૫ વર્ષથી બધું ખાઉં છું તો શરીર સારું રહે છે. મસાલા દવાઓ છે.
પશ્ચિમના દેશોના રવાડે ચઢી આપણે મસાલાનો ત્યાગ કરવા લાગ્યા એ ખોટી વાત છે. આપણા મસાલા લેવા માટે તો વાસ્કો દી ગામા ભારત આવ્યો હતો.ખાવાનું હંમેશાં સ્વાદિષ્ટ ખાઓ તો એ પચશે. કોળિયો મોઢામાં આવે ત્યારે ભરપૂર લાળ છૂટવી જોઈએ, એવું એ સ્વાદિષ્ટ હોવું જોઈએ.
હું રોજ બે જ ચીજો ખાઉં છું : દાળ-રોટલી
અથવા તો શાક-રોટલી.
થાળી ભરેલી હોય એવું મને ન જોઈએ, પણ જે હોય એ સ્વાદિષ્ટ હોવું જોઈએ. રોટલી બરાબર શેકાયેલી અને દાળ કે શાક સ્વાદમાં સરસ હોવાં જોઈએ. રસોઈ ખાવાની પ્રેરણા થાય એવી સરસ બનેલી હોવી જોઈએ. હું બધું જ ખાઉં છું, કોઈ વસ્તુની ઍલર્જી નથી. કાંદા-લસણ પણ ખાઉં છું. એટલું જ નહીં, આશ્રમમાં બધાને એ ભરપૂર ખાવા કહું છું.
ખાવાનું પ્રમાણસર ખાવું જોઈએ. મસાલામાં કે ખાવામાં અતિરેક ન થવો જોઈએ એમ હું માનું છું.

મનની પ્રસન્નતા મહત્વની છે, હસો, રમો, ટોન્ટ-ટૂચકા કરો, ખાઓ, જૉબ કરો, હરો, ફરો, જેનાથી મન પ્રસન્ન થાય એ બધું જ કરો, બસ મન મુકીને જિંદગી જીવો. મનની પ્રસન્નતા જ સૌથી મોટો યોગ છે. જે કામ કરો એ મન પરોવીને અને ખુશીથી કરો. જે કરવાથી મન ખુશ રહે એવાં કામ કરો.

મને જૂનાં ફિલ્મી ગીતો સાંભળવાં બહુ ગમે છે. એ હું જ્યારે મન થાય ત્યારે સાંભળું છું. સંગીતકાર શંકર-જયકિશનવાળા જયકિશને જે ધૂનો બનાવી છે... લાજવાબ...!!!

Gujarati PDF Books

23 Aug, 02:09


મોટાભાઈ એ કહ્યું પહેલા જો તેં આટલા જ પ્રેમ થી વાત કરી હોત તો બધું જ તને આપી દેત,
ઘરે આવી જા પ્રેમ થી બેસીને વાતો કરીશું,
આટલી કડવાહટ ...થોડા મીઠા શબ્દો બોલતા ક્યાં ચાલી ગઈ ? ખબર જ ન પડી...
કાલ.. જે એક ઈંચ જમીન માટે લડતા હતા... એ આજ બધુ જ દેવા તૈયાર થઈ ગયા.
મિત્રો, ત્યાગ ની ભાવના રાખીએ અને હંમેશા દેવા માટે તત્ત્પર રહીશું તો સામેવાળા નું હૃદય પરિવર્તન થશે જ...
અને હંમેશા યાદ રાખવાનું કે સબન્ધ મા ક્યારેય નફો કે નુકસાન નહી જોવાનું ...

🙏🙏🙏

Gujarati PDF Books

23 Aug, 02:09


*સબંધમાં નફો કે નુકસાન ન જોવાય*

સડક કિનારે એક 12-13 વર્ષ ની દીકરી તરબુચ વેચતી હતી...
વિશાલે ગાડી રોકી પૂછયું, બેટા, તરબુચ કેમ આપ્યા..??
દીકરીએ કહ્યું, એક નંગના 50 રૂપિયા સાહેબ, પાંચેક કિલા વજન હશે,,
પાછળની સીટ પર બેઠેલી તેની પત્ની ભાવિકા એ કહ્યું... આટલા મોંઘા ?
ચાલો આગળથી લઈ લઈશું....
વિશાલે કહ્યું, ક્યાં મોંઘા છે ?
બજાર માં થી તો તું વીસ રૂપિયા કિલોના લઈ આવે છે.
ભાવિકા એ કહ્યું, તમને ના ખબર પડે...
મને ભાવ તાલ કરવા દો...
દીકરીને કહ્યું, 30 નું નંગ આપવું હોય તો આપ નહિંતર કઈ નહિ...
દીકરી બોલી, આંટી 40 નું તો મને પડે છે...
ચાલો 45 આપી દેજો...
એના થી સસ્તું તો નહી આપી શકું 🙏🏻
ભાવિકા એ હવે 10 ₹ માટે ય ઈમોશનલ દાવ રમી લીધો અને પોતાના દીકરા ને બતાવી ને પેલી છોકરી ને ક્યે કે " જો આ તારા નાના ભાઈ જેવો છે, એના માટે થોડું સસ્તું કરી આપ...
આમ કહી પોતાના દીકરા તરફ ઈશારો કર્યો..
સુંદર બાળકને જોઇ ને દીકરી ગાડી તરફ આવી...
ગાલ પર હાથ ફેરવી કહ્યું , સાચે જ મારો ભાઈ ખૂબ સુંદર છે , આંટી...
ભાવિકાએ કહ્યું, બેટા દીદી ને નમસ્તે બોલ,,, બાળકે પણ પ્રેમ થી નમસ્તે દીદી........કહ્યું.
દીકરી એ દરવાજો ખોલી બાળક ને તેડી લીધું.. પૂછયું, ભાઈ તારું નામ શું છે..??
દીદી મારું નામ ગોલું છે...
સાચે જ તું ગોળ મટોળ છે મારા ભાઈ...
તરબુચ ખાઈશ..?
એમ કહી એક તરબુચ લાવી ભાઈ નાં હાથ માં આપ્યું પરંતુ વજન હોવાથી હાથ માં થી નીચે પડી ત્રણ ચાર ટુકડા થઈ ગયા...
ગોલુ થી પડી ગયું એટલે રડવા લાગ્યો.
બેન બોલી, અરે ભાઈ રડ નહીં, હૂં બીજું લાવી આપું, એમ કહીને રેંકડી પર લેવા ગઈ, ત્યાં સુધીમાં ભાવિકા એ ગોલુ ને અંદર લઈ લીધો, દરવાજો બંધ કરી દીધો.
દીકરી આવી ખુલા કાચમાંથી તરબુચ આપતા બોલી.. લે ભાઈ આ મીઠું નીકળશે... વિશાલ આ બધી હરકત જોઈ રહ્યો હતો.
ભાવિકા એ કહ્યું , જે તૂટ્યું છે એના પૈસા નહી આપું, એ તો તારી ભુલ હતી.
દિકરી હસતાં હસતાં બોલી આંટી, બન્નેમાંથી એકેય ના પૈસા નથી જોતા, મેં તો મારા ભાઈ ને આપ્યું છે...
આટલું સાંભળી વિશાલ ને તેની પત્ની બન્ને ચોંકી ઉઠ્યા,, કહ્યું બેટા બન્ને ના પૈસા લઈ લે.. એમ કહી સો રૂપિયા હાથે થી લંબાવ્યા,
દિકરી ઝડપથી રેંકડી પાસે જતી રહી,
વિશાલ નીચે ઉતરી, પાસે આવીને કહ્યું , બેટા પૈસા લઈ લે, તારું ખૂબ નુકસાન થઈ જશે.
દિકરી બોલી... "મા કહેતી કે જ્યાં સંબંધની વાત આવે ત્યાં નફો નુકસાન નહી જોવાનું...
તમે ગોલુ ને મારો ભાઈ કહ્યો મને ખૂબ ગમ્યું... મારે પણ ગોલુ જેવો જ ભાઈ હતો પરંતુ..."
વિશાલે કહ્યું, શું થયું હતું તારા ભાઈ ને..?
દીકરી એ કહ્યું કે જ્યારે એ બે વર્ષ નો હતો ત્યારે રાત્રિ ના તાવ આવ્યો હતો, સવારે માં હોસ્પિટલ લઈ જાય તે પહેલા જ શ્વાસ છોડી દીધો હતો,, એના એક વર્ષ પહેલા પાપા પણ અમને મૂકી ને જતા રહ્યા.. અંકલ, મને મારા ભાઈની ખૂબ યાદ આવે છે...
ભાવિકા એ કહ્યું, બેટા પૈસા લઈ લે......
આંટી , હૂં પૈસા તો નહિ જ લઉં..
ભાવિકા ગાડી માં ગઈ, પોતાની બેગ માં થી એક ચાંદી ની ઝાંઝર ની જોડી કાઢી જે પોતાની આઠ વર્ષની દીકરી માટે આજે જ ત્રણ હજારમાં ખરીદી હતી...
દીકરી ને દેતા બોલી.. તે ગોલુ ને ભાઈ માન્યો છે ને તો હૂં તારી મા કહેવાઉં તો તું ના ન કહેતી...
દીકરીએ હાથ ન લંબાવ્યો, તો જબરદસ્તીથી દીકરીના ખોળામા ઝાંઝર મૂકતા બોલી, રાખી લે બેટા.. જ્યારે પણ પહેરીશ ત્યારે અમારી બધાની યાદ આવશે... આટલું કહી ઝડપથી ગાડી માં બેસી ગઈ.
દીકરીને, બાય, કહેતા વિશાલે ગાડી સ્ટાર્ટ કરી,,, ગાડી ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો કે ભાવુકતા શું ચીજ છે ?
થોડા સમય પહેલા પોતાની પત્ની દસ વીસ રૂપિયા બચાવવા માટે બાંધ છોડ કરી રહી હતી, ને થોડી જ ક્ષણો મા આટલી બદલાઈ ગઈ..
જો તો ખરા...ત્રણ હજારનું ઝાંઝર આપી દીધું...!!
ત્યાં જ અચાનક વિશાલ ને દીકરીની વાત યાદ આવી... કે સંબંધ મા નફો કે નુકસાની ન જોવાય...
વિશાલ ને થોડા વર્ષો થી પ્રોપર્ટી બાબતે પોતાના જ ભાઈ સાથે કેસ ચાલી રહ્યો હતો..
વિશાલે તરત જ ભાઈ ને ફોન લગાવ્યો કહ્યું.. ભાઈ હૂં વિશાલ બોલું છું,
સામે થી ભાઈ એ કહ્યું... ફોન કેમ કર્યો..? વિશાલે કહ્યું ભાઈ મેઈન માર્કેટ વાળી દુકાન તું રાખી લે, બજાર વાળી હું રાખીશ...
અને હા મોટો પ્લોટ તું રાખી લે જ્યારે નાનો પ્લોટ હું રાખી લઈશ..
હું કાલે જ આપણો કેસ ચાલે છે એ પાછો ખેંચી લઈશ...
સામે થી થોડો સમય અવાજ જ ના આવ્યો, પછી મોટા ભાઈ એ કહ્યું,છોટુ ,આમ કરવાથી તો તને ખૂબ જ નુકસાન થશે...?
ત્યારે વિશાલે કહ્યું આજ મને સમજાણું છે કે સંબંધમા નફો કે નુકસાન ન જોવાઈ, એક બીજા ની ખુશી જોવાની હોય....
ફોન મા સામેથી એકદમ ખામોશી છવાય ગઈ, થોડી ક્ષણો પછી વિશાલ ને સામેથી મોટા ભાઈ નો રડવાનો અવાજ સંભળાયો, વિશાલે કહ્યું, રડી રહ્યા છો ભાઈ...?

Gujarati PDF Books

20 Aug, 02:13


उधर बुआ कमरे में पुरानी फटी चादर बिछे खटिया पर अपने भैया के पास बैठी थीं....

बुआ जी का बेटा श्याम दोड़ कर फ़ूफा जी को बुला लाया था.

राखी बांधने का मुहूर्त शाम सात बजे तक का था.मम्मी अपनी ननद को लेकर मॉल चली गयी थी सबके लिए नए ड्रेसेस खरीदने और बुआ जी के घर के लिए किराने का सामान लेने के लिए....

शाम होते होते पूरे घर का हुलिया बदल गया था

नए पर्दे, बिस्तर पर नई चादर, रंग बिरंगे डोर मेट, और सारा परिवार नए ड्रेसेस पहनकर जंच रहा था.

न जाने कितने सालों बाद आज जया बुआ की रसोई का भंडार घर लबालब भरा हुआ था....

धीरे धीरे एक आत्म विश्वास सा लौटता दिख रहा था बुआ के चेहरे पर....

पर सच तो ये था कि उसे अभी भी सब कुछ स्वप्न सा लग रहा था....

बुआ जी ने थाली में राखियाँ सज़ा ली थी

मिठाई का डब्बा रख लिया था

जैसे ही पापा को तिलक करने लगी पापा ने बुआ को रुकने को कहा

सभी आश्चर्यचकित थे...

" दस मिनट रुक जाओ तुम्हारी दूसरी बहनें भी बस पहुँचने वाली है. "

पापा ने मुस्कुराते हुए कहा तो सभी पापा को देखते रह गए....

तभी बाहर दरवाजे पर गाड़ियां के हॉर्न की आवाज सुनकर बुआ ,मम्मी और फ़ूफ़ा जी दोड़ कर बाहर आए तो तीनों बुआ का पूरा परिवार सामने था....

जया बुआ का घर मेहमानों से खचाखच भर गया था.

महराजगंज वाली नीलम बुआ बताने लगी कि कुछ समय पहले उन्होंने पापा को कहा था कि क्यों न सब मिलकर चारो धाम की यात्रा पर निकलते है...

बस पापा ने उस दिन तीनों बहनो को फोन किया कि अब चार धाम की यात्रा का समय आ गया है..

पापा की बात पर तीनों बुआ सहमत थी और सबने तय किया था कि इस बार जया के घर सब जमा होंगे और थोड़े थोड़े पैसे मिलाकर उसकी सहायता करेंगे.

जया बुआ तो बस एकटक अपनी बहनों और भाई के परिवार को देखे जा रहीं थीं....

कितना बड़ा सरप्राइस दिया था आज सबने उसे...

सारी बहनो से वो गले मिलती जा रहीं थीं...

सबने पापा को राखी बांधी....

ऐसा रक्षाबन्धन शायद पहली बार था सबके लिए...

रात एक बड़े रेस्त्रां में हम सभी ने डिनर किया....

फिर गप्पे करते जाने कब काफी रात हो चुकी थी....

अभी भी जया बुआ ज्यादा बोल नहीं रहीं थीं.

वो तो बस बीच बीच में छलक आते अपने आंसू पोंछ लेती थी.

बीच आंगन में ही सब चादर बिछा कर लेट गए थे...

जया बुआ पापा से किसी छोटी बच्ची की तरह चिपकी हुई थी..

मानो इस प्यार और दुलार का उसे वर्षों से इन्तेज़ार था
बातें करते करते अचानक पापा को बुआ का शरीर एकदम ठंडा सा लगा तो पापा घबरा गए थे...

सारे लोग जाग गए पर जया बुआ हमेशा के लिए सो गयी थी....

पापा की गोद में एक बच्ची की तरह लेटे लेटे वो विदा हो चुकी ..

पता नही कितने दिनों से बीमार थीं....

और आज तक किसी से कही भी नही थीं...

*आज सबसे मिलने का ही आशा लिये जिन्दा थीं शायद...!!*

अपनों का ध्यान रखें। जो समर्थ है वो अपने असमर्थ रिश्तेदारों की सहायता करें।
🙏🙏🙏
🌸हम बदलेंगे,युग बदलेगा।🌸

Gujarati PDF Books

20 Aug, 02:13


*Ruby Jain:*

*मेरी छोटी बुआ...!!*

रक्षाबंधन का त्यौहार पास आते ही मुझे सबसे ज्यादा जमशेदपुर (झारखण्ड )वाली बुआ जी की राखी के कूरियर का इन्तेज़ार रहता था.

कितना बड़ा पार्सल भेजती थी बुआ जी.

तरह-तरह के विदेशी ब्रांड वाले चॉकलेट,गेम्स, मेरे लिए कलर फूल ड्रेस , मम्मी के लिए साड़ी, पापाजी के लिए कोई ब्रांडेड शर्ट.

इस बार भी बहुत सारा सामान भेजा था उन्होंने.

पटना और रामगढ़ वाली दोनों बुआ जी ने भी रंग बिरंगी राखीयों के साथ बहुत सारे गिफ्टस भेजे थे.

बस रोहतास वाली जया बुआ की राखी हर साल की तरह एक साधारण से लिफाफे में आयी थी

पांच राखियाँ, कागज के टुकड़े में लपेटे हुए रोली चावल और पचास का एक नोट.

मम्मी ने चारों बुआ जी के पैकेट डायनिंग टेबल पर रख दिए थे ताकि पापा ऑफिस से लौटकर एक नजर अपनी बहनों की भेजी राखियां और तोहफे देख लें...

पापा रोज की तरह आते ही टी टेबल पर लंच बॉक्स का थैला और लैपटॉप की बैग रखकर सोफ़े पर पसर गए थे.

"चारो दीदी की राखियाँ आ गयी है...

मम्मी ने पापा के लिए किचन में चाय चढ़ाते हुए आवाज लगायी थी...

"जया का लिफाफा दिखाना जरा...

पापा जया बुआ की राखी का सबसे ज्यादा इन्तेज़ार करते थे और सबसे पहले उन्हीं की भेजी राखी कलाई में बांधते थे....

जया बुआ सारे भाई बहनो में सबसे छोटी थी पर एक वही थी जिसने विवाह के बाद से शायद कभी सुख नहीं देखा था.

विवाह के तुरंत बाद देवर ने सारा व्यापार हड़प कर घर से बेदखल कर दिया था.

तबसे फ़ूफा जी की मानसिक हालत बहुत अच्छी नहीं थी. मामूली सी नौकरी कर थोड़ा बहुत कमाते थे .

बेहद मुश्किल से बुआ घर चलाती थी.

इकलौते बेटे श्याम को भी मोहल्ले के साधारण से स्कूल में डाल रखा था. बस एक उम्मीद सी लेकर बुआ जी किसी तरह जिये जा रहीं थीं...

जया बुआ के भेजे लिफ़ाफ़े को देखकर पापा कुछ सोचने लगे थे...

'गायत्री इस बार रक्षाबंधन के दिन हम सब सुबह वाली पैसेंजर ट्रेन से जया के घर रोहतास (बिहार )उसे बगैर बताए जाएंगे...

"जया दीदी के घर..!!

मम्मी तो पापा की बात पर एकदम से चौंक गयी थी...

आप को पता है न कि उनके घर मे कितनी तंगी है...

हम तीन लोगों का नास्ता-खाना भी जया दीदी के लिए कितना भारी हो जाएगा....वो कैसे सबकुछ मैनेज कर पाएगी.

पर पापा की खामोशी बता रहीं थीं उन्होंने जया बुआ के घर जाने का मन बना लिया है और घर मे ये सब को पता था कि पापा के निश्चय को बदलना बेहद मुश्किल होता है...

रक्षाबंधन के दिन सुबह वाली धनबाद टू डेहरी ऑन सोन पैसेंजर से हम सब रोहतास पहुँच गए थे.

बुआ घर के बाहर बने बरामदे में लगी नल के नीचे कपड़े धो रहीं थीं....

बुआ उम्र में सबसे छोटी थी पर तंग हाली और रोज की चिंता फिक्र ने उसे सबसे उम्रदराज बना दिया था....

एकदम पतली दुबली कमजोर सी काया. इतनी कम उम्र में चेहरे की त्वचा पर सिलवटें साफ़ दिख रहीं थीं...

बुआ की शादी का फोटो एल्बम मैंने कई बार देखा था. शादी में बुआ की खूबसूरती का कोई ज़वाब नहीं था. शादी के बाद के ग्यारह वर्षो की परेशानियों ने बुआ जी को कितना बदल दिया था.

बेहद पुरानी घिसी सी साड़ी में बुआ को दूर से ही पापा मम्मी कुछ क्षण देखे जा रहे थे...



पापा की आंखे डब डबा सी गयी थी.

हम सब पर नजर पड़ते ही बुआ जी एकदम चौंक गयी थी.

उन्हें समझ नहीं आ रहा था कि वो कैसे और क्या प्रतिक्रिया दे.

अपने बिखरे बालों को सम्भाले या अस्त व्यस्त पड़े घर को दुरुस्त करे.उसके घर तो बर्षों से कोई मेहमान नहीं आया था...

वो तो जैसे जमाने पहले भूल चुकी थी कि मेहमानों को घर के अंदर आने को कैसे कहा जाता है...

बुआ जी के बारे मे सब बताते है कि बचपन से उन्हें साफ सफ़ाई और सजने सँवरने का बेहद शौक रहा था....

पर आज दिख रहा था कि अभाव और चिंता कैसे इंसान को अंदर से दीमक की तरह खा जाती है...

अक्सर बुआ जी को छोटी मोटी जरुरतों के लिए कभी किसी के सामने तो कभी किसी के सामने हाथ फैलाना होता था...

हालात ये हो गए थे कि ज्यादातर रिश्तेदार उनका फोन उठाना बंद कर चुके थे.....

एक बस पापा ही थे जो अपनी सीमित तनख्वाह के बावजूद कुछ न कुछ बुआ को दिया करते थे...

पापा ने आगे बढ़कर सहम सी गयी अपनी बहन को गले से लगा लिया था.....

"भैया भाभी मन्नू तुम सब अचानक आज ?*

*सब ठीक है न...?

बुआ ने कांपती सी आवाज में पूछा था...

आज वर्षों बाद मन हुआ राखी में तुम्हारे घर आने का..

तो बस आ गए हम सब...

पापा ने बुआ को सहज करते हुए कहा था.....
"भाभी आओ न अंदर....

मैं चाय नास्ता लेकर आती हूं...

जया बुआ ने मम्मी के हाथों को अपनी ठण्डी हथेलियों में लेते हुए कहा था

"जया तुम बस बैठो मेरे पास. चाय नास्ता गायत्री देख लेगी."

हमलोग बुआ जी के घर जाते समय रास्ते मे रूककर बहुत सारी मिठाइयाँ और नमकीन ले गए थे......

मम्मी किचन में जाकर सबके लिए प्लेट लगाने लगी थी...

Gujarati PDF Books

19 Aug, 07:17


ના, દાદા ! કાગળ વળી શું દેવો’તો ! ગાંફના ધણીને એમ ખબર નહિ હોય કે જીવતાજાગતા માનવીથીયે કાગળની કટકીની આંઈ વધુ ગણતરી હશે !

ચમારના તોછડા વેણની અંદર વાંકાનેરના રાજાએ કંઈક સચ્ચાઈ ભરેલી ભાળી. આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાંફના એક ઢોર ચીરનારો આવીને ખસતા ગામની પહેરામણી સંભળાવી ગયો. રાણીને માથે મે’ણાંના ઘા પડતા હતા તે થંભી ગયા. અને બીજી બાજુએ ચમારે ગાંફનો કેડો પકડ્યો. એને બીક હતી કે જો કદાચ વાંકાનેરથી અસવાર છૂટીને ગાંફ જઈ ખબર કાઢશે તો ગાંફનું ને મારું નાક કપાશે. એટલે મૂઠીઓ વાળીને એ તો દોડવા માંડ્યો. ગાંફ પહોંચીને ગઢમાં ગયો, જઈને દરબારને મોઢામોઢ વેણ ચોડ્યાં :

ફટ્ય છે તમને દરબાર ! લાજતા નથી ? ઓલી બોનડી બચારી વાંકાનેરને ગોખે બેઠી બેઠી પાણીડાં પાડે છે. એને ધરતીમાં સમાવા વેળા આવી પહોંચી છે અને તમે આંહીં બેઠા રિયા છો ? બાપુ ! ગાંફને ગાળ બેસે એનીય ખેવના ન રહી ?

પણ છે શું મૂરખા ? દરબાર આ મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બોલ્યા.

હોય શું બીજું ? ભાણેજ પરણે છે ને મામા મોસાળાં લઈને અબઘડી આવશે એવી વાટ જોવાય છે.

અરરર ! એ તો સાંભર્યું જ નહિ : ગજબ થયો ! હવે કેમ કરવું ?

હવે શું કરવાનું હતું ? ઈ તો પતી ગયું હવે તો મારે જીવવું કે જીભ કરડીને મરવું એજ વાત બાકી રઈ છે.

કાં એલા ! તારું તે શું ફટકી ગ્યું છે ?

હા બાપુ ! ફટકી ગ્યું’તું એટલે જ તમારા થકી મામેરામાં ખસતા ગામ દઈને આવ્યો છું.

શી વાત કરછ ? તું આપણું ખસતા દઈ આવ્યો ?

હા, હા ! હવે તમારે જે કરવું હોય તે કહી નાખો ને એટલે મને મારો મારગ સૂઝે.

દરબારનું હૈયું ભરાઈ આવ્યું : વાહ ! વાહ, મારી વસ્તી ! પરદેશમાંય એને મારી આબરૂ વહાલી થઈ. ગાંફનું બેસણું લાજે એટલા માટે એણે કેટલું જોખમ ખેડ્યું ! વાહ ! મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ !…ભાઈ ! ખસતા ગામ તેં તારા બોલ ઉપર દીધું એ મારે અને મારી સો પેઢીને કબૂલ મંજૂર છે.

આજે તારે મરવાનું હોય ? તારા વિના તો મારે મરવું પડત..બાપ

ચમારને દરબારે પાઘડી બંધાવી, અને ડેલીએ ભાણેજનાં લગ્ન ઊજવવાં શરૂ થયાં. ચમારવાડે પણ મરદો ને ઓરતો પોરસમાં આવી જઈ વાતો કરવા લાગ્યાં :

વાત શી છે ? આપણા ભાણુભા પરણે એનાં મોસાળાં આપણે ન કરીએ તો કોણ કરે ? ધણી ભૂલ્યો, પણ આપણાથી ભુલાય ?

વાંકાનેરના અસવારે આવીને ખબર કાઢ્યા ગાંફના ધણીએ જવાબ મોકલ્યો : એમાં પૂછવા જેવું શું લાગ્યું ? ગાંફની વસ્તીને તો મેં કોરે કાગળે સહિયું કરી આપી છે.’ વરની માતા હવે દાઝ કાઢી કાઢીને વાંકાનેરના દરબારગઢમાં લગ્નગીત ગજવી રહ્યાં છે કે

તરવાર સરખી ઊજળી રે ઢોલા !
તરવાર ભેટમાં વિરાજે એ વાલીડા વીરાને,
એવી રે હોય તો પ્રણજો રે ઢોલા નીકર સારેરી પરણાવું રે વાલીડા વીરને

સૌરાષ્ટ્ર ની રસધાર ભાગ - 3

Gujarati PDF Books

19 Aug, 07:17


"બોલ "

લેખક - ઝવેરચંદ મેઘાણી.

વાંકાનેર દરબારગઢમાં આજ રંગરાગની છોળો ઊડે છે ગઢના માણસો તો શું પણ કૂતરાં મીંદડાંયે ગુલતાનમાં ડોલી રહ્યા ઓરડામાં વડારણોનાં ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડી વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે દરબારના કુંવર પરણે છે વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઊગ્યો છે.

આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક જ માનવીના હૈયામાંથી અફસોસના નિસાસા નીકળી રહ્યા છે આખી રાત એણે પથારીમાં આળોટી આળોટીને વિતાવી છે : મટકુંયે નથી માર્યું જાગીને મનમાં મનમાં ગાયા કર્યું કે...

વીરા ચાંદલિયો ઊગ્યો ને હરણ્યું આથમી રે,
વીરા, ક્યાં લગણ જોઉં તમારી વાટ રે,
મામેરા વેળા વહી જાશે રે….

ડેલીએ જરાક કોઈ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશા ભરી ઊઠી ઊઠીને એ ડેલીમાં નજર કર્યા કરે છે પણ અત્યાર સુધી જેની વાત જોતી હતી તે મહેમાનના ક્યાંયે વાવડ નથી.

શોકાતુર માનવી બીજું કોઈ નહિ પણ વરરાજાની ખુદ જનેતા છે જેનું પેટ પરણતું હોય એને અંતરે વળી હરખ કેવા ? એને તો કંઈક કંઈક રિસામણાં મનામણાં કરવાનાં હોય સંભારી સંભારીને સહુ સગાંવહલાંને લગ્નમાં સોંડાડવાનાં હોય એ બધું તો હોય પણ વાંકાનેરના રાજકુંવરની માતાને હૈયે તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી રાજાજી આવી આવીને એને મે’ણાં મારતા હતા :

કાં ! કહેતાં’તાં ને કુંવરના મામા મોટું મોટું મોસાળું કરવા આવશે !

કાં ? ગાંફ ગામથી પહેરામણીનું ગાડું આવી પહોંચ્યું ને ? તમારાં પિયરિયાંએ તો તમારા બધાય કોડ પૂર્યા કે શું !

ઊજળું મોં રાખીને રાણી મરકતે હોઠે ઉત્તર દેતાં હતાં કે : હા ! હા ! જો જો તો ખરા, દરબાર ! હવે ઘડી બેઘડીમાં મારા પિયરનાં ઘોડાંની હણહણાટી સંભળાવું.. આવ્યા વિના એ રહે જ નહિ.

પહેરામણીનું ચોઘડિયું બેસવા આવ્યું ગોખમાં ડોકાઈ ડોકાઈ ને રાણી નજર કરે છે કે ગાંફને માર્ગે ક્યાંય ખેપટ ઊડે છે ! ક્યાંય ઘોડાના ડાબા ગાજે પણ એમ તો કંઈ કંઈ વાર તણાઈ તણાઈને એ રજપૂતાણીની આંખો આંસુડે ભીંજાતી હતી એવામાં ઓચિંતો મારગ ઉપરથી અવાજ આવ્યો :

‘બા, જે શ્રીકરશન… સાંભળીને રાણીએ નીચે નજર કરી

ગાંફના ચમારને ભાળ્યો કેમ જાણે પોતાનો માનો જણ્યો ભાઈ આવીને ઊભો હોય.., એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખીને એના અંતરમાં ઊપજવા લાગ્યો કેમ કે એને મન તો આજ આખું મહિયર મળી ગયું લાગતું હતું એ બોલ્યાં :

ઓહોહો ! જે શ્રીકરશન ભાઈ ! તું આંહીં ક્યાંથી બાપુ ?

બા., હું તો ચામડાં વેચવા આવ્યો છું મનમાં થયું કે લાવને, બાનું મોઢું તો જોતો જાઉં પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય ભામણબામણ ઊભા હોય એટલે શી રીતે જવાય ? પછી સૂઝ્યું કે પછવાડે ગોખેથી ટહુકો કરતો જાઉં !

હેં ભાઈ ! ગાંફના કાંઈ વાવડ છે ?

ના, બા ! કેમ પૂછ્યું ? વીવાએ કોઈ નથી આવ્યું ?

રાણી જવાબ વાળી ન શક્યાં. હૈયું ભરાઈ આવ્યું. ટપ ટપ આંખો માંથી પાણી પડવા લાગ્યાં.

ચમાર કહે : ‘અરે, બા ! બાપ ! ખમ્મા તમને, કાં કોચવાવ ?’

ભાઈ ! અટાણે કુંવરને પેરામણીનો વખત છે. પણ ગાંફનું કોઈ નથી આવ્યું એક કોરીય મામેરાની નથી મોકલી અને મારે માને મેણાંના મે વરસે છે મારા પિયરિયાં તે શું બધા મરી ખૂટ્યાં ?

કોઈ નથી આવ્યું ? ચમારે અજાયબ બનીને પૂછ્યું.

ના, બાપ ! તારા વિના કોઈ નહિ.

ચમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું.
મારા વિના કોઈ નહિ ! હાં ! મારા વિના કોઈ નહિ ! હું ય ગાંફનો છું ને ! ગાંફની આબરૂના કાંકરા થાય એ ટાણે હું મારો ધરમ ન સંભાળું ? આ બે’નડીનાં આંસુડાં મારાથી શે દીઠાં જાય ?

એ બોલી ઊઠ્યો :

બા ! તું રો તો તને મારાં છોકરાંના સોગંદ. હમણાં જોજે, ગાંફની આબરૂને હું જાતી રોકું છું કે નહિ ?

અરેરે, ભાઈ ! તું શું કરીશ ?

શું કરીશ ? બા, બાપુને હું ઓળખું છું આજ એની કોણ જાણે કેમ ભૂલ થઈ હોય.., પણ હું એને ઓળખું છું તું ધરપત રાખજે હો, "માં" શું કરવું તે મને સૂઝી ગયું છે એમ કહીને ચમાર ચાલ્યો..

દરબારગઢની દોઢીએ જઈને દરબારને ખબર મોકલ્યા :

ગાંફથી ખેપિયો આવ્યો છે અને દરબારને કહો, ઝટ મોઢે થાવું છે.

દરબાર બહાર આવ્યાં. તેમણે ચમારને દેખ્યો; મશ્કરીનાં વેણ કાઢ્યાં :

કાં ભાઈ ! મામેરું લઈને આવ્યા છો કે ?

હા, અન્નદાતા ! આવ્યો છું તો મામેરું લઈને જ.

એમ ! ઓહો ! કેમ, તમને મોકલવા પડ્યા ! ગાંફના રજપૂત ગરાસિયા શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલ છે ?

અરે દાદા ! ગાંફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી છે. આજ મારા બાપુ પંડે આવતા હતા, પણ ત્યાં એક મરણું થઈ ગયું. કોઈથી નીકળાય તેવું ન રહ્યું, એટલે મને દોડાવ્યો છે.

ત્યારે તો મામેરાનાં ગાડાંની હેડ્ય વાંસે હાલી આવતી હશે, કાં ?

એમ હોય, બાપા ! ગાંફના ભાણેજનાં મોસાળાં કાંઈ ગાડાંની હેડ્યુંમાં સામે ?

ત્યારે ?

એ અમારું ખસતા ગામ કુંવરને પે’રામણીમાં દીધું.

દરબારે મોમાં આંગળી નાંખી એને થયું કે આ માણસની ડગળી ખસી ગઈ હશે.

એણે પૂછ્યું : કાંઈ કાગળ દીધો છે ?

Gujarati PDF Books

17 Aug, 12:34


અમરેલી જિલ્લાના નીલવળા ગામના તરવરિયા કાઠી યુવાન જયેશ ખાચરે ૨૦૧૮માં જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી અને નાણા વિભાગમાં ક્લાસ-૨ અધિકારી તરીકે સેવામાં જોડાઈ ગયો. ગામડાની સરકારી શાળામાં ભણેલો આ યુવાન પોતાની ક્ષમતાના જોરે માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં અધિકારીના ઉચ્ચ પદ પર પહોંચી ગયો. ૨૦૧૮ની એમની બેચનો કદાચ એ સૌથી નાની ઉંમરનો અધિકારી હતો. રાજકોટના સરદાર ભવનમાં પરીક્ષાની તૈયારી કરતો ત્યારે માર્ગદર્શન માટે મને ઘણીવાર મળતો.

સરકારી પદ મળતા જ માણસના તેવર બદલવા માંડે એવા અનેક કિસ્સા મે મારી સગી આંખે જોયા છે, પણ જયેશ અધિકારી બન્યા પછી ઉલ્ટાનો વધુ નમ્ર થયો. હોદાનો કોઈ જ ઘમંડ નહિ, સામાન્યમાં સામાન્ય માણસ સાથે હસીને વાત કરે. તમે સરકારી કચેરીમાં જાવ તો ઘણા બાબુઓના મોઢા તમને ઉતરેલી કઢી જેવા લાગે એની સામે આ છોકરો હંમેશા હસતો જ હોય. કામમાં ક્યારેય વેઠ નહિ ઉતારવાની. એના નિયમિત કામ સિવાય કલેકટર દ્વારા બીજું કોઈ કામ સોંપવામાં આવે તો એ કામ પણ ઉમંગ અને ઉત્સાહ સાથે કરે. જ્યાં પણ કામ કરે ત્યાં એવા ભળી જાય કે બધાને એમ જ લાગે કે આ આપણાં વિભાગના અધિકારી છે.

અધિકારીની ખુરશી પર બેસતાની સાથે મોટા ભાગના અધિકારીઓમાં ખુરશી પણ બેસી જતી હોય છે. આ સાવ નોખી માટીનો માણસ હતો. ખુરશીનો કોઈ ભાર નહિ. સાવ સાદું જીવન. બીજા શું કરે છે એમાં કોઈ રસ નહિ બસ પોતાની મસ્તીમાં જીવવાનું.

એમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને જયેશભાઈ બોસ ઓછા અને મિત્ર વધુ લાગે. સહ કર્મચારી હોય કે અરજદાર બધાને કામમાં મદદ કરે. અમરેલીમાં અધિક જિલ્લા તિજોરી અધિકારી તરીકે જિલ્લાના નિવૃત્ત કર્મચારી/અધિકારીઓને પેન્શન ચૂકવવાની એમની જવાબદારી હતી. આ જવાબદારી એમણે એવી બખૂબીથી નિભાવી કે હજારો પેન્શનરોના હદયમાં એમણે સ્થાન પ્રાપ્ત કર્યું. કોઈ દાદા કે દાદી પોતાના પેન્શનના કોઈ પ્રશ્નના નિરાકરણ માટે આવ્યા હોય તો પોતાની ચેમ્બરમાંથી બહાર ઊભા થઈને જાણે એમના જ દાદા કે દાદી હોય એ રીતે સાથે જાય અને એમના પ્રશ્નનો ઉકેલ લાવે. સાચો કાઠી દરબાર કેવો હોય એ તમને જયેશને જોઈને સમજાય.

ગઈકાલે રાત્રે અકસ્માતમાં બ્રેઈન હેમરેજ થવાથી માત્ર ૫ જ મિનિટમાં શરીર છોડીને અનંતની વાટે નીકળી ગયા. જેટલી ઝડપથી એ લોકોના કામ કરતા એટલી જ ઝડપથી માત્ર ૨૮ વર્ષની વયે આ જગત છોડી દીધું. ભગવાન પણ ગજબનો ખેલ ખેલે છે. એમની રચેલી આ સૃષ્ટિને જે સુંદર બનાવવામાં મહત્વનું યોગદાન આપતા હોય એને અહીંયા રહેવા દેવાને બદલે પોતાની પાસે બોલાવી લે છે.

અમારી હિસાબી કેડરે એક ઉત્કૃષ્ટ લાગણીશીલ અધિકારી ગુમાવ્યા છે. ભગવાન તમારા દિવ્યાતમાને એમના સાનિધ્યનું સુખ આપે એવી પ્રાર્થના.

Gujarati PDF Books

09 Aug, 03:33


વૈભવી જતાં જતાં ખૂબ રડી અને પોતાના સાસુ સસરા ને અને પોતાના માં બાપાને પ્રેમ થી ભેટી અને તબિયત સાચવવાનું સાંત્વન આપી આશિષ ની સાથે ગાડી માં બેસી ચાલી નીકળી. ગામવાળા અને સમાજના આગેવાનોએ ભગવાનભાઈ ના આ નિર્ણય ની ખૂબ સરાહના કરી.

વૈભવી અને જય અને નાની શ્વેતાનો દાદા ભગવાનભાઈ ઉપર અવારનવાર ફોન આવે છે,ખબર અંતર પૂછે છે.
ભગવાનભાઈ અને રેવાબેન શાંતિ થી આધ્યાત્મિક જીવન ગુજારે છે, અને હરિ ગાડું ક્યાં લઇ જાય છે....તે જાણવાની મથામણ માં જીવન વ્યતીત કરે છે.
🙏🙏🙏

લેખન

રસિકભાઈ મોદી(નિવૃત્ત ઈજનેર)
(સમાજની એક વેદના ને વાચા આપવાનો પ્રયાસ માત્ર છે,પાત્રો ના નામ કાલ્પનિક છે.)